________________
યોગસાર પંચમ પ્રસ્તાવ
૩૩૭ માટે હે જીવ ! તું એકાંતમાં બેસીને કંઈક વિચાર કર અને હિંસા આદિ જૂર પાપો ત્યજીને સંયમની સાધનામાં સ્થિર થા. અનશન આદિ બાહ્ય અત્યંતર તપનું આસેવન કર. જેના કારણે દુર્ગતિમાં જવું ન પડે.
એક સમય પણ જો તું પ્રમાદ કરીશ તો કંડરીક ઋષિની જેમ નરકાદિ દુર્ગતિમાં પડીશ અને ત્યાં પડ્યા પછી ફરીથી ધર્મની પ્રાપ્તિ થવી અને ઉપર આવવું અતિશય દુષ્કર થશે. માટે વર્તમાનકાળમાં મળેલી ધર્મસામગ્રીને વિશુદ્ધ-નિર્મળ ચારિત્રધર્મની આરાધના કરવા દ્વારા સફળ બનાવ. હે જીવ ! ફરી ફરી આવી સામગ્રી મળવી અતિશય દુષ્કર છે. જો તું ભૂલ કરીશ તો ઘણો જ ડૂબી જઈશ. પસ્તાવાનો પાર રહેશે નહીં. જે જે સામગ્રી અતિશય દુર્લભ કહેવાય છે તે તે સામગ્રી લગભગ તને મળી ગઈ છે. માટે હવે મોહદશાને ત્યજીને સજાગ બની જા અને આત્મકલ્યાણના પુરુષાર્થને ઝડપથી સ્વીકારી લે. જરા दुःखकूपेऽत्र संसारे, सुखलेशभ्रमोऽपि यः । सोऽपि दुःखसहस्रेणानुविद्धोऽतः कुतः सुखम् ॥४३॥
ગાથાર્થ -દુ:ખોથી ભરેલા આ સંસારરૂપી કૂવામાં સુખનો લેશમાત્ર છે. આવો ભ્રમ માત્ર પણ જો કરવામાં આવે તો પણ હજારો દુ:ખોથી ભરપૂર ભરેલો તે ભ્રમ નીવડે છે, તો પછી હે જીવ ! તને સુખ ક્યાંથી પ્રાપ્ત થશે ? ||૪૩ી.
વિવેચન - આ સંસાર એ એક પ્રકારનો કૂવો જ છે અને તે આધિવ્યાધિ અને ઉપાધિઓથી ભરપૂર ભરેલો છે. ત્યાં સુખનો લેશમાત્ર નથી, તો પણ મોહાંધ જીવને મધુબિંદુના દૃષ્ટાંતે સુખ બુદ્ધિ થાય છે અને મોહાંધતાના કારણે પાંચ ઇન્દ્રિયોના ઇષ્ટ વિષયોની પ્રાપ્તિકાલે તેમાં સુખ બુદ્ધિ થઈ જાય છે. પરંતુ તે સુખનો એક લવમાત્ર રૂ૫ અંશ, હજારો બીજી આપત્તિઓને પ્રગટ કરે જ છે.