________________
૨૮૮ પંચમ પ્રસ્તાવ
યોગસાર આ રીતે તે સાધક આત્માઓમાં સાધનાની વૃદ્ધિ થાય તેવો શાસ્ત્રોક્ત સુંદર મધુર વાણીપૂર્વક ઉપદેશ આપવો. ગુજરાતીમાં એક આવી કહેવત છે કે –
“અંધાને અંધો કહે, કડવાં લાગે વેણા
ધીરે રહીને પૂછીએ, શાથી ખોયાં નેણ ” માટે ઉત્તમ આત્માઓએ મધુર અને હિતકારી વાણી બોલવી. //૮ कोमलापि सुसाम्यापि, वाणी भवति कर्कशा । अप्राञ्जलाऽस्फुटात्यर्थं विदग्धा चर्विताक्षरा ॥९॥
ગાથાર્થ - કોમલ અને સમતાપૂર્વક બોલાયેલી એવી પણ વાણી જો કઠોર હોય (મર્મવેધક હોય), વક્ર હોય (વક્રતાપૂર્વક બોલાતી હોય), અતિશય અસ્પષ્ટ અર્થવાળી હોય અને ચીપી ચીપીને બોલાયેલાં વચનોવાળી હોય તેવી વાણી ક્યારેય પણ ન બોલવી. લી.
વિવેચન - સદાકાળ સ્વ અને પરને ઉપકારક એવી મધુર અને હિતકારી વાણી ઉત્તમ આત્માઓએ બોલવી જોઈએ. ગમે તેવો આવેશ આવે તો પણ કઠોર-મર્મવેધક-અહિતકારી બંગભાષાવાળી વાણી બોલવી નહીં. આ વિષય ઉપર ગ્રંથકારશ્રી સમજાવે છે કે –
પોતાને અને પરને દુ:ખ ન થાય તેવી કોમળતા ભરેલી મધુર અને સ્વ-પરની ઉપકારક વાણી સદા બોલવી જોઈએ. તેવી વાણી બોલવામાં હવે કહેવાતા દોષોનું નિવારણ કરવું.
(૧) નમ્રતાપૂર્વક સુસાડપિ = સારી સમતાભાવવાળી બોલાતી વાણી પણ કર્કશતાવાળી - એટલે કઠોરતાવાળી વાણી જો હું બોલીશ તો તે મર્મવેધક થવાથી પરને પીડાકારી થશે. માટે તેવી વાણી બોલવી ન જોઈએ.