________________
યોગસાર
ચતુર્થ પ્રસ્તાવ
૨૨૧
વધારે મલીન થાય છે ત્યારે પોતે સ્વીકારેલાં વ્રતો અને મહાવ્રતો પાળવાની લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ કરીને વિષયોના ઉપભોગમાં જોડાઈ જાય છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો વિષ જેવા ભયંકર છે. વિષ્ટા આદિ દુર્ગંછનીય પદાર્થોથી પણ વધારે દુર્ગંછનીય છે. તો પણ મોહાધીનતાના કારણે તે જીવને તે જ વિષયો અમૃત જેવા મધુર અને સુગંધી લાગે છે.
પોતે જે ભોગોના ત્યાગની પ્રતિજ્ઞા સ્વીકારેલી છે, તેનો ભંગ કરીને પણ વિષયોમાં આસક્ત થયો છતો તે જીવ વિષયોનો ઉપભોગ કરે છે અને સંસારવાસમાં જોડાય છે.
સંસારના ત્યાગી થયેલા મુનિ પણ વાસનાઓ અને કષાયોને આધીન જ્યારે થાય છે ત્યારે મનગમતા એવા પાંચે ઇન્દ્રિયોના વિષયસેવનમાં અતિશય આસક્ત બની જાય છે. ઇષ્ટ વિષયોના ઉપભોગમાં જોડાઈ જાય છે અને કંડરીક મુનિ આદિની જેમ દુર્ગતિમાં જનારા બની જાય છે. નરકના ભવની અપાર પીડા ભોગવે છે તથા તિર્યંચના ભવમાં જઈને પરાધીનતા, ભૂખ-તરસની પીડા, રોગ-વ્યાધિની પીડા ભોગવે છે.
તથા અનેક જન્મ-જરા-મરણનાં દુઃખો પામે છે. ભોગો અને વિષયો અતિશય ભયંકર દુઃખદાયી છે. તે સઘળાં દુ:ખો સહન કરવાનો વારો આવે છે. ૨ા
सावद्यं सकलं योगं, प्रत्याख्यायान्यसाक्षिकम् । विस्मृतात्मा पुनः क्लीबः, सेवते धैर्यवर्जितः ॥३॥
ગાથાર્થ – સત્ત્વગુણહીન એવો કાયર પુરુષ ગુરુ આદિ વડીલોની સમક્ષ સર્વ સાવદ્યયોગનો ત્યાગ કરીને પણ તે પ્રતિજ્ઞા ભૂલી જઈને ધૈર્યગુણ વિનાનો બનેલો તે જીવ ફરીથી તે સાવદ્યયોગને સેવનારો બની 24. 11311