________________
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર
દ્રવ્યપૂજાનો નિષેધ કરે છે પરંતુ આ નિષેધ કરનારા કેટલાક ભાઈબહેનો રાજકોટમાં બિરાજમાન પોતાના ગુરુજીને વંદન કરવા અમદાવાદથી પોતાની ગાડી લઈને જાય છે અને ધર્મ કર્યાનો આનંદ માણે છે. અમદાવાદથી રાજકોટ ગાડી લઈને જતાં શું હિંસા થતી નથી? અર્થાત્ થાય જ છે. છતાં હિંસાની માત્રા કમ છે અને પરિણામની ધારાની વૃદ્ધિ બહુ જ છે. આ જ કારણ દ્રવ્યપૂજામાં પણ સમજવું જોઈએ. ભક્તિ અને ભાવપૂર્વક દ્રવ્યપૂજા કરનાર શ્રાવક અને શ્રાવિકા આ લોકમાં પણ સુખ-સંપત્તિ-સૌભાગ્ય-યશ પામે જ છે અને પરભવમાં પણ સ્વર્ગ-રાજ્યસંપત્તિ-ઉત્તમ માનવભવ, નિરોગી દેહ, વિશાળ રાજ્યાદિ પ્રાપ્ત કરે છે તથા ગણધરપદ અને તીર્થંકરપદ પ્રાપ્ત કરીને મુક્તિનાં સુખ પણ પ્રાપ્ત કરે જ છે.
૬૮
દ્રવ્યપૂજા એ ચિત્તની પ્રસન્નતાનું પ્રધાનતમ અતિશય શ્રેષ્ઠ કારણ છે. તેથી સર્વ શ્રાવક-શ્રાવિકાએ પ્રતિદિન દ્રવ્યપૂજા અવશ્ય કરવી જોઈએ. ।।૩૧।।
भवेद् विरतिरप्यस्य यथाशक्ति पुनर्यदि ।
તતઃ પ્રક્ષરિત: સિંહઃ ર્મનિમંથન પ્રતિ "રૂરા
ગાથાર્થ દ્રવ્યપૂજા કરતા એવા તે શ્રાવક અને શ્રાવિકામાં વિરતિના પરિણામ પણ થાય છે અથવા દેશવિરતિ ધર્મ આદિ યથોચિત નિયમો સ્વીકારવાપૂર્વકના ભાવ થાય છે. તેથી તે જીવ કર્મોનો વિનાશ કરવામાં સિંહના જેવો સજ્જ થયેલો ગણાય છે. ।।૩૨।।
-
વિવેચન – શ્રાવક-શ્રાવિકાના જીવનમાં આ દ્રવ્યપૂજાદિનું કાર્ય કરતાં કરતાં જળ-ચંદન-પુષ્પાદિ ઉત્તમ ઉત્તમ દ્રવ્યોનો વ્યવહાર કરતાં કરતાં વિરતિના (હિંસાદિ અઢાર પાપસ્થાનકોથી વિરમવાના) પરિણામવાળો થાય છે અને વિરતિના પરિણામ થવાના કારણે શ્રાવક