________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૫૭ ઘર-પરિવાર-ધન આદિ સંસારી ભાવોનો ત્યાગ કરીને સાધુ થનાર અને સંયમ ધર્મ સ્વીકાર કરનાર ત્યાગી પુરુષને સ્નાનાદિ ન હોવાથી શરીરનો મેલ ધારણ કરવો અર્થાત્ સ્નાનાદિ દ્વારા શરીર શોભા ન કરવી તે સહેલું છે તથા મહિના-મહિનાના ઉપવાસ આદિ તપશ્ચર્યા કરવી પણ સહેલી છે તથા પાંચ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાં જતી રોકવી, આ કાર્ય પણ સહેલું છે. પરંતુ ચંચળ અને ભાગભાગ કરતા મનને કષાયો વિનાનું બનાવી, પરમાત્માના ધ્યાનમાં લીન કરવું. આ કાર્ય ઘણું જ દુષ્કર છે.
- શારીરિક બાહ્ય મલીનતા, તપ-ત્યાગ અને ઇન્દ્રિયોનો નિરોધ, આ સઘળું ધર્મકાર્ય પણ મનની શુદ્ધિ વિના કર્મોની નિર્જરાનું કારણ બનતું નથી. પરંતુ અનાદિ કાળથી ઘર કરીને જામેલા કષાયોનું પોષક બની જાય છે અને તેના દ્વારા જગતમાં ઘણીવાર ત્યાગી-તપસ્વી-સંયમી તરીકેની યશકીર્તિ મેળવીને પોતાના અહંકારને જ પોષનારો આ જીવ બની જાય છે. તેના દ્વારા મનની મલીનતાને જ વધારનારો અને મોહના વિકારોને પોષનારો આ જીવ બની જાય છે. માટે જ ગ્રંથકારશ્રી આ શ્લોકમાં “દુર ત્તિશોધનમ્” ચિત્તનું શોધવું-મનને કબજે રાખવું તે અતિશય દુષ્કર છે, આમ કહે છે. આ વાત ઘણી જ માર્મિક છે. |૩ पापबुद्ध्या भवेत् पापं, को मुग्धोऽपि न वेत्त्यदः । धर्मबुद्ध्या तु यत्पापं, तत् चिन्त्यं निपुणैर्बुधैः ॥३१॥
ગાથાર્થ – પાપની બુદ્ધિથી જે પાપ કરાય, તે પાપ કહેવાય છે. આ વાત કોણ ન સમજે ! ભોળા માણસો પણ આ વાત સમજે તેમ છે. પરંતુ “આમાં ધર્મ થાય છે” આમ ધર્મબુદ્ધિ રાખીને જે પાપો કરાય છે તે વાત ચતુર પુરુષોએ વિચારવા જેવી છે. //૩૧//
વિવેચન - પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાન-મૈથુન-પરિગ્રહ