________________
૩૦૮ પંચમ પ્રસ્તાવ
યોગસાર બની જાય છે. તેના કારણે કોઈની પણ સાથે અલ્પમાત્રાએ પણ ઝઘડો
ક્લેશ કે કડવાશ થતી નથી, પરંતુ સર્વ લોકોની સાથે મીઠાશપૂર્વકની મિત્રતામાં જ વર્તે છે. કોઈની પણ પાસેથી કોઈ પણ વસ્તુની અપેક્ષા આ જીવ રાખતો નથી. પોતાના શિષ્યો તરફથી વિનય સચવાય તેવી પણ અપેક્ષા આ જીવ રાખતો નથી. આ કારણે સર્વ સ્થાને મૈત્રીભાવને પામે છે. અને પરિણામની દશા ઘણી જ નિર્મળ રાખે છે. ll૧૧ાા संतुष्टं सरलं सोमं, ननं तं कूरगड्डम् । ध्यायन् मुनि सदा चित्ते, को न स्याच्चन्द्रनिर्मलः ॥२२॥
ગાથાર્થ – સંતુષ્ટ (ખુશ મીજામાં રહેનારા) સરલ સ્વભાવી, સૌમ્ય ગુણવાળા (શાંત પ્રકૃતિવાળા) અને નમ્રતા ગુણવાળા કૂરગડુ ઋષિનું ધ્યાન કરનારો કયો મનુષ્ય ચંદ્રના જેવો નિર્મળ ન બને ? અર્થાત્ કૂરગડુ મુનિનું ચિંતન કરનારો જીવ અવશ્ય નિર્મળ બને જ છે. //રરા
વિવેચન - સરળતા, સૌમ્યતા, સંતોષ અને નમ્રતા વિગેરે ગુણોને જીવનમાં આત્મસાત કરવા જોઈએ. આવા પ્રકારના ગુણોવાળું જીવન જ આત્માનો ઉપકાર કરનારું છે. સાધક એવો આ આત્મા જયારે ઉમદાભાવથી જેનું ધ્યાન કરે છે, ત્યારે તે જીવ વાસ્તવિક તેવા સ્વરૂપને પામે જ છે. તેના ઉપર કુરગડુ ઋષિનું શાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે, તે દૃષ્ટાંત આ પ્રમાણે છે.
આ કૂરગડુ મુનિ અતિશય શાંત પ્રકૃતિવાળા, નમ્ર સ્વભાવવાળા, સરળતા અને સંતોષ ગુણયુક્ત હતા. મોહના વિકારોનો અતિશયપણે વિજય પ્રાપ્ત કર્યો હતો. પરમ સમતારસથી ભરેલું તેઓશ્રીનું પવિત્ર જીવન હતું. માત્ર પૂર્વે બાંધેલા ક્ષુધા વેદનીય કર્મના ઉદયના કારણે તપ કરી શકતા ન હતા.
એક વખત સંવત્સરી પર્વનો દિવસ આવ્યો. તેવા દિવસે પણ