Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રવચન રત્નચિંતામણી
(ભાગ-૩)
પરમ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં શ્રી નિયમસાર પરમાગમ ઉપર થયેલાં પ્રવચનો
વ્યિવહાર ચારિત્ર અધિકાર].
(ગાથા પ૬ થી ૭૬)
: પ્રકાશક :
શ્રી કુંદકુંદ-કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ ૧૭૩/૧૭૫ મુમ્બાદેવી રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦ર
Page #2
--------------------------------------------------------------------------
________________
-: પ્રાપ્તિસ્થાન :
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ - ૩૬૪૨૫૦
ફોન નંબર : ૦૨૮૪૬-૨૪૪૦૮૪
0
શ્રી સીમંધર ભગવાન દિગંબર જિન મંદિર ૧૭૩/૧૭૫ મુમ્બાદેવી રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૨ ટેલી-ફેક્સ : ૨૩૪૨૫૨૪૧/૨૩૪૪૬૦૯૯
પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ કહાન નગર, લામ રોડ, દેવલાલી - ૪૨૨૪૦૧ ટેલી-ફેકસ : ૦૨૫૩-૨૪૯૧૦૪૪
]
શ્રી પંડિત ટોડરમલ સ્મારક ભવન એ-૪, બાપૂનગર, જયપુર - ૩૭૦૨૦૧૫ ફોન નંબર : ૨૭૦૫૫૮૧ - ૨૭૦૭૪૫૮
પ્રત : ૨૫∞ – વૈશાખ સુદ બીજ, પૂજ્ય ગુરુદેવશ્રીની ૧૧૬મી જન્મ-જયંતિ, * વીર નિર્વાણ સં. ૨૫૩૧, વિક્રમ સં. ૨૦૬૧
તા. ૧૦-૫-૨૦૦૫
* વેચાણ કિંમત - રૂ. ૨૦/- *
નમ્ર વિનંતી
શ્રી વીતરાગી દેવ-શાસ્ત્ર-ગુરુભ્યો નમઃ વીતરાગમાર્ગના પ્રભાવક આધ્યાત્મિક સત્પુરુષ પૂજ્ય શ્રી કાનજીસ્વામીને અગણિત વંદન કરી પ્રસ્તુત ગ્રંથ આપના કરકમલોમાં સાદર સમર્પિત છે. તેનો વિનય અને બહુમાનપૂર્વક સ્વાધ્યાય કરશો. શ્રી જિનવાણીની કોઈપણ પ્રકારે અશાતના કરશો નહીં. તેમાં ડાઘ પાડશો નહીં, ફાડશો નહીં, બગાડશો નહીં તેમ જ સૂવાના પલંગ પર કે જમીન
પર, અગર જ્યાં-ત્યાં અયોગ્ય સ્થાને રાખશો નહીં. જિનવાણી (શાસ્ત્રજી) એ ભગવાનની વાણી છે અને ભગવાનની વાણી જિનવર બરોબર છે, તેથી જિનેશ્વર દેવ સમાન જ જિનવાણીનું બહુમાન કરી અને મર્મ સમજી રત્નત્રયની પ્રાપ્તિ કરતાં નિકટ ભવ્ય બની જવાય છે. • પૂજ્યશ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ, દેવલાલી
ટાઈપ સેટીંગ :
સમીર પારેખ, ક્રિએટીવ પેજ સેટર્સ ૩૪, કાવસજી પટેલ સ્ટ્રીટ, ૧૭, લાખાણી ટેરેસ, ફોર્ટ, મુંબઈ – ૧ ટેલી. ૨૨૮૨ ૫૭ ૮૪
મુદ્રણ :
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & our Request
This version of Shree Pravachan Ratna Chintamani Part 3 has been kindly donated by Shree Kundkund-Kahan Parmarthik Trust (Shantilal Ratilal Shah - Parivar), Mumbai, India.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of the Shree Pravachan Ratna Chintamani Part 3 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Version History
Date
Changes
Version Number 001
8
March 2007
Version 1
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
* પ્રકાશકીય નિવેદન *
અધ્યાત્મનિધિનાં સ્વામી પરમકૃપાળુ પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો મહાન ઉપકાર આપણા ઉપર છે કે તેઓશ્રીનાં પાવન પ્રતાપે આ યુગમાં અધ્યાત્મતત્ત્વનાં શ્રવણની તેમ જ અભ્યાસની રુચી જાગ્રત થઈ છે.
નિયમસાર-શાસ્ત્ર પરનાં પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોનું આ તૃતિય પુસ્તક શ્રી પ્રવચન રત્નચિંતામણી ભાગ-૩ પ્રકાશિત કરતાં અમોને અત્યંત આનંદનો અનુભવ થાય છે.
જેમ નિયમસાર-શાસ્ત્રનાં મૂળ કર્તા અલૌકિક પુરુષ છે તેમ તેના ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારીદેવ પણ મહા પવિત્ર નિગ્રંથ મુનિ છે. ટીકાના કાવ્યોમાં તેઓશ્રીએ કરેલા અનેક અલંકારોમાં તેમની ઊંડી આધ્યાત્મિકતાની તેમ જ તેમનાં વિશુદ્ધ બ્રહ્મચર્યતેજની પ્રભા ઝળકી રહી છે.
શ્રી કુંદકુંદાચાર્ય રચિત શાસ્ત્રોમાં શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી પંચાસ્તિકાય, જેટલાં પ્રસિદ્ધિમાં છે તેટલું આ શ્રી નિયમસાર-શાસ્ત્ર પ્રસિદ્ધિમાં ન હતું. પરંતુ મુમુક્ષુઓનાં સદ્દભાગ્યે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રતાપે તે વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યું છે.
પરમપૂજ્ય ગુરુદેવશ્રીએ આજથી લગભગ ૬૧ વરસ પહેલાં શ્રી નિયમસાર-શાસ્ત્ર પર પ્રવચનો કર્યા. તે વખતે તેઓશ્રીની ઊંડી દૃષ્ટિએ તેમાંનાં અતિગંભીર ભાવોને પારખી લીધા.
શ્રી કુંદકુંદ-કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓએ શરૂથી જ નક્કી કર્યા મુજબ આચાર્ય શ્રી કુંદકુંદદેવનાં પાંચેય પરમાગમો પર થયેલા પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોને છપાવવાનો નિર્ણય કરેલ છે. તે મુજબ શ્રી સમયસાર-શાસ્ત્ર પરનાં પ્રવચનોનાં ૧૧ ભાગ શ્રી પ્રવચન-રત્નાકરશાસ્ત્રરૂપે પ્રસિદ્ધ થઈ ગયા છે. જેમાંના ત્રણ ભાગ તો પૂજ્ય ગુરુદેવશ્રીની હાજરીમાં જ પ્રકાશિત થયા હતા.
પ્રસ્તુત પુસ્તક કેટલાંક અનિવાર્ય સંજોગાનાં લીધે જેટલું વહેલું છપાવવું જોઈતું હતું તેટલું વહેલું અને પ્રકાશિત કરી શક્યા નથી તેનું દુ:ખ છે. પણ હવે એ તરફનો પુરુષાર્થ ઉપડ્યો છે અને શ્રી પ્રવચન રત્નચિંતામણી ભાગ-૪ પણ તૈયાર થઈ રહેલ છે.
પૂજ્ય ગુરુદેવશ્રીનાં દેહવિલય પછી સમાજમાં એક અવકાશ (Vacum) છવાઈ ગયો, જેના કારણે દરેક કાર્યમાં વિલંબ થતો ગયો. એક મહાપુરુષનાં નિમિત્તે કેટલું બધું કામ સહજતાથી થઈ જતું ! હવે તે મહાપુરુષની અનુપસ્થિતિમાં હજુ પણ તેમને સાક્ષાત્ સાંભળેલ
Page #5
--------------------------------------------------------------------------
________________
iv]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
વક્તા અને શ્રોતા હયાત છે ત્યાંસુધીમાં જેટલું ઝડપથી થઈ શકે તેટલું કામ કરી લેવા જેવું
છે.
આ પુસ્તક પ્રકાશનમાં અનેક મુમુક્ષુઓ તરફ્થી ટ્રસ્ટને અત્યંત નિસ્પૃહભાવે સહયોગ મળેલો છે તેની સાભાર નોંધ લેવામાં આવે છે. જે જે મુમુક્ષુઓએ પ્રવચનો ઉતાર્યા છે તેમ જ ઉતારેલા પ્રવચનો તપાસી આપેલ છે, તેઓના અમો આભારી છીએ. આ કાર્યમાં સક્રિય રીતે ભાઈશ્રી હીરાલાલ ભીખાલાલ શાહે મહત્ત્વપૂર્ણ ફાળો આપેલ છે, તેમનો આભાર માનીએ છીએ. ભાઈશ્રી હેમંતભાઈ ગાંધીએ અતિ ચીવટથી ખુબ મહેનત લઈને શત્રુથી અંત સુધી પ્રેસ મેટર તથા પ્રૂફ-સંશોધન કરી આપેલ છે. તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
આ સિવાય ઘણા મુમુક્ષુઓએ ઉદારતાથી આર્થિક સહયોગ આપેલ છે, જેની પ્રસ્તુત પુસ્તકમાં નામાવલી આપી છે. આ બધા દાતાઓનો પણ આભાર માનીએ છીએ.
આ પુસ્તકનું શબ્દગૂંથણીનું (ટાઈપસેટીંગ) કાર્ય કાળજીપૂર્વક કરી આપવા બદલ ક્રિએટીવ પેજ સેટર્સના શ્રી સમીર પારેખના ખુબ જ આભારી છીએ.
અંતમાં, પરમપૂજ્ય ગુરુદેવશ્રીનો આપણા ઉપર અતિ ઉપકાર છે. જેનું વર્ણન શબ્દો દ્વારા અશક્ય છે. જેણે શાશ્વત સુખનો માર્ગ આપ્યો તેનું ઋણ ચૂકવવાનો કોઈ માર્ગ જ નથી. એથી વિનમ્રપણે ગુરુવાણીના પાવન પરમામૃત દ્વારા વીતરાગ સર્વજ્ઞપ્રણીત અને શ્રી ગણધરાદિ મહાન આચાર્યો રચિત પરમાગમોનો ઉકેલ કરી નિજ સાધનાની પરિપૂર્ણતાને આપણે પામીએ અને સર્વ જીવો પણ પામો એ જ અભ્યર્થના.
જયવંત વો તે કુંદકુંદ આચાર્ય કે જેમણે મહાતત્ત્વથી ભરેલો પ્રાકૃતરૂપી પર્વત બુદ્ધિરૂપી શિરપર ઉપાડીને ભવ્ય જીવોને સમર્પિત કર્યો છે.
વીર સંવત ૨૫૭૧
વૈશાખ સુદ ૨, વિક્રમ સંવત ૨૦૬૧,
તા. ૧૦-૫-૨૦૦૫
લિ.
શ્રી કુંદકુંદ-કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ, ટ્રસ્ટી મંડળ
Page #6
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ
Page #7
--------------------------------------------------------------------------
________________
પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
(હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ કહાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના.
(શિખરિણી) સદી દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત ) હૈયું “ સત સત, જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા) નિત્ય સુધાઝરણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું.
( સ્રગ્ધરા) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, -મનરથ મનનો; પૂરજો શક્તિશાળી !
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રી સમયસારજી-સ્તુતિ
(હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટ્રપ ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
| (શિખરિણી). અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
(શાર્દૂલવિક્રિડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા) સુણે તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝ.
(અનુષ્ટ્રપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
Page #10
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
કેમ
ગાથા/બ્લોક નં.
પ્રવચન નં.
પ્રવચન તારીખ
પેજ નં.
NST/49
૧ થી ૧૯
ગાથા - ૫૬ શ્લોક - ૭૬
૨૧-૬-૭ર ૨૨-૬-૭ર
૫૨
NST/42
૨૨-૬-૭ર
૨૦ થી ૨૫
ગાથા - પ૭ શ્લોક – ૭૭
NST/42
૨૨-૬-૭૨
ર૬ થી ૩૧
ગાથા - ૫૮ શ્લોક - ૭૮
NST/43
૨૩-૬-૭ર
૩ર થી ૩૦
ગાથા – ૫૯ શ્લોક - ૭૯
૩૮ થી ૫૯
ગાથા - ૬૦ શ્લોક - ૮૦
NST/43 NSS/44
૫૬ NST/48
૨૩-૬-૭ર ૩૦-૬-૭૧ ૨-૭-૭૧ ૨૪-૬-૭ર
૬૦ થી ૯૮
ગાથા - ૬૧ શ્લોક - ૮૧ થી ૮૪
NST/૫૪
પપ
૨૪-૬-૭ર ૨૫-૬-૭ર ર૭-૬-૭ર
૫૬
૯૯ થી ૧૧૫
ગાથા – ૬૨ શ્લોક - ૮૫
NST/45
પ૭
૨૭-૬-૭૨ ૨૮-૬-૭ર
Page #11
--------------------------------------------------------------------------
________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કમ
ગાથા/બ્લોક નં.
પ્રવચન નં.
પ્રવચન તારીખ
પેજ નં.
૧૧૬ થી ૧૩૮
ગાથા – ૬૩ શ્લોક - ૮૬
NST/4C
૫૯
ર૯-૬-૭ર ૩૦-૬-૭ર
૧૩૯ થી ૧૫૪
ગાથા - ૬૪ શ્લોક - ૮૭
NST/46 NSS/૬૦
૩૦-૬-૭ર ૬-૭-૭૧
૧૫૫ થી ૧૭૪
ગાથા – ૬૫ શ્લોક - ૮૮ થી ૯૦
NSS/50 NST/50
૬-૭-૭૧ ૨-૭-૭ર ૩-૭-૭ર
NST/૬૧
૩-૭-૭૨
૧૭૫ થી ૧૮૯
ગાથા – ૬૬ શ્લોક - ૯૧
NST/૬૧
૧૯૦ થી ૨૦
ગાથા - ૬૭ શ્લોક - ૯૨
NSS/૬૧
૩-૭-૭ર ૮-૭-૭૧ ૯-૭-૭૧
NSS/૬૨
૯-૭-૭૧
ર૦૧ થી ર૦૪
ગાથા - ૬૮ શ્લોક - ૯૩
NSS/52
૯-૭-૭૧
૨૦૫ થી ૨૧૧
ગાથા - ૬૯ શ્લોક - ૯૪
NSS/53
ગાથા - 90 શ્લોક - ૫
૧૦-૭-૭૧
૨૧૨ થી ૨૨૩
NSS/૬૩
૨૨૪ થી ૨૫૦
ગાથા - ૭૧ શ્લોક - ૯૬ થી ૧૦
૧૦-૭-૭૧ ૧૧-૭-૭૧ ૧૨-૭-૭૧
NSS/૬૫
૨૫૧ થી ર૬૭
ગાથા - ઉર શ્લોક - ૧૦૧ થી ૧૦૩
૧૨-૭-૭૧ ૧૩-૭-૭૧
૬૬
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩].
(ii
કેમ
ગાથા/શ્લોક નં.
પ્રવચન નં.
પ્રવચન તારીખ
પેજ નં.
NSS/૬૬
૧૩-૭-૭૧
૨૬૮ થી ૨૮૧
ગાથા - ૭૩ શ્લોક - ૧૦૪
NSS/૬૬
ગાથા - ૭૪ શ્લોક - ૧૦૫
૧૩-૭-૭૧ ૧૪-૭-૭૧
૨૮૨ થી ૨૮૮
NSS/ SU
ગાથા - ૭૫ શ્લોક - ૧૦૬
૧૪-૭-૭૧
૨૮૯ થી ૨૯૮
૨૧
NSS/ SV
૧૪-૭-૭૧
ર૯૯ થી ૩૦૪
ગાથા - ૭૬ શ્લોક - ૧૦૭
Page #13
--------------------------------------------------------------------------
________________
| ૐ || શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી નિયમસાર
ઉપર પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
વ્યવહારચારિત્ર અધિકાર |
હવે વ્યવહારચારિત્ર અધિકાર કહેવામાં આવે છે.
છે. ગાથા - પ૬ છે कुलजोणिजीवमग्गणठाणाइसु जाणिऊण जीवाणं । तस्सारंभणियत्तणपरिणामो होइ पढमवदं ॥५६॥ कुलयोनिजीवमार्गणास्थानादिषु ज्ञात्वा जीवानाम् । तस्यारम्भनिवृत्तिपरिणामो भवति प्रथमव्रतम् ॥५६॥ જીવસ્થાન, માર્ગણસ્થાન, યોનિ, કુલાદિ જીવનાં જાણીને, આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે વ્રત પ્રથમ છે. પs.
Page #14
--------------------------------------------------------------------------
________________
૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અન્વયાર્થ:- (નીવાનામ્) જીવોનાં (૩યોનિનીવાળાસ્થાનાદિg) કુળ, યોનિ, જીવસ્થાન, માર્ગણાસ્થાન વગેરે (જ્ઞાત્વ) જાણીને (તસ્ય) તેમના (સામનિવૃત્તિપરિણામ:) આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે (પ્રથમવ્રતમ્) પહેલું વ્રત (મવતિ) છે.
ટીકા:- આ, અહિંસાવ્રતના સ્વરૂપનું કથન છે.
કુળભેદ, યોનિભેદ, જીવસ્થાનના ભેદ અને માર્ગણાસ્થાનના ભેદ પહેલાં જ (૪૨ મી ગાથાની ટીકામાં જ) પ્રતિપાદિત કરવામાં આવ્યા છે; અહીં પુનરુક્તિદોષના ભયથી પ્રતિપાદિત કર્યા નથી. ત્યાં કહેલા તેમના ભેદોને જાણીને તેમની રક્ષારૂપ પરિણતિ તે જ અહિંસા છે. તેમનું મરણ થાઓ કે ન થાઓ, *પ્રયત્નરૂપ પરિણામ વિના સાવદ્યપરિહાર (દોષનો ત્યાગ) થતો નથી. આથી જ, પ્રયત્નપરાયણને હિંસાપરિણતિનો અભાવ હોવાથી અહિંસાવ્રત હોય છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી સમંતભદ્રસ્વામીએ (બૃહસ્વયંભૂસ્તોત્રમાં શ્રી નમિનાથ ભગવાનની સ્તુતિ કરતાં ૧૧૯મા શ્લોક દ્વારા) કહ્યું છે કે :
(ફિશર) "अहिंसा भूतानां जगति विदितं ब्रह्म परमं न सा तत्रारम्भोऽस्त्यणुरपि च यत्राश्रमविधौ । ततस्तत्सिद्धयर्थं परमकरुणो ग्रन्थमुभयं
भवानेवात्याक्षीन्न च विकृ तवेषोपधिरतः ॥" (લોકાર્થ:-) જગતમાં વિદિત છે કે જીવોની અહિંસા પરમ બ્રહ્મ છે. જે આશ્રમની વિધિમાં લેશ પણ આરંભ છે ત્યાં તે-તે આશ્રમમાં અર્થાત્ સગ્રંથપણામાં) તે અહિંસા હોતી નથી. માટે તેની સિદ્ધિને અર્થે, (હે નમિનાથ પ્રભુ!) પરમ કરુણાવંત એવા આપશ્રીએ બન્ને ગ્રંથને છોડ્યા (-દ્રવ્ય તેમ જ ભાવ બન્ને પ્રકારના પરિગ્રહને તજી નિગ્રંથપણું અંગત કર્યું), વિકૃત વેશ તથા પરિગ્રહમાં રત ન થયા.”
વળી (૫૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે):
મુનિને (મુનિcોચિત) શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિકસંબંધી શુભોપયોગ તે વ્યવહાર-પ્રયત્ન છે. [શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ તો વ્યવહારપ્રયત્ન પણ કહેવાતો નથી. ]
Page #15
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૫૬]
(માલિની) त्रसहतिपरिणामध्वांतविध्वं सहेतुः सकलभुवनजीवग्रामसौख्यप्रदो यः । स जयति जिनधर्मः स्थावरैकेन्द्रियाणां विविधवधविदूरश्चारुशर्माब्धिपरः ॥ ७६ ॥
[૩
(શ્લોકાર્થ:-) ત્રસઘાતના પરિણામરૂપ અંધકારના નાશનો જે હેતુ છે, સકળ લોકના જીવસમૂહને જે સુખપ્રદ છે, સ્થાવર એકેંદ્રિય જીવોના વિવિધ વધથી જે બહુ દૂર છે અને સુંદર સુખસાગરનું જે પૂર છે, તે જિનધર્મ જયવંત વર્તે છે. ૭૬.
ગાથા - ૫૬ ઉપરનું પ્રવચન
હવે વ્યવહારચારિત્ર અધિકાર કહેવામાં આવે છે.’
આ, નિયમસાર શાસ્ત્રનો વ્યવહારચારિત્ર નામનો ચોથો અધિકાર છે. નિશ્ચય સહિત અર્થાત્ સ્વસ્વભાવના આશ્રયે વીતરાગભાવરૂપ શુદ્ધ પરિણતિ હોય ત્યાં જે વ્યવહાર હોય તેનું હવે વર્ણન છે.
પ્રશ્ન:- વ્યવહાર તો દોષ છે. તેનું વર્ણન શું કરવા (-શા માટે) કર્યું?
સમાધાન:- દોષને પણ સમજાવવો તો જોઈએ ને? દોષ છે - તેનું અસ્તિપણું છે – એમ જ્ઞાન તો કરાવવું જોઈએ ને? (તેથી અહીં વર્ણન કર્યું છે.) દોષનું જ્ઞાન કરાવવા માટે અહીં જણાવ્યું છે કે આવો ભાવ હોય છે. સ્વદ્રવ્યનો જ્યાં ઉગ્ર અથવા ગુણસ્થાનને યોગ્ય આશ્રય છે ત્યાં તે ભૂમિકામાં પરાશ્રિત—પરાવલંબી—કષાયની મંદતા આ જાતની હોય છે તેમ અહીં જણાવશે. અને તે (-જ્ઞાની) વ્યવહારપ્રયત્ન કરે છે એમ પણ અહીંયા કહેવામાં આવશે. કેમ કે વ્યવહારથી વાત છે ને?
‘આ, અહિંસાવ્રતના સ્વરૂપનું કથન છે.’
આ અહિંસાવ્રત એટલે વ્યવહાર અહિંસાવ્રત. કેમ કે આ વ્યવહારચારિત્ર અધિકાર છે ને ? તો, કહે છે કે આ વ્યવહાર અહિંસાવ્રતના સ્વરૂપનું કથન છે - વ્યવહાર અહિંસાવ્રતની વાત છે.
પ્રશ્ન :- બે જાતની અહિંસા છે?
સમાધાન :- (હા), અહિંસા બે પ્રકારની છે. (૧) નિશ્ચય અહિંસા અને
Page #16
--------------------------------------------------------------------------
________________
૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
(૨) વ્યવહાર અહિંસા. નિશ્ચય અહિંસા વીતરાગી પરિણામ છે અને વ્યવહાર અહિંસા રાગરૂપ મંદ કષાયના પરિણામ છે. આ રીતે વસ્તુસ્થિતિ છે.
‘કુળભેદ, યોનિભેદ, જીવસ્થાનના ભેદ અને માર્ગણાસ્થાનના ભેદ પહેલાં જ (૪૨ મી ગાથાની ટીકામાં જ) પ્રતિપાદિત કરવામાં આવ્યા છે; અહીં પુનરુક્તિદોષના ભયથી પ્રતિપાદિત કર્યા નથી. ત્યાં કહેલા તેમના ભેદોને જાણીને તેમની રક્ષારૂપ પરિણતિ તે જ અહિંસા છે.’
કુળભેદ એટલે જીવની ઉત્પત્તિના (જીવને ઉપજવાયોગ્ય) શરીરોના ભેદ. અર્થાત્ યોનિમાં ઉપજનારા જીવોના શરીરોની વિવિધતાને કુળભેદ કહે છે. તે બધાં થઈને એક સો સાડી સત્તાણું લાખ કરોડ છે. જે ઉત્પત્તિસ્થાન છે તેને યોનિસ્થાન કહે છે. તે બધાં થઈને ચોરાસી લાખ છે. જીવસ્થાનના ભેદ ચૌદ છે તથા માર્ગણાસ્થાનના ભેદ પણ ચૌદ છે. આ કુળભેદ, યોનિભેદ, જીવસ્થાનના ભેદ તથા માર્ગણાસ્થાનભેદ ૪૨ મી ગાથામાં કહ્યાં છે, તેથી અહીંયા ફરીને કહેવાનું કારણ નથી. તેમના ભેદોને જાણીને... જુઓ, પાઠમાં (-ગાથામાં) પણ એમ છે કે ‘નાળિ—જ્ઞાા' એટલે કે જીવના કુળના ભેદો કેવાં છે, જીવની ઉત્પત્તિ ક્યાં-કયાં થાય છે, જીવના ભેદો કેટલાં છે અને માર્ગણાના ભેદો કેટલાં છે તેને જાણવા એમ કહે છે.
પ્રશ્ન :- એ જાણવું તો અપ્રયોજનભૂત છે?
સમાધાન:- પણ એવું જાણવાનો વ્યવહાર છે કે નહીં? અને તે એક ન્યાયે પ્રયોજનભૂત પણ છે. અહિંસા—રાગની મંદતાના પરિણામ—માટે તે (જીવસ્થાનાદિવાળા) જીવોને જાણવા પ્રયોજનભૂત છે. કઈ-કઈ જાતનાં જીવ ઉત્પન્ન થાય છે (કુળભેદ), ક્યાંકયાં જીવ ઉત્પન્ન થાય છે (યોનિભેદ), ક્યા-ક્યા પ્રકારના જીવની જાત છે અને માર્ગણાની જાતિમાં ક્યાં-ક્યાં જીવ છે તે જાણવું પ્રયોજનભૂત છે.
પ્રશ્ન:- એ તો ઘણાં વિકલ્પ થયા?
સમાધાન:- છતાં તે હોય છે ને? આવું જાણવાનો વ્યવહાર છે કે નહીં? (હા). તેથી આ ભેદો જાણવા માટે પ્રયોજનભૂત છે અર્થાત્ તેણે જાણવું તો જોઈએ કે આવા ભેદો છે. -બસ, એટલું. કેમ કે તે જાણ્યા વિના જીવની હિંસાનો ત્યાગ કઈ રીતે કરશે ? ક્યાં-ક્યાં જીવના સ્થાન છે તેના જ્ઞાન વિના જીવની હિંસાના પરિણામનો ત્યાગ કઈ રીતે કરશે? અને વ્રતની વાત કહીને કોઈને એકદમ મોક્ષ થઈ જતો નથી એમ કહેવું છે. મતલબ કે મુનિરાજ અંદરમાં (-આત્મામાં) ઠર્યા છે તોપણ હજુ તેમને પરાવલંબી રાગભાવ રહે છે એમ કહેવું છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૫૬]
[પ
અહા! જે સર્વથા વીતરાગ થઈ ગયા છે તેમની અહીંયા વાત નથી. પરંતુ જેને
સ્વસ્વરૂપનું ઉગ્ર અવલંબન છે પ્રચુર સ્વસંવેદન છે તેની ભૂમિકામાં હિંસાના
પરિણામના ત્યાગરૂપ અહિંસાના પરિણામ આવા હોય છે એમ કહે છે. તે ક્યાં-ક્યાં જીવ છે તેને જાણીને તેની હિંસાના પાપ પરિણામને છોડે છે અને તેને અહિંસાવ્રત હોય છે એમ કહે છે.
પ્રશ્ન:- આ અહિંસાવ્રત તો મુનિ માટે છે ને?
તે
સમાધાન:- (હા), અહીં તો મુનિની વાત છે. પણ બીજાઓએ પણ તે જાણવું જોઈએ. સમ્યગ્દષ્ટિએ પણ મુનિ થવા પહેલાં મુનિપણું કેવું છે —ચારિત્ર કેવું છે— તે શું જાણવું ન જોઈએ? ચારિત્ર કેવું હોય, ચારિત્રમાં વ્રત કેવાં હોય, વ્રતમાં પણ અહિંસાના પરિણામ કેવા હોય અને કઈ હિંસાના પરિણામનો ત્યાગ હોય તેનું જ્ઞાન સમકિતીને પણ હોય છે. ચારિત્ર નથી એટલે શું ચારિત્રનું જ્ઞાન તેને ન હોય? કેવળજ્ઞાન નથી એટલે શું કેવળજ્ઞાનનું જ્ઞાન જ્ઞાનીને ન હોય? તેમ અહિંસાવ્રત નથી એટલે શું તેનું જ્ઞાન ન હોય? એ તો ‘યોગસાર’માં પણ નથી આવતું કે છ દ્રવ્યને પ્રયત્નથી જાણવા? આવે છે ને? (ગાથા-૩૫). તો, અહીંયા પણ એ જ વાત કહે છે. ત્યાં જે પ્રયત્નની વાત કરી છે તે વાત અહીંયા પણ મૂકી છે. અહા! અહીં તો બધી એક જ લાઈન છે. (બધા સંતોની એક જ વાત છે.)
અહીં કહ્યું કે ‘તેમના ભેદોને જાણીને’...-આ જાણવું ચોથે ગુણસ્થાને પણ હોય છે અને છ ગુણસ્થાને પણ હોય છે. તથા જુઓ, ‘તેમની રક્ષારૂપ પરિણતિ’ એમ જે કહ્યું છે તે પણ હજુ વ્યવહારથી કહ્યું છે. ‘તેમની રક્ષારૂપ પરિણતિ’ નો અર્થ એમ નથી કે તે બીજા જીવને બચાવી શકે છે. એ તો ભાષા છે. બીજાને ન મારવાપ પરિણતિ—રક્ષાનો અર્થ એ છે કે હિંસાના પરિણામનો ત્યાગ અને તે જ અહિંસા છે. આ અહિંસા પરિણતિ તે શુભ પરિણામ છે અર્થાત્ હજુ આટલો વિભાવભાવરૂપ મંદરાગ હોય છે. ‘મોક્ષમાર્ગ પ્રકાશક'ના સાતમા અધિકારમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે સમિતિમાં રક્ષા કરવાનું કહેવામાં આવે છે તેનો અર્થ એ છે કે બીજા જીવને દુ:ખ ન થાય એવા પ્રયત્ન પરિણામ છે અને તેને ‘રક્ષા કરી’ એમ કહેવામાં આવે છે. ખરેખર તો અંદરમાં પોતાના પરિણામનો જ હિંસાના પરિણામથી બચાવ છે. પરની રક્ષાનું કથન તો વ્યવહાર છે. લ્યો, આવું છે.
ન
‘તેમનું મરણ થાઓ કે ન થાઓ, પ્રયત્નરૂપ પરિણામ વિના સાવદ્યપરિહાર (દોષનો ત્યાગ) થતો નથી.’
Page #18
--------------------------------------------------------------------------
________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહીંયા પ્રયત્ન એટલે વ્યવહાર-પ્રયત્નની વાત છે હો. બીજા જીવો મરે કે ન મરે, તેની સાથે (હિંસા કે અહિંસાને) સંબંધ નથી. કેમ કે બીજા જીવનું મરણ કે જીવન તો પદ્રવ્યનો સ્વતંત્ર પર્યાય છે. છતાં પણ વ્યવહાર-પ્રયત્નરૂપ પરિણામ વિના હિંસાના દોષનો ત્યાગ થતો નથી. જુઓ, હિંસાના પરિણામનો ત્યાગ પ્રયત્નરૂપ પરિણામ વિના થતો નથી એમ કહે છે. અર્થાત્ અશુભભાવથી-સાવદ્યથી બચવા શુભભાવરૂપ પ્રયત્ન હોય છે એમ કહે છે. નીચે (ફૂટનોટમાં) ખુલાસો છે કે:
‘મુનિને (મુનિcોચિત) શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિકસંબંધી શુભોપયોગ તે વ્યવહાર-પ્રયત્ન છે. (શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે, તે શુભોપયોગ તો વ્યવહાર-પ્રયત્ન પણ કહેવાતો નથી.) | મુનિcોચિત = મુનિત્ય + ઉચિત = મુનિપણાને લાયક, મુનિ કે જે છઠે ગુણસ્થાને છે તેને લાયક. જેને ઉગ્રપણે અંતર્મુખના પરિણામ પ્રગટ્યા છે એવા મુનિને ત્રણ કષાયના અભાવપૂર્વક શુદ્ધ-અવસ્થા પ્રગટી છે અને તે મુનિપણાને લાયક શુદ્ધપરિણતિ છે. (મુનિcોચિત શુદ્ધપરિણતિ = મુનિપણાને લાયક ત્રણ કષાયના અભાવપૂર્વકની શુદ્ધઅવસ્થા.) ત્રિકાળી જ્ઞાયકભાવને ઉગ્રપણે અવલંબીને જે શુદ્ધપરિણતિ–વીતરાગ અવસ્થા– મુનિને પ્રગટી છે તે ચારિત્ર છે (મુનિને લાયક શુદ્ધપરિણતિ છે) અને તેની સાથે જોઈને ચાલવું વગેરે સંબંધી હઠ વગરનો અંદરમાં જે શુભોપયોગ છે તે વ્યવહાર પ્રયત્ન છે. જ્યારે નિજ સ્વરૂપમાં કરવું તે નિશ્ચય પ્રયત્ન છે. લ્યો, આમાં તો પર્યાય-પર્યાયની (-દરેક પર્યાયની) સંભાળ લીધી છે. કહો, આવી વાત સર્વજ્ઞ સિવાય કયાં હોય?
પ્રશ્ન:- પર્યાયનું શું કામ છે?
સમાધાન:- શું પર્યાય એ વસ્તુ નથી? પર્યાયની અસ્તિ છે કે નહીં? (ભલે) શુભપરિણામ વૈભાવિક (વિકાર) પર્યાય છે, છતાં તેની અસ્તિ છે કે નહીં? માટે તેને પણ જાણવી જોઈએ. અહીં કહે છે કે કુળભેદ, યોનિભેદ-જીવની ઉત્પત્તિસ્થાનોના ભેદ, જીવસ્થાનોના ભેદ અને માર્ગણાસ્થાનોના ભેદ જાણીને સાવદ્યના પરિણામનો વ્યવહારપ્રયત્નથી ત્યાગ કરવો તેને અહિંસાવ્રત કહે છે. આવી વાત છે! અહા ! શુભોપયોગ તે વ્યવહાર પ્રયત્ન છે અને અંદરમાં શુદ્ધોપયોગ-સ્વાશ્રયે થયેલી શુદ્ધપરિણતિતે નિશ્ચયપ્રયત્ન છે.
પ્રશ્ન:- બન્ને પ્રયત્ન એકસાથે હોય?
સમાધાન:- (હા), બન્ને પ્રયત્ન એકસાથે હોય છે. છતાં, રાગની રચના કરવી તે નપુંસક વીર્ય છે અને સ્વરૂપની રચના કરવી તે (સાચું) વીર્ય છે. લ્યો, આમાં ‘વ્યવહારપ્રયત્ન' એવો શબ્દ પડ્યો છે તે ઉપરથી આ વાત ચાલે છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૫૬]
અહા! શુદ્ધપરિણતિને રચે તેને વીર્ય કહીએ અને તે વીર્યને - સ્વરૂપશુદ્ધતાની રચના કરે તેને – નિશ્ચયપ્રયત્ન કહીએ. જ્યારે શુભભાવને વ્યવહારપ્રયત્ન કહીએ; પરંતુ એ વ્યવહારપ્રયત્ન એટલે તો નપુંસકતા. છતાંપણ અસ્તિ તરીકે (હોવાપણાની દૃષ્ટિએ) વર્ણવતા મુનિને વ્યવહારપ્રયત્ન હોય છે એમ અહીંયા કહેવું છે. ખરેખર તો પોતાના અસ્તિત્વનું જે ખરું વીર્ય છે તે તો શુદ્ધપરિણતિને જ રચે છે અને તેને જ વીર્ય કહીએ. વીર્ય નામનો ગુણ છે તેને ધરનાર દ્રવ્ય છે. તે અનંત ગુણોનું એકરૂપ એવા દ્રવ્યનો જ્યાં આશ્રય લીધો ત્યાં વીર્યગુણ અનંત ગુણની શુદ્ઘપરિણતિની રચના કરે છે અને તેને સાચું વીર્ય ને સાચો-નિશ્ચય-પ્રયત્ન કહેવામાં આવે છે. આ પ્રયત્નની સાથે સાવદ્યયોગના પરિણામના ત્યાગરૂપ વ્યવહારપ્રયત્ન હોય છે. છતાં પણ તે વ્યવહારપ્રયત્ન વીર્યગુણનું સમ્યક્-ખરેખર કાર્ય નથી. કેમ કે ગુણનું કાર્ય તો નિર્મળપણે આવે છે, જ્યારે આ વ્યવહારપ્રયત્ન તો શુદ્ધ-સમ્યપરિણતિવાળી ભૂમિકામાં માત્ર શુભરાગરૂપ હોય છે. કહો, આવી વાત સર્વજ્ઞ સિવાય અને વસ્તુસ્થિતિને બતાવનાર (સંત) સિવાય ક્યાં છે? (ક્યાંય નથી.) અહીં તો પર્યાય-પર્યાયની સંભાળ લીધી છે.
[૭
અહા! કહે છે કે શુદ્ધપરિણતિ ન હોય અર્થાત્ જ્યાં સ્વદ્રવ્યનો આશ્રય જ નથી, જ્યાં પૂર્ણાનંદસ્વભાવી પોતાના ભગવાન આત્માનો પર્યાયમાં સ્વીકાર જ નથી, જ્યાં આનંદાદિ અનંત-અનંત ગુણસ્વભાવમય પૂર્ણસ્વરૂપનો ‘તે આવડું મોટું તત્ત્વ છે’ એવો પર્યાયમાં સ્વીકાર જ નથી અને જ્યાં સ્વદ્રવ્યની પ્રતીતિ તથા તેનું જ્ઞાન નથી ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે. એટલે કે ત્યાં અહિંસાના પરિણામરૂપ શુભોપયોગ હઠ સહિત હોય છે અને તેને તો વ્યવહારપ્રયત્ન પણ કહેવાતો નથી. કેમ કે વ્યવહારપ્રયત્ન તો જ્યાં પૂર્ણ શુદ્ધસ્વભાવનો સ્વીકાર થઈને પરિણતિ શુદ્ધ થઈ છે ત્યાં હોય છે. અહા! શુદ્ધપરિણતિમાં પૂર્ણસ્વભાવનો સ્વીકાર થાય છે મતલબ કે શુદ્ધ પરિણતિમાં ‘આ સ્વભાવ પૂર્ણ છે’ એમ સ્વીકાર થાય છે અને તેથી તે શુદ્ધ થાય છે. તે પરિણતિ વિનાનો જે એકલો શુભપરિણામ છે તેને તો વ્યવહારપ્રયત્ન પણ અહીં કહેતા નથી. પરંતુ જેને સ્વભાવના આશ્રયે નિશ્ચયપ્રયત્ન છે, જેને ત્રિકાળી આત્માની કબૂલાતનું જાહેરનામું પર્યાયમાં પ્રગટ થયું છે તેને વ્યવહારપ્રયત્ન હોય છે એમ કહે છે. જેના પર્યાયમાં પૂર્ણસ્વરૂપ પ્રસિદ્ધિને પામ્યું છે તેવા જીવના તે પર્યાયને નિશ્ચયપ્રયત્ન કહીએ અને તેવા જીવને જે શુભરાગ આવે છે તેને વ્યવહારપ્રયત્ન કહીએ. આ વસ્તુની સ્થિતિ છે. આમાંથી કાંઈપણ આછું-પાછું કરવા જશે તો વસ્તુસ્થિતિ નહીં રહે. આવો મારગ છે!
Page #20
--------------------------------------------------------------------------
________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહા! જ્ઞાનીને એકકોર કતૃત્વબુદ્ધિ છૂટી ગઈ છે, છતાં શુભપરિણામનું પરિણમનરૂપ કર્તૃત્વ છે. શું કહ્યું એ? કે ‘પ્રવચનસાર’ના ૪૭ નયમાં એક કર્તૃત્વનય આવે છે. શુભભાવ કરવાલાયક છે એવી કર્તાબુદ્ધિ જ્ઞાનીને છૂટી ગઈ છે અને તેથી તેને શુદ્ધપરિણતિ થઈ છે. પરંતુ હજુ પરિણતિ તદ્ન શુદ્ધ થઈ નથી એટલે શુભપરિણતિ હોય છે. તેથી પરિણમે તે કર્તા એ અપેક્ષાએ, શુભપરિણતિરૂપે પરિણમવારૂપ કર્તાપણું જ્ઞાનીને હોય છે. તથા તે કર્તાપણું જ્ઞાનીએ જ્ઞાનમાં જાણવાલાયક પણ છે. લ્યો, શુભપરિણામ કરવાલાયક નથી એમ માનવા છતાં જ્ઞાનીને શુભપરિણતિ થાય છે અને તેને અહીંયા વ્યવહારપ્રયત્ન કહેવામાં આવે છે. આ તો સભ્યજ્ઞાનનો કાંટો છે કે જેમાં કાંઈપણ ફેરફાર—ઓછું, અધિક કે વિપરીત—ન ચાલે. આવી વાત છે!
૮]
અહીં કહે છે કે બીજાનું મરણ થાવ કે ન થાવ, તેની સાથે વ્યવહારપ્રયત્નને સંબંધ નથી. તેમ જ તે પ્રયત્નરૂપ પરિણામ વિના દોષનો ત્યાગ થતો નથી. (માટે વ્યવહારપ્રયત્નનું જ્ઞાન કરવું જોઈએ.) તેથી તો ‘છઢાળા’માં કહ્યું છે ને? કે ‘બિન જાને તેં દોષ ગુનનકો, કૈસે જિયે ગહિયે’. (પદ ૧૧, ત્રીજી ઢાળ.) જાણ્યા વિના ગુણને કેમ ગ્રહી શકાય અને દોષને કેમ તજી શકાય? આવી રીતે જ્ઞાનીને દોષ જાણવામાં હોય છે. છતાં પણ ‘સમયસાર'માં મુખ્યપણે તો જ્ઞાની શુદ્ધાત્માને જાણે છે અને શુદ્ધપણે પરિણમે છે એમ કહે છે. યુદ્ધ તુ વિયાળતો સુધ્ધ ચેવયં તદ્ નીવો । (શુદ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે) અને ગાળતો ૐ અસુધ્ધ શુદ્ધસ્વરૂપને છોડીને એકલી અશુદ્ધતાને જે જાણે છે તે અનુમેવયં તરફ ॥ (સમયસાર ગા.૧૮૬). ‘વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે’ – એમ જે (સમયસાર ગા.૧૨ માં) કહ્યું છે તેનો અર્થ એ છે કે શુદ્વસ્વભાવને જાણતા વ્યવહાર જણાય છે. આવો વ્યવહાર હોય છે.
-
-
‘મોક્ષમાર્ગ પ્રકાશક’માં એક ઠેકાણે કહ્યું છે કે નિશ્ચય સહિત શુભરાગ હોય તો તેને વ્યવહાર કહીએ. અને (કદાચિત્) નિશ્ચય ન હોય તો પણ એ જીવ નિશ્ચય પામશે એ અપેક્ષાએ તેના શુભરાગને વ્યવહાર કહેવાય છે.- આવું તેમાં આવે છે. જે જીવ નિશ્ચય પામવાનો છે તેના શુભોપયોગને પરંપરાએ, વર્તમાનમાં વ્યવહારાભાસ છે તો પણ, વ્યવહાર કહેવામાં આવે છે. અહા! ‘મોક્ષમાર્ગ પ્રકાશક’માં તો એક-એક વાતને છણીને બહુ ખુલાસા કર્યા છે, ચોક્ખી વાત મૂકી છે. પરંતુ જેને સમ્યક્ પ્રકારે જાણવું હોય તેના માટે આ વાત છે. બાકી હઠ કરીને પોતાનું (અસત્ય) રાખવું હોય અથવા પોતે (વિપરીત) માન્યું હોય તેનું કાંઈક રાખો એમ જેને હઠ કરવી હોય એવા જીવને માટે આ વાત નથી. શાસ્ત્રમાં જે કહ્યું છે તે જેણે માન્યું છે તે જીવ જ આત્મામાં રહેશે.
Page #21
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૫૬]
[૯
અહા! પૂર્ણસ્વરૂપ ભગવાન આત્માનો જે પર્યાયમાં સ્વીકાર થયો તે પર્યાય કેવડી મોટી? અનાદિથી નિમિત્ત, રાગ અને પર્યાયને જ માનતા ‘ભગવાન આત્મા નથી’ એમ માન્યું હતું. અસ્તિ તરીકે—સત્તા તરીકે—હોવા તરીકે—આત્મા હોવા છતાં તેને નહીં હોવા તરીકે માન્યો હતો. પરંતુ હવે તેણે આખા પરમેશ્વરને કબૂલ્યો તો તે શુદ્ધપર્યાય કેવડી મોટી? નિમિત્ત, રાગ અને એક સમયની પર્યાયરૂપ અંશના અસ્તિત્વનો અભિપ્રાય છોડીને જેણે અભિપ્રાયમાં આખા-પૂર્ણ સ્વભાવવાન ભગવાન આત્માને લીધો આત્માનો સ્વીકાર કર્યો - તે શુદ્ધપર્યાય કેવડી મોટી? આવી શુદ્ધપર્યાયની ભૂમિકામાં જે શુદ્ધતારૂપ પ્રયત્ન વર્તે તે નિશ્ચયપ્રયત્ન છે અને તે વખતે સાવદ્યયોગના પરિણામના ત્યાગ માટે જે શુભોપયોગ વર્તે તે શુભપ્રયત્ન (-વ્યવહારપ્રયત્ન) છે.
પ્રશ્ન:- બન્ને પ્રયત્ન એક સાથે વર્તતા હશે?
સમાધાન:- (હા), એક સાથે વર્તે છે અને તે વાત તો ચાલે છે. જ્યાં એકલો શુભભાવ છે ત્યાં તો (નિશ્ચયપ્રયત્ન નહીં હોવાથી) વ્યવહારપ્રયત્ન પણ નથી અને જ્યાં પૂર્ણ શુદ્ધતા થઈ છે ત્યાં પણ વ્યવહાર છે નહીં. જ્યારે અહીં તો સાધકપણે અંદરનું સ્વરૂપ સાધે છે એવા જીવને હજુ પૂર્ણ સાધ્યદશા થઈ નથી એટલે બાધકપણું હોય છે એમ કહે છે. કારણ કે જો તેને બાધકપણું ન જ હોય તો પૂર્ણ થયો કહેવાય. અહા! આ તો નિરાંતે સ્વાધ્યાય કરવાનો કાળ છે.
અહા! પોતે પૂર્ણ પરમાત્મસ્વરૂપ છે તેનો સ્વીકાર કરતાં જે પરિણતિ પ્રગટ થઈ તેને નિશ્ચયપ્રયત્ન કહીએ અને આ શુદ્ધ પરિણતિરૂપ નિશ્ચયપ્રયત્ન, જે પૂર્ણ પ્રયત્નવીર્યસ્વરૂપ ભગવાન આત્મા છે તેની અપેક્ષાએ તો અનંતમા ભાગનો છે. આખી ચીજ (-આત્મા) પ્રયત્નસ્વરૂપ જ છે અને તેમાંથી જે આ નિશ્ચય પરિણતિ પ્રગટે છે તે તો અનંતમા ભાગનો પ્રયત્ન છે કે જેને શુદ્ધપ્રયત્ન (-નિશ્ચયપ્રયત્ન) કહેવાય છે. બીજી રીતે કહીએ તો, ત્રિકાળી આત્મા તો પ્રયત્નસ્વરૂપ જ છે. તેને જે પ્રયત્ને સ્વીકાર્યો તે પ્રયત્નને શુદ્ધપ્રયત્ન કહીએ અને તેની સાથે સાવદ્યયોગ પરિણામના ત્યાગરૂપ જે પરિણામ હોય તેને શુભપ્રયત્ન કહીએ. લ્યો, એક પર્યાયના બે ભાગ: (૧) શુદ્ઘપરિણતિરૂપ ભાગ અને (૨) શુભપરિણતિરૂપ ભાગ. ચારિત્રગુણની એક સમયની પર્યાયમાં શુદ્વસ્વભાવના આશ્રયે જેટલી પરિણતિ છે તે શુદ્ધપરિણતિ છે અને તે ચારિત્રપર્યાયનો જે અંશ-ભાગ શુભરાગપણે પરિણમે છે તે શુભપરિણતિ છે. આવી રીતે ચારિત્રગુણની એક સમયની પર્યાયના કાળભેદે ભાગ નથી, પણ ભાવભેદે ભાગ છે. કાળભેદ કહેતાં પહેલાં શુદ્ધપ્રયત્ન (શુદ્ધપરિણતિ) હોય અને પછી શુભપ્રયત્ન હોય એમ નથી. પરંતુ શુદ્ધપ્રયત્નનાશુદ્ધપરિણતિના કાળમાં જ તે પર્યાયનો એક અંશ-ભાગ, પૂર્ણ વીતરાગપરિણતિ નથી
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
તેથી, સાવધથી બચવારૂપે હોય છે કે જે શુભપ્રયત્ન છે. આવો જ સહજસ્વભાવ છે હો. જુઓને ! આવી વાત (સર્વજ્ઞ સિવાય) બીજે ક્યાં હોય?
“આથી જ, પ્રયત્નપરાયણને હિંસાપરિણતિનો અભાવ હોવાથી અહિંસાવ્રત હોય છે.”
જુઓ! ભાષા આવી લીધી છે કે ‘પ્રયત્નપરાયણને અર્થાત્ વ્યવહાર પ્રયત્નપરાયણને અહિંસાવ્રત હોય છે. કેમ કે રાગની મંદતારૂપ પ્રયત્ન વિના તીવ્રરાગનો-સાવધનો ત્યાગ થતો નથી. આ કારણે જ જેને હિંસાના પરિણામના ત્યાગરૂપ પ્રયત્ન વર્તે છે તે પ્રયત્નપરાયણને અહિંસાવૃત હોય છે એમ કહે છે. લ્યો, આ વ્યવહાર અહિંસાવ્રતની વાત કરી. અને છતાં તેમાં પણ કેટલી વાત મૂકી છે!
અહા! જેમ એકડાં વિના મીંડાની શી ગણતરી? (કાંઈ નહીં), વર વિના અણવરની કિંમત શું? (કાંઈ નહીં) અને વર વિના જાન કોની? (કોઈની નહીં), કેમ કે વર હોય તો જાન કહેવાય. નહીંતર તો એ માણસોના ટોળાં કહેવાય. તેમ પૂર્ણ સ્વરૂપના આશ્રયે પૂર્ણતાની કબૂલાત થતાં ભગવાન આત્માના શ્રદ્ધા-જ્ઞાનની જે પરિણતિ–દશા પ્રગટ થઈ તેની સાથે સ્વરૂપની રમણતા પણ હોય છે અને તેવી દશાવંતને તે જ કાળે - તે જ ભૂમિકાની સાથે – હિંસાના પરિણામના અભાવરૂપ પ્રયત્નપરિણામ હોય છે કે જેને અહિંસાવ્રત કહેવામાં આવે છે. પણ હવે આ વ્રત શું પરિણામ શું? દ્રવ્ય શું? અને ગુણ શું? – એ વગેરેનું ભાન ન મળે અને અજ્ઞાની “અમે વ્રતધારી છીએ' એમ માને છે. શ્રીમદ્ભાં આવે છે ને? કે:
‘લઘું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન” ... (આત્મસિદ્ધિ ગા.૨૮) પ્રશ્ન:- વ્યવહાર સાધન ને નિશ્ચય સાધ્ય – એમ નથી આવતું?
સમાધાન:- એ તો વ્યવહારથી ‘વ્યવહાર સાધનની અસ્તિ છે' એમ બતાવ્યું છે. ખરેખર સાધ્ય-નિશ્ચય પ્રગટે છે તે તો વ્યવહાર સાધનની અપેક્ષા રાખ્યા વિના પોતાના આત્મદ્રવ્યને આશ્રયે પ્રગટે છે.
પ્રશ્ન:- છતાં પણ ‘પંચાસ્તિકાય'માં કહ્યું નથી કે વ્યવહાર સાધન ને નિશ્ચય સાધ્ય? ત્યાં ભેદ-ભિન્ન સાધન-સાધ્ય નથી કહ્યાં? (પંચાસ્તિકાય ગા.૧૬૦)
સમાધાન:- બધુંય કહ્યું છે સાંભળ ને? આ અહિંસાવ્રતના પરિણામ સાધન છે અને નિશ્ચય તેનું સાધ્ય છે એમ જે ભિન્ન સાધન-સાધ્ય કહ્યાં છે તે વ્યવહારનું જ્ઞાન કરાવવા કહ્યું છે. નિશ્ચય પરિણતિરૂપ સાધકપણામાં આવો વ્યવહારનો પરિણામ હોય
Page #23
--------------------------------------------------------------------------
________________
ગાથા – પ૬]
[૧૧
છે એમ તેનું જ્ઞાન કરાવ્યું છે. શુદ્ધપરિણતિરૂપ નિશ્ચય સાધન છે તેનો આરોપ આપીને શુભ પરિણતિને વ્યવહાર સાધન કહ્યું છે, પરંતુ તે સાધન છે નહીં. નિશ્ચય સાધન અને વ્યવહાર સાધન એમ શાસ્ત્રમાં કહ્યું છે, પણ સાધન બે પ્રકારે છે જ નહીં. (હા), સાધનનું કથન બે પ્રકારે છે. સાધન તો એક નિશ્ચય જ છે અને તે જ (યથાર્થ) સાધન છે. જ્યારે બીજું વ્યવહાર સાધન, સાધન નથી. છતાં તેને – જે સાધન નથી તેને - વ્યવહારનય સાધન તરીકે કહે છે. કેમ કે સાધકની ભૂમિકામાં એવો શુભભાવ હોય છે એવું જણાવવા વ્યવહારને પણ આરોપથી – ઉપચારથી સાધન તરીકે કહેવામાં આવે
અહીં કહ્યું કે હિંસાના પરિણામના ત્યાગરૂપ પ્રયત્નમાં પરાયણને અહિંસાવૃત હોય
પ્રશ્ન:- મુનિ નિશ્ચયમાં પ્રયત્નપરાયણ તો છે જ, પરંતુ તેમને વ્યવહાર પ્રયત્નપરાયણ પણ કેમ કહ્યાં?
સમાધાન:- મુનિ હિંસાના ભાવનો અભાવ કરવારૂપ પ્રયત્નમાં પરાયણ છે. માટે તેઓ વ્યવહાર પ્રયત્નપરાયણ – વ્યવહાર પ્રયત્નમાં તત્પર – છે એમ કહ્યું છે. આ રીતે તેમને હિંસાના પરિણામને છોડવારૂપ - અભાવ કરવારૂપ - વ્યવહાર પ્રયત્નપરાયણ કહેવામાં આવે છે.
લ્યો, આ વ્યવહાર અહિંસાવ્રતની વ્યાખ્યા!
છે આધારના શ્લોક ઉપરનું પ્રવચન છે ભગવાનને વિકૃત વેશ પણ નથી અને ઉપધિ-પરિગ્રહ પણ નથી એમ હવે કહે છે. જગતમાં વિદિત છે કે જીવોની અહિંસા પરમ બ્રહ્મ છે.'
આ નિશ્ચય અહિંસાની વાત છે. તે અહિંસા આત્માનો પરમ બ્રહ્મ – પરમ શુદ્ધ આત્મધર્મ છે. રાગની ઉત્પત્તિ તે હિંસા છે અને રાગની અનુત્પત્તિ તે અહિંસા છે. સ્વભાવના આશ્રયે રાગ વિનાની વીતરાગ પરિણતિની ઉત્પત્તિ તે અહિંસા છે અને તે પરમ બ્રહ્મ છે. આનું કહે છે કે, જગતમાં વિદિત છે – પ્રસિદ્ધ છે. કેમ કે હિંસા પરમો ધર્મ - એમ કહેવાય છે ને? પરંતુ તે કઈ અહિંસા? કે જેવો પૂર્ણાનંદ ભગવાન આત્મા છે તેવી શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારીને તેમાં કરવું તેનું નામ નિશ્ચય-પરમ અહિંસા
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે અને તે પરમ બ્રહ્મ છે. બીજી રીતે કહીએ તો અતીન્દ્રિય આનંદની સાથે જે વીતરાગ દશા પ્રગટે તેને અહિંસા ને પરમ બ્રહ્મ કહેવામાં આવે છે.
જે આશ્રમની વિધિમાં લેશ પણ આરંભ છે ત્યાં (તે આશ્રમમાં અર્થાત સગ્રંથપણામાં) તે અહિંસા હોતી નથી'.
જે આશ્રમની વિધિમાં લેશ પણ આરંભ છે અર્થાત્ ગૃહસ્થાશ્રમમાં વસ્ત્ર, પાત્ર આદિનો રાગ હોય છે. તેથી ત્યાં રાગ સહિતપણું છે. ભલે સમ્યગ્દષ્ટિ, દષ્ટિ અને સ્થિરતાના અંશની અપેક્ષાએ રાગ સહિત નથી. છતાં પણ તેની પર્યાયમાં હજુ રાગ વર્તે છે એમ અહીં કહે છે. લ્યો, એક બાજુ એમ કહે કે સમ્યગ્દષ્ટિ રાગ, કર્મ અને શરીર રહિત છે; કેમ કે પોતાને રાગાદિ સહિત માનતો નથી. જ્યારે અહીં એમ કહે છે કે પાંચમા ગુણસ્થાનવાળો જીવ પણ સગ્રંથ છે, કારણ કે હજુ તેની ભૂમિકામાં રાગ છે. (હા), તેના ત્રિકાળી તત્ત્વમાં અને તેની દષ્ટિમાં ભલે રાગ ન હો તેમ જ પર્યાયનો જેટલો અંશભાગ નિર્મળપણે ઉઘડ્યો છે તેમાં પણ રાગ નથી. છતાં પણ હજુ ચોથા ને પાંચમા ગુણસ્થાને રાગરૂપ કર્મધારા સાથે છે. અહો! માર્ગ અટપટો છે!
અહા! એક બાજુ પાંચમા ગુણસ્થાનવાળો આત્મા પોતાને રાગ રહિત અનુભવે છે એમ કહે અને બીજી બાજુ તેને સગ્રંથ કહે, કેમ કે તેની ભૂમિકામાં રાગ છે તેને ગણીને સગ્રંથ કહેવામાં આવે છે. નહીંતર (દષ્ટિ અપેક્ષાએ) તો સમકિતી પણ નિગ્રંથ જ છે. સમકિતી દષ્ટિમાં અને જ્ઞાનમાં આત્મા રાગવાળો છે એમ માનતો-જાણતો નથી. વ્યવહારવાળો આત્મા છે એમ ધર્મી માનતો નથી. છતાં પણ તેની દશામાં થોડો રાગ છે તેને ગણીને સગ્રંથ-રાગવાળો કહેવામાં આવે છે. અહા! એક કોર આત્મા કર્મકૃત શરીર અને રાગાદિથી રહિત હોવા છતાં તેનાથી સહિત માનવો તે મિથ્યાત્વ છે એમ કહે અને એક કોર જ્ઞાનીને પૂર્ણ જ્ઞાનધારા પ્રગટી નથી ને હજુ અંદરમાં રાગની કણિકા– વ્યવહારધારા–છે તેથી સગ્રંથ જીવ છે એમ કહે. લ્યો, આવી ભારે બહુ અટપટી વાત છે. એક બોલમાં પણ બીજા ઘણા પ્રકાર પડે છે અને તે શૈલીને તેણે જાણવી જોઈએ એમ કહે છે.
અહીં કહે છે કે જે આશ્રમની વિધિમાં રીતમાં લેશ પણ આરંભ છે - રાગ છે તે આશ્રમમાં અર્થાત્ સગ્રંથપણામાં–ગૃહસ્થાશ્રમના ચોથા અને પાંચમા ગુણસ્થાનમાં પણ–આ અહિંસા હોતી નથી. કેમ કે ત્યાં હજુ રાગ છે – આરંભ છે. અહા ! રાગ તે આરંભ છે અને સમકિતીને આરંભ-પરિગ્રહનો દષ્ટિમાં ત્યાગ છે કે આરંભ-પરિગ્રહ મારા નથી. છતાં પણ તેની પર્યાયની નિર્મળધારા ઓછી છે તેથી સાથે એક રાગધારા પણ હોય છે અને તે આરંભધારા છે એમ કહે છે. જુઓ, આરંભ અને પરિગ્રહથી
Page #25
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૫૬]
[૧૩
નિવૃત્તિનો અર્થ આ છે કે રાગરૂપી આરંભ અને પરિગ્રહથી નિવર્તવું. આ જ (ખરો) આરંભ-પરિગ્રહનો ત્યાગ છે. આ સિવાય કોઈ બહારથી પ્રવૃત્તિ છોડે તો તેણે આરંભ છોડ્યો છે જ ક્યાં? કેમ કે આરંભદશા ને અનારંભદશા કોને કહેવી તેનું તો તેને ભાન નથી તેમ જ અનારંભદશા પ્રગટ્યા વિના આરંભનો ત્યાગ ક્યાંથી આવે ? જેમાં રાગ નથી—વિકલ્પનો અભાવ છે —એવો જે પૂર્ણ પરમાત્મસ્વભાવ છે તેનો અર્થાત્ અનારંભી ને અપરિગ્રહી જે આત્મચીજ છે તેનો આશ્રય લેતાં પર્યાયમાં અનારંભપણું ને અપરિગ્રહપણું પ્રગટે તેને આરંભ-પરિગ્રહનો ત્યાગ કહે છે. હવે કહે છે કે સમકિતીને ચોથા ગુણસ્થાને અને શ્રાવકને પાંચમા ગુણસ્થાને આવો ત્યાગ દષ્ટિમાં ને જ્ઞાનમાં હોવા છતાં પર્યાયમાં જેટલો રાગ બાકી રહ્યો છે તેટલો આરંભ છે અને જ્યાં રાગ (-આરંભ) છે ત્યાં પૂર્ણ અહિંસા હોતી નથી.
માટે તેની સિદ્ધિને અર્થે, (હે નમિનાથ પ્રભુ!) પરમ કરુણાવંત એવા આપશ્રીએ બન્ને ગ્રંથને છોડ્યા (-દ્રવ્ય તેમ જ ભાવ બન્ને પ્રકારના પરિગ્રહને તજી નિગ્રંથપણું અંગીકૃત કર્યું), વિકૃત વેશ તથા પરિગ્રહમાં રત ન થયા.’
હે ભગવાન! નમિનાથ પ્રભુ! આપ પરમ કરુણાવંત-અહિંસાવાન છો. કેમ કે આપે અહિંસાની સિદ્ધિને માટે રાગને છોડ્યો છે. જુઓ, ભગવાનની અહિંસા આ છે કે તેમણે ગૃહસ્થાશ્રમનો રાગ છોડ્યો અને તેને અહીંયા ભગવાનની પરમ કરુણા કહેવામાં આવે છે. જો કોઈ રાગને ન છોડે તો તેનું નામ આત્મા પ્રત્યે હજુ એટલી અકરુણા છે. પરંતુ ભગવાને તો વસ્ત્ર, પાત્ર તેમ જ તેનો રાગ પણ છોડ્યો હતો અને એવું અપરિગ્રહપણું ને અનારંભપણું અંગીકાર કર્યું હતું. આમ બન્ને ગ્રંથને છોડ્યા તે તેમની પરમ કરુણા છે. નિમિત્તરૂપ દ્રવ્યગ્રંથ એટલે વસ્ત્ર, પાત્ર આદિ અને ભાવગ્રંથ એટલે રાગાદિ. તે બન્ને છોડવા એ પરમ કરુણા છે. આમાં કોના ઉપર કરુણા કરી? પોતાના ઉપર. જુઓ તો ખરા ! આ પોતાની પૂર્ણ કરુણા !
‘કરુણા હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી;
પલમે પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુ ચર્ન સુપ્રેમ બસે'... (શ્રીમદ્ રાજચંદ્ર)
પહેલાં પણ પોતાની ઉપર કરુણા તો હતી જ એટલે કે દૃષ્ટિ ને જ્ઞાન તો સમ્યક્ થયા હતા જ, પરંતુ હવે પોતાની ઉપર પરમ કરુણા થઈ એટલે કે ગૃહસ્થાશ્રમનો રાગ હતો તેને પણ છોડી દીધો. લ્યો, આનું નામ મુનિપણું છે એમ કહે છે. અજ્ઞાની વસ્ત્ર સહિત નિગ્રંથ મુનિપણું માને છે, પણ ભગવાન! વસ્તુના સ્વરૂપમાં આ (ઊંધી માન્યતા)
ન ચાલે.
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહા અવિકાર, અકષાય, વીતરાગ સ્વભાવી અને મહા અનારંભી પ્રભુ આત્મા અંદર પડ્યો છે. તેનો આશ્રય લેતાં જેટલું અનારંભીપણું પ્રગટે તેટલી અહિંસા છે અને જેટલો રાગ બાકી રહે તેટલી હિંસા છે. ભગવાન ! આપે તો બાહ્યગ્રંથ એવા વસ્ત્ર, પાત્ર આદિ અને અત્યંતરગ્રંથ એવા રાગાદિ–બન્નેને છોડ્યા. આ આપની નિજ આત્મા ઉપર બહુ-પરમ કરુણા છે. કહો, આ પરમ કરુણા છે. લ્યો, ભગવાનને આત્માની દયા પ્રગટી એમ કહે છે. ભગવાનને સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ દયા તો પ્રગટી હતી જ, હવે રાગના ત્યાગરૂપ પણ (ચારિત્ર અપેક્ષાએ પણ) આત્માની કરુણા-દયા પ્રગટી એમ કહે છે. જેમને નિમિત્ત-ગ્રંથમાં (બાહ્યગ્રંથમાં) વસ્ત્રનો ધાગો પણ ન રહે અને અંદરમાં (અંતરંગ ગ્રંથમાં) રાગનો કણ પણ ન રહે તે પરમ નિગ્રંથ છે અને તેમને અહીંયા પરમ કરુણાવંત કહેવામાં આવે છે. આ વસ્તુ તો જુઓ!
અહા ! પરમ બ્રહ્મ એવો ભગવાન આત્મા ત્રિકાળ અહિંસાસ્વરૂપ જ છે. આ પરમ બ્રહ્મ ભગવાન આત્માનું હોવાપણું જે દષ્ટિએ અને જ્ઞાને સ્વીકાર્યું તે અહિંસાદષ્ટિ ને અહિંસાજ્ઞાન છે. તેમ જ તેનો જેટલો આશ્રય (ચારિત્રમાં) સ્વીકાય તેટલો (ચારિત્રનો) અહિંસાભાવ પણ છે. પરંતુ તે વખતે જેટલો પરદ્રવ્યના આશ્રયનો રાગ બાકી રહ્યો તેટલો ત્યાં આરંભ અને હિંસા છે. પ્રભુ આપે તો રાગ અને રાગના નિમિત્તો એવા વસ્ત્ર, પાત્રાદિબન્ને ગ્રંથને છોડ્યા. અહો! આપને આપની ઉપર મોટી કરુણા છે. લ્યો, કરુણા આવી હોય છે ! આ સિવાય પરની દયા તો કોણ પાળી શકે છે. કેમ કે અન્ય જીવ તો) તેના આયુષ્ય પ્રમાણે જીવે છે અને આયુષ્ય ન હોય તો મરણ પામે છે. તેમાં આ જીવનો (કાંઈ) અધિકાર છે નહીં. અર્થાત્ પરને બચાવવાનો પણ અધિકાર નથી અને મારવાનોય અધિકાર તેને નથી. ફક્ત પરને મારવાનો ભાવ અને ન મારવાનો ભાવ તેને આવે છે. પરંતુ એવા તે બન્નેય ભાવ રાગ છે અને રાગ તે આરંભ છે. લ્યો, પરની દયા પાળવાનો ભાવ એવો રાગ પણ આરંભ છે એમ કહે છે. અજ્ઞાની કહે છે કે બાહ્યનો આરંભ છોડવો તે દયા કહેવાય. જ્યારે ભગવાન કહે છે કે તેનું નામ હિંસા છે, દયા નહીં. ભાઈ! તને ખબર નથી. દયા તો તેને કહીએ કે આત્મા નિજ સ્વરૂપમાં લીન થઈને નિશ્ચય અનારંભપણે પરિણમે. આત્મા રાગ વિનાના વીતરાગભાવપણે પરિણમે તેને દયા અને અહિંસા કહીએ.
કેટલાક કહે છે કે, પણ આ તો એકલી નિશ્ચયની જ વાતો છે?
પણ ભાઈ! નિશ્ચયની સાથે વ્યવહાર હોય છે એ વાત શું નથી આવતી? (આવે છે), કેમ કે જે પૂર્ણ નથી થયો તેની તો અહીંયા વાત છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકમાં
Page #27
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૫૬]
[૧૫
એક પત્રમાં આવે છે કે પ્રદેશમાં નિગ્રંથપણે રહેતાં કોટી કોટી વિચાર આવે છે. તો, તે નિગ્રંથપણું એટલે રાગ રહિત દષ્ટિનું નિર્ચથપણું. રાગના પક્કડ વિનાનું જે સ્વભાવના પકડવાળું નિગ્રંથપણું છે તે, પણ છઠ્ઠા ગુણસ્થાનનું નિગ્રંથપણું નહીં. જ્યારે આ નિગ્રંથપણું તો ગૃહસ્થાશ્રમના રાગના અભાવવાળું છે. (અહીંયા જે નિગ્રંથપણાની વાત છે તે છઠ્ઠા ગુણસ્થાનની છે)
અહીં કહે છે કે વસ્ત્ર આદિનો વેશ છે તે વિકૃત વેશ છે, પણ મુનિનો વેશ નથી. હે ભગવાન! આપ તે વિકૃત વેશ અને ઉપાધિમાં – બાહ્ય પરિગ્રહમાં – લીન ન થયા, પણ ભગવાન આત્મામાં લીન થવા આપે નિગ્રંથપણું પ્રગટ કર્યું અને તેને પરમાર્થ અહિંસાવ્રત કહે છે. તથા તે ભૂમિકામાં રાગની મંદતારૂપ સાવધના ત્યાગનો પ્રયત્ન વર્તે છે તેને વ્યવહાર અહિંસાવ્રત કહે છે. લ્યો, આ નિશ્ચય અને વ્યવહાર અહિંસાનું સ્વરૂપ છે.
છે
શ્લોક - ૭૬ ઉપરનું પ્રવચન છે
આ નિયમસારનો વ્યવહારચારિત્ર અધિકાર છે. તેમાં પહેલી (૫૬ મી) ગાથાનો આ કળશ છે. પહેલાં (૧૬ મી ગાથામાં) અહિંસાવ્રતની વ્યાખ્યા થઈ છે તેનો આ કળશ
છે.
કેવો છે જૈનધર્મ-વીતરાગધર્મ? કે,
ત્રસઘાતના પરિણામરૂપ અંધકારના નાશનો જે હેતુ છે’
ત્રસઘાતના પરિણામરૂપ જે અશુભભાવ છે તે અજ્ઞાન અંધકાર છે, કેમ કે તેમાં જ્ઞાનસ્વભાવનો અભાવ છે. આવા જે ત્રસઘાતના પરિણામ છે – આવો જે અજ્ઞાનરૂપી ધ્ધાંત અંધકાર છે – તેના નાશનો હેતુ જૈનધર્મ છે. એટલે કે જૈનધર્મ અશુભ પરિણામના નાશનું કારણ છે. અશુભ પરિણામમાં પણ ત્રસઘાતના પરિણામ અહીંયા લીધા છે, કેમ કે આ અહિંસાવ્રતનો અધિકાર છે ને?
સકળ લોકના જીવસમૂહને જે સુખપ્રદ છે.”
જૈનધર્મ આખી દુનિયાના-જગતના-લોકના-જીવસમૂહને અર્થાત્ બધા જીવોને સુખપ્રદ છે, સુખ અને શાંતિનો દેનાર છે. લ્યો, વીતરાગભાવ શાંતિ અને સુખનો આપનાર છે એમ કહે છે. અને તેને જ જૈનધર્મ કહીએ.
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
“સ્થાવર એકેંદ્રિય જીવોના વિવિધ વધથી જે બહુ દૂર છે.'
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એવા જે સ્થાવર એકેંદ્રિય જીવો છે તેના વિવિધ વધથી મતલબ કે તેમને અનેક પ્રકારે હણવાથી જૈનધર્મ બહુ દૂર છે. જૈનધર્મ એટલે કે વીતરાગભાવ એકેંદ્રિય જીવોના વધના પરિણામથી તો અતિ દૂર છે. જુઓ, વધના પરિણામથી જૈનધર્મ અતિ-બહુ દૂર છે એમ કહ્યું છે ને? અર્થાત્ ત્રણ-સ્થાવરના વધના પરિણામ અશુભ છે તેનાથી શુભભાવ દૂર છે અને શુભભાવથી શુદ્ધભાવ દૂર છે. માટે અશુભભાવ તો જૈનધર્મ નથી, પરંતુ શુભભાવ પણ જૈનધર્મ નથી.
અને સુંદર સુખસાગરનું જે પૂર છે.”
પોતાનો ત્રિકાળી સ્વભાવ જિનસ્વરૂપ છે તેના આશ્રયે પ્રગટ થયેલો વીતરાગભાવ– કે જે જૈનધર્મ છે તે – વારૂશર્માધ્ધિપૂર: સુંદર સુખસાગરનું પૂર છે. જુઓ! પરમ આનંદનો પ્રવાહ પરિણામમાં વહે તે જૈનધર્મ છે એમ કહે છે. અહા ! ધર્મ સુંદર સુખસાગરનું પૂર છે. જૈનધર્મ એટલે વર્તમાન નિર્મળ પરિણતિ અને તેની વાત છે હો. (બીજી રીતે કહીએ તો) ત્રિકાળી જીવ તો સુખસાગરનું પૂર છે જ અર્થાત્ જીવનું પરમ
સ્વરૂપ તો પરમ આનંદમય છે જ, પરંતુ આ તો જૈનધર્મ એટલે કે વર્તમાન વીતરાગી પરિણામ પણ પરમ સુંદર સુખસાગરનું પૂર છે એમ કહે છે. જેમાં શાંતિ અને સુખ વહે છે, જે શાંતિ અને સુખનું પરિણમન છે તે જૈનધર્મ છે, પણ શુભાશુભરાગનું પરિણમન જૈનધર્મ નથી.
‘સમયસારની ૧૫ મી ગાથામાં શુદ્ધપર્યાયને જૈનશાસન કહ્યું છે ને? કેમ કે જૈનધર્મ પર્યાયમાં છે ને? અબદ્ધસ્કૃષ્ટ એવા આત્માને જેણે અંતરમાં જાયો તેને પર્યાયમાં વીતરાગતા ને આનંદ વહે છે અને તેને જૈનશાસન-જૈનધર્મ કહે છે. લ્યો, આ જૈનધર્મની વ્યાખ્યા! ત્રણ-સ્થાવરને ન મારવા, તેની દયા પાળવી તે જૈનધર્મ – એમ તેની વ્યાખ્યા નથી. કેમ કે એકેંદ્રિયને હણવાના અશુભભાવ છે તેનાથી જૈનધર્મ બહુ દૂર છે અને તેને નહીં હણવાના શુભપરિણામ છે તેનાથી પણ તે દૂર છે. અહા ! વ્રતના પરિણામથી પણ જૈનધર્મ દૂર છે એમ કહે છે. લ્યો, આ જૈનધર્મ
‘મૂળ મારગ સાંભળો જિનનો રે...” – એમ (“શ્રીમદ્ રાજચંદ્રમાં) આવે છે ને? તો, આ શુદ્ધતા તે જિનમાર્ગ છે. જિનસ્વરૂપી ભગવાન આત્માને જે પરિણામ વડે અવલંબ્યો તે પરિણામ વીતરાગી છે અને તે જૈનધર્મ છે અર્થાત્ જૈનધર્મ ધર્મના
Page #29
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૫૬]
[૧૭
પરિણામમાં હોય છે. બહુ ઝીણું છે! અહા! ધર્મી જીવે (-સાધકે) ધર્મી એવા ત્રિકાળી આત્માના આશ્રયે જે પરિણામ પ્રગટ કર્યા તે પરિણામ જૈનધર્મ છે. એટલે કે શાંતરસે પરિણમવું – અકષાયભાવરૂપે થવું - તે જૈનધર્મ છે એમ અહીં કહે છે. કેમ કે અહીં પ્રગટરૂપ જૈનધર્મની વાત છે, પણ ત્રિકાળી (શક્તિરૂપ) જૈનધર્મની વાત નથી.
પ્રશ્ન:- આ તો એકાંત થઈ જાય છે? સમાધાન:- ભાઈ! સમ્યફ એકાંત જ આ છે.
સ ગતિ વિનધર્મ: તે જિનધર્મ જયવંત વર્તે છે.”
જુઓ, જૈનધર્મ' નહીં, પણ 'જિનધર્મ' એમ કહ્યું છે. અને તે ‘નયતિ - જયવંત વર્તે છે' એમ કહીને મુનિરાજ પોતાના પરિણામની વાત કરે છે કે તે જિનધર્મનો ભાવ અમારા પરિણામમાં જયવંત વર્તે છે. તે જિનધર્મ ક્યાંક બીજે રહે છે એમ નહીં, પરંતુ જે સર્વ જીવસમૂહને સુખદાતા છે, ત્રસ ને સ્થાવરના વધના પરિણામથી અતિ દૂર છે અને જે સુખસાગરનું પૂર છે એવો જિનધર્મ, મુનિરાજ કહે છે કે, અમારા પરિણામમાં જયવંત વર્તે છે હો. પૂર્ણ જિનસ્વરૂપ ભગવાન આત્માને અવલંબીને – તેનો આશ્રય લઈને – તેની સન્મુખ થઈને – જે પરિણામ થયા તે પરિણામ અમને વર્તમાન વર્તે છે અને તેથી અમારા પરિણામમાં જિનધર્મ જયવંત વર્તે છે. ત્રસ ને સ્થાવરના વધના પરિણામથી અતિ દૂર એવા અમારા પરિણામ વીતરાગભાવરૂપે વર્તે છે. તે કારણે જૈનશાસન અમારી પાસે છે, જિનધર્મ અમારા પરિણામમાં વર્તે છે એમ મુનિરાજ કહે છે. તે ઉપરાંત એમ પણ કહે છે કે તેની અમને ખબર છે. તેથી તો કહે છે ને ? કે જિનધર્મ જયવંત વર્તે છે. આવો ભારે ધર્મ છે!
અહા! ભગવાને કહ્યું અને મેં માત્ર સાંભળ્યું કે આવો જૈનધર્મ હોય એમ અહીં નથી કહ્યું. પરંતુ અહીં તો એમ કહે છે કે જૈનધર્મ અમારા પરિણામમાં વર્તમાન વર્તે છે અને તેથી તે જયવંત છે, જીવતો-જીવંત છે. અહા! મુનિરાજને ધર્મનો મીણો (જેશ) ચડી ગયો છે. તેઓ કહે છે કે અમને ત્રિકાળી વીતરાગસ્વભાવમાંથી પ્રવાહરૂપે જે વીતરાગી પરિણતિ ઉભી થઈ છે તે જૈનધર્મ છે. લ્યો, આવો જૈનધર્મ છે. અને આવાઆવા અનંતા પરિણામનો પીંડ જે જિનસ્વરૂપ છે તે જીવનું સ્વરૂપ છે. (બીજી રીતે કહીએ તો) જૈનધર્મ જે પરિણામમાં વર્તે છે તેવા અનંત-અનંત-અનંત પરિણામ આત્મામાં છે. આવો વીતરાગસ્વરૂપ ત્રિકાળી આત્મા છે તેના આશ્રયે વીતરાગ ધર્મ પ્રગટ્યો છે અને વર્તે છે એમ કહે છે. લ્યો, મને જૈનધર્મ છે કે નહીં તેની પોતાને ખબર
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પડે છે અર્થાત્ ધર્મ એક વીતરાગ પર્યાય છે અને તે વીતરાગ પર્યાય પોતાને વર્તે છે એવી પોતાને ખબર પડે છે એમ કહે છે. આ હરખ જમણ છે! જેમ લગ્ન પછી હોશનું જમણ કરે તે હરખ જમણ કહેવાય તેમ આ જૈનધર્મ આત્માના આનંદની હોંશનું ભોજન છે એમ કહે છે. જુઓ તો ખરા જૈનધર્મની વ્યાખ્યા !
જૈનધર્મ ક્યાં રહેતો હશે? મંદિરમાં કે પુસ્તકમાં?
જૈનધર્મ જ્યાંથી પ્રગટે છે ત્યાં રહે છે. ત્રિકાળી ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ વીતરાગતા, પૂર્ણ શાંત-શાંત-શાંતરસ સ્વરૂપ છે. ત્યાંથી પ્રગટતો શાંતરસમય એવો અકષાયભાવ (-જૈનધર્મ) આત્મામાં રહે છે અને જયવંત વર્તે છે. આમ કહીને ધન્ય રે મુનિ ધન્ય! કે જેને જૈનધર્મ જયવંત વર્તે છે અને તેણે જીવન જીવી જાણ્યું એમ કહે છે. આપણે સ્તવનમાં પણ આવે છે ને? કે ‘જીવી જાણ્યું નેમનાથે જીવન'. (સ્તવનાવલી) તેમ અહીં કહે છે કે ‘જીવી જાણ્યું મુનિએ જીવન જૈનધર્મના પરિણામથી.' આવો ભારે જૈનધર્મ છે.
-
અહા ! જૈનધર્મ કોઈ સંપ્રદાય કે વાડો નથી, પણ એ તો વસ્તુનું સ્વરૂપ છે. જિનવીતરાગ પરમાત્મસ્વરૂપ આત્માના આશ્રયે વીતરાગતા પ્રગટ થાય તે જૈનધર્મ છે અને તે તો વસ્તુની સ્થિતિ છે. માટે જૈનધર્મ કોઈ પક્ષ કે વાડો નથી. અહીં મુનિરાજે એમ કહ્યું કે જૈનધર્મ (મારી પર્યાયમાં) જયવંત વર્તે છે. તે ક્યાંય બીજે વર્તે છે એમ નથી. મારો ભગવાન આત્મા પ્રસન્ન થઈને મારી પર્યાયમાં આવ્યો છે, મારો ભગવાન આત્મા કૃપા કરીને વીતરાગરૂપ થઈને પરિણામમાં આવ્યો છે, તેથી તે જયવંત વર્તે છે અર્થાત્ મને અનુભવમાં આવે છે. પ્રત્યક્ષ આનંદ ને વીતરાગભાવના વેદનમાં હું છું અને તે જૈનધર્મ છે એમ મુનિરાજ કહે છે.
આવો વીતરાગધર્મ છે તો પછી આ બધું -
―
મંદિર બનાવવા વગેરે શા માટે?
ભાઈ! એ બધું તો તે કાળે થવાનું હોય તો તેને લઈને થાય. (હા), તે કાળે જીવને શુભભાવ હોય તો તેને નિમિત્ત કહેવામાં આવે છે. છતાં તે શુભભાવ જૈનધર્મ નથી અને છતાં પણ તે આવે છે. આ વાત ભારે છે! ગજબ છે!
અહો! ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્માના સમીપમાં ગણધરો અને સંતો નિજ અંતરના પરિણામમાં વર્તતા હોય છે. આવા તે નિત્યાનંદના અનુભવીને અહીં જૈનધર્મી કહે છે તથા તે (નિજ અંતરના) પરિણામને જૈનધર્મ કહેવાય છે. પણ છકાયની – એકેંદ્રિય
Page #31
--------------------------------------------------------------------------
________________
ગાથા – પ૬]
[૧૯
ને ત્રસની – દયા પાળવી તે જૈનધર્મ છે એમ નથી. કેમ કે જિનધર્મ તે પરિણામથી દૂર છે. છકાયને હણવાના પરિણામથી તેમ જ તેની દયાના પરિણામથી પણ જૈનધર્મ દૂર છે. લ્યો, આવો જ તેનો સહજ સ્વભાવ છે અને આમ જે સ્વીકારે છે તેણે જૈનધર્મ સાંભળ્યો એમ કહીએ, નહીંતર તેણે જૈનધર્મ સાંભળ્યો નથી.
જુઓને ! આ વ્યવહારચારિત્રનો અધિકાર ચાલે છે છતાં તેમાં એમ કહે છે કે અમે વ્યવહારમાં વર્તતા નથી, અમે તો વીતરાગતામાં – નિશ્ચયમાં વર્તીએ છીએ. (હા), વ્યવહારનું જ્ઞાન કરાવ્યું કે સાવધના ત્યાગના પરિણામ હોય તેને અહિંસાવ્રત કહેવાય. છતાં પણ કહે છે કે તેમાં અમે વર્તતા નથી, અમે તો અમારા સ્વભાવમાં વર્તીએ છીએ. અને તેમાં વર્તતા-વર્તતા જે વ્યવહાર હોય તેનું જ્ઞાન થાય છે. અહા ! આવો વીતરાગમાર્ગ જયવંત વર્તે છે. ધન્ય મારગ! જેમ આત્મતત્ત્વ ત્રિકાળ જયવંત છે તેમ આ (વીતરાગ) પરિણામ પણ જયવંત વર્તે છે એમ કહે છે.
- એ રીતે વ્યવહારચારિત્ર અધિકારની પહેલી ગાથા – ૨૬ મી ગાથા - પૂરી થઈ તથા તેનો આ (૭૬ મો) કલશ પણ પૂરો થયો. એકલું માખણ છે!
