________________
૧૪૮ દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર ગાથાર્થ - દેવતાની આરાધના અને આદિ શબ્દથી પરમાત્માની ભક્તિ આદિ જે તે પ્રકાર વડે પણ ચિત્તને ચંદ્ર જેવું ઉજવલ કરવું. એ જ શ્રેષ્ઠ માર્ગ છે. બાકી અન્ય આગ્રહો અને કદાગ્રહો વડે સર્યું. /ર૭ા
વિવેચન - જેમ બને તેમ ચિત્તને જ વધારે ને વધારે નિર્મળ બનાવવું, એ જ પરમાત્માની આજ્ઞા છે અને આપણા કલ્યાણનો તે જ સાચો રાજમાર્ગ છે. રત્નત્રયીની સાધના તથા વિધિ-નિષેધ રૂપે કરાતાં સર્વે પણ ધર્મ અનુષ્ઠાનો ચિત્તની નિર્મળતાનાં કારણો છે. સર્વે પણ અનુષ્ઠાનોનું પાલન ચિત્તની સવિશેષ નિર્મળતા માટે જ છે. તેથી ચિત્ત વધારે ને વધારે નિર્મળ બને તે રીતે જ અનુષ્ઠાનો આદરવાં પણ કદાગ્રહનો ત્યાગ કરવો.
જૈન શાસ્ત્રોમાં મોક્ષદાયક ઘણા યોગો જણાવ્યા છે. તેમાં સૌથી વધારે સરળ અને કરવાનું શક્ય એવો જો કોઈ માર્ગ હોય તો તે ભક્તિમાર્ગ છે. તેથી પરમતારક વિશ્વવત્સલ પરમાત્મા શ્રી વીતરાગદેવની સાથે ભક્તિ દ્વારા સંબંધ જોડવો. તેઓશ્રીની પ્રશાંત એવી વીતરાગ મુદ્રાનાં દર્શન-વંદન-પૂજન-નમન અને ધ્યાન આદિ કરવાથી ચિત્ત શીધ્ર નિર્મળ બનવાનો સંભવ છે.
પરમાત્મા પ્રત્યેનો જેમ જેમ અનુરાગ વધે છે, તેમ તેમ જીવનમાં સવિશેષ ભક્તિયોગ પ્રગટે છે. અન્ય દર્શનોમાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ એમ ત્રણ પ્રકારના સાધનાના યોગો કહ્યા છે. તેમાં સૌથી વધારે શ્રેષ્ઠ યોગ ભક્તિયોગ છે. જેમ જેમ હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ વૃદ્ધિ પામે છે, તેમ તેમ ભક્તિ કરનારા ભક્તને ભગવાનનો અનુગ્રહ સ્પષ્ટ સ્વરૂપે અનુભવાય જ છે. ગુણોની સાથેનો પ્રેમ વૃદ્ધિ પામતાં જીવનમાં પણ તેવા ગુણોનું આગમન શરૂ થાય છે. પરમાત્માનું દર્શન યથાર્થપણે માનવભવમાં જ વધારે શક્ય છે. અને માનવભવ