________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ
૬૭
ભાવપુણ્યનું કારણ બને છે અને અંતે આત્માને કલ્યાણની પ્રાપ્તિ કરાવે તેવું દ્રવ્યપુણ્ય પ્રાપ્ત થાય છે. ૩૦/
स्वर्गापवर्गदो दव्यस्तवोऽत्रापि सुखावहः । हेतुश्चित्तप्रसत्तेस्तत् कर्तव्यो गृहिणा सदा ॥ ३१ ॥
-
ગાથાર્થ – પરમાત્માની દ્રવ્યપૂજા સ્વર્ગ અને મુક્તિના સુખને આપનારી છે તથા આ ભવમાં પણ સુખ અને સંપત્તિ આપનારી છે. વળી ચિત્તની પ્રસન્નતાનું પ્રધાનતમ કારણ છે. તેથી ગૃહસ્થ જીવોએ હંમેશાં તે દ્રવ્યપૂજા અવશ્ય કરવી જોઈએ. ॥૩૧॥
વિવેચન – દ્રવ્યપૂજામાં કંઈક અંશે આરંભ-સમારંભ જરૂર છે, પરંતુ આરંભ-સમારંભ અલ્પમાત્રામાં છે. જ્યારે ચિત્તની પ્રસન્નતા વધતાં પુણ્યબધ અને કર્મનિર્જરા વિપુલ પ્રમાણમાં છે. એટલે અલ્પબંધ અને વિશાલ નિર્જરા હોવાથી શ્રાવક-શ્રાવિકાના માટે તો અવશ્ય પ્રતિદિન કર્તવ્ય બને જ છે. શ્રાવક-શ્રાવિકાએ દ્રવ્યપૂજા અવશ્ય પ્રતિદિન કરવી જોઈએ. આવું શાસ્ત્રવિધાન હોવાથી તે પૂજા કરવાથી જિન આજ્ઞાનું પાલન થાય છે. ભક્તિમાં વૃદ્ધિ પામેલા પરિણામોથી આરંભ
સમારંભજન્ય પાપ તો ક્યાંય નાશ પામી જાય છે.
શ્રાવક અને શ્રાવિકા પોતાના કુટુંબના નિર્વાહ માટે જો વિશાલ પ્રમાણમાં આરંભ-સમારંભ કરે જ છે, તો જિનપૂજા નિમિત્તે સ્નાનાદિ કરવામાં કે ધૂપ-દીપાદિ કરવામાં કે પુષ્પાદિ ચઢાવવામાં હિંસાની શંકાશીલતા રાખીને તે તે કામો છોડી દેવાં અથવા અલ્પમાત્રામાં કરવાં તે ઉચિત નથી. કારણ કે આ ભાવસ્તવનની સામે દ્રવ્યહિંસાજન્ય પાપ બહુ જ અલ્પ માત્રામાં છે. અને ભાવસ્તવનની ધારામાં તે કર્મો બળીને ભસ્મ થઇ જાય છે.
દ્રવ્યપૂજામાં થતી હિંસાને જ આગળ કરીને કેટલાક ભાઇઓ