ગાથા - ૫૬ / શ્લોક - ૭૬
પ્રવચન નં. NST / ૫૧
પર
તારીખ ૨૧-૬-૭ર ૨૨-૬-૭ર
Page #32
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૫૭ ]
रागेण व दोसेण व मोहेण व मोसभासपरिणामं । जो पजहदि साहु सया बिदियवदं होइ तस्सेव ॥५७॥ रागेण वा द्वेषेण वा मोहेन वा मृषाभाषापरिणामं ।
यः प्रजहाति साधुः सदा द्वितीयव्रतं भवति तस्यैव ॥५७।। વિષ-રાગ-વિમોહજનિત અષા તણા પરિણામને
જે છોડતા મુનિરાજ, તેને સર્વદા વ્રત દ્વિતીય છે. પ૭. અન્વયાર્થ :- (ાળ વા) રાગથી, ( વી) દ્વેષથી (મોહેન વી) અથવા મોહથી થતા (મૃNTHS પરિણામ) મૃષા ભાષાના પરિણામને (યઃ સાધુ:) જે સાધુ પ્રગતિ) છોડે છે, (તસ્ય જીવ) તેને જ (સવા) સદા (દ્વિતીયવ્રત) બીજું વ્રત (મતિ) છે. ટીકા:- આ, સત્યવ્રતના સ્વરૂપનું કથન છે.
અહીં (એમ કહ્યું છે કે), સત્યનો પ્રતિપક્ષ (અર્થાત્ સત્યથી વિરુદ્ધ પરિણામ) તે મૃષાપરિણામ છે; તે (અસત્ય બોલવાના પરિણામ) રાગથી, દ્વેષથી અથવા મોહથી થાય છે; જે સાધુ-આસન્નભવ્ય જીવ-તે પરિણામને પરિત્યજે છે (-સમસ્ત પ્રકારે છોડે છે), તેને બીજું વ્રત હોય છે. [ હવે ૫૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે : ]
(ાતિની) वक्ति व्यक्तं सत्यमुच्चैर्जनो यः स्वर्गस्त्रीणां भूरिभोगैकभाक् स्यात् । अस्मिन् पूज्यः सर्वदा सर्वसद्भिः सत्यात्सत्यं चान्यदस्ति व्रतं किम् ॥७७॥
Page #33
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૫૭].
(ર?
(શ્લોકાર્થ:-) જે પુરુષ અતિ સ્પષ્ટપણે સત્ય બોલે છે, તે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો એક ભાગી થાય છે (અર્થાત્ તે પરલોકમાં અનન્યપણે દેવાંગનાઓના બહુ ભોગોને પામે છે) અને આ લોકમાં સર્વદા સર્વ સપુરુષોનો પૂજ્ય બને છે. ખરેખર સત્યથી શું બીજું કોઈ (ચડિયાતું) વ્રત છે ? ૭૭.
ગાથા - પ૭ ઉપરનું પ્રવચન કર્યું હવે સત્યવ્રતની ગાથા:
આ, સત્યવ્રતના સ્વરૂપનું કથન છે.
અહીં (એમ કહ્યું છે કે), સત્યનો પ્રતિપક્ષ (અર્થાત્ સત્યથી વિરુદ્ધ પરિણામ) તે મૃષા પરિણામ છે; તે (અસત્ય બોલવાના પરિણામ) રાગથી, દ્વેષથી અથવા મોહથી થાય છે, જે સાધુ આસન્નભવ્ય જીવ – તે પરિણામને પરિત્યજે છે (-સમસ્ત પ્રકારે છોડે છે), તેને બીજું વ્રત હોય છે.'
અહીં અસત્ય ભાષા બોલવાની વાત નથી, પરંતુ અસત્ય બોલવાના પરિણામની વાત છે હોં. તે અસત્ય બોલવાના પરિણામ કાં રાગથી, કાં દ્વેષથી અને કાં મિથ્યાભ્રમથીમોહથી થાય છે. જેનો મોક્ષ નિકટ છે – પૂર્ણ પર્યાયરૂપ મોક્ષનું પરિણમન જેને નિકટ છે—એવો આસન્નભવ્ય જીવ જૂઠું બોલવાના) પરિણામને છોડે છે. જુઓ, તે જીવ ભવ્ય તો છે, (તે ઉપરાંત) આસન્નભવ્ય છે એમ કહે છે. ભવ્ય જીવ મોક્ષ પામવાને લાયક તો છે, પરંતુ એ તો પુરુષાર્થ કરશે ત્યારે મોક્ષ પામશે. જ્યારે આ (સત્યવ્રતવાળો) જીવ તો આસન્નભવ્ય છે - મોક્ષ પામવાની તૈયારીવાળો છે – મોક્ષની બહુ નજીક છે - એમ કહે છે. જુઓ! આ, ભગવાન સર્વજ્ઞનું કહેલું સત્યવ્રતનું સ્વરૂપ!
અહા! કહે છે કે રાગ, દ્વેષ અને મોહથી થતાં (અસત્ય બોલવાના) અશુભ પરિણામને, જેનો મોક્ષ નામ સિદ્ધપદ હવે નિકટ છે એવો આસન્નભવ્ય જીવ, પોતામાં વીતરાગ પરિણામે વર્તતો થકો છોડે છે. એટલે કે એવો (-સત્ય બોલવાનો) વિકલ્પ તેને હોય છે. બીજી રીતે કહીએ તો) મૃષાભાષા બોલવાના પરિણામને છોડવારૂપ પરિણામ તેને હોય છે અને તેને વ્યવહાર સત્યવ્રત કહેવામાં આવે છે. આવું બીજું વ્રત તેને હોય છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
જેને અંતરમાં પૂર્ણ વીતરાગસ્વભાવનો ભેટો થયો છે, જેના પરિણામને પૂર્ણ જિનસ્વભાવનો ભેટો થયો છે, જેને પરમ સત્યસ્વરૂપ ત્રિકાળી આત્માનો પરિણામમાં ભેટો થયો છે તેના તે પરિણામ વીતરાગી પરિણામ છે અને તે નિશ્ચય ધર્મ છે. તે (ચારિત્રની) ભૂમિકામાં રાગ, દ્વેષ અને મોહથી થતાં જૂઠું બોલવાના પરિણામનો ત્યાગ હોય છે એટલે કે (સત્ય બોલવાનો) શુભવિકલ્પ હોય છે અને તે શુભવિકલ્પને વ્યવહાર સત્યવ્રત કહેવામાં આવે છે.
| શ્લોક - ૭૭ ઉપરનું પ્રવચન જે પુરુષ અતિ સ્પષ્ટપણે સત્ય બોલે છે, તે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો એક ભાગી થાય છે (અર્થાત તે પરલોકમાં અનન્યપણે દેવાંગનાઓના બહુ ભોગોને પામે છે) .”
જે પુરૂષ અતિ સ્પષ્ટપણે સત્ય બોલે છે એટલે કે જેને સત્ય બોલવાનો ભાવ છે તે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો એક ભાગી થાય છે. જુઓ, આમ કહીને ખુલાસો કર્યો કે સત્યવ્રતનો જે (શુભ) ભાવ છે એ તો સંયોગ આપનાર છે. તે શુભભાવ છે ને? માટે તેના ફળ તરીકે તો દેવાંગનાઓ આદિનો સંયોગ મળે એવો એ ભાવ છે એમ કહે છે. લ્યો, અહીં ખુલાસો કર્યો છે કે વ્રત તે શુભભાવ છે અને તે શુભભાવથી શુદ્ધતા થાય એમ છે નહીં.
પ્રશ્ન:- ‘શુભભાવથી શુદ્ધતા થાય’ એમ પછી તો કહેશે?
સમાધાન - એ વાત તો પરંપરાએ' કહેશે. કેમ કે વ્યવહારમાં પરંપરાએ કહેવાની રીત છે ને? અહીં કહે છે કે જે અતિ સ્પષ્ટપણે સત્ય બોલે છે - જેવું સત્ સ્વરૂપ છે તેવું જ કહે છે - તે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો ભાગી થાય છે. જુઓ, અહીંયા ‘ સ્ત્રીનાં ' એમ કહ્યું છે. પરંતુ તે (સત્યવ્રતવાળો) સ્વર્ગમાંથી મનુષ્યપણામાં આવશે એમ નથી કહ્યું. કેમ કે તે અહીંથી (-મનુષ્યપણામાંથી) સ્વર્ગમાં જાય છે ને? એટલે સ્વર્ગની સ્ત્રીઓની વાત કરી છે. અર્થાત્ તેને સ્વર્ગનો સંયોગ મળશે અને તે
Page #35
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૫૭]
ઇંદ્રાણીના ભોગોમાં કષાયના અંગારાથી સળગશે એમ કહે છે. સત્યવ્રતવાળો શુભભાવના ફળ તરીકે ઇંદ્રાણી-દેવીઓના ભોગને પામશે એટલે કે તેના તરફનો અશુભ ભાવ થશે અને તે ભાવ કષાયભાવ છે. (માટે કષાયના અંગારાથી સળગશે.) ‘સમયસાર’ની ૭૪ મી ગાથામાં આવ્યું નથી? કે આસવો દુઃખરૂપ છે અને દુ:ખફળ છે - આસવનું ફળ દુ:ખ છે. જે આસવપરિણામ છે તેનાથી પુદ્ગલ કર્મ બંધાય છે, તે પુદ્ગલ કર્મથી સંયોગ મળે છે અને તેની ઉપર લક્ષ જતાં રાગ ઉત્પન્ન થાય છે. (માટે આસવ દુ:ખફળ છે.) જો કે અહીંયા તો શુભભાવથી દેવાંગનાઓના ભોગની પ્રાપ્તિ થશે એમ વાત કરી છે. કેમ કે (ટીકાકાર પદ્મપ્રભમલધારીદેવ પોતે) મુનિ છે એટલે સ્વર્ગમાં જ જશે. અહીં કહ્યું કે સત્ય બોલવાના શુભભાવથી પુણ્ય બંધાય છે. તેથી અનુકૂળ સંયોગને આપનાર એવો જે પુણ્યબંધ છે તેનું તે નિમિત્ત છે અને તે શુભભાવનું ફળ દુ:ખ છે.
પ્રશ્ન:- અહીંયા (શ્લોકમાં) તો સત્યના (-શુભભાવના) વખાણ કર્યા છે કે તેનાથી ચડિયાતું બીજું કોણ છે?
[૨૩
સમાધાન:- એ તો અન્ય વ્રતની અપેક્ષાએ સત્યથી ચડિયાતું બીજું કોણ છે એમ કહે છે. ઈંદોરના કાચના મંદિરમાં એમ લખ્યું છે કે,
‘ચક્રવર્તીકી સંપદા, ઇંદ્ર સરીખા ભોગ; કાગવીટ સમ માનત હૈ, સમ્યગ્દષ્ટિ લોગ.'
માણસની વિષ્ટા તો હજુ ખાતરમાં પણ કામ આવે અને ભૂંડ પણ ખાય. જ્યારે કાગડાની વિષ્ટા ખાતરમાં પણ કામ ન આવે. તો, ધર્મી જીવ જે સંયોગ મળે તે બધાને ‘કાગવીટ સમ માનત હૈ' – જાણે કાગડાની વિષ્ટા મળી હોય એમ માને છે. જુઓ, અહીંયા (વ્રતના ફળમાં) સ્વર્ગની સ્ત્રીઓ મળે છે એમ કહે છે, તોપણ જ્ઞાની તેને એમ માને છે કે જાણે કાગડાની વિષ્ટા મળી. મારો આનંદ તો મારી પાસે છે અને જેના તરફ જતાં, તે આનંદથી દૂર જવાય તે દુ:ખ છે એમ તે માને છે.
અહા! અહીં તો શુભભાવનું ફળ બતાવવું છે. એટલે એમ કહ્યું કે શુભભાવવાળો સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો એક ભાગી થાય છે. નહીંતર ખરેખર તો શુભભાવ દુઃખરૂપ જ છે. શુભભાવ વર્તમાન દુઃખરૂપ છે અને ભવિષ્યમાં પણ તેનું ફળ દુઃખ છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કેમ કે તે સંયોગ આપે છે. શુભભાવ ગમે તે સંયોગ આપે, પણ આપે તો સંયોગ જ. જોકે અહીંયા સ્ત્રીનો સંયોગ કહ્યો છે, પરંતુ વીતરાગની વાણી આદિનો સંયોગ આપે તોપણ તે દુ:ખફળ છે. કેમ? કેમ કે તે સંયોગ ઉપર લક્ષ જશે તો રાગ જ થશે. અરે! શુભરાગ થાય તો પણ તે દુઃખ છે. આવી વીતરાગી વાણી છે!
અહા! આ શુભભાવના ફળમાં દુઃખ છે. તેનાથી વર્તમાનમાં પણ દુઃખ છે અને પછી પણ દુઃખ થશે. પરંતુ અહીં તો શુભભાવનું ફળ સંયોગ મળે તે છે એમ ફક્ત બતાવવું છે. એટલે તે અપેક્ષાએ વાત કરી છે. બાકી તો શુભભાવથી દેવાંગનાઓનો સંયોગ મળશે તેના ઉપર લક્ષ જશે તો અશુભ રાગ થશે કે જે દુ:ખ છે. અરે! શુભભાવના ફળમાં પુણ્યોદયરૂપે ભગવાનની વાણી મળે, સમવસરણ મળે અને ભગવાન મળે એમ વાત લ્યો તો પણ તેના ઉપર લક્ષ જશે તો શુભરાગ થશે અને તે શુભરાગ દુઃખ છે. બરાબર છે? કે શુભરાગ દુ:ખરૂપ છે અને દુ:ખફળ છે? (હા.) અરે! આવો વીતરાગભાવ સાંભળવા મળે અને પછી તેની રુચિ થાય તે અલૌકિક વાત છે. બાપા! આ કાંઈ વાત કે વાર્તા નથી.
“અને આ લોકમાં સર્વદા સર્વ પુરુષોનો પૂજ્ય બને છે.”
સર્વદા = બધા કાળમાં અને સર્વ બધા. આ લોકમાં પણ બધા ધર્માત્મા-જ્ઞાની પુરુષો તેનો આદર કરે છે, તેને બહુમાન આપે છે અર્થાત્ સપુરુષોનો તે પૂજ્ય બને
“ખરેખર સત્યથી શું બીજું કોઈ (ચડિયાતું) વ્રત છે ?”
અહીંયા વીતરાગભાવની વાત નથી કે સત્યવ્રત તેનાથી ચડિયાતું છે. પણ (અન્ય વ્યવહાર) વ્રતની અપેક્ષાએ વાત છે કે અહિંસા, સત્ય, અચૌર્ય વગેરે વ્રતમાં સત્યવ્રતથી ચડિયાતું બીજું કયું છે? આગળ ૭૮ મા કલશમાં લેશે કે ‘વ્રત ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ છે. પરંતુ એ તો વ્યવહારથી એવા જ કથન આવે ને? આવી વાત આવે ત્યાં અજ્ઞાની કહે કે હાશ! - એમ તેને થઈ જાય.
અહીં કહે છે કે જ્યાં વીતરાગ પરિણામ વર્તતા હોય – શુદ્ધપરિણતિ વર્તતી હોય - તે ભૂમિકામાં જે વ્રતના પરિણામ-ભાવ હોય તેને વ્યવહાર વ્રત કહેવામાં આવે છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
ગાથા – પ૭]
[૨૫
પરંતુ જ્યાં દ્રવ્યસ્વભાવનું ભાન અને વીતરાગી નિર્મળ પરિણતિ જ નથી ત્યાં શુભરાગને વ્યવહાર કહેવામાં આવતો નથી. કેમ કે શુભરાગને-વ્યવહારને જાણનાર જાગ્યો નથી તો શુભરાગને વ્યવહાર કહેવો ક્યાંથી? “શુદ્ધ છું અને આ રાગ ભિન્ન છે' એમ ભિન્નતા જાણનાર જાગ્યો નથી અર્થાત્ રાગથી ભિન્ન રહેલી વસ્તુને જાણનાર જે રાગથી ભિન્ન પડેલો ભાવ છે તે જ્યાં જાગ્યો ન હોય ત્યાં વ્યવહાર કહેવો કયાંથી? પણ અહીં તો જાગેલાની વાત છે. પૂર્ણાનંદ પૂર્ણસ્વરૂપ પ્રભુ ચૈતન્ય ભગવાન આત્માને જેની દષ્ટિએ અને જ્ઞાનપર્યાયે કબજે કરી લીધો છે તેને અર્થાત્ નિર્વિકલ્પ નિર્દોષ વીતરાગ પર્યાય-દશા
જ્યાં વર્તે છે તેવી ભૂમિકામાં જે વ્રતના ભાવ હોય તેને વ્યવહાર વ્રત કહેવામાં આવે છે. માટે એકલા વ્રતની (-શુભભાવની) આ વાત નથી. અહા! આ ઝીણું છે.
પ્રવચન નં. NST / પર
તારીખ ૨૨-૬-૭ર
ગાથા - ૫૭ / શ્લોક - ૭૭
Page #38
--------------------------------------------------------------------------
________________
આ ગાથા - ૫૮ છે ?
गामे वा णयरे वाऽरण्णे वा पेच्छिऊण परमत्थं । નો મુથતિ જમાવં તિવિયવર્દ હરિ તણેવ બટા ग्रामे वा नगरे वाऽरण्ये वा प्रेक्षयित्वा परमर्थम् ।
यो मुंचति ग्रहणभावं तृतीयव्रतं भवति तस्यैव ॥५८॥ નગરે, અરયે, ગ્રામમાં કો વસ્તુ પરની દેખીને છોડે ગ્રહણપરિણામ છે, તે પુરુષને વ્રત તૃતીય છે. પ૮.
અન્વયાર્થ:- (Dામે વ) ગ્રામમાં, (નારે વ) નગરમાં (ખરખે વ) કે વનમાં (પરમ્ અર્થમ્) પારકી વસ્તુને (ક્ષયિત્વ) દેખીને (૫) જે (સાધુ) (પ્રફળમવ) તેને ગ્રહવાના ભાવને (મુતિ) છોડે છે. (તસ્ય જીવ) તેને જ (તૃતીયવ્રતં) ત્રીજું વ્રત (મતિ) છે.
ટીકા:- આ, ત્રીજા વ્રતના સ્વરૂપનું કથન છે.
જેના ફરતી વાડ હોય તે ગ્રામ (ગામડું) છે; જે ચાર દરવાજાથી સુશોભિત હોય તે નગર છે; જે મનુષ્યના સંચાર વિનાનું, વનસ્પતિસમૂહ, વેલીઓ અને ઝાડનાં ઝુંડ વગેરેથી ગીચોગીચ ભરેલું હોય તે અરણ્ય છે. આવાં ગ્રામ, નગર કે અરણ્યમાં બીજાથી તજાયેલી, મુકાયેલી, પડી ગયેલી અથવા ભુલાઈ ગયેલી પરવસ્તુને દેખીને તેના
સ્વીકારપરિણામને (અર્થાતુ તેને પોતાની કરવાના-ગ્રહવાના પરિણામને) જે પરિત્યજે છે, તેને ખરેખર ત્રીજું વ્રત હોય છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૫૮]
(હવે ૫૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:) (આf)
आकर्षति रत्नानां संचयमुच्चैरचौर्य्यमेतदिह । स्वर्ग स्त्रीसुखमूलं क्रमेण मुक्त्यंगनायाश्च 119211
(શ્લોકાર્થ:-) આ ઉગ્ર અચૌર્ય આ લોકમાં રત્નોના સંચયને આકર્ષે છે અને (પરલોકમાં) સ્વર્ગની સ્ત્રીઓના સુખનું કારણ છે. તેમ જ ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ છે. ૭૮.
ગાથા
-
pa
[૨૭
૫૮ ઉપરનું પ્રવચન
‘આ, ત્રીજા વ્રતના સ્વરૂપનું કથન છે.’
હવે ગ્રામ વગેરેની અલગ-અલગ વ્યાખ્યા કરે છે:
‘જેના ફરતી વાડ હોય તે ગ્રામ (ગામડું) છે.'
ગામડું તેને કહેવાય કે જેને થોર આદિની વાડ હોય. ગામડામાં કયાં ગઢ આદિ હોય? ત્યાં તો વાડ હોય. તેથી, થોર આદિની વાડ હોય તેને ગ્રામ-ગામડું કહે છે. આવા ગામમાં કોઈ ચીજ પડેલી હોય કોઈક તેને ભુલી ગયું હોય, તે પડી ગઈ હોય અથવા પછી લેવા આવશું એમ ધારીને કોઈએ તેને રાખી–મુકી હોય · તો તેને ગ્રહવાના કે લેવાના પરિણામ મુનિ છોડી દે છે અને તેનું નામ ત્રીજું વ્રત છે કે જે શુભભાવ છે.
-
‘જે ચાર દરવાજાથી સુશોભિત હોય તે નગર છે.’
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ - એમ ચાર બાજુ જેને ચાર દરવાજા હોય તેને નગર કહેવાય છે. તેમાં પણ બીજાથી તજાયેલી, મુકાયેલી, પડી ગયેલી કે ભુલાઈ ગયેલી પરવસ્તુને દેખીને તેના સ્વીકારપરિણામને છોડે તેને લેવાના પરિણામને છોડે તેનું નામ ત્રીજું વ્રત છે. ચારિત્રવંતના આવા પરિણામને ત્રીજું વ્રત કહેવામાં આવે છે.
—
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
હવે અરણ્યની વ્યાખ્યા છે કે અરણ્ય કોને કહેવું:
‘જે મનુષ્યના સંચાર વિનાનું, વનસ્પતિસમૂહ, વેલીઓ અને ઝાડનાં ઝુંડ વગેરેથી ગીચોગીચ ભરેલું હોય તે અરણ્ય છે.’
અરણ્યમાં વનસ્પતિનો સમૂહ હોય છે, વેલીઓ હોય છે અને ઝાડનાં મોટાં ઝુંડ પણ હોય છે. કેમ કે વરસાદને લઈને ઝાડનાં ઝુંડ નજીક-નજીક ઉગ્યા હોય અને માણસનો ત્યાં સંચાર ન હોય એટલે તેને તોડે પણ કોણ? જુઓ, અંદર કહ્યું ને? કે ‘મનુષ્યના સંચાર વિનાનું.’ તો કહે છે કે મોટું અરણ્ય વનસ્પતિના ઢગલાઓ, વેલીઓ અને ઝાડનાં ઝુંડ વગેરેથી ગીચોગીચ ભરેલું હોય છે. તેને જ અરણ્ય કહેવાય છે. આવા અરણ્યમાં પણ બીજાથી તાયેલી કોઈ ચીજને – દાગીનો, પૈસા, હીરા, માણેક, કપડું આદિ કોઈપણ ચીજને ગ્રહવાના પરિણામ મુનિ છોડી દે છે.
‘આવાં ગ્રામ, નગર કે અરણ્યમાં બીજાથી તજાયેલી, મુકાયેલી, પડી ગયેલી અથવા ભુલાઈ ગયેલી પરવસ્તુને દેખીને તેના સ્વીકારપરિણામને (અર્થાત્ તેને પોતાની કરવાના ગ્રહવાના પરિણામને) જે પરિત્યજે છે, તેને ખરેખર ત્રીજું વ્રત હોય છે.’
-
બીજાથી મુકાયેલી એટલે કે બીજા કોઈએ ચીજ મુકી હોય – રાખી હોય – કે અહીંયા કોઈ માણસ નથી એટલે હમણાં રાખીએ અને પછી લઈ જશું તથા પડી ગયેલી એટલે કે ચાલતાં-ચાલતાં કોઈ ચીજ પડી ગઈ હોય.
પણ અરણ્યમાં માણસનો સંચાર તો નથી ને?
વિશેષ સંચાર નથી. પણ કોઈક માણસ અરણ્યમાં આવી ગયો હોય અને ચીજ પડી ગઈ હોય – એમ લેવું. તેવી રીતે અરણ્યમાં ભુલાઈ ગયેલી એટલે કે કોઈક મનુષ્ય અરણ્યમાં આવી ગયો હોય અને તેમાં વસ્તુ ભુલાઈ ગઈ હોય. જોકે અરણ્ય છે તો મનુષ્યના સંચાર વિનાનું, છતાં કોઈક માણસ ક્યાંકથી આવ્યો હોય અને વસ્તુ ભુલી ગયો હોય (તેની વાત છે.) અહીં કહે છે કે અરણ્યમાં ક્યાંક પાંચ-પચીસ હીરા કોઈક
Page #41
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૫૮]
ભુલી ગયું હોય અથવા અહીં કોણ આવે છે? માટે પછી લઈ લેશું એમ ધારીને કોઈક હીરા મુકી ગયું હોય તો હીરા પડયા દેખાય. મુનિ તેને જોવે, છતાં તેને લેવાના પરિણામને છોડે છે.
માણસનો સંચાર નથી ત્યાં મુનિ પહોંચી જાય?
(હા.) જુઓ, માણસનો સંચાર નથી ત્યાં મુનિ જય એમ અહીં કહ્યું છે. અહા! પહેલાં તો એમ કહ્યું કે અરણ્યમાં મનુષ્યનો સંચાર ન હોય અને છતાં ત્યાં કોઈ ચીજ તાયેલી, મુકાયેલી, પડી ગયેલી અથવા ભુલાઈ ગયેલી હોય એમ કહે છે. હવે, “ચીજ ભુલાઈ ગયેલી હોય' એમ કહ્યું ત્યાં પશુની વાત તો હોય નહીં, પણ મનુષ્યની વાત હોય) અને તેમાં તે અરણ્યમાં) મુનિ આવી ગયા એમ કહે છે. કેમ કે ત્યારે તો પરવસ્તુને દેખીને એમ કહ્યું છે ને?
કહે છે કે આવાં ગ્રામ, નગર કે અરણ્યમાં બીજાથી તાયેલી, મુકાયેલી, પડી ગયેલી કે ભુલાઈ ગયેલી પરમત્યું - પરવસ્તુને, પારકી વસ્તુને-હીરા દેખાય તો પણ તેને— લેવાના પરિણામને મુનિ છોડે છે. અહા! અહીંયા મુનિની વાત છે કે તેઓ ‘વસ્તુ છે' એમ જોવે તો છે, છતાં પણ તેને લેવાના પરિણામને છોડે છે. ‘લાવને, આ હીરા લઈ જાઉં. પછી કોઈને આપી દઈશ અથવા ધર્માદામાં વાપરીશ અથવા ગૃહસ્થને આપું તો તેનાથી મંદિર બનશે” – એવા પરિણામ મુનિને હોય નહીં. પરંતુ જ્યાં પરવસ્તુને લેવાના પરિણામને જ તેઓ છોડી દે છે ત્યાં પછી ‘આ કરશું અને તે કરશું’ એ પ્રશ્ન જ ક્યાં રહે છે? તથા જેને વસ્ત્રનો તાણો પણ ન હોય તેને આવા (-પરવસ્તુના) પરિગ્રહ હોય અથવા તો તેઓ પરિગ્રહને પકડે એમ હોઈ શકે નહીં. તેઓ આવા પરિણામને છોડી દે છે એમ ફક્ત અહીં કહ્યું છે એટલે એમ નથી કહેવું કે પરવસ્તુને ગ્રહવાના પરિણામ તેમને આવી જાય છે અને પછી તેને છોડી દે છે. પરંતુ એવા પરિણામ થવા જ દેતા નથી એ વાત અહીં લેવી છે. અહીં કહ્યું કે સમ્યગ્દર્શન સહિત સ્વરૂપની ચારિત્રદશાને યોગ્ય વીતરાગતા – છઠ્ઠી-સાતમા ગુણસ્થાનને યોગ્ય ચારિત્ર – સહિત જે (મુનિ) છે તેને આવા ત્રીજા વ્રતના પરિણામ હોય છે, છતાં છે તે પુણ્યબંધનું કારણ.
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
શ્લોક
જુઓ ને, કેવી વાત કરે છે! કે‘આર્વતિ રત્નાનાં અર્થાત્ આવા શુભભાવ ચૈતન્યરત્નને આકર્ષે છે એમ નહીં, પણ તે બાહ્યરત્નના ઢગલાને આપે છે એમ કહે
છે.
-
૭૮ ઉપરનું પ્રવચન
‘આ ઉગ્ર અચૌર્ય આ લોકમાં રત્નોના સંચયને આકર્ષે છે અને (પરલોકમાં) સ્વર્ગની સ્ત્રીઓના સુખનું કારણ છે તેમ જ ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ છે.’
ગ્ર=ઊંચું. શુભભાવના ફળમાં રત્નના ઢગલાં તેની પાસે આવે છે એમ કહે છે. જેણે રત્ન લેવાના પરિણામ છોડ્યા તેને એ શુભભાવના ફળમાં બાહ્યમાં રત્નના ઢગલાં મળશે, પણ ચૈતન્યરત્નની પ્રાપ્તિ થશે એમ નહીં બને. અહીં કહ્યું કે અચૌર્યવ્રતના પરિણામ મનુષ્યપણામાં રત્નોના ઢગલાંને આકર્ષે છે - ખેંચે છે. એટલે કે તેની પાસે રત્નોના ઢગલાં આવશે. તથા તે સ્વર્ગની સ્ત્રીઓના સુખનું કારણ છે, પણ આત્માના સુખનું કારણ છે નહીં. કેમ કે વ્રતના પરિણામ શુભરાગ-પુણ્ય છે.
અહા! સમ્યગ્દર્શન-આત્માના અનુભવ સહિત વીતરાગ પરિણતિની ભૂમિકામાં અચૌર્યવ્રતનો જે ભાવ હોય તેનું ફળ આ લોકમાં - મનુષ્યભવમાં - રત્નોના સંચયને
આકર્ષે તે છે અને પરલોકમાં—સ્વર્ગમાં—ત્રીઓ મળવામાં નિમિત્ત થાય તે છે. નિશ્ચયના (-આત્માના) ભાન સહિત વ્રતનો શુભરાગ છે ને? અને તેમાં એટલો અશુભરાગ પણ ટળ્યો છે ને? એટલે હવે કહે છે કે ‘ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ છે.’ (સમયસારના) મોક્ષ અધિકારમાં પણ આવે છે ને? કે ‘ક્રમે ક્રમે મટાડવામાં...' (ગા.૩૦૬/૭) ‘ક્રમે-ક્રમે’ નો અર્થ એ છે કે અત્યારે શુભભાવથી અશુભભાવ ટળ્યો છે અને પછી તે શુભભાવને પણ ક્રમે-ક્રમે ટાળશે.
જુઓ, ત્રણ વાત લીધી છે કે અચૌર્યવ્રતનો શુભભાવ (૧) આ ભવમાં રત્નોના સંચયને આકર્ષે છે, (૨) પરલોકમાં સ્વર્ગની સ્ત્રીના સુખનું કારણ છે અને (૩) ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ છે. પરંતુ આ મુનિના વ્રતની વાત છે હો. કેમ
Page #43
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૫૮]
[૩૧
કે અજ્ઞાનીને તો વ્રત હોય નહીં અને તેથી તેની અહીંયા વાત છે નહીં. અહીંયા તો આત્માના ભાન સહિત ઉગ્ર આનંદની પરિણતિની ભૂમિકામાં મુનિને જે આવા વ્રત હોય છે તેની વાત છે. જ્યારે અજ્ઞાનીને હજુ દષ્ટિ જ મિથ્યા છે ત્યાં વ્રત કેવાં? જ્યાં ત્રિકાળી વસ્તુનો સ્વીકાર જ નથી અને સ્વીકાર જ જ્યાં અંશ ને રાગનો છે ત્યાં અર્થાત્
જ્યાં દષ્ટિ અને ભૂમિકા જ વિપરીત છે ત્યાં વ્રત કેવાં? એવા વ્રત અને તપને તો બાળવ્રત અને બાળતપ કહેવામાં આવે છે. બાળવ્રત અને બાળતપ એટલે મૂર્ખાઈ ભરેલાં વ્રત અને તપ.
અહા! કહે છે કે મિથ્યાત્વથી બળેલાને વ્રત કેવાં? અજ્ઞાનીને અંદરમાં મિથ્યાત્વથી અને જૂઠાં ભાવથી મહા કષાય-અગ્નિ સળગી રહી છે. તેથી તેને આવા અચૌર્યવ્રત આદિ ક્યાંથી હોય? આવા વ્રતના પરિણામ તો, આત્મસ્વભાવના આશ્રમમાં મુનિને વીતરાગ પરિણતિ પ્રગટ થઈ છે પણ પૂર્ણ વીતરાગતા થઈ નથી એટલે હોય છે. અને તે વ્રત ક્રમે ક્રમે મુક્તિનું કારણ છે એટલે કે તે (વ્રતનો) રાગ છૂટીને પૂર્ણ વીતરાગ થશે અને મોક્ષ પામશે...
પ્રવચન નં. NST / પર
તારીખ ર૨-૬-૭૨
ગાથા - ૫૮] શ્લોક - ૭૮ ઈ
Page #44
--------------------------------------------------------------------------
________________
છે. ગાથા - પ૯ છે. હું
द₹ण इत्थिरूवं वांछाभावं णियत्तदे तासु । मेहुणसण्णविवज्जियपरिणामो अहव तुरियवदं ॥५९॥ दृष्ट्वा स्त्रीरूपं वांच्छाभावं निवर्तते तासु । मैथुनसंज्ञाविवर्जितपरिणामोऽथवा तुरीयव्रतम् ॥५९।। સ્ત્રીરૂપ દેખી સ્ત્રી પ્રતિ અભિલાષભાવનિવૃત્તિ જે, વા મિથુનસંજ્ઞારહિત જે પરિણામ તે વ્રત તુર્ય છે. ૫૯.
અન્વયાર્થ:- (સ્ત્રીરૂપં દ) સ્ત્રીઓનું રૂપ દેખીને (તા!) તેમના પ્રત્યે (વચ્છમાવે નિવર્તતે) વાંછાભાવની નિવૃત્તિ તે (અથવા) અથવા (મૈથુનસંજ્ઞાવિવર્નિતપરિણામ:) મૈથુનસંજ્ઞારહિત જે પરિણામ તે (તુરીયવ્રતમ્) ચોથું વ્રત છે.
ટીકા - આ, ચોથા વ્રતના સ્વરૂપનું કથન છે.
સુંદર કામિનીઓનાં મનોહર અંગના નિરીક્ષણ દ્વારા ઊપજતી કુતૂહલતાનાચિત્તવાંછાના-પરિત્યાગથી, અથવા પુરુષવેદોદય નામનો જે નોકષાયનો તીવ્ર ઉદય તેને લીધે ઊપજતી મૈથુનસંજ્ઞાના પરિત્યાગસ્વરૂપ શુભ પરિણામથી, બ્રહ્મચર્યવ્રત હોય છે. (હવે ૫૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:)
(મતિની) भवति तनुविभूतिः कामिनीनां विभूतिं स्मरसि मनसि कामिंस्त्वं तदा मद्वचः किम् । सहजपरमतत्त्वं स्वस्वरूपं विहाय व्रजसि विपुलमोहं हेतुना केन चित्रम् ॥७९॥
Page #45
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૫૯]
[૩૩
(શ્લોકાર્થ:-) કામિનીઓની જે શરીરવિભૂતિ તે વિભૂતિને, હે કામી પુરુષ ! જે તું મનમાં સ્મરે છે, તો મારા વચનથી તને શો લાભ થશે ? અહો ! આશ્ચર્ય થાય છે કે સહજ પરમતત્વને – નિજ સ્વરૂપને - છોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે ! ૭૯.
( ગાથા - ૫૯ ઉપરનું પ્રવચન “આ, ચોથા વ્રતના સ્વરૂપનું કથન છે.” ચોથું વ્રત કોને કહેવાય તે કહે છે.
“સુંદર કામિનીઓનાં મનોહર અંગના નિરીક્ષણ દ્વારા ઊપજતી કુતૂહલતાનાચિત્તવાંછાના-પરિત્યાગથી, અથવા પુરુષવેદોદય નામનો જે નોકવાયનો તીવ્ર ઉદય તેને લીધે ઊપજતી મૈથુનસંજ્ઞાના પરિત્યાગસ્વરૂપ શુભ પરિણામથી, બ્રહ્મચર્યવ્રત હોય છે.”
નિરીક્ષણ એટલે જોવું. આવું સુંદર રૂપ! – એવી કુતૂહલતાનો-વાંછાનો પરિત્યાગ અર્થાત્ સર્વથા ત્યાગ તે ચોથું વ્રત છે. અથવા અંદર પુરુષવેદનો ઉદય આવતાં તેને લીધે ઊપજતી મૈથુનસંજ્ઞાનો પરિત્યાગ તે ચોથું વ્રત છે. લ્યો, અહીં તો વેદનો ઉદય થતાં પરિણામમાં મૈથુનના ભાવ થવા ન દેવા અને શુભભાવ થાય તેને બ્રહ્મચર્યવ્રત કહ્યું છે. વેદકર્મનો ઉદય હોવા છતાં તેના તરફના જોડાણનો ભાવ છૂટીને શુભભાવ રહે તેને ચોથું વ્રત કહેવામાં આવે છે. આ વ્રત, જે સમ્યગ્દર્શન સહિત છે તે મુનિને હોય છે. જુઓ, અહીં વેદનો તીવ્ર ઉદય લીધો છે હો કે વેદનો ઉદય તીવ્ર હોવા છતાં આત્મામાં વિષયવાસનાના પરિત્યાગસ્વરૂપ શુભ પરિણામ થાય તેને અહીંયા બ્રહ્મચર્યવ્રત–ચોથું વ્રત –કહેવામાં આવે છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે શ્લોક – ૭૯ ઉપરનું પ્રવચન કર્યું કામિનીઓની જે શરીરવિભૂતિ તે વિભૂતિને, હે કામી પુરુષ! જો તું મનમાં સ્મરે છે, તો મારા વચનથી તને શો લાભ થશે?”
સ્ત્રીના શરીરની સુંદરતા આદિ જે વિભૂતિ છે તે તરફ તારું વલણ જાય છે – જડ શરીરની સુંદરતા, તેના અંગની મનોજ્ઞતા વગેરે ઉપર તારું મન જાય છે – શરીરની વિભૂતિને જે તું યાદ કરે છે – તો મારા વચનથી તને શો લાભ થશે? એટલે કે અંતરસ્વરૂપમાં રમણતાપૂર્વક ચોથા વ્રતરૂપ બ્રહ્મચર્યનો શુભભાવ તને કેમ થશે? - એમ કહે છે.
શરીરની સુંદર વિભૂતિ ઉપર લક્ષ જતાં કુતૂહલતા થાય કે અહાહા! –આવી જેને વાંછા થાય છે તેને અથવા શરીરની વિભૂતિનું મનમાં સ્મરણ કરે કે અહાહા! –આવું
સ્મરણ કરનારને મારા વચનથી શો લાભ થશે? એટલે કે તેને જે શુભભાવ થવો જોઈએ તે તો તેણે કર્યો નહીં, પણ અશુભભાવ કર્યો. તેથી મુનિની ભૂમિકાને યોગ્ય ચોથું વ્રત થવું જોઈએ તે કેમ થશે? એમ કહે છે.
“અહો! આશ્ચર્ય થાય છે કે સહજ પરમતત્વને–નિજ સ્વરૂપને – છોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે!'
સહજ પરમતત્ત્વ એટલે નિજસ્વરૂપ. જુઓ, પાઠમાં જ છે ને? કે સહન પરમતત્ત્વ સ્વસ્વરૂપ કહે છે કે, અહો! સ્વાભાવિક પરમતત્ત્વ એવો જે આનંદ-અમૃતનો સાગર પ્રભુ આત્મા છે – ત્રિકાળી અતીન્દ્રિય આનંદસ્વરૂપ એવું જે પોતાનું પૂર્ણ પરમતત્ત્વ છે - તે સ્વસ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે. છતાં અરે! આવા આનંદસ્વરૂપ ભગવાન આત્માને રુચિ-દષ્ટિમાંથી છોડી દઈને તને પરનો પ્રેમ થાય તો, એનો અર્થ એ થયો કે, આત્માના આનંદનો પ્રેમ તને નથી.
અહા આત્માના સ્વભાવમાં અતીન્દ્રિય આનંદરૂપ અમૃત છે કે જેના એક અંશના સ્વાદ આગળ ઈંદ્રના ઈંદ્રાસન પણ મરેલાં મીંદડા અને કૂતરાના સડેલા મડદાં જેવા લાગે. આવા નિજ પરમ સ્વરૂપમય આનંદને ભૂલીને, કહે છે કે, તું શા માટે વિપુલ મોહને પામે છે? શા કારણે તને પરનો પ્રેમ થાય છે? બ્રહ્માનંદસ્વરૂપ ભગવાન આત્મા પરમ અતીન્દ્રિય આનંદથી ભરેલો પ્રભુ છે. છતાં તેને છોડીને તું શા કારણે પરમાં મોહ કરે
Page #47
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૫૯]
[૩૫
છે? શું તારી પાસે આનંદ નથી કે જેથી તું ‘પરમાં આનંદ છે' એમ વાંછા કરીને ત્યાં આનંદ શોધવા જા છો? - પરમાં સુખ મેળવવા જ છો? એમ કહે છે.
કહે છે કે તું શા કારણે વિપુલ મોહને પામે છે? કારણ કે વ્રતધારીની તો પરમ આનંદમય સ્વરૂપમાં સાવધાની જોઈએ. છતાં તેને સ્થાને તું પરમાં સાવધાની-મોહને પામે છે તે શા કારણે? શું થયું છે તને? શું તને ભ્રમણાનું ભૂતડું વળગ્યું છે? પરમતત્ત્વનિજસ્વરૂપ-સ્વસ્વરૂપ-એવા અતીન્દ્રિય આનંદમય ભગવાન આત્માનો આશ્રય અથવા તેનું અવલંબન છોડી દઈને તું પરમાં વિપુલ મોહ કરે છે તો તને આ શું થયું છે? શા કારણે તું વિપુલ મોહને પામે છે? તેનું કારણ આ છે કે તને પરનો પ્રેમ છે, પણ સ્વનો પ્રેમ નથી. અતીંદ્રિય આનંદમય એવું જે પોતાનું ત્રિકાળી સ્વરૂપ છે તેનો તને પ્રેમ નથી એટલે કે તેની રુચિ નથી, તે પોસાતું નથી. આમ કહીને, પોતે (-આત્મા) કે જે પરમાનંદસ્વરૂપ એવો પરમાત્મા છે તેનો અર્થાતુ પોતે અતીન્દ્રિય આનંદથી છલોછલ ભરેલું તત્ત્વ છે તેનો જે સ્વીકાર હોય તો પરમાં મોહ થવાનો પ્રસંગ જ રહેતો નથી એમ કહે છે. અને જો પરમાં મોહ થાય છે તો તેને પોતાના પરમાનંદસ્વભાવની દષ્ટિ કે રુચિ જ નથી. તેણે પરમાનંદમય એવા પોતાના નિજસ્વભાવને શ્રદ્ધામાં લીધો જ નથી. મતલબ કે પરમાં—સ્ત્રીનું સુંદર શરીર અને તેના મનોજ્ઞ અંગો દેખીને તેમાં – જે તને કુતૂહલતા કે વાંછા થાય છે તો તે પરમાનંદસ્વભાવી આત્માનો ભાવ (-આદર) છોડી દીધો છે, તને પરમાનંદમય આત્મસ્વભાવનો પ્રેમ, દષ્ટિ કે રુચિ નથી. તે તારો અનાદર કરીને પરનોમોહનો આદર કર્યો છે.
અહા! સહજ પરમતત્ત્વ કહેતાં વસ્તુ સ્વાભાવિક છે અર્થાત્ તું (આત્મા) સહજસ્વરૂપે રહેલો છો, અતીન્દ્રિય જ્ઞાન અને આનંદસ્વભાવવાળું સહજ તત્ત્વ છો. છતાં, આવું જે તારું સ્વસ્વરૂપ છે તેનો આદર – પ્રેમ છોડી દઈને તને આ સુંદર સ્ત્રીના અંગ-ઉપાંગમાં કુતૂહલતા કેમ થાય છે? આત્માની કુતૂહલતા કરીને તેમાં ઠરવું જોઈએ તેને બદલે તને આ પરની કુતૂહલતા કેમ થાય છે? પરમાનંદસ્વરૂપ ભગવાન આત્માની ભાવના થવી જોઈએ તેને બદલે તે વળી આ પરની ભાવના ક્યાં (કેમ) કરી? શું થયું છે તને? તને મિથ્યાત્વનું ભૂતડું વળગ્યું લાગે છે.
મારા વચનથી તને શો લાભ થશે?' એટલે શું? મુનિનો ભાવ (-આશય) તો વીતરાગ ભાવ બતાવવાનો છે અને તે ભૂમિકામાં
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અશુભભાવ ટળીને શુભભાવ રહે તે ચોથું વ્રત છે. અર્થાત્ વીતરાગતાની ભૂમિકામાં ચોથું વ્રત હોય એમ બતાવવાનો ભાવ છે. પરંતુ તે વીતરાગતા તો તને છે નહીં, (માટે મારા વચનથી તને શો લાભ થશે એમ કહે છે).
અહા! પોતે ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. નિજ પરમતત્વ અતીન્દ્રિય સુખસ્વરૂપ છે. તેથી ‘અહાહા! આ તે શું છે? (આત્મા કેવો છે?)' એમ તેની કુતૂહલતા કરીને તેમાં લીન થવું જોઈએ, ઠરવું જોઈએ, રહેવું જોઈએ. પરંતુ તેને બદલે તેની કુતૂહલતા છોડી દઈને આ પરની સુંદરતાની કુતૂહલતામાં તું ક્યાં ગયો? – એમ કહે છે. અને જે પરની સુંદરતા—સ્ત્રીની, તેના શરીરની અને તેના શરીરના અંગોપાંગની સુંદરતા–દેખીને તને વાંછા કે કુતૂહલતા થાય છે તો તેનો અર્થ એ થયો કે, તે તારા ભગવાન આત્માને છોડી દીધો છે. જે તને પરની–સ્ત્રીના અવયવોની – સુંદરતાની કુતૂહલતા કે વાંકા છે તો તું ત્યાં ચાલ્યો ગયો છો અને તારો ભગવાન આત્મા કે જે અતીન્દ્રિય આનંદથી ભરેલો છે તેને પ્રભુ! તેં છોડી દીધો છે. ભારે વાત!
જેનો મનોહર મધુર અતીંદ્રિય આનંદરસ છે એવો ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ છે. સત્રશાશ્વત અને ચિદાનંદ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદ. છતાં અરે પ્રભુ! તેને તેં છોડી દીધો? અરે! તેની તો કુતૂહલતા થવી જોઈએ કે આ શું છે? આ શું છે? આ શું છે? (આત્મા કેવો છે?) અને જે તેનું ભાન થયું હોય તો તેમાં ઠરવાનો ભાવ હોય. પરંતુ તેના બદલે, તારા પ્રભુના ત્રિકાળી આનંદસ્વભાવનો સ્વીકાર નહીં કરતાં તેનો અનાદર કરીને, આ (પરની) કુતૂહલતામાં તારી વૃત્તિ રોકાઈ ગઈ છે તેથી તે અનર્થ કર્યો છે. અરે! નાની વાતમાં (કુતૂહલતામાં) પણ તારા પ્રયોજનને ભૂલી ગયો છો એમ કહે છે.
અહા! પોતાના આનંદસ્વભાવનો જે તને દષ્ટિમાં આદર હોય એટલે કે તારું તત્ત્વ જ જે તારી દષ્ટિમાં હોય, તારો સ્વભાવ જ જે આશ્રય ને અવલંબનમાં હોય તો તને પરની કુતૂહલતા થવાનો પ્રસંગ જ રહેતો નથી. પણ જે પરની સુંદરતાના મોહમાંકુતૂહલતામાં તું રોકાણો તો તારી સુંદરતા (દષ્ટિમાંથી) છૂટી ગઈ, તારો સુંદર આનંદસ્વભાવ (શ્રદ્ધામાંથી) છૂટી ગયો. મતલબ કે આનંદમૂર્તિ એવો આત્મા કે જે સ્વયં પ્રભુ છે તેને તેમ જ તેની સુંદરતાને તે છોડી દીધા છે અને આ (પરની) સુંદરતાને તું વળગ્યો છો. તેથી તને ચોથું વ્રત કેમ હોય? – એમ કહે છે. જુઓ ને વૈરાગ્યની મસ્તી ચડાવે એવી વાત છે ને?
Page #49
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૫૯]
[૩૭
કહે છે કે જે આનંદસ્વરૂપ ભગવાન આત્માના પ્રેમમાં પડ્યો છે, તેનો જેણે સ્વીકાર કર્યો છે તેને ‘પરમાં આનંદ છે' એવો ભાવ કેમ આવે? ‘પરમાં સુખ છે' એવો ભાવ કે જે ઝેર છે તે કેમ આવે? એટલે કે અમૃતના સ્વાદીયાને ઝેરના સ્વાદની કુતૂહલતા કેમ થાય? ન જ થાય) એમ કહે છે. ભારે વાત! પણ જે તું પરની કુતૂહલતા કે વાંછાના સ્વાદમાં ગયો તો તારા આનંદની સુંદરતાને પ્રભુ! તું ભૂલી ગયો, તારા ભગવાનને તું ભૂલી ગયો. આમ (આ પ્રકારે ચોથા વ્રતની વ્યાખ્યા) કહીને પદ્મપ્રભમલધારીદવ જીવને જાગૃત કરીને ઊંચો-ઉભો કરે છે કે જાગ રે જાગ નાથી આનંદ તો તારામાં પડ્યો છે પ્રભુ! તું જાગીને જોઈશ તો તને તારામાં આનંદ ભાસશે, પણ બહારમાં ક્યાંય ભાસશે નહીં. અરે! ઇંદ્રના ઇંદ્રાસન પણ તને મરેલા કૂતરા ને મીંદડાના સડેલા મડદાં જેવા લાગશે. જુઓ, અહીં તો ચોથા વ્રતની વાત કરી છે, છતાં તેમાં આત્મદષ્ટિને (સમ્યગ્દર્શનને) ભૂલીને અજ્ઞાની અશુભભાવ કરે છે એમ ત્યાંસુધી વાતને લઈ ગયા છે, કેમ કે અજ્ઞાનીને પરની વાંછા થતાં પરનો પ્રેમ થઈ ગયો છે ને તેથી તેણે વસ્તુને (-આત્માને) દષ્ટિમાંથી છોડી દીધી છે એમ કહે છે.
અહીં કહ્યું કે જેને આત્માનો અતીન્દ્રિય આનંદસ્વભાવ રુચ્યો છે, બેઠો છે અર્થાત્ આનંદસ્વભાવની સન્મુખ જે થયો છે તે જીવને સ્વરૂપમાં સ્થિરતા-ભાવનાવાળું ચારિત્ર હોય છે. અને તે ભૂમિકામાં વિષયના ત્યાગરૂપ મહાવ્રતનો વિકલ્પ હોય છે કે જેને શુભભાવરૂપી વ્રત કહે છે. પરંતુ આવા (ચારિત્રવંત) જીવને વ્રત હોય હો. તે સિવાયના અજ્ઞાની બાહ્યથી બ્રહ્મચર્ય પાળે ને સ્ત્રીને છોડે તો તેની અહીંયા વાત નથી (તેને વ્રત હોતા નથી). હજુ તેને સ્વરૂપનો આદર જ આવ્યો નથી, તેથી વ્રતના પરિણામ માટે ચારિત્રની ભૂમિકા જોઈએ તે છે જ નહીં. તે કારણે તેને વ્રતના પરિણામ હોઈ શકે નહીં. ભારે વાત ભાઈ! જુઓ ને નાની વાત (વ્રતની વાત) છે તો પણ તેમાં બધી વસ્તુ (વાત) ભરી દીધી છે. હજુ વધારે વાત તો પછી આમાં (ગાથા ૬૦ માં) લેશે. - એ રીતે ચોથા વ્રતની વાત કરી.
ક્વ ક્લા
પ્રવચન નં. NST / પ૩
તારીખ ૨૩-૬-૭ર
ગાથા - ૫૯ ) શ્લોક - ૭૯ ઈ
Page #50
--------------------------------------------------------------------------
________________
છે. ગાથા - ૬૦ છે;
सव्वेसिं गंथाणं चागो णिरवेक्खभावणापुव्वं । पंचमवदमिदि भणिदं चारित्तभरं वहंतस्स ॥६०॥
सर्वेषां ग्रन्थानां त्यागो निरपेक्षभावनापूर्वम् । पंचमव्रतमिति भणितं चारित्रभरं वहतः ॥६॥ નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ જે,
તે જાણવું વ્રત પાંચમું ચારિત્રભર વહનારને. ૬૦. અન્વયાર્થ:- (નિરપેક્ષમાવનાપૂર્વમુ) 'નિરપેક્ષ ભાવનાપૂર્વક (અર્થાત્ જે ભાવનામાં પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત) (સર્વેષાં પ્રસ્થાન ત્યT:) સર્વ પરિગ્રહોનો ત્યાગ (સર્વપરિગ્રહત્યાગસંબંધી શુભભાવ) તે, (વારિત્રમાં વાત:) ચારિત્રભર વહનારને (વેવમવ્રતમ્ તિ મળત5) પાંચમું વ્રત કહ્યું છે.
ટીકા:- અહીં (આ ગાથામાં) પાંચમા વ્રતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.
સકળ પરિગ્રહના પરિત્યાગસ્વરૂપ નિજ કારણપરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત (સ્થિર રહેલા) પરમસંયમીઓને – પરમ જિનયોગીશ્વરોને – સદાય નિશ્ચયવ્યવહારાત્મક સુંદર ચારિત્રભર વહનારાઓને, બાહ્ય-અત્યંતર ચોવીશ પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ જ પરંપરાએ પંચમગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે.
મુનિને મુનિત્વોચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) સર્વપરિગ્રહત્યાગસંબંધી શુભોપયોગ તે વ્યવહાર અપરિગ્રહવ્રત કહેવાય છે. શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ તો વ્યવહાર-વ્રત પણ કહેવાતો નથી. (આ પાંચમા વ્રતની માફક અન્ય વ્રતોનું પણ સમજી લેવું.) ચારિત્રભર = ચારિત્રનો ભાર, ચારિત્રસમૂહ, ચારિત્રની અતિશયતા.
૨.
Page #51
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૦]
[૩૯
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૨૦૮ મી ગાથા દ્વારા) કહ્યું છે કે :
“मज्झं परिग्गहो जदि तदी अहमजीवदं तु गच्छेज्ज ।
णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ ॥" (ગાથાર્થ:-) જો પરદ્રવ્ય-પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. હું તો જ્ઞાતા જ છું તેથી (પદ્રવ્યરૂપ) પરિગ્રહ મારો નથી.” વળી (૬૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
(હરિ) त्यजतु भवभीरुत्वाद्भव्यः परिग्रहविग्रहं निरुपमसुखावासप्राप्त्यै करोतु निजात्मनि । स्थितिमविचलां शर्माकारां जगज्जनदुर्लभां न च भवति महच्चित्रं चित्रं सतामसतामिदम् ॥८॥
(શ્લોકાર્થ:-) ભવ્ય જીવ ભવભીપણાને લીધે પરિગ્રહવિસ્તારને છોડો અને નિષ્પમ સુખના *આવાસની પ્રાપ્તિ અર્થે નિજ આત્મામાં અવિચળ, સુખાકાર (સુખમયી) તથા જગતજનોને દુર્લભ એવી સ્થિતિ (સ્થિરતા) કરો. અને આ (નિજાત્મામાં અચળ સુખાત્મક સ્થિતિ કરવાનું કાર્ય) સન્દુરુષને કાંઈ મહા આશ્ચર્યની વાત નથી, અસપુરુષોને આશ્ચર્યની વાત છે. ૮૦.
શુભોપયોગરૂપ વ્યવહારવ્રત શુદ્ધોપયોગનો હેતુ છે અને શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ છે એમ ગણીને અહીં ઉપચારથી વ્યવહારવ્રતને મોક્ષની પરંપરાહતુ કહેલ છે. ખરેખર તો શુભોપયોગી મુનિને મુનિયોગ્ય શુદ્ધપરિણતિ જ (શુદ્ધાત્મદ્રવ્યને અવલંબતી હોવાથી) વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધોપયોગનો હેતુ થાય છે અને તે શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ થાય છે. આ રીતે આ શુદ્ધપરિણતિમાં રહેલા મોક્ષના પરંપરાહેતુપણાનો આરોપ તેની સાથે રહેલા શુભોપયોગમાં કરીને વ્યવહારવ્રતને મોક્ષની પરંપરાહતુ કહેવામાં આવે છે. જ્યાં શુદ્ધપરિણતિ જ ન હોય
ત્યાં વર્તતા શુભોપયોગમાં મોક્ષના પરંપરાહેતુપણાનો આરોપ પણ કરી શકાતો નથી, કેમ કે જ્યાં મોક્ષનો યથાર્થ પરંપરાહેતુ પ્રગટ્યો જ નથી – વિદ્યમાન જ નથી ત્યાં શુભોપયોગમાં આરોપ કોનો કરવો ? આવાસ = નિવાસસ્થાન; ઘર, રહેઠાણ; આયતન.
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે. હું ગાથા - ૬૦ ઉપરનું પ્રવચન છેહું અન્વયાર્થ લઈએ. કેમ કે નીચે ફૂટનોટ છે ને? જુઓ, ગાથામાં છે કે “વારિત્તમ વહંતસ્ય' અર્થાત્ ચારિત્રના ભારને વહનારની આ વાત છે.
અન્વયાર્થ:- “નિરપેક્ષ ભાવનાપૂર્વક (અર્થાત્ જે ભાવનામાં પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત) સર્વ પરિગ્રહોનો ત્યાગ (સર્વપરિગ્રહત્યા સંબંધી શુભભાવ) તે, ચારિત્રભર વહનારને પાંચમું વ્રત કહ્યું છે.'
લ્યો, પહેલી આ વાત લીધી કે પરમ શુદ્ધ આનંદમય ભગવાન આત્માનું આલંબન જેને છે, જેને તેની ભાવના છે એવા જીવને પાંચમું વ્રત હોય છે.
નીચે (ફૂટનોટ) છે કે: ‘મુનિને મુનિcોચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) સર્વપરિગ્રહત્યાગસંબંધી શુભોપયોગ તે વ્યવહાર અપરિગ્રહવ્રત કહેવાય છે.”
નિત્વોચિત = મુનિત્ય + ઉચિત એટલે કે મુનિપણાને લાયક અને નિરપેક્ષ શુદ્ધ પરિણતિ એટલે કે જેને પરની, નિમિત્તની કે વ્યવહારની અપેક્ષા નથી એવી ભગવાન આત્માની વીતરાગી દશા. સર્વ પરિગ્રહ રહિત એવું ભગવાન આત્માનું ત્રિકાળી સ્વરૂપ છે તેના આશ્રયે પ્રગટેલી શુદ્ધ પરિણતિ તે નિરપેક્ષ શુદ્ધ પરિણતિ છે. જુઓ, એટલે એમ કહે છે કે વ્યવહારનો–રાગની મંદતાનો–ભાવ છે તો શુદ્ધ પરિણતિ પ્રગટે છે એમ નથી અર્થાત્ તેને રાગની અપેક્ષા છે નહીં. ભારે વાત! અહા! શુભોપયોગને એટલે કે શુભરાગને-શુભવિકલ્પને વ્યવહાર વ્રત કહેવાય છે. પણ ક્યા શુભોપયોગને? કે શુદ્ધ પરિણતિ સાથે વર્તતા શુભોપયોગને. પરંતુ જ્યાં શુદ્ધ પરિણતિ જ નથી, પૂર્ણાનંદમય સમ્યફ આત્મસ્વરૂપ છે તેનો સ્વીકાર થઈને જ્યાં શુદ્ધ દશા જ જાગી નથી ત્યાં વ્રત હોતા નથી.
(આ સાંભળીને) કેટલાક વળી એમ કહે છે કે જે અજ્ઞાનીને વ્રત હોતા નથી તો પછી તેને ચોથા વ્રતની (-બ્રહ્મચર્યની) બાધા શું કરવા આપો છો? બહારમાં લોકો એમ પણ પૂછે છે કે તમે વ્રતને હેય કહો છો ને વળી બધાને વ્રત આપો છો?
ભાઈ! એ બ્રહ્મચર્યની બાધા (-પ્રતિજ્ઞા) વ્રત નથી. તે વ્રત કયાં છે? એ તો અશુભભાવના પરિણામથી બચવાનો એક શુભભાવ છે. એટલી તેની હદ છે. ખરેખર અજ્ઞાનીને વ્રત હોય નહીં. કેમ કે વ્રત તો જેને સમ્યફ અનુભવ થયો હોય તેને હોય છે. સર્વ પરિગ્રહના
Page #53
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૦]
(૪૧
ત્યાગસ્વરૂપ એવું નિરપેક્ષ તત્ત્વ ભગવાન આત્મા છે તેનો આશ્રય લેતાં શુદ્ધ પરિણતિ પ્રગટે તે નિશ્ચયવ્રત છે અને તેની સાથે વ્રતનો વિકલ્પ હોય તે વ્યવહારવૃત છે.
શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે, તે શુભોપયોગ તો વ્યવહારવ્રત પણ કહેવાતો નથી. (આ પાંચમા વ્રતની માફક અન્ય વ્રતોનું પણ સમજી લેવું.)
જેણે શુદ્ધ સહજ સ્વરૂપ પરમાનંદમય પ્રભુ ભગવાન આત્માને દૃષ્ટિમાં લીધો નથી, જેને નિર્મળ દશા-પરિણતિ થઈ નથી એવા જીવને હઠવાળો શુભભાવ હોય છે, પણ સહજ શુભભાવ હોતો નથી. કેમ કે તેને શુદ્ધ પરિણતિ નથી. અજ્ઞાની હઠથી બ્રહ્મચર્યાદિ શુભભાવ પાળે છે, પણ બ્રહ્માનંદસ્વરૂપ આત્માનો સ્વાદ તેને આવ્યો નથી. તેથી તે વ્યવહાર (-બાહ્યથી) બ્રહ્મચર્ય પાળે છે તો પણ તેને વ્રત કહેવાતું નથી. બાપુ! આ વાત સાંભળવા મળવી તે પણ મહાપુણ્યનો યોગ હોય ત્યારે સાંભળવા મળે એવી ચીજ છે. તેને એ જાતનો ક્ષયોપશમ હોય, એ જાતનો વિકલ્પ હોય અને એ જાતનું પુણ્ય હોય ત્યારે આ વાત સાંભળવા મળે.
અહીં કહે છે કે જેમ માલ વિના બારદાન કોનું? (કોઈનું નહીં.) અથવા ખાલી ઘડો હોય તે ઘીનો ઘડો કહેવો કે તેલનો ઘડો કહેવો કે પાણીનો ઘડો કહેવો? પરંતુ અંદર કોઈ માલ તો નથી, તેથી એકલા ઘડાને કોનો કહેવો? (કોઈનો નહીં). તેમ નિશ્ચય શુદ્ધ પરિણતિ વિના વ્યવહાર કોને કહેવો? પરમ પ્રભુ-પરમેશ્વર એવા પોતાના આત્માનો
સ્વીકાર થઈને જ્યાં હજુ શુદ્ધ પરિણતિ થઈ નથી, જ્યાં પરિણતિએ પૂર્ણસ્વભાવને સ્વીકાર્યો નથી ત્યાં શુદ્ધ પરિણતિ વિનાના શુભરાગને વ્યવહાર કહેવાતો નથી. ભારે વાત ભાઈ!
અરે! અજ્ઞાની તો વસ્ત્ર, પાત્ર આદિ છોડે ને નગ્ન થઈ જાય એટલે જાણે બધું થઈ ગયું એમ માને છે. અર્થાત્ મેં (બાહ્ય) પરિગ્રહ છોડ્યો છે તેથી બધું છૂટી ગયું છે અને તેથી હવે આરંભ-પરિગ્રહ છોડવાનું શું કામ છે? એમ તે માને છે. અરે ભાઈ! કોને આરંભપરિગ્રહ કહેવો તેની ખબર છે? અજ્ઞાનીને આત્મવસ્તુની પક્કડ નથી, તેથી શુભરાગનો વિકલ્પ ઉઠ તેની પક્કડ હોય જ અને તે જ આરંભ-પરિગ્રહ છે. અહા! ત્રિકાળી આનંદભાવરૂપ જ્ઞાયકભાવની પક્કડ (-દષ્ટિ) અજ્ઞાનીને નથી એટલે તેની પક્કડ ક્યાંક તો રહેશે. તો, અજ્ઞાનીને શુભભાવની પક્કડ છે અને તે જ મહા આરંભ ને મહા પરિગ્રહ છે. બીજી રીતે કહીએ તો અજ્ઞાનીએ રાગને પકડ્યો છે, પણ રાગને પોતાથી ભિન્ન રાખ્યો નથી. પરંતુ તે રાગને ભિન્ન રાખે કેવી રીતે? કેમ કે તેણે આત્માને પકડ્યો હોય તો રાગને ભિન્ન રાખે ને?
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
શું કહ્યું તે સમજાણું?
કે રાગથી ભિન્ન નિરપેક્ષ તત્ત્વ છે તેને પકડ્યું-અનુભવ્યું નથી તે કારણે રાગની પક્કડ હોય જ. તેથી અજ્ઞાની રાગમાં પકડાય ગયેલો (-એકત્વ) જ છે. તે આત્મામાં પકડાયો નથી એટલે રાગમાં પકડાયો છે જ. જ્યારે જ્ઞાની તો રાગની પક્કડથી છૂટી ગયો છે. અને તેને શુભરાગ આવે તેને વ્યવહાર કહેવામાં આવે છે. ભારે વાત ભાઈ! લ્યો, આવી વાતો છે.
અહા! આવી વાતો સાધારણ માણસને એવી લાગે છે કે જાણે આ તો કોઈ ઊંચા દરજજાની વાતો હશે! પણ ભાઈ! આ તો હજુ સમ્યગ્દર્શનની—ધર્મના પહેલાં દરજજાની
–વાત છે. અહીં કહે છે કે પાંચમા વ્રતની માફક બીજા બધા – પહેલાં, બીજા, ત્રીજા ને ચોથા – વ્રત માટે પણ સમજી લેવું કે જે શુદ્ધ પરિણતિ હોય તો અહિંસાવૃતાદિના વિકલ્પને વ્યવહાર વ્રત કહેવાય. શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્માને અવલંબીને જ્યાં શુદ્ધતાનો પ્રવાહ વહેતો હોય તે જ્ઞાનધારાની ભૂમિકામાં રાગધારા હોય તેને વ્યવહાર વ્રત કહેવાય. પરંતુ જ્યાં હજુ જ્ઞાનધારા જ પ્રગટી નથી ત્યાં વ્રત હોતાં નથી.
‘જ્ઞાનથી મોક્ષ થાય, પણ રાગથી નહીં – એમ સાંભળીને અજ્ઞાની કહે છે કે “નહીં, એમ નથી. એ ખોટી વાત છે. જ્ઞાન સાથે સમક્તિ અને ચારિત્ર પણ જોઈએ. ભગવાને એકલા જ્ઞાનથી મુક્તિ કહી નથી.” અરે સાંભળ ને? જ્ઞાન એટલે જ્ઞાનનું જ્ઞાન, શ્રદ્ધા એટલે જ્ઞાનની શ્રદ્ધા અને ચારિત્ર એટલે જ્ઞાનમાં રમણતા. - તે બધું (શ્રદ્ધા, રમણતા આદિ) જ્ઞાન જ કહેવાય, આ વાત ‘ખાણીયા તત્વચર્ચામાં’ બહ લીધી છે. અહા! ‘જ્ઞાનથી મોક્ષ થાય” તેનો અર્થ એ છે કે આત્મવસ્તુ જ્ઞાનસ્વભાવી છે, તેથી તેનું જ્ઞાન, તેની શ્રદ્ધા અને તેમાં સ્થિરતા – તે બધું પણ જ્ઞાનમય જ છે, પણ રાગમય નથી. આ, ‘જ્ઞાનથી મોક્ષ થાય’ કહીને સિદ્ધ કરવું છે. જુઓ, ‘સમયસારના પુણ્ય-પાપ અધિકારમાં આવે છે ને? કે જ્ઞાનથી મોક્ષ થાય છે. (જ્ઞાને હિ મોક્ષદેતુ: – ગા.૧૫૧). પણ ‘જ્ઞાનથી મોક્ષ થાય છે તેનો અર્થ શું છે? કે આત્મસન્મુખ થયેલા જ્ઞાન, શ્રદ્ધા અને સ્થિરતા એ ત્રણેય જ્ઞાન છે અને આ જ્ઞાનથી મોક્ષ થાય છે. પણ જ્ઞાન એટલે (બાહ્યનું) એકલું જાણપણું એમ તેનો અર્થ નથી. તેમ જ ‘જ્ઞાનથી મુક્તિ થાય છે એમ કહેતાં વ્યવહાર વ્રતાદિના રાગથી મુક્તિ થતી નથી, રાગ મુક્તિનું કારણ નથી એ સિદ્ધ થાય છે. અહા! જ્ઞાનસ્વરૂપીજ્ઞાનસ્વભાવી આત્મવસ્તુ છે તેમાં જ્ઞાનની સાથે શ્રદ્ધા અને આનંદાદિ ગુણ પણ પડ્યા જ છે. તેથી તેમાં એકાગ્ર થતાં જે શ્રદ્ધા અને આનંદ આદિ પ્રગટે છે તે બધા પણ જ્ઞાનમય જ છે, પરંતુ રાગમય નથી. અને આ જ્ઞાનથી મુક્તિ થાય છે એમ કહેવું છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૦]
[૪૩
શ્રોતા:- જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે એમ ને? પૂજ્ય ગુરુદેવશ્રી:- (હા,) જ્ઞાનમય જ છે. તેને તો રાગનુંય જ્ઞાન છે. કેમ કે રાગ મારો છે એવી માન્યતા જ્ઞાનીને ક્યાં છે? દ્રવ્યનું જ્ઞાન, ગુણનું જ્ઞાન, પર્યાયનું જ્ઞાન, રાગનું જ્ઞાન અને નિમિત્તનું પણ જ્ઞાન. આ રીતે જ્ઞાનીને જ્ઞાન...જ્ઞાન...જ્ઞાન જ છે.
અહીં કહ્યું કે જ્યાં શુદ્ધ પરિણતિ નથી ત્યાં શુભોપયોગને વ્યવહાર વ્રત પણ કહેવાતો નથી. લ્યો, હજુ અજ્ઞાનીને ચોથા ગુણસ્થાનના ઠેકાણાં ન મળે અને પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાનના વ્રત લઈને માને છે કે અમને શ્રાવકપણું અને મુનિપણું પ્રગટ થયું છે.
ટીકા:- અહીં (આ ગાથામાં) પાંચમા વ્રતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.
જુઓ, પાઠમાં છે ને? કે ‘સર્વેસિં થાળ વા' ! એટલે તેમાંથી ત્રિકાળી દ્રવ્યની વાત કાઢી કે ત્રિકાળી તત્ત્વ પ્રભુ ભગવાન આત્મા “સકળ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ છે. તથા ‘ગિરવેqમાવાપુવૅ” – એમ પણ શબ્દ છે ને? તો તેનો અર્થ અહીં ટીકામાં આ કર્યો કે ‘નિજ કારણપરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત થવું એટલે કે પોતાના પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માના સ્વરૂપમાં અવસ્થિત થવું તે ભાવના છે અને આવી અવસ્થિતિપૂર્વક વ્રત હોય એમ કહેવું છે.
અહા! ‘ગિરવેqમાવાળું - નિરપેક્ષ ભાવનાપૂર્વક' એમ પાઠમાં શબ્દ પડ્યો છે એટલે તેમાંથી આત્માની નિરપેક્ષ ભાવના (-સ્વરૂપમાં અવસ્થિત) એવો અર્થ તો ટીકામાં કહ્યો, પરંતુ તે પહેલાં તેમાંથી એમ પણ કહ્યું કે ત્રિકાળી તત્ત્વ છે તે નિરપેક્ષ છે. નિરપેક્ષ ભાવના' કહેતાં એ વીતરાગ પર્યાય થઈ. તે ઉપરાંત) ત્રિકાળી તત્ત્વ પણ નિરપેક્ષ છે એમ કહે છે. તે નિરપેક્ષ ત્રિકાળી તત્ત્વના સ્વરૂપની ભાવનાને એટલે કે તેમાં અવસ્થિતિને નિરપેક્ષ ભાવના કહેવામાં આવે છે. આ શું કહેવાય છે કે, પ્રથમ તો, હજુ યાદ રહેવું મુશ્કેલ છે. આવી ઝીણી વાત છે. અજ્ઞાનીને આ વાત એવી લાગે છે કે શરીરનું કરવાની, વાણી બોલવાની, કે વિકલ્પ વાંચન કરવાની વાત નહીં – કાંઈ કરવાની વાત નહીં અને સીધી આત્માની ભાવનાની વાત?
અહા! અહીંયા પહેલાં ભગવાનને (-આત્માને) સંભારે છે. જેમ કોઈ કામ કરતાં પહેલાં કહે છે ને? કે ‘નમો અરિહંતા'. તેમ અહીંયા ‘મો પરમ નિરપેક્ષ પરમાત્મા’ એમ કહે છે. આ રીતે જ્યાં હોય ત્યાં પહેલાં ભગવાનને (-આત્માને) યાદ કરે છે. અરે! અજ્ઞાની તો રાગના અર્થાત્ પુણ્ય-પાપના પ્રેમમાં રચ્યોપચ્યો હોય છે. તે રાગમાં જ પૂર્ણ અસ્તિ
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
માનીને બેઠો છે, એટલે તેને આ ચીજ શું (-કેવી) છે તે વાત કાને પડતાં, જાણે કે આ ‘બફમું હોય એમ લાગે છે. એટલે કે શું આવી અતિ હશે? એમ તેને થાય છે. પણ અહીંયા તો કહે છે કે તારા વિકારી પરિણામની પાછળ મહા નિરપેક્ષ અર્થાતુ સર્વ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ મહા પ્રભુ આત્મા બિરાજે છે.
જુઓ, અહીંયા ‘સર્વેસિં થાળ વાળો રિવેર્વમાવાપુવં' કહીને પર્યાયની વાત તો લેવી છે, પરંતુ તેમાંથી ત્રિકાળી દ્રવ્યની વાત પણ (મુનિરાજે) કાઢી છે. એટલે કે ‘સર્વ પરિગ્રહના ત્યાગસ્વરૂપ નિરપેક્ષ ભાવના-સ્થિરતા' એમ જે શબ્દો છે તેમાંથી (મુનિરાજે) આ કહ્યું કે આત્મા ત્રિકાળી નિરપેક્ષ ભાવ છે. આ રીતે પર્યાયની વાતમાંથી દ્રવ્યની વાત કાઢી છે. અહા! આનંદરૂપ અમૃતથી ભરેલો-ઉછળતો આત્મા છે. એ વાત ૪૭ શક્તિમાં નથી આવતી? કે અનંત શક્તિઓ-અનંત ગુણો ઉછળે છે. એટલે કે પર્યાયમાં અનંત ગુણો પ્રગટ થાય છે. તેથી જ્ઞાન ઉછળે છે તેની સાથે આનંદ પણ ઉછળે છે. આમ ત્યાં આવે છે ને?
અહીં કહે છે કે એક સમયમાં અનંત...અનંત...પવિત્ર ગુણોનો એક પિંડ એવો એ ભગવાન આત્મા પોતે સર્વ પરિગ્રહના ત્યાગસ્વરૂપ છે. આવો નિજ કારણપરમાત્મા છે... જુઓ, ‘નિજ કારણપરમાત્મા’ કહીને પોતાનો કારણપરમાત્મા કહ્યો છે – કે જે ત્રિકાળી સ્વરૂપ છે, શક્તિનું આખું સત્ત્વ છે, પૂર્ણ-અનંત ગુણોનો એકરૂપ પિંડ છે અને જે અભેદ, એક, નિત્ય-શાશ્વત તત્ત્વ છે. આવા પોતાના સ્વરૂપમાં જે અવસ્થિત છે એટલે કે નિજ કારણપરમાત્માના સ્વરૂપની જેને ભાવના છે – તેમાં જેની એકાગ્રતા છે – તે પરમસંયમી છે. અનાદિથી રાગમાં અને પુણ્યમાં અવસ્થિત હતો તે હવે પોતાના પરમાત્મસ્વરૂપમાં અવસ્થિત છે. અને આવી ભાવના (-અવસ્થિતિ) સહિત જે હોય તેને પાંચમું વ્રત હોય એમ સિદ્ધ કરવું છે. લ્યો, પાઠમાં શબ્દ છે ને? કે ‘માવ'. તો, ભાવના એટલે અવસ્થિત (એમ ટીકામાં અર્થ ર્યો છે.) અવસ્થિત = અવ + સ્થિત= નિશ્ચયે સ્થિત.
અહા! ત્રિકાળી જ્ઞાયક આત્મા આનંદસ્વરૂપ છે. અને એ ચીજ તો સર્વ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ જ છે, તેથી તેને કાંઈ છોડવું પણ નથી તેમ જ કાંઈ ગ્રહવું પણ નથી. આવો નિજ કારણપરમાત્મા... જુઓ, નિજ કારણપરમાત્મા એટલે પોતાનો સ્વભાવ હો. પણ બીજા કોઈ ભગવાન કે ઈશ્વર નહીં. પોતે જ નિજ કારણપરમાત્મા છે અને આવા પૂર્ણસ્વરૂપ પોતાના ભગવાન આત્મામાં અવસ્થિત થવું તેનું નામ મોક્ષનો માર્ગ–સ્વભાવભાવની ભાવના–છે. એટલે કે ત્રિકાળી ભાવની—ત્રિકાળ જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્માની–એકાગ્રતા તે ત્રિકાળી ભાવની ભાવના છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૦]
[૪૫
ભાવના = એકાગ્રતા. અરે! આવું સ્વરૂપ જેને કાને પણ ન પડે અને આવા સ્વરૂપને જે વિચારણામાં પણ લે નહીં તે અંદરમાં પ્રયોગ કરીને નિજ પરમાત્મામાં પહોંચે કઈ રીતે ? આવા સ્વરૂપની અંદર જય શી રીતે? – એમ કહે છે.
કહે છે કે નિજ કારણપરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત એટલે કે આત્માનું જ સ્વરૂપ છે – આત્માનો જે ભાવ છે – તેમાં સ્થિર રહેલા એવા “પરમસંયમીઓને’... દેખો! ‘પરમસંયમી લીધા છે. કેમ કે વર મૂકીને (વિનાની) એકલી જાન કોની? કોઈની નહીં. તેમ ચૈતન્ય ભગવાન આત્મા જ્યાં જાગ્યો નથી ત્યાં વ્રતના બધા વિકલ્પો મડદા સમાન છે. તેને વ્રત કહેવાતા નથી. અહા! ભાષા જુઓને કેવી કરી છે? કે “પરમસંયમીઓ”.... જેમાં વિકલ્પની તેમ જ ચાર ભાવરૂપ પર્યાયની પણ ગંધ નથી એવા પરમ ભગવાનમાં (-આત્મામાં) જે અવસ્થિત છે તે પરમસંયમી છે. અહીં તો જો કે આત્માને સર્વ પરિગ્રહના પરિત્યાગસ્વરૂપ કહ્યો છે, તો પણ તેમાં ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક-એ ચાર પ્રકારની પર્યાય નથી. તો, એ પર્યાયો રહિત જેનું સ્વરૂપ છે એવી પોતાની ચીજમાં જે અવસ્થિત—નિશ્ચયથી સ્થિર છે તે ચારિત્રપર્યાયવંત પરમસંયમી છે. તે પોતાના સ્વરૂપમાં અવસ્થિત થયો ત્યારે તેની સાથે સ્વરૂપની શ્રદ્ધા પણ આવી, તેનું જ્ઞાન પણ આવ્યું અને ચારિત્ર પણ આવ્યું – ત્રણેય સાથે આવ્યા. કારણ કે સ્વરૂપમાં અવસ્થિત ક્યારે થયો? કે જ્યારે તેની શ્રદ્ધા થઈને જ્ઞાન થયું ત્યારે તેમાં અવસ્થિત થયો-ઠર્યો.
અહા! “પરમસંયમીઓને–પરમ જિનયોગીશ્વરોને'... જુઓ, બીજું વિશેષણ આપ્યું. ટીકામાં પણ છે ને? કે પરમમિના પરનનો વિશ્વાળાં. પરમ+જિનમ્યોગ+ઈશ્વર એટલે કે જેણે પોતાના પરમાત્મમય નિજ સ્વરૂપમાં જોડાણ કર્યું છે, પોતાના વીતરાગભાવમાં યોગ છેડ્યો છે તે યોગી છે અને તેના પણ જે ઈશ્વર છે તે પરમજિનયોગીશ્વર છે. જે કે સમ્યગ્દષ્ટિએ પણ પોતાના પરમાત્મામાં યોગ છેડ્યો છે, પરંતુ મુનિ તો પરમજિનયોગીશ્વર છે એમ કહે છે. આવા મુનિને અર્થાત્ “સદાય નિશ્ચયવ્યવહારાત્મક સુંદર ચારિત્રભરા વહનારાઓને’...લ્યો, નિશ્ચય અને વ્યવહાર-એ બન્ને સાથે લીધા છે. નિશ્ચય એટલે વસ્તુમાં અવસ્થિત દશારૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને વ્યવહાર એટલે વિકલ્પ. આવા નિશ્ચયવ્યવહારસ્વરૂપ સુંદર ચારિત્ર છે તેના અતિશયપણાને-સમૂહપણાને વહનારાઓને “બાહ્ય-અત્યંતર ચોવીશ પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ જ...'. જુઓ, હવે ‘સન્વેસિ પાંથા વાતો' નો અર્થ આવ્યો કે દસ પ્રકારનો બાહ્ય અને ચૌદ પ્રકારનો અત્યંતર એમ બધા ચોવીશ પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ મુનિને હોય છે.
અહા! આત્મવસ્તુ તો પરિગ્રહ રહિત છે જ, હવે પરિણામમાં પણ પરિગ્રહનો ત્યાગ થયો એમ કહે છે. આવો સર્વ પરિગ્રહના ત્યાગસ્વરૂપ પરિણામ છે તે “પરંપરાએ
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પંચમગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે'. લ્યો, વ્રતને પંચગતિનું પરંપરાએ કારણ કહ્યું છે.
જુઓ, “ચારિત્રભરની નીચે (ફૂટનોટમાં) વ્યાખ્યા કરી છે કે ચારિત્રભર એટલે ચારિત્રનો ભાર, ચારિત્રસમૂહ; ચારિત્રની અતિશયતા. ભાર એટલે બોજો એવો અર્થ અહીંયા નથી, પણ ભાર એટલે સમૂહ અને ચારિત્રની અતિશયતા એટલે રમણતાની વિશેષતા. સ્વરૂપમાં રમણતાની વિશેષતા તે ચારિત્રભર છે. જેમ ગાડામાં ‘ભર’ ભરે છે ને? તેમ ચારિત્રનો ભર એટલે શાંતિનો ભાર, શાંતિનો સમૂહ. પોતાના સ્વરૂપમાં એટલો ઠરે કે શાંતિનો સમૂહ પ્રગટ થાય. અને તેના વહનારને સાથે શુભવિકલ્પ હોય તેને ખરેખર વ્રત કહેવાય છે. લ્યો, પરંપરાએ પંચમગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત આને કહેવામાં આવે છે.
પ્રશ્ન:- વ્રત બંધના કારણભૂત છે એમ અહીંયા નથી કહ્યું, પરંતુ મોક્ષનું કારણ છે એમ કહ્યું છે?
સમાધાન:- પણ આ (-વ્રતને મોક્ષનું કારણ કહ્યું છે તે) તો વ્યવહારથી કહ્યું છે ને? અને તેની નીચે (ફૂટનોટમાં) ખુલાશો પણ કર્યો છે ને? વ્રતને મોક્ષનું પરંપરાએ કારણ કહ્યું છે તેનો અર્થ એ છે કે વ્રતમાં એટલો અશુભભાવ ટળે છે અને પછી શુભભાવને પણ ટાળશે ત્યારે મોક્ષ થશે. ધમ જીવ દષ્ટિ (સમ્યગ્દર્શન) સહિત છે ને? તેથી તેને શુભભાવમાં એટલો (-અંશે) અશુભભાવ ટળ્યો છે. પછી ક્રમે-કમે શુભભાવને પણ ટાળશે. જુઓ, એ વાતનો (નીચે ફૂટનોટમાં) ખુલાશો છે કે :
શુભપયોગરૂપ વ્યવહારવ્રત શુદ્ધોપયોગનો હેતુ છે અને શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ છે એમ ગણીને અહીં ઉપચારથી વ્યવહારવ્રતને મોક્ષની પરંપરાહતુ કહેલ છે.”
હેતુ = નિમિત્ત. ઉપચારથી = વ્યવહારથી.
શ્રોતા:- મહા મેહનતથી શોધતાં-શોધતાં વ્રત મોક્ષનું ‘પરંપરા' કારણ છે એવો શબ્દ આવ્યો છે (અને આપ કહો છો કે વ્રત મોક્ષનું કારણ નથી)!
પૂજ્ય ગુરુદેવશ્રી:- પણ રાગ કાંઈ મોક્ષનું કારણ થાય? (ન થાય.) એ તો વર્તમાન શુભરાગમાં અશુભરાગનો અભાવ છે અને પછી શુભરાગનો પણ અભાવ કરશે. તે કારણે શુભરાગને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે. રાગ તો વિભાવ-અધર્મ છે. તેથી શું અધર્મ ધર્મનું કારણ થાય? ના.) લોકોને આકરી લાગે એવી વાત છે ભાઈ! અહા! શુભરાગની
Page #59
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૦]
૭િ
મીઠાશ એ જડની-અજ્ઞાનની મીઠાશ છે. શુભરાગનો પ્રેમ ખસવો – તેની મીઠાશ ખસવી - એ ભારે આકરી વાત છે!
અહીંયા એમ કહે છે કે પૂર્ણ ભગવાન આત્મા શુભાશુભભાવ-અજ્ઞાનભાવ રહિત જ્ઞાનસ્વભાવથી ભરેલું તત્ત્વ છે. પોતે આત્મવસ્તુ જ આવી છે. તો, તેનો આશ્રય લઈને જે પરિણતિ પ્રગટે તે મુક્તિનું કારણ છે.
ખરેખર તો શુભોપયોગી મુનિને મુનિયોગ્ય શુદ્ધપરિણતિ જ (શુદ્ધાત્મદ્રવ્યને અવલંબતી હોવાથી) વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધોપયોગનો હેતુ થાય છે અને તે શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ થાય છે.'
