________________
યોગસાર પંચમ પ્રસ્તાવ
૩૦૯ નવકારશીનું પચ્ચખ્ખાણ કર્યું. નવકારશી કરવા માટે આહાર વહોરી લાવ્યા. આહાર લાવીને તપસ્વી એવા ચાર બીજા મુનિઓને આહાર દેખાડ્યો. ત્યારે તે તપસ્વી ચારે મહાત્માઓએ કૂરગડુ ઋષિના આહારવાળા પાત્રમાં ઘૂંક્યું અને કહેવા લાગ્યા કે આજે સંવત્સરી મહાપર્વ છે. આજે નવકારશી કેમ કરાય? કમ સે કમ આજે તો કંઈક તપ કરવો જોઈએ. કૂરગડુ ઋષિ મૌન રહ્યા. મારાથી તપ થતો નથી. તેથી આ તપસ્વી મહાત્માઓને ધન્ય છે. એમ ઘૂંકનારા મુનિઓના તપગુણની અનુમોદના કરતાં કરતાં તેઓનું ઘૂંક પણ મારા માટે અમૃત તુલ્ય છે. આવો મનમાં વિચાર કરીને અતિશય સમતાભાવપૂર્વક અને ઘૂંકનારા મુનિઓ પ્રત્યે તપસ્વી તરીકેના બહુમાનભાવપૂર્વક હૃદયમાં જરા પણ તેઓ પ્રત્યે દ્વેષભાવ લાવ્યા વિના જ તે આહાર વાપરવા લાગ્યા. પોતાનાથી તપ થતો નથી, તેથી સ્વદુષ્કતની ગર્તા કરતાં કરતાં શુભભાવના ભાવતાં ભાવતાં ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરીને તે મુનિ કેવલજ્ઞાની-કેવલદર્શની બન્યા.
આ વાર્તા જાણીને તેમના આહારમાં ઘૂંકનારા ચારે તપસ્વી મુનિઓ આશ્ચર્ય પામ્યા અને પોતે કરેલા થુંકવાના દુષ્કૃત્યની નિંદા કરતા કરતા તેઓ ચારે તપસ્વી મુનિઓ પણ કેવલજ્ઞાની બન્યા. ખરેખર સરળ અને નિખાલસ સ્વભાવ શું કામ કરે છે? તેનું આ પારમાર્થિક દૃષ્ટાંત છે../૨૨TI
सुकुमारसुरूपेण शालिभद्रेण भोगिना । तथा तप्तं तपो ध्यायन्, न भवेत् कस्तपोरतः ॥२३॥
ગાથાર્થ - અતિશય સુકોમળ કાયાવાળા અને અતિશય સારા રૂપવાળા એવા અને ભોગી એવા શાલિભદ્રજી વડે જે તેવા પ્રકારનું શ્રેષ્ઠ તપ કરાયું છે, તે તપનું ધ્યાન કરતો (ચિંતન કરતો) કયો મનુષ્ય તપમાં ઓતપ્રોત બને ? ||૨૩ી.