________________
૨૪૦
ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર સત્ત્વહીન એવા આ જીવો વ્રત-નિયમ અને સંયમ પાળવામાં તો અસમર્થ છે જ, પરંતુ પોતાના પેટના ભરણ પોષણ કરવામાં પણ અસમર્થ જ હોવાથી કાયમ તેની ચિંતામાં જ વર્તનારા હોય છે અને પોતાના પેટના ભરણ પોષણ માટે દીનતા પૂર્વક લોકોને આજીજી કરનારા, ન જોઈ શકાય તેવી રીતે ખુશામત કરતા દેખાય છે, મોહદશાનું આ કેવું નાટક છે. તે ત્યાં જણાય જ છે. માટે ઉત્તમ પુરુષોએ સત્ત્વગુણપૂર્વક વર્તવા અને મોહદશાને જિતવા અવશ્ય પ્રયત્ન કરવો. /૧૬ll. यत् तदर्थगृहस्थानां, बहुचाटुशतानि सः । बहुधा च करोत्युच्चैः श्वेव दैन्यं प्रदर्शयन् ॥१७॥
ગાથાર્થ - જે સત્ત્વહીન જીવ હોય છે, તે જીવ પોતાના ઉદરપોષણ માટે પણ અનેક પ્રકારે કૂતરાની જેમ દીનતા પ્રદર્શિત કરતો છતો ગૃહસ્થ જીવોની સામે ઘણા પ્રકારના કાલાવાલા (ખુશામત) કરે છે. તે ૧૭ી.
વિવેચન - જે જીવો સત્ત્વથી હીન હોય છે, તે પુરુષાર્થ કરતા નથી. ધર્મપુરુષાર્થ તો નથી કરતા, પરંતુ અર્થપુરુષાર્થ માટે પણ પ્રયત્ન કરતા નથી. પરંતુ રોટલો દેખાડનારા પુરુષની પાસે કૂતરો જેમ કાલાવાલા કરે, તેની જેમ પોતાની પેટપૂર્તિ માટે પણ પુરુષાર્થ ન કરતા, અને અન્યની ખુશામત કરતા આજે પણ દેખાય છે. માટે જ સત્ત્વગુણ જીવનમાં લાવવો અતિશય જરૂરી છે.
સત્ત્વ એ શ્રેષ્ઠગુણ છે. સત્ત્વથી જીવ સ્વમાનભેર જીવન જીવી શકે છે. રજસુ અને તમસૂ ગુણો કષાયોને લાવનારા છે. જ્યારે સત્ત્વગુણ કષાયોને જીતાડનારો-પરાક્રમવાળો ગુણ છે. માટે આત્માએ સત્ત્વશાળી બનવું. દુ:ખ સહન કરવું, પણ લાચાર જીવન ન જીવવું. ./૧૭થી त्वमार्या त्वं च माता मे, त्वं स्वसा त्वं पितुःस्वसा । इत्यादिजातिसम्बन्धान्, कुरुते दैन्यमाश्रितः ॥१८॥