શું કહ્યું એ? કે શુદ્ધપરિણતિ શુદ્ધોપયોગનો હેતુ થાય છે. અર્થાત્ છઠે ગુણસ્થાને જે શુદ્ધપરિણતિ છે તે સાતમા ગુણસ્થાનના શુદ્ધોપયોગનો હેતુ થાય છે. વસ્તુ તો એ છે. (-ખરેખર તો આમ છે.) જો કે આ પણ હજુ અપેક્ષિત વાત છે. ખરેખર તો શુદ્ધોપયોગ પ્રગટે છે તેનું મૂળ કારણ દ્રવ્યનો વિશેષ-ઉગ્ર આશ્રય છે. એટલે કે છઠે ગુણસ્થાને દ્રવ્યનો જેટલો આશ્રય છે તેના કરતાં સાતમા ગુણસ્થાનમાં વિશેષ આશ્રય છે અને તે કારણે સાતમા ગુણસ્થાને શુદ્ધોપયોગ પ્રગટે છે. પરંતુ વ્યવહારથી વર્ણન કરવું હોય તો છઠે ગુણસ્થાને ત્રણ કષાયના અભાવરૂપ શુદ્ધપરિણતિ છે તે સાતમાં ગુણસ્થાનના શુદ્ધોપયોગનું કારણ છે એમ કહેવાય છે. ભારે વાત ભાઈ!
અહીં કહે છે કે ખરેખર શુદ્ધપરિણતિ શુદ્ધોપયોગનો હેતુ છે. પરંતુ તે શુદ્ધપરિણતિનો આરોપ શુભભાવમાં દઈને શુભભાવને શુદ્ધોપયોગનો હેતુ કહેલ છે. (બીજી રીતે કહીએ તો) છઠે ગુણસ્થાને કષાય રહિત શુદ્ધપરિણતિ છે તે સાતમા ગુણસ્થાનનો હેતુ છે. પરંતુ તે શુદ્ધપરિણતિને હેતુ નહીં બતાવીને અને તે શુદ્ધપરિણતિનો આરોપ શુભરાગમાં આપીને શુભરાગ શુદ્ધોપયોગનો હેતુ છે એમ આરોપ દઈને કહ્યું છે. ખરેખર તો તે શુદ્ધપરિણતિને શુદ્ધોપયોગનો હેતુ કહેવો તે પણ ઉપચાર છે. કેમ કે તે પર્યાયનો વ્યય થઈને શુદ્ધોપયોગ પ્રગટે છે. ભારે વાત ભાઈ! અહા ! છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધપરિણતિનો વ્યય થઈને સાતમા ગુણસ્થાનનો શુદ્ધોપયોગ વિશેષ શુદ્ધિ-પ્રગટે છે. તેથી ‘શુદ્ધપરિણતિ શુદ્ધોપયોગનું કારણ છે' એમ કહેવું તે પણ ઉપચાર છે. ખરેખર તો શુદ્ધોપયોગનું કારણ ત્રિકાળી દ્રવ્ય છે. પરંતુ હવે જ્યારે શુદ્ધોપયોગનું કારણ કોણ–શુદ્ધપરિણતિ કે શુભ પરિણતિ? – એમ તે બે પરિણતિ વચ્ચેની વાત કરવી હોય ત્યારે આ રીતે કહેવાય કે શુદ્ધપરિણતિ જ શુદ્ધોપયોગનું કારણ છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહા! પોતે ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ છે. તેની શુદ્ધપરિણતિ કે જે નિર્મળ વીતરાગી નિર્વિકલ્પ દશા છે તે – પછીના શુદ્ધોપયોગનું કારણ છે. કેમ કે પૂર્વપર્યાય તે ઉપાદાન કારણ અને પછીની પર્યાય તે કાર્ય એમ આવે છે ને? શુદ્ધપરિણતિનો વ્યય થઈને શુદ્ધોપયોગ ઉત્પન્ન થાય છે. માટે શુદ્ધપરિણતિરૂપ પર્યાય તે ઉપાદાનકારણ છે અને તેના પછી જે શુદ્ધોપયોગ આવે છે તે ઉપાદેય – તેનું કાર્ય છે. “સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષામાં એમ આવે છે ને? કે પૂર્વપરિણામયુ રામાવેન વર્તત દ્રવ્ય / ૩ત્તરપરિણામયુ તત્ વ પર્વ છાર્ય ભવેત્ નિયમાન્ II (ગા.રરર, ર૩૦) જુઓ, એકલા પરિણામ પણ કારણ નહીં અને એકલું દ્રવ્ય પણ કારણ નહીં, પરંતુ ‘પૂર્વપરિણામયુ રળમાવેન વર્તત દ્રવ્ય” એમ કહ્યું છે. અર્થાત્ દ્રવ્ય અને પર્યાય–બન્ને ભેગા લઈને કારણ કહ્યું છે.
અહીં કહ્યું કે છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધપરિણતિ સાતમા ગુણસ્થાનના શુદ્ધોપયોગનો હેતુ થાય છે અને તે શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ થાય છે.
આ રીતે આ શુદ્ધપરિણતિમાં રહેલા મોક્ષના પરંપરાહેતુપણાનો આરોપ તેની સાથે રહેલા શુભોપયોગમાં કરીને વ્યવહારવ્રતને મોક્ષની પરંપરાહતુ કહેવામાં આવે છે.”
લ્યો, શુદ્ધપરિણતિમાં મોક્ષની પરંપરાહેતુ રહેલો છે એમ કહે છે. કારણ કે મોક્ષનું સીધુ કારણ શુદ્ધોપયોગ છે અને તે શુદ્ધોપયોગનું કારણ શુદ્ધપરિણતિ છે. માટે શુદ્ધપરિણતિ મોક્ષનું પરંપરા કારણ થઈ. શું કહ્યું? કે છઠ્ઠી ગુણસ્થાનની શુદ્ધપરિણતિ શુદ્ધોપયોગનું કારણ છે અને શુદ્રોપયોગ મોક્ષનું કારણ છે. તેથી શુદ્ધપરિણતિ મોક્ષનું પરંપરા કારણ થઈ. અને તે શુદ્ધપરિણતિનો કે જે મોક્ષનું પરંપરા કારણ છે તેનો—આરોપ શુભોપયોગમાં આપ્યો છે. અર્થાત્ શુભોપયોગમાં મોક્ષના પરંપરા કારણનો (માત્ર) આરોપ આપ્યો છે. ખરેખર મોક્ષનું યથાર્થ પરંપરા કારણ તો શુદ્ધપરિણતિ છે.
‘જ્યાં શુદ્ધપરિણતિ જ ન હોય ત્યાં વર્તતા શુભોપયોગમાં મોક્ષના પરંપરાહતુપણાનો આરોપ પણ કરી શકાતો નથી, કેમ કે જ્યાં મોક્ષનો યથાર્થ પરંપરાહેતુ પ્રગટ્યો જ નથી - વિદ્યમાન જ નથી ત્યાં શુભોપયોગમાં આરોપ કોનો કરવો?'
અજ્ઞાનીને શુદ્ધપરિણતિ નથી. તેથી જેને મોક્ષનું યથાર્થપણે પરંપરા કારણ કહેવાય તે કારણ પણ નથી. તેથી આરોપ કોનો કરવો? – એમ કહે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૦]
[૪૯
આધારની ગાથા ઉપરનું પ્રવચન
મુનિને (અંતરંગમાં) ત્રણ કષાયનો અભાવ હોય છે અને બાહ્યમાં વસ્ત્ર-પાત્રાદિનો પરિગ્રહ કે તેનો રાગ હોતો નથી. આવો અપરિગ્રહવ્રતનો શુભોપયોગ-રાગ તેમની અંતર શુદ્ધપરિણતિ સાથે હોય છે. સર્વ પરિગ્રહ રહિત એવો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે – વીતરાગસ્વભાવી વસ્તુ છે. હવે તેનો આશ્રય લઈને જે વીતરાગી શુદ્ધપરિણતિ પ્રગટ થઈ તે મુનિપણાની નિશ્ચયદશા છે અને તે ભૂમિકામાં બાહ્ય પરિગ્રહના ત્યાગનો વિકલ્પશુભરાગ ઉઠે તેને વ્યવહારવ્રત કહેવામાં આવે છે. છતાં તે વ્રત પણ મારું સ્વરૂપ નથી એમ મુનિ જાણે છે. એ જ જુઓ, હવે કહે છે. જરી ઝીણી વાત છે!
અહીં પરિગ્રહની વ્યાખ્યા છે ને? એટલે આ ગાથાનો આધાર આપે છે.
પરિગ્રહ = પરિ + ગ્રહ = સમસ્ત પ્રકારે જેમાં સ્વપણું રહ્યું છે તે. તેથી ભગવાન આત્માનો પરિગ્રહ અનંત આનંદાદિ છે. જ્ઞાન, આનંદ આદિ સ્વરૂપ તે આત્માનો પરિગ્રહ છે. અને આવો શુદ્ધ ચૈતન્ય આનંદઘન વીતરાગમૂર્તિ પ્રભુ આત્મા એ ધર્મીનું સ્વ છે, ધર્માંનો પરિગ્રહ છે.
વ્રતની વાત આગળ પાઠમાં (૬૦ મી ગાથામાં) આવી ગઈ છે. હવે અહીં (સમયસારની ગાથાનો) આધાર આપે છે કે ‘જો પરદ્રવ્ય-પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું.' જુઓ, ન્યાય કેવો આપે છે ? કે, શુભાશુભવિકલ્પરૂપ રાગાદિ પણ જો મારા હોય તો, રાગ મારા સ્વભાવથી ભિન્ન ચીજ છે માટે અચેતન હોવાથી, હું અજીવપણાને પામું. પણ ધર્મીની દૃષ્ટિમાં સમકિતથી માંડીને (પૂર્ણતા સુધી) એકલો શુદ્ધ આનંદધામ ચૈતન્ય આત્મા જ હોય છે. એ જ તેની દૃષ્ટિનો વિષય છે, એ જ તેની ચીજ છે. તેથી આવી તેની દૃષ્ટિ હોવાથી રાગનો પરિગ્રહ તેને હોતો નથી.
મુનિને પરિગ્રહ રહિતપણું હોય છે અને અત્યારે અહીંયા મુનિની પ્રધાનતાથી વ્યાખ્યા છે કે મુનિ એમ વિચારે છે કે રાગાદિનો કણ કે બાહ્ય રજકણ પણ મારો હોય-થાય તો, તે અજીવ છે તેથી, હું અજીવ થઈ જાઉં વિકલ્પથી માંડીને પરદ્રવ્ય-પરિગ્રહ જો મારો હોય તો હું અજીવપણાને પામું. અહીંયા અત્યારે નિર્મળ પર્યાય પરદ્રવ્ય છે એ વાત લેવી નથી. પરંતુ મહાવ્રતનો શુભરાગ-વિકલ્પ અચેતન છે, આત્માનું સ્વરૂપ નથી એમ કહેવું છે. મહાવ્રત તે રાગ છે ને? વિકલ્પ છે ને? માટે તે અચેતન છે. તે અચેતન છે એટલે
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૦].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કે તેમાં ચેતનપણું–જ્ઞાન ને આનંદનો અંશ પણ–નથી, તેમાં ચૈતન્યના કિરણનો અંશ પણ નથી.
કહે છે કે જે પરદ્રવ્ય—અચેતનરૂપ રાગ–મારો હોય તો હું અજીવપણાને પામું. પણ હું પ્રભુ ભગવાન આત્મા તો જ્ઞાનાનંદની મૂર્તિ છું, એકલા જ્ઞાન ને આનંદનો પીંડલો છું. તેથી મારામાં મહાવ્રતરૂપ વિકલ્પનો કે જે ખરેખર તો અચેતન છે તેનો–અભાવ છે. અહા ! મહાવ્રતનો વિકલ્પ પણ અચેતન છે. કેમ કે તે રાગ છે અને રાગ તે અચેતન છે. રાગ પોતે પોતાને જાણતો નથી અને રાગ બીજા દ્વારા જણાય છે, માટે રાગ અચેતન છે. આવા રાગને જો હું મારો માનું તો અજીવ થઈ જાઉં એમ કહે છે.
અહા ! અચેતન એવો વિકલ્પ મારો નથી એવું ભાન તો સમ્યગ્દર્શન થયું ત્યારથી જ છે. પરંતુ અહીં તો એમ કહેવું છે કે ચારિત્રવંત કહે છે કે વિકલ્પ મારો નથી). કારણ કે આ ચારિત્રની વ્યાખ્યા છે ને ? તેમ જ સમયસારના નિર્જરા અધિકારની આ ગાથા છે ને ? તો, કહે છે કે હું તો જ્ઞાતા જ છું, વિકલ્પમાત્ર મારો પરિગ્રહ નથી. દયા, દાન, વ્રતનો રાગ પણ મારી વસ્તુ નથી. જો રાગ મારી વસ્તુ હોય તો હું અચેતન થઈ જાઉં. હવે જ્યાં રાગ પણ પોતાનો નથી ત્યાં શરીરાદિ પરદ્રવ્ય તો ક્યાંય દૂર રહી ગયા. આ શરીર માટી-ધૂળ છે અને અજીવપણે થઈને રહેલ પુદ્ગલ છે. તેથી તે મારા છે' એમ જો તું માનતા હો તો તું જડ છો એમ કહે છે. તેમ જ રાગના ભાવને પણ પોતાના માન્યા તો તું અજીવ છો, તેં તારા જીવપણાને માન્યું નથી.
અહીં કહે છે કે મુનિ એમ જાણે છે કે હું તો જ્ઞાતા જ છું. તેથી (પરદ્રવ્યરૂ૫) પરિગ્રહ મારો નથી.” જાણનાર-દેખનાર એવી મારી ચીજ છે. મારામાં રાગાદિ કોઈ ચીજ છે નહીં. લ્યો, આ રીતે આત્માને અંતરમાં અનુભવવો, તેમાં સ્થિરતા કરવી તેનું નામ મુક્તિનો માર્ગ છે, તે સિવાય બીજો કોઈ માર્ગ છે નહીં.
શ્લોક - ૮૦ ઉપરનું પ્રવચન આ નિયમસારનો વ્યવહારચારિત્ર અધિકાર છે તેમાં ૬૦ મી ગાથાનો આ ૮૦ મો કલશ છે. પંચ મહાવ્રતમાંના પાંચમા વ્રતની વાત ચાલી ને? તો, તેનો આ કલશ છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૦]
[પ૧
ભવ્ય જીવ ભવભીપણાને લીધે પરિગ્રહવિસ્તારને છોડો અને નિરુપમ સુખના આવાસની પ્રાપ્તિ અર્થે નિજ આત્મામાં અવિચળ, સુખાકાર (સુખમયી) તથા જગતજનોને દુર્લભ એવી સ્થિતિ (સ્થિરતા) કરો'.
વાસ્તવિક મુનિપણાની દશા અને તેનું પાંચમું વ્રત કેવું હોય અર્થાત્ મુનિને નિશ્ચય અનુભવ સહિત પાંચમું વ્રત કેવું હોય તેની આ વાત છે. જેને નિશ્ચયમાં (શુદ્ધ પરિણતિમાં) પોતાના સ્વભાવનો – કે જે અતીન્દ્રિય આનંદમય છે તેનો – અનુભવ થયો છે, તે ઉપરાંત જેને સ્વરૂપની વિશેષ રમણતા થઈ છે એટલે કે વિશેષ શાંતિ અને વીતરાગતા પ્રગટ થયા છે તેને તેની ભૂમિકાને યોગ્ય પાંચ મહાવ્રતનો શુભરાગ હોય છે. તેમાં પરિગ્રહના ત્યાગનો જે શુભરાગ છે તેને અહીંયા પાંચમું મહાવ્રત કહે છે.
અહીં કહે છે કે જે ભવ્ય જીવ છે – આત્માની શાંતિ, આનંદ આદિની પૂર્ણ દશા એવી મુક્તિનો જે અભિલાષી છે – તેને ચાર ગતિના ભવનો ભય હોય છે. મુનિને ચાર ગતિમાંથી કોઈપણ ગતિમાં-ભવમાં જવાનો ભય હોય છે. ચાર ગતિના પરિભ્રમણનો તેમને ડર હોય છે. સ્વર્ગની ગતિ હોય તો પણ તે કષાયની અગ્નિ છે. તેનાથી – કષાયના અંગારાથી – સ્વર્ગના દેવો પણ બળી રહ્યા છે. માટે કોઈપણ ગતિમાં શાંતિ નથી. તેથી ધર્મને—સમ્યગ્દષ્ટિને અને મુનિને—ભવભીરુપણું હોય છે. અહીંયા જો કે મુનિની વાત છે એટલે મુનિને ભવભીપણું છે એમ કહે છે. કોઈપણ ભવ અને ભવના કારણરૂપ ભાવનો મુનિને ડર હોય છે કે આ નહીં, આ નહીં. અરે! હું તો અતીંદ્રિય આનંદનો સાધક આત્મા છું. અને એવા મને ભવ અને ભવના ભાવનો ડર છે એમ તેઓ જાણે છે. આવા જીવો, કહે છે કે, પરિગ્રહવિસ્તારને છોડો. જુઓ, ભવ્ય જીવ ભવથી ડર્યો છે એમ કહે છે.
વાસ્તવિક જૈનદર્શનનું વીતરાગે કહેલું મુનિપણું કેવું હોય તેની અહીંયા સાચી સમજણ આપે છે. તેમ જ તે મુનિપણું અંગીકાર કરવું કે જે મુક્તિનું તાત્કાલિક કારણ છે એમ ઉપદેશ કરીને વૈરાગ્ય કરાવે છે. તો, કહે છે કે જે સાચા મુનિ છે તેમને તો એક વસ્ત્રનો તાણો પણ ન હોય. તેથી તો કહ્યું ને? કે પરિગ્રહવિસ્તારને છોડો. પરિગ્રહનો જેટલો વિસ્તાર છે તેને છોડો અર્થાત્ પરિગ્રહનો બધોય વિગ્રહ (વિસ્તાર) છોડો. કેમ કે એક કપડાનો ટૂકડો રાખે તોપણ મમત્વ-મૂર્છા-પરિગ્રહ છે અને જ્યાં એવો ભાવ છે ત્યાં મુનિપણું હોતું નથી.
અહીં વ્યવહારથી ઉપદેશ છે ને? એટલે કહે છે કે પરિગ્રહવિસ્તારને છોડો અને ઉપમા વિનાના આત્માના આનંદના નિવાસસ્થાનની પ્રાપ્તિ અર્થે સ્થિરતા કરો. અતીંદ્રિય આનંદનું નિવાસસ્થાન-ઘર આત્મા છે. અતીન્દ્રિય આનંદ ક્યાંય બીજે નથી, પણ પોતાનો
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
સચ્ચિદાનંદ પ્રભુ આત્મા જ શાશ્વત જ્ઞાન અને આનંદનો ભંડાર છે, અતીન્દ્રિય આનંદનો દરિયો છે. તેમાં અવિચળ – ચળે નહીં એ રીતે સ્થિર થા એમ કહે છે. જુઓ, આ મુનિપણું અહા! પ્રભુ આત્મા પુણ્ય-પાપના રાગથી ભિન્ન છે અને પોતાના અતીન્દ્રિય આનંદથી અભિન્ન છે. લ્યો, આવું આત્મતત્ત્વ છે. આવા સુખાકાર-સુખમય ભગવાન આત્મામાં સ્થિતિ કરો અને આ મતલબ કે આત્માના અતીન્દ્રિય આનંદમાં રહેવું તે સાધારણ પ્રાણીને મહાદુર્લભ છે. જ્યારે મુનિને તો, કહે છે કે, સુલભ છે. લ્યો, જેને આવી સ્થિરતા થઈ હોય તેને જ મુનિ કહીએ.
અહા! મુનિએ પોતાનો અતીન્દ્રિય આનંદ સમ્યગ્દર્શન થતાં અનુભવ્યો હતો એટલે કે પહેલાં સમ્યગ્દર્શન થતાં જાણ્યું હતું કે હું આત્મા છું અને મારામાં અતીન્દ્રિય આનંદ છે. હવે તેમાં અવિચળ સ્થિતિ કરીને તેઓ કહે છે કે જગતના સાધારણ પ્રાણીને તે સ્થિતિ દુર્લભ છે. બોધિદુર્લભ ભાવના આવે છે ને ? અર્થાતુ પહેલાં તો સમ્યગ્દર્શનજ્ઞાન જ દુર્લભ છે. કેમ કે (આત્મા) એ ચીજ છે તેની અજ્ઞાનીને ખબર જ નથી અને બહારથી માની બેઠા છે કે અમે જ્ઞાની છીએ.) હવે જેને જગતના ભવમાંથી નીકળવું છે તેની તો આવી–આત્માના અનુભવમય–અંતરદશા હોય છે. તેને આત્મામાં અવિચળ સ્થિતિ-સ્થિરતા હોય છે કે જે જગતજનને દુર્લભ છે. આમ કહીને મુનિદશાને યોગ્ય અતીન્દ્રિય આનંદમાં મુનિરાજ સ્થિર હોય છે એમ કહે છે. લ્યો, આ મુનિપણું! અરે! અજ્ઞાનીને તો હજુ મુનિપણું શું ચીજ છે, મુનિપણાની દશા શી (કેવી) છે તેની કાંઈ ખબર ન હોય અને નગ્ન થઈને નીકળી પડે છે. છતાં માને છે કે અમે સાધુ છીએ.
અહા! વસ્તુરૂપ આત્મા છે તે અતીન્દ્રિય આનંદનું ઘર-નિવાસસ્થાન-ધામ છે. તો, તેનો તે અનુભવ ક્ય હોય કે આ આત્મા આનંદસ્વરૂપ છે તો હવે તેમાં ઠર અર્થાત્ તેમાં વાસ કર, નિવાસ કરે અને તેનું નામ સાધુપણું છે. તથા આવી ચારિત્રદશા વિના મુક્તિ નથી એમ કહે છે.
જ્ઞાની જાણે છે કે રાગ છે એ તો દુઃખરૂપ છે. અરે! વ્રતનો વિકલ્પ પણ દુઃખરૂપ છે. જ્યારે મારો આવાસ તો નિમ્પમ સુખમય છે. નિરુપમ અતીન્દ્રિય આનંદમય મારો સ્વભાવ છે તે મારું ઘર છે અને તેમાં મારો વાસ છે. મારું હસવું-મારું નિવાસસ્થાનમારું ઘર-મારું રહેઠાણ-મારું આયતન-નિમ્પમ સુખમય છે અર્થાત્ નિરુપમ સુખમય આત્મા મારું આયતન છે અને તેની પ્રાપ્તિ અર્થે એટલે કે મારા નિજાનંદસ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ અર્થે હું તેમાં કરું . અહા! શરીરાદિ તો પર છે અને રાગાદિ વિકારદુઃખ છે. જ્યારે પૂર્ણ અતીંદ્રિય આનંદમય ભગવાન આત્મા મારું ઘર છે. તેથી તેની મારી
Page #65
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૦]
[૫૩
પર્યાયમાં પ્રાપ્તિ અર્થે મારી દશા તેના સન્મુખ વળી છે અને રાગ-રજકણથી વિમુખ થઈ છે. લ્યો, આનું નામ પરિગ્રહ રહિતપણું છે.
અહા! હું તો એક નિરુપમ–જેની ઉપમા ન મળે એવાઅતીન્દ્રિય આનંદનો આવાસ છું. સચ્ચિદાનંદ = સત્+
ચિઆનંદ = શાશ્વત જ્ઞાન અને આનંદનો હું આવાસ છું. આ મારું નિવાસ-રહેવાનું સ્થાન છે, પણ નિમિત્ત કે વ્યવહારરૂપ રાગ મારું રહેવાનું સ્થાન નથી. અરે ! ચૈતન્ય શું છે તેની જગતને ખબર નથી.) એ તો પૂર્ણાનંદનો નાથ છે. કેવળજ્ઞાનીને જે આનંદ પ્રગટ્યો છે તે પણ તેનાથી તો અનંતમા ભાગનો છે. કેમ કે કેવળજ્ઞાનીને જે આનંદ પ્રગટ્યો છે તે તો પર્યાયનો એક સમયનો આનંદ છે. જ્યારે દ્રવ્યમાં તો તેનાથી અનંત-અનંત ગુણો અપરિમિત સ્વભાવરૂપ અતીંદ્રિય આનંદ પડ્યો છે. અર્થાત્ અતીન્દ્રિય આનંદનો કંદ એ દ્રવ્યસ્વભાવ છે અને તે મારો છે એમ દ્રવ્યસ્વભાવને ધર્મી પોતાની દષ્ટિના વિષયરૂપ કબૂલે છે. ઝીણી વાત છે ભાઈ! અરે! તેણે અનંતકાળમાં અપૂર્વપણું કોઈ દિ' ક્યું નથી તેથી તેને એમ લાગે છે કે શું છે આ? પણ ભાઈ! આ અપૂર્વ ચીજ છે કે જેને પૂર્વે કોઈ દિ' તેણે દૃષ્ટિમાં લીધી નથી. તેણે બહારની બધી વાત કરી છે કે આમ કરવું ને આમ છોડવું, પણ એ તો બધી મિથ્યાભ્રમની પ્રવૃત્તિ છે.
અહીં જ્ઞાની કહે છે કે મારું નિજઘર તો નિરુપમ સુખમય છે, પણ રાગ કે તેના નિમિત્તો એવી પરિગ્રહવસ્તુ મારો આવાસ-સ્થાન-ઘર-આયતન-રહેઠાણ-નથી. તે મારું રહેવાને યોગ્ય રહેઠાણ નથી. એ વાત તો “સમયસારના નિર્જરા અધિકારમાં પણ આવે છે ને ? કે મારા આત્માને રહેવાનું રહેઠાણ આનંદમય છે. (કલશ-૧૩૮, ગાથા-૨૦૩) લ્યો, રહેનારને રહેઠાણનું સ્થાન તો આત્મા છે એમ કહે છે. આત્મામાં જ્ઞાન, દર્શન વગેરે એવી સંખ્યાએ અનંત શક્તિ છે, તે એક-એક શક્તિનું પણ અનંત-અનંત રૂપ-સ્વરૂપ છે અને આવી અનંત શક્તિનું એકરૂપ તે દ્રવ્ય છે. આવું જે દ્રવ્ય—પૂર્ણ પ્રભુ આત્મા–છે તે મારું નિવાસસ્થાન છે એટલે કે મારે રહેવાનું ઘર તો આ છે એમ ધર્મ જાણે છે. ભજનમાં નથી આવતું કે,
હમ તો કબહું ન નિજ ઘર આયે....(૨) પર ઘર ફિરત બહુત દિન બીતે નામ અનેક ઘરાયે.. હમ તો....'
(પં. દૌલતરામજી).
Page #66
--------------------------------------------------------------------------
________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
હું રાગી છું, પુણ્યવાળો છું, પાપવાળો છું, હું મનુષ્ય છું – એવા નામો તો અનંતવાર ધરાવ્યા
-
પુણ્ય કર્યા છે, મેં પાપ કર્યા છે, છે, પણ તે નિજઘર નહીં. નિજઘર તો આ છે: નિરુપમ આનંદનું ધામ ભગવાન આત્મા. પણ અરે! કેમ બેસે? કેમ કે તેની દૃષ્ટિ જ અનાદિની અંશ અને રાગ ઉપર છે. અનંત ગુણની પર્યાયનો અંશ—કે જે પ્રગટ વ્યક્ત છે તથા જે રાગ છે તેના ઉપર અનાદિથી તેની રુચિ અને રમત છે. અરે! (દ્રવ્યલીંગી) સાધુ થઈને નવમી ત્રૈવેયક ગયો તો પણ તેની જ રુચિ હતી. ‘છઢાળા’માં કહ્યું છે ને? કે,
૫૪]
‘મુનિવ્રત ધાર અનંત વાર, ગ્રીવક ઉપાયૌ; પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાૌ.....
(ચોથી ઢાળ પદ.૫)
એનો અર્થ એ થયો કે સ્વસુખના જ્ઞાન-ભાન વિના એ બધા પાંચ મહાવ્રતાદિ ૨૮ મૂળગુણ પણ દુઃખરૂપ પરિણામ છે. લ્યો, પાંચ મહાવ્રતાદિ ૨૮ મૂળગુણના પરિણામ પણ દુઃખરૂપ છે એમ કહે છે. કેમ કે તે શુભરાગ છે ને? અહા! ‘આતમજ્ઞાન વિના' એટલે
જે આનંદનું ધામ છે એવા આત્માનું - સ્વજ્ઞેયનું – જ્ઞાન કર્યા વિના આનંદ ન થાય. જ્યારે પરજ્ઞેયનું જ્ઞાન કરવામાં તો દુ:ખ અને પરાધીન—પરાવલંબી જ્ઞાન છે. મારગ આવો છે! વસ્તુની સ્થિતિ આવી છે બાપુ! આ કાંઈ બીજી રીતે કરે તો વસ્તુ મળે એમ નથી. કેમ કે વસ્તુ જ આવી છે.
અહા! એક સમયમાં વસ્તુ આત્મા જ નિરુપમ પૂર્ણાનંદમય પ્રભુ છે કે જેને ઉપમા નથી. અરે! તેના આનંદના એક અંશના સ્વાદને પણ ઉપમા નથી. તેને કોની સાથે મેળવવો? કેમ કે ઈંદ્રના રાગના સુખ પણ ઝેર જેવા છે.
શ્રોતા:- તે (ઈંદ્રના) સુખ જ ક્યાં છે?
પૂજ્ય ગુરુદેવશ્રી:- પણ લોકો માને છે ને? કે અમે ઈંદ્ર જેવા ભોગ લઈએ છીએ. ધૂળેય તે પરનો ભોગ લેતો નથી. પરવસ્તુનો તો કોઈને પણ ભોગ છે જ નહીં, તેને તો રાગનો ભોગ છે અને તે રાગ ઝેર છે. કેમ કે અમૃતસ્વરૂપ ભગવાન આત્માથી ઊલટો ભાવ છે. છતાં એવા રાગના દાવાનળ જેવા દુ:ખમાં પડેલો અજ્ઞાની જીવ એમ માને છે કે અમે સ્વર્ગાદિમાં સુખી છીએ. પણ એ તો તેનો મિથ્યાભ્રમ છે. સુખ-આનંદનું ધામ તો ચૈતન્ય પ્રભુ આત્મા છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૦]
[પપ
જુઓ, ભાષા કેવી કરી છે કે ‘નિરુપમ સુખના આવાસની પ્રાપ્તિ અર્થે).... અર્થાત્ પૂર્ણાનંદના નાથ ભગવાન આત્માની પર્યાયમાં પ્રાપ્તિ માટે સ્થિરતા કરો. ભગવાન! તારા પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ માટે નિજ આત્મામાં અવિચળ સ્થિરતા કરો. લ્યો, ‘નિજ આત્મા’ કહેતા ત્રણ લોકના નાથ કેવળી ભગવાન પણ નહીં, કેમ કે એ તો પર છે. ‘નિજ આત્મા’ કહેતા પોતાનો ભગવાન આત્મા. અહા! આત્મા જ એને કહીએ કે જે પૂર્ણ હોય અને જેમાં રાગ પણ હોય નહીં તેમ જ એક સમયની પર્યાય પણ હોય નહીં. આવા નિજ આત્મામાં અવિચળ સ્થિતિ કર. મતલબ કે જેવી ચીજ અવિચળ છે તેવી પર્યાયમાં અવિચળ સ્થિતિ કર એમ કહે છે. આ વાત બાપા! આકરી-મોધી છે. કારણ કે તેણે તે વાતને કોઈ દિ' જાણી નથી અને બહારના કડાકૂટામાં પડીને વાસ્તવિક તત્ત્વને ભૂલી ગયો છે.
હવે કહે છે કે જગતજનોને દુર્લભ અર્થાત્ સાધારણ પ્રાણીઓને સ્વરૂપની પ્રાપ્તિ અર્થે આત્મામાં સ્થિરતા જોઈએ તે દુર્લભ છે. અહીંયા સ્થિરતાની વાત કરી છે, કેમ કે અહીંયા ચારિત્ર લેવું છે ને? ચારિત્રની વ્યાખ્યા છે ને? અહા! ત્રિકાળી, નિરુપમ આનંદનું ધામ એવો નિજ સ્વભાવ છે તેમાં પૂર્ણ ભગવાન આત્મા છે અને તેની પ્રાપ્તિ અર્થે સ્વરૂપમાં અવિચળ સ્થિરતા-રમણતા કર. સ્થિર થવું = ચરવું = રમવું. નિજાનંદસ્વરૂપ ધ્રુવ પ્રભુ આત્મા છે તેમાં રમવું તે ચારિત્ર છે. જો કે રમવું તે પર્યાય છે, છતાં દ્રવ્યમાં રમણતા કરવાની છે કે જે ચારિત્ર પર્યાય છે. તેવી રીતે અનુભવ પણ પર્યાય છે, કાંઈ દ્રવ્ય નથી. અહા! આવી વસ્તુની સ્થિતિ છે તેમ તેના જ્ઞાનમાં અને શ્રદ્ધામાં પ્રથમ આવવી જોઈએ, તો પછી તેને સ્થિરતા થાય એમ કહે છે.
જુઓ, અહીં શું કહે છે? કે પૂર્ણ આનંદનું ધામ – નિવાસસ્થાન એવા ભગવાન આત્મામાં અવિચળ અને સુખાકાર–સુખમયી–આનંદમયી–સ્થિરતા કર અને તેનું નામ ચારિત્ર છે. પૂર્ણ આનંદનું ધામ-નિવાસસ્થાન એવા આત્મામાં અતીંદ્રિય આનંદ સહિત જગતજનોને દુર્લભ એવી સ્થિરતા પર્યાય દ્વારા કરો એટલે કે અતીન્દ્રિય આનંદના ધામમાં સુખાકાર-આનંદ સહિત સ્થિરતા કરો એમ કહે છે. આમ કહીને ચારિત્ર સુખનું દેનાર છે એમ કહે છે. રાગ છે તે દુ:ખ દેનાર છે, જ્યારે ભગવાન આત્મામાં સ્થિરતારૂપ ચારિત્રદશા આનંદદાતા–સુખાકાર છે. મતલબ કે ચારિત્રદશામાં સુખનો જ આકાર છે–સુખસ્વરૂપ જ છે. લોકો કહે છે કે ચારિત્ર દુઃખરૂપ છે, કષ્ટદાયક છે એમ ‘છાળા'માં કહ્યું છે. (“આતમહિમહેતુ વિરાગ જ્ઞાન, તે લખેં આપકો કષ્ટદાન'. પદ૬, બીજી ઢાળ) સંવર-નિર્જરાને જે કષ્ટદાયક માને છે તેને મિથ્યાત્વભાવ છે, તેને ચારિત્રના સ્વરૂપની ખબર નથી. કેમ કે ચારિત્ર તો આનંદદાયક છે. જુઓ, અહીં પણ કહ્યું ને? કે સુખાકાર.
Page #68
--------------------------------------------------------------------------
________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કહે છે કે જગતજનોને અર્થાત્ જગતના રાગના રાગીઓને-પ્રેમીઓને તેમ જ પરપદાર્થના પ્રેમીઓને આ સુખમયી સ્થિરતા દુર્લભ છે. પણ સંતોને તો આનંદધામ પ્રભુ આત્માની સુખાકાર સ્થિરતા સુલભ છે. જુઓ, આગળ કહેશે કે ‘સત્પુરુષોને કાંઈ મહા આશ્ચર્યની વાત નથી.’ અરે! વસ્તુની સ્થિતિ આવી છે એવી અજ્ઞાનીને હજુ ખબર પણ નથી. ચારિત્રની વ્યાખ્યા ચારિત્ર કોને કહેવું તેની પણ તેને ખબર નથી.
૫૬]
=
જુઓ, શું વાત લીધી? કે નિરુપમ સુખનો આવાસ એવા ભગવાન આત્માની પર્યાયમાં પૂર્ણ પ્રાપ્તિ અર્થે તેમાં સ્થિરતા કર. કેમ કે દ્રવ્ય તો પૂર્ણ છે જ. હવે તેની પર્યાયમાં પૂર્ણ પ્રાપ્તિ અર્થે નિજ આત્મામાં—પોતાના ભગવાન આત્મામાં—ચળે નહીં એવી, સુખાકાર અને જગતને દુર્લભ એવી સ્થિરતા કરો. અને તેનું નામ અર્થાત્ અંદર સ્વરૂપમાં રમણતા થવી, સ્વરૂપમાં ચરવું, આનંદમાં રમવું, આનંદનું ભોજન કરવું તેનું નામ ચારિત્ર છે. આ ચારિત્ર જગતને-અજ્ઞાનીઓને દુર્લભ છે. રાગના રાગીઓને-પ્રેમીઓને સ્વરૂપની દષ્ટિ થવી અને તેમાં સ્થિરતા થવી એ મહા દુર્લભ છે એમ કહે છે.
‘અને આ (નિજાત્મામાં અચળ સુખાત્મક સ્થિતિ કરવાનું કાર્ય) સત્પુરુષોને કાંઈ
મહા આશ્ચર્યની વાત નથી'...
વીતરાગી સંતને-મુનિને અંતર સ્વભાવમાં રહેવું-સ્થિર થવું તે કાંઈ આશ્ચર્યની વાત નથી. કારણ કે એ તો તેમના સ્વભાવની (પરિણતિની) સ્થિતિ જ એવી છે. મુનિ તો છઠે-સાતમે ગુણસ્થાને દિવસમાં હજારો વાર આવે છે, ઝૂલતા હોય છે. એ રીતે એક દિવસમાં હજારો વાર અપ્રમત દશા આવે છે. ઘડીકમાં સાતમું ગુણસ્થાન આવતાં આનંદમાં લીન થઈ જાય છે અને ઘડીકમાં વળી વિકલ્પ ઉઠતાં છઠ્ઠું ગુણસ્થાન આવી જાય છે. વળી સાતમું ગુણસ્થાન આવે અને વળી પાછું છઠ્ઠું ગુણસ્થાન આવે. જુઓ, આ મુનિદશા! જૈનદર્શનના વાસ્તવિક દર્શનના—સંતો આવા હોય છે.
અહો! જેણે આત્માને, જેમ હથેળીની રેખાને દેખે તેમ, અંદરથી જોયો છે તે મુનિ છે. તેઓએ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થતાં પ્રથમથી જ ‘આત્મા આવો છે’ એમ દેખ્યું અને જાણ્યું હતું. માટે, તેવા ધર્માત્માને આગળ વધીને સ્વરૂપમાં ઠરવું તે કોઈ આશ્ચર્યની વાત નથી. એ તો તેમનું સ્વરૂપ જ છે. તેમનો ધન્ય અવતાર છે ને! અહા! સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે. સ+ચિદ્+આનંદ = શાશ્વત જ્ઞાન અને આનંદનો સાગર છે. તેનામાં શરીર, વાણી અને મન તો નથી, પરંતુ દયા, દાન, વ્રતનો રાગવિકલ્પ પણ તેના સ્વરૂપમાં નથી. એવી એ ચીજ છે. તો, તે ચીજમાં - વસ્તુ આત્મામાં વસવું, અતીદ્રિય આનંદમાં ઠરવું તે સત્પુરુષો માટે કાંઈ આશ્ચર્યકારી વાત નથી. કેમ કે
=
Page #69
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૦]
[પ૭
એ તો ધર્માત્માની સ્થિતિ જ છે, તેવી જ તેમની દશા છે, એવું જ તેમનું સ્વરૂપ છે. નિજાનંદમાં – આનંદના ધામમાં – રમતા, સુખાત્મક સ્થિરતા કરતા એવા સંતોને આ (સ્વરૂપમાં સ્થિરતા) કરવું તે કાંઈ આશ્ચર્યની વાત નથી. કારણ કે એ તો તેમની સ્થિતિ જ છે. લ્યો, આનું નામ ચારિત્ર અને મુનિપણું.
“અસપુરુષોને આશ્ચર્યની વાત છે.”
જેને આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે – આનંદનો ગાંઠડો છે એવી ખબર નથી અને જેણે પરમાં-ધૂળમાં, પુણ્ય-પાપમાં સુખબુદ્ધિ માની છે એવા અજ્ઞાનીને આત્મામાં કરવું તે આશ્ચર્યકારી વાત છે, આશ્ચર્યની વાત છે. અર્થાત્ તેઓ તે (આત્મામાં સ્થિરતા) કરી શકતા નથી. ‘આ સત્ શું (કેવું) છે? અને તે સમાં સ્થિરતા કેવી હોય? (કેવી રીતે થાય?) - એમ અસપુરુષોને આશ્ચર્યની વાત છે. તેમને આશ્ચર્ય લાગે છે કે આ શું છે? અંદર સુખરૂપ સ્થિરતા થાય તેને ચારિત્ર કહે છે તો શું આવી સ્થિરતા થઈ શકે? શું કહે છે આ? ગપ મારતા લાગે છે. અહીં કહે છે કે ભગવાન! તને ખબર નથી પ્રભુ! પોતાની ચીજ–પૂર્ણાનંદનો નાથ આત્મા–જ્યાં પોતાને પ્રતીતમાં આવ્યો ત્યાં તેમાં સુખરૂપ દશાથી સ્થિરતા કરવી એ તો સંતોનું સહજ-સ્વાભાવિક આચરણ છે. માટે એ કાંઈ આશ્ચર્યની વાત નથી. પણ અસપુરુષોને તે આશ્ચર્યની વાત છે.
અજ્ઞાની કહે છે કે ચારિત્રમાં કેટલું સહન કરવું પડે! બહુ પરિષહ સહન કરવા પડે. જેમ કે ગરમ પાણી પીવું, ઉઘાડા પગે ચાલવું, રાત્રે આહાર ન કરવો, જોઈને ચાલવું વગેરે. - આવી રીતે ભગવાનનો માર્ગ તો તલવારની ધાર જેવો અર્થાત્ દુ:ખરૂપ છે, મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું છે. બાપુ! તને ખબર નથી હોં. તને સપુરુષોના ચારિત્રની રમતની ખબર નથી. કેમ કે તે તો ચારિત્રને દુઃખરૂપ માન્યું છે, જ્યારે ચારિત્ર તો સુખરૂપ દશા છે. જ્યાં અંદરમાં સ્વરૂપની સમ્યક દષ્ટિ થઈ, આનંદમૂર્તિ-આનંદનું ધામ મારી ચીજ છે એમ જ્યાં અનુભવ થયો ત્યાં તેમાં આનંદમય રમણતા થાય એટલે કે આનંદ સહિત - સુખાકાર સ્થિરતા થાય તે ચારિત્ર છે. અને તે તો સંતોની દશા જ છે. લ્યો, આને ગમો તો સવ્વસાહૂણ કહે છે. ગણધરદેવ આવા સાધુને નમસ્કાર કરે છે. ગણધર પાંચ પદ રચે છે ને? તો, ત્યારે તેમાં એમ રચે છે કે –
णमो लोए सव्व अरहंताणं, णमो लोए सव्व सिद्धाणं, णमो लोए सव्व आयरियाणं, णमो लोए सव्व उवज्झायाणं, णमो लोए सव्व साहूणं ।
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
– એમ બધાય પદમાં ‘તોપ્ સ’શબ્દ આવે છે. અહા! તીર્થંકરના વજીર એવા ગણધર જેમને નમસ્કાર કરે તથા જેમને એ નમસ્કાર પહોંચે તેમની સ્થિતિ કેવી હોય? આ સ્થિતિ, પદ્મપ્રભમલધારિદેવ મુનિ કહે છે કે, સત્પુરુષો માટે કાંઈ આશ્ચર્યની વાત નથી. જુઓ, આમ કહીને મુનિરાજ પોતાની પણ વાત કરે છે. કલશ ૭૬ માં પણ આવ્યું હતું ને? કે ‘સુંદર સુખસાગરનું જે પૂર છે તે જિનધર્મ જયવંત વર્તે છે.’ એમ ન્હોતું આવ્યું? એટલે શું કહે છે? કે પ્રભુ આત્મા તો સુંદર સુખસાગરનું પૂર છે જ, પરંતુ હવે પર્યાયમાં પણ આનંદનું પૂર આવ્યું. અને આવો જૈનધર્મ જયવંત વર્તે છે. આમ કહીને પોતાની (ચારિત્ર) દશા પણ જયવંત વર્તે છે એમ કહે છે.
જુઓ, ૭૬ મા કલશમાં છે ને? કે ‘ત્રસઘાતના પરિણામરૂપ અંધકારના નાશનો જે હેતુ છે’. ત્રસઘાતના પરિણામને ‘અંધકાર’ કહ્યા છે, કેમ કે બન્ને શુભ અને અશુભ પરિણામ અજ્ઞાનરૂપ છે, તેમાં જ્ઞાનનો અંશ નથી. ‘અજ્ઞાન' કહીને વિપરીત જ્ઞાન (મિથ્યાત્વ) એમ અહીંયા કહેવું નથી, પણ તેમાં ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માના જ્ઞાનનો અંશ નથી એમ કહેવું છે. તો, અશુભભાવ અજ્ઞાનરૂપ અંધકાર છે અને તેના નાશનો હેતુ જૈનધર્મ છે. તથા ‘સુંદર સુખસાગરનું જે પૂર છે'. કોણ ? આ (જૈનધર્મની) પર્યાય. એ પર્યાયમાં આનંદનું પૂર વહે છે એમ કહે છે. અહા! પોતાનું સ્વરૂપ સુખસાગર તો છે જ, પરંતુ જેણે તેનું અવલંબન લીધું તે જીવને પણ સુખસાગરનું પૂર વહે છે એમ કહે છે. કેમ કે એવા (ચારિત્રવંત) જીવની અહીંયા વાત છે ને? અર્થાત્ પર્યાયમાં જેને અતીદ્રિય આનંદનું પૂર વહે છે તેની અહીંયા વાત છે. તો, આવો જૈનધર્મ જયવંત વર્તે છે. જુઓ, પાઠમાં છે ને ? કે સ યંતિ નિનધર્મ । મુનિરાજ આમ કહીને પોતાને વીતરાગદશા વર્તી રહી છે એમ પોકારે છે. એટલે કે આવો જૈનધર્મ અમારી પર્યાયમાં વર્તે છે એમ કહે છે.
અહા! જૈનધર્મ ક્યાંક તો વર્તતો હોવો જોઈએ ને? તો, જૈનધર્મ-જૈનશાસન પર્યાય છે, પણ દ્રવ્ય કે ગુણ નથી. દ્રવ્ય અને ગુણ તો ત્રિકાળ છે અને તે ત્રિકાળીનો આશ્રય લેતાં જે શુદ્ધતા વહે—આનંદ વહે —તે જૈનધર્મ છે. સમ્યગ્દર્શન થતાં પણ આનંદ વહે છે હો, સમ્યગ્દષ્ટિને પણ પર્યાયમાં આનંદ આવે છે હો. અહીં ‘સુખસાગરનું પૂર' કેમ કહ્યું છે? કેમ કે પોતે (ટીકાકાર) મુનિ છે માટે. સમ્યગ્દષ્ટિને હજુ એટલો આનંદ-આનંદનું પૂર નથી, પણ અંશે આનંદ છે. જ્યારે અહીં તો મુનિપણાની વાત લેવી છે ને? (એટલે આનંદનું પૂર ક્યું છે.) ચોથા ગુણસ્થાન કરતાં પાંચમા ગુણસ્થાને વધારે આનંદ અને તેના કરતાં છઠ્ઠા ગુણસ્થાને વધારે આનંદ હોય છે. તો કહે છે કે આનંદનું પૂર વહે છે. અહા! આવી વસ્તુની સ્થિતિ છે અને તેને આ રીતે જાણ્યા, ઓળખ્યા ને માન્યા વિના
Page #71
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૦]
[૫૯
તેમાં સ્થિરતા થાય નહીં. લ્યો, આ પદાર્થ (-આત્મા)ની સ્થિતિ, તેનું વાસ્તવિક સ્વરૂપ તથા તેની ચારિત્રપર્યાયની દશા કેવી હોય તેનું વર્ણન છે.
અહા! ગાથામાં પાંચમા મહાવ્રતની—નિગ્રંથદશાની વાત હતી ને? એટલે કહે છે કે મુનિને નગ્નદશાનો વિકલ્પ હોય છે. સાચા જૈનના મુનિઓ તો અંતરમાં ત્રણ કષાયના અભાવવાળા હોય છે અને બાહ્યમાં તેમની તદ્દન નગ્નદશા હોય છે. જુઓ, તેમને જૈનના મુનિઓ કહેવામાં આવે છે. એટલે કે એકલા નગ્ન પણ નહીં અને ત્રણ કષાયનો અભાવ થયો હોય ને શરીરમાં વસ્ત્રાદિ રહે એમ પણ નહીં. આવી મુનિની દશા છે ભાઈ! વીતરાગ પરમેશ્વરની આ આજ્ઞા છે એમ તેણે પહેલાં ઓળખાણ કરીને માનવું જોઈએ.
ગાથા - ૬૦ શ્લોક – ૮૦
}
પ્રવચન નં.
NST / ૫૩
NSS / ૫૫
૫૬
NST / ૫૪
તારીખ
૨૩-૬-૦૨
૩૦-૬-૦૧
૨-૭-૭૧
૨૪-૬-૭૨
Page #72
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૬૧ છે,
पासुगमग्गेण दिवा अवलोगंतो जुगप्पमाणं हि । गच्छइ पुरदो समणो इरियासमिदी हवे तस्स ॥६१॥ प्रासुकमार्गेण दिवा अवलोकयन् युगप्रमाणं खलु । गच्छति पुरतः श्रमणः ईर्यासमितिर्भवेत्तस्य ॥६१।। અવલોકી માર્ગ ધુરાપ્રમાણ કરે ગમન મુનિરાજ જે દિવસે જ પ્રાસુક માર્ગમાં, ઈર્યાસમિતિ તેહને. ૬૧. અન્વયાર્થ:- (2મળ:) જે શ્રમણ (પ્રમુખ) પ્રાસુક માર્ગે (દ્રિવા) દિવસે (યુપ્રિમાણ) ધુરાપ્રમાણ (પુરત:) આગળ (વનું અવતો) જોઈને (છતિ) ચાલે છે, (તસ્ય) તેને (સમિતિ:) ઈર્યાસમિતિ (મ) હોય છે. ટીકા:- અહીં (આ ગાથામાં) ઈર્યાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
જે *પરમસંયમી ગુરુયાત્રા (ગુરુ પાસે જવું), દેવયાત્રા (દવ પાસે જવું) વગેરે પ્રશસ્ત પ્રયોજનનો ઉદ્દેશ રાખીને એક ધોંસરા જેટલો માર્ગ તો જોતો સ્થાવર તથા જંગમ પ્રાણીઓની પરિક્ષા (સમસ્ત પ્રકારે રક્ષા) અર્થે દિવસે જ ચાલે છે, તે પરમશ્રમણને ઈર્યાસમિતિ હોય છે. (આ પ્રમાણે) વ્યવહાર સમિતિનું સ્વરૂપ કહેવામાં આવ્યું.
હવે નિશ્ચય સમિતિનું સ્વરૂપ કહેવામાં આવે છે. અભેદ-અનુપચાર-રત્નત્રયરૂપી માર્ગે પરમધર્મ એવા (પોતાના) આત્મા પ્રત્યે સમ્યફ ઈતિ’ (-ગતિ) અર્થાતુ પરિણતિ તે
પરમસંયમી મુનિને (અર્થાત્ મુનિયોગ્ય શુદ્ધપરિણતિવાળા મુનિને) શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) ઈર્યાસંબંધી (-ગમનસંબંધી, ચાલવાસંબંધી) શુભોપયોગ તે વ્યવહાર ઈર્યાસમિતિ છે. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં સુભોપયોગ હઠ સહિત હોય છે, તે શુભોપયોગ તો વ્યવહાર સમિતિ પણ કહેવાતો નથી. (આ ઈર્યાસમિતિની માફ્ટ અન્ય સમિતિઓનું પણ સમજી લેવું.)
Page #73
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧]
[૬૧
સમિતિ છે; અથવા, નિજ પરમતત્ત્વમાં લીન સહજ પરમજ્ઞાનાદિક પરમધર્મોની સંપતિ (-મિલન, સંગઠન) તે સમિતિ છે.
આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારરૂપ સમિતિભેદો જાણીને તેમાં (-તે બેમાંથી) પરમનિશ્ચય સમિતિને ભવ્ય જીવ પ્રાપ્ત કરો. (હવે ૬૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છે.)
(મન્તાક્રાંતા) इत्थं बुद्ध्वा परमसमितिं मुक्तिकान्तासखीं यो मुक्त्वा संगं भवभयकर हेमरामात्मकं च । स्थित्वाऽपूर्वे सहजविलसच्चिच्चमत्कारमात्रे
भेदाभावे समयति च यः सर्वदा मुक्त एव ॥८१॥ (શ્લોકાર્થ:-) આ રીતે મુક્તિકાન્તાની (મુક્તિસુંદરીની) સખી પરમસમિતિને જાણીને જે જીવ ભવભયના કરનારા કંચનકામિનીના સંગને છોડીને, અપૂર્વ, સહજ-વિલસતા (સ્વભાવથી પ્રકાશતા), અભેદ ચૈતન્યચમત્કારમાત્રમાં સ્થિત રહી (તેમાં) સમ્યફ ઈતિ’ (-ગતિ) કરે છે અર્થાત્ સમ્યપણે પરિણમે છે, તે સર્વદા મુક્ત જ છે. ૮૧.
(માનિની)
जयति समितिरेषा शीलमूलं मुनीनां त्रसहतिपरिदूरा स्थावराणां हतेर्वा । भवदवपरितापकले शजीमूतमाला सकलसुकृतसीत्यानीक सन्तोषदायी ॥८२॥
(શ્લોકાર્થ:-) જે (સમિતિ) મુનિઓને શીલનું (-ચારિત્રનું) મૂળ છે, જે ત્રણ જીવોના ઘાતથી તેમ જ સ્થાવર જીવોના ઘાતથી સમસ્ત પ્રકારે દૂર છે, જે ભવદાવાનળના પરિતાપરૂપી કલેશને શાંત કરનારી તથા સમસ્ત સુકૃતરૂપી ધાન્યના રાશિને (પોષણ આપીને) સંતોષ દેનારી મેઘમાળા છે, તે આ સમિતિ જયવંત છે. ૮ર.
Page #74
--------------------------------------------------------------------------
________________
૬૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
(મતિની)
नियतमिह जनानां जन्म जन्मार्णवेऽस्मिन् समितिविरहितानां कामरोगातुराणाम् । मुनिप कुरु ततस्त्वं त्वन्मनो गेहमध्ये ાપવરમમુજ્યાશ્રયોષિસુમુ: ૫૮શા
(શ્લોકાર્થ:-) અહીં (વિશ્વમાં) એ નક્કી છે કે આ જન્માર્ણવમાં (ભવસાગરમાં) સમિતિરહિત કામરોગાતુર (-ઈચ્છારૂપી રોગથી પીડિત) જનોનો જન્મ થાય છે. તેથી હે મુનિ ! તું તારા મનરૂપી ઘરમાં આ સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસગૃહ (ઓરડો) રાખ (અર્થાત્ તું મુક્તિનું ચિંતવન કર.) ૮૩.
(આf)
निश्चयरूपां समितिं सूते यदि मुक्तिभाग्भवेन्मोक्षः । बत न च लभतेऽपायात् संसारमहार्णवे भ्रमति ॥८४॥
(શ્લોકાર્થ:-) જો જીવ નિશ્ચયરૂપ સમિતિને ઉત્પન્ન કરે, તો તે મુક્તિને પામે છેમોક્ષરૂપ થાય છે. પરંતુ સમિતિના નાશથી (-અભાવથી), અરેરે ! તે મોક્ષ પામતો નથી, પણ સંસારરૂપી મહાસાગરમાં ભમે છે. ૮૪.
8888
ગાથા ૬૧ ઉપરનું પ્રવચન
પાંચ મહાવ્રતની વ્યાખ્યા પૂરી થઈ અને હવે સમિતિની વ્યાખ્યા આવી. તેમાં નિશ્ચય અને વ્યવહાર – બન્ને પ્રકારની સમિતિની વ્યાખ્યા લેશે. કેમ કે એકલી વ્યવહારસમિતિ હોય જ નહીં. જેને અંદર આનંદકંદની ધારા - શુદ્ધપરિણતિ વહે છે તેને જ વ્યવહારસમિતિ હોય છે. સમિતિ = સમ+ઇતિ સંગઠન થવું. અનંતગુણની સાથે જેને એકત્વ થયું છે, જેને નિર્મળ નિશ્ચય ધારા વહે છે તેને વ્યવહારસમિતિનો વિકલ્પ હોય છે. અર્થાત્ આત્માના ભાન સહિત મુનિને ઈર્યા આદિ સમિતિ હોય છે. તો, નિશ્ચયસમિતિ સહિત વ્યવહારસમિતિ કેવી હોય તેની હવે વાત છે:
=
‘અહીં (આ ગાથામાં) ઈર્યાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.’
વ્યવહાર ઈર્યાસમિતિ કોને કહેવી તે અહીંયા કહે છે. જુઓ, અહીંયા આવી ભાષા લીધી છે કે ‘પરમસંયમી’. તેનો અર્થ નીચે (ફૂટનોટમાં) છે:
Page #75
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧]
‘પરમસંયમી મુનિને (અર્થાત્ મુનિયોગ્ય શુદ્ધપરિણતિવાળા મુનિને) શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) ઈર્યાસંબંધી (-ગમનસંબંધી, ચાલવાસંબંધી) શુભોપયોગ તે વ્યવહાર ઈર્યાસમિતિ છે. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ તો વ્યવહાર સમિતિ પણ કહેવાતો નથી. (આ ઈર્યાસમિતિની માફ્ક અન્ય સમિતિઓનું પણ સમજી લેવું.)'
મુનિને, મુનિયોગ્ય ત્રણ કષાયના અભાવરૂપ વીતરાગધારા-શુદ્ધધારા તો વહે જ છે. તે ઉપરાંત તેની સાથે જોઈને ચાલવાનો હઠ વગરનો સહજ શુભવિકલ્પ-શુભરાગશુભોપયોગ પણ હોય છે અને તે વ્યવહારસમિતિ છે. પરંતુ શુદ્ધપરિણતિની સાથે શુભરાગ હોય તો તેને વ્યવહારસમિતિ કહેવામાં આવે છે. નહીંતર જ્યાં શુદ્ધપરિણતિ જ પ્રગટી નથી સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિ, આનંદ આદિ જ્યાં પ્રગટ્યા નથી ત્યાં તો વ્યવહારસમિતિ પણ કહેવાતી નથી. અંદર આત્માના આનંદની ધારા જ્યાં પ્રગટી ન હોય ત્યાં ઈર્યાસમિતિ આદિનો શુભભાવ હઠ સહિત હોય છે. તેથી તેને વ્યવહારસમિતિ પણ કહેવાતી નથી. નિશ્ચય વિના વ્યવહાર કેવો? માટે જ્યાં આત્માની આનંદધારા અંદર પરિણતિમાં–પર્યાયમાં-અવસ્થામાં-વહે છે તે ભૂમિકામાં આવો શુભોપયોગનો વિકલ્પ હોય તેને વ્યવહારસમિતિ કહે છે. પરંતુ જ્યાં અંદરમાં આનંદધારા નથી - આત્માના પ્રતીત, જ્ઞાન, અનુભવ અને સ્થિરતા નથી - ત્યાં અજ્ઞાનીના હઠવાળા શુભોપયોગને– શુભભાવને વ્યવહારસમિતિ પણ કહેવાતી નથી. આ રીતે ભાષા, એષણા વગેરે બીજી સમિતિઓનું પણ સમજી લેવું.
-
[૬૩
-
અહા! પૂર્ણ આનંદધામ ભગવાન આત્મા જેને વેદનમાં આવ્યો છે, જેને શુદ્ધપરિણતિ પ્રગટ થઈ છે, જેને પ્રચુર સ્વસંવેદન પ્રગટ્યું છે તેને વ્યવહારસમિતિ હોય છે. એ વાત તો ‘સમયસાર'ની પાંચમી ગાથામાં આવે છે ને? કે મુનિને પ્રચુર સ્વસંવેદન હોય છે. ચોથા ગુણસ્થાને પ્રચુર સ્વસંવેદન નથી પણ થોડું છે, જ્યારે મુનિને તો પ્રચુર સ્વસંવેદન હોય છે. પ્રચુર=ઘણું, સ્વ=પોતાનું, સ=પ્રત્યક્ષ. તો, કહે છે કે મુનિને આનંદના વેદનની સાથે જ્ઞાનનું વેદન પણ હોય છે. અને એવા તે પરમસંયમીને શુભવિકલ્પ ઉઠે તેને વ્યવહારસમિતિ કહેવાય છે.
‘જે પરમસંયમી ગુરુયાત્રા (ગુરુ પાસે જવું), દેવયાત્રા (દેવ પાસે જવું) વગેરે પ્રશસ્ત પ્રયોજનનો ઉદ્દેશ રાખીને એક ધોસરા જેટલો માર્ગ જોતો જોતો સ્થાવર તથા જંગમ પ્રાણીઓની પરિરક્ષા (સમસ્ત પ્રકારે રક્ષા) અર્થે દિવસે જ ચાલે છે,
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
તે પરમશ્રમણને ઈર્યાસમિતિ હોય છે. (આ પ્રમાણે) વ્યવહાર સમિતિનું સ્વરૂપ કહેવામાં આવ્યું.”
મુનિને પણ ગુરુ પાસે જવાનો વિકલ્પ આવે છે. કેમ કે પૂર્ણ વીતરાગતા નથી તેથી તેમને એવો ભાવ આવે છે. તે ઉપરાંત દેવયાત્રા એટલે કે જ્યાં ભગવાન સમવસરણમાં બિરાજમાન હોય ત્યાં જવાનો કે યાત્રા આદિએ જવાનો વિકલ્પ પણ તેમને આવે છે.
પ્રશ્ન:- એક ગામથી બીજે ગામ જવું તે શું છે?
સમાધાન :- હા, (તે પણ ઈર્યાસમિતિ છે.) પરંતુ અહીં તો ગુરુયાત્રા અને દેવયાત્રા એ બન્નેને મુખ્ય લીધા છે, બીજું બધું ગૌણ છે. અહા! મુનિરાજને મુખ્ય તો ગુરુયાત્રા અને દેવયાત્રા હોય છે, પણ એક ગામથી બીજે ગામ જવાની મુખ્યતા હોતી નથી. તેથી તો ગુરુ અને દેવ પાસે જવું તે વાતની મુખ્યતા લઈને પછી ‘વગેરે માં બીજી વાત લઈ લીધી છે, તેમાં બીજી વાત આવી ગઈ છે. જુઓ, ‘વગેરે શબ્દ છે ને? કે ગુરૂદેવયાત્રાદ્ધિ. આમ, પહેલાં આ ગુરુયાત્રા અને દેવયાત્રા એ બે પ્રકાર રાખીને પછી ‘વગેરે કહેતાં તેમાં બીજા બધા પ્રકાર આવી ગયા. ગુરુયાત્રા, દેવયાત્રા કહેતાં ગુરુ ને દેવ પાસે વિનયથી જવું અને ‘વગેરે કહેતાં આહાર લેવા જવું હોય કે બીજી કોઈ રીતે જવું હોય તેની વાત છે. અહા! એક-એક શબ્દમાં પૂરા ભાવ ભરેલા છે.
જુઓ, અહીં કહે છે કે ગુરુયાત્રા, દેવયાત્રા વગેરે પ્રશસ્ત પ્રયોજનનો ઉદ્દેશ રાખીને અર્થાત્ ગમનમાં શુભરાગનો હેતુ, પ્રશસ્ત હેતુ હોવો જોઈએ. પણ કોઈ માન કે બીજા હેતુ માટે જવાની (ગમનની) વાત મુનિને હોય નહીં. તેમ જ “સ્થાવર તથા જંગમ પ્રાણીઓની પરિરક્ષા અર્થે - એમ કહ્યું છે તે માત્ર વ્યવહારથી શબ્દ (વાત) છે. ખરેખર તેનો અર્થ એ છે કે બીજાને દુ:ખ ન થાય તે માટે આત્મજ્ઞાની-ધ્યાની અને શુદ્ધપરિણતિવાળા મુનિ શુભવિકલ્પના કાળે દિવસે જ ચાલે છે. પણ દૂર જવું હોય એટલે કાંઈ વહેલી સવારના અંધારે જલ્દી ચાલે નહીં, તે મુનિની ક્રિયા જ નથી.
મૂળ પાઠમાં (-ગાથામાં) તો આ વ્યવહાર સમિતિની જ વ્યાખ્યા છે, પરંતુ તેમાંથી મુનિએ (-શ્રી પદ્મપ્રભમલધારિદેવે) નિશ્ચય સમિતિની વાત કાઢી છે. કેમ કે જેને નિશ્ચયસમિતિ હોય તેને જ આવી વ્યવહારસમિતિ હોય છે.
હવે નિશ્ચય સમિતિનું સ્વરૂપ કહેવામાં આવે છેઅભેદ-અનુપચાર-રત્નત્રયરૂપી માર્ગે પરમધર્મી એવા (પોતાના) આત્મા પ્રત્યે સમ્યફ “ઇતિ' (-ગતિ) અર્થાત્ પરિણતિ તે સમિતિ છે.”
Page #77
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧]
[૬૫
અભેદ = ભેદ નહીં, પણ એકરૂપ. અનુપચાર = નિશ્ચય; યથાર્થ. રત્નત્રય = નિર્વિકલ્પ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર; પૂર્ણ સ્વભાવની સન્મુખ થઈને પ્રતીતિ, તેનું જ્ઞાન અને તેમાં રમણતા. નિશ્ચય સમ્યગ્દર્શન, નિશ્ચય સમ્યજ્ઞાન અને નિશ્ચય સમ્યસ્થિરતા એ અભેદઅનુપચાર-રત્નત્રયરૂપી માર્ગ છે. આવા પર્યાયરૂપ રત્નત્રયરૂપી માર્ગે એટલે કે તે પરિણતિમાં રહેલા પરમધર્મી એવા પોતાના આત્મા પ્રત્યે સમ્યફ ગતિ-શુદ્ધપરિણતિશુદ્ધપરિણમન તેને નિશ્ચયસમિતિ કહે છે. અહા! વ્યવહાર ઈર્યાસમિતિવાળા તો બહારમાં જોઈને ચાલે છે. જ્યારે નિશ્ચય ઈર્યાસમિતિવાળા આત્મામાં જોઈને તેમાં ઠરે છે. આત્મા પૂર્ણ ચિદાનંદસ્વરૂપ છે એમ પોતાના સ્વરૂપને જોઈને તેમાં કરવું તે નિશ્ચયસમિતિ છે. આવી નિશ્ચયસમિતિ, પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માને જોઈ-જાણી તથા તેને પ્રતીતમાં લઈને તેમાં સમિતિ – સમ્યક પ્રકારે ગતિ-સ્થિરતા કરે છે તેને હોય છે અને આ વાસ્તવિક-ધર્મરૂપ સમિતિ છે. આ ભૂમિકામાં (ચાલવા સંબંધીનો) વિકલ્પ ઉઠ તે વ્યવહારસમિતિ છે. લ્યો, પોતાના આત્મા પ્રત્યે સમ્યફ ઈતિ-પરિણતિ તે યથાર્થ સમિતિ છે એમ કહે છે.
અહા ! શુદ્ધદ્રવ્યને ધ્યેય બનાવીને પર્યાયમાં શુદ્ધપરિણતિરૂપે થવું તેનું નામ નિશ્ચયસમિતિ કહેવામાં આવે છે કે જે સંવર-નિર્જરાસ્વરૂપ છે. જ્યારે વ્યવહારસમિતિનો શુભરાગ પુણ્ય-આગ્નવસ્વરૂપ છે. આ રીતે, નિશ્ચયસમિતિ આત્માના શુદ્ધ આનંદસ્વરૂપના પરિણમનરૂપ છે અર્થાત્ શુદ્ધ આનંદસ્વરૂપ પ્રત્યે સમ્યફ ઈતિ–ગતિ–પરિણતિ– પરિણમન તે નિશ્ચયસમિતિ છે અને તે મોક્ષના નિશ્ચયમાર્ગરૂપ છે. લ્યો, નિશ્ચયસમિતિને અહીંયા મોક્ષમાર્ગ કહે છે. જુઓ! (મૂળ ગાથામાં) વ્યવહાર સમિતિની વાત કરી તો ટીકામાં તેની સાથે નિશ્ચય સમિતિની પણ વાત કરી. કેમ કે નિશ્ચય હોય તો જ વ્યવહાર હોય એમ જણાવવું છે. એટલે કે બન્ને (નિશ્ચય ને વ્યવહાર) સાથે હોય છે, પણ એકલો વ્યવહાર હોય નહીં એમ જણાવવું છે. તેમ જ પૂર્ણ વીતરાગતા નથી થઈ ત્યાં સુધી નિશ્ચય સાથે આવો વિકલ્પ હોય છે એમ પણ જણાવવું છે.
અથવા, નિજ પરમતત્વમાં લીન સહજ પરમજ્ઞાનાદિક પરમધર્મોની સંહતિ (-મિલન, સંગઠન) તે સમિતિ છે.'
જ્ઞાનાદિ અનંત ગુણમય વસ્તુમાં એકાકાર થઈને ગુણો સાથે મિલન થવું તેનું નામ સમિતિ કહેવામાં આવે છે. ગુણની પર્યાયનું ગુણ સાથે મિલન કરી દેવું તે સમિતિ છે. પર્યાયનું રાગ સાથે મિલન થતા ખંડ-ખંડપણું થાય છે. હવે તે પર્યાયને સહજ
Page #78
--------------------------------------------------------------------------
________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પરમજ્ઞાનાદિક અનંત ગુણો સાથે મિલાવી દેવી તે સમિતિ છે. અનંત ગુણોમાં અંતર એકાગ્ર થવું તેનું નામ સમિતિ કહેવામાં આવે છે. અરે! પણ અત્યારે તો આ મૂળ નિશ્ચય સમિતિરૂપી વર’ પડ્યો રહ્યો છે અને અજ્ઞાનીએ વ્યવહાર સમિતિરૂપી જાન જોડી દીધી છે. પરંતુ વર ન હોય તો જાન કેવી? વર વિના અણવર કેવો વર વિના અણવર કહેવો કોને? એમ જેને નિશ્ચયસમિતિ ન હોય તેને વ્યવહાર સમિતિ કેવી?
અહા! જેને આત્માના અંતર આનંદસ્વભાવના ભાનનું અને સ્થિરતાનું પરિણમન છે તેને ચાલવા આદિનો વિકલ્પ હોય તો વ્યવહારસમિતિ કહેવામાં આવે છે. પરંતુ તે વ્યવહારસમિતિથી મોક્ષ થાય નહીં. જેમ કે લગ્ન વખતે વરઘોડો ચડ્યો હોય ત્યારે ઘોડા ઉપર વર સાથે નાના છોકરાને પણ બેસાડે. પરંતુ તેની સાથે કાંઈ કન્યા પરણે નહીંફેરા ફરે નહીં. તેમ વ્યવહારસમિતિ એ નાના છોકરા સમાન છે. તેની સાથે કાંઈ (મોક્ષરૂપી) કન્યા ફેરા ફરે નહીં. તે વ્યવહારસમિતિરૂપ પુણ્યરાગ-વિકલ્પ તો બંધનું કારણ છે, જ્યારે
સ્વભાવના આશ્રયે થયેલા આ નિશ્ચય સમિતિના અબંધપરિણામ - વીતરાગી સમ્યગ્દર્શન, વીતરાગી જ્ઞાન ને વીતરાગી સ્થિરતા - મોક્ષનું કારણ છે.
અહા ! નિશ્ચયસમિતિ એટલે શુદ્ધ પૂર્ણાનંદ એવી અભેદ અનુપચાર ચીજની પરિણતિ. અને તેની અત્યારે અહીંયા વાત છે. કહે છે કે જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, આનંદભાવ એ અભેદ અનુપચાર ત્રિકાળી વસ્તુ છે. તેને અવલંબે પ્રગટ થતાં અંતરના નિર્મળ, નિર્વિકલ્પ, અભેદ, અનુપચાર માર્ગમાં પોતાના આત્માની ગતિ-પરિણતિ તે સમિતિ છે. સમિતિ એટલે સમ્યફ ગતિ-ચાલવું એમ તેનો અર્થ છે ને? તો, અંદર આત્મામાં ગતિ કરવી, શુદ્ધ વીતરાગી પરિણતિ કરવી તેનું નામ નિશ્ચયસમિતિ છે. અથવા નિજ પરમતત્ત્વ એવા સામાન્ય-એકરૂપ-અભેદ ધ્રુવમાં લીન અનંત ગુણો-ધર્મો છે તેની અંદર એકતા કરવી તે સમિતિ છે. જોકે વસ્તુ તરીકે તો અનંત ગુણોની એકતા છે જ, પરંતુ હવે પર્યાયનું અનંત ગુણોની સાથે મિલન-સંગઠન થવું તે સમિતિ છે એમ કહે છે. બીજી રીતે કહીએ તો, અનંત ગુણોની સાથે નિર્મળ પર્યાયનું એકત્વ થવું તેનું નામ સમિતિ કહેવામાં આવે છે. લ્યો, આ, સમિતિની વ્યાખ્યા! આ નિશ્ચયસમિતિ એક જ છે. (તેના ભેદ નથી, કેમ કે નિશ્ચયથી પાંચે સમિતિનું સ્વરૂપ આવું જ છે.)
કહે છે કે નિજ પરમતત્ત્વમાં લીન... પ્રશ્ન:- ‘નિજ પરમતત્ત્વ' કોને કહેવું? સમાધાન :- ત્રિકાળી તત્ત્વને નિજ પરમતત્ત્વ કહેવું. આ પરમતત્ત્વ ત્રિકાળી
Page #79
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧]
[૬૭
અવિનાશી, ધ્રુવ છે. જ્યારે સંવર, નિર્જરા, મોક્ષ આદિ બધા નવ પર્યાયો નાશવાન છે. એ વાત શુદ્ધભાવ અધિકારમાં લીધી છે કે પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષરૂપ પર્યાય છે તે નાશવાન છે. લ્યો, કેવળજ્ઞાનની પર્યાય પણ નાશવાન છે એમ કહે છે. કેમ કે તે એક સમય રહે છે પણ કાંઈ ધ્રુવ નથી. પહેલાં સમયનું કેવળજ્ઞાન વ્યય થઈ જાય છે અને બીજા સમયે બીજું થાય છે. આમ, તે કેવળજ્ઞાનાદિ નવ પર્યાય (-તત્ત્વ) નાશવાન છે. જુઓ, ૩૮ મી ગાથાનો ૫૪ મો કલશ છે: “સર્વ તત્ત્વોમાં જે એક સાર છે' એટલે કે અહીં જેને નિજ પરમતત્ત્વ કહ્યું છે તે એક જ સર્વ તત્ત્વોમાં સાર છે. તથા જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી દૂર છે'. બધા પર્યાયો નાશવાન છે અને તેનાથી ધ્રુવ આત્મા દૂર છે. અરે! કેવળજ્ઞાનની એક સમયની પર્યાયથી પણ ધ્રુવ આત્મા દૂર છે. આ ૫૪ મા કલશ પહેલાંની ૩૮ મી ગાથાની ટીકામાં પણ કહ્યું છે કે, ‘જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ પદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી.' મતલબ કે એ બધા—સંવર, નિર્જરા, મોક્ષાદિ પર્યાયો - પરદ્રવ્ય છે.
શ્રોતા:- મોક્ષ પણ પરદ્રવ્ય?
પૂજ્ય ગુરુદેવશ્રી:- (હા), તે પરદ્રવ્ય છે – ત્રિકાળી સ્વદ્રવ્યની અપેક્ષાએ તે પરદ્રવ્ય છે. આવી વાતો છે. જો કે પરની અપેક્ષાએ તે પર્યાય પોતાની છે, પણ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ તે એક સમયની પર્યાય પદ્રવ્ય છે. એ વાતનો ૫૦ મી ગાથામાં પણ ખુલાસો ક્ય છે ને? કે પર્યાય પરદ્રવ્ય, પરભાવ હોવાથી હેય છે. - આમ ૫૦ મી ગાથામાં કહ્યું છે.
શ્રોતા:- મોક્ષ હેય છે?
પૂજ્ય ગુરુદેવશ્રી:- (હા), મોક્ષ હેય છે. ઉપાદેય તો ત્રિકાળી નિજતત્ત્વ છે. અત્યારે (પંચમકાળમાં) મોક્ષ તો છે નહીં, સંવર-નિર્જરા હોય, છતાં તેપણ હેય છે. કેમ?
કેમ કે,
(૧) તે (સંવર-નિર્જરા) આશ્રય કરવાલાયક નથી. અને જો તે પર્યાયનો આશ્રય કરવા જાય તો વિકલ્પ ઉઠે છે. તથા
(૨) તે પર્યાયમાંથી બીજી પર્યાય આવતી નથી.
માટે પર્યાયને પરદ્રવ્ય કહીને ત્રિકાળી સ્વદ્રવ્યનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. તે ત્રિકાળી સ્વદ્રવ્યના આશ્રયથી જ નવી શુદ્ધ પર્યાય પ્રગટે છે. ઝીણી વાત છે! અહા!
Page #80
--------------------------------------------------------------------------
________________
૬૮ ]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહીં તો મુદ્દાની રકમની એટલે કે ધ્રુવ આત્માની વાતો છે. તો કહે છે કે, તે ધ્રુવને જે ધ્યેય બનાવે છે તેને ઉપાદેય ધ્રુવ છે પણ પર્યાય નહીં. અરે! ચાહે તો સંવર-નિર્જરાની પર્યાય હો તો પણ ઉપાદેય નથી. અરેરે! અત્યારે બહારમાં તો મુદ્દાની રકમ પડી રહી છે અને ઉપરની-વ્યાજની વાતો ચાલે છે. અજ્ઞાનીને પુંજી અર્થાત્ પૂર્ણાનંદસ્વરૂપ અખંડ આત્મા—કે જે ધ્રુવદ્રવ્ય છે તે દૃષ્ટિમાં છે નહીં અને વ્યાજમાં (-શુભભાવમાં)
રોકાઈ ગયો છે.
અહીં કહે છે કે પરમજ્ઞાનાદિક એ પરમધર્મો છે. કેમ કે તેમને આત્માએ ધારી રાખ્યા છે. તો વસ્તુમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ એવા-એવા અનંત-અનંત ધર્મો છે તે ધર્મોની સંહિત થવી—તેની સાથે મિલન થવું તેમાં એકત્વ થવું — તે નિશ્ચયસમિતિ છે. ગુણની પર્યાય રાગ સાથે એકત્વ થતાં ખંડ-ખંડપણું થાય છે. હવે તે પર્યાયનું અંદર અનંત ગુણોમાં એકત્વ થવું - સ્વસન્મુખ થઈને તે પર્યાયને અનંત ગુણોમાં એકત્વ કરવી – તે સમિતિ છે. ગુણની પર્યાય રાગમાં-પુણ્યમાં એકત્વ થતાં સ્વથી ભિન્ન રહેતી હતી, તે હવે ગુણોમાં એકત્વ થતાં સ્વથી અભિન્ન થઈ.
‘આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારરૂપ સમિતિભેદો જાણીને તેમાં (-તે બેમાંથી) પરમનિશ્ચયસમિતિને ભવ્ય જીવ પ્રાપ્ત કરો.’
જોયું? નિશ્ચય અને વ્યવહારરૂપ સમિતિના ભેદો જાણીને-એમ કહ્યું છે. અર્થાત્ તેણે નિશ્ચય અને વ્યવહારના ભેદો બરાબર જાણવા જોઈએ કે આવું તેમનું સ્વરૂપ છે. પછી તેમાંથી પરમનિશ્ચયસમિતિને પ્રાપ્ત કરો એમ ઉપદેશ છે. વ્યવહારસમિતિ ભલે વચ્ચે આવે, છતાંપણ પ્રાપ્ત તો નિશ્ચયસમિતિને કરો એમ ઉપદેશ છે.
શ્લોક
‘આ રીતે મુક્તિકાન્તાની (મુક્તિસુંદરીની) સખી પરમસમિતિને જાણીને જે જીવ ભવભયના કરનારા કંચનકામિનીના સંગને છોડીને, અપૂર્વ, સહજવિલસતા (સ્વભાવથી પ્રકાશતા), અભેદ ચૈતન્યચમત્કારમાત્રમાં સ્થિત રહી (તેમાં) સમ્યક્ ‘ઈતિ’ (-ગતિ) કરે છે અર્થાત્ સમ્યક્ષણે પરિણમે છે, તે સર્વદા મુકત જ છે.’
-
૮૧ ઉપરનું પ્રવચન
Page #81
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧]
પૂર્ણ નિરુપદ્રવ-કલ્યાણરૂપ પરિણતિ તે પૂર્ણ શીવપદ છે. તેની સખી-બહેનપણી તે પરમસિમિત છે. તો કહે છે કે, પૂર્ણ અતંદ્રિય પરમ આનંદદશામય એવી મુક્તિરૂપી કાંતાની સખી પરમસમિતિ છે એમ જાણીને અંતર સ્વરૂપમાં ગતિ કરવી, સ્વભાવનું પરિણમન કરવું. અહા! ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું, તેની ગતિ થવી તે સમિતિ છે. આવી સમિતિને પહેલા જાણીને જે જીવ ભવ અને ભયના કરનારા કંચનકામિનીના સંગને છોડીને...જુઓ, પાઠમાં છે ને? કે હેમરમાત્મ. હેમ=કંચન=સોનું ને રામા=કામિની=સ્ત્રી. જે જીવ સોનું ને સ્ત્રીસ્વરૂપ સંગને છોડીને એટલે કે અસંગતત્ત્વ એવા ભગવાન આત્માના સંગને પામીને અપૂર્વ, સ્વાભાવિક વિલસતા, અભેદ ચૈતન્યચમત્કારમાત્રમાં સ્થિત રહી તેમાં ગતિ કરે છે તે સર્વદા મુક્ત જ છે.
[૬૯
લ્યો, આત્માનો ત્રણ કાળ ને ત્રણ લોકને જાણે એવો ગુણરૂપ ચૈતન્યચમત્કાર સ્વભાવ છે એમ કહે છે. એવા તે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યચમત્કાર સ્વભાવમાં સ્થિત રહીને તેમાં સમ્યક્ ઈતિ કરવી – શુદ્ધ વીતરાગપરિણતિ પ્રગટ કરવી એટલે કે અતીંદ્રિય આનંદની ધારા પરિણમે તેને સમિતિ કહેવામાં આવે છે અને આ સમિતિ મુક્તિરૂપી સ્ત્રીની સખી-બહેનપણી છે.
સમિતિ=સ+ઈતિ=સમ્યક્+ઈતિ(-ગતિ)=સમ્યક્ પ્રકારે ગતિ કરવી—પરિણમવું. આનંદસ્વરૂપ ભગવાન આત્મા અંદર પોતાની દશામાં આનંદ ને શાંતિરૂપે સમ્યક્ષણે ગતિ કરે-પરિણમે તે સમિતિ છે અને તે (સમિતિવૃંત) આત્મા મુક્ત જ છે. જુઓ, આ શૈલી શ્રી અમૃતચંદ્રાચાર્યની ટીકામાં આવે છે કે ‘સાત્તિ મુર્ત્ત વ્ ।’ (કલશ ૧૯૮, સમયસાર). તેમ અહીં પણ શ્રી અમૃતચંદ્રાચાર્યની શૈલી શ્રી પદ્મપ્રભમલધારીદેવે લગભગ વાપરી છે. તેથી આમ કહ્યું કે ‘સર્વા મુ વ્ ।’પૂર્ણ શુદ્ધ ધ્રુવસ્વરૂપ આત્માનું અંદર પરિણતિમાં નિર્મળ ગતિરૂપે (-પર્યાયરૂપે) પરિણમવું તે સમિતિ છે કે જે મુક્તિરૂપી સ્ત્રીની સખી છે. આવું પરિણમન છે તે મુક્ત જ છે એટલે કે તે જીવ મુક્ત જ છે. અહા! જુઓ તો ખરા! વ્યવહારસમિતિની વાત ચાલે છે તોપણ તેમાં આ વાત કરી કે વિકલ્પરૂપ વ્યવહારસમિતિથી પણ તે મુક્ત છે.
‘તે સર્વદા મુક્ત જ છે' એટલે?
કે ત્રિકાળી ચૈતન્ય આત્મા મુક્તસ્વરૂપ છે, આત્માની પૂર્ણ પરિણતિ મુકત છે અને તેની સખી—કે જે શુદ્ધ ધ્રુવ આત્માનું શુદ્ધપણે પરિણમન થવું એવી સમિતિ છે તે
Page #82
--------------------------------------------------------------------------
________________
૧૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
સમિતિ —પણ મુક્ત છે. આ રીતે, જેમ આત્મા મુકતસ્વરૂપ છે, તેની પૂર્ણ પર્યાય મુક્ત છે તેમ મુક્તિની સખી એવી આ સમિતિ અર્થાત્ સમિતિનંત જીવ પણ મુક્ત છે.
અહા! ભગવાન આત્મા મુક્તસ્વરૂપ-અબંધસ્વરૂપ જ છે. જ્ઞાનભાવ, આનંદભાવ આદિ અનંત ગુણના એકરૂપ ધ્રુવ ચૈતન્ય વસ્તુ છે તે મુક્ત જ છે. એ મુક્તરૂપની પૂર્ણ મુકતપર્યાય થાય અર્થાત્ આનંદ આદિ બધા ગુણોની પૂર્ણ પરિણતિરૂપ પૂર્ણ મુક્તિ થાય તેની સખી તે સમિતિ છે. મતલબ કે મુક્તસ્વરૂપ આત્માના શુદ્ધ પરિણમનની ગતિ એવી સમિતિ તે મુક્તિની સખી છે. આવી વાત છે! અહો! વસ્તુ અંદરમાં છે પણ બહારમાં છે નહીં. અરે! તે વિકલ્પમાં પણ નથી તો પછી શરીર ને વાણીમાં તો ક્યાંથી હોય? આવી ચીજ છે.
