________________
૫૦ પ્રથમ પ્રસ્તાવ
યોગસાર येनैवाराधितो भावात्, तस्यासौ कुरुते शिवम् । सर्वजन्तुसमस्यास्य, न परात्मविभागिता ॥२०॥
ગાથાર્થ :- જે સંસારી જીવ વડે આ પરમાત્માની ભાવથી = હૃદયના ભાવપૂર્વક આરાધના કરાય છે, તે આત્માનું આ પરમાત્મા અવશ્ય કલ્યાણ કરે છે. સર્વ જીવો પ્રત્યે સમભાવવાળા આ પરમાત્માને “આ મારો અને આ પરાયો” આવો ભેદ આવો વિભાગ હોતો નથી. (૨વી.
વિવેચન :- શુદ્ધ-બુદ્ધ અને વીતરાગ થયેલા આ પરમાત્માને જે સંસારી જીવ ભાવપૂર્વક આરાધે છે, સાંસારિક કોઈ પણ પ્રકારનાં સુખોની અપેક્ષા રાખ્યા વિના તેમના જેવા વીતરાગ બનવા માટે જે જીવ વીતરાગ પરમાત્માને આરાધે છે તે જીવનું આ પરમાત્મા અવશ્ય કલ્યાણ કરે જ છે. એટલે કે તે જીવ અવશ્ય વીતરાગ બને જ છે.
તે જીવનું પોતાના શુદ્ધ પરિણામથી અવશ્ય કલ્યાણ થાય જ છે. તે કલ્યાણ જાણે વીતરાગ પરમાત્માએ જ કર્યું હોય શું ? એમ ઉપચાર કરાય છે. કારણ આ પરમાત્મા વીતરાગ હોવાથી સર્વ જીવો પ્રત્યે સમભાવવાળા જ છે. તેઓશ્રીના જ્ઞાનમાં “આ પરાયો અને આ મારો” આવો ભેદ ક્યારેય સંભવતો નથી. તેમના જ્ઞાનમાં મારા-તારાપણાનો ભેદ નથી. તેઓ મોહ વિનાના છે. જીવ પોતાની જ જાગૃતિથી વીતરાગ બને છે. રવી कृतकृत्योऽयमाराद्धः, स्यादाज्ञापालनात् पुनः । आज्ञा तु निर्मलं चित्तं, कर्तव्यं स्फटिकोपमम् ॥२१॥
ગાથાર્થ :- આ પરમાત્મા કૃતકૃત્ય છે (તેમનાં સર્વે પણ કાર્યો થઈ ગયાં છે તેમને હવે કોઈ કાર્ય કરવાનું કે સાધવાનું બાકી નથી) પરંતુ તેમની આજ્ઞાનું પાલન જો કરવામાં આવે તો તેઓને આરાધ્યા