________________
E
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર કરાયેલું દ્રવ્યસ્તવન પણ કલ્યાણના અર્થી સાધક જીવોના કલ્યાણ માટે જ થાય છે. //૩/પી.
વિવેચન- વીતરાગ પરમાત્માની દ્રવ્યપૂજા પણ આજીવન કલ્યાણને કરનારી છે. આ પરમાત્મા તો ચિંતામણિ રત્ન કલ્પવૃક્ષ અને કામધેનુ ગાયની તુલ્ય છે. આ વસ્તુઓની તુલ્ય પ્રભાવવાળા છે, જેમ ચિંતામણિ રત્નાદિ પદાર્થો ભૌતિક સંપત્તિ આપે છે. તેમ આ વીતરાગ પરમાત્માની દ્રવ્યપૂજા કરવા દ્વારા દ્રવ્યપુણ્ય પણ બંધાય છે. એટલું જ નહીં, પણ સ્વર્ગ અને મોક્ષસુખો પણ આપે છે. તે કારણે ચિંતામણિ રત્નાદિ કરતાં પણ કંઈક અધિક શક્તિયુક્ત છે.
ચિંતામણિ રત્નાદિ તો કેવળ સંસારિક સંપત્તિ જ માત્ર આપી શકે છે. જયારે પરમાત્માની દ્રવ્યપૂજા તો સાંસારિક સંપત્તિ આપવા સાથે આત્માનું કલ્યાણ થાય તેવી ભાવસંપત્તિ પણ આપે છે અર્થાત ગુણસંપત્તિ અને મોક્ષસંપત્તિ પણ આપે જ છે. એટલે પરમાર્થથી તો દ્રવ્યપૂજા. ચિંતામણિ આદિ રત્નતુલ્ય છે. એટલું જ માત્ર નથી, પણ તેનાથી કંઇક અધિક છે. કારણ કે અધિક ફળ આપે છે.
વીતરાગ પરમાત્મા વીતરાગ અને અદેહી હોવાથી આપવાના વ્યવહારમાં જોડાતા નથી. પરંતુ તેઓની દ્રવ્યપૂજા કરનાર સાધકનો આત્મપરિણામ જ નિર્મળ થયે છતે અશુભ કર્મોનો નાશ કરે છે. દુર્ગતિનો ઉચ્છેદ કરે છે, લક્ષ્મીને વધારે છે, આરોગ્યાદિ ભાવોને પુષ્ટ કરે છે. સુખ-સૌભાગ્ય અને સંપત્તિ આપે છે. સર્વે પણ ગુણી પુરુષો ઉપર પ્રીતિ કરાવે છે. યશ-કીર્તિનો વિસ્તાર કરે છે અને સ્વર્ગ તથા મોક્ષનું શાશ્વત સુખ પણ આપે છે. આટલી બધી તાકાત આ દ્રવ્યપૂજામાં છે.
પૂજાના કાળે અતિશય શુભભાવની વૃદ્ધિ થવાથી પૂર્વકાળે કરેલા અશુભ કર્મનો નાશ થાય છે. પુણ્યાનુબંધી પુણ્યનો સંચય થાય છે.