________________
૧૯૪
તૃતીય પ્રસ્તાવ
યોગસાર
હિંસા ન થઈ જાય તે માટે ઘણી જ જયણા પાળવાના પરિણામપૂર્વક જ તે કાયાનો વ્યવહાર કરવો. આ પ્રમાણે જિનેશ્વર પરમાત્માની આજ્ઞા જ છે.
આ પ્રમાણે જિનેશ્વર પ્રભુનો આજ્ઞાનો પાલક આત્મા મન, વચન અને કાયાની ગુપ્તિના પાલન દ્વારા સર્વ ક્ષેત્રે સર્વકાળે સમતાભાવને સાધે છે.
આ પ્રમાણે સમતાભાવપૂર્વકની મન-વચન અને કાયાની પ્રવૃત્તિ કરવામાં જ આત્મહિત છે. આમ સમજીને આ મહાત્મા યોગી પુરુષો સર્વત્ર સમભાવવાળા થઈને જ પ્રવૃત્તિ કરનારા બને છે. II૧૬-૧૭ના यदि त्वं साम्यसंतुष्टो, विश्वं तुष्टं तदा तव । तल्लोकस्यानुवृत्त्या, किं स्वमेकं समंकुरु ॥१८॥
ગાથાર્થ – જો તું સમતાના સેવનથી સંતુષ્ટ=ખુશ છો તો તારા પ્રત્યે સમગ્ર વિશ્વ સંતુષ્ટ-ખુશી ખુશી રહેશે. તેથી લોકોને અનુસરવાથી એટલે કે લોકોને રીઝવવા દ્વારા ખુશ કરવાની શી જરૂર છે ? ફક્ત એક તારા આત્માને જ સમતાગુણથી ખુશ કર. (જેનાથી આખુંય જગત તારા ઉપર ખુશ રહેશે.) ॥૧૮॥
વિવેચન – આ આત્માનું કલ્યાણ સમતાયોગમાં જ છે. ઉચ્ચકોટિનો માનવભવ પ્રાપ્ત કરીને સમતાયોગ જ મુખ્યત્વે સાધવા જેવો છે. જો વ્રતોના પાલનથી, સંયમી જીવન જીવવા દ્વારા અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મેળવેલા ઉત્તમ સંસ્કારોથી અને ધ્યાનાદિ ધર્મક્રિયાના સતત સેવનથી
આ જીવનમાં જો સમતાના સંસ્કારો અતિશય દઢીભૂત થઈ જાય તો સમગ્ર વિશ્વ પણ તારા તરફથી સંતુષ્ટ જ રહેશે. સમગ્ર વિશ્વ પણ તારા પ્રત્યે પ્રીતિભાવવાળું-અહોભાવવાળું બને. કારણ કે આ સમતાયોગ એ