જુઓને, અહીં ‘ચૈતન્યચમત્કાર' શબ્દ વાપર્યો છે ને? તેનો અર્થ એ છે કે તેની શક્તિમાં અનંત-અનંત કેવળજ્ઞાનની પર્યાયના પૂર પડ્યા છે. સ્વભાવને ક્ષેત્રની મોટપની જરૂર નથી. તો આવા અભેદ ચૈતન્યચમત્કારમાત્રમાં સ્થિત રહી તેમાં પરિણમે તે સર્વદા મુક્ત જ છે. એ વાત તો ‘પ્રવચનસાર’ની છેલ્લી પાંચ ગાથાઓમાં પણ કહી છે ને? કે મુક્ત છે. (‘સાક્ષાત્ શ્રમણને મોક્ષતત્ત્વ જાણવું' - ગા.૨૭૨.) પૂર્ણ મુક્તસ્વરૂપ ભગવાન આત્માને દષ્ટિમાં લઈને જેણે શુદ્ધ પરિણમન પ્રગટ કર્યું તે મુક્ત જ છે.
અહા! શબ્દ ‘સમિતિ’ છે ને? એટલે કે સમ્યક્ ગતિ-ગમન-પરિણમન કરવું, જોઈને ચાલવું. અંદર પૂર્ણાનંદ મુક્તસ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્માને જોઈને પરિણમવું તે સમિતિ છે. મહા સ્વભાવી નિજ પરમાત્માને જોઈને-જાણીને તેની ગતિમાં (પર્યાયમાં) ધ્રુવનું પરિણમન કરવું—શુદ્ધ વીતરાગ પરિણતિપણે પરિણમવું — તે સર્વથા મુક્તદશાની સખી એવી સમિતિ છે અને તે જીવ પોતે સર્વદા મુક્ત જ છે. ભારે વાત! જુઓ, વાત ચાલે છે વ્યવહારચારિત્ર અધિકારમાં વ્યવહારસમિતિની, (છતાં નિશ્ચયસમિતિની વાત કરે છે.) કેમ કે વ્યવહારસમિતિ કોને હોય? કે નિશ્ચયસમિતિવાળા જીવને વિકલ્પ હોય તેને વ્યવહારસમિતિ કહેવામાં આવે છે.
અહા! ત્રિકાળી પૂર્ણાનંદ પ્રભુ આત્મા અનંત શક્તિના એકરૂપપણે છે કે જેની એક-એક શક્તિમાં અનંત-અનંત સામર્થ્ય છે. આવો ત્રિકાળી મુકતસ્વભાવ છે તેની
Page #83
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧]
[૭૧
પૂર્ણ મુક્તદશાને પ્રાપ્ત કરવામાં તેની સખી–બહેનપણી એવી સમિતિ કારણ છે. તે સમિતિ, પૂર્ણાનંદસ્વરૂપ આત્માની નિર્મળ વીતરાગપણે ગતિ-પરિણતિ થવી તે છે. નિર્વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ શાંતિ, નિર્વિકલ્પ આનંદરૂપ જે આ શુદ્ધ ગતિ–પરિણતિ છે એટલે કે સમ્+ઈતિ – સમ્યક પ્રકારે શુદ્ધતાનું પરિણમન થવું એવી જે આ સમિતિ છે તે સર્વદા મુક્ત જ છે. લ્યો, સમિતિ એટલે આત્માને જોઈને ચાલવું. આત્માને જોઈને ચાલવું એટલે આત્મા અખંડાનંદ પ્રભુ છે એમ તેને જોઈને પરિણમન કરવું. કહો, આવું તો (પોતાના માનેલા) પૌષધ-પ્રતિક્રમણમાં સાંભળ્યું પણ નહીં હોય? અરે! ભગવાને ભગવાનને સાંભળ્યો નહીં !
અહા! નિશ્ચય સમિતિનું પરિણમન તો, કહે છે કે, ચૈતન્યચમત્કારમય ધ્રુવનું અવલંબન લઈને સમ્યપણે શુદ્ધપણે પરિણમવું તે છે. બીજી રીતે કહીએ તો, જેવું સ્વરૂપ છે તેવું પરિણમવું તે સમિતિ છે. લ્યો, આ નિશ્ચયસમિતિ. તે સિવાય બહારમાં જોઈને ચાલવાનો રાગ તો પૂર્ણપણે વિકલ્પ-વ્યવહારસમિતિ છે. તે વ્યવહારસમિતિ આત્મવસ્તુમાં અને ધર્મની પર્યાયમાં પણ નથી. એ તો પરમાં જાય છે. (હા), તે વ્યવહારસમિતિનું જ્ઞાન જ્ઞાનીને હોય છે. જુઓ, આ સંતોની સમિતિ !
ઈસમિતિ એટલે જોઈને ચાલવું. તો, શું જોઈને ચાલવું જોઈને ચાલવું એટલે શું? કે જોઈને ચાલવું એટલે ભગવાન આત્માને – કે જે પૂર્ણ ચૈતન્યચમત્કારમાત્ર છે તેને – જોઈને તેનું પરિણમન કરવું. પરંતુ, ‘એ આત્મા પૂર્ણસ્વરૂપ છે એવો દષ્ટિમાં સ્વીકાર થવો તે અપૂર્વ ચીજ છે હો. અરે ! એ જ ચીજ છે. (-એ જ કરવાનું છે.) અનાદિકાળથી એક સમયની પર્યાયનો જ તેને અભ્યાસ છે, જે પ્રગટ છે તેની જ રમત રમે છે. તેથી, ભગવાન આત્માના—કે જે આખો પૂર્ણસ્વરૂપ મહાપ્રભુ ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુ છે તેના – સ્વભાવ સન્મુખની દષ્ટિ અનાદિથી નથી એટલે, આત્મચીજનું માહાભ્ય તેને કેમ આવે? અરેરે ! ચૈતન્ય મહાપ્રભુ પૂર્ણાનંદસ્વરૂપ હોવા છતાં અજ્ઞાનીને તેની સન્મુખતા નથી, તેનો સ્વીકાર નથી. એટલે કે અજ્ઞાનીને ત્રિકાળી ભગવાન આત્માનો અસ્વીકાર છે. તેની વિમુખતામાં (અસ્વીકારમાં) તેને નિમિત્ત, રાગ અને પર્યાય-એક અંશ તેનો સ્વીકાર છે. પરંતુ હવે આવો જે અંદરમાં પૂર્ણસ્વરૂપ મહાપ્રભુ ચૈતન્યચમત્કાર ભગવાન આત્મા છે તેને પર્યાય દ્વારા અવલંબે તો તેનું પરિણમન શુદ્ધ થાય અર્થાત્ જેવો પોતે છે તેવું શુદ્ધ પરિણમન થાય અને તે આત્માની ગતિ છે, મતિ છે, ફળ છે, મુક્તદશા છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહા! આખી દુનિયા ગમે તેવી હો, તે તેની પાસે રહી. ભગવાન આત્મા તો પૂર્ણ ચૈતન્યચમત્કારમય છે એમ અહીં કહે છે. તે ચૈતન્ય ચમત્કારની સાથે આનંદચમત્કાર, શ્રદ્ધાચમત્કાર, વીર્યચમત્કાર વગેરે એવા અનંત-અનંત ગુણના પણ ચમત્કારસ્વરૂપ તે ભગવાન આત્મા છે. તો તેને જોઈને, માનીને સમ્ ઈતિ–જેવું સ્વરૂપ છે તેવું પરિણમન કરવું તેનું નામ મુક્તિકાન્તાની સખી એવી સમિતિ છે. મુક્તિનું કારણ એવી એ સમિતિ મુક્તિની સખી છે અને મુક્તિએ તેનો હાથ ઝાલ્યો છે તેથી તેની મુક્તિ થવાની જ છે. લ્યો, સમિતિ આને કહેવાય. જુઓ, આમાં વ્યવહાર સમિતિના વિકલ્પની વાત પણ લીધી નથી. હવે આવી જેને હજુ ખબર પણ નથી કે સમિતિ કોને કહેવાય? સમિતિ કેવી રીતે પરિણમે? ક્યાંથી પરિણમે? સમિતિ પરિણમે તો શું સ્થિતિ હોય? અને કોને મુક્તિનું કારણ-મુક્તિની સખી કહેવાય? – તેને સમિતિ ક્યાંથી પ્રગટે? વાતો ભારે છે! આ અમૃતથી ભરેલા મોટા કલશ છે હો.
શ્લોક - ૮૨ ઉપરનું પ્રવચન છે ‘જે (સમિતિ) મુનિઓને શીલનું (-ચારિત્રનું) મૂળ છે.”
જે સમિતિ = ઉપર (શ્લોક ૮૧ માં) કહી તે નિશ્ચયસમિતિ. પૂર્ણસ્વરૂપ ભગવાન આત્માનું—કે જે શુદ્ધ ધ્રુવ ચૈતન્ય છે તેનું – પરિણમન, તેની ગતિ તે નિશ્ચય સમિતિ છે. જ્યારે વ્યવહાર ઈર્યાસમિતિ એટલે જોઈને ચાલવાનો વિકલ્પ અને એ બહારની વાત છે, પણ કાંઈ નિશ્ચયસમિતિ નથી. તેમ જ એ તો શુભ વિકલ્પને સમિતિનો આરોપ આપ્યો છે. યથાર્થ ઈર્યાસમિતિ તેને કહીએ કે જોઈને ચાલવું. એટલે કે સામાન્ય અખંડ અભેદરૂપ ચીજ જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્યચમત્કાર છે તેને સ્વીકારીને—જોઈને ને શ્રદ્ધા કરીને–તેમાં પરિણમન કરવું તેનું નામ ભગવાન ઈર્યાસમિતિ કહે છે.
અહા! કેવળી ભગવાનને જે અનંત-અનંત કેવળજ્ઞાન ને અનંત-અનંત આનંદાદિ પ્રગટ્યા છે એ પર્યાય છે. એવી-એવી અનંત કેવળજ્ઞાન પર્યાય ને અનંત આનંદ પર્યાય આદિનો અંદરમાં જે ધ્રુવ સમુદાય છે – જ્ઞાન ને આનંદાદિના સમુદાયનો જે પીંડ છે - તે ચૈતન્ય ચમત્કાર છે. આવા ચૈતન્યચમત્કારનો સ્વીકાર-સત્કાર તે સમિતિ છે. પરંતુ તેના તરફ જ્યારે પર્યાય વળે ત્યારે તેનો સ્વીકાર ને સત્કાર કર્યો એમ કહેવામાં આવે
Page #85
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧]
[૭૩
છે. અહા ! આ તો નિજ લક્ષ્મીની વાત ચાલે છે. તે સિવાય બહારમાં ધૂળમાંય નિજ લક્ષ્મી નથી. તેથી તો અહીં કહ્યું ને? કે કંચન ને કામિનીનો સંગ છોડ. (શ્લોક ૮૧) કેમ કે તે ભવભયના કરનારા છે.
અહીં કહે છે કે ભગવાન આત્મા એક સેકંડના અસંખ્યમા ભાગમાં પૂર્ણ ધ્રુવ છે. અનંત-અનંત પર્યાયનો એકરૂપ પીંડ એવો એક-એક ગુણ છે અને એવા અનંત ગુણનું એકરૂપ તે ધ્રુવ છે. આવો ચૈતન્યચમત્કાર ભગવાન આત્મા છે તેને જેવો-જાણવો સ્વીકારવો અને તેમાં કરવું તેનું નામ યથાર્થ ઈસમિતિ કહેવામાં આવે છે. ગજબ વાત છે! અરે! લોકોને પરમ સત્ય શું છે તે વાત બેસવી કઠણ પડે છે. એકલી વ્યવહારની જ વાત તેઓ જાણે છે, માટે અહીં નિશ્ચય સમિતિની વાત લીધી છે. અહા! વ્યવહાર ઈર્યાસમિતિનો રાગ-વિકલ્પ ઉઠ છે એ બંધનું કારણ છે. જ્યારે વસ્તુ એવી (બંધસ્વરૂપ) નથી. વસ્તુ તો અબંધસ્વરૂપ ભગવાન છે. જુઓ ને! કેવી શૈલી કરી છે!
પ્રશ્ન:- તો પછી બાહ્યસમિતિની ચર્ચા શા માટે?
સમાધાન:- એ તો એવો (-જોઈને ચાલવાનો) વિકલ્પ હોય છે તેમ તેને જણાવવા માટે છે. પરંતુ વિકલ્પને જાણીને આદરવો નહીં. તે સમયે શરીરની ગતિ થાય તે પણ કાંઈ આત્માની ગતિ નથી, જડની ગતિ છે. તેમ જ બાહ્યમાં જેવું એ પણ પરનું જેવું છે અને પરને જોવાનો ભાવ પરાવલંબી જ્ઞાન છે. માટે તેને પણ આદરવો નહીં.) અરે! વસ્તુ સ્થિતિ આવી છે – સત્યનું સ્વરૂપ આવું છે ત્યાં બીજું શું થાય?
અહા! સમિતિ એટલે સ+ ઈતિ=સમ્યક પ્રકારે ઈતિ-ગતિ. એટલે કે ત્રિકાળી ભગવાન આત્માનું જેવું પૂર્ણ આનંદ ને પૂર્ણ ચૈતન્યસ્વભાવના સામર્થ્યરૂપ તત્ત્વ છે તેવું - જેવો તેનો ચૈતન્ય ચમત્કાર છે તેવું – પરિણમન થવું. બીજી રીતે કહીએ તો, સત્ જે વસ્તુ છે તેનું આખું સત્ત્વ એટલે તેનો પૂર્ણ સ્વભાવ. તે પૂર્ણ સ્વભાવમાં અપૂર્ણતા પણ ન હોય ને વિપરીતતા પણ ન હોય. તો, આવો જેનો ત્રિકાળ અબદ્ધ-મુક્તસ્વભાવ છે તેને ચૈતન્ય કહીએ. તે ચૈતન્યને અંદર જેવો, તેને જાણીને તેનો સ્વીકાર કરવો અને તેનો સ્વીકાર કરીને તેમાં ઠરવું અર્થાત્ જેવું ત્રિકાળી ધ્રુવનું શુદ્ધ સ્વરૂપ છે તેવું શુદ્ધરૂપે સમ્યફ પરિણમન થવું–વીતરાગી દશા થવી – આનંદની દશારૂપે પરિણમન થવું – તેને સમિતિ કહેવામાં આવે છે. આ નિશ્ચયસમિતિ વિના તેના બધાય વ્યવહાર થોથા છે એમ બતાવવા માટે આ નિશ્ચય સમિતિ વર્ણવે છે. નહીંતર આ અધિકાર તો વ્યવહાર સમિતિનો છે, વ્યવહારચારિત્રનો છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પ્રશ્ન:- વ્યવહારસમિતિથી જીવયા તો પળાય?
સમાધાન:- વ્યવહારસમિતિથી જીવદયા પળાતી જ નથી. તેનાથી જીવદયા પળાય છે તે વાત જ ખોટી છે. કેમ કે પરજીવની દયા તો પરના કારણે પળાય છે. (પરજીવનું જીવવું તો તેના કારણે છે). તે પરજીવના આયુષ્યની સ્થિતિ હોય તો તે જીવે છે, પણ આ જીવનો (બચાવવાનો) ભાવ થયો કે તેને બચાવું માટે તે બીજો જીવ બચે છે એમ છે નહીં. આવી વાત છે ભગવાન!
પ્રશ્ન:- મુનિ પ્રમાદથી ગમે તેમ ચાલે તો?
સમાધાન:- પણ મુનિ પ્રમાદપૂર્વક ચાલે જ નહીં ને! પ્રમાદપૂર્વક ચાલતા જ નથી ને! તેમને પ્રમાદ હોય જ નહીં. જ્યાં અપ્રમતદશા પ્રગટ થઈ છે—અપ્રમત પરિણતિ પરિણમી છે—ત્યાં પ્રમાદ કેવો? આવી વાત છે! આકરું કામ છે.
અહા! ઈર્યા સિમિત એટલે જોઈને ચાલવું, ભાષા સમિતિ એટલે વિચારીને બોલવું વગેરે એવો બધો રાગ-વિકલ્પ જ પોતે પ્રમાદદશા છે. કેમ કે ત્યારે છઠ્ઠું (પ્રમત્ત) ગુણસ્થાન હોય છે. હવે એ પ્રમાદને વ્યવહાર—માત્ર વ્યવહાર જ હો - ક્યારે કહેવાય તે અહીંયા સિદ્ધ કરવું છે કે જ્યારે પૂર્ણાનંદનો નાથ અંતરસ્વરૂપ ભગવાન આત્મા અપ્રમતપણે આશ્રયમાં આવ્યો ત્યારે વ્યવહાર હોય છે. પોતાનું સ્વરૂપ જ અપ્રમત એટલે કે મુક્ત છે. તો અંદરમાં મુક્તસ્વરૂપપણે રહેલા એ અબદ્વસ્વભાવનો આશ્રય લઈને જે અબદ્ધ પરિણામે પરિણમે છે તેને નિશ્ચયસમિતિ હોય છે. અને તે ભૂમિકામાં વિકલ્પ હોય તેને વ્યવહારસમિતિ કહેવામાં આવે છે. પરંતુ આવી નિશ્ચયસમિતિ જેને હોય તેને વ્યવહારસમિતિ હોય હો ! ભારે વાત !
જુઓ, આ શરીરનો એક રજકણ પણ આમ ચાલે છે કે આમ થાય છે તે તેના (શરીરના) પોતાના કારણે છે. પણ આત્માના કારણે બીલકુલ નહીં. આ શરીર તો અનંત પરમાણુનો પીંડ-દળ છે. તે અનંત પરમાણુમાંના પ્રત્યેક પરમાણુ પોતાના સ્વકાળે જે પર્યાયે પરિણમે છે તે પોતાથી પરિણમે છે, પણ આત્માને લઈને નહીં. (હા), આત્માને વિકલ્પ આવે કે જોઈને ચાલું, પરંતુ એ કારણે શરીરની ગતિ સરખી થાય એમ નથી. આવી વાતો છે બાપુ!
‘ઉત્પાવવ્યયધ્રૌવ્યયુ સત્’ નો અર્થ શું થયો ? કે પ્રત્યેક પરમાણુ અને પ્રત્યેક આત્મા પોતાની વર્તમાન અવસ્થાપણે ઉપજે છે—ઉત્પાદ, પૂર્વની અવસ્થાએ નાશ
Page #87
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧].
[૭૫
પામે છે–વ્યય અને દ્રવ્યપણે ટકી રહે છે—ધ્રૌવ્ય. આ ત્રણપણે નિરંતર–સમયેસમયે જડ ને ચેતન છે. તેમાં તેને કોઈ વિશ્રામ નથી. હવે કહે છે કે, આ શરીરની પર્યાય થાય છે તે શરીરના કારણે થાય છે. જીવને ઈચ્છા થાય કે જોઈને ચાલું, છતાં શરીરના પગનો ભાગ, જોઈને ચાલવાનો વિકલ્પ છે માટે ગતિ કરે છે એમ નથી. કેમ કે પગના અનંત પરમાણુ પોતાના ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય સહિત છે. તેથી તેનાથી તેની ગતિ થાય છે. તેમાં જીવના વિકલ્પનો બિલકુલ અધિકાર નથી. આવું છે ભાઈ!
ભાઈ! નવ તત્ત્વો સિદ્ધ કરવા પડશે કે નહીં? (હા.) તો, અજીવતત્ત્વ અજીવપણે છે એમ કયારે સિદ્ધ થશે? કે જ્યારે એ અજીવતત્ત્વ પોતે પોતાની પર્યાયપણે સમયેસમયે–નિરંતર ઉપજે, પૂર્વની પર્યાયપણે વ્યય થાય અને પોતે ધ્રૌવ્ય રહે ત્યારે. આવું અજીવતત્ત્વ છે તે પોતાના કારણે પોતાની પર્યાયને પામે છે, આત્માના વિકલ્પના કારણે નહીં.
અહા! (૧) આત્માને વ્યવહાર સમિતિનો વિકલ્પ આવે માટે શરીરની ગતિ થાય એમ પણ નથી અને (૨) શરીરની ગતિપર્યાય થાય માટે અહીં જીવને વ્યવહાર સમિતિનો વિકલ્પ આવે એમ પણ નથી. તેમ જ (૩) વ્યવહાર સમિતિનો વિકલ્પ આવે માટે નિશ્ચયસમિતિ છે એમ પણ નથી. અને (૪) નિશ્ચયસમિતિ છે માટે વ્યવહારસમિતિનો વિકલ્પ આવે એમ પણ નથી.
જુઓ, અસ્તિ-નાસ્તિરૂપ અનેકાંત છે ને? તેથી, (૧) સ્વભાવની અસ્તિમાં વિભાવની નાસ્તિ અને (૨) વિભાવની અસ્તિમાં સ્વભાવની નાસ્તિ. તથા (૩) વિભાવની અસ્તિમાં શરીરપર્યાયની નાસ્તિ અને (૪) શરીરપર્યાયની અસ્તિમાં વિભાવની નાસ્તિ.
લ્યો, વસ્તુનું સ્વરૂપ જ આવું અનેકાંતમય છે. એ વસ્તુ પોતે જ આ રીતે પોકારે છે, એ પોતે ચીજ જ આવી છે.
અહા! જડ ને ચેતનરૂપ અનંત તત્ત્વો છે ને? તો, તે અનંત તત્ત્વો અનંતપણે રહીને પોતાપણે પરિણમે છે, પોતાની અનંત વર્તમાન પર્યાયે પરિણમે છે. જો તમે અનંત પદાર્થ કહો તો તે અનંત પદાર્થનો સ્વીકાર ક્યાં ક્યારે કહેવાય? કે એ અનંત પદાર્થ
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ભિન્ન-ભિન્ન રહીને પરિણમે છે એમ માનો ત્યારે. અને જો તેઓ ભિન્ન-ભિન્ન પરિણમે છે તો, તેઓ અનંતપણે રહે છે કે એકપણે થાય છે? માટે અનંત પદાર્થ અનંતપણે રહીને તેમની પોતાની પર્યાયના ઉત્પાદ-વ્યય કરે છે. બીજી રીતે કહીએ તો, અનંત પદાર્થમાં સમયે-સમયે નિરંતર પ્રવાહરૂપે તેમના પોતાના ઉત્પાદ-વ્યય થયા કરે છે અને પોતાનું ધ્રૌવ્યપણું રહે છે. આમ માને ત્યારે તો તેણે તે અનંત પદાર્થને અનંત તરીકે
સ્વીકાર્યા કહેવાય. એટલે કે પદાર્થોના ભિન્ન-ભિન્નપણાનો–અનંતપણાનો સ્વીકાર કર્યો કહેવાય. પરંતુ તે અનંત પદાર્થમાંથી એક પણ પદાર્થની પર્યાય મારાથી થઈ છે એમ કોઈ કહે-માને તો તેણે તે અનંત પદાર્થનો ભુક્કો વાળ્યો–તેણે અનંત પદાર્થ માન્યા નહીં. બરાબર છે ને? અહા! વસ્તુ-ચીજનું સ્વરૂપ તો આવું છે. પણ શું થાય? (અજ્ઞાની તેને સ્વીકારતો નથી.)
અહા! અનંત આત્માઓ અને અનંત રજકણો એક જ સમયમાં ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય યુકત સત્ છે. અર્થાત્ તેમનું હોવાપણું પોતાની વર્તમાન પરિણતિ-પર્યાયથી ઉત્પન્નરૂપ છે, પૂર્વની પર્યાયથી વ્યયરૂપ છે અને ધ્રૌવ્યની અપેક્ષાએ સદશપણે કાયમ છે. આવું સમયે-સમયે દ્રવ્યનું સ્વરૂપ છે. હવે આવું સ્વરૂપ છે તેમાં, કહે છે કે, પરમાણુ ગતિ કરે ત્યારે આત્માનો વિકલ્પ તે ગતિમાં કાંઈ મદદ કરે કે આત્માનો ઉત્પાદ પરમાણુમાં કાંઈ ઉત્પાદ કરે એમ નથી. અહાહા! જુઓને, કેવી વાત કરે છે!
અહીં (શ્લોકમાં) કહે છે કે સમિતિ મુનિઓને શીલનું મૂળ છે. શીલ ચારિત્ર, સ્વરૂપની રમણતા. ચારિત્રકચરવું, રમવું, સ્થિર થવું. પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મામાં રમવું, આત્મા આત્મારામમાં રમતે ચડે તેને ચારિત્ર કહે છે. બીજી રીતે કહીએ તો પૂર્ણાનંદસ્વરૂપમાં ચરવું–તેને અનુભવવો તે ચારિત્ર છે. જેમ ઢોર ઘાસને ચરે છે ને? તેમ પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માના આનંદને ચરવો-અનુભવવો તેનું નામ ચારિત્ર છે કે જે મુક્તિનું કારણ છે. તે ચારિત્રનું મૂળ આ સમિતિ છે. પૂર્ણસ્વરૂપ ભગવાન આત્મામાં રમત–અંદરમાં રમણતા–તે ચારિત્ર છે અને તે ચારિત્રનું મૂળ આ ઈસમિતિ છે. અર્થાત્ અંતરના સ્વરૂપને જોઈને તેમાં રમવું તે સમિતિ છે અને તે સમિતિ ચારિત્રનું મૂળ છે, ચારિત્રનો ભાગ છે, ચારિત્રને સહાયક દશા છે. આ વિકલ્પરૂપ સમિતિની વાત નથી હો. લ્યો, આ, (‘સમિતિ મુનિઓને શીલનું મૂળ છે' - એ) શબ્દોની આટલી વ્યાખ્યા છે. અહા! આ કાંઈ કથા નથી કે શબ્દથી તુરત જ પૂરું પડી જાય. (-વાત પૂર્ણ થઈ જાય.) આ તો મૂળની અંદરના ગર્ભની_વાત છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૬૧]
[09
ભગવાન આત્માના પૂર્ણસ્વરૂપને અંદરમાં જોવું-જાણવું અને તેમાં ઠરવું તે કાંઈ ઓછી વાત છે? કારણ કે એક સમયની પ્રગટ અવસ્થા-પર્યાયની જ રમત તેણે અનંતવાર પર્યાયમાં કરી છે. અહા! અવસ્થા પ્રગટ છે, જ્યારે વસ્તુ-આખું દ્રવ્ય અપ્રગટ-અવ્યક્ત છે. હવે જ્યાં પૂર્ણ દ્રવ્યનો અંતરમાં સ્વીકાર થઈને, તેની સન્મુખ થઈને, પરિણમન થાય છે ત્યાં, કહે છે કે, ઈર્યાસમિતિ છે અને તે સમિતિએ જોયું (-જાણ્યું) કે આત્મા આવો છે. આમ, તે સમિતિ આત્માને જોઈને પરિણમે છે. આવી તે ઈર્યાસમિતિ ચારિત્ર-શીલનું મૂળ છે, મુક્તિની સખી છે. જુઓ, આમ કહીને અહીં એમ કહેવા માગે છે કે વ્યવહારસમિતિનો વિકલ્પ આવે તે ચારિત્રનું મૂળ નથી, પણ ચારિત્રનો દોષ છે. ભારે વાતુ ભાઈ! અહા! આ તો સત્યનું સર્પણું આવું છે એમ સિદ્ધ કરવું છે.
અરે! એણે સત્ય સાંભળ્યું નથી હોં. તેની ચીજ એવો પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા અંદર ડોલી રહ્યો છે. તેની એક-એક શક્તિ પૂર્ણ છે અને એવી અનંત શક્તિના સામર્થ્યવાળું તે એક પૂર્ણ તત્ત્વ છે. માટે તેની સન્મુખ થઈને, તેનો આશ્રય કરીને, તેનું અવલંબન લઈને, કહે છે કે, તેનો સ્વીકાર કરવો. અનાદિથી તે પર્યાય અને રાગની સન્મુખ હતો તેથી સ્વભાવથી વિમુખ હતો. પરંતુ હવે એ પર્યાય અને રાગથી વિમુખપણું કરીને ત્રિકાળી સ્વભાવનું સન્મુખપણું કર્યું તો તેને ત્રિકાળી ચીજનો સ્વીકાર થયો અને ‘તે છે’ એમ માન્યું. પહેલાં અજ્ઞાનદશામાં ‘તે છે’ એમ માન્યું નહોતું. કેમ કે આવો ભગવાન આત્મા છે એમ ક્યારે માન્યું કહેવાય? કે જ્યારે ‘આ જ્ઞેય આવું પૂર્ણ છે' એવું તેના જ્ઞાનમાં ય તરીકે જણાય ત્યારે ‘આ છે' એમ આત્માની માન્યતા થાય. તે સિવાય ‘આત્મા છે, આત્મા છે' એમ (માત્ર ભાષા બોલવાથી તેની માન્યતા ન થાય.) આત્મા છે તે કેવો છે? કેમ છે? તે શેમાં બેઠો છે ? તેના ભાન વિના ‘તે છે’ એવી માન્યતા કેમ થાય? શેમાં થાય ?
અહા! પહેલાં શ્રદ્ધા અને જ્ઞાનમાં સ્વીકાર આવે છે કે આ આત્મચીજ આવી છે ભગવાન આત્મા પૂર્ણાનંદ ચૈતન્યચમત્કાર છે. પછી તેની રમતમાં ચડવારૂપ ચારિત્રમાં સ્વીકાર આવે છે. બીજી રીતે કહીએ તો, જેને ‘આ આત્મા પૂર્ણ છે’ એવો પ્રથમ અંદર જ્ઞાનમાં ભાસ થયો છે ત્રિકાળી ભાવનું ભાસન-ભાન થયું છે—તેને પછી, ‘આ આત્મા પૂર્ણ છે' એમ પ્રતીત થાય છે. અને પછી એ ત્રિકાળી ભાવમાં ભાન અને પ્રતીત સહિત રમણતા કરે તો તેને ચારિત્ર થાય છે.
-
Page #90
--------------------------------------------------------------------------
________________
૭૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
જુઓ, વ્યવહાર ઈસમિતિને રચે તે વીર્યને તો નપુંસક કહ્યું છે. કેમ કે આત્મામાં ત્રિકાળી વીર્યગુણ છે તેનું કાર્ય તેને કહીએ કે જે આનંદાદિ અનંત ગુણની નિર્મળતાને રચે. લ્યો, તેને જ વીર્ય કહીએ. પણ રાગને રચે તેને વીર્ય ન કહીએ, નપુંસકતા કહીએ. એ વાત તો ૪૭ શક્તિમાં છે ને? કે આત્મસ્વરૂપની રચના કરનારને વીર્ય કહીએ. અત્યારે મગજમાં-લક્ષમાં શું આવ્યું? કે વ્યવહાર ઈસમિતિનો વિકલ્પ છે તે વાસ્તવિક વીર્યના સામર્થ્યનું કાર્ય જ નથી. ગજબ વાત છે ને! કારણ કે સર્વજ્ઞ પ્રભુ એમ કહે છે કે વીર્ય તો એને કહીએ કે જે પોતાના અનંત ગુણનું નિર્મળપણું રચે, શુદ્ધપણાની પર્યાયમાં રચના કરે, વીતરાગી નિર્દોષ દશાને રચે અર્થાત્ આ નિશ્ચયસમિતિપણે પરિણામે તેને વીર્ય કહીએ. પણ રાગ-વિકલ્પ ઉઠે છે તેરૂપે થાય તે વીર્ય જ નહીં, તે તો નપુંસક વીર્ય છે. તે વિકલ્પ દોષ છે ને? અરે વ્યવહાર ઈર્યાસમિતિનો વિકલ્પ પણ દોષ છે ભાઈ! કારણ કે તેનાથી પણ વૃત્તિ ઉઠ છે, તે કાંઈ નિર્વિકલ્પ વસ્તુ નથી. તેવી રીતે પંચ મહાવ્રતના પરિણામનો વિકલ્પ પણ પ્રમાદ અને દોષ છે.
જે ત્રસ જીવોના ઘાતથી તેમ જ સ્થાવર જીવોના ઘાતથી સમસ્ત પ્રકારે દૂર
એ સમિતિ ત્રસ અને સ્થાવરના ઘાતથી તો દૂર વર્તે છે, પરંતુ તેને બચાવવાના | વિકલ્પથી પણ દૂર વર્તે છે એમ અહીં કહે છે. મતલબ કે આ છકાયના જીવ છે તેને ન મારું એવો વિકલ્પ જ તેમાં નથી. એ વિકલ્પ તો શુભરાગ છે. માટે તે વિકલ્પથી ભગવાન આત્માની સમિતિ – અંતરના આનંદસ્વરૂપને જોઈ-જાણી, માની અને ઠરવું એવી સમિતિ–દૂર છે.
જે ભવદાવાનળના પરિતાપરૂપી કલેશને શાંત કરનારી..'
અહોહો! એ રાગ ભવરૂપી દાવાનળ, કલેશ છે. અર્થાત્ ભવમાં તો રાગરૂપી દાવાનળ સળગે છે, રાગનો અંગારો સળગે છે. અરે! વ્યવહારસમિતિ કે જે વિકલ્પ છે તે— પણ રાગનો અંગારો છે. “રાગ આગ” એમ ‘છઢાળા'માં આવે છે ને?
યહ રાગ-આગ દહૈ સદા, તાતેં સમામૃત સેઈયે”. (છઠ્ઠી ઢાળ, પદ ૧૫) ‘છઢાળામાં પણ ઘણું નાખ્યું છે હોં. અહીં કહે છે કે રાગથી ભિન્ન ભગવાન આત્મા અમૃતસ્વરૂપ નિરાકુળ આનંદકંદ છે. માટે તે તરફની દશાના પરિણમનને આનંદ કહીએ. તે સિવાયનો ચાહે તો શુભરાગ હો તોપણ દાહ-આગ છે. આ વ્યવહાર ઈર્યાસમિતિનો
Page #91
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧]
[૭૯
વિકલ્પ છે તે પણ, કહે છે કે, રાગ હોવાથી દાહ-અગ્નિ છે, કષાયની ભઠ્ઠી છે. અરે! જગતને હજુ તત્ત્વ શું છે, ધર્મ જેના આશ્રયે થાય તે કેવડો ને કેવો છે તેની પણ ખબર નથી અને તેને ધર્મ થઈ જાય એમ કેમ બને?
અહા! ધર્મ તો પર્યાય છે. પણ તે ધર્મ જેના આશ્રયે થાય તે કેવો છે? કે તે તો ત્રિકાળી દ્રવ્ય ને ગુણ છે. માટે ત્રિકાળી દ્રવ્ય-ગુણના ભાન વિના ધર્મરૂપ દ્રવ્યનું પરિણમન થાય શી રીતે? એટલે કે સ્વાશ્રય વિના શુદ્ધ પરિણમન થાય જ નહીં. તે વિના ઈર્યા, ભાષા આદિ સમિતિ વડે ગમે તે પરદ્રવ્યનો આશ્રય લે તોપણ વિકલ્પ થશે, પરાશ્રય ભાવ થશે, રાગ થશે, કષાય થશે, સમામૃતથી વિરૂદ્ધભાવ થશે. અરે! જગતને આ બેસવું કઠણ છે હો. જેને પ્રવૃત્તિના પરિણામનો રસ છે તેને નિવૃત્તસ્વભાવથી વિરૂદ્ધ રાગ તે દુઃખ છે' એમ બેસવું કઠણ છે. લ્યો, વ્યવહાર પંચ મહાવ્રત અને પાંચ સમિતિનો વિકલ્પ અંગારો છે, દાવાનળ છે; જ્યારે ભગવાન આત્મા અકષાયસ્વરૂપ પ્રભુ છે એમ કહે છે. તે જિનસ્વરૂપ વીતરાગી અમૃતથી ભરેલા એવા ભગવાન આત્માની સામું જોઈને તેનો
સ્વીકાર કરીને તેમ જ તેની શ્રદ્ધા કરીને તેમાં કરે છે તેને ભવદાવાનળના કલેશને શાંત કરનારી સમિતિ હોય છે. જુઓ, આમ કહીને એ નિશ્ચયસમિતિ તો રાગને ઓલવનારી છે, પણ રાગને ઉત્પન્ન કરનારી નથી એમ ભાઈ! કહે છે. અહા! શાંતસ્વરૂપ ભગવાન આત્મા શાંતરસ-અકષાયરસમય એવું જિનતત્ત્વ છે. આવા આત્માનો આશ્રય લેતાં જે સમિતિ પ્રગટ થાય તે તો, કહે છે કે, ભવદાવાનળને શાંત કરનારી છે. રાગરૂપી ઉદયભાવના–કે જે ભવદાવાનળ છે, સંસારનો દાવાનળ છે તેના–કલેશને આ સમિતિ શાંત કરનારી છે.
પ્રશ્ન:- શુભરાગ પણ દાવાનળ છે?
સમાધાન:- હા, તે પણ દાવાનળ છે. તેથી તો ‘છઢાળા'માં કહ્યું ને? કે “યહ રાગ-આગ દહૈ સદા.” તો, ત્યાં રાગ એટલે બન્ને શુભ અને અશુભરાગ. અરે! લોકો વિચારતા નથી અને પોતાની (દષ્ટિની) પક્કડ રાખીને તે પ્રમાણે શાસ્ત્રોના અર્થ કરે છે. તેથી તેમને સાચું સૂઝતું નથી, જેમ છે તેમ સૂઝતું નથી તેમ જ શાસ્ત્રના અર્થનો અનર્થ થઈ જાય છે.
અરે! અજ્ઞાની રાગમાં આનંદ માને છે. પણ ત્યાં આનંદ છે કયાં? એ તો દુ:ખરૂપ છે. શુભરાગ હોય તોપણ દુઃખરૂપ છે, અગ્નિ છે. આત્માના અમૃતસ્વરૂપથી તે વિરૂદ્ધભાવ છે. અતદ્રિય આનંદનો નાથ ભગવાન આત્માથી શુભભાવ ઉલટો છે, માટે દુઃખરૂપ
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૦].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે. તેને, અહીં એમ કહે છે કે, સમિતિ ઓલવનાર છે, પણ ઉત્પન્ન કરનાર નથી. લ્યો, અહીં તો આમ કહેવું છે.
પ્રશ્ન:- અંતરમાં આવું શીલ (-ચારિત્ર) પ્રગટ્યું અને સમિતિ પ્રગટ થઈ–શુદ્ધ ગતિ થઈ–તો તે રાગ-વ્યવહારને ઉત્પન્ન કરે ને?
સમાધાન:- ના. રાગ-વિકારની પરિણતિ સ્વતંત્ર ઉત્પન્ન થાય છે અને આ સમિતિ તો રાગને ઠારનારી છે. | ‘તથા સમસ્ત સુકૃતરૂપી ધાન્યના રાશિને (પોષણ આપીને) સંતોષ દેનારી મેઘમાળા છે.'
સુકૃત એટલે જે કર્તવ્ય (-કાર્ય) નિશ્ચય-શુદ્ધ છે એવી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિરૂપ નિર્મળ પરિણતિ. નિયમે ય ગં ગં તે ળિયH Tળદ્રસારિ’ એવો પાઠ આ નિયમસારની ત્રીજી ગાથામાં છે. તેનો અર્થ એ છે કે નિયમથી જે કરવાલાયક છે તે અર્થાત્ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર. અને તે નિર્વિકારી નિર્મળ નિર્વિકલ્પ વીતરાગી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અંદરમાં સુકૃત છે, કર્તવ્ય છે. અહા! “ણિયમેળ ય ગ્ન ળિયH TIMવંસળવરિ’ એટલે અંતરના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર હો, પણ આ વ્યવહાર સમકિત, જ્ઞાન અને ચારિત્ર નહીં. તો, નિયમથી જે કરવાલાયક છે તે બાળસારિત્ત છે. પૂર્ણાનંદસ્વભાવી પ્રભુ આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેની નિર્મળ વીતરાગી પરિણતિ નિશ્ચયથી કરવાલાયક છે. લ્યો, આ નિયમ નિયમથી કરવાલાયક છે. વિવરીયપરિરત્યે વ્યવહારરત્નત્રય—કે જે વિકલ્પરૂપ છે તે—વિપરીત છે અને તેને છોડવા માટે મળવું , સામઢિ વયમાં ખરેખર ‘સાર’ એવું વચન કહ્યું છે.
પ્રશ્ન:- નિયમનો “સાર’ એમ કેમ કહ્યું?
સમાધાન:- રત્નત્રયથી વિપરીતના પરિવાર અર્થે એટલે કે વ્યવહારરત્નત્રયનો વિકલ્પ છે તેના અભાવ અર્થે ‘સાર” શબ્દ કહેવામાં આવ્યો છે. જુઓ ને અંદરમાં એક-એક શબ્દ કેવો પડ્યો છે!
જુઓ, જેમ સમય એટલે આનંદસ્વરૂપ એવો પ્રભુ આત્મા અને સાર એટલે કર્મના નિમિત્તથી થતા પુણ્ય-પાપના વિકાર રહિત. એટલે કે પુણ્ય-પાપના વિકાર રહિત એવો પૂર્ણાનંદના સ્વભાવવાળો ભગવાન આત્મા છે તેને સમયસાર કહેવાય છે. તેવી રીતે
Page #93
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧]
[૮૧
આ નિયમસાર એટલે વસ્તુ જે પૂર્ણાનંદસ્વરૂપ ત્રિકાળી પ્રભુ ભગવાન આત્મા છે તેની અંતર સન્મુખ થઈને તેને જાણીને અને તેની પ્રતીત કરીને તેમાં ઠરવું તે. નિયમથી કરવાલાયક કર્તવ્ય કોઈ હોય તો તે આ છે, તેમ જ એ સુકૃત છે. અહીં પણ ‘સુકૃત’ શબ્દ છે ને? તો, કહે છે કે એ સુકૃતરૂપી ધાન્યના રાશિને-ઢગલાને એટલે કે આનંદ, શાંતિ, જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણની નિર્મળ પરિણતિને સંતોષ દેનારી મેઘમાળા તે ઇર્યાસમિતિ છે. લ્યો, અનંત-અનંત ગુણોના પીંડ પ્રભુ આત્માની પરિણતિમાં અનંત ગુણની નિર્મળદશા પ્રગટ થઈ તે પર્યાયમાં જાણે કે ધાન્યનો રાશિ પાક્યો એમ કહે છે. તે નિર્મળદશારૂપી ધાન્યનો પાક થયો તેને પોષનારી મેઘમાળા આ ઈય્યસમિતિ છે. જુઓ તો ખરા! (કેવી ઉપમા આપી છે!) જેમ ધાન્ય ઉગ્યા હોય અને વરસાદની-મેઘની ધારા પડે તો ધાન્યને પુષ્ટિ આપનારી છે તેમ અંદરમાં જોઈને પરિણમન કરવું એવી ઈર્યાસમિતિ અનંત ગુણની પરિણતિને સંતોષ દેનારી છે. અહો! મુનિને કહેવા (વર્ણવા) માટે શબ્દો ઓછા પડે છે! અરે! આવું હજુ કાને પડવું પણ મુશ્કેલ છે!
‘તે આ સમિતિ જયવંત છે.'
આમ કહીને શું કહેવા માગે છે? શું બતાવે છે? કે આવી સમિતિ પોતાનામાં છે, તેની હયાતી છે એમ બતાવે છે. તેમ જ ‘આ’ કહીને કોઈક બીજા જીવમાં સમિતિ જયવંત છે એમ નહીં, પરંતુ આ રીતે મારામાં જ મારી શુદ્ધ પરિણતિની ધારા વહે છે અને તે જયવંત વર્તે છે એમ પદ્મપ્રભમલધારીદેવ કહે છે. અહા! શું રચના! સિદ્ધાંતની આ રચના એકલા આત્માને ઉપાડીને (-મુખ્ય રાખીને) રચી છે!
‘તે આ સમિતિ...’ જુઓ, ‘આ’ શબ્દ પડ્યો છે. અને ‘આ’ શબ્દ પ્રત્યક્ષપણાને બતાવે છે. તેથી કહે છે કે મારી પાસે સમિતિ જયવંતપણે વર્તે છે, અસ્તિપણે વર્તે છે તેમ જ તેની મને ખબર પણ છે. પાઠ પણ છે ને? કે ‘નયતિ સમિતિ.' તો, ‘નયતિ’ નો અર્થ આ છે કે મારી પાસે સમિતિની પરિણતિ છે તે જયવંત વર્તે છે. મારામાં ધાન્ય પાકયા છે તેને સંતોષ દેનારી જે મેઘમાળા મારામાં વર્તે છે તે જયવંત વર્તે છે. અર્થાત્ ધ્રુવ ભગવાન આત્માનું શુદ્ધ પરિણમન છે—અનંત ગુણની નિર્મળધારા છે—તેને આ સમિતિ મેઘમાળા સમાન છે અને તે સમિતિ જયવંત વર્તે છે. જુઓ તો ખરા શૈલી! એ તો પહેલાં પણ કહ્યું છે ને? કે ‘જિનધર્મ જયવંત વર્તે છે.’ – એમ નથી કહ્યું ભાઈ? ૫૬ મી ગાથાના (૭૬ મા) શ્લોકમાં ‘તે જિનધર્મ જયવંત વર્તે છે’ એમ કહ્યું હતું. એટલે એમ કહે છે કે અમારો જિનધર્મ અમારી પર્યાયમાં વર્તે છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
૮૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
જૈનધર્મની પર્યાય કાંઈ બહારમાં રહેતી નથી, પરંતુ અમારી ખાતરીમાં (-શ્રદ્ધામાં), અમારા ભાનમાં (જ્ઞાનમાં) અને અમારી દશામાં (-ચારિત્રમાં) જૈનધર્મ રહે છે-વર્તે છે. જૈનધર્મ-જૈનશાસન કોઈ દ્રવ્ય કે ગુણ નથી તેમ જ અન્ય પરમાં પણ તે નથી. તે તો આત્માની વીતરાગી પર્યાય છે. માટે જૈનશાસન કાંઈ આત્માની પર્યાયથી બહાર ન હોય. એ વાત તો “સમયસારની ૧૫ મી ગાથામાં આવી છે ને? કે અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માનો જ્યાં તેની અંતર સન્મુખ થઈને અનુભવ કર્યો ત્યાં જે દશા પ્રગટી તેને જૈનશાસન કહે છે. આમ, શુદ્ધપર્યાયને જૈનશાસન કહે છે, પણ દ્રવ્ય-ગુણને નહીં. જો કે ગુણરૂપ જૈનપણું તો સ્વભાવરૂપે છે જ, પરંતુ આ તો પ્રગટેલા જૈનશાસનની વાત છે.
આ જૈનધર્મ કોઈ સંપ્રદાય નથી, (પરંતુ વસ્તુનું સ્વરૂપ છે.) અહા ! વસ્તુ જ જિનસ્વરૂપ છે. જિન એટલે ત્રિકાળી વીતરાગસ્વભાવ. કહ્યું છે ને? કે “જિન સો હી હૈ આતમા'. તો, તેનો અંતર આશ્રય કરતા, તેની અંતર એકાગ્રતા થતા જે વીતરાગધારા પ્રગટ થાય તે જૈનધર્મ-જૈનશાસન છે. અને એ તો વસ્તુની સ્થિતિ છે. પણ કાંઈ સંપ્રદાયની વાત નથી કે અમારામાં આમ કહ્યું છે અને તમારામાં આમ કહ્યું છે. અરે! જૈનધર્મની વાતો અને ભાવ બીજે ક્યાં છે બાપા? જૈનધર્મ શું ચીજ છે (તેની લોકોને ખબર નથી.) અહા! વીતરાગ માર્ગ અનેકાંતરૂપ છે એટલે કાંઈ બીજા બધાને એકસાથે ભેગા મેળવીને તેને ક્યાં છે એમ નથી. બીજા બધાના અનેક મત છે તેને ભેગા કરીને જૈનધર્મ બનાવ્યો છે એમ નથી. પણ અનેકાંત એટલે જેમાં અનંત ધમ-ગુણ છે તે. તો, કહે છે કે અનંત ગુણોનું એકરૂપ એવો આત્મા જિનસ્વરૂપ છે. અને તેનો આશ્રય કરતા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વીતરાગપર્યાય પ્રગટ થાય તેનું નામ જૈનશાસન છે. આ રીતે વીતરાગપર્યાય તે જૈનશાસન છે અને વસ્તુ તે જિનસ્વરૂપ છે, પણ વચ્ચે રાગ આવે તે જૈનશાસન નથી એમ સિદ્ધ કરવું છે.
આવો માર્ગ વીતરાગનો, ભાખ્યો શ્રી વીતરાગ;
સમવસરણની મધ્યમાં, શ્રી સીમંધર ભગવાન. ત્રિલોકનાથ પરમાત્મા શ્રી સીમંધરભગવાન મહાવિદેહમાં સર્વજ્ઞપદે બિરાજે છે અને ત્યાં સમવસરણમાં આ માર્ગને ભગવાન કહે છે—કે જેને ઈંદ્રો સાંભળે છે અને ગણધરો ઝીલે છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧]
[૮૩
અહો! અનાદિથી આત્માને રાગવડે મારી નાખ્યો હતો, પણ હવે અનંતગુણનો પીંડ એવા જીવને જેણે પર્યાયમાં જીવતો પ્રગટ કર્યો તેનો અવતાર ધન્ય રે ધન્ય છે, તેણે જન્મને સફળ કર્યો છે, આ સમિતિએ તેના જીવનને જીવતું કર્યું છે. તે વાત તો એક કલશમાં ભાઈ! આવે છે ને? કે જીવનું મરણ થતું હતું.... જીવ મરતો હતો.... (આધાર ગોતવા માટે શાસ્ત્ર ઉઘાડતા એ જ કલશ આવ્યો.) લ્યો, (હું) વિચારતો હતો કે ક્યાં (એ વાત) હશે ત્યાં એ જ કલશ આવ્યો. જુઓ, કુદરત પણ સામે છે ને ! ‘સમયસાર કલશ ટીકા'નો ૨૮ મો કલશ છે. તેમાં કહે છે કે: ‘જેમ ઢાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે તેમ જીવદ્રવ્ય પ્રગટ જ છે, પરંતુ કર્મસંયોગથી ઢંકાયેલું હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું.’ એટલે કે કર્મના સંગે ઉત્પન્ન થયેલો રાગ હું છું એમ જે માને છે તેણે આવા વીતરાગી સ્વભાવનો અનાદર કર્યો છે અને તે જ જીવનું મરણ છે. ‘જીવદ્રવ્ય પ્રગટ જ છે' કહેતાં પૂર્ણ જ્ઞાયકસ્વભાવી પ્રભુ આત્માનું—અનંત ગુણરૂપ જીવનું—જીવન ત્રિકાળ રહેનાર છે. અર્થાત્ તે ત્રિકાળ જીવતું તત્ત્વ છે. જેમ કે શ્રી સીમંધરસ્વામીને ‘જીવંતસ્વામી’ કહ્યા છે. તેઓ જીવતા (વિદ્યમાન) છે, જ્યારે મહાવીરભગવાન આદિ મોક્ષ ગયા છે. માટે બયાનામાં શ્રી સીમંધરભગવાનને જીવતા સ્વામી (-જીવંતસ્વામી) કહ્યા છે. બયાનામાં ૫૧૬ વર્ષ પહેલાંની શ્રી સીમંધરભગવાનની એક પ્રતિમા પધરાવેલી છે. તેમાં લખેલું છે કે ‘જીવંતસ્વામી’ અર્થાત્ જીવતા સ્વામી, જીવતા ભગવાન.
અહા! શ્રી સીમંધરપરમાત્મા આયુષ્ય સહિત છે તોપણ અંદરમાં જીવનમુક્ત છે અને તેમને જીવંતસ્વામી કહ્યા છે. તેમ આ પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માનો જ્યાં સ્વીકાર થયો ત્યાં તે જીવતો સ્વામી છે તેમ જણાય છે. પરંતુ જ્યાંસુધી તેનો સ્વીકાર નહોતો ત્યાંસુધી રાગનો સ્વીકાર હતો અને ત્યારે આત્માનું મરણ થતું હતું.
‘આત્માના મરણ’નો અર્થ?
કે આવો આત્મા છે તેનો સ્વીકાર ન કરવો. એટલે કે આવો આત્મા નથી, હું આત્મા નથી એમ સ્વીકારવું તેને આત્માનું મરણ કહેવાય છે. હું તો એક સમયની પર્યાય અને રાગ જેટલો છું એમ જેણે માન્યું છે તેણે ચૈતન્ય આત્માની ત્રિકાળી જીવનજ્યોતનું મરણ કર્યું છે, હિંસા કરી છે. આવી વાત છે!
અહા! કહે છે કે નિધિ તો હતી જ, પરંતુ હવે જોવામાં આવી કે ‘ઓહો આ નિધિ!” તેમ જીવદ્રવ્ય પ્રગટ જ છે. કેમ કે વસ્તુ છે તે હોવાપણે છે, તેનું અસ્તિત્વ છે, તેની
Page #96
--------------------------------------------------------------------------
________________
૮૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
સત્તા છે. એક સમયની પર્યાયના પ્રગટ અંશની પાછળ આખું હોવાપણું છે એ મોટું તત્ત્વ છે, મહાપ્રભુ છે. પરંતુ કર્મના સંગે પડેલો-ચડેલો જીવ આત્માના આ અસંગતત્ત્વને ભૂલી ગયો છે ને તેથી તે મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું. ‘તે ભ્રાન્તિ પરમગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતાં મટે છે.” ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ તીર્થકરની વાણીમાં જીવ આવો (જ્ઞાનમય) છે એમ બતાવ્યું છે. એ તીર્થકર વીતરાગની તેમ જ દિગંબર સંતોની વાણી સિવાય ત્રણકાળ ત્રણલોકમાં ક્યાંય આત્માને બતાવનાર કોઈ છે નહીં, બીજે ક્યાંય આ વાત છે નહીં. આવી વાત છે! જુઓ તો ખરા શૈલી!
જુઓ, અહીં કહ્યું કે આવો આત્મા પ્રગટરૂપ વસ્તુ છે. એક સમયમાં તેનો જ્ઞાનસ્વભાવ અનંત-અપરિમિત છે, દર્શનસ્વભાવ અનંત-અપરિમિત છે, આનંદસ્વભાવ અનંત-અપરિમિત છે એમ એક-એક કરીને અનંત ગુણોનું અનંત-અપરિમિતપણું છે. આવો અનંત ગુણોનો પીંડલો પ્રભુ આત્મા ધ્રુવપણે પ્રગટ છે. છતાં જ્યારે તેનો સ્વીકાર નહોતો ત્યારે તેનું મરણ થતું હતું. જ્યાં સુધી તેની દષ્ટિ એક સમયના અંશ ઉપર અને રાગ ઉપર હતી કે આ પુણ્ય મેં કર્યા છે અને પુણ્ય મારું છે, ત્યાંસુધી તે (રાગ) ઉપરની દષ્ટિથી આવા આત્મતત્ત્વનું મરણ કર્યું હતું. અર્થાત્ આત્માનો નકાર કર્યો કે આત્મા હું નહીં, હું આવડો નહીં તે જ તેનું (-આત્માનું) મરણ હતું. આવી વાત છે ભગવાન! હવે મરણ થતું હતું તે ભ્રાંતિ પરમગુરુ શ્રી તીર્થકરનો ઉપદેશ સાંભળવાથી મટે છે. ત્રિલોકનાથ ભગવાનની વાણીમાં એમ આવે છે કે “તું પૂર્ણ પરમાત્મા છો'. આમ કહીને ભાઈ! જુઓ, જિનનો ઉપદેશ આવો આવ્યો હતો એમ કહે છે. પરંતુ જિનનો ઉપદેશ બીજા પ્રકારે હોય જ કેમ? ‘પ્રભુ! તું પૂર્ણ છો હોં. પ્રભુતારામાં અનંત-અનંત ગુણની પૂર્ણતા પડી છે, પૂર્ણ રૂદ્રમ્ છો. તારામાં વિપરીતતા પણ નહીં અને અપૂર્ણતા પણ નહીં. આવું તારું પૂર્ણ સ્વરૂપ છે.' - આવું (આત્માનું પૂર્ણસ્વરૂપ) વીતરાગની વાણીમાં જ આવે હોં.
(પ્રવચન દસ મીનીટ વધારે ચાલ્યું.) પૂજ્ય ગુરુદેવશ્રી કહેઃ કેટલો સમય થયો? અહીં તો આનંદમાં કેટલો સમય થયો તે પણ કાંઈ ખબર પડી નહીં. લ્યો, નવ ને દશ મીનીટ થઈ ગઈ....
Page #97
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧]
[૮૫
શ્લોક ૮૩ ઉપરનું પ્રવચન
‘અહીં (વિશ્વમાં) એ નક્કી છે કે આ જન્માર્ણવમાં (ભવસાગરમાં) સમિતિરહિત કામરોગાતુર (-ઇચ્છારૂપી રોગથી પીડિત) જનોનો જન્મ થાય છે.’
આ ભવસાગરમાં અર્થાત્ ૮૪ લાખ યોનિના અવતારમાં જે સમિતિરહિત— આત્માના આનંદસ્વરૂપની પરિણતિ રહિત—ઇચ્છારૂપી રોગથી પીડિત છે તે અવતરે છે. જેને આનંદસ્વરૂપ આત્માના અનંત ગુણની પરિણતિની શુદ્ધતા નથી અને જેને ઇચ્છારૂપી રોગ છે એવા મનુષ્યોનો આ જગતમાં અવતાર થાય છે. પોતાનું શુદ્ધ ધ્રુવ ચિદાનંદમય સ્વરૂપ છે તે અનંત ગુણમાં એકતારૂપ પરિણતિ તે સમિતિ છે અને તેનાથી રહિત જીવને ઇચ્છારૂપી રોગ હોય છે. જુઓ, બે વાત કરી કે,
(૧) અનંત ગુણનો પીંડ એવા આત્માના અનંત ગુણમાં એકતારૂપ પરિણતિથી—સમિતિથી—જે રહિત છે અને
(૨) ઇચ્છારૂપી રોગથી જે પીડિત છે
એવા જનોનો-જીવોનો ચોરાશી લાખ યોનિમાં જન્મ-અવતાર થાય છે.
અહા! પોતાનો આનંદસ્વભાવ છે, આત્માનું સ્વરૂપ સુખ-આનંદમય છે. છતાં, તેના આનંદની દશાના પરિણમન રહિત જે છે અર્થાત્ મુક્તિનું કારણ એવી ભગવાન આત્માની અંતર પવિત્ર શુદ્ધ સમિતિનું પરિણમન જેને નથી એટલે કે જે વીતરાગભાવ રહિત છે અને રાગભાવ સહિત છે તેનો આ જગતની અંદર જન્મ થાય છે. – આમ પદ્મપ્રભમલધારીદેવ કહે છે, જગતને જાહેર કરે છે. જુઓ, રાગભાવ સહિત અને વીતરાગભાવ રહિત -એમ કહીને તેમણે અસ્તિ-નાસ્તિ કરી છે.
1
અહા! આત્મા શુદ્ધ ચિદ્ઘન, આનંદઘન વસ્તુ છે. અતીંદ્રિય આનંદનો કંદ આત્મા છે. આવા આનંદઘન આત્માની પ્રગટ પરિણતિમાં શુદ્ધપણે પરિણમવું તે સમિતિ છે. હવે બે વાત લે છે કે, આ જગતની અંદર (૧) આવી સમિતિથી જે રહિત છે - શુદ્ધ આનંદસ્વરૂપ ભગવાન આત્માના આનંદની પરિણતિથી જે અંદરમાં રહિત છે - શુદ્ધ આત્મસ્વભાવ પ્રત્યે ગતિરૂપી પરિણતિથી જે રહિત છે અને (૨) જે કામરોગથી ઇચ્છારૂપી રોગથી – પીડિત છે તે અવતાર લે છે. બીજી રીતે કહીએ તો, આનંદસ્વરૂપ
Page #98
--------------------------------------------------------------------------
________________
૮૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ભગવાન આત્માની દષ્ટિ, તેનું જ્ઞાન અને તેની રમણતા એવી જે શુદ્ધ આનંદમય પરિણતિરૂપ સમિતિ છે તેનાથી જે રહિત છે અને ઈચ્છારોગથી જે પીડિત છે – તેનો અર્થ એ છે કે જે અંતરમાં વીતરાગી પરિણતિથી રહિત છે ને જે રાગની ઈચ્છાથી પીડિત છે એવા જીવો ચોરાશી લાખ યોનિમાં અવતરે છે એમ કહે છે. એકદમ મુદ્દાની રકમ (વાત) મૂકી છે.
કહે છે કે ભગવાન આત્માનો સ્વભાવ તો ભવ અને ભવના ભાવથી રહિત છે. આવા નિત્યાનંદ પ્રભુ આત્માના નિજ સ્વરૂપની સમિતિનો—ગતિનો—શુદ્ધ વીતરાગી પરિણતિનો
–જેને અભાવ છે અને જે ઈચ્છારૂપી રોગથી—તે પછી ચાહે તો ગમે તે ઈચ્છા હો તેનાથી–પીડિત છે એવા જીવો ચોરાશી લાખ યોનિમાં અવતરે છે.
એક માણસ મુંબઈમાં કોઈને કહેતો હતો કે આ મહારાજ એમ કહે છે કે તમે બધા દુઃખી છો. પણ મને તો કાંઈ દુઃખ લાગતું નથી. કેમ કે હું તો બે-પાંચ હજાર કમાઉ છું અને પુત્રાદિ બધું ઠીક છે.
બાપુ! તને દુ:ખની ખબર નથી. આનંદમૂર્તિ ભગવાન આત્માથી વિરૂદ્ધ જેટલાય શુભ કે અશુભભાવ છે તે બધાય દુઃખમય છે. પણ તે દુઃખની અજ્ઞાનીને ખબર નથી. દુઃખ નથી પ્રતિકૂળ સંયોગમાં કે દુઃખ નથી સ્વભાવમાં. દુઃખ તો સ્વભાવથી વિપરીત દશા છે. રાગ એટલે કે પુણ્ય-પાપના ભાવ તે દુ:ખ છે. આ રીતે રાગ તે દુઃખ છે, પણ સંયોગી ચીજ દુઃખરૂપ નથી, એ તો જોય છે. તેમ જ અજ્ઞાનીને પણ પરનું વેદન નથી. કેમ કે પરનું વેદન કોઈને હોય જ નહીં. અજ્ઞાનીને પણ વેદન તો રાગ અને દ્વેષનું હોય છે. અહા! પરચીજ છે એ તો જોય છે–શાનમાં જણાવાલાયક છે. બસ, એટલી વાત છે. જ્યારે આનંદમૂર્તિ આત્મા જ્ઞાતા છે. હવે તે બન્નેની) વચમાં, આનંદમૂર્તિ આત્માને ભૂલીને અજ્ઞાની જે કાંઈ પુણ્ય-પાપના ભાવ ઉઠાવે છે અને પુણ્ય-પાપમાં મને ઠીક-અઠીક છે એવો પર્યાયબુદ્ધિભાવ-રાગબુદ્ધિભાવ-મિથ્યાત્વભાવ કરે છે તે જ દુ:ખ છે. અજ્ઞાનીની પર્યાયમાં ઊંધી દશા–વિપરીત માન્યતા અને રાગ-દ્વેષ–છે તે જ દુ:ખ છે. અરે! વાસ્તવિક તત્ત્વની એને અનંતકાળમાં ખબર જ પડી નથી અને ભાન વિના ઓધે-ઘે જીવન ગાળ્યા છે.
અહો! નરક, નિગોદ, એકેંદ્રિય આદિ ૮૪ લાખ યોનિના અવતાર છે. આવા જન્માર્ણવમાં એટલે કે ચોરાશી લાખ યોનિના અવતાર તે જન્મરૂપી મોટો દરિયો છે અને
Page #99
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧]
તેમાં આનંદસ્વરૂપ આત્માના સન્મુખની—શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની—વીતરાગી પરિણતિ રહિત જે છે અને જે બાહ્ય પદાર્થોની ઇચ્છાની પીડાથી સહિત છે તે જન્મને પામે છે, તેને જન્મ મળે છે.
[૮૭
‘તેથી હે મુનિ! તું તારા મનરૂપી ઘરમાં આ સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસગૃહ (ઓરડો) રાખ (અર્થાત્ તું મુક્તિનું ચિંતવન કર)’.
આ ટીકા કરનાર પદ્મપ્રભમલધારીદેવ મુનિ છે ને? તો, મુનિરાજ મુનિને કહે છે કે હે સંત!...
પ્રશ્ન:- આ શાસ્ત્ર શ્રાવક માટે છે કે મુનિ માટે?
સમાધાન:- આ શાસ્ત્ર બધાને માટે છે. જો કે મુખ્યપણે તો મુનિને ઉદ્દેશીને છે, છતાં બધાયને-ચારેયને (ચારે તીર્થને) માટે છે. જેમ ચાર દિકરાઓમાંથી મોટા દિકરાને કાંઈક કહેતા તે વાત બીજા ત્રણેયને પણ લાગુ પડે છે તેમ અહીંયા મુખ્યપણે મુનિનો અધિકાર છે (એટલે મુખ્યપણે તેમને ઉદ્દેશીને વાત છે.) મુનિનો જેટલો અધિકાર છે તેટલો બધોય મુનિરાજને પૂર્ણપણે લાગુ પડે છે, જ્યારે શ્રાવકને અંશે લાગુ પડે છે. માટે શ્રાવકને પણ અહીં કહે છે કે ભાઈ! ચોરાશી લાખ યોનિના જન્માર્ણવમાં રખડતા પ્રભુ! પુણ્ય-પાપના રાગ રહિત અને વીતરાગી આનંદ સહિત તારું પૂર્ણાનંદ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ છે તેની દિષ્ટ અને તેનું જ્ઞાન જો તને નથી તો તને ઇચ્છા છે. એટલે કે કાંઈક મેળવું, કાંઈક કરું, પુણ્ય કરું, દયા પાળું, વ્રત કરું, પાપ કરું વગેરે પ્રકારે શુભાશુભ રાગનું કર્તૃત્વ તારી પાસે છે તે ઇચ્છા છે. અને તે ઇચ્છાના દુઃખથી તું પીડિત છો. આવી વાત છે બાપુ! અરે! લોકોને મૂળ વાત હાથ આવી જ નથી અને માત્ર ઉપરની વાતમાં રોકાયા
છે.
હવે કહે છે કે ભાઈ! તું તારી અંતર જ્ઞાનપરિણતિમાં સુમુક્તિરૂપી સ્ત્રીને માટે ઓરડો રાખ, શુદ્ધપરિણતિ પ્રગટ કર. કેમ કે બન્ને પુણ્ય ને પાપરૂપ વિભાવ પરિણમન દુઃખરૂપ છે. મન=જ્ઞાનની દશા અને સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી=પૂર્ણ આનંદદશા, પૂર્ણ શુદ્ધપરિણતિ. પૂર્ણ આનંદદશા—પૂર્ણ શુદ્ધતા—પ્રગટ થવી તેનું નામ મુક્તિ છે અને તે સુમુક્તિ સુંદર સ્ત્રી સમાન છે. અહા! આ બધી માંસ અને હાડકાવાળી સ્ત્રીઓના સંગમાં રહીને તો તું પીડિત છો, દુ:ખી છો. માટે હવે આ સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે એટલે કે તારી પૂર્ણ શુદ્ધ પરિણતિરૂપ મુક્તિ છે તે રૂપી સ્ત્રી માટે નિવાસગૃહ-રહેવાનો ઓરડો રાખ, પૂર્ણ શુદ્ધ પરિણતિરૂપી સ્ત્રી માટે અવકાશ રાખ એમ કહે છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહા! સંસારને જન્માર્ણવ કહ્યો ને? તો, તે ચોરાશી લાખ યોનિના અવતારમાં રખડતા પ્રાણીને આ વીતરાગી પરિણતિ હોતી નથી. આનંદનું ધામ એવા ચૈતન્ય પ્રભુ આત્માની સન્મુખના દૃષ્ટિ, જ્ઞાન ને રમણતાની પરિણતિ રહિત અને પરસન્મુખ એવા રાગની વિભાવ પરિણતિ સહિત જીવ સંસારમાં જન્મને પામે છે-અવતાર ધારણ કરે છે. માટે હવે, કહે છે કે, સુમુક્તિરૂપ તારી પરિણતિને માટે શુદ્ધપર્યાય પ્રગટ કર. ‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા' - એમ આવે છે ને? મતલબ કે પોતાની શુદ્ધ અને આનંદમય પૂર્ણ દશા તે મુક્તિ (મોક્ષ) છે, પરંતુ મોક્ષ એટલે કોઈ બીજી ચીજ નથી.
૮૮]
અહા! પોતાની પૂર્ણ શુદ્ધ આનંદદશાનું નામ મુક્તિ અને વિકારદશાનું નામ સંસાર છે, પણ મુક્તિ કે સંસાર કોઈ બાહ્ય ચીજમાં નથી. મુક્તિ અને સંસાર જીવની પર્યાયથી દૂર રહેતા નથી, પણ જીવની પર્યાયમાં રહે છે. બીજી રીતે કહીએ તો ત્રિકાળ આનંદનું ધામ એવા ભગવાન આત્મા ઉપર દષ્ટિ નહીં અને પુણ્ય-પાપ તેમ જ તેના ફળ ઉપર દૃષ્ટિ એવો જે મિથ્યાત્વભાવ છે તથા તે સહિતનો જે રાગ-દ્વેષભાવ છે તે સંસાર છે અને તે સંસાર કાંઈ પર્યાયથી દૂર નથી. આ રીતે સંસાર જીવની પર્યાયથી દૂર ન હોય. તેવી રીતે મુક્તિ પણ જીવની પર્યાયથી દૂર ન હોય.
પ્રશ્ન:- સ્ત્રી, પુત્રાદિ સંસાર નથી?
સમાધાન:- નહીં. કેમ કે જો આ શરીર, સ્ત્રી, કુટુંબ, લક્ષ્મી, મકાન આદિ સંસાર હોય તો, ધ્યાન રાખો, દેહ છૂટતાં તે બધું છૂટી જાય છે-અહીં પડ્યું રહે છે. એટલે, સંસાર છૂટી ગયો તેથી, તેની મુક્તિ થઈ જવી જોઈએ. (પણ એમ તો બનતું નથી.) માટે તે સ્ત્રી, પુત્રાદિ સંસાર જ નથી, પણ જીવની પર્યાયમાં મિથ્યાત્વ ને રાગ-દ્વેષનો ઉદયભાવ છે તે સંસરળમ્ કૃતિ સંસાર છે. ત્રિકાળી સ્વભાવમાંથી ખસી જઈને વિકારની કબુલાતમાં આવ્યો (-હું વિકારી છું એવી કબુલાત કરી) તે ભાવને સંસાર કહે છે. અને દેહ છૂટતાં સ્ત્રી, પુત્રાદિ બધું છૂટી જાય છે તોપણ આ વિકારને સાથે લઈને બીજા ભવમાં જાય છે. આમ ભગવાન! તારી સંસારની પરિણતિ પણ તારો ભાવ-તારી દશા છે, મોક્ષનો માર્ગ પણ તારી અપૂર્ણ નિર્મળદશા છે અને મુક્તિ પણ તારી પૂર્ણ શુદ્ધદશા છે. આ બધું (સંસાર, મોક્ષમાર્ગ ને મોક્ષ) તારામાં જ છે. બરાબર ? લ્યો, કારખાના આદિ સંસાર નથી એમ કહે છે. કેમ કે એ તો પરચીજ છે. પોતાના ધ્રુવ શુદ્ધ આનંદધામમય પૂર્ણ સ્વરૂપમાંથી અનાદિથી ખસીને (સંસરળમ્ = ખસવું) દયા, દાન, વ્રત, ભક્તિ ને હિંસા
Page #101
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧]
[૮૯
વગેરે પુણ્ય-પાપના વિકારી પરિણામ મારા, પણ આ ત્રિકાળી આત્મા હું નહીં એવો જે મિથ્યાભાવ છે તે સંસાર છે. અરેરે! સંસાર કોને કહેવો તેની પણ તેને ખબર નથી!
‘પદ્મનંદિ પંચવિંશતિ'માં દાખલો આપ્યો છે ને? કે શરીરમાં મેલ હોય તે અરીસામાં દેખાય છે. તેથી કોઈ અરીસાને ઘસવા માંડે તો શું મેલ નીકળે? ન નીકળે. તેનાથી તો અરીસો ઘસાય જાય, પણ મેલ નીકળે નહીં. (નિશ્ચય પંચાશત્ શ્લોક ૨૬). તેમ સંસારરૂપી મેલ અંદર પોતાની દશામાં છે. છતાં અજ્ઞાની સ્ત્રી, પુત્ર, વેપાર આદિને છોડી દઉં તો સંસાર છૂટી જશે તેમ માને છે. પરંતુ એવી રીતે સંસાર ન છૂટે. કેમ કે પરમાં તેનો સંસાર ક્યાં હતો? સંસાર તો તેની પર્યાયમાં છે. અહા! આનંદનું ધામ પ્રભુ ભગવાન આત્મા તો એક-એક (દરેક) ગુણથી પૂર્ણ છે. તે એક-એક ગુણમાં પણ અનંત સામર્થ્ય છે. આવા અનંતગુણના સામર્થ્યસ્વરૂપ આત્મવસ્તુની પ્રતીતિ-વિશ્વાસથી ખસી જઈને અલ્પજ્ઞદશામાં તેમ જ પુણ્યાદિ રાગભાવમાં પોતાપણાની માન્યતા તે જ મિથ્યાત્વભાવ છે. અને જાહેર થાવ કે મિથ્યાત્વભાવ જ સંસાર છે. ‘સમયસાર નાટક'માં પણ લખ્યું છે કે જાહેર થાવ કે મિથ્યાત્વ તે સંસાર-આસવ છે. (મોક્ષદ્વાર).
જુઓ ને! અહીં પણ શું કહે છે? કે જન્માર્ણવ અર્થાત્ આ બહારના ચોરાશી લાખ યોનિના અવતાર કરવા તે સંસાર નથી. પરંતુ તેનો મિથ્યાત્વભાવ તે સંસાર છે અને તે જન્મ-મરણનું કારણ છે. ભવ (-શરીર) આદિ તો સંયોગ છે. જ્યારે તેનો મિથ્યાત્વભાવ તે સંસાર-ઉદયભાવ છે અને તે સંસાર સ્વભાવભાવમાં નથી. ત્રિકાળ આનંદમૂર્તિ પ્રભુ ભગવાન આત્મામાં – કે જે પરમ પારિણામિક જ્ઞાયકભાવ સ્વરૂપ વસ્તુ છે તેમાં – સંસાર કયાં છે? કેમ કે પોતે આત્મા તો મુક્તસ્વરૂપ છે, અબદ્રસ્પષ્ટ જ છે. આવા આત્મામાંથી ખસીને હું પાપ ને પુણ્યવાળો છું, પાપની ને પુણ્યની ક્રિયાવાળો છું એટલે કે હું રાગ સહિત છું એવી મિથ્યા માન્યતા તે સંસાર છે. એ વાત તો શ્રી અમૃતચંદ્રાચાર્યે ‘પુરુષાર્થસિદ્ધિ-ઉપાય’ની ૧૪ મી ગાથામાં કહી છે ને? કે,
-
एवमयं कर्मकृतैर्भावैरसमाहितोऽपि युक्त इव । प्रतिभाति बालिशानां प्रतिभासः स खलु भवबीजम् ॥
એ રીતે આ ભગવાન આત્મા કર્મકૃત-કર્મના નિમિત્તથી થયેલા યા, દાન આદિ પુણ્ય-પાપના રાગભાવથી અને શરીરાદિ ભાવોથી અર્થાત્ આસવ અને અજીવભાવોથી અસંયુકત-જુદો છે. અહા! નવ તત્ત્વ છે ને? તો, દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ, કામ,
Page #102
--------------------------------------------------------------------------
________________
૯૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ક્રોધ આદિ ભાવ આસ્રવતત્ત્વ છે અને શરીર, કર્મ, લક્ષ્મી આદિ અજીવતત્ત્વ છે. એ આસ્રવતત્ત્વથી અને અજીવતત્ત્વથી આત્મા, પાઠ છે કે, બસમાદિતઃ -સમાહિત નથી, યુકત નથી. છતાં, યુ રૂવ પ્રતિમતિ એવો પ્રતિભાસ થાય છે કે હું રાગ અને શરીર સહિત છું. બસ, તે જ મિથ્યાત્વ છે, સંસાર-ભવનું બીજ છે. અરેરે! તેણે મૂળચીજને જોઈ નહીં ને સાંભળી પણ નહીં હોં. તે વિના રાગની મંદતા – દયા, વ્રત, ભક્તિ, પૂજા આદિ–કરી, પરંતુ એ તો “મૂળ સાજું ને ઉપરથી માત્ર પાંદડા તોડ્યા એના જેવું છે. ફરીને તે ઝાડ પંદર દિવસે પાછુ પાંગરી જશે.
અહા! ભગવાન સર્વજ્ઞ પરમાત્મા પરમેશ્વર ઈંદ્રો અને ગણધરોની સમક્ષમાં એમ જાહેર કરે છે કે તારો પ્રભુ ને તારો સ્વભાવ પુણ્ય-પાપના વિકલ્પરૂપ આસ્રવથી ને શરીર, કર્મરૂપ અજીવથી સમાહિતઃ -સહિત નથી. છતાં તને યુ રૂર્વ પ્રતિમતિ તેનાથી હું સહિત છું એવો અંતરમાં ભાસ થાય છે તે ભવનું બીજ-મિથ્યાત્વ છે. અરે! એણે મુદ્દાની વાત સાંભળી નહીં હોં. અને જ્યારે સાંભળવામાં આવી ત્યારે તે નિશ્ચય છે-નિશ્ચય છે એમ કહીને કાઢી નાખી. (-લક્ષમાં લીધી નહીં) -આ, મૂળમાં ભૂલ છે.
અહીં કહે છે કે ભગવાન આત્માને જન્માર્ણવમાં ઉત્પત્તિનું કારણ મિથ્યાત્વભાવ છે. અર્થાત્ મિથ્યાત્વથી ચોરાશી લાખ યોનિના અવતારમાં તે રખડે છે. અને તે, અરે પ્રભુ! શુદ્ધ પવિત્ર ભગવાન આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને રમણતામય વીતરાગી પરિણતિથીસમિતિથી રહિત ઈચ્છાથી સહિત છે. બસ, તે ઈચ્છા જ દુઃખનું મૂળ છે. “ક્યા ઈચ્છત? ખોવત સબા હૈ ઈચ્છા દુઃખ મૂલ’. (-શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ-૧) “આમ કરું, તેમ કરું' એવી ઈચ્છા મિથ્યાદષ્ટિને હોય છે. અને આવા ઈચ્છારોગથી પીડિત તે જનોનો જન્મ થાય છે - એવા જીવોને ભવમાં અવતરવું પડે છે.
અરે ! જેનું ફળ ભવ છે, જે અનંત-અનંત ભવનું કારણ છે તે મિથ્યાત્વ છે. આ અનંત-અનંત ભવની ડાંગ માથે પડી છે તો પણ તેને ત્રાસ નથી કે અરેરે! હું ક્યાં જઈશ? મારું શું થશે? દુનિયાની વાત દુનિયા જાણે તેમ જ દુનિયાને આ વાત બેસે કે ન બેસે તેની સાથે મારે કોઈ સંબંધ નથી. હવે તેને એમ તો થવું જોઈએ કે અહો! હું અનાદિકાળથી રહેલો છું અને અનંતકાળ રહીશ. તો, ભવિષ્યમાં હું ક્યાં રહીશ? જે રાગ અને શરીર સહિત પોતાને માન્યો તો તેમાં રહીશ એટલે કે સંસારમાં રખડતો રહીશ. લ્યો, આવું ધર્મનું ભારે સ્વરૂપ છે કે જે હજુ સાંભળવા મળવું પણ કઠણ (મુશ્કેલ) છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧]
[૯૧
અહીં કહે છે કે ભાઈ એ ચોરાશી લાખ યોનિના અવતારનું કારણ મિથ્યાત્વભાવ
પ્રશ્ન:- એ મિથ્યાત્વભાવ એટલે શું?
સમાધાન:- ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધતા ને આનંદનું ધામ છે. તે તત્ત્વ પુણ્ય-પાપના ભાવરૂપ રાગ અને શરીર, કર્મ આદિ અજીવતત્ત્વથી જુદું છે. અર્થાત્ આસ્રવતત્ત્વથી અને અજીવતત્ત્વથી જ્ઞાયકતત્ત્વ-ચૈતન્યતત્ત્વ ભિન્ન છે, અસમાહિત છેસહિત નથી. છતાં પણ તેને સહિતપણું ભાસે છે એ જ મિથ્યાત્વભાવ છે. અને એવો જીવ–શુદ્ધપરિણતિથી રહિત ઈચ્છાથી પીડિત એવો પ્રાણી–ચાર ગતિમાં અવતાર ધારણ કરે છે. આવી વાતો છે ભગવાન! અરે! (સમયસારના) કર્તાકર્મ અધિકારની ૭ર મી ગાથામાં આત્માને ‘ભગવાન' તરીકે જ બોલાવ્યો છે ને? આચાર્યું તેને એમ કહીને બોલાવ્યો છે કે ભગવાન આત્મા’...
કેમ?
કેમ કે આત્મા તો અજીવ અને આસવ રહિત જ છે. તેથી તે ભગવાન જ છે. એટલે કે આનંદ અને જ્ઞાનસ્વરૂપી આત્મા છે અને તેને જ ‘ભગવાન આત્મા’ કહીએ. નહીંતર શું પુણ્યના પરિણામને આત્મા કહીએ? (ના.) કેમ કે એ તો આસવ છે.
પ્રશ્ન:- પુણ્યથી થોડો તો લાભ થાય ને?
સમાધાન:- હા, લાભ થાય રખડવાનો. ‘પ્રવચનસાર’માં તો ભાઈ! એવા શબ્દ છે કે જે કોઈ પુણ્ય-પાપમાં વિશેષતા માને છે તે ઘોર સંસારમાં રખડશે. જુઓ, પ્રવચનસાર, | ૭૭ ગાથા: ‘મથ પુથપાયોવિશેષત્વ નિશ્ચિન્વન્નપસંદતિ હવે પુણ્ય અને પાપનું
અવિશેષપણું નિશ્ચિત કરતા થકા ઉપસંહાર કરે છે.' અવિશેષ કહેતાં બન્ને પુણ્ય અને પાપ સરખા છે, બન્નેમાં સામાન્યપણું છે.
ण हि मण्णदि जो एवं णत्थि विसेसो त्ति पुण्णपावाणं ।
हिंडदि घोरमपारं संसारं मोहसंछण्णो ॥ પુણ્ય ને પાપમાં વિશેષ: નાસ્તિ તફાવત નથી એમ જે માનતો નથી એટલે કે પુણ્ય ને પાપમાં તફાવત છે ફેર છે અર્થાતુ પુણ્ય ઠીક છે એમ જે માને છે તે મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં હિતિ પરિભ્રમણ કરે છે. લ્યો, આ પ્રવચનસાર–વીતરાગની વાણીનો સાર. અરે! મિથ્યાત્વ શું છે તેની અજ્ઞાનીને ખબર
Page #104
--------------------------------------------------------------------------
________________
૯ ૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
નથી. એ તો હજુ વ્યવહાર કરશું તો નિશ્ચય થશે એમ માને છે. પણ વ્યવહાર એટલે રાગ. તેથી, રાગ કરશું તો નિશ્ચય (-વીતરાગતા) થશે, આસ્રવ કરશું તો આત્માનો સંવર થશે એમ તે માને છે. પરંતુ એ શ્રદ્ધા જ મિથ્યા છે. આત્મા રાગ સહિત છે અને રાગ કરવાલાયક છે એવી માન્યતા જ મિથ્યાત્વ છે.
પ્રશ્ન:- પણ તેના પર) વિના ચાલે નહીં ને?
સમાધાન:- અરે! પર વિના જ આત્માને ચાલે છે. (હા), તેના વિના મને ચાલે નહીં એમ તેણે માન્યું છે. તેથી એવી માન્યતા વિના તેણે અનાદિથી ચલાવ્યું નથી. આવો પ્રશ્ન વિક્રમ સંવત ૨૦૧૦ ની સાલમાં બોટાદમાં થયો હતો કે મહારાજ! તમે પૈસાને ધૂળજડ છે એમ કહો છો, પરંતુ તેના વિના કાંઈ ચાલે છે ? ત્યારે કહેલું કે જુઓ ભાઈ! સાંભળો. આ એક આંગળીએ બીજી આંગળી વિના શું ચલાવ્યું નથી? (હા, ચલાવ્યું છે. કેમ કે નહીંતર તો,) આ આંગળી તૂટી જાય તો બીજી આંગળી પણ ન રહે. તેમ આત્માએ પરદ્રવ્યના અભાવથી જ ચલાવ્યું છે. આત્મા સ્વદ્રવ્યથી છે અને પરદ્રવ્યથી નથી. તેથી આત્માનું ટકવું જ પદ્રવ્યના અભાવરૂપે છે. છતાં પણ અજ્ઞાની માને છે કે પરદ્રવ્યના અભાવમાં હું કેમ રહી શકું? પરંતુ એ તો તેની મિથ્યા માન્યતા છે. બીજી રીતે કહીએ તો, ભગવાન આત્મા સ્વદ્રવ્યથી અસ્તિ છે ને પરદ્રવ્યથી નાસ્તિ છે. તેથી પદ્રવ્યના અભાવરૂપે જ ટકી રહ્યો છે. તેનું અસ્તિત્વ આ રીતે જ ટકી રહ્યું છે. છતાં પણ અજ્ઞાનીને એમ થઈ ગયું છે કે મને પૈસા વિના ચાલે નહીં. પરંતુ એ તો તેની મિથ્યા માન્યતાએ ઘર ઘાલ્યું છે. -આ મૂળ ચીજ (વાત) છે અને આ મૂળ ચીજ ઉપર દુનિયાનું લક્ષ જ ગયું નથી.
