________________
૨૨૦ ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર આ ચોથા પ્રસ્તાવમાં સત્ત્વને ફોરવવાનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવીને તેને ઉત્તમ ભાવનાઓથી ભાવિત (વાસિત) કરવાનું વર્ણન ગ્રંથકાર મહર્ષિ સમજાવે છે. તે વર્ણન સાંભળવાથી અને સમજવાથી કાયર માણસની કાયરતા નાશ પામી જાય છે અને તેનામાં તથા બીજા પણ સત્ત્વશાળી જીવમાં એમ બન્નેમાં સત્ત્વગુણ વૃદ્ધિ પામે છે. સર્વે પણ ગુણો સત્ત્વગુણ હોય તો જ શોભા પામે છે. જીવનમાં સત્ત્વગુણનો વિકાસ થવાથી જ ક્ષમા-નમ્રતા-સરળતા આદિ ધર્માત્મક ગુણોની પણ વૃદ્ધિ થાય છે.
આ કારણથી જ ગ્રંથકાર મહર્ષિ આ ગાથામાં આપણને ઉપદેશ આપતા કહે છે કે રજસગુણ અને તમસગુણને ત્યજીને હે જીવ ! તું તારા સત્ત્વગુણને પ્રગટ કર, વિકસાવ કે જેનાથી ધર્મતત્ત્વ વૃદ્ધિ પામે. કારણ કે રજસગુણ અને તમસગુણ ધર્મતત્ત્વના બાધક ગુણો છે. તેથી તેવી પ્રકૃતિવાળા જીવો ધર્મતત્ત્વ સાધી શકતા નથી. માટે સત્ત્વગુણને વિકસાવ. //// हीनसत्त्वो यतो जन्तुर्बाधितो विषयादिभिः । बाढं पतति संसारे, स्वप्रतिज्ञाविलोपनात् ॥२॥
ગાથાર્થ - કારણ કે સત્ત્વહીન જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયોથી પીડાયો છતો પોતાની પ્રતિજ્ઞાનો લોપ કરીને આ અગાધ સંસારમાં અતિશય ડુબે છે. (અને વિષયોમાં વધારે આસક્ત બને છે.) રા/
વિવેચન – સત્ત્વગુણ વિનાનો જીવ ધર્મતત્ત્વ સાધવાનો અધિકારી બનતો નથી, આવું જે પહેલી ગાથામાં કહેવામાં આવ્યું, તેનું કારણ જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે
જે જીવ પોતાના સત્ત્વગુણ વિનાનો હોય છે, તે જીવ વિષયોની વાસનાથી જ્યારે પીડાય છે અને કષાયોથી તેનું ચિત્ત જ્યારે વધારે ને