________________
૫૭
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ સૂર્ય પોતાની તેજસ્વી પ્રકાશ સમગ્ર વિશ્વને આપે છે. સર્વને વસ્તુઓ દેખવાની દૃષ્ટિમાં સહાયક થાય છે તો પણ જે જે જીવો જન્માંધ છે તેવા જીવો તેનો લાભ લઈ શકતા નથી. તેવી જ રીતે પરમાત્માની આજ્ઞાપરમાત્માની સેવા સૂર્યની જેમ સર્વ જીવોને સર્વક્ષેત્રે સમ્યજ્ઞાનનો નિર્મળ પ્રકાશ આપે છે. પરંતુ મિથ્યાષ્ટિ, અજ્ઞાની અને અભવ્ય જીવો જન્માંધ જીવની જેમ તે પ્રકાશ પ્રાપ્ત કરી શકતા નથી. તેના કારણે તેઓમાં રહેલી આ અજ્ઞાનતા જ અવિદ્યા જ તેઓને ભવભ્રમણાદિ કરાવનાર અને જન્મમરણાદિનાં અપાર દુઃખો અપાવનાર બને છે. //રદીી. सर्वजन्तुहिताऽऽज्ञैवाज्ञैव मोक्षकपद्धतिः । चरिताऽऽज्ञैव चारित्रमाज्ञैव भवभञ्जनी ॥२७॥
ગાથાર્થ - જિનેશ્વર પરમાત્માની આજ્ઞા જ સર્વ જીવોનું સદા હિત કરનારી છે. પરમાત્માની આજ્ઞા જ મોક્ષનો એક ધોરી રાજમાર્ગ છે. વિધિપૂર્વક આજ્ઞાપાલનનું આચરણ કરવું એ જ ચારિત્ર છે અને આ જિનાજ્ઞા જ ભવભ્રમણને ભાંગનારી છે. રણા
વિવેચન – શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા એ જ સર્વ જીવોનું હિત કરનારી છે. શ્રી તીર્થંકર પરમાત્માએ ત્રસ અને સ્થાવર રૂપ સર્વ જીવોની હિંસાનો સર્વથા ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે. શ્રી આચારાંગસૂત્રમાં છએ પ્રકારની જીવનિકાયોનું સૂક્ષ્મ સ્વરૂપ જણાવીને તે જીવોનું સર્વ રીતે રક્ષણ કરવાનું પ્રભુએ જણાવ્યું છે.
સામાયિક ધર્મના પાલન વડે સર્વસાવદ્ય યોગોનો એટલે કે મનવચન અને કાયા દ્વારા કરણ-કરાવણ અને અનુમોદન રૂપે હિંસા આદિ પાપસ્થાનકોનો ત્યાગ થાય છે. સામાયિક ચારિત્ર વડે સર્વ જીવોનું અઢાર પાપસ્થાનકોથી સંરક્ષણ થાય છે. સામાયિક એ જ પાપોથી