અહા! અજ્ઞાની બહારમાં ને બહારમાં પંડિતાઈની મોટી વાતો કરે છે કે ભગવાને વ્યવહારથી લાભ કહ્યો છે અને (ઢાળામાં પણ) વ્યવહારને નિયતનો હેતુ-કારણ કહ્યો છે. ભાઈ! ભગવાને વ્યવહારની વાતો કહીને વ્યવહારનું જ્ઞાન કરાવ્યું છે. છતાં એ રાગ સહિત આત્મા છે એમ જે માને છે તે રાગથી આત્માને લાભ માને છે. કેમ કે આત્માને રાગ સહિત માને કે આત્માને રાગથી લાભ માને તે બન્ને એક જ વાત થઈ અને તે મિથ્યા વાત છે. હવે, (બુઢાળા, ત્રીજી ઢાળ, પદ-રમાં) હેતુ નિયતકો હોઈ એમ જે કહ્યું છે તે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે કે એ ભૂમિકામાં એવો મંદરાગ હોય છે. બસ, ‘રાગ હોય છે એટલું જ કહેવું છે. પણ રાગથી આત્મામાં લાભ થાય એમ નથી કહેવું. કેમ કે નહીંતર તો પરસ્પર વિરૂદ્ધ વચન થાય. (પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાં) આત્માને રાગ સહિત માનવો
Page #105
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧]
[૯૩
તેને મિથ્યાત્વ કહ્યું છે અને જો વળી અહીં (છઢાળામાં) એમ કહે કે રાગની મંદતાથી આત્માને લાભ થાય, તો એ પરસ્પર વિરૂદ્ધ વચન થયું. પરંતુ વીતરાગના વચન એવા ન હોય. વીતરાગના વચન તો પૂર્વાપર વિરોધ રહિત હોય છે.
અહા! એક બાજુ (પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાં) ભગવાન એમ કહે કે જીવને રાગ સહિત માનવો તે મિથ્યાત્વ છે અને જો બીજી બાજુ (છઢાળામાં) એમ કહે કે જીવને રાગથી લાભ થાય એટલે કે જે આત્મામાં નથી તેનાથી આત્માને લાભ થાય, તો એ વિરૂદ્ધ વચન થયું. પણ સર્વજ્ઞ ત્રિલોકનાથની વાણીમાં ક્યાંય પરસ્પર વિરોધ હોય નહીં. તો, અહીં કહ્યું કે રાગથી જીવને લાભ થાય અર્થાત્ જે આત્મામાં નથી તેનાથી આત્માને લાભ થાય તેવી દૃષ્ટિ જ મિથ્યા છે. અરે! મૂળ વાતની હજુ અજ્ઞાનીને ખબર નથી. નિશ્ચય શ્રદ્ધાની વાત તો પછી, પરંતુ હજુ વ્યવહાર શ્રદ્ધા પણ નથી.
અહીં ‘પ્રવચનસાર’માં ભગવાન કુંદકુંદાચાર્યનું વચન છે કે જે શુભ અને અશુભ એ બે ભાવમાં તફાવત-ફેર-વિશેષ-માને છે અર્થાત્ એકરૂપ નથી માનતો તે ઘોર સંસારમાં રખડશે.
પ્રશ્ન:- શુદ્ધ ઘી ન મળે તો વેજીટેબલથી ચલાવી લેવાય!
સમાધાન:- પણ એ વેજીટેબલ, ઘી જ નથી. એ તો બીજી ચીજ-તેલ છે અને તેને ઘી નામ આપ્યું છે. તેમ રાગની મંદતા રત્નત્રય નથી, માત્ર તેને વ્યવહારરત્નત્રયનું નામ આપ્યું છે. બીજી રીતે કહીએ તો, વ્યવહારરત્નત્રય ધર્મ નથી (-રાગની મંદતા એ સાચા રત્નત્રય નથી), પરંતુ નિશ્ચયરત્નત્રય—સ્વભાવના દષ્ટિ, જ્ઞાન અને રમણતા— પ્રગટ થયા છે તેનો રાગની મંદતામાં ફક્ત વ્યવહાર તરીકે આરોપ આપ્યો છે. નહીંતર તે રાગની મંદતા રત્નત્રય કે દિ’ હતી? તે કાંઈ રત્નત્રય નથી, એ તો અધર્મ છે. તો પછી એ અધર્મ શું ધર્મનું કારણ થાય?
આવો વીતરાગનો માર્ગ હોય? – એમ અજ્ઞાનીને થાય છે. પણ ભાઈ! ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વર એકાવતારી ઇંદ્રોની સમક્ષ વાણી વરસાવે છે તો તે વાણી-કથા કેવી હશે? શકેંદ્ર ત્રણ જ્ઞાનના ધણી, ક્ષાયિક સમકિતી અને એકાવતારી છે. તેમને પોતાને પણ ખબર છે કે હવે મારે એક જ ભવ છે. તેવી રીતે તેમની સ્ત્રી (ઇંદ્રાણી) પણ એકાવતારીએક ભવે મોક્ષ જનારી છે. આ રીતે બન્ને પતિ-પત્ની એકાવતારી છે અને તેઓ ભગવાન પાસે વાણી સાંભળવા આવે છે. તો, તે વાણી-કથા કેવી હશે? તે વાર્તા કેવી હશે? ‘તું રાગ, પુણ્ય અને વ્યવહાર કરજે, તેનાથી તારું કલ્યાણ થશે.’ - શું તે વાણી-ક
-કથા આવી
Page #106
--------------------------------------------------------------------------
________________
૯૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
હશે? (ના.) “તું રાગરૂપ નથી, ત્રણકાળમાં તું રાગ સહિત છો જ નહીં. તું તો ચિદાનંદ ધ્રુવ આનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ છો. આવા આત્માને રાગ સહિત માનવો એટલે કે આત્માને વ્યવહાર સહિત માનવો તે જ મિથ્યાત્વ-ભવનું બીજ છે.” આવી ભગવાનની વાણી હોય. લ્યો, વ્યવહાર કહો કે રાગ કહો કે આસ્રવ કહો—એક જ છે એમ કહે છે. (હા), વચ્ચે વ્યવહાર હોય છે ખરો. તેથી તેને જણાવે પણ છે. જ્યાં નિશ્ચય હોય ત્યાં ભૂમિકાના પ્રમાણમાં રાગની મંદતા-વ્યવહાર હોય છે. પણ તે આશ્રય કરવાલાયક છે અને તેનાથી લાભ થાય છે તે બીલકુલ જૂઠી વાત છે.
તે કેટલા ટકા જૂઠી વાત છે? તે સોએ સો ટકા જૂઠી વાત છે.
અહીં કહે છે કે અરે મુનિ! ભગવાન! તું તારી પરિણતિમાં પૂર્ણ મુક્તિને માટે સ્થાન રાખ–શુદ્ધ પરિણતિ પ્રગટ કર. કેમ કે તે (-શુદ્ધ પરિણતિ) જ પૂર્ણ મુક્તિનું સ્થાનનિવાસઘર છે. એટલે કે શુદ્ધ પરિણતિમાંથી મુક્તિ થશે, પણ રાગમાંથી મુક્તિ થશે નહીં. જુઓ, આ વ્યવહાર ઈર્યાસમિતિનો અધિકાર ચાલે છે, છતાં તેમાંથી નિશ્ચયની વાત કાઢી છે. અહા! આ વ્યવહારચારિત્રનો અધિકાર છે તેમાં કહે છે કે એ વ્યવહારચારિત્ર કોને કહેવાય? કે જેને અંદરમાં રાગ રહિત આનંદસ્વરૂપ ભગવાન આત્માનું ભાન-જ્ઞાન થયું છે અને રમણતા થઈ છે તેની રાગની મંદતારૂપ ઈર્યાસમિતિને વ્યવહારચારિત્ર કહેવામાં આવે છે. -આમ વાત છે અને એ કહેવા માટે અહીંયા વાત કરે છે. બાકી અત્યારે તો મૂળ વાતમાં મોટી ગરબડ ચાલે છે.
અહા! મુક્તિમાં પૂર્ણ શુદ્ધ ચૈતન્યઘન ભગવાન આત્માના આનંદનો અનંતમો ભાગ પ્રગટ થાય છે. અર્થાત્ મુક્તિના આનંદથી અનંત-અનંત ગુણો આનંદ ધૃવસના સત્ત્વમાં પડ્યો છે. ધ્રુવસનું સત્ત્વ–ધ્રુવનો ભાગ–અનંત-અનંત આનંદમય છે. માટે, આવા અનંત-અનંત આનંદસ્વરૂપની દૃષ્ટિ કર. પર્યાયદષ્ટિ છોડ, રાગદષ્ટિ છોડ, વ્યવહારદષ્ટિ છોડ, નિમિત્તદષ્ટિ છોડ અને આવા સ્વભાવની દષ્ટિ કરી તેની પરિણતિ કર કે જે સુમુક્તિરૂપી સુંદર સ્ત્રીનું ઘર-નિવાસગૃહ છે. આ રીતે, મુકિતરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસગૃહ રાખ એટલે કે તું પૂર્ણાનંદની પ્રાપ્તિ માટે પરિણતિ કર. આટલું રાખ (-કર) બાપા! તે સિવાય વ્યવહાર ઈસમિતિનો વિકલ્પ ઉઠ તે બંધનું કારણ છે. (હા), મોક્ષમાર્ગમાં વચ્ચે તે આવે ખરો, પણ તે વિકલ્પ મુક્તિનું કારણ નથી. ભારે વાત!
Page #107
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧].
[૯૫
છે શ્લોક - ૮૪ ઉપરનું પ્રવચન કર્યું દિગંબર મુનિઓના કથન તો જુઓ! કેવળીના પેટ ખોલીને મુક્યા છે. દિગંબર સંતોએ વીતરાગ માર્ગને ખુલ્લો મુકી દીધો છે. જુઓ ને આ છે તો વ્યવહારચારિત્રનો અધિકાર, છતાં તેમાં નિશ્ચયચારિત્રની વાત કરી છે. તો, કહે છે કે વ્યવહારચારિત્ર ક્યારે કહેવાય? કે નિશ્ચયસમિતિરૂપ આનંદની પરિણતિ હોય તો વ્યવહારચારિત્ર કહેવાય. અને એ સિદ્ધ કરવા માટે અહીં (નિશ્ચયચારિત્રની) વાત કરે છે. નહીંતર એકલા વ્યવહારને તો વ્યવહારાભાસ કહેવામાં આવે છે.
અહા! નિશ્ચયસમિતિ કહેતાં આનંદાદિ પૂર્ણ શુદ્ધ અનંત ગુણોની શુદ્ધ પરિણતિ. અરે! સમ્યગ્દર્શન થતાં જ જેટલા ગુણો છે તે બધા અંશે વ્યક્ત થાય છે અને આ નિશ્ચય સમ્યગ્દર્શન જ (યથાર્થ) સમ્યગ્દર્શન છે, જ્યારે વ્યવહાર સમ્યગ્દર્શન (યથાર્થ) સમ્યગ્દર્શન નથી, આરોપીત છે. કહે છે કે પૂર્ણ અનંત ગુણોના પીંડ પ્રભુ આત્માને જ્યાં દષ્ટિએ
સ્વીકારમાં લીધો, જ્ઞાનની વર્તમાન પર્યાયે પૂર્ણ નિજ પરમાત્માને આદર્યો એટલે કે તેની સન્મુખ થઈ ત્યાં નિશ્ચય સમ્યગ્દર્શન થતાં જેટલા અનંત-અનંત ગુણો છે તે દરેકનો નિર્મળ અંશ વ્યક્ત-પ્રગટ થાય છે અને તેને સમકિત કહે છે. હવે અહીં ચારિત્રની વાત છે કે જે આનંદમૂર્તિ આત્મામાં ચરે-રમે છે, જે નિત્યાનંદ ભોજી છે અર્થાત્ જેને આનંદરૂપી અમૃતના ભોજન હોય છે તે મુનિ છે. અહા! મુનિ તો નિત્ય અતીન્દ્રિય આનંદના ભોજી -અનુભવી છે, પણ રાગના ભોજ નથી. કેમ કે રાગ દુઃખરૂપ છે. (હા), પર્યાયમાં વ્યવહાર -રાગ છે એમ તેઓ જાણે, છતાં પણ તે દુ:ખરૂપ છે. એ વાત તો સમયસારના બંધ અધિકારના માંગલિકના પહેલા કલશમાં આવે છે ને? કે 'નિત્યાનંદભોજી'.
એમ કહીને શું કહે છે?
કે નિત્યાનંદભોજી એટલે નિત્ય અતીંદ્રિય આનંદનો અનુભવી-ભોગવટો કરનાર અને તેને સમકિતી કહીએ. જ્યારે આનંદ, શાંતિ આદિ શક્તિની ઘણી જ વિશેષ વ્યક્તતાના અનુભવીને મુનિ કહીએ. બીજી રીતે કહીએ તો, આનંદાદિ જેટલા અનંત ગુણ છે તેટલા બધાય ગુણોનો અંશ પર્યાયમાં પ્રગટ વ્યક્ત થાય તેને જે અનુભવે તેનું નામ સમકિતી.
જ્યારે આનંદ આદિ અનંત ગુણની વિશેષ દશા પ્રગટ થાય તેનું નામ ચારિત્ર છે અને તે સહિત હોય તે મુનિ છે. બાપુ! મુનિ એટલે કાંઈ નાગા થઈને ફરે તે નહીં તેમ જ પંચ મહાવ્રતના વિકલ્પના પણ ઠેકાણા ન મળે તે કાંઈ મુનિ નથી.
Page #108
--------------------------------------------------------------------------
________________
૯ ૬ ]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
“જો જીવ નિશ્ચયરૂપ સમિતિને ઉત્પન્ન કરે, તો તે મુક્તિને પામે છે–મોક્ષરૂપ થાય છે.”
જુઓ, “નિશ્ચયરૂપ સમિતિને ઉત્પન્ન કરે -એમ કહીને પર્યાયની વાત લીધી છે. વસ્તુ તો પૂર્ણ સમિતિસ્વરૂપ છે જ, પણ હવે જે અંતર્મુખ થઈને અંતરમાં જેટલા ગુણો છે તે બધાને શક્તિપણામાંથી પર્યાયમાં વ્યક્ત-પ્રગટ દશારૂપ કરે તો તે વીતરાગ પરિણતિમય નિશ્ચયસમિતિ છે. અને આવી નિશ્ચય સમિતિ ઉત્પન્ન કરે તો મુક્તિને-મોક્ષને પામે. લ્યો, નિશ્ચય સમિતિવાળો મોક્ષને પામે છે, પણ જેને વચ્ચે વ્યવહાર ઈર્યાસમિતિ આદિ આવે છે તે મુક્તિને પામે છે એમ નથી. (હા), વ્યવહારસમિતિ વચ્ચે આવે છે-હોય છે તેથી જાણવાલાયક છે, પણ આદરવાલાયક નથી.
શ્રોતા:- જ્ઞાની પાપને પણ જાણે? - પૂજ્ય ગુરુદેવશ્રી:- (હા), પાપને પણ જાણે. પુષ્ય ને પાપ-બન્નેને જાણે. અરે! પુણ્ય-પાપ જ નહીં, એ તો કોઈપણ પરપદાર્થને પણ જાણે. શું તે વસ્તુ નથી ? શું
વ્યવહારનયનો વિષય નથી? (છે.) માટે દેવ-શાસ્ત્રગુરુ આદિ પરપદાર્થ પણ જાણવાલાયક છે ને? પરંતુ તે જાણવાલાયક છે, આદરવાલાયક નહીં.
અહા! વ્યવહારનય છે ને? (હા). તો, વ્યવહારજ્ય વિષયી છે તેથી તેનો વિષય પણ હોય કે નહીં? (હા). જેમ નિશ્ચયનય વિષયી છે અને તેનો વિષય છે તેમ વ્યવહારનય વિષયી છે અને તેનો વિષય પણ છે. શું તેનો વિષય નથી? (છે). રાગાદિ વ્યવહારનયનો વિષય છે, પરંતુ તે આશ્રય કરવાલાયક નથી, ધર્મસ્વરૂપ નથી. બીજે (સમયસાર ગાથા ૧૨ ની ટીકામાં) આવે છે ને? કે જૈનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહારનય અને નિશ્ચયનયને ન છોડો. એટલે કે વ્યવહારનય નથી જ એમ ન માનો. કેમ કે જે વ્યવહારનય નથી તો પર્યાય પણ નથી અને તેથી મોક્ષમાર્ગ પણ નથી. અરે! મોક્ષમાર્ગ પોતે વ્યવહારનયનો વિષય છે. તેથી વ્યવહારનય જ ન હોય તો, મોક્ષમાર્ગ પણ નહીં રહે.)
ભિન્ન સાધન-સાધ્યનો અર્થ શું છે?
તે ભિન્ન સાધન વ્યવહાર સાધન છે, પણ નિશ્ચયસાધન નથી. તેમ જ પોતાનું નિશ્ચયસાધન પોતે કરે ત્યારે રાગની મંદતાને વ્યવહારસાધનનો આરોપ અપાય છે. આવી વાત છે. જુઓ ને એ વાત તો અહીં કહે છે. અહા! વાત ચાલે છે વ્યવહાર ઈર્યાસમિતિની, છતાં તેમાં નિશ્ચય સમિતિની વાત કરે છે તથા આ નિશ્ચય સમિતિની વાતમાં વ્યવહાર સમિતિની વાત સંભારતા પણ નથી. તો, કહે છે કે નિશ્ચય ઈસમિતિનો અર્થ
Page #109
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૧]
[૯૭
એ છે કે પૂર્ણસ્વરૂપ ધ્રુવ ચૈતન્યને જોઈને પરિણમવું. જોઈને ચાલવાનો વિકલ્પ વ્યવહાર ઈર્યાસમિતિ છે. જ્યારે ચાલવાની ક્રિયા જડની છે, તેથી તે વ્યવહારસમિતિ પણ નથી. વ્યવહારસમિતિ તો શુભવિકલ્પ-શુભરાગ ઉઠ તે છે. બસ, તે વ્યવહાર સમિતિ છે.
અહા! અહીંયા અત્યારે ચાલવાની ક્રિયાની વાત નથી, કેમ કે એ તો વ્યવહાર સમિતિ પણ નથી, એ તો જડની પર્યાય છે. પરંતુ ચાલવા વખતે અશુભભાવ ન થાય અને શુભભાવ થાય તેને વ્યવહાર ઈર્યાસમિતિ કહે છે. પણ તે વ્યવહાર ઈર્યાસમિતિ કોને હોય? કે જેને આનંદના પરિણમનરૂપ નિશ્ચયસમિતિ હોય તેને વ્યવહાર સમિતિ હોય.
લ્યો, આવી શરત છે! ભગવાન થવાનો માર્ગ આવો મોઘો છે. જો કે તે છે સરળ, પણ તેના સમજણમાં ને ખ્યાલમાં નથી કે આ વસ્તુ શું છે. (માટે મોધો લાગે છે.) અરે! અજ્ઞાનીને વસ્તુ સ્વરૂપનું મહાભ્ય જ આવતું નથી. તેને તો રાગની મંદતા અને બહારની પ્રવૃત્તિ – બસ, તેનું જ મહાભ્ય છે. પણ અહીં કહે છે કે મહાપ્રભુમય આત્મચીજ અનંત ગુણનો સાહેબો છે કે જેમાં અનંતા કેવળજ્ઞાન અને આનંદ પડ્યા છે. આવી ચીજની અંદર શુદ્ધ પરિણતિ કરે તો તે મુક્તિને પામે.
પરંતુ સમિતિના નાશથી (અભાવથી), અરેરે! તે મોક્ષ પામતો નથી, પણ સંસારરૂપી મહાસાગરમાં ભમે છે.”
પણ જેને આવી સમિતિ નથી અર્થાત્ શુદ્ધ આનંદનું ધામ એવા આત્માની પરિણતિનો જેને અભાવ છે તે વત –અરેરે! ખેદ છે કે મોક્ષ પામતો નથી. ‘વત’ કહીને મુનિરાજ ખેદ કરે છે કે ભલે અજ્ઞાનીને વ્યવહાર ઈયસમિતિ (-રાગ) હો, પરંતુ આવી નિશ્ચયસમિતિના ભાન વિના–તેની પરિણતિ વિના–તે મુક્તિ પામતો નથી. ભારે કામ ભાઈ!
હવે કહે છે કે અરેરે! તે મોક્ષ તો પામતો નથી, પરંતુ સંસારરૂપી મહાસાગરમાં ભમે છે. જુઓ, આવી અસ્તિ-નાસ્તિ તે અનેકાંત છે. અહા! જેને નિર્વિકલ્પ અભેદ પૂર્ણાનંદ પ્રભુ આત્માની દષ્ટિ કે તેના અનુભવરૂપ શુદ્ધ પરિણતિ નથી અને જેને એકલા
વ્યવહાર સમિતિના (-રાગના) જ પરિણામ છે તે મુક્તિ પામતો નથી. પરંતુ ઘોર સંસારમાં રખડે છે. લ્યો, વ્યવહાર સમિતિનું ફળ સંસાર છે એમ કહે છે. કેમ કે વ્યવહાર સમિતિ રાગ છે ને? અરે! મુનિને પણ વ્યવહાર સમિતિનું ફળ સંસાર છે હોં. જો કે મુનિને
વ્યવહાર સમિતિનો આદર નથી, તો પણ વિકલ્પના કાળમાં એવો ભાવ આવ્યા વિના રહેતો નથી અને તેનું ફળ બંધ છે, સંસાર છે. એટલે કે જેટલો રાગ ઉઠ તે બધો સંસાર
Page #110
--------------------------------------------------------------------------
________________
૯૮].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે. રાગનું ફળ કર્મબંધન છે અને કર્મબંધનનું ફળ સંયોગ છે, પણ તેમાં કાંઈ સ્વભાવનું ફળ નથી.
અરે! તારા ઘરની તને ખબર નહીં ને તું પરઘરમાં ભમે છો? – તો તારો ચોરાશી લાખ યોનિમાં અવતાર થશે એમ કહે છે. અહા! એક સમયમાં પૂર્ણ પ્રભુ આત્માને શેય કરીને જ્યાં હજુ તેનું-સ્વનું જ્ઞાન થયું નથી ત્યાં નિશ્ચય સમિતિના ભાવ વિના–તેની પરિણતિ વિના–એકલી વ્યવહાર ઈર્યાસમિતિ આદિ તો, કહે છે કે, સંસાર છે. રાગ (-વ્યવહાર સમિતિ) પોતે સંસાર છે અને તેના ફળમાં પુણ્યબંધ થઈને દેવાદિ ગતિ મળે છે તે પણ સંસાર છે.
- એ ૮૪ મો શ્લોક થયો, જેમાં ઈસમિતિની વાત થઈ. હવે ભાષાસમિતિની વાત કરે છે.
ગાથા – ૬૧ ) શ્લોક - ૮૧ થી ૮૪
પ્રવચન નં. NST / ૫૪
પપ
તારીખ ૨૪-૬-૭ર ૨૫-૬-૭ર ર૭-૬-૭ર
Page #111
--------------------------------------------------------------------------
________________
હું ગાથા - ૬૨ છે
पेसुण्णहासकक्सपरणिंदप्पप्पसंसियं वयणं । परिचत्ता सपरहिदं भासासमिदी वदंतस्स ॥६२॥ पैशून्यहास्यकर्कशपरनिन्दात्मप्रशंसितं वचनम् ।
परित्यज्य स्वपरहितं भाषासमितिर्वदतः ॥६२।। નિજસ્તવન, પરનિંદા, પિશુનતા, હાસ્ય, કર્કશ વચનને
છોડી સ્વપરહિત જે વદે, ભાષાસમિતિ તેહને. ૬૨. અન્વયાર્થ:- (ઉશૂન્યદાચાપરેનિન્દ્રાત્મપ્રસિત વનમ) પૈશૂન્ય (ચાડી), હાસ્ય, કર્કશ ભાષા, પરનિંદા અને આત્મપ્રશંસારૂપ વચનો (પરિત્યન્ચ) પરિત્યાગીને (સ્વાદિત વત:) જે સ્વપરહિતરૂપ વચનો બોલે છે, તેને (ભાષાસમિતિ) ભાષાસમિતિ હોય છે.
ટીકા:- અહીં ભાષાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
ચાડીખોર માણસના મુખમાંથી નીકળેલાં અને રાજાના કાનની નિકટ પહોંચેલાં, કોઈ એક પુરુષ, કોઈ એક કુટુંબ કે કોઈ એક ગામને મહા વિપત્તિના કારણભૂત એવાં વચનો તે પૈશૂન્ય છે. કયાંક ક્યારેક કોઈક પરજનોના વિકૃત રૂપને અવલોકીને અથવા સાંભળીને હાસ્ય નામના નોકષાયથી ઉત્પન્ન થતું, જરાક શુભ સાથે મિશ્રિત હોવા છતાં અશુભ કર્મનું કારણ, પુરુષના મુખના વિકાર સાથે સંબંધવાળું, તે હાસ્યકર્મ છે. કાનના છિદ્રની નજીક પહોંચવામાત્રથી જે બીજાઓને અપ્રીતિ ઉપજાવે છે તે કર્કશ વચનો છે. બીજાનાં વિદ્યમાન-અવિદ્યમાન દૂષણપૂર્વકનાં વચનો (અર્થાતુ પરના સાચા તેમ જ જૂઠા દોષો કહેનારાં વચનો) તે પરનિંદા છે. પોતાના વિદ્યમાન-અવિદ્યમાન ગુણોની સ્તુતિ તે આત્મપ્રશંસા છે.—આ બધાં અપ્રશસ્ત વચનો પરિત્યાગીને સ્વ તેમ જ પરને શુભ અને શુદ્ધ પરિણતિના કારણભૂત વચનો તે ભાષાસમિતિ છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં રર૬ મા લોક દ્વારા) કહ્યું છે કે:
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૦]
(માલિની)
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
सर्व सावद्यदूराः शांतसर्वप्रचाराः ।
“સમધિગતસમસ્તા: स्वहितनिहितचित्ताः स्वपरसफल जल्पा: सर्वसंकल्पमुक्ताः कथमिह न विमुक्तेर्भाजनं ते विमुक्ताः ॥"
‘(શ્લોકાર્થ:-) જેમણે બધું (વસ્તુસ્વરૂપ) જાણી લીધું છે, જેઓ સર્વ સાવધથી દૂર છે, જેમણે સ્વહિતમાં ચિત્તને સ્થાપ્યું છે, જેમને સર્વ *પ્રચાર શાંત થયો છે, જેમની ભાષા સ્વપરને સફળ (હિતરૂપ) છે, જેઓ સર્વ સંકલ્પ રહિત છે, તે વિમુક્ત પુરુષો આ લોકમાં વિમુક્તિનું ભાજન કેમ ન હોય ? (અર્થાત્ આવા મુનિજનો અવશ્ય મોક્ષનાં પાત્ર છે.)’
વળી (૬૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):(અનુષ્ટમ)
परब्रह्मण्यनुष्ठाननिरतानां मनीषिणाम् । अन्तरैरप्यलं जल्पैः बहिर्जल्पैश्च किं पुनः ॥ ८५ ॥
(શ્લોકાર્થ:-) પરબ્રહ્મના અનુષ્ઠાનમાં નિરત (અર્થાત્ પરમાત્માના આચરણમાં લીન) એવા ડાહ્યા પુરુષોને – મુનિજનોને અંતર્જલ્પથી (-વિકલ્પરૂપ અંતરંગ ઉત્થાનથી) પણ બસ થાઓ, બહિર્જલ્પની (-ભાષા બોલવાની) તો વાત જ શી ? ૮૫.
ગાથા ૬૨ ઉપરનું પ્રવચન
‘અહીં ભાષાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.’
આ બીજી ભાષાસમિતિની વ્યાખ્યા છે. વ્યવહાર ભાષાસમિતિની અર્થાત્ ભાષા બોલવાનો જે વિકલ્પ ઉઠે છે તેની આ વાત છે. વ્યવહાર ભાષાસમિતિ એટલે શુભરાગવિકલ્પ.
* પ્રચાર = વહીવટ; કામ માથે લેવું તે. આરંભ; બાહ્ય પ્રવૃત્તિ
Page #113
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૨]
[૧૦૧
ચાડીખોર માણસના મુખમાંથી નીકળેલાં અને રાજાના કાનની નિકટ પહોંચેલાં, કોઈ એક પુરુષ, કોઈ એક કુટુંબ કે કોઈ એક ગામને મહા વિપત્તિના કારણભૂત એવાં વચનો તે પૈશૂન્ય છે.”
કોઈ એક પુરુષની, કોઈ એક કુટુંબની કે કોઈ એક ગામની વિરૂદ્ધ રાજા પાસે કે બીજા પાસે ચાડી કરવી તે પૈશૂન્ય છે અને તેને છોડીને બોલવું તે ભાષાસમિતિ છે એમ કહેવું છે. આત્મજ્ઞાની-ધ્યાની ધર્માત્મા મુનિને વ્યવહાર ભાષા સમિતિમાં આવી ભાષા ન હોય કે અમારો અનાદર કરીશ તો તારું સત્યાનાશ થઈ જશે. -આવી વાણી ન હોય.
“ક્યાંક ક્યારેક કોઈક પરજનોના વિકૃત રૂપને અવલોકીને અથવા સાંભળીને હાસ્ય નામના નોકષાયથી ઉત્પન્ન થતું, જરાક શુભ સાથે મિશ્રિત હોવા છતાં અશુભ કર્મનું કારણ, પુરુષના મુખના વિકાર સાથે સંબંધવાળું, તે હાસ્યકર્મ છે.”
કયારેક કોઈ વખતે. બીજાનું સહજ રૂપ હોય તેનાથી હેજ ફેરફાર દેખીને એટલે કે કોઈ પુરુષે ઘોડાનું, હાથીનું કે સ્ત્રી વગેરેનું રૂપ ધારણ કર્યું હોય અથવા કોઈ સ્ત્રીએ પુરુષ વગેરેનું રૂપ ધારણ કર્યું હોય તો એવું રૂપ અવલોકીને અથવા સાંભળીને હાસ્ય થાય છે. આવા હાસ્યને મુનિ છોડી દે છે. “ઓહો! તમે તો આવા હો!' એમ કહીને લોકો બીજાની મશ્કરી કરે છે ને? (પણ મુનિરાજ એવી મશ્કરી ન કરે.) તેમને એવી ભાષા જ ન હોય. તેમને વિચારીને (બોલાયેલી) સ્વ-પરના હિતવાળી ભાષા હોય એમ કહે છે. આ રીતે મુનિરાજ “શૂન્ય અને મશ્કરી ન કરે. એટલે કે કોઈ માણસને, કોઈ કુટુંબને કે કોઈ ગામને નુકશાન થાય તેવું બોલે નહીં અને હાસ્ય પણ ન કરે.
પ્રશ્ન:- મુનિ કયાં રાજા પાસે ચાડી કરવા જાય છે (કે જેથી અહીંયા ના પાડે છે?)
સમાધાન:- અહીંયા રાજા પાસે જવાની વાત નથી. (અર્થાત્ મુનિરાજ રાજા પાસે ચાડી કરવા જાય છે અને તેની અહીંયા ના પાડે છે એમ વાત નથી.) પણ પૈશૂન્ય વચન જ ન બોલવા એમ કહે છે. બાકી મુનિરાજ રાજા પાસે કે બીજે ક્યાંય ચાડી કરવા જાય જ નહીં, કેમ કે તેનો નિષેધ જ છે. અહીં મુનિને કહે છે કે બીજાને— કોઈ પુરુષને, કોઈ કુટુંબને કે કોઈ ગામને નુકશાન થાય તેવું બોલવું નહીં તેમ જ હાસ્યમશ્કરી થાય એવું બોલવું નહીં. જો કે મુનિરાજ આવું કરે (ચાડી કરવા જાય કે હાસ્ય કરે) એ પ્રશ્ન જ અહીંયા નથી. આ તો ધર્માત્મા મુનિરાજ શૂન્યવાળું વચન ન બોલે અને હાસ્ય ન કરે એમ વાત છે. તથા પૈશૂન્ય અને હાસ્યની વ્યાખ્યા કરે છે કે પૈશૂન્ય ને હાસ્ય કોને કહેવા. અહીં એક સામાન્ય કથન છે અને આ વાત બધાને (શ્રાવકાદિને) માટે પણ છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
તો કહ્યું કે, ધર્માત્મા મુનિને ભાષાસમિતિમાં પૈશૂન્ય અને હાસ્ય-મશ્કરીવાળા વચનો હોઈ શકે નહીં. -એવા વચનો મુનિ બોલે જ નહીં. જેને નિશ્ચયસમિતિ હોય તેને જ આવી વ્યવહારસમિતિ હોય અને તે વ્યવહારસમિતિનું અહીં વર્ણન કરે છે.
૧૦૨]
‘કાનના છિદ્રની નજીક પહોંચવામાત્રથી જે બીજાઓને અપ્રીતિ ઉપજવે છે તે કર્કશ વચનો છે.'
કર્કશ શબ્દો પણ ધર્મી-ધર્માત્મા મુનિ બોલે નહીં. અહીંયા ભાષા બોલવાની વાત નથી, કેમ કે આત્મા કાંઈ ભાષા બોલી શકતો નથી. ભાષા તો ભાષાના કારણે નીકળે છે. પરંતુ બોલવાના ભાવમાં કર્કશ વચન બોલવાનો વિકલ્પ-ભાવ મુનિને હોય નહીં એમ કહે છે.
‘બીજાનાં વિદ્યમાન-અવિદ્યમાન દૂષણપૂર્વકનાં વચનો (અર્થાત્ પરના સાચા તેમ જ જૂઠા દોષો કહેનારાં વચનો) તે પરિનિંદા છે.’
બીજાનાં હોવાવાળા તથા ન હોવાવાળા અવગુણો કહેનારાં વચનો તે પરિનંદા છે. અને એવાં વચનો બોલવાનો ભાવ મુનિને હોય નહીં.
‘પોતાના વિદ્યમાન-અવિદ્યમાન ગુણોની સ્તુતિ તે આત્મપ્રશંસા છે.’ પોતાના હયાતીવાળા તથા ન હયાતીવાળા ગુણોની સ્તુતિ તે આત્મપ્રશંસા છે અને એવી વાણી મુનિ બોલે નહીં.
પ્રશ્ન:- એવી વાણી મુનિ ન બોલે, પણ શ્રાવક બોલે
એમ ને?
સમાધાન:- શ્રાવક પણ એવી વાણી બોલે નહીં.
‘આ બધાં અપ્રશસ્ત વચનો પરિત્યાગીને સ્વ તેમ જ પરને શુભ અને શુદ્ધ પરિગતિના કારણભૂત વચનો તે ભાષાસિમિત છે.’
અહીં ભાષા જુઓ! બન્ને-વ્યવહારની (શુભપરિણતિની) અને નિશ્ચયની (શુદ્ધ પરિણતિની) વાત કરી છે. મુનિને એવી ભાષાસમિતિ હોય કે જે પોતાને પણ શુભ અને શુદ્ધપરિણતિમાં કારણભૂત થાય તથા બીજાને પણ શુભ અને શુદ્ધપરિણતિમાં કારણભૂત થાય. ભલે શુદ્ધ અને શુભ પરિણતિને કરે બીજો જીવ સ્વયં પોતે, છતાં પણ તેને શુદ્ધ પરિણતિ થાય તેમ જ શુભભાવ થાય તેવી ભાષા એવાં વચનો મુનિના હોય છે. ભારે ઝીણું મુક્યું!
અહા! ભાષાસમિતિનું નિશ્ચય સ્વરૂપ તો એ છે કે પરમ સત્ય એવા ભગવાન આત્મામાં એકત્વ થવું. અર્થાત્ નિશ્ચય ભાષાસમિતિ તો તેને કહીએ કે પોતાના આત્મામાં
Page #115
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૨]
[૧૦૩
જ્ઞાનાદિ અનંત ગુણોની સંખ્યા છે તે બધા અનંત ગુણોની વર્તમાન પર્યાય, પોતાના પરમ જ્ઞાનાદિ અનંત ગુણો સાથે એકત્વ થાય—સંહતિ પામે – મિલન પામે. આત્માનું સસ્વરૂપ છે તેની અંદર–સરૂપ આત્મવસ્તુ છે તેમાં – ત્રણકાળના સમયથી પણ અનંતગુણા જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણો છે. આવા અનંતાનંત ગુણોની અંદર એકાગ્ર થવું તેનું નામ નિશ્ચય-સત્ય ભાષાસમિતિ છે. બીજી રીતે કહીએ તો અનંત ગુણો સરૂપે છે તેના સત્પણાની અંદર તે ગુણોની પર્યાયની એકતા થવી – એક સમયની પર્યાય અનંત ગુણો સાથે એકત્વ થાય - તે પરમ સત્ય ભાષાસમિતિ છે. આવી નિશ્ચય ભાષાસમિતિવાળાને (સત્ય બોલવાનો) શુભભાવ હોય તેને વ્યવહાર ભાષાસમિતિ કહે છે. આવું ઝીણું તત્ત્વ છે, આમ વાત છે. અરે વસ્તુસ્થિતિ જ આવી છે. ભાઈ વીતરાગ તત્ત્વ એવું છે કે લોકોને તેનો ખ્યાલ આવવો મુશ્કેલ પડે. એવું એ તત્ત્વ છે.
જુઓ ને શું કહે છે? કે જે વિકલ્પ છે તે તો પોતે પોતાને જાણતો નથી તેમ જ પરને પણ જાણતો નથી. તે પર (આત્મા) વડે જણાય છે. માટે એવા વિકલ્પ દ્વારા નિજસ્વરૂપમાં એકાગ્રતા ન થાય. પણ તેની એક સમયની જ્ઞાનની પર્યાય દ્વારા— ચાહે તો તે પર્યાય એક સમયની સમ્યફ મતિની હો કે શ્રુતની હો, પણ તે દ્વારા– નિજસ્વરૂપમાં એકાગ્રતા થાય. અહા! આવી એક સમયની સમ્યફ મતિ કે શ્રુતની પર્યાય જેવી અન્ય ગુણોની અનંતી પર્યાય વર્તમાન એક સમયમાં આત્મામાં હોય અર્થાતુ એક સમયની સમ્યફ મતિ કે શ્રુતની પર્યાયથી (સંખ્યાએ) અનંતગુણી પોતાના અન્ય ગુણોની વર્તમાન પર્યાય હોય, છતાં તે એક સમયની જ્ઞાનપર્યાય, તેનાથી (સંખ્યાએ) અનંતગુણી બીજા અનંત ગુણોની પર્યાયને જાણે છે. તેમ જ અનંત ગુણોમાં એકાગ્ર થઈને ગુણોને પણ જાણે છે. ઝીણી વાત છે ભાઈ! વીતરાગ મારગ આવો ઝીણો ને સૂક્ષ્મ છે. અરે! લોકોએ તેને સ્થૂળ કરીને માન્યો છે, પણ તે એવા સ્વરૂપે નથી.
અહા! આ, નિશ્ચય-સત્ય ભાષાસમિતિની વાત છે ને? તો કહે છે કે, જેનું એક સમયનું સત્યપણું છે એવી મતિ-શ્રુતજ્ઞાનપર્યાયની ત્રણકાળના સમયથી અનંતગુણા એવા અનંતાનંત ગુણો સાથે એકતા થતાં વીતરાગતા થાય તેને ભાષાની નિશ્ચય-સત્ય સમિતિ કહેવામાં આવે છે. અહો! દ્રવ્યને અને તેના ત્રણકાળના સમયથી અનંતગુણા એવા અનંતાનંત ગુણોને એક સમયની જ્ઞાનપર્યાય, તે અનંત ગુણોમાં એકત્ર થઈને જાણે તો તે એક સમયની જ્ઞાનપર્યાયનું સારું કેટલું મોટું સત્ એવા ભગવાન આત્મામાં ત્રણકાળના સમયથી અનંતગુણા એવા અનંતાનંત ગુણો સરૂપે છે. આવા અનંતાનંત ગુણોને એક સમયની પર્યાય જાણે તે અહા! ગજબ વાત છે! તો, તે એક સમયની
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પર્યાયને- કે જે ત્રણ-કાળના સમયથી અનંતગુણા એવા અનંત ગુણોમાં એકત્વ થાય છે તેને - સત્ય ભાષાસમિતિ કહેવામાં આવે છે. ઝીણો મારગ છે!
કહે છે કે પોતાના અનંતાનંત ગુણો સરૂપે છે તેનો સ્વીકાર વિકલ્પ દ્વારા થઈ શકે નહીં. કારણ કે વિકલ્પ જાણનાર નથી. અરે! શુભરાગરૂપ વિકલ્પ હો તો પણ તેનામાં જાણવાની તાકાત નથી, જાણવાની તાકાત તો જ્ઞાનની પર્યાયમાં છે. આ જ્ઞાનની એક પર્યાય આટલા મોટા સત્નો સ્વીકાર કરીને–તેને જાણીને—પોતાના અનંત ગુણોમાં એકત્વને પામે તેમ જ એવી રીતે બીજા બધાય અનંત ગુણોની એક સમયની દરેક પર્યાય પણ તે અનંત ગુણોમાં એકત્વને પામે તેને સત્ય ભાષાસમિતિ કહે છે. અને તેના (એવી સમિતિવાળા મુનિરાજના) વચનો શુભ ને શુદ્ધ પરિણતિમાં કારણભૂત થાય છે એમ કહે છે. જુઓ, (શુભ ને શુદ્ધ પરિણતિમાં કારણભૂત થાય) એવો વ્યવહાર મુનિનો હોય અર્થાત્ મુનિને વિકલ્પ પણ આવો હોય એમ કહે છે. અહીંયા અશુભભાવની વાત નથી, કેમ કે નિશ્ચય (શુદ્ધ) અને વ્યવહાર (-શુભ પરિણતિ) - એ બે જણાવવા છે ને!
અહા! કહે છે કે અનંતાનંત ગુણના સપૂણામાં એકત્ર થઈ સની પરિણતિપણે– નિશ્ચય શુદ્ધ પરિણતિપણે—પરિણમવું તે નિશ્ચય ભાષાસમિતિ છે. અને વિકલ્પના કાળમાં કર્કશાદિ ન બોલવાનો શુભ વિકલ્પ થાય તે વ્યવહાર ભાષાસમિતિ છે. પણ આવી નિશ્ચય સમિતિ જેને હોય તેને આ વ્યવહાર સમિતિ હોય હો. બાકી આ નિશ્ચય સમિતિના ભાન વિનાના એકલા વ્યવહાર-વિકલ્પને વ્યવહાર જ કહેતા નથી. જુઓ, પોતે મુનિરાજે પહેલાં અર્થ કર્યો હતો ને? ભાઈ એ વાત આવી ગઈ છે ને? કે ‘સહજ પરમજ્ઞાનાદિક પરમધર્મોની સંહતિ (-મિલન, સંગઠન) તે સમિતિ છે'. (ગાથા ૬૧ ની ટીકા). તો, તેમાં એ કહેવા માગે છે કે પાંચે સમિતિનું (નિશ્ચય) સ્વરૂપ આ રીતે છે કે રાગમાં એકત્વ હતું તેથી પોતાના ગુણો સાથેનું સંગઠન તુટતું હતું, તે હવે (ગુણોમાં એકત્વ થઈને) ગુણો સાથે સંગઠન કર્યું તે સમિતિ છે. વર્તમાન એક સમયની એક પર્યાયે અથવા અનંતી પર્યાયે પરમ સસ્વરૂપ અનંત ગુણોની સાથે એત્વ-સંગઠન કર્યું તેનું નામ નિશ્ચય સમિતિ છે. અરે! આ નિશ્ચય સમિતિની તો ખબર પણ ન મળે અને માત્ર ભાષા બોલીને અજ્ઞાની માને છે કે અમે સમિતિ પાળીએ છીએ અને તે અમારો સંવર છે. પરંતુ ધૂળમાંય તેને સંવર કે સમિતિ નથી.
જુઓ, ‘સ્વ તેમ જ પરને શુભ અને શુદ્ધ પરિણતિના કારણભૂત - એમ બે વાત લીધી છે ને? અર્થાતુ પોતાને (સમિતિવાળાને) પણ શુદ્ધ પરિણતિ અને શુભ વિકલ્પ થાય તથા બીજાને પણ શુદ્ધ પરિણતિ સહિત શુભ વિકલ્પ થાય એવું વચન સમિતિવાળાનું
Page #117
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૬૨]
[૧૦૫
હોય એમ કહે છે. જોકે તે વચન તો જડ છે, (તેથી તે કાંઈ સમિતિ નથી.) પરંતુ મુનિરાજની પરિણતિના શુભભાવને અને શુદ્ધભાવને સમિતિ કહેવામાં આવે છે. કારણભૂત એટલે કે નિમિત્તભૂત.
આધારના શ્લોક ઉપરનું પ્રવચન
XARX
‘જેમણે બધું (વસ્તુસ્વરૂપ) જાણી લીધું છે,'
જેણે પોતાની જ્ઞાનપર્યાયમાં આ બધું જાણી લીધું છે, જેના જ્ઞાનમાં આ રીતે બધું જાણવામાં આવી ગયું છે.
અહા! એક જીવદ્રવ્યના ત્રણકાળના સમયથી પણ અનંતગુણા ગુણો છે એ ગજબ વાત છે ને! એનો અર્થ એ થયો કે (સંખ્યા અપેક્ષાએ) ત્રણકાળ ક્યાંય નાનો થઈ ગયો— ગુણના અનંતમા ભાગનો થઈ ગયો અને ગુણ મોટા થઈ ગયા. આવો એ પરમ સત્સ્વરૂપ પ્રભુ આત્મા છે.
જુઓ ભાઈ! ‘સમયસાર’ની ચોથી ગાથામાં આવે છે ને? કે સુરિવિવાળુમૂવા...
રાગ-વિકલ્પ કરવો અને તેને વેદવો-ભોગવવો એવી અજ્ઞાનની વાત-બંધકથા તો અનંત વાર અનંત-બધા-સર્વ-સમસ્ત-જીવોએ સાંભળી છે, તેમના પરિચયમાં આવી છે અને તેમને વેદવામાં પણ આવી છે. હવે, ‘બધા જીવોએ રાગ કરવો અને ભોગવવો એવી બંધકથા અનંત વાર સાંભળી છે' એવું ત્યાં પાઠમાં લખ્યું છે તેનો અર્થ એ થયો કે કેટલાક નિગોદના જીવોએ—કે જેઓ હજુ તો કોઈ દિ’ ત્રસ પણ થયા નથી તેમણે— પણ બંધકથા સાંભળી છે એમ ત્યાં કહ્યું છે. બીજી રીતે કહીએ તો, નિગોદના બધા જીવોમાંથી કોઈ જીવો તો ગયા અનંત કાળમાં હજુ ત્રસ પણ થયા નથી. છતાં ત્યાં ચોથી ગાથામાં પાઠ તો એવો લીધો છે કે રાગ કરવો અને ભોગવવો એવી અજ્ઞાનની
વાત બધા જીવોએ અનંત વાર સાંભળી છે. એમ ત્યાં કહ્યું છે.
-
પરંતુ બધા એકેંદ્રિય જીવે ક્યાં એવી વાત સાંભળી છે?
પણ તે એકેદ્રિયને રાગનું એકત્વરૂપ પરિણમન છે એ જ બંધકથાનું સાંભળવું છે, તેનો પરિચય છે અને તેનો અનુભવ છે. ઝીણી વાત છે. ભાઈ! ભગવાનનો મારગ બહુ ઝીણો છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહા! ચોથી ગાથામાં એમ આવ્યું છે કે સમસ્ત જીવોએ રાગનો ભાવ-વિભાવવિકલ્પ, તે પછી શુભ હો કે અશુભ, અનુભવ્યો છે. કેમ કે એકેંદ્રિયમાં પણ નિરંતર શુભ અને અશુભ વિકલ્પ થયા કરે છે. શું કહ્યું? કે અનંતા નિગોદના જીવને – કે જે હજુ ત્રસ પણ થયા નથી તે જીવોને – પણ ક્ષણમાં શુભભાવ અને ક્ષણમાં અશુભભાવ એમ નિરંતર શુભાશુભભાવ થાય છે. તેથી તે શુભાશુભભાવરૂપ રાગને કરવો એવું તેણે – એકેંદ્રિયના જીવે પણ—સાંભળ્યું છે એમ ચોથી ગાથામાં ભગવાને કહ્યું છે. તે શુભાશુભભાવમય રાગનું વેદન તેને છે. મતલબ કે રાગની કથા સાંભળવાનું ફળ જે રાગનું વેદન છે તે એકેંદ્રિય જીવને છે એટલે તેણે રાગની કથા સાંભળી છે, પણ રાગથી ભિન્ન આત્માની કથા સાંભળી નથી એમ કહેવામાં આવે છે. આ તો માર્ગ બાપા! વીતરાગનો છે.
આ ભાષાસમિતિની વાત ચાલે છે ને? તો, કહે છે કે સાચી ભાષાસમિતિ તેને કહીએ કે એક આત્મામાં જે અનંત ગુણ સત્પણે છે...
તે અનંત ગુણ કેટલા છે?
કે ત્રણકાળના સમયથી પણ અનંતગુણા ગુણ સપણે છે. એક સેકંડમાં અસંખ્ય સમય જાય. એવા ત્રણકાળના સમયથી (સંખ્યાએ) અનંતગુણા ગુણ એક જીવમાં સતપણે છે. આવા અનંત ગુણના સને જ્ઞાનની એક સમયની પર્યાય—કે જે વર્તમાન સત્ છે તે–સ્વીકારે છે. એટલે કે ત્રણકાળના સમયથી અનંતગુણા જે અનંતાનંત ગુણ છે તેને એક સમયની પર્યાય—કે જે ત્રણકાળના સમયથી અનંતમા ભાગની છે તે – એક સમયમાં સ્વીકારે છે. આ રીતે, ત્રણકાળના સમયથી અનંતમા ભાગની એક સમયની પર્યાય, ભગવાન આત્માના ત્રણકાળના સમયથી અનંતગુણા સરૂપ ગુણોનો સ્વીકાર કરીને તેમાં એકાગ્ર થાય તેને નિશ્ચય ભાષાસમિતિ કહીએ. અને આવી નિશ્ચય સમિતિ જ્યાં હોય ત્યાં વિકલ્પ ઉઠ તેને વ્યવહાર સમિતિ કહે છે. પ્રશ્ન:- વ્યવહાર ઈર્યાસમિતિ એટલે જોઈને ચાલવું એમ નહીં?
સમાધાન:- (ના), ચાલવું એ તો વ્યવહાર ઈર્યાસમિતિમાં પણ નથી. વ્યવહાર ઈસમિતિમાં તો બીજા જીવને દુઃખ ન થાય એવો ફક્ત વિકલ્પ હોય છે. જ્યારે ચાલવાની ક્રિયા-ગતિ તો જડની છે, તેથી એ વ્યવહાર સમિતિ પણ નથી. સમિતિ કાંઈ જડમાં ન હોય. આ વાતો તો બાપા! પરમ સત્ય છે. - જે સતુરૂપ વર્તમાન જ્ઞાનનો અંશ છે... સમ્યક જ્ઞાનરૂપ સતુ હો. કેમ કે અહીંયા સમ્યફ સની વાત છે ને? તો, સમ્યફ સત્ એવી એક સમયની મતિ-શ્રુતની પર્યાય,
Page #119
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૨]
[૧૦૭
પોતાના એક સમય કરતા સંખ્યાએ અનંતગુણા એવા સરૂપ ગુણો છે તેમાં એક થાય—પરમ સસ્વરૂપ પ્રભુ આત્મામાં એકત્વ થાય – અને વીતરાગતા પ્રગટે તેને અહીંયા સાચી ભાષાસમિતિ કહેવામાં આવે છે. તે જીવને ભલે ભાષા ન હોય તોપણ, ભાષાનું ફળ જે ભાવ છે તે ભાવ છે તેથી, વ્યવહાર ભાષાસમિતિ પણ છે. જેમ બધા એકેંદ્રિય જીવે રાગની કથા સાંભળી નથી, પણ રાગનું વેદન છે માટે રાગની કથા સાંભળી છે એમ ભાઈ! (સમયસારની ચોથી ગાથામાં) કહ્યું તેમ અહીંયા પણ ભાષા સમિતિમાં ભાષા બોલવાની વાત નથી, પરંતુ ભાવની વાત છે. અહા! એક સમયમાં ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ છે. તેમાં ત્રણકાળના સમયથી અનંતગુણા ગુણ છે. પણ ત્રણકાળના સમયથી અનંતગુણા ગુણ કોને કહે? (તે કેટલી મોટી સંખ્યા છે!) છતાં તે ગુણોને ત્રણકાળના સમયથી અનંતમા ભાગની એક સમયની પર્યાય—પર્યાય એક સમયની છે ને? – સ્વીકારીને તેમાં એકાગ્ર થાય છે.
બીજી રીતે કહીએ તો,
(૧) ત્રણકાળના સમય છે તેનાથી એક સમયની પર્યાયનો કાળ અનંતમા ભાગનો છે અને (૨) ત્રણકાળના સમય છે તેનાથી સંખ્યાએ અનંતગુણા ગુણ આત્મામાં છે. છતાં તે અનંતા ગુણોને સ્વીકારીને એક સમયની પર્યાય તેમાં એકાગ્ર થાય છે – કે જેને સમિતિ કહેવામાં આવે છે. લ્યો, આવું તો કોઈ દિ' સાંભળ્યું પણ નહીં હોય કે વીતરાગ શું કહે છે. અને તે મૂળ વાત મુકીને બધા અજ્ઞાની ઉપર-ઉપરથી વાત કરે છે.
અહીંયા કહે છે કે ત્રણલોકના નાથ ભગવાનની વાણીમાં નિશ્ચયસમિતિ આ રીતે આવી છે કે નિગોદ સિવાયના કોઈપણ ભવ કરી શકે નહીં એવા જે નિગોદના અનંત જીવ છે તે એક-એક જીવમાં પણ ત્રણકાળના સમયથી અનંતગુણા અનંત ગુણ છે. આવા અનંત ગુણમાં, વર્તમાન સર્પ પર્યાય તેને સ્વીકારીને અંતર એકાગ્ર થાય તેને નિશ્ચયસમિતિ—ધર્મમય સમિતિ–શુદ્ધ પરિણતિરૂપ સમિતિ–કહેવામાં આવે છે. ભારે કામાં બધા જીવોએ અનંતાનંત ભવ કર્યા છે એમ જે કહેવામાં આવે છે એ તો મિથ્યાત્વની અનંતાનંત ભવ કરાવવાની શક્તિ છે તેથી વ્યવહારે કહેવામાં આવે છે. નહીંતર તો જેટલી સંસારી જીવની સંખ્યા છે તેના અનંતમા ભાગના જીવોએ જ નિગોદ સિવાયના અનંતાનંત ભવ કર્યા છે. બીજા જીવો તો નિગોદમાં જ એમ ને એમ અનાદિથી સદાય પડ્યા છે.
અહીં કહ્યું કે “જેમણે બધું વસ્તુસ્વરૂપ જાણી લીધું છે.” - મુનિએ તેમ જ સમકિતીએ તેમની એક સમયની જ્ઞાનપર્યાયમાં ત્રણકાળના સમયથી પણ અનંતગુણા
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૮].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
એવા પોતાના અનંતાનંત ગુણોને જાણી લીધા છે. સમ્યગ્દષ્ટિએ પણ જાણી લીધા છે હો. અર્થાત્ આ તો હજુ મતિ-શ્રુતજ્ઞાનની—ચોથા ગુણસ્થાનની—વાત છે. અહા! આત્માને જાણ્યો ત્યાં સમ્યજ્ઞાન થતાં સાથે અનંતા ગુણ પણ જાણવામાં આવી ગયા. કેમ કે તે સમ્યજ્ઞાન છે ને? સત્યજ્ઞાન છે ને?
અહા! સમ્યગ્દર્શન એટલે સન્દર્શન, પ્રશસ્તદર્શન, પ્રશંસનીય દર્શન. તો, પ્રશંસનીય દર્શન એટલે શું? તે પ્રશંસનીય દર્શન કાંઈ એવા વિકલ્પરૂપ નથી કે આ દેવ-ગુરુ-ધર્મ સાચા અને ભગવાન કહે તે સાચું. કેમ કે એ વિકલ્પ તો રાગ છે. પરંતુ ત્રણકાળના સમયનો અંત નથી તેનાથી પણ અનંતગુણા એવા અનંત ગુણની સન્મુખતાવાળી પર્યાય તે પ્રશંસનીય દર્શન છે. અને તે પર્યાય વિકલ્પવાળી હોય જ નહીં. અહા! ત્રણકાળના સમયનો અંત નથી અને તેનાથી પણ અનંતગુણા ગુણ!!! અહો! આવા અનંત ગુણની સન્મુખતાવાળી પર્યાય વિકલ્પવાળી હોય જ નહીં.
ભાઈ! હું બીજું શું કહું છું તે સમજાય છે?
કે અનંત ગુણની સન્મુખતાવાળી પર્યાય વિકલ્પવાળી હોય જ નહીં, પરંતુ નિર્વિકલ્પ અને અનંત સામર્થ્યવાળી હોય. આવા અનંત-અનંત ગુણમય પરમસત્ પરમાત્મા... દરેક (આત્મા) પોતે જ ભગવાન (પરમાત્મા) છે હોં. તો, આવા અનંત-અનંત ગુણમય સરૂપ પ્રભુ આત્મા બિરાજે છે – આવું જે સનું સ્વરૂપ છે – તેના અંતરમાં જે વર્તમાન જ્ઞાનપર્યાય, શ્રદ્ધાપર્યાય એકાગ્ર થાય તે પર્યાય નિર્વિકલ્પ થઈને જ એકાગ્ર થાય. રાગવાળી પર્યાય અંતરમાં એકાગ્ર થઈ શકે નહીં, કારણ કે રાગમાં જાણવાની તાકાત નથી. જુઓ, અહીં કલશમાં તો, ‘તે બધું જાણે છે' એમ કહ્યું છે. એનો અર્થ એ થયો કે જાણવાની તાકાત તેની મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયમાં છે. આ, ચોથા ગુણસ્થાનની વાત છે હોં. મુનિદશામાં છઠું-સાતમે ગુણસ્થાને સ્થિરતા વધારે છે, જ્યારે ચોથા ગુણસ્થાને સ્થિરતા ઓછી છે. પણ જાણવામાં ફેર નથી. આ ઝીણું પડે તો પણ મારગ આવો છે!
અહીં પ્રભુ કહે છે કે એક સમયમાં પર ઉપરનું લક્ષ સમેટીને છોડીને જ્યારે પર્યાય પરમ સસ્વભાવ તરફ આવે છે ત્યારે તે પર્યાયની તાકાત અનંતી થઈ જાય છે. ચોથા ગુણસ્થાને પણ મતિજ્ઞાનની, શ્રુતજ્ઞાનની ને શ્રદ્ધાની પર્યાય અનંતગુણી તાકાતવાળી છે હોં. કેમ કે તે પર્યાય ત્રણકાળના સમયથી અનંતગુણા ગુણને સ્વીકારીને તેમાં એકાગ્ર થઈ છે. આવી વાતો છે બાપુ ભગવાન! સમ્યગ્દર્શન કાંઈ લોકો માને એવી સાધારણ ચીજ નથી. સમ્યદર્શન એટલે સત્ દર્શન, સત્ એવું જે ભગવાન આત્માનું પૂર્ણસ્વરૂપ છે તેનું દર્શન. ગુણો સરૂપે છે ને? ધૃવરૂપે છે ને? તો, તે ત્રણકાળના સમયથી અનંતગુણા એવા પરમસરૂપ અનંતાનંત ગુણોનું દર્શન તે સમ્યગ્દર્શન છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૨]
[૧૦૯
અહા! ઉત્પત્રિયધ્રૌવ્યયુ સન્ ! અને દ્રવ્યન્તલમ્ | (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય૫, સૂત્ર ૩૦,ર૯) તો, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાંથી ધ્રુવમાં જે આવા અનંત ગુણ છે તેને ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય સ્વીકારે છે. કેમ કે સ્વીકાર તો પર્યાય કરે છે ને? જ્યારે ધ્રુવ તો છે તે છે. તથા તે ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય પણ સત્ છે અને ધ્રૌવ્ય પણ સત્ છે. ત્રણેય સત્ છે. પરંતુ તેમાંથી સરૂપ ઉત્પાદ પર્યાય ક્યારે ‘યથાર્થ સત્” થઈ કહેવાય? કે જ્યારે ત્રિકાળી અનંત ગુણોના પીંડ પ્રભુ આત્માના ત્રણકાળના સમયથી પણ અનંતગુણા ગુણ છે તે બધાને એક સમયની પર્યાય ગળી ગઈ ત્યારે. એટલે કે આવા આખા તત્ત્વને અંદર પ્રતીતમાં-જ્ઞાનમાં લઈ લીધો ત્યારે પર્યાય યથાર્થ સત્’ થઈ એમ કહેવાય છે. અને આવી નિર્મળ-વીતરાગી પર્યાયનું – કે જે ત્રિકાળી અનંત ગુણોમાં એકાગ્ર થઈ છે તેનું–નામ સમિતિ કહેવામાં આવે છે. હવે આવી વાત અજ્ઞાનીએ સાંભળી પણ ન હોય અને જોઈને ચાલવું તે સમિતિ છે એમ માને છે. પણ ધૂળેય તે સમિતિ નથી. કેમ કે ચાલવાની ક્રિયા તો જડની છે - જડની ઉત્પાદ પર્યાય છે. તે આત્માનો ઉત્પાદ ક્યાં છે? માટે જોઈને ચાલે કોણ સાંભળ ને? (હા), તેને શુભવિકલ્પ આવે કે કોઈને દુઃખ ન થાય એમ ચાલું. પરંતુ તે વિકલ્પ-શુભરાગ પુણ્યબંધનું કારણ છે. તે શુભવિકલ્પરૂપ વ્યવહાર કોને હોય? કે જેને આવી નિશ્ચયસમિતિ પ્રગટી હોય તેને.
એક વાર મોટી સંખ્યાની વાત નીકળતા ત્રણ મોટી સંખ્યા કહી હતી: (૧) એક શરીરમાં ૫,૬૮,૯૯,૫૮૪ રોગ છે. (ભગવતી આરાધના ગા. ૧૦૬૦/૬૧) (૨) આકાશમાં એક સૂર્ય ને એક ચંદ્રની સાથે ૬૬,૯૭૫ ક્રોડાક્રોડી તારા છે. અને (૩) બ્રહ્મદત્ત ચક્રવર્તીને અહીંના એક શ્વાસ જેટલા કાળના ફળમાં સાતમી નરકનું
૧૧,૫૬,૯૭૫ પલ્યોપમનું દુઃખ મળ્યું છે.
બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ૭00 વર્ષનું આયુષ્ય હતું. તેમાં તેણે જે બાહ્યનું-કલ્પનાનું સુખ ભોગવ્યું તેના ફળમાં તેને સાતમી નરકનું ૩૩ સાગરનું આયુષ્ય મળ્યું. તેનો અર્થ એ થયો કે અહીંયા 900 વર્ષમાં જે શ્વાસ થયા તેમાંથી એક શ્વાસ જેટલા કાળના ફળમાં સાતમી નરકનું ૧૧,પ૬,૯૭૫ પલ્યોપમનું દુ:ખ મળ્યું. જ્યારે આત્મામાં ત્રણકાળના સમય કરતાં અનંતગુણા ગુણ છે. તેમ જ તે અનંત ગુણની એક સમયની પર્યાય પણ ત્રણકાળના સમય કરતાં અનંતગુણી છે.
શું કહ્યું છે?
કે એક જીવદ્રવ્યના એક ગુણની વર્તમાનમાં એક પર્યાય હોય ને? હા.) તો, અનંત ગુણની અનંત પર્યાય છે. તે કેટલી પર્યાય છે? કે ત્રણકાળના સમય કરતા તે પર્યાયની
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
સંખ્યા અનંતગુણી છે. (અર્થાત્ ગુણ જેટલી પર્યાય છે.) લ્યો, આત્મા આવડો મોટો મહાત્મા, પ્રભુ છે. છતાં પણ અરેરે! આત્માની તેને ખબર નથી. તેણે આત્માને કાં એક અંશમાં, કાં પુણ્યની ક્રિયામાં અને કાં દેહમાં કે તેની ક્રિયામાં માની લીધો છે. પરંતુ એ તો મિથ્યાભ્રમ છે.
અહા! વસ્તુસ્વભાવ અમાપ છે. પણ જેને “સ્વભાવ’ કહીએ તેનું માપ શું? સ્વભાવ એટલે સ્વરૂપ, પોતાનું સત્ત્વ. તો, સત્ એવા પ્રભુ આત્માનું જે સત્ત્વ છે, તેની જે શક્તિ છે, તેનો જે ગુણ છે તેનું શું કહેવું? એ તો અપાર-અમાપ છે. તે ગુણોની સામર્થ્યતા તો અમાપ છે, પરંતુ તે ગુણોની સંખ્યા પણ અમાપ છે. આકાશના જેટલાઅમાપ પ્રદેશ છે તેનાથી અનંતગુણા એક જીવમાં ગુણ છે. અલોક...અલોક...અલોક... એમ આકાશ ચાલ્યું જ જાય છે. શું તેનો ક્યાંય અંત છે? (ના). તો, તેના પ્રદેશોની સંખ્યા છે તેના કરતાં એક જીવમાં અનંતગુણા ગુણ છે. લ્યો, આ તો ભગવાન સર્વશે જેને આત્મા કહ્યો છે તે આત્મા આવો અનંત ગુણમય છે એમ કહે છે. જો કે સર્વજ્ઞા સિવાય બીજા બધા અજ્ઞાની પણ “આત્મા...આત્મા' તો કરે છે, પરંતુ સર્વશે કહેલા આવા આત્મા સિવાય બીજા બધા કહે છે તે આત્મા સાચો છે નહીં. વેદાંતમત પણ આત્માની વાતો કરે છે ને? કે આત્મા નિરંજન, નિરાકાર છે અને તેનો નિર્વિકલ્પ અનુભવ થાય. પરંતુ તે બધી માત્ર વાતો છે. કેમ કે તેને આત્મા કોણ છે તેની ખબર ક્યાં છે? વિક્રમ સંવત ૧૯૬૪ માં વડોદરામાં જોયેલા ‘સતિ અનસૂયા' નાટકમાં પણ આવતું હતું ને? કે બેટા! શુદ્ધોસિ-શુદ્ધ છો; બુદ્ધોસિ-બુદ્ધ છો, જ્ઞાનનો પીંડ છો; ઉદાસીનોસિઉદાસીન છો, તારી ચીજ પરથી ભિન્ન-ઉદાસ છે; નિર્વિકલ્પોસિ-નિર્વિકલ્પ છો, વસ્તુ અભેદ-નિર્વિકલ્પ છે. જુઓ, પહેલાં આવા સંસ્કાર બાળકને નાટકમાં પણ અપાતા.
જ્યારે અત્યારે મોટી ઉમરવાળાને પણ એટલી ખબર નથી કે શુદ્ધ-બુદ્ધ કોને કહે છે. “શ્રીમમાં પણ આવે છે ને? કે,
‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તો પામ.' (આત્મસિદ્ધિ ગા. ૧૧૭)
આ ગાથામાં બહુ સરસ કહ્યું છે. ‘શુદ્ધ' એટલે પરમાત્મસ્વરૂપ આત્મા અનંત ગુણોથી શુદ્ધ છે. ‘બુદ્ધ એટલે આત્મા એકલો જ્ઞાનનો પુંજ છે. ચૈતન્યઘન' એટલે આત્મા અસંખ્ય પ્રદેશ છે. જુઓ, “ચૈતન્યઘન' કહીને તેમાં અસંખ્ય પ્રદેશની વાત કરી છે. કારણ કે તે અસંખ્ય પ્રદેશની વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય (બીજા કોઈ મતમાં) હોય નહીં.
સ્વયંજ્યોતિ’ એટલે આત્મા ઝળહળ ચૈતન્યજ્યોતિ છે કે જે પોતે પોતાથી બળે (જાણે) છે, તેને કોઈ પરની અપેક્ષા નથી. અને સુખધામ” એટલે આત્મા અતીન્દ્રિય આનંદનું ખેતર
Page #123
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૨]
[૧૧૧
ધામ છે. પ્રભુ તારામાં તો અતીન્દ્રિય આનંદ પાકે હોં. –આવો તું છો, પણ રાગ અને (કર્મનો) ઉદય પાકે એ તું નથી. આવો વીતરાગ મારગ છે બાપુ! અહા! જેની ગંભીરતાનો પાર ન મળે એવી ભગવાનની વાણી છૂટતા તેને ગણધરો અને ઈંદ્રો પણ સ્વીકારે કે “સત્ છે પ્રભુ!' ત્વમેવ સઘં જે રીતે આપ આત્માના અનંત ગુણોનું સસ્વરૂપ કહો છો તે રીતે જ છે પ્રભુ! -આમ અંતર સ્વભાવના સ્વીકારપૂર્વક તેઓ કહે છે. આ રીતે જેને ગણધરો સ્વીકારે અને જેને એકાવતારી ઈદ્રો પણ સાંભળવા આવે તેમ જ સ્વીકારે તે સર્વજ્ઞ ત્રિલોકનાથની વાતો કેવી હશે બાપુ! એ ધર્મકથા ભાઈ! જુદી (અલૌકિક) છે.
અહીં કહ્યું કે સમ્યગ્દષ્ટિની અને મુનિની વર્તમાન પર્યાયમાં બધું આખું તત્ત્વ જણાઈ ગયું છે. એટલે કે જેણે એક આત્માને જાણ્યો તેણે બીજા બધા આત્માઓ અને બીજા બધા દ્રવ્યો આવા છે તેમ જાણી લીધું. કારણ કે એક પરમાણુમાં પણ, જેટલી સંખ્યાએ આત્મામાં ગુણો કહ્યા છે તેટલી સંખ્યાએ ગુણો છે. ફક્ત તફાવત એટલો છે કે તેમાં આ ચૈતન્ય, આનંદ આદિ ગુણો નથી, પણ જડના ગુણો છે. અર્થાત્ આત્મામાં ચૈતન્ય, આનંદ આદિ ગુણો છે, જ્યારે પરમાણુમાં જડ ગુણો છે. છતાં તે જડ ગુણો પણ આત્માના ગુણોની સંખ્યા જેટલાં જ છે. જીવના જેટલા – આકાશના પ્રદેશોની સંખ્યા કરતા અનંતગુણા–ગુણો છે તેટલા જ ગુણો પરમાણમાં છે. સંખ્યામાં ફેર નથી. મતલબ કે એક પરમાણુમાં પણ આકાશના પ્રદેશોની સંખ્યા કરતા અનંતગુણા ગુણો છે. કેમ કે ગુણને (રહેવા માટે) મોટા ક્ષેત્રની જરૂર નથી. જુઓ, પરમાણુનું ક્ષેત્ર તો આવડુંએક પ્રદેશ છે અને આકાશનું ક્ષેત્ર તેનાથી અનંતગણું મોટું છે. છતાં તે આકાશના પ્રદેશોની સંખ્યા કરતા એક પરમાણમાં અનંતગુણા ગુણો છે. તો, આવું વસ્તુસ્વરૂપ જેણે અંતરમાં-સમ્યજ્ઞાનમાં જાણી લીધું તેને મુનિ અને સમકિતી-ધર્મી કહીએ.
જેઓ સર્વ સાવદ્યથી દૂર છે.” - જેઓ પાપના પરિણામથી અંદરમાં વેગળા થઈ ગયા છે.
જેમણે સ્વહિતમાં ચિત્તને સ્થાપ્યું છે.' ચિત્ત એટલે અહીંયા મનની વાત નથી. પણ ચિત્તને એટલે કે જ્ઞાનની પર્યાયને જેમણે પરમાત્માના (-આત્માના) અનંત-અનંત સ્વભાવ-ગુણોમાં સ્થાપી છે. જેને અંતરમાં આવા અનંતા ગુણોના સપણાનું ભાસન થઈ ગયું છે – જેની પર્યાયમાં ગુણોનું સત્પણું ભાસ્યું છે – તેને સમકિતી કહીએ અને આગળ વધીને સ્થિરતા કરે તેને સાધુ કહીએ.
‘જેમને સર્વ પ્રચાર શાંત થયો છે.”
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧ ૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
શું કહ્યું? કે મેં પાંચ લાખ રૂપિયા આપ્યા છે, તમારા નામની આ પાઠશાળા બનાવી છે, તમારા નામે પાઠશાળા ચલાવીએ છીએ તેમ જ તમારી હયાતીમાં તે બનાવી છે, માટે એક કલાક તો તમારે ત્યાં ધ્યાન આપવું પડશે. આટલું કામ તમારે કરવું પડશે હોં. - એમ આવું કામ મુનિને માથે હોય નહીં. આવી ભાષા (વાત) પ્રવચનસારમાં (ગાથા ર૨૧માં) પણ છે. વહીવટ કહેતા આટલા છોકરાઓ ભણે છે તેનું ધ્યાન રાખવું વગેરે વહીવટ મુનિને હોય નહીં. અરે! માત્ર ધ્યાન રાખવાનો વહીવટ પણ મુનિને ન હોય. કામ માથે લેવું કહેતા તમારે અહીં એક ક્લાક તો ઉપદેશ દેવો પડશે વગેરે આવું કામ પણ મુનિને માથે હોય નહીં. તેઓ અકષાયભાવમાં ઠર્યા છે ને? માટે તેમને આવો વિકલ્પ ઉઠવાનો અવકાશ નથી.
‘જેમની ભાષા સ્વપરને સફળ (હિતરૂ૫) છે.”
મુનિ પોતાને પણ શુદ્ધ અને શુભ પરિણતિ થાય એવું કહે તેમ જ પરને પણ સ્વનો આશ્રય થઈને શુદ્ધપણું કેમ પ્રગટે અને તે ભૂમિકામાં પરના આશ્રયે કેવો શુભ વિકલ્પ હોય (તે જણાવતો) ઉપદેશ આપે છે. લ્યો, સ્વનો આશ્રય કરાવે એવું મુનિની ભાષામાં આવે છે માટે તે સ્વપરને હિતરૂપ છે એમ કહે છે. વીતરાગી સંતોનો ઉપદેશ એવો હોય કે જેનાથી વીતરાગતા – સ્વનો આશ્રય – પ્રગટ થાય. એવી વાણી (વાત) તેમની ભાષામાં આવે છે. એટલે કે બીજાને ઉપદેશમાં પણ આમ કહે છે. અહા! મુનિરાજના ભાવમાં શુદ્ધ પરિણતિ છે ને? તેથી બીજાને પણ સ્વના આશ્રયે શુદ્ધ પરિણતિ થાય એવું બતાવે છે. મતલબ કે પરના આશ્રયે રાગ થાય અને સ્વના આશ્રયે નિર્મળતા થાય એવું બતાવતો મુનિરાજનો ઉપદેશ હોય છે.
જેઓ સર્વ સંકલ્પ રહિત છે.”
જ્યાં સંકલ્પ-વિકલ્પ નથી અર્થાત્ જ્યાં રાગની ઉત્પત્તિ નથી એવા એકલા આનંદકંદ વીતરાગી બિંબ પ્રભુ આત્માની અંતરમાં મુનિ એકત્વ થયા ત્યાં, તે કારણે, વીતરાગતા જ ઉત્પન્ન થઈ. તેથી હવે સંકલ્પ ઉત્પન્ન થવાનો અવકાશ નથી. અરે! વ્યવહારસમિતિનો વિકલ્પ પણ ઉઠવાનો અવકાશ નથી એમ કહે છે. (કદાચ) વિકલ્પ, વિકલ્પને કારણે પ્રગટ થાવ, પણ નિશ્ચય પરિણતિમાં તેનો પ્રગટવાનો અવકાશ નથી. અહા! મુનિધર્મ અને સમ્યફધર્મ એટલે જ્યાં વીતરાગતા પ્રસિદ્ધપણાને પામી છે. નિજસ્વરૂપ તો વીતરાગરૂપ છે જ. પરંતુ આ તો પર્યાયમાં વીતરાગપણાની પ્રસિદ્ધિ થઈ – વીતરાગતા પ્રસિદ્ધિને પામી – તે મુનિધર્મ અને સમ્યધર્મ છે એમ કહે છે. તેથી હવે તેમને સંકલ્પ
Page #125
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૬૨]
[૧૧૩
ઉત્પન્ન થવાનો અવકાશ નથી. એટલે કે એ વીતરાગભાવમાં વ્યવહારસમિતિનો વિકલ્પ ઉત્પન્ન થાય એમ બનતું નથી. (કદાચ) પરના લક્ષે વિકલ્પ થાય, તો પણ એ મુનિ કે ધર્મીના સ્વરૂપમાં નથી. ભારે વાત ભાઈ!
‘તે વિમુક્ત પુરુષો આ લોકમાં વિમુક્તિનું ભાજન કેમ ન હોય ?'
જેને અંતર સ્વરૂપમાં લીનતા-નિર્વિકલ્પતા-વીતરાગતા-જામી છે મતલબ કે એવી મુનિશા જેને થઈ છે તે અરે! પૂર્ણાનંદરૂપ મુક્તિદશાનું ભાજન કેમ ન હોય? અરે ! તેને મુક્તિ કેમ ન હોય? તેને મુક્તિ હોય જ, અલ્પકાળમાં તે સિદ્ધપદને પામવાના છે. જેમ બીજ ઉગી તે પૂનમ થવાની જ છે, બીજ પૂનમ થયા વિના રહે જ નહીં તેમ જેણે પૂર્ણાનંદ ભગવાન આત્માનો સમ્યક્ષત્ની (સમ્યગ્દર્શનની) પર્યાયમાં સ્વીકાર કરીને તેનો અનુભવ કર્યો તેમ જ તેમાં જ સ્થિર થયા એટલે કે સંકલ્પનો જ્યાં અવકાશ નથી એવી મુનિશા જેને થઈ તેને અરે! મુક્તિ કેમ ન હોય? અર્થાત્ તેની મુક્તિ જ હોય, અલ્પકાળમાં કેવળજ્ઞાન પામીને તે મુક્તિને પ્રાપ્ત કરશે એમ કહે છે. મુક્તિના કારણો– બીજ પ્રગટ્યાં છે, તેથી તે બીજના ફળ તરીકે તેમને કેવળજ્ઞાન ને મુક્તિ થશે... થશે...ને થશે જ....લ્યો, સાધકદશામાં વચ્ચે જે વ્યવહારસમિતિનો વિકલ્પ આવે છે તેની અહીંયા વાત જ કરી નથી. અહીં તો નિશ્ચયસમિતિની જ વાત કરી છે. કારણ કે વ્યવહાર–વિકલ્પ આવે છે તે જાણવાલાયક છે, પણ આદરવાલાયક નથી. અરે! આવી વાત જગતને બેસવી ભારે કઠણ છે.
‘(અર્થાત્ આવા મુનિજનો અવશ્ય મોક્ષનાં પાત્ર છે).’
નિશ્ચયસમિતિ જેને હોય તે જ મુનિ છે અને તેની પર્યાયમાં મોક્ષ આવશે એવા એ પાત્ર છે. તેઓ (મુનિદશારૂપી) વાસણ-થાળી સહિત બેઠા છે તો તેમાં મુક્તિરૂપી લાડવા આવશે જ. એટલે કે જેણે આવી દશા પ્રગટ કરી છે તેને પૂર્ણ મુક્તિરૂપી લાડવા હવે આવ્યે છૂટકો છે. અહીં તો આવી વાત છે ભગવાન! આ તો ધર્મની વાત છે.
અહા! (સાધક દૃષ્ટિ અપેક્ષાએ તો) મુકત જ છે, પણ હજુ પૂર્ણ (સર્વ અપેક્ષાએ) મુક્તિ થઈ નથી. માટે ‘તેની મુક્તિ થશે’ એમ કહ્યું છે. તેને હજુ અલ્પ રાગ છે, તે સાધકદશામાં છે, છતાં સાધક છે તેની મુક્તિ થશે જ એમ કહે છે. અહા! મુનિ પણ સાધક છે અને તેમને દૃષ્ટિ(દર્શન)-જ્ઞાન-સ્થિરતા એ ત્રણેય છે. છતાંપણ હજુ સ્થિરતા ઓછી છે એટલે ત્રણકષાયના અભાવ જેટલી મુક્તિ છે પણ સર્વથા મુક્તિ નથી. છતાં ‘પ્રવચનસાર’ની છેલ્લી પાંચ ગાથાઓમાં એમ કહ્યું છે કે તેઓ તો મોક્ષસ્વરૂપ જ થઈ ગયા છે. અહા! આયુષ્ય હોવા છતાં તેરમે ગુણસ્થાને જેમને કેવળજ્ઞાન થયું છે તે કેવળીને
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
‘જીવનમુક્ત' કહેવાય છે. તેમ જેમને અંદરમાં મુનિને યોગ્ય રમણતા છે તે તો મુક્તિનું ભાજન જ છે. અને તે ભાજનમાં હવે મુક્તિ આવશે...આવશે....અને આવશે જ....એમ અહીં કહે છે. આ જુઓ ને ‘ભાજન કેમ ન હોય' એમ કહ્યું છે. શું એકએક કલશ છે!
છે
શ્લોક - ૮૫ ઉપરનું પ્રવચન તેંડું
પરબ્રહ્મના અનુષ્ઠાનમાં નિરત (અર્થાત્ પરમાત્માના આચરણમાં લીન) એવા ડાહ્યા પુરુષોને-મુનિજનોને અંતર્જલ્પથી (-વિકલ્પરૂપ અંતરંગ ઉત્થાનથી) પણ બસ થાઓ, બહિર્બલ્પની (ભાષા બોલવાની) તો વાત જ શી?”
કહે છે કે મુનિઓ, ધર્માત્મા તો પરમબ્રહ્મ એવા પોતાના પરમાત્માના આચરણમાં લીન છે. પરમબ્રહ્મસ્વરૂપ-પરમાનંદસ્વરૂપ ધ્રુવ એવા નિજ ભગવાન-પરમાત્માના આચરણમાં મુનિઓ નિરત અર્થાત્ લીન છે. જુઓ, અહીંયા વ્યવહાર સમિતિના વિકલ્પની વાત કરી નથી. અરે! પરમ સત્યની વાત જ લોકોને સાંભળવા મળતી નથી. એટલે પછી લોકો બહારના ઢસરડામાં–મિથ્યાત્વને પોષવામાં – ચાલ્યા ગયા છે.
અહા! ખરેખર તો સમ્યક સનું પોષણ થવું જોઈએ. અને એ તો જ્યાં પૂર્ણાનંદસ્વરૂપ આત્માનો સ્વીકાર થઈને તેનાં પ્રતીત ને અનુભવ થયા હોય ત્યાં થાય છે. અર્થાત્ જ્યારે શુદ્ધ પરિણતિ પ્રગટે ત્યારે શુદ્ધતાનું પોષણ થાય. પરંતુ અજ્ઞાનીને ભાન પણ નથી કે શુદ્ધતા શું છે અને તે કેમ પ્રગટે. એ તો આ વ્યવહાર...વ્યવહાર કરો (તેનાથી કલ્યાણ થઈ જશે એમ માને છે.) પણ ભાઈ! અનાદિથી એ વ્યવહાર કરી-કરીને તેમાં તું પડ્યો છો. અરે! નિગોદમાં પણ શુભભાવ થાય છે. કોઈ જીવ અનાદિથી નિગોદમાં હોય તો પણ તેને નિરંતર શુભ....અશુભ....શુભ...અશુભ...એમ ભાવ થયા કરે છે. શાસ્ત્રમાં પાઠ છે કે એકેંદ્રિય પણ એક ક્ષણમાં સાતા બાંધે અને બીજા ક્ષણે અશાતા બાંધે. તો, શાતા બાંધે ત્યારે શુભ પરિણામ હોય અને અશાતા બાંધે ત્યારે અશુભ પરિણામ હોય. આ રીતે એકેંદ્રિય અભવ્ય જીવને પણ આવા બન્ને-શુભ કે અશુભ ભાવ હોય છે હોં. તે કારણે એ શુભભાવ નવી ચીજ કયાં છે? વિકાર-કર્મધારા તો અનાદિથી અજ્ઞાનીને ચાલે જ છે, માટે એ શુભભાવ કાંઈ નવી ચીજ નથી. પરંતુ તેનાથી રહિત આત્માના અંતર ભાનમાં શુદ્ધતા પ્રગટે તે અપૂર્વ અને નવીન છે. તથા ત્યારથી તેને ધર્મનીવીતરાગતાની શરૂઆત થાય છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૨]
[૧૧૫
અહીં કહે છે કે અનંત ગુણોના પીંડ પૂર્ણાનંદ પ્રભુ આત્માના અનુષ્ઠાનમાંઆચરણમાં મુનિ લીન છે. લ્યો, આત્માનું અનુષ્ઠાન હો, પણ વિકલ્પનું અનુષ્ઠાન નહીં. આવા ડાહ્યા પુરુષોને......જુઓ, ડાહ્યા પુરુષો એને કહીએ કે જે પોતાના અનંત ગુણના પીંડમાં –અંદરમાં–રમે છે. રાગમાં રમે તે ડાહ્યા પુરુષો નથી, પણ આતમરામમાંનિજપદમાં રમે તે ડાહ્યા પુરુષો છે. અને તેને અર્થાત્ મુનિજનોને અંતર્જલ્પથી પણ બસ થાઓ. અંતરમાં શુભવિકલ્પનું-વૃત્તિનું ઉત્થાન થાય તેનાથી પણ બસ થાવ. તેનું (-અંતરના વિકલ્પનું) શું કામ છે? તમ્ - અંતરના વિકલ્પથી સંતોને બસ થાવ. અને તો પછી બહિર્શલ્પની વાત જ શી? જ્યાં અંતરનો વિકલ્પ પણ ઉઠતો નથી ત્યાં ભાષા બોલવાની તો વાત જ શી કરવી? –એમ કહે છે. એટલે કે એ તો હોય જ નહીં.
અહા! આનંદઘન આત્માના અનુષ્ઠાનમાં લીન છે તેને અંતર ને બાહ્ય વિકલ્પથી શું પ્રયોજન છે? વિકલ્પથી શું કામ છે? અથતુ તેને વિકલ્પ હોય જ નહીં.
લ્યો, આને મુનિપણું કહીએ, તેને મોક્ષમાર્ગ કહીએ અને તેને અલ્પકાળમાં મોક્ષમાં જનારા કહીએ..
