________________
૨૪
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર અનાદિકાલથી મોહાન્ય બનેલા આ જીવની દૃષ્ટિ જેમ જેમ સુધરતી જાય છે, તેમ તેમ દોષો ઘટતા જાય છે, ગુણો વધતા જાય છે. બોધ નિર્મળ બનતો જાય છે અને જીવનમાં યોગદશાનાં એક એક અંગ આવતાં જાય છે, તેનું ચિત્ર શ્રીયોગદૃષ્ટિ સમુચ્ચય નામના ગ્રન્થને અનુસાર આ પ્રમાણે છે - ન દષ્ટિનું પ્રકાશની ઉપમા | દોષ | ગુપ્રાણિ | યોગનું નામ
ત્યાગ
નામ ૧ મિત્રા તૃણના અગ્નિસમ | ખેદ અદ્વેષ | યમ
તારા છાણના અગ્નિ સમાન ઉદ્વેગ | જિજ્ઞાસા | | નિયમ ૩ બલા | કાષ્ટના અગ્નિ સમાન | ક્ષેપ |તત્ત્વશુશ્રુષા | આસન ૪ દીપ્રા |દીપકની પ્રભા સમાન | ઉત્થાન તત્ત્વશ્રવણ | પ્રાણાયામ ૫ |સ્થિરા| રત્નની પ્રભા સમાન | ભ્રાન્તિસૂક્ષ્મબોધ | પ્રત્યાહાર ૬ |કાન્તા તારાના પ્રકાશ સમાન | અન્ય તત્ત્વ- ધારણા
મૃદું | મીમાંસા |પ્રભા | સૂર્યના પ્રકાશ સમાન | રોગ | તત્ત્વમતિપત્તિ ધ્યાન ૮ પરા | ચંદ્રના પ્રકાશ સમાન | આસંગ| આત્મપ્રવૃત્તિ | સમાધિ
યોગની આઠ દૃષ્ટિઓની સંક્ષેપમાં સમજ
(૧) મિત્રાદષ્ટિમાં :- સાધક આત્માનો જ્ઞાનપ્રકાશ બહુ જ અલ્પમાત્રાવાળો હોવાથી તૃણના અગ્નિ સમાન છે. બોધ થતાંની સાથે જ બુઝાઈ જાય તેવો હોય છે માટે આ બોધ અલ્પકાળ જ ટકે છે તથા તે બોધની શક્તિ પણ અલ્પ હોવાથી તેની સ્મરણશક્તિ મંદ હોય છે. તેના કારણે ચૈત્યવંદનાદિ ધર્મક્રિયામાં ઉપયોગની શુદ્ધિ