________________
૩૦૬
પંચમ પ્રસ્તાવ
યોગસાર વક્રતા એટલે હૈયે જૂદું અને હોઠે જૂઠું બોલવાવાળો જીવ પોતાની કરેલી માયા ખુલ્લી થઈ જશે તો હું બાજી હારી જઈશ. આવી આવી ચિંતાઓથી સદા ઘેરાયેલો જ રહે છે અને એક જુઠને ઢાંકવા બીજાં અનેક જાઠાણાં આદરે છે અને વક્રતાવાળો મનુષ્ય સર્વત્ર લોકમાં અવિશ્વાસનું સ્થાન બને છે. તેથી માયાવી-કપટી સ્વભાવનો અર્થાત વક્રતાનો ત્યાગ કરવો.
આ વક્રતા એ અધર્મનું અને સરળતા એ ધર્મનું પ્રથમ પગથિયું છે. જો આત્મધર્મમાં વિકાસ સાધવો હોય અને આત્મકલ્યાણ કરવું જ હોય તો શક્ય બને તેટલો પ્રથમથી જ માયાનો ત્યાગ અને સરળતાની પ્રાપ્તિ થાય તેવો અભ્યાસ કરવો જોઈએ. પોતાના જીવનમાં પણ વક્રતાના ત્યાગના અને સરળતાની પ્રાપ્તિના જ ઉપાયો અપનાવવા જોઈએ અને એવા જ લોકોની સાથે બેઠક-ઉઠક તથા પરિચય રાખવો જોઈએ. પોતાનું જીવન બગાડે તેવા મિત્રવર્ગથી પણ દૂર રહેવું, એ જ જીવનને ધન્ય બનાવવાના ઉપાયો છે. ||૨૦ગા. सुखमार्जवशीलत्वं, सुखं नीचैश्च वर्तनम् । सुखमिन्द्रियसंतोषः, सुखं सर्वत्र मैत्र्यकम् ॥२१॥
ગાથાર્થ – સરળતા એ જ (આર્જવ સ્વભાવની શીલતા એ જ) સુખરૂપ છે. નમ્રભાવપૂર્વકનું વર્તન એ જ સુખ છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સંતોષીભાવ એ જ સુખ છે અને સર્વ સ્થાનોમાં મૈત્રીભાવ એ જ સુખ છે, આમ સમજવું. /૨૧//
| વિવેચન - આર્જવભાવ-સરળતા પૂર્વકનો સ્વભાવ એ સુખનું સાધન છે. જેના જીવનમાં સરળતા ગુણ અંગેઅંગમાં વ્યાપ્ત થયો હોય છે, ગમે તેવા કડવા અથવા મીઠા પ્રસંગો આવે તો પણ બીજા જીવોની સાથે લેશમાત્ર પણ છળ-પ્રપંચ-માયા-કપટભાવ સેવતા નથી. તેવા