________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ પરમાત્માની સાથે જે પ્રીતિ કરવી તે અનાદિકાળથી પર એવા પુદ્ગલ દ્રવ્યની સાથે જોડાયેલી પ્રીતિને તોડનારી છે. તેથી શ્રાવક અને શ્રાવિકાના જીવનમાં અષ્ટપ્રકારી પૂજા કરવા દ્વારા પ્રભુજીના ગુણોરૂપી અમૃતનું પાન કરવું, ગુણો ગાવા એ જ શ્રાવક અને શ્રાવિકાના જીવન માટે શ્રેષ્ઠ કર્તવ્ય છે. જલમાં પડેલું તેલનું બિંદુ જેમ વિસ્તાર પામે છે, તેમ પરમાત્મા પ્રત્યેનો અવિચલ રાગ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામે છે. જે સાંસારિક બાબતોના રાગનો નાશ કરે છે.
અષ્ટપ્રકારી પૂજા આદિ કરવા દ્વારા અનેક પ્રકારનાં પુષ્પો, ફળો, નૈવેદ્ય આદિ વસ્તુઓ પ્રભુજીને ભેટ ધરવા દ્વારા તથા સુંદર ભાવવાહી સ્તવનો-ગાયનો ગાવા દ્વારા, શ્રાવક-શ્રાવિકા પરમાત્માની ભક્તિ કરવા રૂપ ભક્તિરસમાં તલ્લીન થઈને ઘણાં ઘણાં કર્મોની નિર્જરા કરે છે.
પરમાત્માના જન્મ-દીક્ષા આદિ સમયે ઈન્દ્ર આદિ ઘણા દેવો પણ આ ભક્તિરસમાં જોડાયા છે. આ કાર્ય દ્વારા ભાવોલ્લાસ વૃદ્ધિ પામે છે અને આવા પ્રકારના ભક્તિરસ દ્વારા આ જીવ મુક્તિનો અધિકારી બને છે. રાવણ જેવા મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર ભક્તિરસ દ્વારા જ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. એટલે શ્રાવક-શ્રાવિકાના જીવનમાં પ્રભુની ભક્તિ, ગુણો ગાવાં, સ્તવનો ગાવાં આ કર્તવ્ય છે, તેમનું કલ્યાણ આ દ્રવ્યસ્તવન દ્વારા પણ થાય છે અને ભાવસ્તવન લાવવાનું કારણ પણ બને છે. તેરા चिन्तामण्यादिकल्पस्य, स्वयं तस्य प्रभावतः । कृतो द्रव्यस्तवोऽपि स्यात्, कल्याणाय तदर्धिनाम् ॥३०॥
ગાથાર્થ – ચિંતામણિ રત્ન તુલ્ય અને કલ્પવૃક્ષ તથા કામધેનુ ગાય આદિની તુલ્ય એવા તે પરમાત્માના પુણ્ય પ્રભાવથી તે પરમાત્માનું