ગાથા - ૬૨] શ્લોક - ૮૫ છે
પ્રવચન નં. NST / ૫૬
૫૭
તારીખ ર૭-૬-૭ર ર૮-૬-૭ર
Page #128
--------------------------------------------------------------------------
________________
હું ગાથા - ૬૩
कदकारिदाणुमोदणरहिदं तह पासुगं पसत्थं च । दिण्णं परेण भत्तं समभुत्ती एसणासमिदी ॥६३॥
कृतकारितानुमोदनरहितं तथा प्रासुकं प्रशस्तं च । दत्तं परेण भक्तं संभुक्तिः एषणासमितिः ॥६३।। અનુમનન-કૃત-કારિતવિહીન, પ્રશસ્ત, પ્રાસુક અશનને -પરદત્તને મુનિ જે ગ્રહે, એષણસમિતિ તેહને. ૬૩.
અન્વયાર્થ:- (પરેજી રૉ) પર વડે દેવામાં આવેલું, (વૃતwારિતાનુમોનાહિત) કૃતકારિત-અનુમોદન રહિત, (તથા પ્રાસુ) પાસુક (પ્રશસ્ત વ) અને *પ્રશસ્ત (મ) ભોજન કરવારૂપ (સમુત્તિ:) જે સમ્યફ આહારગ્રહણ (ાષાસમિતિઃ) તે એષણા સમિતિ
ટીકા:- અહીં એષણાસમિતિનું સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે
મન, વચન અને કાયામાંના પ્રત્યેકને કૃત, કારિત અને અનુમોદના સહિત ગણીને તેમના નવ ભેદો થાય છે; તેમનાથી સંયુક્ત અન્ન નવ કોટિએ વિશુદ્ધ નથી એમ (શાસ્ત્રમાં) કહ્યું છે; અતિપ્રશસ્ત એટલે મનોહર (અન્ન); હરિતકાયમય સૂક્ષ્મ પ્રાણીઓના સંચારને અગોચર તે પ્રાસુક (અન્ન)-એમ (શાસ્ત્રમાં કહ્યું છે. +પ્રતિગ્રહ, ઉચ્ચ સ્થાન, પાદપ્રક્ષાલન, અર્ચન, પ્રણામ, યોગશુદ્ધિ (મન-વચન-કાયાની શુદ્ધિ) અને ભિક્ષાશુદ્ધિ
* પ્રશસ્ત = સારું શાસ્ત્રમાં પ્રશંસેલું, જે વ્યવહારે પ્રમાદાદિનું કે રોગાદિનું નિમિત્ત ન હોય એવું. + પ્રતિગ્રહ = “આહારપાણી શુદ્ધ છે, તિષ્ઠ, તિષ્ઠ, તિષ્ઠ, (-ઊભા રહો, ઊભા રહો, ઊભા રહો,)*
એમ કહીને આહારગ્રહણની વિનતિ કરવી તે; કૃપા કરવા માટે વિનતિ; આદરસન્માન, (આમ પ્રતિગ્રહ કરવામાં આવતાં, જો મુનિ કૃપા કરી ઊભા રહે તો દાતાના સાત ગુણોથી યુક્ત શ્રાવક તેમને પોતાના ઘરમાં લઈ જઈ, ઉચ્ચ સ્થાને બિરાજમાન કરી, પગ ધોઈને, પૂજન કરે છે અને પ્રણામ કરે છે. પછી મન-વચન-કાયાથી શુદ્ધિપૂર્વક શુદ્ધ ભિક્ષા દે છે.)
Page #129
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૩]
[૧૧૭
એ નવવિધ પુણ્યથી (નવધા ભક્તિથી) આદર કરીને, શ્રદ્ધા, શક્તિ, અલુબ્ધતા, ભક્તિ, જ્ઞાન, દયા અને ક્ષમા-એ (દાતાના) સાત ગુણો સહિત શુદ્ધ યોગ્ય-આચારવાળા ઉપાસક વડે દેવામાં આવેલું (નવ કોટિએ શુદ્ધ, પ્રશસ્ત અને પ્રાસુકી ભોજન જે પરમ તપોધન લે છે, તેને એષણાસમિતિ હોય છે. આમ વ્યવહારસમિતિનો ક્રમ છે.
હવે નિશ્ચયથી એમ છે કે-જીવને પરમાર્થે અશન નથી; છ પ્રકારનું અશન વ્યવહારથી સંસારીઓને જ હોય છે. એવી રીતે શ્રી *સમયસારમાં (?) કહ્યું છે કે –
“णोकम्मकम्महारो लेप्पाहारो य कवलमाहारो ।
उज्ज मणो वि य कमसो आहारो छव्विहो यो ॥" (ગાથાર્થ:-) નોકર્મ-આહાર, કર્મ-આહાર, લેપ-આહાર, કવલ-આહાર, ઓજઆહાર અને મન-આહાર - એમ આહાર ક્રમશ: છ પ્રકારનો જાણવો.”
- અશુદ્ધ જીવોના વિભાવધર્મ વિષે વ્યવહારનયનું આ (અવતરણ કરેલી ગાથામાં) ઉદાહરણ છે.
હવે (શ્રી પ્રવચનસારની ૨૨૭મી ગાથા દ્વારા) નિશ્ચયનું ઉદાહરણ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે :
"जस्स अणेसणमप्पा तं पि तवो तप्पडिच्छगा समणा ।
vi fમવરવમો સમ તે સમUTT TTદાર ” “(ગાથાર્થ:-) જેનો આત્મા એષણારહિત છે (અર્થાત્ જે અનશનસ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે) તેને તે પણ તપ છે; (વળી) તેને પ્રાપ્ત કરવા માટે (-અનશનસ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે) પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય (-સ્વરૂપથી જુદી એવી) ભિક્ષા એષણા વિના (-એષણાદોષ રહિત) હોય છે, તેથી તે શ્રમણો અનાહારી છે.”
એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૨૫ મા શ્લોક દ્વારા) કહ્યું છે કે:
* અહીં ઉદ્ધત કરેલી ગાથા સમયસારમાં નથી પરંતુ પ્રવચનસારમાં (પ્રથમ અધિકારની ર૦મી ગાથાની
તાત્પર્યવૃત્તિ ટીકામાં) અવતરણરૂપે છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
(મતિની) “यमनियमनितान्तः शान्तबाह्यान्तरात्मा परिणमितसमाधिः सर्वसत्त्वानुकम्पी । विहितहितमिताशी क्लेशजालं समूलं ।
હૃતિ નિહાનિદ્રો નિશિતાણામસાર: ” “(શ્લોકાર્થ:-) જેણે અધ્યાત્મના સારનો નિશ્ચય કર્યો છે, જે અત્યંત યમનિયમ સહિત છે, જેનો આત્મા બહારથી અને અંદરથી શાંત થયો છે, જેને સમાધિ પરિણમી છે, જેને સર્વ જીવો પ્રત્યે અનુકંપા છે, જે વિહિત (-શાસ્ત્રાજ્ઞા મુજબનું) *હિત-મિત ભોજન કરનાર છે, જેણે નિદ્રાનો નાશ કર્યો છે, તે (મુનિ) કલેશજાળને સમૂળગી બાળી નાખે છે.” વળી (૬૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) :
(શાનિની) भुक्त्वा भक्तं भक्तहस्ताग्र दत्तं ध्यात्वात्मानं पूर्णबोधप्रकाशम् । तप्त्वा चैवं सत्तपः सत्तपस्वी
प्राप्नोतीद्धां मुक्तिवारांगनां सः ॥८६॥ (શ્લોકાર્થ:-) ભક્તના હસ્તાગ્રથી (હાથની આંગળીઓથી) દેવામાં આવેલું ભોજન લઈને, પૂર્ણ જ્ઞાનપ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને, એ રીતે સત્ તપને (-સમ્યફ તપને) તપીને, તે સત્ તપસ્વી (-સાચો તપસ્વી) દેદીપ્યમાન મુક્તિવારાંગનાને (-મુક્તિરૂપી સ્ત્રીને) પ્રાપ્ત કરે છે. ૮૬.
( ગાથા - ૬૩ ઉપરનું પ્રવચન “અહીં એષણાસમિતિનું સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે-'
મુનિદશામાં આહાર લેવાના વિકલ્પની વૃત્તિ છે તે વ્યવહાર એષણાસમિતિ છે અને તે સમિતિ કેવી હોય તેનું અહીં વર્ણન છે. નિશ્ચય એષણાસમિતિ તો પોતાના આત્માને શોધીને નિર્મળ પરિણતિરૂપ પરિણમન કરવું તે છે. ત્રણકાળના સમયથી પણ અનંતગુણા
* હિત-મિત = હિતકર અને માપસર
Page #131
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૩]
[૧૧૯
એવા અનંત ગુણોનું જે એકરૂપ સ્વરૂપ છે તેને અંતરમાં શોધીને (એષણા = શોધવું) પ્રતીતમાં અને અનુભવમાં લેવું તેને નિશ્ચય એષણાસમિતિ કહે છે. પોતાના પરમ આનંદ આદિ અનંત ગુણોના પીંડ પ્રભુ આત્માને શોધીને તેમાં એકાગ્ર થવું તે નિર્વિકલ્પ નિશ્ચય એષણાસમિતિ છે. આ નિશ્ચય એષણાસમિતિ તે ખરી એષણાસમિતિ છે. તે નિશ્ચય એષણા સમિતિની વાત અહીંયા પ્રવચનસારની ગાથાનો આધાર આપીને કરશે. (તે પહેલાં) નિશ્ચય એષણાસમિતિવાળાને વ્યવહાર એષણાસમિતિ કેવી હોય તેનું આ વર્ણન છે.
મન, વચન અને કાયામાંના પ્રત્યેકને કૃત, કારિત અને અનુમોદના સહિત ગણીને તેમના નવ ભેદો થાય છે, તેમનાથી સંયુક્ત અન્ન નવ કોટિએ વિશુદ્ધ નથી એમ (શાસ્ત્રમાં) કહ્યું છે.”
મન, વચન અને કાયા તથા કરવું, કરાવવું ને અનુમોદવું –એ નવ કોટિથી સંયુક્ત અન્ન મુનિને હોઈ શકે નહીં. કેમ કે તેમનાથી સહિત અર્થાત્ મન-વચન-કાયાથી કરેલું -કરાવેલું-અનુમોદેલું એવું અન્ન નવ કોટિએ શુદ્ધ નથી.
વિક્રમ સંવત ૧૯૬૮ માં એક ગુલાબચંદજી નામના સ્થાનકવાસી) સાધુ બોટાદમાં મળેલા. તે કહે: “સાધુ માટે ઉપાશ્રય કર્યો હોય (-બનાવ્યો હોય) અને તે ઉપાશ્રય જે સાધુ વાપરે તો તે સાધુ નહીં.” મને તો હજુ નવ દીક્ષિત થવાની – દીક્ષા લેવાની– ભાવના હતી ત્યાં આવું સાંભળ્યું. મનમાં થયું: આ શું? હીરાચંદજી મહારાજ જેવા સાધુ ઉપાશ્રય વાપરે છે અને આ ગુલાબચંદજી કહે છે કે સાધુ માટે કરેલો ઉપાશ્રય વાપરે તે સાધુ નહીં-આ શું છે? પછી તો મનમાં આ પ્રશ્ન ઘોળાયો. તેથી દીક્ષા લીધા પહેલાં વિક્રમ સંવત ૧૯૬૯ ના વૈશાખ મહિનામાં અમારા (સંપ્રદાયના) ગુરુ હીરાચંદજી મહારાજને રાણપુરમાં મેં આ ઉપાશ્રય-મકાન વિષેનો પ્રશ્ન સીધો કર્યો ‘સાધુ-મુનિ માટે કોઈએ મકાન – ઉપાશ્રય કર્યો હોય, કરાવ્યો હોય કે કરેલો હોય અને તે મકાન-ઉપાશ્રય સાધુમુનિ વાપરે તો તેમાં મન, વચન, કાયા અને કરવું, કરાવવું, અનુમોદના – એ નવ કોટિમાંથી કઈ કોટિ તૂટે?' - મારો આ પ્રશ્ન હતો. કેમ કે હું તો દરવખતે ઝીણવટથી કામ લેતો ને?
અમારા સંપ્રદાયના ગુરુ હિરાચંદજી મહારાજને સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ કોને કહેવા તેની શ્રદ્ધાની પણ ખબર નહીં તેમ જ તેમને તત્ત્વની પણ બહુ ખબર નહીં. અર્થાત્ તેમની દૃષ્ટિ મિથ્યા-ખોટી હતી. છતાં ભદ્રિક હતા. તેમની પ૮ વર્ષની ઉમર હતી અને ૪૬ વર્ષની દીક્ષા હતી. છતાં પણ તેમના માટે કરેલો, કરાવેલો કે અનુમોદેલો આહાર
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કે પાણીનું એક બિંદુ પણ લેતા નહીં. આહાર અને પાણી બહુ ચોખા-નિર્દોષ લેતા. પણ સાધુ માટે કરેલો ઉપાશ્રય વાપરતા. આહાર લેવા જાય અને કેરીનો રસ હોય તો પૂછે: “અંદર ગોટલી છે?' જવાબ મળે: ‘મહારાજ! ખબર નથી'. તો કહે: ‘તેને અડશો નહીં.' પછી રસ લે નહીં, છોડી દે. કેમ કે ગોટલી એકેંદ્રિય જીવ છે ને? આવા નિર્દોષ આહાર-પાણી તેઓ લેતા. તેમની આહાર-પાણી લેવાની ક્રિયા એવી આકરી હતી કે પોતે આહાર-પાણી કરે નહીં, કરાવે નહીં અને અનુમોદે પણ નહીં. તો, તેમણે જવાબ આપ્યો: ‘તેમાં નવ કોટિ ક્યાં તૂટે છે? જેમ કે તમારા ભાઈ ખુશાલભાઈએ મકાન કરાવ્યું હોય અને તમે વાપરો તો તેમાં કરવું, કરાવવું કે અનુમોદન ક્યાં આવ્યું?' –એમ તેમણે કહ્યું. મને (મનમાં) થયું: મને અંદર બેસતું નથી. કારણ કે સાધુ મકાન વાપરે છે તે અનુમોદન જ છે.
કોઈએ સાધુ માટે કરેલા આહાર-પાણીને ભલે સાધુએ કર્યા નથી, કરાવ્યા નથી તેમ જ “આ ઠીક કર્યું એમ અનુમોદ્યા પણ નથી, છતાંપણ તે આહાર-પાણી સાધુ લે છે તો તેનો અર્થ જ એ છે કે તેની (સાધુની) અનુમોદના છે. તેથી તેની નવ કોટિમાંથી અનુમોદના કોટિ તૂટી જાય છે. સાધુ બાહ્યથી અનુમોદતા નથી માટે તેને પોતાના માટે કરેલા આહાર-પાણી ખપે એમ નથી. કેમ કે તે આહાર-પાણીને વાપરે છે તે અનુમોદના જ છે. કોઈએ મુનિને માટે આહારાદિ બનાવ્યા હોય તેને મુનિએ કર્યા નથી અને કરાવ્યા પણ નથી. પરંતુ પોતાના માટે આહાર કે પાણી બન્યા હોય તેને ફક્ત લે છે તો પણ ખરેખર અનુમોદના છે. તેથી નવ કોટિમાંની ત્રણ—મન-વચન-કાયાથી અનુમોદના– કોટિ તૂટી જાય છે. (માટે પોતાના માટે કરેલા આહાર-પાણી સાધુ લે) એ મારગ નથી. જુઓ, અહીં ભગવાન શું કહે છે? કે પોતે મુનિએ આહાર કરેલો (બનાવ્યો) હોય, કરાવેલો હોય કે પોતાના માટે કરેલો આહાર લેતા હોય તો તે આહાર નવ કોટિએ શુદ્ધ નથી. અને તે આહાર લેનાર નિર્દોષ આહાર લેતા નથી. બીજી રીતે કહીએ તો, જો પોતાના માટે કરેલો આહાર મુનિ વાપરે તો અનુમોદના કોટિ તૂટી જાય છે અને એક કોટિ તૂટી તો બધી કોટિ પણ તૂટી જાય છે. તેથી પોતાના માટે કરેલો આહાર, નવ કોટિના ત્યાગવાળો આહાર છે જ નહીં. આ તો વીતરાગ માર્ગ છે ભાઈ! આ કાંઈ કોઈનો પક્ષ નથી.
અમને એક વિદ્વાન ક્ષુલ્લકે પ્રશ્ન કરેલો: ‘વિકારી પરિણામને પુલ પરિણામ કેમ કહ્યા?' તેમને કહ્યું : ‘વિકારી પરિણામમાં જેનું અવલંબન છે તેના તે પરિણામ છે
Page #133
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૩]
[૧૨૧
એમ ગણીને તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે, પણ આત્માના નહીં. પછી તેમણે એ પ્રશ્ન કર્યો : ‘ઉદ્દેશીક આહારનો ખુલાશો જે આપના તરફથી થઈ જાય તો બહુ સંપ થાય.” તેમનો કહેવાનો હેતુ એ હતો કે ગૃહસ્થો સાધુ માટે આહારાદિ કરે (-બનાવે) અને તેને સાધુ લે તેમાં વાંધો નથી ને? કેમ કે એ તો ગૃહસ્થ કરેલો છે ને? અમે કહ્યું: ‘કહો, ઉદ્દેશીક આહારનો શું ખુલાશો કરીએ? સાધુ અને ક્ષુલ્લક માટે ગૃહસ્થો આહાર બનાવે છે - ચોકા કરે છે અને તેને સાધુ-ફુલ્લક લે છે. તેથી અમે કોઈને ભાવક્ષુલ્લક તો માનતા નથી, પરંતુ અત્યારે કોઈ દ્રવ્યલીંગી ક્ષુલ્લક છે એમ પણ માનતા નથી. મારગ એવો નથી બાપા! (કે સત્યથી વિપરીત વ્યાખ્યા થાય.) અરે! ભગવાન (હાજર) નથી માટે ઉદ્દેશીક આહારની અન્ય પ્રકારે વ્યાખ્યા થાય એમ ન હોય. ભગવાનનો વિરહ છે માટે બીજો મારગ છે એમ નથી.”
અહા! કોઈ પણ સાધુ કે ક્ષુલ્લક પોતાના માટે કરેલો આહાર લે છે તો તે જૈનદર્શનના વ્યવહારથી તન-બીલકુલ વિરુદ્ધ છે. તે દ્રવ્યલીંગી સાધુ પણ નથી અને દ્રવ્યલીંગી ક્ષુલ્લક પણ નથી. બાપુ! મારગ આ છે. આ વ્યક્તિગતની વાત નથી. પરંતુ આ તો બાપુ! વીતરાગ માર્ગ છે. આ માર્ગ કાંઈ (બીજી રીતે) માનનારા બહુ ઝાઝા હોય માટે બીજો થઈ જાય એમ નથી તેમ જ પળાય નહીં માટે માર્ગ બીજે કરવો તેમ પણ હોઈ શકે નહીં – તેમ બની શકે જ નહીં. બાપુ! માર્ગ તો આવો છે ભગવાન! અરે ભાઈ! વ્યવહાર ક્ષુલ્લકપણે પાળી શકાય તેવી સ્થિતિ જ અત્યારે નથી. અહા! હજુ જેનો વ્યવહાર સાચો છે તેનો નિશ્ચય જૂઠો પણ હોઈ શકે અને સાચો પણ હોઈ શકે. પરંતુ ભાઈ! જેનો વ્યવહાર જ જૂઠો છે તેનો નિશ્ચય તો જૂઠો છે જ. લ્યો, આવી વસ્તુની સ્થિતિ છે.
અહીં કહે છે કે પોતાના માટે કરેલો આહાર મુનિ લે તો તેની નવ કોટિ વિશુદ્ધ નથી, તેનો આહાર શુદ્ધ જ નથી. આવી વાત છે. મારગ તો આવો છે બાપુ! અરે! ઊંચું નામ ધરાવીને નીચી દશા કરવી (-નીચલી દશાના કાર્ય કરવા) એ તો જગતમાં મહા પાપ છે. તે કરતાં તો, “અમારી ઊંચી દશા નથી બાપુ અમે તો અવિરતી સમ્યગ્દષ્ટિ છીએ” (તેમ માનવું-કહેવું), જેથી (પ્રતિજ્ઞાભંગનું) પાપ નથી લાગતું. પરંતુ મોટું નામ ધરાવીને જો (પ્રતિજ્ઞા) તોડી નાખે તો મહાપાપ છે. જેમ કે ઉપવાસનું નામ ધરાવીને એક કણ પણ ખાય તો મહાપાપ છે, તે મહાપાપી છે. અને “મને ઉપવાસ નથી, હું એક ટંક ખાવ છું એમ (એકટાણું કરીને) એક ટંક ખાય તો પ્રતિજ્ઞાભંગ વગરનો એટલો શુભભાવ છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
‘અતિપ્રશસ્ત એટલે મનોહર (અન્ન); હરિતકાયમય સૂક્ષ્મ પ્રાણીઓના સંચારને અગોચર તે પ્રાસુક (અન્ન)- એમ (શાસ્ત્રમાં) કહ્યું છે.'
આહાર (૧) નવ કોટિએ શુદ્ધ-નિર્દોષ હોવો જોઈએ.
૧૨૨]
(૨) રોગ અને પ્રમાદાદિમાં નિમિત્ત ન હોય એવો હોવો જોઈએ. અને (૩) એકેદ્રિય જીવનો પણ અંદરમાં સંચાર ન હોય એવો હોવો જોઈએ.
આવા આહારને શાસ્ત્રમાં પ્રાસુક આહાર કહ્યો છે અને આવો આહાર મુનિને હોય છે. -આ વ્યવહાર એષણાસમિતિની વાત છે હોં. નિશ્ચયસમિતિમાં તો પ્રભુ આત્મા અણાહારી છે એટલે અંદરમાં અણાહારીમય પરિણમન છે તે નિશ્ચય એષણાસમિતિ છે. અને એ વાત પછી આવશે. પ્રવચનસારની ૨૨૭ મી ગાથાનો આધાર આપીને તેમાં કહેશે કે નિશ્ચય એષણાસમિતિ આને કહીએ. જ્યારે આ તો વ્યવહાર એષણાસમિતિની વાત ચાલે છે કે જેને નિશ્ચય એષણાસમિતિ હોય તેને આવી વ્યવહાર એષણાસમિતિ હોય છે. પરંતુ જેને હજુ વ્યવહાર એષણાસમિતિના પણ ઠેકાણા નથી તેને નિશ્ચય એષણાસમિતિ હોતી નથી.
(૧) ‘પ્રતિગ્રહ’ - સાધુ આહાર માટે આવે એટલે ગૃહસ્થ એમ કહે કે આહાર-પાણી શુદ્ધ છે વગેરે તે. (પડગાહન કરવું.)
(૨) ‘ઉચ્ચસ્થાન’
(૩) ‘પાદપ્રક્ષાલન’
(૪) ‘અર્ચન’ ગૃહસ્થ મુનિની પૂજા કરે.
(૫) ‘પ્રણામ’ - ગૃહસ્થ મુનિને પ્રણામ કરે.
(૬,૭,૮) ‘યોગશુદ્ધિ (મન-વચન-કાયાની શુદ્ધિ)' - દેનારના મન-વચન-કાયમાં શુદ્ધિ હોય.
ગૃહસ્થ મુનિને ઉચ્ચસ્થાન આપે.
ગૃહસ્થ મુનિના પગ ધોવે.
-
(૯) ‘ભિક્ષાશુદ્ધિ’ - આહાર શુદ્ધ હોય.
‘-એ નવવિધ પુણ્યથી (નવધા ભક્તિથી) આદર કરીને’ આવી નવધા ભક્તિથી જે આદર કરે તેની પાસેથી મુનિ આહાર લે. પણ આવી નવધા ભક્તિ ન હોય તો મુનિ આહાર લે નહીં.
=
Page #135
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૩]
[૧૨૩
હવે, આહાર લેનાર મુનિ આવી રીતે આહાર લે છે તો, આહાર દેનાર આવા હોય એમ વાત કરે છે. અર્થાત્ હવે દેનારના-દાતારના ગુણની વાત છે: (૧) “શ્રદ્ધા - દાતારમાં શ્રદ્ધા ગુણ હોવો જોઈએ, દેનારને યથાર્થ શ્રદ્ધા હોવી જોઈએ.
અને તો તે દેનાર (આહાર આપવા માટે) પાત્ર કહેવાય. (૨) “શક્તિ” – દાતારમાં શક્તિ હોય. (૩) “અલુબ્ધતા' - દાતારમાં લુબ્ધતા ન હોય. (૪) “ભક્તિ' - દાતાર ભક્તિવાળો હોય. (૫) “જ્ઞાન” – દાતારને (આપવાયોગ્ય) વસ્તુનું બરાબર જ્ઞાન હોય. એટલે કે કેવી વસ્તુ
દેવાય, કેવી રીતે દેવાય વગેરેનું જ્ઞાન દાતારને હોય. (૬) “દયા’ - દેનારને દયાનો ભાવ હોય અને (૭) “ક્ષમા - દાતારને ક્ષમા હોય.
બહુ આકરું કામ છે બાપુ! અત્યારે તો આ બધી વસ્તુ (ગુણો) લુપ્ત થઈ ગઈ છે.
પ્રશ્ન:- મુનિને કેવી રીતે ખબર પડે કે દાતાર પાસે શ્રદ્ધા, ભક્તિ વગેરે ગુણો છે કે નહીં?
સમાધાન:- ખબર પડે. ખબર કેમ ન પડે? પ્રશ્ન:- પણ એ શ્રદ્ધા આદિ ગુણો તો દાતાર પાસે છે?
સમાધાન:- ભલે તે ગુણો દાતાર પાસે હોય. છતાંપણ તેમને ખબર તો પડે ને કે આ દાતાર કોણ છે? તેમને બધો ખ્યાલ આવે. ખ્યાલ ન આવે એમ હોય? (ન હોય).
એ (દાતાના) સાત ગુણો સહિત શુદ્ધ યોગ્ય-આચારવાળા ઉપાસક વડે દેવામાં આવેલું (નવ કોટિએ શુદ્ધ, પ્રશસ્ત અને પ્રાસુકી ભોજન જે પરમ તપોધન લે છે, તેને એષણાસમિતિ હોય છે. આમ વ્યવહારસમિતિનો ક્રમ છે.”
લ્યો, આવી વ્યવહાર સમિતિની વાત છે. અહા! જેને અંદરમાં વાસ્તવિક સમિતિત્રણ કષાયના અભાવરૂપ વીતરાગ દશા–પ્રગટી છે તેને વ્યવહાર એષણાસમિતિનો
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
આવો વિકલ્પ હોય છે. પણ તેનાથી બીજે (વિરૂદ્ધ) વિકલ્પ અર્થાતુ પોતાના માટે કરેલા આહારાદિ લેવાનો વિકલ્પ ન હોય. અને જો તે પોતાના માટે કરેલા આહારાદિ લેવાનો વિકલ્પ) હોય તો તેને વ્યવહાર એષણાસમિતિ રહેતી નથી. તેમ જ તેથી સાચી નિશ્ચયસમિતિ પણ રહેતી નથી. આવી વાત છે બાપુ! તેણે શ્રદ્ધામાં ને જ્ઞાનમાં તો લેવું પડશે ને કે માર્ગ આવો છે? પણ માર્ગ પ્રાપ્ત ન થયો હોય માટે બીજું ખતવવું (-બીજી રીતે માનવું) એમ ન હોય.
પરંતુ મુનિ શું કરે? કેમ કે અત્યારે આવો કાળ છે અને જે ઉદ્દેશીક આહાર ન લે તો શરીર ટકે શી રીતે? માટે ગૃહસ્થ આહાર કરી દેવો જોઈએ અને મુનિ પોતાના માટે કરેલો આહાર લે. - આમ અજ્ઞાની કહે છે. પણ ભાઈ આવો માર્ગ કોણે કહ્યો? ( પાળી ન શકાય તો) તેને કોણે કહ્યું હતું કે તું મુનિપણું લે? તેમ જ સમજ્યા વિના મુનિપણું લીધું છે તો, એ તો અજ્ઞાન છે. પોતાની દશા-પરિણામની યોગ્યતા અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું નિમિત્તપણું કેવું છે તેનું જ્ઞાન નથી અને મુનિપણું લઈ લીધું છે તો, એ તો મિથ્યાત્વભાવ છે.
અહીં એમ કહ્યું કે (૧) તપોધન નિદૉષ વસ્તુ હોય તો લે. પણ આહારાદિ કરે (-બનાવે) નહીં, કરાવે નહીં અને કર્તાને અનુમોદે પણ નહીં એટલે કે તેઓ પોતાના માટે કરેલું કાંઈ લે જ નહીં. અને તે પણ (૨) પ્રમાદ ને રોગાદિનું કારણ ન થાય એવો આહાર હોય. તથા તે પણ (૩) આવી ભક્તિવાળો ને દાતાના ગુણવાળો દાતાર આહાર દે તો મુનિ લે. તે સિવાય મિથ્યાષ્ટિ-અજ્ઞાની અભક્તિથી આહાર દે અને મુનિ લે એમ ન હોય. ભલે આહાર દેનારા મિથ્યાદષ્ટિ હોય, છતાંપણ વ્યવહારે તો તેના શ્રદ્ધા આદિ યથાર્થ હોય એમ અહીં કહે છે.
હવે નિશ્ચયથી એમ છે કે-જીવને પરમાર્થે અશન નથી; છ પ્રકારનું અશન વ્યવહારથી સંસારીઓને જ હોય છે.”
આહાર લેવો તે વસ્તુ (-એવું કાર્ય) આત્મામાં છે જ નહીં. તેમ જ નિદોષ આહાર લેવાનો વિકલ્પ પણ વસ્તુ આત્મામાં નથી.
Page #137
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૩]
[૧૨૫
છે. હું આધારની ગાથા ઉપરનું પ્રવચન છે. નોકર્મ-આહાર, કર્મ-આહાર, લેપ-આહાર, કવલ-આહાર, ઓજ-આહાર અને મન-આહાર–એમ આહાર ક્રમશઃ છ પ્રકારનો જાણવો.”
(૧) નોકર્મ-આહાર એટલે સાધારણ રજકણ આવે તે. (૨) કર્મ-આહાર એટલે આઠ કર્મના રજકણ આવે તે. (૩) લેપ-આહાર એટલે શરીરની ઉપર ચોપડે તે. (૪) કવલ-આહાર એટલે કોળીયારૂપ આહાર, (૫) ઓજ-આહાર એટલે પંખી પોતાના બચ્ચાને પોષે તે. (૬) મન-આહાર એટલે દેવને આહારની ઈચ્છા થાય છે. દેવને મન-આહાર હોય
‘- અશુદ્ધ જીવોના વિભાવધર્મ વિષે વ્યવહારનયનું આ (અવતરણ કરેલી ગાથામાં) ઉદાહરણ છે.”
- આ, વ્યવહારે અશુદ્ધ જીવની વ્યાખ્યા કરી.
છે. આધારની ગાથા ઉપરનું પ્રવચન કર્યું હવે (શ્રી પ્રવચનસારની ૨૨૭ મી ગાથા દ્વારા) નિશ્ચયનું ઉદાહરણ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે’ :
લ્યો, હવે નિશ્ચય સમિતિની વાત કરે છે.
જેનો આત્મા એષણારહિત છે (અર્થાત જે અનશનસ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે) તેને તે પણ તપ છે.”
આહાર તો પુદ્ગલ-જડ છે. તેથી આહાર લેવો કે છોડવો એ જડની ક્રિયા છે. તે ક્રિયા આત્મામાં નથી. ભગવાન આત્મા આહારની ઈચ્છા અને આહાર વિનાનો છે. અર્થાત્ આત્મા અશનસ્વભાવી નથી, પણ અનશનસ્વભાવી છે અને આવું અશન
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
જ
વિનાના સ્વભાવવાળો આત્મા જાણે છે. એટલે કે સમ્યગ્દષ્ટિ આત્માને આવો જાણે છે કે આત્મા આહાર લે કે મુકે તેવું આત્મામાં જ નથી. તથા તે ધર્મીના સ્વભાવમાં આહારની ઈચ્છા છે જ નહીં. સમકિતીને આહારની ઈચ્છારૂપ અસ્થિરતા ઉપજે છે એ વ્યવહારથી છે, નિશ્ચયથી આહારની ઈચ્છા હોતી નથી.
‘સમયસાર’ના નિર્જરા અધિકારમાં ચાર બોલ આવે છે ને? કે આહાર, પાણી, પુણ્ય અને પાપ એ ચારની ઈચ્છા સમકિતીને છે જ નહીં. (ગાથા ૨૧૦ થી ૨૧૩). એ તો પૂર્ણાનંદ પ્રભુ આત્માની અંદરમાં એકાગ્રતા કરવાની ભાવનાવાળો જીવ છે. માટે તેને આ આહારાદિની ઈચ્છા હોતી જ નથી. (કદાચ અસ્થિરતારૂપ) ઈચ્છા થાય છે તોપણ તેના ધર્મી જ્ઞાતા છે. પણ ઈચ્છાની ઈચ્છા નથી. તેમ જ ઈચ્છા વડે આહાર લઉ છું એવી વૃત્તિ પણ નથી. કેમ કે પરને લે કોણ અને છોડે કોણ? માટે એવી વૃત્તિ જ જ્ઞાનીને નથી. આવી ચીજ છે બાપુ! અહીં કહ્યું કે મુનિને અશન વિનાની મારી ચીજ છે; આહાર, પાણી તેમ જ તેની ઈચ્છા વિનાનો મારો આત્મા છે એવું અંદરમાં ભાન છે તેને જ તપ કહેવામાં આવે છે તથા તે જ તેમનું સાધકપણું ને મુનિપણું છે.
-
અહા! ભગવાન આત્મા આહાર અને આહારની ઈચ્છા વિનાનો છે. એ વાત ‘પુરુષાર્થસિદ્ધિ-ઉપાય’ની ૧૪ મી ગાથામાં આવે છે ને? કે શરીર, આહાર અને રાગ સહિત આત્મા નથી. છતાં આત્માને તેનાથી સહિત માને તો મિથ્યાત્વ છે. તો, તે વાત અહીં કહે છે કે અશન-આહારના ભાવવાળો અને અશનવાળો ભગવાન આત્મા છે જ નહીં. આનંદનું ધામ ભગવાન આત્મા તો અણાહારી છે, શુદ્ધ અખંડ આનંદાદિ ગુણોનો પીંડ પ્રભુ છે. વીતરાગી ભાવના પરિણમનવાળો આત્મા છે. તેથી તે આત્માને આહાર લેવો કે આહારની ઈચ્છા થવી તે કાંઈ છે જ નહીં. તે બન્ને ચીજથી (-આહાર અને તેની ઈચ્છાથી) આત્મવસ્તુ રહિત છે. અને આવું અર્થાત્ ઈચ્છા અને અશનના રજકણોથી—કે જે અસણં, પાણં, ખાઈમં અને સાઈમં (ભોજન, પાન, ખાદિમ અને સ્વાદિમ) છે તેનાથી —ભગવાન આત્મા રહિત છે તથા અનંત-અનંત ગુણના પરિણમન સહિત છે એવું અંતરમાં પરિણમન થાય તેને જ અહીંયા તપ કહેવામાં આવે છે.
પંચ કલ્યાણકમાં તપ કલ્યાણક આવે છે ને? તે તપ એટલે મુનિપણું. તેથી તપ કલ્યાણક એટલે મુનિપણાનું કલ્યાણક. ભગવાન આત્મા અસણં, પાણં, ખાઈમ ને સાઈમં -એ ચાર ચીજથી તેમ જ તે ચાર ચીજની ઈચ્છાથી પણ રહિત છે એવું પરિણમન થવું તેને અહીંયા તપ-મુનિ કલ્યાણક કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો પોતાનું
Page #139
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૩]
[૧૨૭
સ્વરૂપ અનંત આનંદાદિથી સહિત છે ને રાગ તેમ જ અશનથી રહિત છે. આવું અંદરમાં પરિણમન થાય તેને જ અહીંયા મુનિપણું ને તપ કહેવામાં આવે છે. જે વંદનીય છે તે આ મુનિપણાની અંતર્દશા છે કે જે અશનના રજકણ તેમ જ અશનની ઈચ્છારાગ વિનાની છે. આહાર લેવાની વૃત્તિ કાંઈ વંદનીક છે? (ના.) કેમ કે એ તો રાગ છે. તેમ જ આહાર પણ કાંઈ વંદનીક છે? (ના.) કેમ કે એ તો અજીવ છે. તો, અહીં કહ્યું કે ઈચ્છા અને આહાર વિનાની એવી પોતાની ચીજને જેણે દષ્ટિ, જ્ઞાન ને રમણતામાં લીધી છે તેના તે દષ્ટિ, જ્ઞાન ને રમણતા જ તેનું તપ છે તથા તે જ તેનું મુનિપણું છે. ભારે વાત ભાઈ!
અહા! મુનિ આહાર લઈ શકતા નથી. કારણ કે આહાર જડ છે. તથા આહારની ઈચ્છા થવી તે રાગ છે. તે રાગ વ્યવહાર એષણાસમિતિ છે, પણ કાંઈ આત્માનું સ્વરૂપ કે આત્માનો ગુણ નથી. માટે તે આહાર ને આહાર લેવાનો વિકલ્પ કાંઈ મુનિપણું નથી. મુનિપણું તો અંદરમાં આહાર અને તેની ઈચ્છા વિનાની જે ચીજ છે તેનો અનુભવ થવો તે છે. એટલે કે આત્મા શાંતિ, આનંદ આદિ અનંત ગુણ-સ્વભાવ સહિત છે અને રાગ તથા અશન રહિત છે એવો અંતરમાં અનુભવ થવો તેનું નામ અહીંયા તપ ને મુનિપણું કહેવામાં આવે છે. પરંતુ વ્યવહાર એષણાસમિતિ પણ, કહે છે કે, મુનિપણું નથી. તેનો અહીંયા નિષેધ કરવો છે. (હા), મુનિની ભૂમિકામાં તે હોય, પણ તે મુનિપણું નથી. કેમ કે એ વ્યવહાર એષણા સમિતિ દોષરૂપ છે. આવી વાત છે. લ્યો, નિર્દોષ આહાર લેવાની વૃત્તિ પણ રાગ છે, દોષ છે, પણ મુનિપણું નથી એમ કહે છે. આવો મારગ છે બાપુ! આ તો વીતરાગ સર્વજ્ઞનું કહેલું તત્ત્વ છે – જે બીજે ક્યાંય છે નહીં. સર્વજ્ઞ સિવાય બીજા કોઈ માર્ગમાં આ વાત છે નહીં.
કહે છે કે ત્રણકાળના સમયથી અનંતગુણા ગુણ એક જીવના છે અને તે અનંત ગુણોને ધરનાર એક દ્રવ્ય છે. અર્થાત્ ગુણ તે આધેય છે અને દ્રવ્ય તે આધાર છે. તો, આવા ભગવાન આત્માને જેણે દષ્ટિમાં લીધો તેણે અશન અને એશનની ઈચ્છા વિનાની આત્મચીજ છે એમ જોયું. અને આવી – આત્મા અશન ને તેની ઈચ્છા વિનાનો છે તેમ જોનારની—નિઈચ્છક (-નિર્વિકલ્પ) દશાને તપ અને મુનિપણું કહેવામાં આવે છે. અરે! ભગવાનની વાતનો એક ભાવ પણ જે બરાબર સમજે તો બધા ભાવ બરાબર સમજી જાય. પરંતુ જેના એકપણ ભાવ સમજવાના ઠેકાણા ન મળે તેના કોઈ ઠેકાણા નથી. તેને બીજા ભાવોનું જ્ઞાન છે એમ કહેવું તે પણ યથાર્થ નથી. જે એક
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ભાવને આ રીતે જાણે અર્થાત્ આ રીતે વસ્તુનું સ્વરૂપ છે તેમ જાણે તો બધી વાત તેના ખ્યાલમાં આવી જાય. કેમ કે મ્ નાનદિ સર્વમ્ નાહ ! (હો માવસ્તર્વતો યેન વૃદ્ધઃ સર્વે માવાસ્તત્ત્વતસ્તન વૃદ્ધઃ | પ્રવચનસાર ગા. ૪૯). એક ભાવને જાણે તો બધા ભાવને જાણે એમ જયસેનાચાર્યની ટીકામાં ભાઈ! આવે છે ને? દ્રવ્યનો કે ગુણનો કે પર્યાયનો - કોઈપણ એક ભાવ જેવો છે તેવો બરાબર જાણે તો તેને બધા ભાવોનું શું સ્વરૂપ છે તે ખ્યાલમાં આવી જાય.
અહા! બીજાઓએ (અજ્ઞાનીઓએ) પણ મુનિપણું કેવું છે તે શ્રદ્ધામાં લેવું જોઈએ ને? તો, કેવું મુનિપણું શ્રદ્ધામાં લેવું જોઈએ? કે અહીં કહે છે તેવુંબીજી રીતે કહીએ તો, નવ તત્ત્વની શ્રદ્ધામાં સંવર-નિર્જરાની શ્રદ્ધા પણ આવે છે ને? (હા.) તો, ઘણા (-ઉત્કૃષ્ટ) સંવર-નિર્જરાના ધરનારા મુનિ છે. માટે, કહે છે કે, નવ તત્ત્વની શ્રદ્ધા કરવી હોય તો મુનિ કેવા છે (તે તેણે જાણવું જોઈએ.) અને તેઓ અહીં કહ્યા છે એવા હોય તો સાચા મુનિ છે. સમકિતી તેમને શ્રદ્ધે છે, પણ તેઓ ગોટાળાવાળા હોય તો શ્રદ્ધ નહીં. સમકિતીને નવ તત્ત્વની શ્રદ્ધા તો યથાર્થ જોઈએ ને? તો, જે સંવર-નિર્જરા તત્ત્વવાળા મુનિ છે તે આવા હોય એટલે કે તેમને અશન અને અશનની ઈચ્છા વિનાના તત્વના અનુભવમાં સ્થિરતા હોય અને તે યથાર્થ મુનિપણું છે એમ સમકિતી શ્રદ્ધા કરે છે. લ્યો, સમકિતીને નવ તત્ત્વની શ્રદ્ધામાં આવા સંવર-નિર્જરાની અર્થાત્ આવા મુનિપણાની શ્રદ્ધા હોય છે. પણ આનાથી (-સાચા મુનિપણાથી) જો કોઈ વિરૂદ્ધ હોય તો તે મુનિ નથી અને તેથી તેની સમકિતીને શ્રદ્ધા હોતી નથી. આવો મારગ છે.
શાસ્ત્ર તો એમ કહે છે કે જેને વસ્ત્રનો એક ધાગો પણ લેવાની વૃત્તિ છે અને જે વસ્ત્ર રાખે છે તેને જે મુનિ માને છે; મુનિ છે એમ મનાવે છે અને તે માન્યતાને રૂડી જાણે છે તે બધાય નિગોદમાં જશે. “અષ્ટપાહુડમાં સૂત્રપાહુડ (ગાથા ૧૮)આમ કહે છે. આ શ્રી કુંદકુંદદેવનું વચન છે.
એક માત્ર ધાગો રાખવાની વૃત્તિ હોય તેને મુનિ માને તો નિગોદમાં જશે?
હા, નિગોદમાં જશે. કેમ કે તે (માન્યતાવાળો) મિથ્યાદષ્ટિ છે. તેને નવે તત્ત્વની ભૂલ છે. (૧) મુનિને વસ્ત્ર-પાત્રનો સંયોગ હોય જ નહીં. માટે મુનિને કેટલો અજીવનો સંયોગ
હોય તેની તેને ખબર નથી.
Page #141
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૩]
[૧૨૯
(૨) મુનિ હોય તેને વસ્ત્ર-પાત્ર લેવાની વૃત્તિ જ ન હોય. માટે મુનિને એવો આસવ
ન હોય. પણ તેની તેને ખબર નથી. (૩) મુનિને એટલો ઉગ્ર સંવર હોય કે તેમને આહાર-પાણી સિવાય વસ્ત્ર-પાત્ર લેવાની
વૃત્તિનો આસ્રવ હોય જ નહીં. –આવી સંવરદશા તેમને હોય છે. પણ તેની તેને ખબર નથી.
આમ, અજીવતત્ત્વમાં ભૂલ, આસ્રવતત્ત્વમાં ભૂલ ને સંવરતત્ત્વમાં પણ ભૂલ છે. અને તેથી બધામાં–નવે તત્ત્વમાં તેની ભૂલ છે. આવી જરી ઝીણી વાત છે. નાફ નિમ્ - એમ વિના કારણ કહી દીધું છે એમ નથી. અર્થાત્ “ચીભડાના ચોરને ફાંસીની સજ’ એમ કાંઈ નથી. એ મોટો ગુનેગાર છે. મૂળમાં ભૂલ છે, નવ તત્ત્વની તેને ભૂલ છે.
અહા! જેને મુનિપણાની સંવરદશા હોય તેને વસ્ત્ર-પાત્ર લેવાની વૃત્તિ હોઈ શકે જ નહીં અને જેને વસ્ત્ર-પાત્ર લેવાની વૃત્તિ હોય તેને મુનિપણાની સંવરદશા હોઈ શકે જ નહીં. છતાં વસ્ત્ર-પાત્રવાળાને મુનિ માને છે તો તેની એક-એક (દરેક) તત્ત્વમાં ભૂલ છે. આવી વાત છે ભાઈ! શું આ કાંઈ કોઈનો કલ્પલો માર્ગ છે? (ના.) આ તો વીતરાગનો મારગ છે, વસ્તુસ્વરૂપ આવું છે.
દિગંબર સાધુ પાત્ર રાખે
દિગંબર સાધુ પાત્ર રાખે જ નહીં. તેઓ પાણીનું કમંડળ રાખે છે. છતાં પણ તે પાણી પીવા માટે નથી. પીવા માટે તે પાણી હોઈ શકે જ નહીં. એ શૌચ માટે છે અને તે પણ અપવાદિક ઉપકરણ છે. –આમ ‘પ્રવચનસારમાં (ગાથા ર૨૫માં) છે ને? અરે! ગુરુની વાણી સાંભળે તે પણ અપવાદિક ઉપકરણ છે.
વાણી સાંભળવી તે પણ અપવાદિક ઉપકરણ?
હા, કેમ કે વાણી પરવસ્તુ છે ને? તેમ જ સાંભળવું તે પણ વિકલ્પ છે. જ્યારે ઉત્સર્ગમાર્ગમાં તે વિકલ્પ પણ નથી અને તેની ઉત્સર્ગ માર્ગની) અહીંયા વાત કરે છે. આકરી વાત છે બાપા! વીતરાગ માર્ગ આવો છે.
અહા! ભગવાન આત્મા એવો છે કે ઈચ્છા-આસ્રવતત્ત્વ ને અશન-અજીવતત્ત્વ વિનાનો છે. તેના ગુણોની પરિણતિ તે (મુનિની) ભૂમિકાને યોગ્ય–જોઈએ તેટલી –
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
શુદ્ધ થાય તેને મુનિપણું ને તપ કહેવામાં આવે છે અને આ રીતે મુનિને માને તો યથાર્થ છે. આ સિવાય આનાથી વિપરીત માને તો તેની દષ્ટિ વિપરીત છે. શાસ્ત્રમાં આવે છે ને? કે સાધુને કુસાધુ માને તો મિથ્યાત્વ, કુસાધુને સાધુ માને તો મિથ્યાત્વ. તો એ શું કહ્યું? શું એ માત્ર વાત જ છે? (ના, તેનો ઊંડો મર્મ છે.)
અહીં કહ્યું કે જેનો ભગવાન આત્મા એષણા રહિત છે એટલે કે અનશનસ્વભાવી આત્માને જાણતો હોવાથી “આહાર લેવો તેવી વૃત્તિ અને આહાર તે બન્ને વિનાનો જે આત્મા છે તેને તપ છે.
‘(વળી) તેને પ્રાપ્ત કરવા માટે (અનશનસ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે) પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય (-સ્વરૂપથી જુદી એવી) ભિક્ષા એષણા વિના (-એષણાદોષ રહિત) હોય છે, તેથી તે શ્રમણો અનાહારી છે.”
આહાર ને ઈચ્છા વિનાનું જ મારું તત્ત્વ છે એવો સ્વીકાર તો ધર્મને પણ દષ્ટિમાં, જ્ઞાનમાં વર્તે છે. પણ હવે તે ઉપરાંત તેને પૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે અંદર આનંદસ્વરૂપ આત્મામાં પ્રયત્ન કરનારા શ્રમણોને આહારાદિ એષણાદોષ રહિત હોય છે અને તેથી તે શ્રમણો અનાહારી છે એમ કહે છે. (જુઓ, અનાહારીપણું બે રીતે કહ્યું:) (૧) એક રીતે અનાહારી એટલે (મુનિનો) આત્મા આહાર ને તેની ઈચ્છા વિનાનો છે,
તેથી મુનિ અનાહારી છે. અને (૨) બીજી રીતે અનાહારી એટલે મુનિ જે આહાર લે છે તે નિર્દોષ – ૪૬ દોષ રહિત
અને એષણાસમિતિ સહિત – લે છે. તેથી તે અપેક્ષાએ મુનિને અનાહારી કહેવામાં આવે છે. આ ચરણાનુયોગનું કથન છે. શું કહ્યું એ?
કે (૧) આત્મવસ્તુ પોતે જ અનાહારી – આહાર ને તેની ઈચ્છા વિનાની – છે એવો (મુનિને) અનુભવ છે, (તેથી મુનિ અનાહારી છે.) અને (૨) તેઓ જે આહાર લે છે તે એષણાદોષ રહિત હોય છે. માટે તેમને ચરણાનુયોગની અપેક્ષાએ અનાહારી કહેવામાં આવે છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૩]
[૧૩૧
અહા! નિશ્ચયથી અનાહારી તો એ છે કે જેને નિર્દોષ આહાર લેવાના વિકલ્પ સહિત નિર્દોષ આહાર લેવો એ પણ નથી. આવા અનાહારી મુનિ છે અને અહીંયા કલશમાં) પહેલાં આવું અનાહારીપણું સિદ્ધ કર્યું છે.
શું કહ્યું એ?
કે પહેલાં તો, એષણા–નિર્દોષ આહાર લેવાની ઈચ્છા-વૃત્તિ ને અશન વિનાનો આત્મા છે એવું જેને આત્માનું ભાન વર્તે છે તે (મુનિ) અનાહારી છે એમ કહ્યું. પછી બીજી રીતે (અનાહારીપણું એમ) કહ્યું કે જેને ચરણાનુયોગની વિધિ પ્રમાણે એષણા સમિતિ સહિત નિર્દોષ આહાર-પાણી લેવાની વૃત્તિ છે અને જે એ રીતે આહારાદિ લે છે તેને ચરણાનુયોગની અપેક્ષાએ અનાહારી કહેવામાં આવે છે. તેને એષણાની (-આહારની) વૃત્તિ હોવા છતાંપણ, નિર્દોષ આહાર લેવાની વૃત્તિ છે તેથી, વ્યવહાર અનાહારી કહેવામાં આવે છે. ભારે વાત ભાઈ! આ, પ્રવચનસારમાં ચરણાનુયોગનો અધિકાર છે તેની ગાથા છે ને? એટલે ચરણાનુયોગની અપેક્ષાએ પણ અનાહારીપણાની વાત કરી છે.
તો, કહ્યું કે : (૧) આહાર ને આહાર લેવાની ઈચ્છા વિનાનો આત્મા છે એવો અનુભવ જેને વર્તે છે તે (મુનિ) અનાહારી છે. તેમ જ (૨) પોતાના માટે કરેલા, કરાવેલા કે પોતાની અનુમોદનાવાળા આહાર રહિત નિર્દોષ આહાર એષણાસમિતિની શુદ્ધિપૂર્વક લેવાનો જેને વિકલ્પ-વૃત્તિ છે તેને ચરણાનુયોગની અપેક્ષાએ અનાહારી કહેવામાં આવે છે.
છેઆધારના શ્લોક ઉપરનું પ્રવચન છે જેણે અધ્યાત્મના સારનો નિશ્ચય કર્યો છે........”
મુનિ કેવા છે? કે જેણે અધ્યાત્મના સારનો અર્થાત્ આનંદકંદ, અનાકુળ શાંતિનો પીંડ પ્રભુ આત્માનો સમ્યગ્દર્શનમાં નિશ્ચય કર્યો છે.
જે અત્યંત યમનિયમ સહિત છે......” (મુનિ) અત્યંત યમનિયમની જે વિધિ છે તે સહિત છે. જેનો આત્મા બહારથી અને અંદરથી શાંત થયો છે....”
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
શાંત...શાંત...કહેતા (મુનિને) અંદરમાં પણ અકષાય પરિણમન છે અને બહારમાંવાણીમાં તેમ જ શરીરમાં – પણ શાંતપણું દેખાય છે, ઠરી ગયેલા દેખાય છે. અહો! તેઓ તો ઉપશમરસમાં – અકષાયરસમાં જામી ગયા છે. તેમને મુનિ કહીએ કે જેમને ગણધરનો નમસ્કાર પહોંચે. જુઓ, ગણધર પણ શાસ્ત્ર રચતી વખતે નમસ્કારમંત્રમાં આમ કહે છે કે ગમો તો સવ્વસાહૂળ | હે સંત! તારા ચરણમાં મારો નમસ્કાર. જો કે ગણધરથી બીજા સાધુ નાના છે એટલે ગણધર તેમને બહારમાં વ્યવહારે નમસ્કાર ન કરે. પરંતુ તેઓ નમસ્કારમંત્રની રચના કરે છે તેમાં સાધુને નમસ્કાર આવી જાય છે. તો, જેને ચાર જ્ઞાન પ્રગટ્યા છે, બાર અંગની રચના જેમણે અંતર્મુહૂતમાં કરી છે તેવી જેની તાકાત છે તથા જે તીર્થંકરના વજીર-દીવાન છે એવા ગણધરનો નમસ્કાર જેને પહોંચે કે ખમો તો સવ્વસાહૂM I હે સંત! તારા ચરણમાં મારો નમસ્કાર હો, તે સાધુપદ કેવું હોય? અહીં કહ્યું છે તેવું. અહા ! તીર્થકર ધર્મરાજા છે અને ગણધર તેમના દીવાન-વજીર છે. છતાં તેઓ જ્યારે શાસ્ત્રની રચના કરે છે ત્યારે બુમો તો સવ્વ ગારિયાળ - એમ કહે છે. તો, એ આચાર્ય કેવા હશે કે જેમને ગણધરનો નમસ્કાર પહોંચે છે, ગણધર નમસ્કાર કરે છે. તેઓ આવા છે – કે જેમનું અનાહારી પરિણમન છે, જેમની વીતરાગી દશા છે અને જેમને આહાર લેવાના રાગનો કણ ઉભો થાય છે તો નિર્દોષ આહાર લેવાની વૃત્તિ છે. એવા અંતરમાં રમણતાવાળા (સાધુ કે આચાર્ય) બહારથી અને અંદરથી શાંત થયા છે.
‘જેને સમાધિ પરિણમી છે.' સમાધિ એટલે આ બાવા સમાધિ ચડાવે છે?
ના, તે નહીં. એ બધા હઠવાળા અજ્ઞાનીઓ છે. આધિ, વ્યાધિ ને ઉપાધિ રહિત આનંદની રમણતામાં શાંતરસથી જામી જવું – અનાકુળ આનંદની સમાધિ જામી જાય–તેને સમાધિ કહીએ. આધિ = મનના પુણ્ય-પાપરૂપ વિકલ્પો, વ્યાધિ = શરીરનો રોગ, ઉપાધિ = સંયોગ. એ ત્રણેથી રહિત પરિણતિનું નામ સમાધિ છે. તો, કહે છે કે, સહજાત્મસ્વરૂપ પરમાનંદની મૂર્તિ એવા આત્માને – પણ સર્વશે કહ્યો તેવો આત્મા હો -અનુભવમાં લઈને મુનિ સમાધિરૂપે પરિણમ્યા છે.
સામાયિકના પાઠમાં આવતા “લોગસ્સસૂત્ર' માં આવે છે કે “સમાવિવરમુત્તમ દિતુ'. ભક્ત પોતાની ભાવના સિદ્ધ ભગવાનને કહે છે કે હે પરમાત્મા! સમાધિના ઉત્તમ વર
Page #145
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૩]
[૧૩૩
ફળ અર્થાતુ અતીન્દ્રિય આનંદદશા અમને ધ્યો. એટલે કે આપને અંદર દશામાં જે આનંદ છે તે આપો. -એમ પ્રાર્થના-વિનંતી કરતા ભગવાનને કહે છે.
અહીં કહ્યું કે મુનિને વીતરાગભાવરૂપ સમાધિ જામી ગઈ છે. જ્યારે પંચ મહાવ્રતનો વિકલ્પ-રાગ તો અસમાધિ-આકુળતા છે. અરે! ૨૮ મૂળગુણ પણ આકુળતા છે. આવો ભગવાનનો મારગ છે. અહા! મુનિરાજ શાંત...શાંત...શાંત...થઈ ગયા છે, તેમની નિર્વિકલ્પ આનંદની પરિણતિ ગાઢ થઈ ગઈ છે તથા તેમને અનાકુળ સમાધિ જામી ગઈ છે. જેમ દરિયો મધ્યબિંદુમાંથી ઉછળતા કાંઠે ભરતી આવે છે તેમ આત્માના મધ્યબિંદુમાં અનંત ગુણ પડ્યા છે તેના ઉપર મુનિની દૃષ્ટિનું જોર છે, તેથી પર્યાયમાં આનંદમય સમાધિનો પ્રવાહ આવે છે. લ્યો, આવું સાધુપણું હોય છે. અરે! પણ અજ્ઞાની તો મુંડાવીને લુગડાં ફેરવ્યા એટલે સાધુ થઈ ગયા એમ માને છે. પરંતુ ધૂળેય તે સાધુ નથી સાંભળ ને
‘મનુષ હોના મુશ્કેલ હૈ, સાધુ કહાંસે હોય;
સાધુ હુઆ તો સિદ્ધ હુઆ, કરણી રહી ન કોય.” જેમની નિર્વિકલ્પ સમાધિ આનંદમાં જામી ગઈ છે તે સિદ્ધ (સમાન) છે અને એવા સાધુને ભગવાન ‘સાધુ' કહે છે. સમ્યગ્દષ્ટિ પણ આવા સાધુને ‘સાધુ' તરીકે માને છે.
‘જેને સર્વ જીવો પ્રત્યે અનુકંપા છે.'
બધા પ્રત્યે મુનિને અરાગી-અકષાયી અનુકંપા પરિણમી છે, પ્રગટી છે. કોઈપણ જીવ પ્રત્યે “આ ઠીક છે ને આ અઠીક છે' એવો ભાવ છે નહીં. બધા જીવો તેમને જોય તરીકે જાણવામાં છે. અહીં સર્વ જીવો લીધા છે ને? તો, એકેંદ્રિય—લીલોતરીનો એક કણ હોય કે મોટું નારિયેળ હોય (નારિયેળ એકેંદ્રિય જીવ છે) તે બધા – પ્રત્યે પણ તેમને અકષાયી અનુકંપા છે. તે કોઈ પ્રત્યે તેમને મારવાનો કે ઉગારવાનો-બચાવવાનો વિકલ્પ છે નહીં. અહા! આ (-અનુકંપા) તો પોતાના આત્માને માટે છે, બાકી બીજા સુખી થાવ કે ન થાવ તે તેને આધીન છે.
જે વિહિત ( શાસ્ત્રાજ્ઞા મુજબનું) હિત-મિત ભોજન કરનાર છે..' વિહિત = શાસ્ત્રાજ્ઞા મુજબનું, ભગવાને કહેલું; હિત = પ્રમાદ-રાગાદિ ન થાય એવું અને મિત = મર્યાદાવાળું. –આવું ભોજન તેઓ (મુનિ) કરે છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
‘જેણે નિદ્રાનો નાશ કર્યો છે......'
મુનિને (બહુ) નિદ્રા ન હોય. છઠ્ઠા ગુણસ્થાનમાં માત્ર ગા સેકંડની નિદ્રા હોય. છઢાળા'માં આવે છે ને? કે ‘ભૂમાહિં પિછલી રયનિમેં કછુ શયન એકાસન કરન.” (છઠ્ઠી ઢાળ પદ ૫.) બસ, મુનિ એક કરવટ (-પડખે) સૂવે અને તે પણ ગાા સેકંડની અંદર નિદ્રા હોય. છઠ્ઠ ગુણસ્થાન જ ના સેકંડની મુદતવાળું છે. તેથી, જરી એટલી (ગા. સેકંડ) નિદ્રા આવી જાય છે. પરંતુ તેનાથી વધારે નિદ્રા તેમને ન હોય. જે વધારે નિદ્રા તેમને હોય (આવી જાય) તો મુનિપણું રહેતું નથી એમ કહે છે.
તે (મુનિ) કલેશજાળને સમૂળગી બાળી નાખે છે'.
આવી આનંદની-ધ્યાનની ધારા જેમને અંદરથી પ્રગટી છે તે મુનિરાજ કલેશજાળને બાળીને રાખ કરી નાખે છે. લ્યો, આવાને મુનિ કહીએ, તેમને એષણાસમિતિથી આહાર લેનાર કહીએ ને તેમને તપસ્વી-મુનિ કહેવામાં આવે છે.
છે શ્લોક - ૮૬ ઉપરનું પ્રવચન તેંડું ભકતના હસ્તાગ્રથી (હાથની આંગળીઓથી) દેવામાં આવેલું ભોજન લઈને.”
મુનિની એષણાસમિતિની વાત ચાલે છે ને ? તો કહે છે કે મુનિને આહાર દેવામાં આવે છે તેને લઈને....મુનિને એષણાસમિતિનો-આહાર લેવાનો વિકલ્પ હોય છે. એટલે કહે છે કે આહાર લઈને-ભોગવીને... બસ, એટલું કહીને વ્યવહારની વાત કરી. હવે
‘પૂર્ણ જ્ઞાનપ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને...'
| નિત્ય, પૂર્ણ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનું ધ્યાન કરીને.......લ્યો, “નિત્ય, પૂર્ણ જ્ઞાનસ્વરૂપી આત્મા’ – એ ધ્રુવ છે અને તેનું ધ્યાન કરીને -એ પર્યાય છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૩]
[૧૩૫
એ રીતે સત તપને (-સમ્યફ તપને) તપીને.....'
જોયું? સત્ તપ આ છે કે પૂર્ણ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં તેનું ધ્યાન કરીને લીન થવું. પૂર્ણસ્વરૂપને ધ્યેય બનાવીને તેના ધ્યાનમાં લીન થવું તે સત્ તપ સાચું તપ અને સાચું મુનિપણું છે એમ કહે છે. પૂર્ણ જ્ઞાનપ્રકાશ જ જેનો સ્વભાવ છે એવા આત્માને દષ્ટિમાં લઈને અને તેનું ધ્યાન કરીને તેમાં લીનતા કરવી તે સમ્યફ તપ છે. આ વ્યવહાર એષણાસમિતિનો વિકલ્પ છે તે સમ્યફ તપ નથી, કેમ કે એ તો વ્યવહાર (રાગ) છે. પરંતુ અંદરમાં એકાગ્ર થવું તે સમ્યફ તપ છે અને તે શુદ્ધ એષણાસમિતિ છે. બીજી રીતે કહીએ તો, પૂર્ણ જ્ઞાનપ્રકાશસ્વરૂપ ભગવાન આત્મામાં લીન થવું – તેના તરફના વલણવાળી એકાગ્રતાની દશા કરવી – તેને અહીંયા નિશ્ચય એષણાસમિતિ અથવા સત્ - સાચું તપ અને સાચું મુનિપણું કહેવામાં આવે છે. લ્યો, આનું નામ સમ્યક તપ અને સાચું મુનિપણું છે. પણ પંચ મહાવ્રતનો વિકલ્પ કે વ્યવહાર એષણાસમિતિ સાચું તપ કે સાચું મુનિપણું નથી એમ કહે છે.
તે સત્ તપસ્વી (-સાચો તપસ્વી) દેદીપ્યમાન મુક્તિવારાંગનાને (-મુક્તિરૂપી સ્ત્રીને) પ્રાપ્ત કરે છે.”
ભાષા તો જુઓ! આવી ભાષા બીજે ક્યાંય મળે એવી નથી. પરમ સત્ એવા પૂર્ણ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માને શોધીને, પકડીને તેમાં લીન થાય તે જ સાચો તપસ્વી છે એટલે કે સાચા મુનિ છે. આ સાચું તપસ્વીપણું, સાચે મુનિપણું છે. સત્ તપસ્વીતપનો કરનાર તેને કહીએ કે જે પૂર્ણ જ્ઞાનઘનસ્વરૂપ જ્ઞાનપ્રકાશની મૂર્તિ પ્રભુ આત્માના ધ્યાનમાં લીન થાય. લ્યો, આનું નામ સાચું તપ, સાચું મુનિપણું ને સાચી દીક્ષા છે. ભારે વાત!
પ્રશ્ન:- આવું જાણ્યા પહેલાં દીક્ષા લઈ લે તો વાંધો શું?
સમાધાન:- પણ દીક્ષા કોને કહેવી, દીક્ષાની દશા શું – તે જાણ્યા પહેલાં દીક્ષા કેવી?
પ્રશ્ન:- એ તો પછી (-દીક્ષા લીધા પછી) શીખી-જાણી લેશે?
સમાધાન:- પછી શું શીખી લેશે? કેમ કે હજુ જે પહેલું શીખવાનું છે તે તો શીખ્યો નથી. અહીં કહે છે કે પૂર્ણ જ્ઞાનપ્રકાશનો પુંજ એવો પ્રભુ આત્મા એક સમયમાં નિત્ય
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૬].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ધ્રુવ છે. પરિપૂર્ણ જ્ઞાનપ્રકાશ, આનંદ આદિની તે પૂર્ણ મૂર્તિ છે. તો, જેને તેની અંતર્દષ્ટિ થઈ નથી – તેનું સમ્યગ્દર્શન થયું નથી – તેને સ્વરૂપનું ધ્યાન (-મુનિદશા) હોઈ શકે નહીં. પરંતુ એવા સ્વરૂપના ધ્યાનમાં જેને લીનતા થઈ છે એટલે કે શુદ્ધ અને પૂર્ણ જ્ઞાનઘન એવા ધ્રુવ ચૈતન્ય આત્માને શોધીને તેમાં જે લીન થયો છે અને જેને નિર્વિકલ્પ વીતરાગી દશા પ્રગટ થઈ છે તેને સાચું મુનિપણું હોય છે અને તેને સાચો તપસ્વી-સાચા તપનો કરનાર કહીએ એમ કહે છે. અંદર પણ છે ને? કે ‘પૂર્ણ જ્ઞાનપ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને’... ગજબ વાત કરી છે ને! ટૂંકી પણ ગજબ વાત છે!
અહા! એક સમયમાં ધ્રુવ ભગવાન આત્મા પૂર્ણ વસ્તુ છે અને તેનું ધ્યાન સમ્યગ્દષ્ટિ કરે છે. પરંતુ મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયનું પણ ધ્યાન તે કરે નહીં એમ કહે છે. સમ્યગ્દષ્ટિને પૂર્ણસ્વરૂપને અવલંબે આનંદની દશા સહિત સમ્યફ મતિ અને શ્રુતજ્ઞાન પ્રગટ્યા છે તેનુંય ધ્યાન હોય નહિ એમ કહે છે. કેમ કે ધ્યાન તો પૂર્ણ જ્ઞાનપ્રકાશની મૂર્તિ નિત્યાનંદ ધ્રુવ આત્માનું હોય છે અને તેમાં લીનતા હોય છે. તો, કહ્યું કે સમ્યદષ્ટિએ “આવો આત્મા છે' એમ શોધીને તેમાં દષ્ટિ તો કરી હતી, પણ હવે તેમાં નિર્વિકલ્પ ઉગ્ર પુરુષાર્થ વડે લીનતા કરે છે અર્થાત્ શાંતિની-ચારિત્રની- વીતરાગતાની જાગૃતિ કરે છે. અને તેને સાચા સંત, સાચા મુનિ, સાચા તપના કરનાર તપસ્વી કહેવાય છે. કહો, મહિના-મહિનાના (બાહ્યથી) ઉપવાસ કરે એટલે તપસ્વી થઈ ગયા એમ નથી. પરંતુ સત્ એવા પૂર્ણ શુદ્ધ ચૈિતન્ય ભગવાન આત્માને દષ્ટિમાં લઈને તેમાં લીન થઈ જવું તે સત્ તપ છે અને તે તપનો કરનાર સત્ તપસ્વી છે. આ સિવાય – આવા ભાન વિના – કોઈ ઉપવાસાદિ કરે તો તે બધી લાંઘણ છે. તે ઉપવાસ નથી પણ અપવાસ-માઠો વાસ છે. કેમ કે રાગમાં ને પુણ્યની ક્રિયામાં તે વસ્યો છે. માટે તે માઠો વાસ છે.
અહા! પૂર્ણ આનંદઘન ભગવાન આત્મામાં દરબાર ભર્યો છે. તેના એક-એક ગુણ પરિપૂર્ણ છે. આવા અનંત ગુણોનું પરિપૂર્ણપણું – અનંત ગુણોનું દરબારપણું – તેમાં ભર્યું છે. જો કે અહીંયા તો સમય (અભેદ) લીધું છે કે “જ્ઞાનપ્રકાશવાળા આત્માનું... છતાંપણ તે જ્ઞાનપ્રકાશમાં પરિપૂર્ણ પ્રકાશવાળા અનંત ગુણો પડ્યા છે (-આવી જાય છે.) આવો તે આત્મા છે. પણ તે પર્યાયવાળો નથી, રાગવાળો નથી
Page #149
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૬૩]
અને વ્યવહાર એષણાના વિકલ્પવાળો પણ નથી એમ કહે છે. અહા ! પૂર્ણ.. પૂર્ણ... પૂર્ણ... આનંદપ્રકાશ, જ્ઞાનપ્રકાશ, શ્રદ્ધાપ્રકાશ વગેરે આવી જે પૂર્ણ શક્તિઓ છે સનું સત્ત્વ છે – સત્નો સ્વભાવ છે – સત્નો ત્રિકાળી ભાવ-ગુણ છે – તેનાથી પરિપૂર્ણ વસ્તુ છે. તે પરિપૂર્ણ વસ્તુ-સત્ત્નું જે ધ્યાન કરે છે અને તેમાં લીન થાય છે તેને વીતરાગ દશા પ્રગટ થાય છે તથા તેને સાચું તપ ને મુનિપણું કહેવામાં આવે છે. લ્યો, મુનિપણું આવું હોય એમ કહે છે. ભારે ભાઈ!
[૧૩૭
અહા! શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ બધા આચાર્યો હતા. જ્યારે આ ટીકા કરનાર શ્રી પદ્મપ્રભમલધારીદેવ મુનિ-ભાવલીંગી સંત છે અને તેઓ પોતે કહે છે કે મુનિપણું આવું હોય હોં. મુનિ-સાચા સંત એને કહીએ કે જેની અંતરમાં-શુદ્ધોપયોગમાં રમણતા છે. અર્થાત્ જેને શુદ્ધોપયોગ હોય તેને મુનિ કહીએ. પંચ મહાવ્રતનો વિકલ્પ શુભોપયોગરૂપ હોવાથી મુનિપણું નથી. એ તો વ્યવહારમાં (-શુભભાવમાં) જાય છે. આ રીતે કહ્યું કે, ધ્રુવમાં શુદ્ધોપયોગની રમત જામી જાય તેને તપ કહીએ. તે તપ કરનારને તપસ્વી કહીએ, મુનિ કહીએ અને તપને મુનિપણું કહીએ.
પ્રશ્ન:- મુનિરાજ શાસ્ત્ર રચના વખતે તો વ્યવહારમાં હશે ને?
સમાધાન:- શાસ્ત્ર રચના વખતે ભલે વ્યવહારનો (શુભરાગનો) વિકલ્પ છે. છતાં, મુનિરાજ કહે છે કે, તે વિકલ્પ વખતે પણ હું તો એવો ને એવો (વીતરાગી) છું. શાસ્ત્ર લખવાનો વિકલ્પ છે તે પણ હું નથી, હું તો તેના નિષેધમાં છું. હું તો પૂર્ણ જ્ઞાનપ્રકાશમાં લીન છું, અર્થાત્ મારી જ્ઞાનમાં લીનતા છે તે હું છું અને તે મુનિપણું છે. જ્યારે આ શાસ્ત્ર રચનાનો વિકલ્પ ઉઠ્યો છે તે મુનિપણું નથી. એ તો રાગ છે. અરે! વીતરાગ સર્વજ્ઞનો પંથ—બંદરમાંથી વીતરાગી દશાનો પ્રવાહ વહ્યો તે—તો જુઓ!
કહે છે કે જિનસ્વરૂપી પ્રભુ આત્મા પોતે જ છે. વીતરાગસ્વરૂપે જ ભગવાન આત્મા છે. આવા વીતરાગી ઘનમાં જે લીન થાય છે તેને શક્તિમાંથી વીતરાગતા વ્યક્ત-પ્રગટ થાય છે. અને તે વીતરાગતા પ્રગટ થઈ તે તપ છે, મુનિપણું છે. જો કે સાથે એષણાસમિતિનો વિકલ્પ હોય છે, છતાં તે વિકલ્પ મુનિપણું નથી એમ કહે છે.
અહીં કહે છે કે આવો પૂર્ણાનંદ પ્રભુ ભગવાન આત્મા છે તેમાં જેમની શુદ્ધોપયોગરૂપ
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૮].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
લીનતા જામી છે એવા મુનિ... ભલે (તેમને છઠે ગુણસ્થાને) વિકલ્પ હોય છે, છતાં પણ તે વખતે શુદ્ધ પરિણતિ અંદર જામેલી હોય છે. તો એવા તે મુનિ... દેદીપ્યમાન મુક્તિ વારાંગનાને પ્રાપ્ત કરે છે. જુઓ, પહેલાં ‘પૂર્ણ જ્ઞાનપ્રકાશવાળો આત્મા’ -એમ કહ્યું હતું ને? (એ દ્રવ્યની વાત કરી.) હવે, મુનિ પોતાની પર્યાયમાં દેદીપ્યમાન મુક્તિને પ્રાપ્ત કરે છે એમ કહે છે. (એ પર્યાયની વાત કરી.) અહો! સંતોના માર્ગ તો જુઓ! અરે! અજ્ઞાનીને સંતપણું તો પ્રગટ્યું નહીં, પરંતુ સંતપણું કેવું હોય તે પણ જાણ્યું નહીં.
અહા! કહ્યું કે આનંદદશાની પૂર્ણ પ્રાપ્તિ તે મુક્તિ છે. અને આવી તેની પરિણતિરૂપી સ્ત્રી છે તેને મુનિ પ્રાપ્ત કરે છે. હવે, જેમ બહારની સ્ત્રી તેના પતિને છોડે નહીં તેમ, તે પૂર્ણાનંદની પ્રાસિરૂપ પરિણતિ પણ દ્રવ્યને છોડશે નહીં.
- એ ૮૬ મો કલશ થયો. હવે ગાથા ૬૪. આદાનનિક્ષેપણસમિતિની વાત.
ગાથા – ૬૩ શ્લોક - ૮૬U
પ્રવચન નં. INST / પ૮
પ૯
તારીખ ૨૯-૬-૭ર ૩૦-૬-૭ર
Page #151
--------------------------------------------------------------------------
________________
છેગાથા - ૬૪ છે.
पोत्थइकमंडलाइं गहणविसग्गेसु पयतपरिणामो । आदावणणिक्खेवणसमिदी होदि त्ति णिहिट्ठा ॥६४॥ पुस्तककमण्डलादिग्रहणविसर्गयोः प्रयत्नपरिणामः । आदाननिक्षेपणसमितिर्भवतीति निर्दिष्टा ॥ ४॥
શાસ્ત્રાદિ ગ્રહતાં-મૂકતાં મુનિના પ્રયત પરિણામને આદાનનિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિષે. ૬૪.
અન્વયાર્થ:- (પુસ્તમીઠુતાતિપ્રવિયો:) પુસ્તક, કમંડળ વગેરે લેવા-મૂકવા સંબંધી (પ્રયત્નપરિણામ:) પ્રયત્નપરિણામ તે (માનનિક્ષેપણસમિતિ ) આદાનનિક્ષેપણસમિતિ (મતિ) છે (તિ નિર્વિ) એમ કહ્યું છે.
ટીકા:- અહીં આદાનનિક્ષેપણસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
આ, અપહૃતસંયમીઓને સંયમજ્ઞાનાદિકના ઉપકરણો લેતી-મૂકતી વખતે ઉત્પન્ન થતી સમિતિનો પ્રકાર કહ્યો છે. ઉપેક્ષાસંયમીઓને પુસ્તક, કમંડળ વગેરે હોતાં નથી; તે પરમજિનમુનિઓ એકાંતે (-સર્વથા) નિસ્પૃહ હોય છે તેથી જ તેઓ બાહ્ય ઉપકરણ રહિત હોય છે. અત્યંતર ઉપકરણભૂત, નિજ પરમતત્ત્વને પ્રકાશવામાં ચતુર એવું જે નિરુપાધિસ્વરૂપ સહજ જ્ઞાન તેના સિવાય બીજું કંઈ તેમને ઉપાદેય નથી. અપહૃતસંયમધરોને પરમાગમના અર્થનું ફરીફરીને પ્રત્યભિજ્ઞાન થવામાં કારણભૂત એવું પુસ્તક તે જ્ઞાનનું ૧. અપહૃતસંયમી = અપહૃતસંયમવાળા યુનિ. [અપવાદ, વ્યવહારનય, એકદેશપરિત્યાગ, અપહૃતસંયમ
(હીણો-ઓછપવાળો સંયમ), સરાગચારિત્ર અને શુભોપયોગ-એ બધાં એકાર્ય છે.] ૨. ઉપેક્ષાસંયમી = ઉપેક્ષાસંયમવાળા મુનિ. (ઉત્સર્ગ, નિશ્ચયનય, સર્વપરિત્યાગ, ઉપેક્ષાસંયમ,
વીતરાગચારિત્ર અને શુદ્ધોપયોગ-એ બધાં એકાર્ય છે.)
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ઉપકરણ છે; શૌચનું ઉપકરણ કાયવિશુદ્ધિના હેતુભૂત કમંડળ છે; સંયમનું ઉપકરણહેતુ પીંછી છે. આ ઉપકરણોને લેતી-મૂકતી વખતે ઉદ્ભવતી પ્રયત્નપરિણામરૂપ વિશુદ્ધિ તે જ આદાનનિક્ષેપણસમિતિ છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે.
(હવે ૬૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:) (મતિની)
समितिषु समितीयं राजते सोत्तमानां परमजिनमुनीनां संहतौ क्षांतिमैत्री । त्वमपि कुरु मन: पंकेरुहे भव्य नित्यं भवसि हि परमश्रीकामिनीकांतकांतः ॥८७॥
(શ્લોકાર્થ:-) ઉત્તમ પરમજિનમુનિઓની આ સમિતિ સમિતિઓમાં શોભે છે. તેના સંગમાં ક્ષાંતિ અને મૈત્રી હોય છે (અર્થાત્ આ સમિતિયુક્ત મુનિને ધીરજ-સહનશીલતાક્ષમા અને મૈત્રીભાવ હોય છે). હે ભવ્ય! તું પણ મન-કમળમાં સદા તે સમિતિ ધારણ કર, કે જેથી તું પરમશ્રીરૂપી કામિનીનો પ્રિય કાન્ત થઈશ (અર્થાત્ મુક્તિલક્ષ્મીને વરીશ). ૮૭.
ગાથા
-
૬૪ ઉપરનું પ્રવચન
શ્વેતાંબરમાં ‘આયાનભંડમતનિક્ષેપણસમિતિ' એમ આવે છે, જ્યારે અહીંયા
‘આદાનનિક્ષેપણસમિતિ’ છે. (આદાન = લેવું; નિક્ષેપણ = મૂકવું.) કેમ કે સાધુનેમુનિને વસ્ત્ર-પાત્રાદિ હોતાં જ નથી. તો પછી તેઓ વસ્ત્ર-પાત્રાદિને લે કે મૂકે ક્યાંથી? માટે, આ ‘આદાનનિક્ષેપણસમિતિ' શબ્દ યથાર્થ છે. અરે! શ્વેતાંબરમાં આખી સમિતિનો, નામમાં પણ, ફેર છે. અહા! વસ્ત્ર-પાત્ર રાખે અને પોતાને મુનિ માને તો તે મિથ્યાદષ્ટિ છે. આકરું કામ ભાઈ!
અહીંયા મુનિને વસ્ત્ર-પાત્રાદિ સિવાયના મોરપીંછી આદિ ઉપકરણ હોય તેની વાત છે. તેથી જુઓ પાઠમાં છે ને? કે ‘પોત્થમંડતારૂં દળવિસñસુ - શાસ્રાદિ ગ્રહતાંમૂકતાં.’ પાઠમાં ‘ઊત્થફ શબ્દ છે, તેનો અર્થ હરિગીતમાં ‘શાસ્ત્ર’ કર્યો છે અને તેને
Page #153
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૪].
[૧૪૧
ગ્રહતાં-સૂતાં એમ કહ્યું છે. પણ વસ્ત્ર-પાત્ર ગ્રહતાં-સૂતાં એમ કહ્યું નથી, (કેમ કે તે મુનિને હોતાં જ નથી.) અહા! દિગંબર અને શ્વેતાંબરની મુનિદશામાં મોટો ફેર છે - ઉગમણા અને આથમણા જેટલો ફેર છે. હવે આવું છે તેમાં તે બન્નેને સરખા કઈ રીતે માનવા? સમન્વય કઈ રીતે કરવો? (હા,) દિગંબર પણ છે અને શ્વેતાંબર પણ છે–એમ બન્ને છે એટલો સમન્વય છે. પરંતુ તે બન્ને સરખા છે એવો સમન્વય નથી. ખરેખર કોઈ વ્યક્તિ પ્રત્યે વિરોધ-વૈર ન હોય. છતાં વસ્તુની સ્થિતિ જેવી છે તેનાથી વિરૂદ્ધ જે કોઈ માનતો હોય તો તેની દષ્ટિ ખોટી છે એમ તેણે માનવું (-જાણવું) જોઈએ.
જુઓ ને શ્રી કુંદકુંદાચાર્યની સીધી ભાષા શું છે? કે “શાસ્ત્રાદિ ગ્રહતાં-મૂકતાં મુનિના પ્રયત પરિણામને” –શુભરાગરૂપ વિકલ્પને “આદાનનિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિષે'. જુઓ, કહે છે કે ભગવાનના આગમમાં – ભગવાનની વાણીમાંથી બનેલા આગમમાં – તો આ આવ્યું છે કે મુનિ માત્ર ‘શાસ્ત્રાદિ ગ્રહતાં-મૂકતાં’. પણ વસ્ત્ર-પાત્રાદિ લેવાં કે મૂકવાં એ મુનિને ત્રણકાળમાં હોઈ શકે નહીં. જો વસ્ત્રનો એક ધાગો રાખે અને પોતાને મુનિ માને કે મનાવે તો ‘નારૂ ગોવમ્' I (નિગોદમાં જશે). આમ “અષ્ટપાહુડમાં (સૂત્રપાહુડ ગા.૧૮ માં) છે. લ્યો, દિગંબર અને શ્વેતાંબર સરખા થાય તે બન્નેનો સમન્વય થાય – એવું બને નહીં એમ કહે છે. કેમ કે સત્ય માર્ગનું
સ્વરૂપ જ આવું છે ત્યાં બીજું શું થાય? જ્યાં ત્રણ કષાય રહિત મુનિપણાની વીતરાગી દશા અંદર પ્રગટી છે ત્યાં તેને વસ્ત્ર-પાત્ર લેવાનો વિકલ્પ જ ન હોય અને એવો સંયોગ પણ ન જ હોય. અર્થાત્ મુનિને વસ્ત્ર-પાત્રાદિના સંયોગનો પણ અભાવ હોય છે અને વસ્ત્ર-પાત્રાદિને લેવાના વિકલ્પનો પણ અભાવ હોય છે. - આ, વસ્તુની મર્યાદા છે. પણ શું થાય? (લોકો અન્ય રીતે માને છે.) કોઈ (અજ્ઞાની પોતાના માનેલા) પક્ષમાં ચડી જાય અને બીજી રીતે માને તો તે સ્વતંત્ર છે. બાકી માર્ગ તો આ છે. હવે, પહેલા શબ્દાર્થ-અયાર્થ કરીએ :
પુસ્તક, કમંડળ વગેરે લેવા-મૂકવા સંબંધી પ્રયત્નપરિણામ એ આદાન| નિક્ષેપણસમિતિ છે એમ કહ્યું છે.” ‘વગેરે” કહેતાં મુનિને લગતી વસ્તુ એવી પીંછી લેવી, પણ વસ્ત્રાદિ નહીં. અને દિટ્ટ-નિર્વિ' અર્થાત્ ભગવાનના આગમમાં આમ કહ્યું છે. તે સિવાયના બીજા (અજ્ઞાનીના બનાવેલા) આગમમાં એમ કહ્યું હોય કે વસ્ત્રપાત્ર લેવા-મૂકવા તે આદાનનિક્ષેપણસમિતિ છે, તો તે ભગવાનના આગમ નથી પણ કલ્પિત બનાવેલા છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પ્રશ્ન:- પ્રયત્નપરિણામ એટલે?
સમાધાન:- શુભપરિણામ—શુભરાગ—શુભભાવ. અહીંયા (બાહ્ય) ક્રિયાની વાત
નથી.
‘ટીકા:- અહીં આદાનનિક્ષેપણસમિતિનું સ્વરૂપ કહ્યું છે. આ, અપહૃતસંયમીઓને સંયમજ્ઞાનાદિકના ઉપકરણો લેતી-મૂકતી વખતે ઉત્પન્ન થતી સમિતિનો પ્રકાર કહ્યો છે.’
