________________
ચતુર્થ પ્રસ્તાવ
૨૫૭
વિષયભોગ ભોગવતાં-ભોગવતાં મુક્તિ મળે છે, આવું માનનારા જે દર્શનકારો છે તે વામમાર્ગી અથવા કૌલિક કહેવાય છે. જો આ માન્યતા સાચી જ હોય તો સાધુઓ કરતાં ગૃહસ્થો વધારે સંખ્યામાં મોક્ષે જનાર બનવા જોઈએ અને સંસ્કારી ગૃહસ્થો કરતાં પણ શિકારી લોકોવ્યભિચારી લોકો-ખોટું કામ કરનારા લોકો વધારે મોક્ષે જવા જોઈએ. કારણ કે તે લોકો વધારે વધારે વિષયભોગોમાં આસક્ત હોય છે.
યોગસાર
પરંતુ આમ બનતું નથી. માટે આ વામમાર્ગીઓની વાત સાચી નથી. વિષયભોગોથી મુક્તિ થતી નથી, પરંતુ વિષયભોગોના ત્યાગથી મુક્તિ થાય છે. સાધુ-સંતો અને મહાત્માઓ જેટલા મોક્ષે જાય છે, તેટલા ભોગી જીવો મોક્ષે જતા નથી. ભરત મહારાજા, મરૂદેવા માતા જેવા કોઈક જ જીવો ગૃહસ્થપણામાં મોક્ષે જાય છે. અને તે પણ ભોગોથી વિરમણની બુદ્ધિવાળા વૈરાગી થાય તો જ મોક્ષે જાય છે. માટે ત્યાગને બદલે ભોગદશાને મોક્ષનું કારણ મનાય નહીં. ભોગદશા એ તો મોહદશાનું જ કાર્ય છે. માટે તેવી ભોગદશાથી તો સંસાર જ વધે છે. ક્યારેય મોક્ષ થતો નથી. મોહદશાના ત્યાગથી અવશ્ય મોક્ષ થાય છે. 113211
सुखाभिलाषिणोऽत्यर्थं, ग्रस्ता ऋद्ध्यादिगारवैः । પ્રવાહવાહિનો ાત્ર, વૈશ્યન્તે સર્વનન્તવઃ રૂરૂા
ગાથાર્થ - સંસારી સુખના અભિલાષી સર્વે પણ સંસારી જીવો ઋદ્ધિ ગારવ-રસગારવ અને સાતાગારવથી ગ્રસ્ત થયા છતાં સુખપ્રાપ્તિની ઇચ્છાથી નદીના પ્રવાહની જેમ કંચન અને કામિની પાછળ દોડતા જ દેખાય છે. ।।૩।
વિવેચન - સંસારી સર્વે પણ જીવો સાંસારિક ભોગસુખના જ વધારે પ્રમાણમાં અર્થી હોય છે. તેમાં પણ થોડુંક સુખ મળતાં વધારે ને