________________
૨૫૮
ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર
વધારે પ્રમાણમાં સુખ લેવા દોડાદોડી કરતા હોય છે અને આ સુખની પ્રાપ્તિ થતાં જ આવા જીવો રસગારવ, ઋદ્ધિગારવ અને સાતાગારવમાં વધારે રચ્યાપચ્યા થયા છતા બરબાદ થાય છે. ખાવા-પીવાની ઘણી આસક્તિ, ભિન્ન ભિન્ન વાનગીઓ ખાવાની-ચાખવાની જે લોલુપતા તે રસગારવ. ધનપ્રાપ્તિની જે ઘણી લોલુપતા તે ઋદ્ધિગારવ અને પાંચે ઇન્દ્રિયોના સુખોની જ વધારે પ્રમાણમાં જે અભિલાષા અર્થાત્ સુખશીલપણું તે શાતાગારવ કહેવાય છે.
આમ આ જીવને રસ-ઋદ્ધિ અને સાતાની જ વધારે પ્રમાણમાં આસક્તિ વર્તે છે. થોડીક સંપત્તિ (ધન-પૈસો) મળતાં પાંચે ઇન્દ્રિયોના મનગમતા વિષયોમાં આ જીવ જોડાય છે. કંચન અને કામિનીના ભોગમાં જ સમય પસાર કરે છે. દુનિયાના સર્વે પણ લોકો અજ્ઞાની અને મિથ્યાત્વી હોવાથી વિષય-ભોગો તરફ જેમ અનુકરણ કરે છે, તે પ્રમાણે તે તે લોકોને જોઈને આ જીવ પણ વિષયભોગો તરફ આકર્ષાઈ જાય છે.
તે કારણથી તે ભોગોને મેળવવા તથા તે ભોગોનો ઉપભોગ કરવા માટે પ્રેરાઈને તેની પ્રાપ્તિ માટે બહુ જ પ્રયત્નો આદરે છે. અનાદિકાળથી લોકપ્રવાહ પણ તેવી જ મોહાંધતાવાળો હોવાથી આ જીવ પણ તેવું જ અનુકરણ કરે છે. સુખના અભિલાષી જીવો મોહદશામાં તણાતા દેખાય છે. ।।૩ા
एवमेव सुखेनैव, सिद्धिर्यदि च मन्यते ।
तत्प्राप्तौ सर्वजन्तुनां तदा रिक्तो भवेद् भवः || ३४॥
"
ગાથાર્થ – જો આ પ્રમાણે ઇન્દ્રિયજન્ય સુખ ભોગવતાં ભોગવતાં તેનાથી મુક્તિ થાય છે. આમ જો મનાય તો સર્વે પણ જીવોની મુક્તિ થઈ જાય અને આ ભવ (સંસાર) સર્વથા ખાલી થઈ જાય. II૩૪