અપહૃતસંયમી એટલે વ્યવહારસંયમી. આ સંયમીને નિશ્ચય સમ્યગ્દર્શન અને નિશ્ચય સમ્યજ્ઞાન તો છે, પણ છઠ્ઠા ગુણસ્થાનની દશા છે. તેથી તે શુભોપયોગીને અપહૃતસંયમી કહ્યા છે. મતલબ કે જેમાં લેવા-મૂકવાનો વિકલ્પ ઉઠે છે એવા છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાવાળાને અપહૃતસંયમી કહ્યા છે. જુઓ, નીચે ફૂટનોટ છે :
=
‘અપહૃતસંયમી અપહૃતસંયમવાળા મુનિ. [અપવાદ, વ્યવહારનય, એકદેશપરિત્યાગ, અપહૃતસંયમ (હીણો-ઓછપવાળો સંયમ), સરાગચારિત્ર અને શુભોપયોગ – એ બધાં એકાર્થ છે.]’
અપહૃતસંયમી એટલે ‘અપવાદી મુનિ'. અપવાદી મુનિનો અર્થ એ છે કે જેને છઠ્ઠા ગુણસ્થાનનો શુભરાગવાળો ભાવ છે તે. અર્થાત્ જે છઠ્ઠા ગુણસ્થાનમાં છે અને જેને વિકલ્પ ઉઠ્યો છે તે અપવાદી મુનિ છે. જોકે તેમને નિશ્ચય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપનો અનુભવ છે તથા ત્રણ કષાયનો અભાવ પણ છે. પરંતુ સંયમના બે પ્રકાર પાડતાં તેમને છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય શુભરાગ ઉઠ્યો છે. તેથી, ત્રણ કષાયનો અભાવ છે તોપણ હજુ શુભરાગ છે તેથી, અપતસંયમી—અપવાદી મુનિ—કહેવામાં આવે છે. તેઓ ‘વ્યવહાર રત્નત્રયવાળા' મુનિ છે. આ ફૂટનોટના શબ્દો તો ભાઈ! પ્રવચનસારમાં છે ને? ત્રીજા ‘ચરણાનુયોગ ચૂલિકા' અધિકારની ૨૩૦ મી ગાથા છે તેની શ્રી જયસેનાચાર્યકૃત સંસ્કૃત ટીકાના આ શબ્દો છે. જુઓ તો એક શૈલી!
અહા! મુનિને સમ્યગ્દર્શન એટલે કે પૂર્ણ આનંદકંદ પ્રભુ આત્માનો અનુભવ થઈને સમ્યક્ પ્રતીતિ થઈ છે અને આત્માનું સ્વસંવેદન જ્ઞાન પણ થયું છે. તે ઉપરાંત છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય સ્વરૂપની સ્થિરતા પણ થઈ છે. પરંતુ તેમને સંજ્વલનનો વિકલ્પ ઉઠે છે કે આ લઉં ને મૂકું. તો, તેવી વૃત્તિવાળા મુનિને અપવાદી મુનિ, વ્યવહારનયવાળા મુનિ કહ્યા છે. તેમને નિશ્ચય (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) તો છે, પણ શુદ્ધોપયોગ નથી. તેથી રાગવાળા તે મુનિને વ્યવહારી મુનિ કહ્યા છે. પરંતુ જેને અંતરમાં સમ્યગ્દર્શન,
Page #155
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૪]
[૧૪૩
જ્ઞાન અને ચારિત્રની દશા નથી તેને તો વ્યવહારી મુનિ પણ કહેતાં નથી. અહા ! મુનિદશાની આ એક વાત તો જુઓ! કેટલી નિર્મળ-સ્પષ્ટ છે! આમાં ક્યાંય (શંકાસંદેહ રહે એવું નથી.) કહે છે કે જેમણે પૂર્ણ જ્ઞાનપ્રકાશની મૂર્તિ ધ્રુવ ચૈતન્ય ભગવાન આત્માને દૃષ્ટિમાં લઈને અનુભવ્યો છે અને જેમને નિર્વિકલ્પ આનંદનો સ્વાદ આવ્યો છે અર્થાત્ જેમને સમ્યગ્દર્શન થયું છે, સમ્યક્ સ્વસંવેદન—સ્વનું પ્રત્યક્ષ જ્ઞાન—થયું છે અને સ્વરૂપની ત્રણ કષાયના અભાવવાળી સ્થિરતા પણ છે તેમને (તે સાધુને) શુભવિકલ્પ ઉઠે છે તો અપવાદી સાધુ, વ્યવહારનયવાળા સાધુ કહેવાય છે. લ્યો, આ વ્યવહારી સાધુ છે.
પ્રશ્ન:- દ્રવ્યલીંગી નગ્ન દિગંબર સાધુ એ વ્યવહારી મુનિ નહીં?
સમાધાન:- નહીં. અરે! વસ્તુસ્થિતિ જ આવી છે એમાં બીજું શું થાય? આ લેવા-મૂકવાની વૃત્તિના સમયની વાત છે. મતલબ કે વ્યવહારસમિતિનો રાગ છે તે સમયની આ વાત છે.
અહીં કહે છે કે મુનિને યોગ્ય શુદ્ધોપયોગ—કે જે સાતમા ગુણસ્થાને હોય છે તે— સહિત મુનિને નિશ્ચય સાધુ કહીએ અને જેમને અંતરમાં નિશ્ચય (રત્નત્રય) તો છે, પણ મુનિને યોગ્ય શુદ્ધોપયોગનો અભાવ છે તેમને અપવાદી મુનિ, વ્યવહારનયવાળા મુનિ કહીએ. કેમ કે શુભવિકલ્પ અપવાદ છે અને દોષ છે. તેમને ‘એકદેશપરિત્યાગી' પણ કહીએ. કારણ કે તેમને અત્યારે શુદ્ધોપયોગ નથી. જોકે તેમને રાગની અશુભતા (-અશુભરાગ) ટળી છે, પણ શુભરાગ ટળ્યો નથી અને શુભરાગ આવ્યો છે. માટે તેમને એકદેશપરિત્યાગી મુનિ કહેવાય છે. તેમને ‘અપહૃતસંયમી અર્થાત્ હીણા-ઓછપવાળા સંયમી’ પણ કહેવાય છે. તેમને ‘સરાગચારિત્રવાળા' પણ કહીએ. પરંતુ આવા મુનિને હોં. એટલે કે જેમને છઠ્ઠા ગુણસ્થાનમાં લેવા-મૂકવાનો શુભવિકલ્પ ઉઠ્યો છે તેમને સરાગચારિત્રવાળા કહીએ. તેમને જોકે અંદરમાં ત્રણ કષાયના અભાવવાળું ચારિત્ર તો છે, પણ તેઓ શુદ્ધોપયોગમાં ઠર્યા નથી. માટે તેમને સરાગચારિત્રવાળા કહીએ. તેઓ સરાગચારિત્રવાળા છે એટલે તેમને એકલો શુભરાગ જ છે એમ નથી.
‘પ્રવચનસાર’ની પ્રથમ પાંચ ગાથામાં એમ કહ્યું છે કે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ પરમ શુદ્ધોપયોગી જ હોય છે. (તેમણે પરમ શુદ્ધ ઉપયોગભૂમિકાને પ્રાપ્ત કરી છે.) અર્થાત્ પરમ શુદ્ધોપયોગને જ ગ્રહણ કર્યો છે, પણ વ્યવહારને ગ્રહણ કર્યો નથી. છતાં વચ્ચે વ્યવહાર આવી જાય છે તે અપવાદ માર્ગ છે. તેમ જ ‘મોક્ષમાર્ગ પ્રકાશક’માં પણ એમ લીધું છે કે મુનિ એટલે જેમણે શુદ્ધોપયોગ ગ્રહણ કર્યો છે . (‘શુદ્ધોપયોગરૂપ
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
મુનિધર્મ’ - પ્રથમ અધિકાર). - આવું મુનિપણું હોય છે. આ સિવાય મુનિ નામ ધરાવે એટલે કાંઈ મુનિ ન થઈ જાય. તેમ જ કોઈ નન્ન થયો હોય અને ૨૮ મૂળગુણનો વિકલ્પ હોય તો પણ મુનિ નથી. તે વ્યવહારે પણ મુનિ નથી, કારણ કે વ્યવહાર મુનિ તો એને કહીએ કે જેને અંતરમાં અતંદ્રિય આનંદનો ઉગ્ર સ્વાદ—તે સ્વાદને માટે સમયસારની પાંચમી ગાથામાં કહ્યું છે કે પ્રચુર સ્વસંવેદન પ્રગટ્યો છે અને જે અત્યારે શુભોપયોગમાં છે.
-
અહા! શ્રી ‘સમયસાર’ની પાંચમી ગાથામાં શ્રી કુંદકુંદાચાર્ય કહે છે કે અમને પ્રચુર સ્વસંવેદન પ્રગટ્યું છે તે અમારો નિજવૈભવ છે અને તેનાથી અમે સમયસાર કહીશું. ચોથે ગુણસ્થાને આનંદનું સંવેદન છે, પણ પ્રચુર નથી. પાંચમે ગુણસ્થાને ચોથા ગુણસ્થાનથી વિશેષ આનંદનું સંવેદન છે અને છ ગુણસ્થાને તો પાંચમા ગુણસ્થાનથી પણ વિશેષ આનંદનું સંવેદન છે. ત્યાં અતીંદ્રિય આનંદની શક્તિમાંથી પર્યાયમાં ઘણી જ વ્યક્તતા —પ્રગટતા—થઈ છે. પરંતુ તેઓ (-મુનિરાજ) અત્યારે શુભોપયોગમાં છે, તેથી તેમને સરાગચારિત્રવાળા કહ્યા છે. પણ સરાગચારિત્રવાળા છે એટલે તેમને એકલો શુભરાગ જ છે એમ નથી. તેમને અંદરમાં સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર તો છે, પણ અત્યારે તેઓ શુદ્ધોપયોગમાં નથી. તેથી, રાગના વિકલ્પ સહિત જે છે તેમને, સરાગચારિત્રવાળા કહ્યા છે. એ સરાગચારિત્રવાળા ‘શુભોપયોગી’ છે અર્થાત્ સરાગચારિત્રવાળા કહો કે શુભોપયોગી કહો - એક જ છે. કેમ કે લેવું-મૂકવું એ શુભરાગ છે ને? આવા શુભોપયોગી મુનિ સાસવી છે, અપવાદી છે.
-
કહે છે કે આવા અપહૃતસંયમીઓને સંયમ, જ્ઞાન, આદિના ઉપકરણો લેતી-મૂકતી વખતે ઉત્પન્ન થતી વ્યવહારસમિતિનો આ પ્રકાર છે. જુઓ! જેમને અંદરમાં સમ્યગ્દર્શન અને જ્ઞાન સાથે સંયમ છે અર્થાત્ સંયમ = સમ્ + યમ = સમ્યગ્દર્શનપૂર્વક જેમને અંદરમાં સ્થિરતા-લીનતા છે તેમની આ વાત છે. અહા! કેટલી ચોક્ખી વાત છે! આમાં ક્યાંય જરા પણ આડું-અવળું કરે તો તેનું ઘર જાય એવું છે. (-તેની માન્યતા ખોટી થાય.)
પ્રશ્ન:- જે આવો વ્યવહાર-શુભોપયોગ-પાળે છે તે શુભોપયોગી મુનિ છે ને?
સમાધાન:- ભાઈ! તે (દ્રવ્યલીંગી મુનિની) અહીંયા વાત નથી. આ તો જેમને અંદરમાં નિશ્ચય દર્શન, જ્ઞાન અને સંયમ છે તેમને આવી સમિતિનો વિકલ્પ ઉઠે છે તો ‘શુભોપયોગી મુનિ' કહે છે અને વિકલ્પને વ્યવહારસમિતિ કહે છે એમ કહેવું છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૪].
[૧૪૫
હવે, છઠ્ઠા ગુણસ્થાનવાળાની વાત કરતાં પહેલાં નિશ્ચય સમિતિની—સાતમા ગુણસ્થાનવાળાની – વાત કરે છે. નીચે ફૂટનોટ છેઃ
‘ઉપેક્ષાસંયમી = ઉપેક્ષાસંયમવાળા મુનિ. (ઉત્સર્ગ, નિશ્ચયનય, સર્વપરિત્યાગ, ઉપેક્ષાસંયમ, વીતરાગચારિત્ર અને શુદ્ધોપયોગ–એ બધાં એકાર્ય છે.) (૧) પહેલાં (ઉપર કહ્યા તે અપહતસંયમી) અપવાદી મુનિ છે, જ્યારે આ ઉપેક્ષાસંયમી
ઉત્સર્ગ મુનિ છે. (૨) પહેલાં (ઉપર કહ્યા તે અપહૃતસંયમી) છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાના વિકલ્પવાળા
વ્યવહારનયવાળા મુનિ છે, જ્યારે આ ઉપેક્ષાસંયમી નિશ્ચયનયવાળા મુનિ છે. અહા! જેનો ઉપયોગ અંદર ઠરી ગયો છે – જે શુદ્ધોપયોગમાં રમે છે – તેને નિશ્ચયનયના
સાધુ કહીએ. લ્યો, આ, છઠ્ઠા ને સાતમા ગુણસ્થાન વચ્ચેની રમતની વાતો છે. (૩) અપહૃતસંયમીને છઠ્ઠા ગુણસ્થાનના શુભરાગમાં અશુભરાગનો ત્યાગ છે, પણ
શુભરાગનો ત્યાગ નથી અર્થાત્ તેમને હજુ રાગનો અંશે ત્યાગ છે. તેથી તેમને એકદેશપરિત્યાગ મુનિ કહ્યા છે. જ્યારે ઉપેક્ષાસંયમીને સર્વ રાગનો ત્યાગ છે, તેથી તેમને સર્વપરિત્યાગ મુનિ કહ્યા છે. તેઓ તો શુભરાગનો પણ ત્યાગ કરીને
શુદ્ધોપયોગમાં રમે છે. માટે તેમને સર્વપરિત્યાગ મુનિ કહ્યા છે. (૪) અપહૃતસંયમીને અપહૃતસંયમવાળા કહેવાય છે, જ્યારે આ ઉપેક્ષાસંયમીને ઉપેક્ષા
સંયમવાળા કહેવાય છે. તેમને કાંઈ અપેક્ષા રહી નથી, સર્વથી ઉપેક્ષા થઈ ગઈ છે. અરે! શુભરાગની પણ અપેક્ષા રહી નથી. તેથી તેમને જુઓ ને! “ઉપેક્ષાસંયમ’ કહ્યો છે ને? અહા! ત્યાં રાગાદિ સર્વની ઉપેક્ષા છે, પણ કોઈ અપેક્ષા રહી નથી. માટે ઉપેક્ષાસંયમ છે. જ્યારે છઠે ગુણસ્થાને રાગની થોડી અપેક્ષા રહી છે (-શુભરાગ રહ્યો છે), તેથી તે—અપેક્ષા રહે તે—ઉત્સર્ગ માર્ગ નથી. ગજબ વાત છે ને! સંતોની કથની ગજબ છે. અહા! અનાદિ સનાતન વીતરાગ પંથનો પ્રવાહ આ છે. આમાં કાંઈપણ ફેરફાર કે ઓછું-વતું કરશે તો માર્ગ નહીં રહે. આવો માર્ગ છે!
આવી વાત છે. (૫) અપહતસંયમીને સરાગચારિત્રવાળા કહેવાય છે, જ્યારે ઉપેક્ષાસંયમીને
વીતરાગચારિત્રવાળા કહેવાય છે. તથા (૬) અપહતસંયમીને શુભોપયોગી કહેવાય છે, જ્યારે ઉપેક્ષાસંયમીને શુદ્ધોપયોગી
કહેવાય છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
- શ્વેતાંબરમત તો સાધુને ચૌદ ઉપકરણ ઠરાવે છે. પણ તે બધું ગપગપ (-કલ્પના) છે. સ્થવરકલ્પી સાધુ હોય કે જિનકલ્પી સાધુ હોય, તેમને વસ્ત્ર-પાત્રનો ત્યાગ જ હોય છે. કેમ કે મુનિ જ એને કહીએ કે જેમને વસ્ત્રનો ધાગો કે પાત્ર નથી, પણ નગ્નદશા છે; તેમ જ ર૮ મૂળગુણનો વિકલ્પ તથા તેની સાથે સર્વ સંયમ ને શુદ્ધજ્ઞાન અંદરમાં વર્તે છે. હવે કહે છે કે, જે તેમને આવો–શાસ્ત્રાદિ લેવા-મૂકવાનો — વિકલ્પ ઉઠ છે તો વ્યવહારી સાધુ, આમ્રવવાળા સાધુ, શુભોપયોગી સાધુ, અપહૃતસંયમી સાધુ કે એકદેશયાગી સાધુ કહેવાય છે અને જે મુનિ અંદર શુદ્ધોપયોગમાં વર્તે છે તેમને નિશ્ચયનયવાળા સાધુ, ઉત્સર્ગી સાધુ, વીતરાગી સાધુ કે સર્વદશત્યાગી સાધુ કહેવાય છે. જુઓ, આવું સાધુપણું છે!
અહા! જે ગ્રંથમાંથી નીકળી ગયા છે (જેમને પરિગ્રહ છૂટી ગયો છે, તેમને નિગ્રંથ કહીએ અને અંતરમાં પરિગ્રહની મમતા હોયા વિના બાહ્યમાં પરિગ્રહ રહે એમ બને નહીં અર્થાત્ પરિગ્રહની મૂછનો ભાવ અંતરમાં ન હોય ને બાહ્યમાં વસ્તુ (પરિગ્રહ) રહે એમ બને નહીં. માટે જ્યાં સુધી પરિગ્રહનું મન-વચન-કાયથી કરવું-કરાવવું-અનુમોદન ન છૂટે ત્યાંસુધી મુનિપણું આવે નહીં. આ વિષે “મોક્ષમાર્ગ પ્રકાશકમાં બહુ સરસ કહ્યું છે. ત્યાં પ્રશ્ન કર્યો છે કે મુનિને પરિગ્રહ છે, પણ તેની મમતા નથી. તેના ઉત્તરમાં (પં. ટોડરમલજીએ) કહ્યું કે પરિગ્રહની મમતા તો સમ્યગ્દર્શનમાં પણ નથી કે રાગ મારો છે અને વસ્ત્ર મારાં છે. જ્યારે અહીં મુનિપણામાં તો સ્થિરતા પ્રગટી છે. તે અંદર સ્થિરતામાં એટલી વીતરાગતા હોય છે કે મુનિને વિકલ્પ ઉઠે છે તે મર્યાદિત હોય છે. (-પાંચમો અધિકાર, શ્વેતાંબરમત નિરાકરણ પ્રકરણ.) આહાર લેવો, જ્ઞાન અને સંયમના ઉપકરણ લેવા-મૂકવા વગેરેનો બસ-ક્ત એટલો–વિકલ્પ મુનિને હોય છે. મુનિને એટલી મર્યાદાનો જ આસ્રવ હોય છે. જો તેથી વધારે આસ્રવ કોઈને હોય અને તેને મુનિ માને તો તે જીવને મુનિના આસવનું પણ ભાન નથી, મુનિના સંવરનું પણ ભાન નથી ને મુનિને અજીવનો સંયોગ કેટલો ઘટી ગયો છે તેનું પણ ભાન નથી. તે નવે તત્ત્વની શ્રદ્ધાથી વિરુદ્ધ છે. અહીં તો એવી વાત છે ભાઈ!
કોઈને વસ્ત્ર-પાત્રનો સંયોગ હોવા છતાં જે મુનિપણું માને તો તેને (૧) મુનિને અજીવનો કેટલો સંયોગ રહ્યો હોય તેની ખબર નથી, (૨) મુનિને આસવરૂપ વિકલ્પ કેટલી મર્યાદાનો હોય તેની ખબર નથી,
Page #159
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૪].
[૧૪૭
(૩) મુનિને સંવરની કેટલી ઉગ્ર દશા હોય તેની ખબર નથી, (૪) મુનિને નિર્જરા કેવા પ્રકારની હોય તેની ખબર નથી અને તેને (૫) મુનિએ દ્રવ્યનો (-જીવનો) કેટલો આશ્રય લીધો છે તેની પણ ખબર નથી.
આવી વાત છે! શું એ વાત કાંઈ શ્રી કુંદકુંદાચાર્ય એમ જ (-વિના પ્રયોજને) કહી દીઘી છે કે મુનિ વસ્ત્રનો ધાગો રાખે તો નિગોદમાં જશે? તે કાંઈ એમ ને એમ કહી દીધું નથી. તેની (વસ્ત્ર સહિત મુનિપણું માનનારની) તો નવે તત્ત્વમાં મોટી ભૂલ છે અને તે તો મિથ્યાત્વભાવ છે. માટે તે નિગોદમાં જશે' એમ કહ્યું છે. મિથ્યાત્વનું ફળ નિગોદ જ છે. (સમયસારના પરિશિષ્ટમાં અનેકાંતના) ૧૪ બોલમાં એકાંતવાદી મિથ્યાદષ્ટિને ‘પશુ' કહ્યો છે ને? કે એકાંત માનનારો (મિથ્યાદષ્ટિ) તો પશુગતિમાં અવતરશે. આવો માર્ગ છે બાપુ! આ કાંઈ કોઈ વ્યક્તિ માટે વાત નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ આવું છે. વસ્તુ આમ પોકારી રહી છે એમ અહીં કહે છે.
‘ઉપેક્ષાસંયમીઓને પુસ્તક, કમંડળ વગેરે હોતાં નથી; તે પરમજિનમુનિઓ એકાંતે (-સર્વથા) નિસ્પૃહ હોય છે તેથી જ તેઓ બાહ્ય ઉપકરણ રહિત હોય છે.'
અપહૃતસંયમવાળાને શુભભાવ હોય છે. તેથી શુભભાવનું નિમિત્ત (એવા પુસ્તક, કમંડળ વગેરે) પણ હોય છે. જ્યારે ઉપેક્ષાસંયમવાળા પરમજિનમુનિઓને એકાંતે-સર્વથા શુભરાગનો ત્યાગ હોય છે. તેથી બાહ્ય ઉપકરણોનો પણ તેમને ત્યાગ હોય છે.
મુનિને છઠું-સાતમું ગુણસ્થાન (દિવસમાં) હજારો વાર આવે છે. એક અંતર્મુહૂર્તમાં પણ છઠું-સાતમું ગુણસ્થાન અનેક વાર આવે છે. કારણ કે છઠ્ઠા ગુણસ્થાનની સ્થિતિ – મુદત જ પોણી સેકંડની અંદર છે અને સાતમા ગુણસ્થાનની સ્થિતિ તેનાથી અડધી છે. મુનિ તે બે ગુણસ્થાનોમાં આવ-જા કર્યા કરે છે. પણ જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં હોય છે અર્થાત્ વિકલ્પ ઉઠે છે ત્યારે તેમને વ્યવહારી સાધુ કહેવાય છે અને વિકલ્પનો અભાવ થઈને
જ્યારે (સાતમા ગુણસ્થાનમાં) શુદ્ધોપયોગમાં સ્થિર થાય છે ત્યારે તેમને નિશ્ચય સાધુ, સર્વત્યાગી સાધુ કે ઉપેક્ષા સંયમવાળા સાધુ કહેવાય છે. એટલે કે તેમને બધી ઉપેક્ષા થઈ ગઈ છે, અંદરમાં ઠર્યા છે. આ વાત શ્રી ‘પ્રવચનસારના ત્રીજા અધિકારમાં પણ ભાઈ! આવે છે ને? કે અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ. (ગાથા ૨૨૨) તથા શ્રી પ્રવચનસાર’માં એ પણ કહ્યું છે ને? કે મુનિને શરીર છે તે—કે જે સદાય સાથે છે તે– ઉપકરણ છે, મુનિ
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૮].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ગુરુની વાણી સાંભળે તે પણ ઉપકરણ છે તેમ જ મુનિ વિનય કરે તે પણ ઉપકરણ છે. છતાં પણ તેની સ્પૃહા નથી. (ગાથા ૨૫ તથા ૨૨૬) કેમ કે તે (વાણી સાંભળવી, વિનય કરવો વગેરે) વિકલ્પ છે ને? આવો માર્ગ છે. અહા! નિર્મળતાની ધારામાં આવો (વિનયનો કે વાણી સાંભળવાનો) વિકલ્પ ઉઠ તે, કહે છે કે, મલિનતા છે હોં. અને તે સાસવી સાધુ છે હોં. જ્યારે સાતમાં ગુણસ્થાનવાળા નિરાસવી સાધુ છે. આવી પ્રવચનસારમાં મૂળ ગાથા છે. (ગાથા ર૪૫) ગજબ વાત છે! લ્યો, આવું સત્ય છે. અહા! સત્ય તે સત્ય જ છે. સત્યને કાંઈ આડું-અવળું કરવાની જરૂર નથી.
અહીં કહે છે કે પરમજિનમુનિઓ – જિન વીતરાગસ્વરૂપ આત્મામાં અંદર ઠરી ગયેલા મુનિઓ–શુદ્ધોપયોગમાં રમનારા મુનિઓ–સર્વથા નિસ્પૃહ હોય છે અને તેથી બાહ્ય ઉપકરણ રહિત હોય છે અર્થાત્ તેમને વાણી સાંભળવી, વિનય કરવો વગેરે એવા ઉપકરણ હોય નહીં તથા જ્ઞાન ને સંયમના નિમિત્તરૂપ જે (જડ) ઉપકરણ છે તે પણ હોય નહીં. તેમને કાંઈ (-કોઈ ઉપકરણ) ન હોય. (હા), હવે પછી, તેમને અત્યંતર ઉપકરણ હોય એમ કહેશે હોં. જ્યારે અપહતસંયમીને છઠ્ઠા ગુણસ્થાને સાચા જ્ઞાન ને સંયમ હોવા છતાં શુભ વિકલ્પ ઉઠે છે, શુભરાગરૂપ અલ્પ સ્પૃહા રહી ગઈ છે, જ્ઞાન અને સંયમના ઉપકરણો લેવા-મૂકવાની વૃત્તિ હોય છે. તેથી, કહે છે કે, તેઓ સર્વથા નિસ્પૃહ નથી. આવી વાત છે. અરે! આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છે. આ દિગંબર ધર્મ એ કોઈ સંપ્રદાય નથી. પણ વસ્તુની મર્યાદાની સ્થિતિનું વર્ણન છે. તો, અહીં વસ્તુની મર્યાદાના વર્ણનમાં મુનિની ભૂમિકામાં મલિનતાનો અંશ કેટલો હોય અને મલિનતા ટળીને નિર્મળતા કેટલી હોય તેનું વર્ણન છે.
“અત્યંતર ઉપકરણભૂત, નિજ પરમતત્ત્વને પ્રકાશવામાં ચતુર એવું જે નિરુપાધિસ્વરૂપ સહજ જ્ઞાન તેના સિવાય બીજું કંઈ તેમને ઉપાદેય નથી.”
સહજ જ્ઞાન = ત્રિકાળી સ્વાભાવિક જ્ઞાન. જુઓ, હવે કહે છે કે અત્યંતર ઉપકરણભૂત સહજ જ્ઞાન છે અને તે મુનિનું ઉપકરણ છે. પૂર્ણાનંદસ્વરૂપ અખંડ અભેદ એવા નિજ પરમતત્ત્વને પ્રકાશવામાં ચતુર એવું જે આ નિરુપાધિસ્વરૂપ સ્વાભાવિક જ્ઞાન છે – જે પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ છે - તે એક જ મુનિને ઉપાદેય છે. તે સિવાય વર્તમાન પર્યાય પણ ઉપાદેય નથી. અરે! આવી વસ્તુની સ્થિતિ છે એમ પહેલાં નક્કી-નિર્ણય તો કરે? પરંતુ જેને દેવ-ગુરુ કેવા હોય, શાસ્ત્રના કથન કેવા હોય તેના નિર્ણયના પણ
Page #161
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૪]
[૧૪૯
ઠેકાણા નથી તેને દેવ-શાસ્ર-ગુરુની શ્રદ્ધા જ ક્યાં છે? અહા! દિગંબર સંતોની વાણી -કથની તો જુઓ! તે વસ્તુનું સ્વરૂપ જ વર્ણવે છે.
અહીં કહે છે કે પૂર્ણ જ્ઞાનઘન-ચિદ્દન એવું જે પૂર્ણ શક્તિરૂપ સત્ત્વ છે તે જ ધર્મીજીવનું (મુનિનું) ઉપકરણ છે. મુનિની સમીપમાં સહજભાવ પડ્યો છે અને તે મુનિનું ઉપકરણ છે. અહા! પૂર્ણ જ્ઞાનસ્વરૂપ, પૂર્ણ આનંદસ્વરૂપ, પૂર્ણ ધ્રુવસ્વરૂપ એવા આત્માના સમીપમાં મુનિના પરિણામ વર્તે છે, પણ કાંઈ બહાર રહેતા નથી. તેમને શુદ્ધોપયોગમાં એકલો સ્વનો આશ્રય હોય છે. જ્યારે શુભરાગમાં પરાશ્રય હોય છે, કેમ કે વિકલ્પ બહારને લક્ષે ઉત્પન્ન થાય છે.
અહીં માત્ર ‘સહજ જ્ઞાન’ કહ્યું છે, પણ તેની સાથે ત્રિકાળી સહજ આનંદ, ત્રિકાળી સહજ સ્થિરતા-શાંતિ-ચારિત્ર વગેરે પણ લઈ લેવા. અને તે સિવાય બીજું કાંઈ મુનિને ઉપાદેય નથી એમ કહે છે. અહા! ઉપકરણ તો ઉપાદેય નથી, ઉપકરણ સંબંધીનો રાગ તો ઉપાદેય નથી, પરંતુ નિર્મળ પર્યાય પ્રગટી છે તે પણ મુનિને ઉપાદેય નથી. તેઓ તો ધ્રુવસ્વરૂપને જ ઉપાદેય કરીને અંદર સ્વરૂપમાં પડ્યા છે. જુઓ, આ સાતમા ગુણસ્થાનની દશા! આવી દશા મુનિને દિવસમાં હજારો વાર આવે છે. એક અંતર્મુહૂર્તમાં અનેક વાર સાતમું ગુણસ્થાન મુનિને આવે એવો ધવલમાં પાઠ છે. અહો! મુનિ પરમેશ્વર પદમાં ભળ્યા છે ને? મુનિની દશા તો જુઓ!
‘અપહૃતસંયમધરોને પરમાગમના અર્થનું ફરીફરીને પ્રત્યભિજ્ઞાન થવામાં કારણભૂત એવું પુસ્તક તે જ્ઞાનનું ઉપકરણ છે.’
અપહૃતસંયમધરને કે જે શુભ વિકલ્પમાં આવ્યા છે તેમને પણ છે તો શુદ્ધ ચૈતન્ય આનંદકંદ આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને સંયમ. અર્થાત્ તેમને પણ સંયમ-સ્થિરતા દશા તો છે, પરંતુ તેમને સાતમા ગુણસ્થાનની શુદ્ધોપયોગ દશા નથી. એટલે તેઓ શુભ વિકલ્પમાં છે અને ત્યારે તેમને જ્ઞાનને ફેરવવાનું (-જ્ઞાનના અભ્યાસનું) નિમિત્ત એવું પુસ્તક હોય તે ઉપકરણ છે. લ્યો, શાસ્ત્ર પણ શુભ વિકલ્પનું નિમિત્ત છે તથા શાસ્ત્રનું ભણવું અને વાંચવું એ પણ શુભ વિકલ્પ છે એમ કહે છે. શાસ્ત્ર ભણવામાં લક્ષ જાય એ વિકલ્પ છે, તેમાંથી કાંઈ શાંતિ કે સ્થિરતા આવતી નથી. શાંતિ કે સ્થિરતા તો અંદર ધ્રુવનો આશ્રય કરે તેમાંથી આવે છે.
આ રીતે કહ્યું કે શુદ્ધોપયોગવાળાને નિશ્ચય ઉપકરણ આત્મા છે અર્થાત્ તેનો (-શુદ્ધોપયોગનો) આશ્રય આત્મા છે. જ્યારે શુભ વિકલ્પવાળાને જ્ઞાનનું ઉપકરણ એવું
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
શાસ્ત્ર નિમિત્તરૂપે હોય છે. લ્યો, સાધુ જ્ઞાનના ઉપકરણ તરીકે શાસ્ત્ર ભણે તો પણ, કહે છે કે, વ્યવહારી સાધુ છે. અહા! આવો માર્ગ છે!
અરે! આવા દશાવંત સાધુ ક્યાં છે? (ક્યાં નજરે પડે છે?) અને સ્ત્રીઓને તો આવું સાધુપણું હોય જ નહીં, કેમ કે સ્ત્રીને છઠ્ઠ ગુણસ્થાન હોય જ નહીં. બાપુ! આ તો વસ્તુની સ્થિતિ છે. ભગવાન! આ વાત કાંઈ માત્ર તારા માટે જ નથી તેમ જ તારો અનાદર કરવા માટે પણ નથી. અરે! વસ્તુની સ્થિતિ જ આવી છે કે પ્રભુ અને વસ્તુના સ્વભાવમાં આવી સ્થિતિ છે ત્યાં બીજું કેમ મનાય? “મોક્ષમાર્ગ પ્રકાશક માં (પાંચમા તથા છઠ્ઠા અધિકારમાં) ૫. ટોડરમલજીએ લખ્યું નથી? કે હંસ દેખાતા નથી તેથી કાંઈ બગલાને/કાગડાને હંસ મનાય? તન મનાય.) મારગ બાપા ! આવો છે ભાઈ. તેની શ્રદ્ધામાં આવું યથાર્થ સ્વરૂપ આવવું જોઈએ. એટલે કે તે નિગ્રંથપણાને જ મુનિપણું માને, પણ તે સિવાય બીજી રીતે મુનિપણું માને નહીં.
અહા! આ તો વીતરાગ માર્ગ છે. શું આ કાંઈ કોઈના પક્ષનો માર્ગ છે? (ના.) તો, કહે છે કે વીતરાગ ત્રિલોકનાથ સર્વજ્ઞના જ્ઞાનમાં એમ આવ્યું છે કે મુનિદશાની ભૂમિકામાં આવી જ ભૂમિકા હોય (-પાંચ મહાવ્રતાદિનો વિકલ્પ જ હોય.) માટે જે તેનું યથાર્થ જ્ઞાન નહીં કરે તો જ્ઞાન વિપરીત થઈ જશે. અહો! સાધુપણું કોને કહે? બાપુ! અત્યારે તો વ્યવહાર ક્રિયાના પણ ક્યાં ઠેકાણાં છે? કેમ કે સાધુને માટે કરેલા ચોકાના આહાર-પાણી સાધુ લે છે. તેથી એ તો બિલકુલ ઉદેશીક આહાર-પાણી છે. અરે! છાપામાં (-જૈન પત્રિકાઓમાં) લખાણ આવે છે કે “મહારાજને આહાર દેવાનો લાભ લેવા માટે ચોકા કરવા આવજે.” અરર! શું આવા લખાણ જૈનદર્શનના છાપાઓમાં હોય? એક બાજુ જૈનના છાપા કહેવા અને બીજી બાજુ તેમાં આવા ગોટાળા નાખવા? (-વિપરીતતા લખવી ?) પણ લોકોને ભાન કયાં છે?
અમારા (સંપ્રદાયના ગુરુ) હીરાચંદજી મહારાજ સવારના ચાર-પાંચ ગાઉનો વિહાર કરીને (કોઈ ગામ નજીક) આવ્યા હોય તો પહેલા ગામમાં ન જાય. પણ ગામ બહાર કોઈ નેરું (પાણી વગરનું વોકળું) હોય ત્યાં સંતાઈને બેસે અને અડધો કલાક-કલાક સ્વાધ્યાય કરે. પછી ૯-૩૦/૧૦ વાગે ત્યારે ગામમાં જાય. એટલે પછી ગામમાં કોઈ શ્રાવક ચપટી ચોખા કે પાણીનું બિંદુ પણ સાધુ માટે બનાવે નહીં. ત્યારબાદ તેઓ ચારપાંચ ઘરેથી આહાર લે. અને પાણી ન મળે તો તેને ઠેકાણે છાસ લે. જે તેમને ખબર
Page #163
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૪]
[૧૫૧
પડે કે સાધુને માટે પાણી બનાવ્યું છે તો બિલકુલ લે નહીં. આવી બહુ સખત ક્રિયા તેમની હતી. ગામડામાં હીરાચંદજી મહારાજ જાય ત્યારે લોકો તો રાડ નાખે હો. તેઓ ગામડામાં જાય ત્યારે પહેલાં વ્યાખ્યાનમાં એ ઉપદેશ આપે કે સાધુ માટે આહાર-પાણી બનાવીને સાધુને આપે તો તે ગર્ભમાં ગળશે. જો કે તેમને વસ્તુની—તત્ત્વની કે તેની દૃષ્ટિની ખબર નહોતી. જ્યારે અહીં તો દિગંબર સાધુની ક્રિયાના પણ ઠેકાણા નથી. અમારી પણ સંપ્રદાયમાં સખત ક્રિયા હતી. કેમ કે એ વખતે એવું માન્યું હતું કે સાધુ આવા જ હોય. તેથી જેવું માન્યું હતું તેવું કર્યું હતું. પણ એ સાધુપણું જ નહોતું એમ ક્યાં ખબર હતી.
અહીં જુઓ તો ખરા! મુનિરાજે કેવી ટીકા કરી છે! તેઓ કહે છે કે મુનિને અત્યંતર ઉપકરણભૂત નિજ ભગવાન આત્મા છે અને અપહતસંયમીઓને ફરીફરીને શાસ્ત્ર ભણવામાં—પર્યટન કરવામાં—સ્વાધ્યાય કરવામાં—કારણભૂત એવું પુસ્તક તે જ્ઞાનનું ઉપકરણ છે.
‘શૌચનું ઉપકરણ કાયવિશુદ્ધિના હેતુભૂત કમંડળ છે; સંયમનું ઉપકરણ-હેતુ પીંછી છે.'
છઠે ગુણસ્થાને સાચા સંતને આવી જાતના ઉપકરણનો વિકલ્પ હોય છે. બસ. ‘આ ઉપકરણોને લેતી-મૂક્તી વખતે ઉદ્ભવતી પ્રયત્નપરિણામરૂપ વિશુદ્ધિ તે જ આદાનનિક્ષેપણસમિતિ છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે.’ વિશુદ્ધિ
શુભભાવ.
=
આ, વ્યવહારસમિતિની વાત છે અર્થાત્ આ (જીવના) પરિણામની વાત છે, પણ બહારની (-જડક્રિયાની) વાત નથી. એ ઉપકરણ પર વસ્તુ છે, જડ છે અને એ જડની ક્રિયા જીવ ક્યાં કરી શકે છે? પરની સત્તાવાળી ચીજને લેવી કે મૂકવી એ કાંઈ જીવ કરી શકતો નથી. માટે એ જડની ક્રિયા કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? આ તો મુનિને ત વિકલ્પ હોય છે કે જતનાથી ઉપકરણ લેવું-મૂકવું. બસ, એ વિકલ્પને વ્યવહારસમિતિ કહે છે. જ્યારે બહારની ક્રિયા—પર વસ્તુ લેવી કે મૂકવી તે—તો જડની ક્રિયા છે. તે જડની ક્રિયા આત્મા શુભભાવવડે પણ કરી શકતો નથી. કારણ કે તે જડ ઉપકરણનું લેવું-મૂકવું જડના કારણે છે. આત્માને વિકલ્પ આવ્યો માટે આત્મા તે જડ ઉપકરણને લઈ શકે છે કે મૂકી શકે છે એમ છે જ નહીં. આવી વાત છે !
અહા! અહીં વ્યવહારસમિતિમાં અજીવની વાત નથી. પરંતુ વ્યવહારસમિતિનો શુભરાગ છે તેને આવા અજીવ ઉપકરણ નિમિત્ત તરીકે હોય છે એટલી, બસ, વાત
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કરવી છે. અહા! મારગ તો જે હોય તે જ હોય ને બાપા? તે બીજે કેમ હોય? આ ભગવાનનો કહેલો માર્ગ છે કે જેને ગણધરો અનુભવે છે અને ઈંદ્રો પણ કબૂલે છે. શું આ કાંઈ કોઈ બે-પાંચ માણસો માને એવો માર્ગ છે? (ના.)
અહીં કહે છે કે જ્યારે મુનિરાજ શુદ્ધાત્માની અનુભવદશામાંથી – શુદ્ધોપયોગમાંથીખસી જાય ત્યારે શુભભાવ આવે છે. અને ત્યારે તેમને જ્ઞાન ફેરવવાનું કારણ એવું ઉપકરણ નિમિત્તરૂપે હોય છે. જો કે છે તો એ વ્યવહાર સમિતિનો વિકલ્પ પણ બંધનું કારણ, (છતાં તે આવે છે.) તો, એ શુભરાગ ઉત્પન્ન થાય તેને આદાનનિક્ષેપણ સમિતિ કહે છે. ગજબ વાત કરે છે ને!
શ્વેતાંબર અને દિગંબર વચ્ચે બાપા! મોટો ફેર છે, હજારો બોલનો મૂળમાં ફેર છે. તે (તફાવતવાળા) બોલ મેં લખ્યા છે. કેમ કે મેં તો બન્ને (-દિગંબર અને શ્વેતાંબરના) શાસ્ત્રો જોયા છે ને? શ્વેતાંબરના પણ કરોડો શ્લોક જોયા છે. તેઓ સાધુને માટે વસ્ત્રપાત્ર ગ્રાહ્ય માને છે અને કહે છે કે અમારા સાધુને વસ્ત્ર-પાત્ર હોય જ. પણ મૂર્છા ન રાખે. પરંતુ ભાઈ! વસ્ત્ર-પાત્ર રહ્યા છે તે જ મૂછ છે (એમ બતાવે છે.) માટે વસ્ત્રપાત્ર રાખવા પણ મૂછ ન રાખવી એ પરસ્પર વિરુદ્ધ વાત છે. અહા! શ્વેતાંબરમાં ઘણો ફેર (-ઘણી વિપરીતતા) છે ભાઈ! બાપા! એ તો મજૂર જેવો માર્ગ છે. આ કોઈ વ્યક્તિ માટેની વાત નથી, પણ આવું વસ્તુનું સ્વરૂપ છે એમ કહેવું છે. ભાઈ! શું થાય? દુનિયાને સારું લાગે કે ન લાગે, (સત્ય તો આ છે.)
કદાચ દુનિયાને આ વાત સારી ન લાગે, પણ તેથી કરીને સત્ય છે તે શું બદલી જાય? દિગંબરમતમાં “આયાનભંડમતનિક્ષેપણ સમિતિ' એવું નામ નથી, પણ આદાનનિક્ષેપણસમિતિ' એવું નામ છે. કેમ કે ભંડમત એટલે કે વાસણ મુનિને ક્યાં હતા? તેથી “આયાનભંડમતનિક્ષેપણસમિતિ' - એ શ્વેતાંબરની શૈલીની ભાષા છે. પણ સનાતન માર્ગમાં એવી ભાષા (કે સમિતિ) છે જ નહીં. સનાતન માર્ગમાં (દિગંબરમતમાં) તો “આદાનનિક્ષેપણસમિતિ’ એ, બસ, એક ભાષા છે. તથા તેમાં (-તે સમિતિમાં) પુસ્તક આદિ નિમિત્ત તરીકે હોય છે. જ્યારે શ્વેતાંબરમાં સાધુને વસ્ત્ર-પાત્ર હોય જ એમ કહે છે. અરે! વસ્ત્ર-પાત્રવાળા મુનિ જ નથી. પોતે વસ્ત્ર-પાત્ર રાખે અને પોતાને મુનિ માને તો મિથ્યાદષ્ટિ છે. આકરું કામ છે ભાઈ!
Page #165
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૪]
શ્લોક
૮૭ ઉપરનું પ્રવચન
‘ઉત્તમ પરમજિનમુનિઓની આ સમિતિ સમિતિઓમાં શોભે છે.'
જુઓ, ઉત્તમ પરમજિનમુનિઓની તો આ (આદાનનિક્ષેપણ) સમિતિ છે. તથા બધી સમિતિઓમાં આ સમિતિ શોભે છે એમ કહે છે.
[૧૫૩
-
‘તેના સંગમાં ક્ષાંતિ અને મૈત્રી હોય છે (અર્થાત્ આ સમિતિયુક્ત મુનિને ધીરજ-સહનશીલતા-ક્ષમા અને મૈત્રીભાવ હોય છે.)'
ક્ષાંતિ-ક્ષમા. જેને આવી સમિતિ હોય તેને ધીરજ એટલે કે સહનશીલતા એટલે કે ક્ષમા તેમ જ મૈત્રીભાવ હોય છે. અહા! મુનિને ધીરજ હોય. અર્થાત્ તેઓ ઉતાવળા ન હોય પણ શાંત હોય. લ્યો, વીતરાગ પરમાત્મા જેને મુનિપણું કહે છે તે આવું છે. અહા! જેને અંતરમાં આત્માનુભવ છે, તે ઉપરાંત જેને સંયમ અને સ્થિરતા પણ છે તથા આવી સમિતિનો ભાવ (વિકલ્પ) જેને છે તેને સાથે ક્ષમા અને મૈત્રીભાવ પણ હોય છે એમ કહે છે.
‘હે ભવ્ય! તું પણ મન-કમળમાં સદા તે સિમિત ધારણ કર, કે જેથી તું પરમશ્રીરૂપી કામિનીનો પ્રિય કાન્ત થઈશ (અર્થાત્ મુક્તિલક્ષ્મીને વરીશ).’
હે ભવ્ય! આવી સમિતિને તું ધારણ કર. અહીં તો મુનિની વાત છે ને? એટલે સમિતિને ધારણ કરવાનું કહ્યું છે અને મુનિની વાત કરીને બીજાને સમજાવે છે કે મુનિપણું આવું હોય છે. આ સિવાય જો કોઈ બીજી રીતે મુનિપણું માને તો તેની ગુરુની શ્રદ્ધામાં ભૂલ છે અને દેવની શ્રદ્ધામાં પણ ભૂલ છે. કેમ કે દેવે (-ભગવાને) બીજી રીતે મુનિપણું કહ્યું છે એમ તે માને છે. તથા તેની શાસ્ત્રની શ્રદ્ધામાં પણ ભૂલ છે. કારણ કે શાસ્ત્ર બીજી રીતે મુનિપણું કહ્યું નથી, છતાં શાસ્ત્રમાં બીજી રીતે મુનિપણું કહ્યું છે એમ તે માને છે. આ રીતે તેની દેવ-શાસ્ર-ગુરુની - ત્રણેયની શ્રદ્ધામાં ભૂલ છે.
નહીં.
અહીં કહે છે કે આ સમિતિને ધારણ કર, કે જેથી તારી અતીન્દ્રિય પરમાનંદરૂપી મુકતદશાનો-પરિણતિનો પ્રિયકાન્ત થઈશ. પછી તે પરિણતિ તને એક સમય પણ છોડશે
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પ્રશ્ન:- મુનિને વિકલ્પ આવે તે અપવાદ માર્ગ છે? સમાધાન:- (હા.) (૧) મુનિને વિકલ્પ આવે તે અપવાદ માર્ગ છે અને વિકલ્પ વિનાની દશા
તે ઉત્સર્ગ માર્ગ છે. (૨) મુનિને વિકલ્પ આવે તે વ્યવહારનય છે અને અંદર સ્થિરતા થાય તે
નિશ્ચયનય છે. (૩) મુનિને વિકલ્પ આવે તે અપહૃતસંયમ છે અને અંદર સ્થિરતા થાય તે
ઉપેક્ષાસંયમ છે. (૪) મુનિને વિકલ્પ આવે તે શુભોપયોગ છે અને અંદર સ્થિરતા થાય તે
શુદ્ધોપયોગ છે. (૫) મુનિને વિકલ્પ આવે તે એકદેશપરિત્યાગ છે અને અંદર સ્થિરતા થાય
તે સર્વદેશપરિત્યાગ છે. અરે! લોકોને ખબર પણ નથી કે વીતરાગનો મારગ શું છે! એ તો જે કુળમાં જન્મ્યા તે મારો ધર્મ એમ માને છે. થઈ રહ્યું, (કુળધર્મમાં જ અટકી જાય છે.)
ગાથા – ૬૪ શ્લોક - ૮૭
પ્રવચન નં. NST / ૫૯ NSS / ૬૦
તારીખ ૩૦-૬-૭ર ૬-૭-૭૧
Page #167
--------------------------------------------------------------------------
________________
હું ગાથા - ૬૫ -
पासुगभूमिपदेसे गूढे रहिए परोपरोहेण । उच्चारादिच्चागो पइट्ठासमिदी हवे तस्स ॥६५॥ प्रासुकभूमिप्रदेशे गूढे रहिते परोपरोधेन । उच्चारादित्यागः प्रतिष्ठासमितिर्भवेत्तस्य ॥६५।।
જે ભૂમિ પ્રાસુક, ગૂઢ ને ઉપરોધ જ્યાં પરનો નહીં, મળત્યાગ ત્યાં કરનારને સમિતિ પ્રતિષ્ઠાપન તણી. ૬૫.
અન્વયાર્થ:- (પરોવરોધેન રહિતે) જેને પરના ઉપરોધ વિનાના (-બીજાથી રોકવામાં ન આવે એવા), (મૂ૮) ગૂઢ અને (પ્રાસુમૂમિપ્રવેશે) પ્રાસુક ભૂમિપ્રદેશમાં (૩ન્વીરદ્વિત્યા :) મળાદિનો ત્યાગ હોય, (તસ્ય) તેને (પ્રતિષ્ઠાસમિતિઃ) પ્રતિષ્ઠાપન સમિતિ (વે) હોય
ટીકા:- આ, મુનિઓને કાયમળાદિત્યાગના સ્થાનની શુદ્ધિનું કથન છે.
શુદ્ધનિશ્ચયથી જીવને દેહનો અભાવ હોવાથી અન્નગ્રહણરૂપ પરિણતિ નથી. વ્યવહારથી (જીવન) દેહ છે; તેથી તેને જ દેહ હોતાં આહારગ્રહણ છે; આહારગ્રહણને લીધે મળમૂત્રાદિક સંભવે છે જ. તેથી જ સંયમીઓને મળમૂત્રાદિકના ઉત્સર્ગનું (-ત્યાગનું) સ્થાન જંતુરહિત અને પરના ઉપરોધ રહિત હોય છે. તે સ્થાને શરીરધર્મ કરીને પછી જે પરમસંયમી તે સ્થાનથી ઉત્તર દિશામાં કેટલાંક પગલાં જઈને ઉત્તરમુખે ઊભા રહીને, કાયકર્મોનો (-શરીરની ક્રિયાઓનો), સંસારના કારણભૂત હોય એવા પરિણામનો તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને, નિજ આત્માને અવ્યગ્ર (-એકાગ્ર) થઈને ધ્યાવે છે અથવા ફરીફરીને કલેવરનું (શરીરનું) પણ અશુચિપણું સર્વ તરફથી ભાવે છે,
Page #168
--------------------------------------------------------------------------
________________
१५१]
[प्रवयन २त्नथिताभए : भाग-3
તેને ખરેખર પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. બીજા સ્વચ્છેદવૃત્તિવાળા યતિનામધારીઓને કોઈ સમિતિ હોતી નથી. (હવે ૬૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છે:)
(मालिनी) समितिरिह यतीनां मुक्तिसाम्राज्यमूलं जिनमतकुशलानां स्वात्मचिंतापराणाम् । मधुसखनिशितास्त्रव्रातसंभिन्नचेतः
सहितमुनिगणानां नैव सा गोचरा स्यात् ॥८॥ (શ્લોકાર્થ:-) જિનમતમાં કુશળ અને સ્વાત્મચિંતનમાં પરાયણ એવા યતિઓને આ સમિતિ મુક્તિસામ્રાજ્યનું મૂળ છે. કામદેવના તીક્ષ્ણ અસ્ત્રસમૂહથી ભેદાયેલા हृदयवाण। मुनिगणने ते (समिति) गोय२ नथी ४ होती. ८८.
(हरिणी) समितिसमितिं बुद्ध्वा मुक्त्यङ्गनाभिमतामिमां भवभवभयध्वान्तप्रध्वंसपूर्णशशिप्रभाम् । मुनिप तव सद्दीक्षाकान्तासखीमधुना मुदा
जिनमततपःसिद्धं यायाः फलं किमपि ध्रुवम् ॥८९॥ (लोअर्थ:-) हे मुनि ! समितिमीमांनी 24 समितिन-32 मुति३पी स्त्रीने વહાલી છે, જે ભવભવના ભયરૂપી અંધકારને નષ્ટ કરવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન छ तथा तरी सत्-दीक्षा३पी आन्तानी (-सायी दीक्षा३पी प्रिय स्त्रीनी) सभी छे तेनेહવે પ્રમોદથી જાણીને, જિનમતકથિત તપથી સિદ્ધ થતા એવા કોઈ (અનુપમ) ધ્રુવ ફળને तुं पाभी. ८८.
(द्रुतविलंबित) समितिसंहतितः फलमुत्तमं सपदि याति मुनिः परमार्थतः । न च मनोवचसामपि गोचरं किमपि के वलसौख्यसुधामयम् ॥१०॥
Page #169
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૫].
[૧૫૭
(શ્લોકાર્થ:-) સમિતિની સંગતિ દ્વારા ખરેખર મુનિ મન-વાણીને પણ અગોચર (-મનથી અચિંત્ય અને વાણીથી અકથ્ય) એવું કોઈ કેવળસુખામૃતમય ઉત્તમ ફળ શીવ્ર પામે છે. ૯૦.
હું ગાથા - ૬૫ ઉપરનું પ્રવચન કર્યું આ, મુનિઓને કાયમળાદિત્યાગના સ્થાનની શુદ્ધિનું કથન છે.” આ, કામમળાદિત્યાગના અર્થાત્ દિશા-જંગલ જવું આદિના સ્થાનની શુદ્ધિનું કથન છે. શુદ્ધનિશ્ચયથી જીવને દેહનો અભાવ હોવાથી અન્નગ્રહણરૂપ પરિણતિ નથી.”
જુઓ, મૂળ-પહેલી વાત આ કરે છે કે શુદ્ધનિશ્ચયથી આત્માને દેહ છે નહીં. તેથી અન્ન ગ્રહવાનો વિકલ્પ પણ આત્માને છે નહીં, આત્મામાં તેવો વિકલ્પ છે જ નહીં. વસ્તુની શુદ્ધદષ્ટિ અને શુદ્ધપરિણતિમાં અન્ન લેવાનો વિકલ્પ જ નથી. જીવને અન્નગ્રહણરૂપ પરિણતિ નથી' એમ કહેતાં અન્નગ્રહણ કરવાનો વિકલ્પ જ વસ્તુમાં (જીવદ્રવ્યમાં) ક્યાં છે? એમ કહે છે.
મળમૂત્રાદિના ત્યાગના કાળમાં પાંચમી સમિતિરૂપ શુભરાગ વ્યવહારથી જીવને હોય છે. પણ નિશ્ચયદષ્ટિમાં તો એ રાગ જીવને છે નહીં. કેમ કે શુદ્ધનિશ્ચયથી જીવને દેહ જ નથી તો પછી મળમૂત્રનો ત્યાગ કરવો એ પણ છે નહીં. જડદેહ રહિત જેને જ્ઞાનવિગ્રહ છે – જેને જ્ઞાન ને આનંદરૂપ શરીર છે – એવા શુદ્ધસ્વરૂપ આત્માને આ જડ શરીર જ નથી તો પછી “એ શરીરના મળમૂત્રને ત્યાગવા છે' એવા વિકલ્પરૂપ પરિણતિ પણ ખરેખર તેને નથી. જુઓ, આ વાત ચાલે છે પાંચમી સમિતિની અર્થાત્ કાયાના મળમૂત્રના ત્યાગની. તેથી આ વાત જેને એવા વિકલ્પનો કાળ હોય તેના માટે છે. છતાં અહીં પ્રથમ વસ્તુસ્થિતિની વાત કરે છે કે વસ્તુસ્થિતિમાં – જીવના સ્વભાવમાં – મળમૂત્રના ત્યાગનો વિકલ્પ જ નથી.
અંતરમાં ચિદાનંદ ભગવાન આત્મા પરમ અતીંદ્રિય આનંદની કાતળી છે અને તેના રસને ચૂસે તે મુનિ છે. અહા! મુનિ તો અતીન્દ્રિય આનંદના ચૂસનારા છે. જેમ લોકો શેરડીનો રસ ચૂસે છે ને? તેમ ખરેખર મુનિ-સંત તો અતીન્દ્રિય આનંદરસકંદ પ્રભુ ભગવાન આત્મામાં
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
એકાગ્ર થઈને તેના આનંદરસને ચૂસે છે. તેમને નિશ્ચય અંતસ્વભાવની દષ્ટિ અને પરિણતિ છે તેમાં અન્નગ્રહણના વિકલ્પનો અભાવ છે અર્થાત્ મુનિને વ્યવહારનો અભાવ છે એમ કહે છે. લ્યો, આ વાત સૌથી પહેલાં સિદ્ધ કરે છે. આવી ચીજ છે! ભારે વાત ભાઈ!
અહા! અંદરમાં જેણે રાગનો મળ-મેલ છોડી દીધો છે તેને કહે છે કે, મળમૂત્રનો ત્યાગ શું? (એટલે કે તેને મળમૂત્રના ત્યાગનો વિકલ્પ કેમ હોય?) જેણે અંદરમાં ગ્રહવાયોગ્ય પૂર્ણાનંદસ્વરૂપ ચૈતન્યને ગ્રહણ કરીને શુદ્ધપરિણતિ પ્રગટ કરી છે તેને દેહ જ નથી તો પછી દેહના મળમૂત્રના ત્યાગનો વિકલ્પ તેની શુદ્ધપરિણતિમાં હોય એમ કેમ બને? ન જ બને.) એટલે કે તે પ્રકારના વિકલ્પનો તેને અભાવ છે. -આમ કહીને એ વાત સિદ્ધ કરે છે કે નિશ્ચય સમ્યગ્દષ્ટિવંત મુનિને મળમૂત્રાદિના ત્યાગનો વિકલ્પ આવે છે તેનો પોતાની શુદ્ધપરિણતિમાં અભાવ છે. એવો વિકલ્પ એ વ્યવહાર છે અને તેનું વસ્તુની અંતર પરિણતિમાં ગ્રહણ નથી. નિર્મળાનંદ પ્રભુ આત્મા શુદ્ધ આનંદઘન છે અને એકલા જ્ઞાનનો પૂંજ છે. તેને ચૂસવામાં જે એકાગ્ર છે તે મુનિની પરિણતિમાં આવા વ્યવહારના વિકલ્પનો અભાવ છે. ભારે કામ! બાપુ! તારો મારગ તો આવો છે. અંદરનો ઉત્સર્ગરૂપ ધોખમાર્ગ એટલે કે શુદ્ધ ચૈતન્યમાં આરૂઢ થતાં નિર્મળ પરિણતિ વહે તે માર્ગ તારો છે. અને તેમાં આ વ્યવહારના શુભ વિકલ્પનો અભાવ છે એમ કહે છે.
એક વાર સંપ્રદાયના એક આચાર્યને અહીંના કેટલાક શાસ્ત્રો આપ્યા. તેમણે વાંચ્યા. પછી તેમણે એમ કહ્યું કે અમે તો વ્યવહારમાં પડ્યા છીએ. આમાં અમને તો (કાંઈ સમજ પડતી નથી.) પરંતુ વ્યવહાર પણ કહેવો કોને? કે જેને અંદરમાં શુદ્ધ ચૈતન્યનું નિર્મળ વીતરાગી પરિણમન થયું છે તેને જે વિકલ્પ આવે તેને વ્યવહાર કહેવાય છે. છતાં સાધક જીવના નિશ્ચય પરિણમનમાં એ વ્યવહાર છે જ નહીં.
પ્રશ્ન:- સમ્યફ વ્યવહાર એટલે?
સમાધાન:- નિશ્ચય સહિતના વ્યવહારને સમ્યફ વ્યવહાર કહે છે. તે સિવાય એકલો વ્યવહાર (-શુભભાવ) હોય તે વ્યવહાર છે જ નહીં. અહીં કહે છે કે નિશ્ચય પરિણતિમાં વિકલ્પરૂપ વ્યવહારનો અભાવ છે. કેમ કે તે રાગ છે. અરે! જ્યાં ધર્મજીવ-સમ્યગ્દષ્ટિ પણ અંદરમાં રાગથી મુક્ત છે તો મુનિની દશા ઘણી જ વીતરાગ પરિણતિએ પરિણમી છે, તેથી તેમને સંજ્વલનના રાગનો જે મંદ ઉદય છે તેનો પણ નિશ્ચય પરિણતિમાં ત્યાગ છે. વીતરાગની વાત આવી છે બાપા!
Page #171
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૫]
[૧૫૯
અહા! આત્મા વીતરાગી પીંડમય પ્રભુ છે. બનારસીદાસજીના ‘નાટક સમયસાર” માં આવે છે ને? કે “જિનપદ નાહી શરીરકૌ, જિનપદ ચૈતન્યમાંહી. (જીવદ્વાર, પદર૭) શરીરાદિ એ જિનપદ નથી, રાગાદિ પણ જિનપદ નથી. જિનપદ તો ચૈતન્યમાં છે. જ્ઞાન, આનંદ અને વીતરાગી સ્વભાવમય એ જિનપદ ચૈતન્યમાં છે. આવા જિનપદનો જેને અનુભવ વર્તે છે તે સમકિતી છે. તે ઉપરાંત જેને ઉગ્ર આનંદમય પ્રચુર સ્વસંવેદનદશા પ્રગટી છે તે મુનિ છે. તેમને, કહે છે કે, અન્નગ્રહણની પરિણતિનો અભાવ છે. એટલે કે તેઓ રાગથી ભિન્ન રહે છે.
“વ્યવહારથી (જીવન) દેહ છે; તેથી તેને જ દેહ હોતાં આહારગ્રહણ છે.”
જીવને (-મુનિને) નિમિત્ત તરીકે સંયોગી ચીજ એવો દેહ છે. નિમિત્તરૂપે દેહ છે તેથી આહારગ્રહણનો વિકલ્પ હોય છે. “આહારગ્રહણ છે'નો અર્થ એ છે કે મુનિને આહારગ્રહણનો વિકલ્પ હોય છે. – એટલું કહેવું છે. આહારગ્રહણ તો આહારને (-પુદ્ગલને) કારણે થઈ જાય છે, પણ તે વખતે આહારગ્રહવાનો વિકલ્પ હોય છે એમ કહેવું છે.
આહારગ્રહણને લીધે મળમૂત્રાદિક સંભવે છે જ.’ આહાર કર્યો એટલે પછી મળમૂત્રાદિ હોય જ. મળમૂત્રાદિ = વિષ્ટા, પેશાબ, થૂક આદિ.
તેથી જ સંયમીઓને મળમૂત્રાદિકના ઉત્સર્ગનું (-ત્યાગનું) સ્થાન જંતુરહિત અને પરના ઉપરોધ રહિત હોય છે.'
જ્યાં વનસ્પતિ આદિ એકેંદ્રિય જીવ પણ ન હોય અને ‘આટલા ક્ષેત્રમાં કોઈએ ન આવવું - એમ કોઈની આજ્ઞાથી વિરુદ્ધ ન હોય અર્થાત્ કોઈનો વિરોધ ન હોય ત્યાં મુનિ મળમૂત્રાદિનો ત્યાગ કરે. અત્યારે જુઓ ને! ચારે બાજુ લીલોતરી ઉગી છે ને ? તે એકેંદ્રિય જીવ છે. તેના એક-એક કટકામાં અસંખ્ય જીવ છે. જે પહેલા-તાજાં અંકુરા ઉગે-ફૂટે તેમાં તો અનંત જીવ હોય છે. પણ પછી તેમાં પ્રત્યેક જીવ થઈ જાય છે. તો, આવા જીવજંતુવાળી જમીન ઉપર મુનિ મળમૂત્રનો ત્યાગ ન કરે.
પાંચમી સમિતિના વિકલ્પમાં જ એ જાતની મર્યાદા હોય છે કે જંતુવાળી જમીન ઉપર મળમૂત્ર માટે બેસવું નહીં. -એ મુનિને હોય જ નહીં. જ્યાં અંકુરા ઉગ્યા ન હોય, લીલોતરી પણ ન હોય અને જ્યાં કીડી કે કંથવા આદિ જીવજંતુના ઘર ન હોય એવી ચોખી જમીન જોઈને મુનિ મળમૂત્રનો ત્યાગ કરે. કેમ કે મુનિ તો છકાયની હિંસાના ત્યાગી છે ને ? આ વ્યવહાર સમિતિના વિકલ્પની વાત છે હોં.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહો! આ વનસ્પતિ એકંદ્રિય જીવ છે. તેના એક-એક કટકામાં અસંખ્ય જીવ છે. રાયના ટૂકડા જેવડી લીલી વનસ્પતિ લ્યો તો તેમાં અસંખ્ય શરીર છે અને તે એકએક શરીરમાં એક-એક જીવ છે. જ્યારે નવા ઉગતા અંકુરામાં તો એક શરીરમાં અનંત જીવ છે અને એવા અસંખ્ય શરીરનો એક અંકુરો હોય છે. વીતરાગના માર્ગમાં આ રીતે આટલા શેયો છે અને તેને જાણનાર જ્ઞાન પણ તેટલું મોટું છે એમ કહે છે. સમાય છે કાંઈ? તે એકેંદ્રિય જીવની દયા પાળવી કે નહીં તેનો અહીં પ્રશ્ન નથી. કેમ કે આત્મા પરની દયા પાળી શકતો નથી.) પણ આ તો આટલા બધા જે જીવ અને જડરૂપ શેયો છે તેને જાણનાર જ્ઞાન પણ એટલું મોટું છે એમ કહેવું છે.
અહીં કહે છે કે મુનિને મળમૂત્રાદિના ત્યાગનો વિકલ્પ હોય છે. પણ જ્યાં જીવની સ્થિતિ હોય એવી જીવજંતુવાળી જમીનમાં મળમૂત્રાદિનો ત્યાગ ન કરે. આ તો બાપા! વીતરાગ મારગ છે. ભાઈ! સર્વજ્ઞ પરમેશ્વરે એક સમયમાં ત્રણ કાળ અને ત્રણ લોક જોયા છે. તો તે પર્યાયની તાકાત કેટલી ? અને એવા સર્વજ્ઞદેવે ઈચ્છા વિના ૩ ધ્વનિદિવ્યધ્વનિ દ્વારા આ કહ્યું છે કે મુનિઓનો માર્ગ તો આવો હોય છે.
જુઓ, અન્વયાર્થમાં પહેલો શબ્દ છે ને? કે પરોવરોધેન હિતે” એટલે કે કોઈએ નકાર કર્યો હોય કે આ ઠેકાણે (જગ્યાએ) તમારે ન આવવું, મળમૂત્ર ન કરવા તો ત્યાં મુનિ ન જાય, મળમૂત્રનો ત્યાગ ન કરે. જંગલમાં કોઈએ તારની વાડથી જમીનને બાંધી દીધી હોય કે આટલી જમીન અમારી છે અને ત્યાંથી સાધુ નીકળતા હોય ત્યારે મળમૂત્રના ત્યાગનો પ્રસંગ હોય તો મુનિ ત્યાં તે જમીન ઉપર) મળમૂત્રનો ત્યાગ ન કરે. અહા! સાચા મુનિ તો જંગલમાં વસતા હોય છે. તેમને આત્મધ્યાનના આનંદમાં એટલી મસ્તી ચડી ગઈ હોય છે કે જ્યાં મનુષ્યનો પગરવ હોય ત્યાં તેમનું સ્થાન ન હોય. આવા એકાંત સ્થાનમાં પણ, કહે છે કે, મળમૂત્રનો ત્યાગ કરવો હોય તો જ્યાં જંતુરહિત અને પરના ઉપરોધ રહિત જમીન હોય ત્યાં મળમૂત્રનો ત્યાગ કરે. આવો છકાયની જતનાનો વિકલ્પ મુનિને હોય છે. ગજબ વાત છે!
તે સ્થાને શરીરધર્મ કરીને.. જોયું? મળમૂત્રને ત્યાગવા–જંગલ-પેશાબ જવું એ શરીરનો ધર્મ-સ્વભાવ છે, પણ જીવનો ધર્મ નથી એમ કહે છે. તો, એ શરીરધર્મ કરીને...
પછી જે પરમસંયમી તે સ્થાનથી ઉત્તર દિશામાં કેટલાંક પગલાં જઈને ઉત્તરમુખે ઊભા રહીને, કાયકર્મોનો (-શરીરની ક્રિયાઓનો), ... ઉત્સર્ગ કરીને...”
Page #173
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૫]
[૧૬૧
પ્રશ્ન:- મુનિરાજ ઉત્તર દિશામાં શું કામ જાય?
સમાધાન:- પૂર્વ અને ઉત્તર એ વિશેષ દિશા છે ને? તો, અહીં ઉત્તર દિશા વિશેષ ગણી છે.
પ્રશ્ન:- આવી ક્રિયા આવશ્યક છે?
સમાધાન:- આવશ્યક નહીં, પણ આવી ક્રિયા હોય છે. પછી તો મુનિ તે ક્રિયાને પણ લક્ષમાંથી છોડી દે છે. શરીરની આ પ્રકારની ક્રિયા થાય ત્યારે તેઓ જાણે કે આ ક્રિયા થાય છે. તેમ જ તે વખતે વ્યવહારસમિતિનો વિકલ્પ હોય તેને પણ તેઓ જાણે કે આ વિકલ્પ છે. (પછી તેને પણ છોડી દે છે.) આવી વાત છે. આ તો સર્વજ્ઞનો કહેલો પંથ છે. આ કાંઈ કોઈ આલી-દુઆલીનો કહેલો પંથ નથી. તેથી વીતરાગ મારગ સમજવો બાપા! (દુર્લભ છે.) કાયકર્મોનો ઉત્સર્ગ કરીને’ એટલે કે આત્મધ્યાન વખતે શરીરની ક્રિયાનું લક્ષ છૂટી જાય છે એમ કહે છે. અને
સંસારના કારણભૂત હોય એવા પરિણામનો... ઉત્સર્ગ કરીને...”
ભાષા જુઓ! અહો! આમ કરવું, આમ છોડવું એવો રાગ છે – જે વ્યવહાર સમિતિ છે – તે પણ સંસારના કારણભૂત પરિણામ છે એમ કહે છે. કેમ કે એ શુભ વિકલ્પ છે ને? જીવજંતુવાળી જગ્યાએ મળમૂત્રનો ત્યાગ ન કરવો એવો વિકલ્પ છે તે પણ રાગ છે, સંસાર છે, સંસારનું કારણ છે. “સંસારના કારણભૂત હોય એવા પરિણામ' કહેતાં મુનિને વ્યવહારસમિતિનો વિકલ્પ ઉઠે છે તે સંસારનું કારણ છે, કેમ કે તેમને બીજું કાંઈ સંસારનું કારણ છે નહીં. (અશુભ વિકલ્પ તેમને હોતો નથી.) અર્થાત્ શુભભાવરૂપ ઉદયભાવ તેમને હોય છે તે જ સંસાર છે, સંસારનું કારણ છે.
અહા! ભગવાન આત્માનું સ્વરૂપ તો સંસારના કારણ રહિત છે. આવો શુદ્ધ આનંદઘન પ્રભુ આત્મા જેની નિર્મળાનંદ દશામાં-પરિણતિમાં વર્તે છે તે મુનિને, કહે છે કે, આવી સમિતિનો વિકલ્પ આવે તે સંસારનું કારણ છે અને તે વિકલ્પને મુનિ છોડી દે છે. લ્યો, અહીં તો વ્યવહાર એષણાસમિતિનો વિકલ્પ-નિર્દોષ આહાર-પાણી લેવાની વૃત્તિ અને વ્યવહાર પ્રતિષ્ઠાપન સમિતિનો વિકલ્પ–નિર્દોષપણે મળમૂત્ર ત્યાગ કરવાની વૃત્તિ પણ સંસારનું કારણ છે એમ કહે છે. અરે! અજ્ઞાનીને હજુ વ્યવહારસમિતિ કોને કહેવાય અને નિર્દોષ આહાર-પાણી કેમ લેવાય તેની સમજણના પણ ઠેકાણા નથી (અને પોતાને મુનિ માને છે.)
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૬ ૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કહે છે કે વીતરાગસ્વભાવમાં આરૂઢ થયેલા આત્માને આ વ્યવહારસમિતિનો રાગ સંસારનું કારણ છે. ધન્ય રે માર્ગ
પ્રશ્ન:- વ્યવહાર સમિતિનો રાગ કરવો તો પડે ને?
સમાધાન:- ભાઈ! મુનિને વ્યવહાર સમિતિનો રાગ આવે છે, કરવો પડતો નથી. તેઓ તે રાગના પણ કર્તા નથી. અહીં વ્યવહાર સમિતિના રાગની વાત છે હોં, પણ બહારની જડક્રિયાની વાત નથી. કેમ કે બહારની જડક્રિયા જીવ કે દિ' કરે છે? તો, કહ્યું કે વ્યવહાર સમિતિનો રાગ આવે તેના કર્તા મુનિ નથી. તેઓ તો, ‘રાગ આવે તે સંસારનું કારણ છે' એમ જાણીને અંદર સ્વભાવમાં ઠરે છે. હવે જ્યાં મુનિનો વ્યવહાર સમિતિનો વિકલ્પ સંસારનું કારણ છે ત્યાં અજ્ઞાનીના આર્તધ્યાન, રૌદ્રધ્યાન, રળવું, ખાવું, ભોગના ભાવ વગેરે પાપ તો મહાસંસારનું કારણ છે.
અહીં કહે છે કે આત્માના જ્ઞાની-ધ્યાની, આત્મામાં રમનારા એવા મુનિઓને-સંતોને પણ, શરીર નિમિત્તસંબંધમાં છે તેથી, મળમૂત્રના ત્યાગનો પ્રસંગ હોય છે અર્થાત્ એવો વિકલ્પ આવે છે. છતાંપણ મુનિ તે બધો શરીરધર્મ કરીને સંસારનું કારણ એવો વ્યવહાર સમિતિનો વિકલ્પ છોડી દે છે.
‘તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને” મનનો સંબંધ કરે છે ત્યાં રાગ ઉત્પન્ન થાય છે કે જે સંસારનું કારણ છે. (માટે મુનિ મનનો પણ ઉત્સર્ગ કરે છે.) મનનો સંબંધ કરવો તે સંસાર છે અને ભગવાન આત્માનો સંબંધ કરવો તે મોક્ષનો માર્ગ છે. અહા! સંત તો અંતર સ્વભાવમાં શાંતરસથી-વીતરાગરસથી જામી ગયા છે. શ્લોકમાં પણ આવ્યું ન હોતું? કે મુનિને ધીરજ-સહનશીલતા-ક્ષમા અને મૈત્રીભાવ હોય છે. (નિયમસાર શ્લોક – ૮૭). મુનિરાજને ધીરજ કહેતાં ઘણો જ શાંતરસ પ્રગટ્યો છે, ઘણી જ સહનશીલતા છે, ઘણી જ શાંતિ નામ ક્ષમા પ્રગટી છે અને બધા જીવો પ્રત્યે મૈત્રીભાવ છે. આવા મુનિને મળમૂત્રના ત્યાગ કરવારૂપ દેહક્રિયા વખતે વિકલ્પ હોય છે. પરંતુ પછી મનના સંબંધે થયેલા તે વિકલ્પને છોડી દે છે.
જુઓ, ભાષા શું છે? કે “સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીનેઅર્થાત્ અહીં છાતીમાં જડમન છે તેના સંબંધમાં આવતા રાગ થાય છે અને તે રાગ સંસારનું કારણ છે. માટે તેનો મુનિ ઉત્સર્ગ કરે છે.) અહા! વાણી જડ, શરીર જડ અને ખીલેલી પાંખડીવાળા કમળના આકારે છાતીમાં દ્રવ્યમાન છે તે પણ જડ છે. વાણી, શરીર અને
Page #175
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૫].
[૧૬૩
મન-એ ત્રણેય જડના ચોસલા છે અને અજીવ થઈને રહ્યા છે. જ્યારે તેનાથી ભિન્ન પોતે ભગવાન આત્મા છે. તો કહે છે કે, મનનો સંબંધ થતા રોગ થાય છે - પછી ભલે તે શુભરાગ હો. અને તે રાગ સંસારનું કારણ છે. લ્યો, અહીં વ્યવહાર સમિતિની વાતમાં પણ આ જ વાત કહે છે કે મળમૂત્રનો ત્યાગ જોઈને કરવો વગેરે વ્યવહાર સમિતિના વિકલ્પ વખતે મનનો સંબંધ થાય છે, રાગનો સંબંધ થાય છે. જ્યારે ભગવાન આત્મા તો મનના સંબંધ વિનાની ચીજ છે. હવે આવી ચીજ જેને દષ્ટિમાં-સમ્યગ્દર્શનમાં આવી છે તથા તે ઉપરાંત જેને રાગના અભાવસ્વરૂપ શુદ્ધપરિણતિ પ્રગટ થઈ છે તે મુનિને વ્યવહારસમિતિનો | વિકલ્પ આવે છે ખરો. કેમ કે હજુ શરીર છે તેથી મળમૂત્રના ત્યાગનો વિકલ્પ હોય છે. પરંતુ પછી તે વિકલ્પને મુનિ છોડી દે છે. અહા! આ માર્ગ કાયરને ઝીલવો કે સાંભળવો પણ કઠણ પડે એવો છે. કહ્યું છે ને? કે,
વચનામૃત વીતરાગના, પરમ શાંતરસમૂળ; ઔષધ જે ભવરોગના, કાયરને પ્રતિકૂળ ...
ભગવાનની વાણી શાંત...શાંત...શાંત હોય છે. તે વીતરાગતાને બતાવનારી – ગ્રહણ કરાવનારી છે અને રાગને છોડાવનારી છે. (હા), વીતરાગની વાણી રાગને જણાવનારી છે કે આવો રાગ આ ભૂમિકામાં હોય છે. તેથી તું પણ “આવો રાગ અહીં હોય છે એમ જાણનાર રહે. છતાંપણ તે રાગ છોડવાલાયક છે, આદરવાલાયક નથી. અરે! વ્યવહારસમિતિ પણ આદરવાલાયક નથી એમ વાણી કહે છે.
ભાઈ! તારો સ્વભાવ વીતરાગમૂર્તિ છે ને? પ્રભુ! રાગથી રહિત નિષ્ક્રિય અકષાયસ્વભાવનો તું પીંડ છો. આવા અકષાયસ્વભાવનો આશ્રય લઈને જેણે પ્રથમ સમકિતને યોગ્ય અને પછી મુનિને યોગ્ય અકષાયસ્વભાવની નિર્મળદશા પ્રગટ કરી છે તેણે સંસારના નિમિત્તભૂત મનનો સંબંધ ઉત્સર્ગ કરવા – છોડી દેવા જેવો છે. લ્યો, અહીંયા જડમનને સંસારનું નિમિત્ત અને તેના સંબંધે જે પરિણામ થાય તે સંસારનું મૂળ કારણ છે એમ કહ્યું છે. અર્થાત્ જડમન છે તે સંસારનું નિમિત્ત છે અને તેનો સંબંધ કરતા જે પરિણામ થાય તે સંસારનું મૂળ કારણ છે એમ કહે છે. જુઓ, ઉપર કહ્યું ને? કે “સંસારના કારણભૂત હોય એવા પરિણામનો તથા સંસારના નિમિત્તભૂત મનનો'...આમ કહ્યું ને ભાઈ? એટલે કે વ્યવહાર સમિતિનો શુભવિકલ્પ-વિકાર સંસારનું કારણ છે અને તે વિકલ્પમાં મનનો સંબંધ–મન નિમિત્ત–હોવાથી મન સંસારનું નિમિત્ત છે. બીજી
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
રીતે કહીએ તો, સંસારનું નિમિત્ત તે જડમન અને સંસારનું ઉપાદાન-મૂળ કારણ તે પોતાના વિકારી પરિણામ. તે બન્નેને—સંસારના નિમિત્તભૂત એવા મનને તથા સંસારના કારણભૂત એવા વિકારી પરિણામને—મુનિ લક્ષમાંથી છોડી દે છે.
અહા! જેની દષ્ટિમાં અપૂર્ણતા તેમ જ વિપરીતતા પણ નથી, અરે! આ વ્યવહારસમિતિનો વિકલ્પ ઉઠ તે પણ જેની દષ્ટિમાં નથી, પણ જેની દષ્ટિમાં ‘નિર્મળાનંદ પ્રભુ ચૈતન્ય ભગવાન આત્મા–પરિપૂર્ણ પરમાત્મા–હું ' એમ તરવરે છે એવા મુનિની વાત કરતા અહીં કહે છે કે, આવી મુનિપણાની સ્થિતિમાં પણ શરીરનો સંબંધ હોવાથી મળમૂત્ર ઉત્પન્ન થવાનો તેમ જ તેના ત્યાગનો પ્રસંગ બને છે. અને ત્યારે – મળમૂત્રના ત્યાગ વખતે – જે વિકલ્પ ઉઠે છે તે સંસારનું કારણ છે. તે વિકલ્પમાં-પરિણામમાં મનનો સંબંધ હોય છે, મન નિમિત્ત હોય છે. હવે કહે છે કે, મુનિરાજ (૧) વ્યવહાર સમિતિના શુભ પરિણામ સમયે પેશાબ કે વિષ્ટા નીકળવી એવી જે કાયાની
જડરૂપ ક્રિયા છે તેને છોડી દે છે. અર્થાત્ મુનિરાજ શરીરની ક્રિયાનું લક્ષ છોડી
(૨) સંસારનું મૂળ કારણ એવા વ્યવહાર સમિતિના પરિણામને છોડી દે છે અને (૩) વ્યવહાર સમિતિના શુભપરિણામનું નિમિત્ત એવું જડમન છે તેનો પણ સંબંધ છોડી
દે છે.
લ્યો, આ, મુનિની વાત ચાલે છે. પ્રશ્ન:- મુનિ મનનો સંબંધ છોડી દે? તો તો તેઓ વીતરાગ થઈ જાય?
સમાધાન - સાંભળ ને જેટલો મનનો સંબંધ છૂટ્યો છે તેટલા વીતરાગ જ છે. આવું મુનિપણું છે. અરે! સમ્યગ્દર્શન પણ શું (કેવું) છે બાપા ! કે તેમાં સમકિતીને પૂર્ણાનંદનો નાથ દષ્ટિમાં આવ્યો છે અને તેને, કહે છે કે, વ્યવહારની – દયા,દાન, વ્રતાદિની – શુભક્રિયાના પરિણામનો પણ ત્યાગ વર્તે છે. કેમ કે એ રાગનો સ્વભાવમાં અભાવ છે. હવે જ્યારે સમકિતીની દશા આવી છે, ત્યારે અહીં તો મુનિની વાત ચાલે છે કે જેઓ અતીન્દ્રિય આનંદમાં ઝૂલે છે. તેઓ, કહે છે કે, સંસારનું કારણ એવા પરિણામનો ત્યાગ કરે છે અને કાયોત્સર્ગ કરે છે એટલે કે કાયાનું લક્ષ છોડીને સ્વરૂપમાં સ્થિર થાય છે. લ્યો, આને અહીંયા કાયોત્સર્ગ કહેવામાં આવે છે. તથા તેઓ મનનો પણ ઉત્સર્ગ
Page #177
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૫]
[૧૬૫
કરે છે, મનના સંબંધનો ત્યાગ કરે છે અર્થાત્ મનનો સંગ છોડે છે, ધ્યાનમાં લીન થઈને મનને પણ છોડી દે છે. - આ નાસ્તિથી વાત કરી. હવે પછી તેઓ શું કરે છે તે કહે છે.
‘નિજ આત્માને અવ્યગ્ર(-એકાગ્ર) થઈને ધ્યાવે છે'. - આ અસ્તિથી વાત કરી. જંગલ અને પેશાબ કર્યા પછી મુનિ પોતાના આનંદસ્વરૂપ આત્માને ધ્યાનમાં લઈને અવ્યગ્રપણે-એકાગ્રપણે તેનું ધ્યાન કરે છે. એટલે કે આત્માને ધ્યેય બનાવીને તેમાં સ્થિર થાય છે. લ્યો, વ્યવહારસમિતિના વિકલ્પ પછી મુનિનું આ કર્તવ્ય છે કે કાયક્રિયાનું લક્ષ, વિકલ્પ અને મનનો સંગ છોડીને અંદર ધ્યાનમાં જવું. – એમ અહીં કહે છે. અરે! શ્વેતાંબરે તો આખી – એક-એક વાત જ ફેરવી નાખી છે. વીતરાગનો જે પરંપરા માર્ગ હતો તે બધોય ફેરવી નાખ્યો છે. અરે ! બધા શાસ્ત્રો જ નવા-કલ્પિત બનાવ્યા ને?
અહીં કહે છે કે મુનિને વ્યવહારથી શરીર છે, તેથી અન્નગ્રહણ છે અને તેથી જંગલપેશાબ પણ છે. તે જંગલ-પેશાબના ત્યાગ વખતે જે વિકલ્પ ઉઠ છે તે વિકલ્પ પણ
સ્વરૂપમાં છે નહીં. માટે એવો વિકલ્પ પણ બંધનું-સંસારનું કારણ છે. અર્થાત્ મનનો સંગ કરીને જે પરિણામ ઉત્પન્ન થાય છે તે બંધનું કારણ છે. તે કારણે તેને છોડીને મુનિ નિજ આત્માને ધ્યાવે છે. જુઓ, મુનિ નિજ આત્માને ધ્યાવે છે” એમ અહીં કહ્યું છે. પરંતુ ભગવાનને કે અરિહંતને ધ્યાવે છે એમ નથી કહ્યું. કેમ કે એ ભગવાન ને અરિહંત તો પર છે અને પરનું ધ્યાન કરે ત્યાં તો રાગ થાય છે.
