________________
૨૩
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ આ પ્રમાણે ધ્યાન અને સમતાયોગમાં પરસ્પર અત્યન્ત કાર્યકારણભાવ રહેલો છે. ધ્યાનથી સમતાયોગની વૃદ્ધિ થાય છે અને સમતાયોગથી ધ્યાનની પરાકાષ્ટા વૃદ્ધિ પામે છે. મોહનીયકર્મથી આત્મામાં મલીનતા થાય છે અને તે મોહનીયકર્મના નાશથી આ જીવમાં સમતાગુણ પ્રગટે છે. સમતાગુણની વૃદ્ધિ થતાં આત્માની પરિણામોની ધારા નિર્મળ-નિર્મળ બનતી જાય છે અને આ જ આત્માની દૃષ્ટિ બદલાતી જાય છે. જે દૃષ્ટિ ભોગ તરફ હતી તે જ દૃષ્ટિ યોગ તરફ ઢળતી જાય છે. ભોગદશા મેળવવાની જે તમન્ના હતી, તેને બદલે યોગદશા મેળવવાની તમન્નાવાળી દૃષ્ટિ બનતી જાય છે, જેને યોગની દૃષ્ટિ કહેવાય છે. તેના મિત્રા-તારા-બલા-દીકા-સ્થિરા-કાન્તાપ્રભા અને પરા એવા આઠ ભેદો છે. જેમ જેમ સાધક આત્માને હેયઉપાદેયનો વિવેક જાગે છે, પોતાના આત્માનું હિતાહિત સમજાય છે, તેમતેમ દૃષ્ટિ બદલાતી જાય છે. પ્રથમની ચાર દૃષ્ટિમાં બીજમાત્રરૂપે અને પાછળની ચાર દૃષ્ટિઓમાં સ્પષ્ટ-સ્પષ્ટતરરૂપે આ જીવને યોગવાળી દષ્ટિના પ્રભાવે પરમાત્માનાં દર્શન થાય છે.
પ્રથમ ગુણસ્થાનકે રહેલા મિથ્યાષ્ટિ જીવને પણ જયારે મિથ્યાત્વદશા મોળી પડે છે અને અપુનબંધક અવસ્થામાં આ જીવ આવે છે, ત્યારે મિથ્યાત્વની મંદતાના કારણે મિત્રા-તારા-બલા અને દીપ્રાદેષ્ટિ પ્રગટ થાય છે અને આવી દૃષ્ટિમાં વર્તતા તે જીવને ઉત્તરોત્તર શ્રદ્ધાયુક્ત બોધની વૃદ્ધિ થાય છે તથા અષ-જિજ્ઞાસા આદિ સગુણોની વૃદ્ધિ થાય છે, પ્રથમની ચાર દૃષ્ટિઓ અપુનબંધકમાર્ગાભિમુખ અને માર્ગપતિત (માર્ગમાં ચડેલા) આવા જીવને પ્રાપ્ત થાય છે અને બાકીની ચાર દૃષ્ટિઓ સમ્યગ્દષ્ટિ-દેશવિરતિધર શ્રાવકશ્રાવિકાને અને સર્વવિરતિધર સાધુ-સાધ્વીજી મહારાજશ્રીને પ્રાપ્ત થાય
છે.