અહા ! મિથ્યાદષ્ટિને ક્યાં કાંઈ છે? નિશ્ચય પણ ક્યાં છે અને વ્યવહાર પણ ક્યાં છે? જ્યારે અહીં તો જેને સ્વરૂપના દષ્ટિ, ભાન અને અનુભવ પ્રગટ્યા છે તથા સ્વસંવેદનની–પ્રત્યક્ષ આનંદની – ઉગ્રતા જેની દશામાં વર્તે છે એવા મુનિની વાત છે અને તેઓ જ સાચા મુનિ છે. તો, કહે છે કે મુનિ નિજ આત્માને અવ્યગ્ર થઈને ધ્યાવે છે. જોયું ? “અવ્યગ્ર થઈને કહેતાં વ્યવહાર સમિતિનો વિકલ્પ છે તે વ્યગ્રતા છે અને તેને છોડી દઈને ચિદાનંદ ભગવાન આત્મામાં અવ્યગ્ર-એકાગ્ર થઈને આત્માને ધ્યાને છે. લ્યો, આ નિર્વિકલ્પ ધ્યાન! અહા! વ્યવહારસમિતિની વાત કરે છે તો પણ તેમાં આ (નિશ્ચયની) વાત કરી. કેમ કે નિશ્ચય વિના વ્યવહાર કેવો? અને (નિશ્ચય સહિત વ્યવહાર હોવા) છતાંપણ વ્યવહારનો નિશ્ચયમાં અભાવ છે એમ અહીં સિદ્ધ કરે છે. શુદ્ધ પરિણતિમાં શુભરાગનો અભાવ છે, છતાં પણ મુનિને શુભરાગ થાય છે અને તો પણ તેને છોડી દઈને તેઓ નિજસ્વરૂપના ધ્યાનમાં લીન થાય છે એમ અહીં કહે છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬ ૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
આ માર્ગ છે બાપા! અરે! આ રીત છે એમ ભાઈ! પહેલાં જાણ તો ખરો! પરંતુ હજુ જેના આ માર્ગને કે રીતને જાણવાના પણ ઠેકાણા નથી, જેની શ્રદ્ધાના પણ ઠેકાણા નથી (તે માર્ગને કે રીતને કેવી રીતે પ્રાપ્ત કરશે?) આ તો હજુ વ્યવહાર શ્રદ્ધા છે હોં, પરલક્ષી જ્ઞાન છે હીં. પરંતુ જેના પરલક્ષી જ્ઞાનમાં પણ યથાર્થતા નથી તેને સ્વલક્ષી જ્ઞાનની યથાર્થતા આવે જ નહીં. અહા! પરલક્ષી જ્ઞાનમાં પણ હજુ જેને યથાર્થતા આવી નથી એટલે કે વ્યવહારથી લાભ થાય એમ જે જાણે છે તેનું તો એ પરલક્ષી જ્ઞાન પણ ખોટું છે. પરંતુ જે પરલક્ષી જ્ઞાનમાં યથાર્થપણું આવ્યું છે એટલે કે રાગથી-વ્યવહારથી લાભ નથી અને સમકિતી વ્યવહારથી મુકત છે વગેરે આવું જ્ઞાન સમતિ થવા પહેલાં થયું છે તે પણ હજુ પરલક્ષી જ્ઞાન છે, પણ સમ્યજ્ઞાન નથી. સમ્યજ્ઞાન તો, તે પરલક્ષી જ્ઞાનનું પણ લક્ષ છોડી દઈને સ્વચૈતન્યનું લક્ષ કરતાં જે જ્ઞાનની દશા પ્રગટે તેને કહેવામાં આવે છે.
અહીં કહે છે કે મુનિરાજ ‘મારો પૂર્ણ પ્રભુ હું છું, હું જ ભગવાન છું” એમ, આવો વિકલ્પ નહીં હો, આત્માને ધ્યાનમાં લઈને પોતાના પૂર્ણ મહિમાવંત ભગવાનસ્વરૂપ સ્વભાવમાં એકાગ્ર થાય છે, તેને ધ્યાવે છે, તેને ધાવે છે એટલે કે આનંદનો સ્વાદ લે છે. જેમ બાળક માતાને ધાવે છે ત્યારે દૂધ પીવે છે ને ? તેમ મુનિરાજ અતીન્દ્રિય આનંદનો નાથ એવા ભગવાન આત્મામાં એકાગ્ર થઈને તેને ધાવે છે ત્યારે આનંદ પીવે છે, નિર્વિકલ્પ આનંદનો સ્વાદ લે છે. ભારે કામ ભાઈઅરે! (આવું સાંભળી) કાયરના તો કાળજાં કંપી ઉઠે છે કે આવું થઈ શકશે? આવું થઈ શક્યું હશે? (હા ભાઈ) આવું ધ્યાન કરીને અનંતા જીવો મોક્ષ ગયા છે.
અથવા ફરીફરીને કલેવરનું (શરીરનું) પણ અશુચિપણું સર્વ તરફથી ભાવે છે.” મુનિ કાં આત્માનું ધ્યાન કરે કાં એવો વિચાર-વિકલ્પ કરે કે અહો! આ શરીરમાં તો માંસ, હાડકાં, વિષ્ટા, પેશાબ, ચામડાં ભરેલા છે. એ રીતે શરીરનું અને શરીરના દરેક અવયવનું અશુચિપણું છે એમ ભાવના કરે. તેઓ શુભ વિકલ્પથી આ શરીરનું-કલેવરનું અશુચિપણું ભાવે કે આ શરીર તો માંસ, હાડકાં, લોહી, પરું અને વીર્યનો પીંડ છે. જ્યારે ભગવાન આત્મા તો અતીન્દ્રિય આનંદ આદિ ગુણોનો પીંડ છે. -આમ આ આત્મા શુચિ છે ને શરીર અશુચિ છે. ‘સમયસારજીની ૭૨ મી ગાથામાં આવે છે ને? કે, (૧) પુણ્યપાપના પરિણામ અશુચિ છે. જુઓ, દયા, દાન, વ્રત, ભક્તિના પુણ્ય પરિણામશુભ વિકલ્પ પણ અશુચિ છે એમ ત્યાં આવે છે. તે ઉપરાંત ત્યાં એમ પણ કહ્યું છે કે, (૨) પુણ્ય-પાપના પરિણામ વિપરીત એટલે કે જડ છે. દયા, દાન કે મુનિને વ્રતનો
Page #179
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૫]
[૧૬૭
વિકલ્પ ઉઠ તે પણ અચેતન-જડ છે. કેમ કે રાગમાં જાણવાની શક્તિ નથી. તથા (૩) તે પુણ્ય-પાપના પરિણામ દુઃખકારણ છે. લ્યો, શુભરાગ પણ દુઃખકારણ છે એમ ત્યાં કહ્યું છે. જ્યારે ભગવાન આત્મા (૧) અશુચિની સામે શુચિ છે, (૨) જડની-રાગની સામે ચૈતન્યસ્વરૂપ છે અને (૩) દુઃખકારણની સામે અનાકુળ આનંદસ્વરૂપ છે. આવું ભેદજ્ઞાન કરીને મુનિરાજ આત્માને ધ્યાવે છે. પણ જો તેઓ આત્મામાં સ્થિર ન રહી શકતા હોય તો કલેવરનું-શરીરનું અશુચિપણું ભાવે છે એમ અહીં કહે છે.
અહા! આ શરીર-કલેવર તો અશુચિ છે. તેમાં એકલા મળ, મૂત્ર, વીર્ય, આંતરડા, ચરબી વગેરે ભર્યા છે અને ઉપરથી ગારની જેમ ચામડી લપેટી છે અર્થાત્ અંદર ચામડામાં માંસ, મળ, મૂત્ર આદિ ભર્યા છે. આ રીતે શરીરની અશુચિનો મુનિ વિચાર કરે છે. બાર ભાવનામાં એક અશુચિ ભાવના પણ આવે છે ને? તો, અહીં કહે છે કે શુચિસ્વરૂપ આત્માની એકાગ્રતા કરવા પહેલાં આવી ભાવના કર કે હું તો શુચિ, ઉજજ્વળ, નિર્મળ છું, જ્યારે આ શરીર અશુચિ છે. તે મારું નથી, છતાં પણ તે સંબંધમાં છે અને તોપણ તે અશુચિ છે.
અરે! અજ્ઞાનીને તો, જરા સુંવાળું માખણ જેવું શરીર હોય તો જાણે શું કરી નાખું! એમ થાય છે. પણ બાપુ! પ્રભુ! એ તો માંસ અને હાડકા ઉપર ચામડાની ગાર છે. જેમ શેરડીનો છોલ ઉપરથી કાઢી નાખે તેમ આ શરીર ઉપરની શેરડીના છોડ જેટલી ચામડી કાઢી નાખે તો આ શરીર થુંકવા જેવું પણ ન દેખાય. તે શરીરને સારું, રૂપાળું, સુંવાળું કહે છે, પણ તે બધું સમજવા જેવું છે. જ્યારે રાગની છાલ ઉખેડીને જોઈશ તો ભગવાન આત્મા એકલો આનંદકંદમય દેખાશે. બાપુ! મારગ તો આવો છે. વીતરાગ માર્ગ એટલે કે આત્માનો માર્ગ કોઈ અલૌકિક છે. દુનિયાએ તેને બહારથી માન્યો છે-કપ્યો છે, પણ તે એવો માર્ગ નથી. અરે! જેનાથી આખો સંસાર ઉડી જાય અને મુક્તદશાના અનંત આનંદની પ્રાપ્તિ થાય એ માર્ગ તો બાપા! કોઈ અલૌકિક જ હોય ને? લૌકિક (અજ્ઞાની) સાથે તેનો મેળ કોઈ દિ થાય નહીં.
અહીં જોયું? શું કહ્યું? કે મુનિરાજ કલેવરનું સર્વ તરફથી ચારેય બાજુથી-અશુચિપણું ભાવે છે. હવે અસ્તિ-નાસ્તિ કરે છે કે,
તેને ખરેખર પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. બીજા સ્વચ્છેદવૃત્તિવાળા યતિનામધારીઓને કોઈ સમિતિ હોતી નથી. આવા સંતને પ્રતિષ્ઠાપન સમિતિ એટલે
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કે મળમૂત્રાદિ છોડવાની સમિતિ હોય છે. પણ વીતરાગમાર્ગને છોડી દઈને પોતાની કલ્પનાના માર્ગમાં પડ્યા છે તેવા સ્વચ્છેદવૃત્તિવાળા યતિ-સાધુનામધારીઓને એકેય સમિતિ હોતી નથી. લ્યો, શ્રી કુંદકુંદાચાર્ય પોતે આ વાત કહે છે. કેમ કે પાઠમાં ‘પટ્ટામિતી દવે તરૂં' - એમ છે ને? તો, તેમાંથી ટીકાકાર મુનિરાજે અસ્તિ-નાસ્તિ કાઢી કે ઉપર કહ્યા પ્રમાણેના મુનિને સમિતિ હોય છે, પણ બીજા સ્વછંદીઓને કોઈ સમિતિ હોતી નથી. જુઓ, આવું મુનિપણું હોય છે, પરંતુ કોઈ ગૃહસ્થાશ્રમમાં હોય અને કપડાં પહેર્યા હોય તેને મુનિપણું આવે એમ ત્રણકાળમાં બને નહીં. આમ અહીં કહે છે. કોઈ વસ્ત્રપાત્ર રાખે અને મુનિપણું માને તો મિથ્યાદષ્ટિ છે. આકરું કામ ભાઈ!
પ્રશ્ન:- અપવાદ માર્ગ તો હોય ને?
સમાધાન:- અપવાદ વિકલ્પનો હોય. (અપવાદ માર્ગ ૨૮ મૂળગુણના વિકલ્પરૂપ હોય, પણ વસ્ત્ર-પાત્ર સહિત ન હોય.) તેમ જ ઉત્સર્ગ વિના અપવાદ માર્ગ હોય જ નહીં. તે માટે આ કથન છે કે મુનિને અંદરમાં નિશ્ચય સમ્યગ્દર્શન અને નિશ્ચય સંયમ તો પ્રગટ્યા છે, પરંતુ ચારિત્રની પૂર્ણતા થવી જોઈએ તે નથી. તેથી વિકલ્પ ઉઠે છે અને તેને અપવાદી સંયમ કહેવામાં આવે છે.
પ્રશ્ન:- મુનિને ગમે તેવું નિમિત્ત હોય ને?
સમાધાન:- (ના,) મુનિને ગમે તેવું નિમિત્ત ન હોય. મુનિને અહીં કહ્યું છે એટલું જ નિમિત્ત હોય. તે સિવાય બીજું નિમિત્ત ન હોય. આદાન-નિક્ષેપણસમિતિમાં પીંછી, પુસ્તક અને કમંડળ લેવા કે મૂકવાનો વિકલ્પ-શુભરાગ મુનિને હોય છે. તેથી બહારમાં (નિમિત્ત તરીકે) તે જ હોય, પણ બીજી વસ્તુ હોય નહીં. માર્ગ તો આવો છે, સત્ય તો આ છે, વસ્તુનું સ્વરૂપ તો આ છે ભાઈ! તેમાં વાદવિવાદ કરવા જેવો નથી. કોની સાથે વાદવિવાદ કરવો?
અહા! સ્વછંદવૃત્તિવાળા એટલે કે રાગ વિનાની ચીજ ભગવાન આત્મા છે તે જેની દષ્ટિમાં આવ્યો નથી, તેને જેણે અનુભવમાં લીધો નથી અને જે રાગથી જ બધું (નિશ્ચય) થાય એમ માનીને બેઠો છે તે. અને તેની જે બધી વ્યવહારની ક્રિયાઓ છે તે સ્વચ્છંદની ક્રિયાઓ છે.
આમ કેમ કહ્યું? (અજ્ઞાનીની ક્રિયાને વ્યવહાર ન કહેતાં સ્વચ્છેદ ક્રિયા કેમ કહી?) કેમ કે વ્યવહાર તો ધર્મજીવને-કે જેને આત્મ-અનુભવ ને આનંદસ્વરૂપનું ભાન
Page #181
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૫]
[૧૬૯
છે તેને જે વૃત્તિ-શુભભાવ વર્તે છે તેને કહેવામાં આવે છે. તે સિવાય જેને આત્મદર્શન, આત્મજ્ઞાન અને આત્મ-અનુભવ નથી તેની વૃત્તિઓ તો પૂર્ણપણે સ્વચ્છંદ છે અર્થાત્ યતિનામધારીને તો સ્વચ્છેદવૃત્તિ જ છે. લ્યો, ભાઈ! અહીં તો આમ કહે છે. અહા! જેમને રાગની ક્રિયા વિનાની ચીજ એવો નિર્વિકલ્પ ચૈતન્ય ભગવાન આત્મા છે તેનો અનુભવસ્વીકાર થયો નથી, જેને અંતમુખ થઈને પૂર્ણાનંદસ્વભાવની પ્રતીતિ થઈ નથી, જેમના ધ્યાનમાં આત્મદ્રવ્ય આવ્યું નથી, જેમને ભગવાન આત્મા ભાસ્યો નથી, જેમને પરમાનંદની મૂર્તિ એવા પ્રભુ આત્માનો દષ્ટિ-સમ્યગ્દર્શનમાં ને સમ્યજ્ઞાનમાં સાક્ષાત્કાર થયો નથી અને જેઓ એકલા ક્રિયાકાંડમાં – શુભ રાગમાં – વર્તે છે તેઓ સ્વચ્છેદવૃત્તિવાળા, વ્યવહારાભાસવાળા છે. તેમને, કહે છે કે, આવી સમિતિનો શુભવિકલ્પ હોય તોપણ એ બધી સ્વચ્છેદવૃત્તિ છે, પણ વ્યવહાર સમિતિ નથી.
પ્રશ્ન:- યતિનામધારી એટલે?
સમાધાન:- કે નામનિક્ષેપે યતિ. જે ૨૮ મૂળગુણ પાળે છે અને લોકો જેને કહે કે આ યતિ છે તે. પણ વાસ્તવિક યતિ નહીં. એક બહરૂપી હતો. તેણે સાધુનો વેષ લીધો. તેણે સાધુ-મુનિનો વેષ એવો કર્યો કે રાજા ખુશ થઈ ગયો અને પૈસા આપવા લાગ્યો. બહુરૂપીએ પૈસા ન લીધા અને કહે કે પૈસા નહીં લઉં. કેમ કે હું (અત્યારે) સાધુ છું. માટે અમારે પૈસા ન ખપે. લ્યો, હવે સાધુના વેષવાળો (બહુરૂપી) પણ એમ કહે કે અમને પરિગ્રહ ખપે નહીં. તો પછી સાચા સાધુની તો શું વાત જ કરવી?) રાવણની પણ વાત આવે છે ને? રાવણ કહે કે સીતાજી પ્રસન્ન થતા નથી તો શું કરવું? ત્યારે કોઈએ રાવણને કહ્યું કે રામનો વેષ પહેરો. કેમ કે સીતાજી સમ્યગ્દષ્ટિ અને મહા બ્રહ્મચારી સતિ છે. ઉપરથી ઇંદ્ર ઉતરે તોપણ તેમને રામચંદ્રજી સિવાય બીજાનો વિકલ્પ ન આવે, એક પતિના વિકલ્પ સિવાય બીજાનો વિકલ્પ ન હોય. રાવણ કહે કે ભાઈતમે મને ભલામણ કરો છો કે રામનો વેષ પહેરીને જાવ, સીતાજી પ્રસન્ન થશે. પણ જ્યાં હું રામનો વેષ પહેરું છું, રામનું રૂપ ધારણ કરું છું અને સીતાજી પાસે જાઉં છું ત્યાં મને સીતાજી માતારૂપે દેખાય છે. અહા! તો પછી જો સાક્ષાત્ રામ થાઉં તો તેની શું વાત કરવી? તેમ કહે છે કે ‘નિજ પદ રમે સો રામ કહીએ.” (જે નિજપદમાં રમે છે તેને રામ કહેવાય છે.)
જુઓ ને, અહીં શું કહે છે? કે જે નિજ આત્માને ધ્યાવે છે તેને ખરેખર સમિતિ હોય છે, પણ સ્વચ્છેદવૃત્તિવાળા અજ્ઞાનીઓને સમિતિ હોતી નથી. આમ કહીને એકલી વ્યવહારસમિતિવાળા યતિનામધારીઓને ઉખેડી નાખ્યા છે (-નિષેધ કર્યો છે).
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
દ્રવ્યલીંગીઓ ભલે તન નગ્ન હોય અને તેમને પંચ મહાવ્રતનો વિકલ્પ પણ ભલે હોય, છતાંપણ તેઓ બધા સ્વછંદવૃત્તિવાળા છે. કેમ કે તેમને અંદરમાંથી ભગવાન આત્મા જાગ્યો નથી. વ્યવહારને જાણનાર જગ્યા વિના વ્યવહારની બધી વૃત્તિઓને સ્વચ્છેદવૃત્તિ કહી છે.
છે શ્લોક - ૮૮ ઉપરનું પ્રવચન જિનમતમાં કુશળ અને સ્વાત્મચિંતનમાં પરાયણ એવા યતિઓને આ સમિતિ મુક્તિ સામ્રાજ્યનું મૂળ છે.” ભાષા જુઓ! શું કહે છે? કે “જિનમતમાં કુશળ” અર્થાત્ વીતરાગી દષ્ટિ અને વીતરાગી ભાવમાં કુશળ. અહા! જિનમત કાંઈ સંપ્રદાય નથી, (પણ વસ્તુનું સ્વરૂપ છે.) તો, વીતરાગી-અકષાયસ્વરૂપ વસ્તુ ભગવાન આત્મા છે તેમાં નિપૂણતા જેને પર્યાયમાં પ્રગટ થઈ છે તેને જિનમતમાં કુશળ કહેવામાં આવે છે.
મુનિરાજ શામાં કુશળ છે?
મુનિ જિનમતમાં - વીતરાગી ભાવમાં - કુશળ છે એમ અહીં કહે છે. તથા તેઓ સ્વાત્મચિંતનમાં પરાયણ છે એટલે કે પૂર્ણાનંદમય જ્ઞાયક એવા પોતાના આત્મામાં એકાગ્ર થવા માટે પરાયણતત્પર છે. અહીં ચિંતન એટલે એકાગ્રતા છે. આવા યતિઓને – સ્વરૂપની યતના-જતના કરનારાઓને....
પણ મુનિએ સ્વરૂપની યતના-જતના શી રીતે કરી?
મુનિએ વીતરાગભાવમાં કુશળતા દ્વારા સ્વરૂપની યતના-જતના કરી છે. અહા! કહે છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ દશા જેને પ્રગટી છે અને તેમાં જે કુશળ છે તથા આત્મામાં એકાગ્રતા કરવા જે તત્પર છે એવા યતિઓને આ (નિશ્ચય) સમિતિ મુક્તિરૂપી સામ્રાજ્યનું મૂળ કારણ છે. લ્યો, મુક્તિરૂપી સામ્રાજ્યનું કારણ આ સમિતિ છે એમ કહે છે. પરંતુ આ એક જ સમિતિ કારણ છે હોં, વ્યવહાર સમિતિ નહીં. અહીં તો વ્યવહારસમિતિની વાત પણ કરી નથી.
અહા ! શ્રી પદ્મપ્રભમલધારીદેવ મુનિ-ભાવલીંગી સંત છે. તેઓ અહીં કહે છે કે જેને જિનમતમાં – આત્માના વીતરાગસ્વરૂપમાં – કુશળતા પર્યાયમાં પ્રગટી છે અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-શાંતિ જેને પ્રગટ્યાં છે અને તેમાં જે નિપૂણ છે તથા જે પોતાના
Page #183
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૫]
[૧૭૧
સ્વરૂપના ધ્યાનમાં પરાયણ છે પણ રાગાદિ કે વ્યવહારસમિતિમાં પરાયણ નથી તેને આ નિશ્ચય સમિતિ મુક્તિનું કારણ છે. જુઓ, મુનિ રાગાદિક કે વ્યવહારસમિતિમાં પરાયણ નથી એમ કહે છે. કેમ કે મુનિ રાગ-વ્યવહારથી તો મુક્ત છે. (હા), તેમને વ્યવહાર સમિતિનો રાગ હોય છે આવી જાય છે, પણ તે બંધનું કારણ છે. તો, કહ્યું કે અબંધસ્વરૂપી આત્મા જેના ભાનમાં નથી તેની વ્યવહાર સમિતિ તો સ્વચ્છેદવૃત્તિમાં ગણવામાં આવે છે. પણ જેને આત્માનું ધ્યાન વર્તે છે તેની નિશ્ચયસમિતિ મુક્તિરાજનું મૂળ છે.
કામદેવના તીણ અસ્ત્રસમૂહથી ભેદાયેલા હૃદયવાળા મુનિગણોને તે (સમિતિ) ગોચર નથી જ હોતી'. કામદેવના તીક્ષ્ણ અન્નસમૂહથી ભેદાયેલા હૃદયવાળા એટલે કે એકલી ઈચ્છામાં જ જોડાયેલા; ઈચ્છા વિનાની ચીજ એવા આત્માના દષ્ટિ અને અનુભવ વિનાના. અહા ! સમ્યગ્દર્શન અને જ્ઞાનમાં એકલો આત્મા તરવરતો હોય છે. પરંતુ આવા સમ્યગ્દર્શન અને જ્ઞાન જેને નથી તે અજ્ઞાની ઈચ્છામાં–કામદેવના તીક્ષ્ણ અન્નસમૂહની ધારામાં – વર્તે છે એમ અહીં કહે છે. આવા અજ્ઞાનીને કહે છે કે, ભાઈ! રાગની ભાવનાથી તારું હૃદય ભેદાય ગયું છે હોં. પૂર્ણાનંદનો નાથ વીતરાગી ભગવાન આત્માને પડખે તો તું ચડ્યો નથી અને આ રાગના પડખે તું ચડ્યો છો તો તારું હૃદય કામદેવના તીક્ષ્ણ અન્નસમૂહથી ભેદાય ગયું છે. તેથી તને આવી નિશ્ચયસમિતિ હોતી નથી. ભલે તું દ્રવ્યલીંગી થઈને બહારમાં વસ્ત્રત્યાગી હોય અને પાંચ મહાવ્રતાદિ ૨૮ મૂળગુણ પાળતો હોય, તોપણ તને આ સમિતિ હોતી નથી.
લોકોને આ એવું લાગે છે કે શું મુનિનું સ્વરૂપ આવું છે? (અર્થાત્ આ તો બહુ ઊંચી વાત છે.) પણ બાપા! મુનિનું સ્વરૂપ આવું જ છે ને ભાઈ! જુઓ ને? અહીં તો રાગની ક્રિયા વિનાના અક્રિયસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આનંદઘન આત્માનો અનુભવ જેને નથી તે બધા દ્રવ્યલીંગી યતિઓના પંચ મહાવ્રતના પરિણામને સ્વચ્છંદમાં નાખ્યા છે. કેમ કે ભગવાનની આજ્ઞાનો નિશ્ચય સહિતનો વ્યવહાર તેમને છે નહીં. તેમનો વ્યવહાર તો તેમનો પોતાનો ધારેલો (-માનેલો) છે અને તેથી સ્વચ્છેદ છે. અહો! સંતોની વાણી પણ કોઈ અલૌકિક)
શ્રીમદ્જીએ કહ્યું છે ને? કે શ્વેતાંબરની મોળાશને લઈને રસ ઠંડાતો ગયો અને દિગંબરોના તીવ્ર વચનોને લઈને રહસ્ય કઈક સમજી શકાય છે કે આવી વસ્તુ છે. વિપરીત દષ્ટિ થયા પછી જ્યારથી શ્વેતાંબર પંથ નીકળ્યો છે ત્યારથી તેઓ મોળું-ઢીલું (વિપરીત) કરતા ગયા છે, બધામાં અપવાદ માનવા લાગ્યા છે. જેમ કે મુનિને વસ્ત્ર-પાત્ર ખપે,
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭ ૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ- ૩
જે મુનિ દ્રવ્યાનુયોગમાં નિપૂણ હોય તે સદોષ આધાકર્મી – પોતાના માટે કરેલો આહાર લે તેમાં વાંધો નથી. આ બધી ગપગપ વાતો છે. ધૂળેય મુનિને વસ્ત્ર-પાત્ર ખપે નહીં સાંભળી ને તેમ જ જો મુનિ દ્રવ્યાનુયોગમાં નિપૂણ ન હોય તો મુનિ કઈ રીતે હોય? અરે! જે સાચા મહાન સંત હોય તેને પોતાના માટે કરેલો આહાર લેવાનો વિકલ્પ જ ન હોય. જે પોતાના માટે કરેલો આહાર લેવાનો વિકલ્પ હોય તો તે ભોગનો જ કામી છે. “મો નિમિત્ત -એમ (સમયસારના) બંધ અધિકારમાં (ગાથા-ર૭૫માં) આવે છે ને? અર્થાતુ તેનો (-દ્રવ્યલીંગીનો) રાગ ભોગને માટે જ છે, પણ અતીન્દ્રિય આનંદના ભોગને માટે નથી. રાગ વિનાનો ચૈતન્ય આત્મા તેને ભાનમાં આવ્યો નથી. તેથી તેના પંચ મહાવ્રતાદિના બધા પરિણામ ભોગને માટે છે એમ કહે છે. કેવળીના કેડાયત દિગંબર મુનિઓની-સંતોની વાત ગજબ છે. જે મારગ કેવળીએ પ્રરૂપ્યો છે તે જ મારગ દિગંબર મુનિઓએ-સંતોએ કહ્યો છે. આવી વાત બીજે ક્યાંય નથી. અહીં કહ્યું કે અજ્ઞાનીને વ્યવહારસમિતિ પણ ગમ્ય નથી અર્થાત્ વ્યવહારસમિતિનું પણ ભાન નથી. કેમ કે જ્યાં નિશ્ચય નથી ત્યાં વ્યવહારનું પણ ભાન હોતું નથી.
શ્લોક - ૮૯ ઉપરનું પ્રવચન કર્યું હે મુનિ! સમિતિઓમાંની આ સમિતિને - કે જે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે,..' સમિતિઓમાંની આ સમિતિ = પાંચમી પ્રતિષ્ઠાપન સમિતિ. અંદર શુદ્ધ પરિણમનરૂપ સમિતિ છે તે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે એટલે કે નિશ્ચયસમિતિથી મુક્તિ થાય છે. શુદ્ધસ્વભાવના અંતર આશ્રયથી શુદ્ધ પરિણતિરૂપ નિશ્ચયસમિતિ પ્રગટે તે નિશ્ચય સમિતિની આ વાત છે હોં. તો, કહે છે કે પૂર્ણ શુદ્ધસ્વભાવનું ગ્રહણ અને રાગાદિનો ત્યાગ –એવી જે સમિતિ છે તે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે એટલે કે તેનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
જે ભવભવના ભયરૂપી અંધકારને નષ્ટ કરવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન છે....' ભવભવનો ભય = રાગાદિભાવ. રાગાદિભાવરૂપ અજ્ઞાન-અંધકારને નષ્ટ કરવા માટે નિશ્ચયસમિતિ પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૫]
[૧૭૩
| ‘તથા તારી સત્-દીક્ષારૂપી કાન્તાની (સાચી દીક્ષારૂપી પ્રિય સ્ત્રીની) સખી છે.....' સતુ-દીક્ષા = સાચી દીક્ષા. વીતરાગસ્વભાવનો આશ્રય લઈને જેણે વીતરાગી પરિણતિ પ્રગટ કરી છે તેને સત્-સાચી દીક્ષા હોય છે. લ્યો, આ બધા (દ્રવ્યલીંગી) વ્યવહાર દીક્ષા અંગીકાર કરે છે તે સાચી દીક્ષા નથી એમ કહે છે. અહીં કહ્યું કે આ નિશ્ચયસમિતિ સત્-દીક્ષારૂપી કાન્તાની સખી છે.
તેને હવે પ્રમોદથી જાણીને,” -અંતરમાં આનંદસ્વરૂપ આત્માના પરિણમનરૂપ આવી પાંચમી સમિતિ છે તેને પ્રમોદથી જાણીને,
“જિનમતકથિત તપથી સિદ્ધ થતા એવા કોઈ (અનુપમ) ધ્રુવ ફળને તું પામીશ.” જિનમતકથિત તપ = વીતરાગે કહેલું એવું મુનિપણું. સર્વજ્ઞ પરમેશ્વરે કહેલું એવું વીતરાગી દશારૂપ મુનિપણું છે તેનાથી સિદ્ધ થતા એવા અનુપમ ધ્રુવ ફળને તું પામીશ એટલે કે તું મુક્તિને પામીશ એમ કહે છે. અહા! પદ્મપ્રભમલધારીદવની ભાષા તો જુઓ!
પ્રશ્ન:- આ શ્લોકમાં વ્યવહાર સમિતિની વાત છે?
સમાધાન:- (ના), નિશ્ચયસમિતિની વાત છે. વ્યવહાર સમિતિની વાત ભલે (ગાથામાં) ચાલે છે, પણ તે વ્યવહાર સમિતિની વાતમાંથી નિશ્ચયસમિતિની વાત કાઢી છે કે આવી નિશ્ચયસમિતિવાળાને જ વ્યવહારસમિતિ હોય છે અને તોપણ નિશ્ચયસમિતિ છે તે જ મુક્તિનું કારણ છે એમ અહીં બતાવવું છે. તો, કહ્યું કે અંતરમાં પૂર્ણસ્વરૂપ આત્માના શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા તે જિનમતકથિત મુનિપણું છે અને એવા મુનિપણાથી તું મોક્ષદશાને પામીશ....
છે શ્લોક - ૯૦ ઉપરનું પ્રવચન ; “સમિતિની સંગતિ દ્વારા... એટલે કે શુદ્ધ વીતરાગી પરિણતિરૂપ સમિતિના સંબંધ દ્વારા “ખરેખર મુનિ મન-વાણીને પણ અગોચર (-મનથી અચિંત્ય અને વાણીથી અકથ્ય) એવું કોઈ કેવળ સુખામૃતમય ઉત્તમ ફળ શીઘ પામે છે.” અર્થાત્ મોક્ષને પામે છે. અહા ! મુનિએ પોતાના પૂર્ણ સ્વભાવની વીતરાગ નિર્વિકલ્પ પરિણતિ છે તેની સાથે સંગતિ કરી છે – સંબંધ કર્યો છે. અને એવા મુનિ કેવળસુખરૂપી અમૃતમય એવી મુક્તિને શીધ્ર પામે છે અર્થાત્ અલ્પ કાળમાં મુનિની મુક્તિ થાય છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પ્રશ્ન:- અહીં ‘શીધ્ર પામે છે એમ કહ્યું છે, તો ક્રમ ક્યાં રહ્યો? ક્રમબદ્ધ કયાં રહ્યું?
સમાધાન:- ભાઈ! એનો અર્થ એ છે કે તેને ક્રમબદ્ધમાં અલ્પકાળે જ મુક્તિ થવાનો પ્રસંગ છે.
- આ રીતે પાંચ સમિતિનું વર્ણન કર્યું.
હવે મન-વચન-કાયાની ત્રણ ગુપ્તિનું વર્ણન કરે છે. અહા! આ તો અલૌકિક વાતો છે ભાઈ. બહારની (વ્યવહારની) સાધારણ વાત કરતાં-કરતાં પણ મુનિરાજ વાતને નિશ્ચયમાં લઈ જાય છે.
ગાથા – ૬૫ શ્લોક - ૮૮ શ્લોક – ૮૯ શ્લોક - ૯૦
પ્રવચન . NSS / ૬૦ NST / ૬૦
/ ૬૧
તારીખ ૬-૭-૭૧ ૨-૭-૭ર ૩-૭-૭ર
Page #187
--------------------------------------------------------------------------
________________
છે
ગાથા - ૬૬
હું
कालुस्समो हसण्णारागद्दो साइअसुहभावाणं । परिहारो मणुगुत्ती ववहारणयेण परिकहियं ॥६६॥ कालु प्यमोहसंज्ञारागद्वेषाद्य शुभभावानाम् । परिहारो मनोगुप्तिः व्यवहारनयेन परिकथिता ॥६६।।
કાલુષ્ય, સંજ્ઞા, મોહ, રાગ, દ્વેષ આદિ અશુભના પરિહારને મનગુપ્તિ છે ભાખેલ નય વ્યવહારમાં. ૧૬.
અન્વયાર્થ:- (નુષ્યમોદસંજ્ઞા પાદ્યગુમાવીનામુ) કલુષતા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષ વગેરે અશુભ ભાવોના (પરિહાર:) પરિહારને વ્યવહારનયેન) વ્યવહારનયથી (મનો પ્તિ) મનોગુપ્તિ (રકતા) કહેલ છે.
ટીકા:- આ, વ્યવહાર *મનોગુપ્તિના સ્વરૂપનું કથન છે.
ક્રોધ, માન, માયા અને લોભ નામના ચાર કષાયોથી ક્ષુબ્ધ થયેલું ચિત્ત તે કલુષતા છે. દર્શનમોહ અને ચારિત્રમોહ એવા (બે) ભેદોને લીધે મોહ બે પ્રકારે છે. આહારસંશા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એવા (ચાર) ભેદોને લીધે સંજ્ઞા ચાર પ્રકારે છે. પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ એવા (બે) ભેદને લીધે રાગ બે પ્રકારનો છે. અસહ્ય જનો પ્રત્યે અથવા અસહ્ય પદાર્થસમૂહો પ્રત્યે વૈરનો પરિણામ તે દ્વેષ છે. -ઈત્યાદિ
* મુનિને મુનિcોચિત શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) મન-આશ્રિત, વચન-આશ્રિત
કે કાય-આશ્રિત શુભોપયોગ તેને વ્યવહાર ગુપ્તિ કહેવામાં આવે છે, કારણ કે શુભોપયોગમાં મન, વચન કે કાર્ય સાથે અશુભોપયોગરૂપ જોડાણ નથી. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે. તે શુભોપયોગ તો વ્યવહારગુપ્તિ પણ કહેવાતો નથી.
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
*અશુભ પરિણામપ્રત્યયોનો પરિહાર જ (અર્થાતુ અશુભ પરિણામરૂપ ભાવપાપાગ્નવોનો ત્યાગ જ) વ્યવહારનયના અભિપ્રાયથી મનોગુપ્તિ છે. (હવે ૬૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:)
(વસંતતિલૅI) गुप्तिर्भविष्यति सदा परमागमार्थचिंतासनाथमनसो विजितेन्द्रियस्य । बाह्यान्तरङ्गपरिषङ्गविवर्जितस्य
श्रीमज्जिनेन्द्रचरणस्मरणान्वितस्य ॥९१॥ (શ્લોકાર્થ:-) જેનું મન પરમાગમના અથના ચિંતનયુક્ત છે, જે વિજિતેંદ્રિય છે (અર્થાત જેણે ઈંદ્રિયોને વિશેષપણે જીતી છે), જે બાહ્ય તેમ જ અત્યંતર સંગ રહિત છે અને જે શ્રીનિંદ્રચરણના સ્મરણથી સંયુક્ત છે, તેને સદા ગુપ્તિ હોય છે. ૯૧.
છેગાથા - ૬૬ ઉપરનું પ્રવચન
આ, વ્યવહાર મનોસુમિના સ્વરૂપનું કથન છે.” નીચે ફૂટનોટ છે તેનો ખુલાસો બે-ત્રણ વાર આગળ આવી ગયો છે. જુઓ, પાના નં. ૧૧૨, ૧૧૭ અને ૧૧૯ (નિયમસાર શાસ્ત્ર).
ક્રોધ, માન, માયા અને લોભ નામના ચાર કષાયોથી ક્ષુબ્ધ થયેલું ચિત્ત તે કલુષતા છે.' - આવા અશુભભાવને સ્વરૂપના દષ્ટિ અને અનુભવપૂર્વક તેમ જ ત્રણ કષાયના અભાવરૂપના અંતરના ચારિત્રપૂર્વક મુનિરાજ છોડે છે એમ કહેવું છે.
‘દર્શનમોહ અને ચારિત્રમોહ એવા (બે) ભેદોને લીધે મોહ બે પ્રકારે છે.” મોહને પણ મુનિરાજ છોડે છે અર્થાત્ તેનો પરિહાર કરે છે. જુઓ, ગાથામાં એમ છે ને ? કે ‘રિહારો”.
* પ્રત્યયો = આસ્રવી; કારણો. (સંસારનાં કારણોથી આત્માનું ગોપન-રક્ષણ કરવું તે ગુપ્તિ છે.
ભાવપાપાસવો તેમ જ ભાવપુણ્યાગ્નવો સંસારનાં કારણો છે.)
Page #189
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૬]
[૧૭૭
“આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એવા (ચાર) ભેદોને લીધે સંજ્ઞા ચાર પ્રકારે છે.' - આવા સંજ્ઞાના અશુભ પરિણામને પણ મુનિરાજ છોડે છે. અહા! મુનિ આહાર કરે-લે તે આહારસંશા નથી. કેમ કે આહાર સંજ્ઞા તો આહારની વૃદ્ધિ હોય તેને કહે છે. મુનિ પોતાને વ્યવહાર મનોગુમિ છે તેમાં આહારની વૃદ્ધિ છોડે છે. તેથી તેમને આહારસંશા છે નહીં.) આહાર લેવો-ખાવો તે આહાર સંજ્ઞા છે એમ નથી. કારણ કે નહીંતર તો, મુનિ આહાર લે તે આહારસંશા થઈ અને તે તો અશુભભાવ છે. પરંતુ મુનિને અશુભભાવ હોતો નથી.) માટે આહાર લેવો તે આહાર સંજ્ઞા નથી, પણ આહારની વૃદ્ધિ તે આહારસંજ્ઞા છે અને તેવા અશુભભાવને મુનિ છોડે છે.
ઘણા અજ્ઞાની એમ કહે છે કે મુનિ આહાર લે છે તેથી તેમને આહાર સંજ્ઞા છે. પરંતુ અહીં તેની ના પાડે છે કે એમ નથી. કેમ કે આહાર સંજ્ઞાની એવી વ્યાખ્યા જ નથી. આહાર સંજ્ઞા તો વૃદ્ધિ થઈને (-સહિત) આહાર લે તેને કહે છે અર્થાત્ આહારમાં વૃદ્ધિ હોય તેવા અશુભભાવને આહારસંશા કહે છે. આ રીતે આહારસંશા એ અશુભભાવ છે અને તેને મુનિ છોડે છે. પણ મુનિ આહાર લે તે શુભભાવ છે અને તે તો મુનિને હોય છે. બીજી રીતે કહીએ તો, અશુભભાવરૂપ આહાર સંજ્ઞા છે તેને મુનિ છોડે છે, પણ આહારનો શુભભાવ તો તેમને હોય છે. આહાર માટે ભલે તેઓ ગોચરી કરે છે, છતાંપણ તે શુભભાવ-શુભવિકલ્પ છે અને તે તેમને હોય છે. જ્યારે આહાર સંજ્ઞાનો અશુભભાવ તેમને હોતો નથી.) આ રીતે મુનિને આહારસંશા નથી એમ અહીં કહેવું
પ્રશ્ન:- મુનિ આહાર તો ગ્રહણ કરે છે ને?
સમાધાન:- મુનિ આહાર ગ્રહણ કરતા નથી. તેઓ તો આહાર આવે તેને જાણે છે. તેમને આહારનો ભાવ આવે તે શુભભાવ છે. જ્યારે આ આહાર સંજ્ઞા આદિ બધા ભાવ અશુભભાવ છે કે જેને તેઓ છોડે છે. જુઓ ને! એ જ વાત અંદરમાં છે ને? કે ‘ઈત્યાદિ અશુભ પરિણામપ્રત્યયોનો પરિહાર...'
અહીં કહે છે કે આહાર સંજ્ઞા આદિ ચારેય સંજ્ઞા અશુભ છે, તેમાં શુભભાવ હોતો નથી અને તેને મુનિ છોડે છે અર્થાત્ આહાર સંજ્ઞા આદિ બધા અશુભ પરિણામનો મુનિને પરિહાર છે, પણ શુભભાવનો નહીં. કારણ કે શુભભાવ-વ્યવહાર તો તેમને છે. તેમ જ અહીં વ્યવહાર મનોસુમિની વાત લેવી છે ને? તો, વ્યવહાર મનોમિમાં અશુભ પરિણામનો ત્યાગ છે, પણ શુભપરિણામનો નહીં.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહા! અત્યારે આ મોટી ચર્ચા ચાલે છે કે જુઓ! મુનિ આહાર લે છે એટલે તેમને આહારસંશા હોય છે. ભાઈ! તે ખોટી વાત છે, બિલકુલ એમ નથી. કેમ કે આહાર લેવાનો ભાવ તે આહારસંશા નથી, પરંતુ આહારની વૃદ્ધિ તે આહાર સંજ્ઞા છે અને તે મુનિને હોતી નથી. તથા આહાર સિવાય બીજી ત્રણ સંજ્ઞા હોવાનો – ભય, મૈથુન અને પરિગ્રહમાં વૃદ્ધિ હોવાનો – પ્રશ્ન જ નથી. કેમ કે એ બધા અશુભભાવ હોવાથી મુનિને છે જ નહીં. આમ, આ આહારસંશા આદિ ચારેય સંજ્ઞા અશુભભાવમાં જાય છે અને મુનિ આહાર લે તે અશુભભાવ નથી, પણ શુભભાવ છે. (તેથી મુનિ આહાર લે તોપણ તેમને આહારસંજ્ઞા નથી.) ભલે મુનિને આહાર લેવાનો ભાવ છે તો આસ્રવે. છતાંપણ તે શુભભાવ છે, અશુભભાવ નહીં. જુઓ ભાઈ! મુનિને આહાર લેવાનો વિકલ્પ હોય તે પુણ્યાસવ છે, પણ આહાર સંજ્ઞા નથી – આહારસંજ્ઞાનો અશુભભાવ નથી એમ અહીં કહે છે.
“પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ એવા (બે) ભેદને લીધે રાગ બે પ્રકારનો છે.'
અસહ્ય જનો પ્રત્યે” એટલે કે આકરા માણસો અને તેના વચનો વગેરે પ્રત્યે ‘અથવા અસહ્ય પદાર્થસમૂહો પ્રત્યે વૈરનો પરિણામ તે દ્વેષ છે.”
-ઈત્યાદિ અશુભ પરિણામપ્રત્યયોનો પરિહાર જ (અર્થાત અશુભ પરિણામરૂપ ભાવપાપાસવોનો ત્યાગ જ) વ્યવહારનયના અભિપ્રાયથી મનોગુપ્તિ છે.” જુઓ, કહે છે કે (ઉપર કહ્યા) તે બધા અશુભ પરિણામપ્રત્યયોનો-આસવોનો પરિહાર જ વ્યવહારના અભિપ્રાયથી મનોગુમિ છે.
નીચે ફૂટનોટમાં લખ્યું છે કે “પ્રત્યયો = આસવો; કારણો. (સંસારનાં કારણોથી આત્માનું ગોપન-રક્ષણ કરવું તે ગુમિ છે. ભાવપાપામ્રવો તેમ જ ભાવપુણ્યાસૂવો સંસારનાં કારણો છે.) અહા ! શુભપરિણામ પણ પ્રત્યય-આસ્રવ છે.
પ્રશ્ન:- ભાવપુણ્યાસવના ત્યાગની વાત ટીકામાં નથી લીધી, તો પછી અહીં ફૂટનોટમાં કેમ લીધી છે?
સમાધાન:- ટીકામાં વ્યવહારગુમિની વાત છે ને? અને વ્યવહારગુણિમાં શુભ પરિણામનો ત્યાગ હોતો નથી, પણ અશુભ પરિણામનો ત્યાગ હોય છે. તેથી ટીકામાં અશુભ પરિણામના ત્યાગની વાત – એટલી જ વાત લીધી છે. (પરંતુ ભાવપુણ્યાશ્રવના
Page #191
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૬]
[૧૭૯
ત્યાગની વાત લીધી નથી.) અહા! છે તો શુભ પરિણામ પણ આસવ. પરંતુ અહીંયા ટીકામાં વ્યવહાર મનોગુમિની વ્યાખ્યા છે તેથી અશુભ પરિણામના ત્યાગની વાત કરી, પણ ભાવપુણ્યાસવના ત્યાગની વાત ન કરી. જ્યારે ફૂટનોટમાં “અશુભ પરિણામરૂપ આસવ' એમ ટીકામાં કહ્યું તો તેની સાથે શુભ પરિણામરૂપ આસવ પણ છે એ સિદ્ધ કરવું છે. જુઓ, ટીકામાં પાઠ એવો છે કે “અશુભ પરિણામપ્રત્યયો' અર્થાત્ અશુભ પરિણામરૂપ આમ્રવ. તો, તેમાંથી ફૂટનોટમાં એ કાઢ્યું કે શુભ પરિણામરૂપ આસવ. આવી ભારે વાત છે!
અહા! જ્યારે અશુભ પરિણામપ્રત્યયો છે તો તેનો અર્થ એ થયો કે શુભ પરિણામપ્રત્યયો પણ છે અને એવો શુભભાવ હજુ અહીં મનોગતિમાં છે. કેમ કે વ્યવહાર મનોગુમિની વાત છે ને!
પ્રશ્ન:- અહીં શુભ-અશુભ—બન્ને ભાવના ત્યાગની વાત છે?
સમાધાન:- ના, અહીં વ્યવહાર મનોગુમિમાં તો એક માત્ર) અશુભભાવના ત્યાગની વાત છે. બન્ને શુભ અને અશુભ પરિણામ જોકે સંસારના કારણ છે, છતાં પણ અહીં વ્યવહાર મનોગુમિની વાત કરવી છે ને? તેથી વ્યવહાર મનોગુમિમાં એકલા અશુભભાવના ત્યાગની વાત કરી છે. જ્યારે નિશ્ચય મનોગુમિમાં તો બન્ને શુભાશુભ ભાવનો ત્યાગ હોય છે. પણ તે વાત અત્યારે નથી. જુઓ ને? એક વ્યવહાર મનોગુમિની વાતમાં પણ કેટલી સ્પષ્ટતા કરી છે!
અહા! ફૂટનોટમાં ખુલાસો કર્યો છે કે અશુભ પરિણામ પણ આસવ છે અને શુભ પરિણામ પણ આસવ છે. બીજી રીતે કહીએ તો, ફૂટનોટમાં એ સમજાવ્યું છે કે જ્યારે ટીકામાં અશુભ પરિણામપ્રત્યય કહ્યા તો તેનો અર્થ એ થયો કે શુભ પરિણામપ્રત્યય પણ છે. તે બન્ને શુભાશુભભાવ આસ્રવ છે અને સંસારના કારણ છે. જોકે અહીં ટીકામાં માત્ર અશુભ પરિણામના – એકના જ ત્યાગની વાત છે. નીચે ફૂટનોટમાં જે અર્થ કર્યો છે તે વાત એટલે કે બન્ને શુભ-અશુભભાવના ત્યાગની વાત ટીકામાં નથી. ટીકામાં ભાવપાપાસવના ત્યાગની જ – એટલી જ વાત છે. કેમ કે પુણ્યાસવનો વિકલ્પ તો મુનિને હોય છે. કારણ કે તેમને વ્યવહાર મનોગતિ છે ને?
અહા! જેને નિશ્ચયનું (-આત્માનું) ભાન છે, જેને અંતર સ્વરૂપની વીતરાગતા છે એવા જીવને (-મુનિને) આવી વ્યવહાર મનોસુમિ હોય છે. પરંતુ અજ્ઞાનીને – એકલા
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૮૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
વ્યવહાર ક્રિયાકાંડીને
આવી વ્યવહાર મનોગુપ્તિ હોય છે એમ વાત અહીં છે જ નહીં. અંતરમાં નિર્વિકલ્પ આનંદસ્વરૂપ આત્માનો આશ્રય લઈને જેણે નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિ પ્રગટ કરી છે તેને તે ભૂમિકામાં અશુભ પરિણામના ત્યાગરૂપ શુભભાવવાળી મનોગુપ્તિ હોય છે. તેને અશુભભાવનો ત્યાગ છે, પણ હજુ શુભભાવ હોય છે અને જેટલો શુભભાવ છે એટલો આસવ પણ છે. આ રીતે, અશુભભાવના ત્યાગરૂપ શુભ વિકલ્પ હોય તેને વ્યવહાર મનોગુતિ કહેવામાં આવે છે. જેને અંદરમાં મૂળ વસ્તુભૂત નિશ્ચયનો (સ્વનો) આશ્રય છે, નિશ્ચયના અવલંબે વીતરાગ શુદ્ધ પરિણતિ પ્રગટી છે તેને અશુભભાવનો ત્યાગ હોય છે અને તેને વ્યવહાર મનોગુતિ કહેવામાં આવે છે. તે સિવાય જેને સમ્યક્ આત્મ-અનુભવ, આત્મદૃષ્ટિ અને આત્મ-અવલંબને પ્રગટ થતી વીતરાગતા છે જ નહીં તેને તો વ્યવહાર મનોગુપ્તિ પણ હોઈ શકે નહીં. શરત ભારે છે! પણ વસ્તુ જ એવી છે!
-
જુઓ, આહારસંજ્ઞારૂપી અશુભ પરિણામનો ત્યાગ એમ અહીંયા કહ્યું છે, એટલે તેનો અર્થ એ છે કે આહારસંજ્ઞાને જ અશુભ પરિણામ કહ્યા છે. પણ આહાર લેવો તે અશુભ પરિણામ છે એમ નથી. તીર્થંકર પણ કેવળજ્ઞાન થયું ન હોય અને છદ્મસ્થ હોય તો કવલાહાર લે છે. કેમ કે તેઓ ત્યારે છદ્મસ્થ છે ને? પછી કેવળજ્ઞાન થતાં કવલાહાર હોય નહીં. તો કહ્યું કે જ્યારે તીર્થંકર પણ છદ્મસ્થપણે છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતા હોય ત્યારે છઠે ગુણસ્થાને વિકલ્પ ઉઠે છે અને આહાર લે છે. તે આહાર લેવાનો ભાવ શુભ છે, પુણ્યાસવ છે. કેમ કે તેમાં વૃદ્વિપણાનો ત્યાગ છે. આ રીતે અશુભ પરિણતિનો ત્યાગ છે તેને વ્યવહાર મનોગુપ્તિ કહે છે. આવી વાત છે ભાઈ! અહીં તો ભગવાનનો માર્ગ છે. તેમાં એક-એક વાતનો જવાબ દીધો છે. પણ જેવું માર્ગનું સ્પષ્ટ સ્વરૂપ છે એવું તેણે જાણવું જોઈએ ને?
અહા! ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા – એ ત્રણેય સંજ્ઞા તો અશુભભાવ છે જ, તેવી રીતે આહારસંજ્ઞા પણ અશુભભાવ છે. આ રીતે આ ચારેય સંજ્ઞા અશુભભાવ છે અને તેને મુનિ છોડે છે. હવે કહે છે કે મુનિ આહારસંજ્ઞા આદિના અશુભભાવને છોડે છે તેથી આહાર લેવાનો ભાવ છે તેને પણ છોડે છે એમ નથી. કેમ કે આહાર લેવાનો ભાવ શુભ છે. લ્યો, મુનિને આહાર લેવાની વૃત્તિ છે તે આહારસંજ્ઞા નથી. કેમ કે મુનિને આહાર લેવાનો ભાવ તો ભાઈ! હોય છે, પણ આહારસંજ્ઞાના અશુભભાવનો ત્યાગ હોય છે. અહો! મુનિરાજના ભાવ તો જુઓ! અહા! આહારસંજ્ઞા અશુભભાવ
Page #193
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૬]
[૧૮૧
છે, જ્યારે મુનિને આહાર લેવાની વૃત્તિ છે તે સંયમના હેતુથી હોવાથી શુભભાવ છે, પુણ્યાસવ છે. ભલે તે આહાર લેવાની વૃત્તિ આત્માનું સ્વરૂપ નથી, સંવર-નિર્જરા નથી, છતાં પણ છઠ્ઠા ગુણસ્થાનવાળા તીર્થંકરને કે ગણધરને કે મુનિને હોય છે અને તે શુભાસવ છે. તેથી (આહારસંજ્ઞા અશુભભાવ છે અને આહાર લેવાની વૃત્તિ શુભભાવ છે તેથી) આહાર લેવાની વૃત્તિ આહારસંજ્ઞા નથી.
પ્રશ્ન:- ભયસંજ્ઞામાં આ વાત કેવી રીતે લાગુ પડે?
સમાધાન:- મુનિને ભય છે જ નહીં, તેનો તો ત્યાગ જ છે. કેમ કે ભય પોતે જ અશુભભાવ છે. (માટે તે હોવાનો પ્રશ્ન જ નથી). જ્યારે આહારસંજ્ઞાની વાત લઈએ તો, મુનિને આહાર લેવાનો ભાવ છે, કેમ કે તે શુભભાવ છે. પણ આહારસંજ્ઞાનો ત્યાગ છે, કેમ કે તે અશુભભાવ છે. અહા! આહારસંજ્ઞા જુદી છે અને આહાર લેવાનો ભાવ જુદો છે. કારણ કે આહાર લેવાના ભાવમાં વૃદ્ધિપણું નથી અને તે પુણ્યાસવ છે. (જ્યારે આહારસંજ્ઞામાં વૃદ્ધિપણું છે અને તે પાપાસવ છે.) તેથી મુનિ આહારની વૃદ્ધિઆહારસંજ્ઞાને છોડે છે. તેવી રીતે ભયસંજ્ઞા આદિને પણ મુનિ છોડે છે, કેમ કે તે પણ અશુભ જ છે. આમ ચારેય સંજ્ઞા અશુભભાવ છે અને તેને મુનિ છોડે છે. અહીં એટલું સ્પષ્ટ કરવું છે કે આહારસંજ્ઞા એટલે આહાર લેવાનો ભાવ એમ નથી. પરંતુ આહાર પ્રત્યે ગૃદ્ધિપણું તે આહારસંજ્ઞા છે. જરીક ઝીણી વાત છે.
અહા! મુનિનો આહાર લેવાનો ભાવ જેમ શુભભાવ છે તેમ વળી ભયસંજ્ઞા આદિમાં અશુભભાવ ઉપરાંત શુભભાવ પણ છે એમ તો છે જ નહીં, એ પ્રશ્ન તો અહીં છે જ નહીં. કેમ કે સંજ્ઞામાં અશુભભાવ સિવાય બીજો ભાવ છે જ નહીં. ચારેય સંજ્ઞામાં અશુભભાવ જ છે અને તેનો મુનિને ત્યાગ હોય છે. જ્યારે આહાર લેવાની વૃત્તિ તેમને હોય તે જુદી ચીજ છે (-શુભભાવરૂપ છે) અને તેના ત્યાગની વાત અહીંયા નથી. અહીંયા ફક્ત આહાર લેવા પ્રત્યે ગૃદ્ધિની વૃત્તિના — કે જે અશુભભાવરૂપ આહારસંજ્ઞા છે તેના— ત્યાગની વાત છે. આમ, ચારેય સંજ્ઞા પાપાસવ પરિણામ છે અને મનોગુપ્તિમાં તે પાપાસવનો ત્યાગ હોય છે. પણ પુણ્યાસવનો ત્યાગ હોતો નથી. કેમ કે આ મનોગુપ્તિ વ્યવહાર છે અને વ્યવહાર છે તેથી શુભવિકલ્પરૂપ છે.
-
જુઓ, આમાં તો ચોખ્ખી વાત છે કે આત્માનો નિશ્ચય અનુભવ અને સમ્યક્દર્શન સહિત તેમ જ નિર્વિકલ્પ વીતરાગી પરિણતિ સહિત મુનિ છે તેને અશુભભાવના
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ત્યાગપૂર્વક શુભભાવ હોય છે અને તેને વ્યવહાર મનોગુમિ કહે છે. તે ઉપરાંત અહીં ખુબી શું છે? કે ટીકામાં ‘અશુભ પરિણામપ્રત્યયો' કહ્યા તો તેમાંથી ફૂટનોટમાં એમ કાવ્યું કે શુભ પરિણામપ્રત્યયો પણ છે અર્થાત્ શુભપરિણામ પણ આસવ છે. પરંતુ તેનો વ્યવહાર મનોગુણિમાં મુનિને પરિવાર નથી. ભાઈ! અહીં ટીકામાં એમ સમજાવવું નથી કે બન્ને શુભ અને અશુભભાવ આસ્રવ છે તેનો ત્યાગ વ્યવહાર મનોગુણિમાં છે. -એમ નથી કહેવું. આ તો ફક્ત “અશુભ પરિણામપ્રત્યય' એવો શબ્દ ટીકામાં આવ્યો તેથી તેમાંથી અર્થ કાઢયો કે શુભ પરિણામ પણ આસ્રવ છે.
અહા! અહીં વ્યવહાર મનોગુણિમાં ભાવપુણ્યાસવનું ગોપન થાય છે એમ નથી કહેવું. પરંતુ અહીં તો એટલી વ્યાખ્યા છે કે ભાવપુણ્યાસ્રવ તેમ જ ભાવપાપાસવ સંસારના કારણ છે. આમ પુણ્યાસ પણ સંસારનું કારણ છે એ વાત સમજાવી છે.
પ્રશ્ન:- અમારે બધી જગ્યાએ સમજવું જ (-સમજણ જ કરવી?
સમાધાન:- આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેથી તેના માટે (ભાગે) સમજવું જ આવે. તે સિવાય બીજું શું આવે? જ્ઞાની, વ્યવહાર મનોગુપ્તિમાં અશુભભાવનો ત્યાગ છે એમ જાણે અને તે વ્યવહાર મનોગુમિનો શુભરાગ બંધનું કારણ છે એમ પણ જાણે તથા નિર્વિકલ્પધારા-જ્ઞાનધારા વર્તે છે તે મોક્ષનું કારણ છે એમ પણ જાણે. -આમ આવા ભાવો હોય છે તેને આત્મા (જ્ઞાની) જાણે છે.
અહા! મુનિની આહાર લેવાની વૃત્તિ અશુભભાવ નથી, છતાં પણ તે છે તો રાગધારાકર્મધારા. તીર્થકર જ્યારે મુનિપણે છદ્મસ્થ હોય ત્યારે તેમને પણ આહાર લેવાની વૃત્તિ હોય છે. પરંતુ તે વૃત્તિ અશુભભાવ છે એમ નથી, તે શુભભાવ છે. “મોક્ષમાર્ગપ્રકાશક'માં આ વાત આવે છે ને? કે મુનિને અશુભભાવનો ત્યાગ જ છે, તેમને અશુભભાવ હોય જ નહીં. કદાચ ધર્મના લોભી—ધર્મ સમજવાના કામી-કોઈ જીવ આવે અને શુભરાગ હોય તો ઉપદેશ આપે છે. બસ. તો, તે ઉપદેશ દેવાનો વિકલ્પ–સમજાવવાનો ભાવ શુભરાગ છે, પુણ્યાસ્રવ છે. તે શુભરાગ પણ પોતાના કારણે આવે છે હો. તેને (ધર્મના લોભી જીવને) સમજાવે છે માટે શુભરાગ આવે છે એમ નથી.
અહીં કહ્યું કે અશુભ પરિણામનો – ભાવપાપામ્રવનો - ત્યાગ તે વ્યવહાર મનોગુતિ છે. પણ ભાવપુણ્યાસવનો ત્યાગ તે વ્યવહારનયના અભિપ્રાયથી મનોગુમિ છે એમ નથી.
Page #195
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૬]
[૧૮૩
શ્લોક
૯૧ ઉપરનું પ્રવચન
-
‘જેનું મન પરમાગમના અર્થોના ચિંતનયુક્ત છે......' – મુનિને આવો વિકલ્પ હોય છે કે જેમાં અશુભભાવનો ત્યાગ છે.
-
‘જે વિજિતેંદ્રિય છે (અર્થાત્ જેણે ઇંદ્રિયોને વિશેષપણે જીતી છે), જે બાહ્ય તેમ જ અત્યંતર સંગ રહિત છે......' – મુનિને બાહ્યમાં વસ્ત્ર-પાત્ર આદિનો સંગ નથી અને અંદરમાં-અત્યંતરમાં રાગનો પણ સંગ નથી.
‘અને જે શ્રીજિનંદ્રચરણના સ્મરણથી સંયુક્ત છે, તેને સદા ગુપ્તિ હોય છે.’ મુનિ તદ્ન વીતરાગ ભાવના સ્મરણમાં છે તે નિશ્ચય મનોગુપ્તિ છે અને સ્વરૂપના ભાન સહિતની સ્થિરતાની સાથે જિનેન્દ્રના સ્મરણનો વિકલ્પ છે તે વ્યવહાર મનોગુપ્તિ છે. વ્યવહાર મનોગુપ્તિમાં માત્ર અશુભભાવ છૂટ્યો છે, જ્યારે નિશ્ચય-પરમાર્થ મનોગુપ્તિમાં બન્ને શુભ ને અશુભભાવ છૂટીને મુનિરાજ વીતરાગ પરિણતિરૂપે પરિણમે છે. લ્યો, આ પરમાર્થ-નિશ્ચય મનોગુપ્તિ છે કે જે મોક્ષનું કારણ છે.
ગાથા ૬૬ની ટીકામાં ‘અશુભપરિણામપ્રત્યયો’ એવો શબ્દ લીધો છે. તેથી નીચે ફૂટનોટમાં ખુલાશો કર્યો કે અશુભ પરિણામની સાથે શુભપરિણામ પણ આસવ છે, બંધનું જ કારણ છે. –આમ સ્પષ્ટ કર્યું છે. પણ તેથી શુભપરિણામનો ત્યાગ તે વ્યવહાર મનોગુપ્તિ છે એમ લેવું નહીં. કેમ કે અશુભપરિણામનો ત્યાગ તે વ્યવહાર મનોગુપ્તિ છે. જ્યારે બન્ને શુભ-અશુભભાવનો ત્યાગ તે નિશ્ચય મનોગુમિ છે. અને તે વાત આગળ કહેશે. નિશ્ચય મનોગુપ્તિ, નિશ્ચય વચનગુપ્તિ અને નિશ્ચય કાયગુપ્તિ – એમ ત્રણેય નિશ્ચય ગુપ્તિની વાત આગળ (ગાથા ૬૯ ને ૭૦માં) લેશે. અહા! એક-એક વાત જેવી છે તેવી જાણવી જોઈએ. તેમાં જો કાંઈ પણ ગરબડ કરશે તો ચાલશે નહીં.
અંતરમાં જેટલી વીતરાગભાવની નિર્વિકલ્પ દશા પ્રગટે તેટલી જ સાચી ગુપ્તિ છે અને તે જ મોક્ષનું કારણ છે. જ્યારે તે ભૂમિકામાં અશુભભાવનો ત્યાગ અને શુભભાવનો વિકલ્પ હોય તેને વ્યવહાર ગુપ્તિ કહેવામાં આવે છે કે જે આસવ છે. વ્યવહાર મનોગુપ્તિમાં આત્માનું અશુભભાવથી ગોપન હોય છે પણ શુભભાવથી નહીં. તેથી, માત્ર અશુભભાવથી જ ગોપન હોય છે તે કારણે, તે વ્યવહાર મનોગુપ્તિ છે. પરંતુ મુનિને યોગ્ય વીતરાગી દશા જેને હોય તેને જ વ્યવહાર મનોગુપ્તિ હોય હોં. તે સિવાય જેને અંતરમાં ચૈતન્યનો
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૮૪].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
આશ્રય બીલકુલ નથી અને એકલી વ્યવહાર મનોગુમિનો શુભભાવ છે અર્થાત્ અશુભભાવનો ત્યાગ છે તેને તો વ્યવહાર પણ મનોગુમિ કહેવામાં આવતી નથી. ભારે વાતો ભાઈ! આ તો વીતરાગ મારગ છે ભાઈ! અહા! પોતે વીતરાગસ્વરૂપ આત્મા જ છે અર્થાત્ આત્મા વીતરાગસ્વરૂપ જ છે. તો વીતરાગના માર્ગ દ્વારા અંતરમાં (-આત્મામાં) જવું એ કોઈ અલૌકિક દશા છે, અલૌકિક આશ્ચર્ય છે.
અહા! દશાને પલટાવવા દિશા પલટાવવી. એટલે? કે દશાને સમ્યફ કરવા તેની દિશા પલટાવવી. એટલે કે પર્યાય, રાગ અને નિમિત્ત તરફની (એકપણાની) બુદ્ધિને પલટાવી ત્રિકાળી જ્ઞાયક તરફ બુદ્ધિ કરવી તે દશા પલટાવવા માટે દિશા ફેરવી (-પલટાવી) છે. જુઓ ને! સમ્યગ્દષ્ટિની દિશા પ્રથમ ફરી જાય છે. અને દિશા ફરતા દશા પણ ફરી જાય છે. (અજ્ઞાનીની દષ્ટિ પર્યાય, રાગ અને નિમિત્ત ઉપર હોય છે,) પણ ધર્મની દષ્ટિ પર્યાય, રાગ કે નિમિત્ત ઉપર હોતી નથી. તેની દષ્ટિ તો ત્રિકાળી દ્રવ્યસ્વભાવ ઉપર હોય છે. તેથી દિશા ફરતા દશા પણ ફરી ગઈ છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ઉત્પન્ન થયા છે. લ્યો, આમ વાત છે.
- એ મનોગુમિની વ્યાખ્યા થઈ. હવે વચનગુમિની વાત કરશે. આ બધા વ્યવહારચારિત્રના ભેદ છે હો.
જેને નિશ્ચયચારિત્ર હોય તેને એ ભૂમિકામાં આવો શુભભાવ હોય છે અને તેને વ્યવહારચારિત્ર કહે છે અર્થાત્ જેને નિશ્ચયચારિત્ર હોય તેને જ આવું વ્યવહારચારિત્ર હોય એમ કહે છે. પરંતુ જેને અંદરમાં નિશ્ચયચારિત્ર નથી તેને તો વ્યવહારચારિત્ર— મનોસુમિ કે વચનગુતિ આદિ – પણ હોઈ શકે જ નહીં. નિશ્ચય વિના વ્યવહાર કેવો? ઝીણી વાતો છે બાપા! અહા! વીતરાગ મારગને જાણવો તે અલૌકિક વાત છે. અહીંયા એકલી વ્યવહાર મનોગુમિની વ્યાખ્યા કરી છે તેથી કરીને જેને અંતરમાં આત્મ-અનુભવ અને વીતરાગદશા નથી તેને (-દ્રવ્યલીંગીને) પણ આ વ્યવહાર મનોગુતિ હોય છે એમ નથી કહેવું. કેમ કે દ્રવ્યલીંગી મિથ્યાદષ્ટિને કે જે અનાદિનો અજ્ઞાની છે તેને–વ્યવહાર કેવો? મિથ્યાદષ્ટિ નવમી ગ્રવૈયકે ગયો, ‘મુનિવ્રતધાર અનંત ઐર ગ્રવૈયક ઉપાયો', તોપણ તેને વ્યવહારચારિત્ર નથી. કેમ કે વસ્તુ (નિશ્ચયચારિત્ર) નથી ને? આવી વાત છે.
અહા! છઠ્ઠા ગુણસ્થાને ત્રણ કષાયના અભાવપૂર્વકની શુદ્ધપરિણતિ છે તે સાતમા ગુણસ્થાનના શુદ્ધોપયોગનું કારણ છે. છતાં મુનિના શુભોપયોગને વ્યવહારથી-આરોપથી
Page #197
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૬]
[૧૮૫
સાતમા ગુણસ્થાનના શુદ્ધોપયોગનું કારણ કહેવામાં આવે છે. સાતમા ગુણસ્થાને શુદ્ધતા વધી ગઈ છે તેનું કારણ છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધ પરિણતિ છે એટલે કે શુદ્ધોપયોગનું કારણ શુદ્ધ પરિણતિ છે તે યથાર્થ છે. છતાંપણ શુદ્ધપરિણતિ સાથે જે શુભોપયોગ છે તેને આરોપથી શુદ્ધોપયોગનું કારણ કહ્યું છે. બીજી રીતે કહીએ તો, જો કે શુદ્ધોપયોગનું ખરું કારણ તો શુદ્ધ પરિણતિ છે. છતાંપણ શુદ્ધ પરિણતિને સ્થાને શુભ પરિણતિને કારણ કહીને શુદ્ધોપયોગનું કારણ શુભોપયોગ છે એમ વ્યવહારે કહ્યું છે.
અહા! ખરેખર તો છઠ્ઠા ગુણસ્થાને શુદ્ધ પરિણતિ-નિર્મળ વીતરાગદશા છે તે જ સાતમા ગુણસ્થાનના શુદ્ધોપયોગનું કારણ છે. જો કે નિશ્ચયથી તો આ પણ અર્થાત્ શુદ્ઘપરિણતિને શુદ્ધોપયોગનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે. કેમ કે સાતમા ગુણસ્થાને શુદ્ધોપયોગ પ્રગટે છે તેનું ખરેખર કારણ તો દ્રવ્યનો ઉગ્ર આશ્રય છે. ત્રિકાળી દ્રવ્યનો ઉગ્ર આશ્રય લેતાં શુદ્ધોપયોગ થાય છે. માટે, શુદ્ધોપયોગ પહેલાં શુદ્ધપરિણતિ હતી તેને શુદ્ધોપયોગનું કારણ કહેવું એટલે કે એક પર્યાયને બીજી પર્યાયનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે. પહેલાંની પર્યાયનો તો અભાવ થઈ જાય છે. તેથી પહેલાંની પર્યાયને બીજી પર્યાયનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે. છતાંપણ સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ શુદ્ધોપયોગ દશા પ્રગટે છે તેનું કારણ શુદ્ધપરિણતિને ગણવામાં આવે છે. તેમ જ તેનો આરોપ શુભભાવમાં નાખીને શુભભાવને પણ શુદ્ધોપયોગનું કારણ વ્યવહારથી કહેવામાં આવે છે. નહીંતર ખરેખર તો શુદ્ધોપયોગનું કારણ શુદ્ધદ્રવ્ય છે. કારણ કે જ્યારે કારણપરમાત્માનો ઉગ્ર આશ્રય લે છે ત્યારે શુદ્ધોપયોગ થાય છે. આવી વાત છે.
અહા! સાચો-નિશ્ચય મોક્ષનો માર્ગ મોક્ષનું કારણ છે એમ કહેવું તે પણ એક વ્યવહાર છે. કેમ? કેમ કે નિશ્ચય મોક્ષમાર્ગનો અભાવ થઈને મોક્ષદશા પ્રગટ થાય છે. તેથી, નિશ્ચય મોક્ષમાર્ગ મોક્ષનું કારણ નથી, પણ ત્રિકાળી કારણપરમાત્મા મોક્ષદશાનું કારણ છે અર્થાત્ મોક્ષદશાનું કારણ ખરેખર તો દ્રવ્ય છે. આ રીતે જ્યારે રાગને મોક્ષનું વ્યવહારકારણ કહીએ ત્યારે શુદ્ધપરિણતિને નિશ્ચયકારણ કહેવાય અને જ્યારે શુદ્ધપરિણતિને મોક્ષનું વ્યવહારકારણ કહીએ ત્યારે ત્રિકાળી દ્રવ્યને નિશ્ચયકારણ કહેવાય. આવી વાત છે!
(૧) જ્યારે નિમિત્તને વ્યવહાર કહીએ ત્યારે પોતાની રાગાદિ પરિણતિને, તે સ્વની છે એમ ગણીને, નિશ્ચય કહીએ.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
(૨) જ્યારે શુભ પરિણતિને (-રાગાદિને) વ્યવહાર કહીએ ત્યારે શુદ્ધપરિણતિને નિશ્ચય
કહીએ. અને (૩) જ્યારે શુદ્ધપરિણતિને વ્યવહાર કહીએ ત્યારે દ્રવ્યને નિશ્ચય કહીએ.
આવું છે. આ તો બાપા! વીતરાગનો મારગ છે. આ કાંઈ આલી-દુઆલીનો માર્ગ નથી. કેવળજ્ઞાનથી કસાયેલો અર્થાત્ કેવળજ્ઞાનથી સિદ્ધ થઈને આવેલો આ માર્ગ અલૌકિક
અહા! આ નિયમસારમાં તો એમ જ કહ્યું છે કે મોક્ષનું કારણ દ્રવ્ય-કારણપરમાત્મા જ છે. ત્રિકાળી પૂર્ણ કારણશક્તિ ભગવાન આત્મામાં પડી જ છે. તેથી તેને કારણજીવ કહો કે કારણપરમાત્મા કહો – એક જ છે. તો, તે કારણપરમાત્મા મોક્ષના પર્યાયનું કારણ છે. બીજી રીતે કહીએ તો, કાર્યજીવ એટલે મોક્ષપર્યાય અને તેનું કારણ ખરેખર તો કારણજીવ એટલે કે ત્રિકાળી દ્રવ્ય છે. પરંતુ જ્યારે વ્યવહારથી (-પર્યાયથી) વાત લેવી હોય ત્યારે શુદ્ધપરિણતિને નિશ્ચયકારણ કહીએ અને રાગને વ્યવહારકારણ કહીએ. પછી જ્યારે “રાગ જીવનો છે” એમ લેવું હોય ત્યારે રાગને નિશ્ચય કહીએ અને કર્મના | નિમિત્તપણાને વ્યવહાર કહીએ. ‘પ્રવચનસારજી'ની ૧૮૯મી ગાથામાં આવે છે ને ? કે શુભરાગ નિશ્ચયથી આત્માનો છે. - એમ ત્યાં કહ્યું છે. કેમ કે રાગ આત્માની પર્યાયમાં છે ને?
અહા! રાગ પોતાનામાં છે તેથી તે અપેક્ષાએ તેને નિશ્ચય કહ્યો અને તેમાં નિમિત્ત કર્મ છે તેથી તેને વ્યવહાર કહ્યો. પરંતુ જ્યારે શુભરાગને વ્યવહાર કહેવો હોય ત્યારે નિર્વિકલ્પ શુદ્ધપરિણતિને નિશ્ચય કહીએ અને શુભરાગને વ્યવહાર કહીએ. અથવા તો રાગથી ભેદ કરીને જ્યારે તેનાથી ભિન્ન અનુભવ થાય ત્યારે રાગને વ્યવહાર કહીએ અને શુદ્ધપરિણતિને નિશ્ચય કહીએ. તથા જ્યારે નિશ્ચય મોક્ષમાર્ગને (-શુદ્ધપરિણતિને) વ્યવહાર કહીએ ત્યારે ત્રિકાળી દ્રવ્યને નિશ્ચય કહીએ. લ્યો, આવા ભેદ છે! જુઓ, ‘પરમાર્થવનિકા'માં એમ કહ્યું છે કે નિશ્ચય નિર્વિકલ્પ મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. નિર્વિકલ્પ મોક્ષમાર્ગ–સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી દશા–પણ વ્યવહાર છે હોં. કેમ કે તે પર્યાય છે અને પર્યાય તે વ્યવહાર છે. પોતાનામાં ને પોતાનામાં ભેદ
Page #199
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૬].
[૧૮૭
પડ્યો માટે પર્યાય તે વ્યવહાર છે. તેથી મોક્ષમાર્ગ પણ વ્યવહાર છે. અરે! સિદ્ધપર્યાય પણ વ્યવહાર છે, કારણ કે તે પર્યાય છે. જ્યારે ત્રિકાળી દ્રવ્ય તે નિશ્ચય છે. અહા! વસ્તુસ્થિતિ જ આવી છે, વસ્તુની મર્યાદા જ આવી છે અને તેનું આ બધું વર્ણન છે. પણ આ કાંઈ કલ્પિત કહેવામાં આવ્યું નથી.
‘પ્રવચનસાર’માં તો શુભરાગ-વિકારને પણ નિશ્ચયનય-શુદ્ધનય કહ્યો છે. (ગાથા ૧૮૯). જુઓ ભાઈ! ત્યાં એવું કહ્યું છે. અને તે જ પ્રવચનસારની ૯૪મી ગાથામાં શુદ્ધતાને વ્યવહાર કહ્યો છે. તો તે કઈ અપેક્ષાએ છે તે સમજવું જોઈએ. ગાથા ૯૪માં કહ્યું છે કે રાગાદિ તે મનુષ્યવ્યવહાર છે અને શુદ્ધતા તે આત્મવ્યવહાર છે. ત્રિકાળી આનંદકંદ શુદ્ધસ્વરૂપ પ્રભુ આત્માને આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની દશા પ્રગટે તેને આત્મવ્યવહાર કહેવામાં આવ્યો છે, પણ રાગને આત્મવ્યવહાર કહેવામાં આવ્યો નથી. અજ્ઞાનીને એમ થાય છે કે આમાં કેટલું યાદ રાખવું? પણ ભાઈ! આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છે. અરે! તત્ત્વ કેવું છે? કેમ છે? ભગવાન કેવી રીતે કહે છે? –એમ તત્ત્વને શોધવા માટે અજ્ઞાનીએ મહેનત જ કરી નથી. અજ્ઞાની તો ભગવાને વ્યવહારથી આમ કહ્યું છે અને નિશ્ચયથી આમ કહ્યું છે એમ (ઓધે-ઘે માને છે), પણ તેમણે કઈ અપેક્ષાએ કહ્યું છે તે સમજતો નથી.
અહીં કહ્યું કે ત્રિકાળી દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ પ્રગટ તેને નિશ્ચય કહીએ તો ત્યારે જે શુભવિકલ્પ હોય તેને વ્યવહાર કહીએ. પરંતુ જેને નિશ્ચય પ્રગટ્યો છે એવા જીવના શુભવિકલ્પને વ્યવહાર કહીએ હોં. તે સિવાય કોઈને એકલો વ્યવહાર મનોગુતિ આદિનો શુભવિકલ્પ હોય તો તે વ્યવહાર પણ નથી. મિથ્યાદષ્ટિએ રાગમાં જ સર્વસ્વ માન્યું છે અર્થાત્ તે રાગથી ભિન્ન પડ્યો જ નથી, તો તેના રાગને વ્યવહાર કેમ કહેવો? અહા! આ તો પરમાત્મા ત્રિલોકનાથ તીર્થકરની પેઢી છે. તે પેઢી ઉપર બેસી વેપાર કરવો તે આકરું કામ છે. શું કરોડ-અબજોપતિનો મુનિમ પચીસ રૂપિયાના પગારવાળો ઘાંચી હશે? (ના.) તેને તો અબજોપતિ કોને કહેવો, અબજમાં શું આવે તેની ખબર પણ ન હોય. એ તો સો રૂપિયા જેવી નાની ગણતરી કરતો હોય. એમ જેણે એક સમયમાં ત્રણકાળ ને ત્રણલોક જયા-જાણ્યા છે એવા વીતરાગ પરમાત્માની આ પેઢી છે. તો તેના મુનિમ કેવા હોય? (પરમાત્માની પેઢીના મુનિમ જેવા) મુનિને ઉપદેશનો વિકલ્પ ઉઠ્યો છે તો કહે છે કે આવો મારગ ભગવાન કહે છે. અહા! તે વિકલ્પ પણ પુણ્યાસવ છે, પણ સંવર-નિર્જરાનું કારણ નથી.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પ્રશ્ન:- કાપડમાંથી કોટ થાય તે દરજીની મરજી ઉપર છે ને?
સમાધાન:- તે વાત ખોટી છે બાપુ બીલકુલ ખોટી વાત છે. કોટ પર્યાય થવાના પૂર્વકાળમાં તેનું ઉપાદાન હોય તો કોટ થાય છે અર્થાત્ પૂર્વ પર્યાય કારણ છે અને ઉત્તર પર્યાય–કોટ થવો તે—કાર્ય છે. પણ દરજીથી કોટ થાય તે વાતમાં કાંઈ માલ નથી. કાપડ અનંત પરમાણુનો સ્કંધ છે અને તે પરમાણુ સ્વતંત્ર છે. તેથી તે સ્કંધ જ્યારે કોટને યોગ્ય પૂર્વ પર્યાયરૂપે પરિણમ્યો હોય ત્યારે ઉત્તર પર્યાય કોટપણે થાય છે. માટે કોટની પૂર્વ પર્યાય કોટનું કારણ છે. તે પૂર્વ પર્યાય આવ્યા વિના કોટ થાય એમ બને નહીં. બાકી દરજીની મરજી હતી માટે કોટ થયો એમ નથી. તે વાત બીલકુલ જૂઠ છે. પરમાણુમાં કોટરૂપ પર્યાય થવાનો ઉત્પાદકાળ હોય તે પહેલા કોટના કારણરૂપ એક પૂર્વ પર્યાય હોય છે. તેથી તે પૂર્વ પર્યાય ઉત્તર પર્યાયનું કારણ છે. -આમ શાસ્ત્રમાં પાઠ છે. અર્થાત્ પછીની પર્યાયનું કારણ પહેલાની પર્યાય છે. પણ દરજી કે અન્ય પર્યાય તેનું કારણ નથી. પૂર્વ પર્યાય થવાનો સ્વકાળ ન આવ્યો હોય અને ઉત્તર પર્યાયરૂપ કાર્ય થાય એમ ત્રણકાળમાં બને નહીં. કોઈ અન્યથી પર્યાય થાય અને કોઈ અન્ય પર્યાયને અટકાવે તો પર્યાય અટકી જાય એમ વસ્તુસ્વરૂપમાં છે જ નહીં.
પ્રશ્ન:- દરજીની મરજી વિના કોટ ક્યાંથી થાય?
સમાધાન:- દરજીની મરજી દરજી પાસે રહી. તેની મરજીનો પર્યાય તેની પાસે રહે છે. તે ક્યાં અહીં કોટમાં કામ કરે છે? એ કોટ પરમાણુની શક્તિથી થાય છે. અહા! પરના કામ કોણ કરે? એ વાત તો અહીં ચાલે છે કે તે (અજ્ઞાની) રાગ કરે, પણ રાગને લઈને પરમાં કાંઈ થાય એમ છે નહીં. કામ બહુ ઝીણું છે બાપા! અનંત દ્રવ્યને અનંતપણે રાખીને વાત થવી જોઈએ. જે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે તો અનંત દ્રવ્ય રહ્યા નહીં. દરજીનું દ્રવ્ય (-આત્મા) જુદું, તેના શરીરનું દ્રવ્ય જુદું અને કાપડનું દ્રવ્ય પણ જુદું. અરે! તે કાપડના એક-એક પરમાણુ પણ ભિન્ન-ભિન્ન છે. કાપડના સ્કંધમાં રહેલ એક-એક પરમાણુ સ્વતંત્રપણે પોતાના સ્વચતુષ્ટયમાં રહેલો છે. આવી નિશ્ચયથી વસ્તુની સ્થિતિ છે. છતાં નિમિત્તથી એવું કથન કરવામાં આવે કે દરજીએ કોટ કર્યો. પણ એ અસભૂત વ્યવહારનું કથન છે.
શ્રી સમયસારજીની ૩૭૨મી ગાથામાં કહ્યું છે કે કુંભાર ઘડાનો કર્તા બીલકુલ નથી. ઘડારૂપ પર્યાયના ઉત્પાદનો કરનાર તે સ્કંધ-પરમાણુ છે. કેમ કે પરમાણુથી તે ઉત્પાદ
Page #201
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૬]
[૧૮૯
થયો છે, કુંભારથી નહીં. તેમ જ એક ઉત્પાદના બે કારણ હોઈ શકે નહીં. આ તો બાપા! અલૌકિક વાતો છે!
પ્રશ્ન:- કુંભાર ઘડાને હાથ તો લગાડે છે ને?
સમાધાન:- કુંભાર ઘડાને હાથ લગાડતો જ નથી, એ તો રાગ-વિકલ્પ કરે છે. ખરેખર તો હાથ પોતાના કારણે આમથી તેમ થાય છે, કુંભારથી નહીં. તથા હાથ પણ ઘડાને અડે છે ક્યાં? કેમ કે દરેક દ્રવ્ય પોતાના અનંતગુણને-ધર્મને સ્પર્શે છે, ચુંબે છે, આલિંગન કરે છે, તો પણ પરદ્રવ્યને અડતું નથી. દ્રવ્યો પરસ્પર આલિંગન કરે એમ ત્રણકાળમાં બનતું નથી. અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. -આમ સમયસારની ત્રીજી ગાથામાં છે. બાપુ! વીતરાગના તત્ત્વજ્ઞાનની વાત આવી ઝીણી છે. આ વાત બીજા કોઈ સાથે મેળ ખાય એવી નથી. જ્યાં જૈનના વાડા સાથે આ વાતનો મેળ ખાતો નથી ત્યાં અન્યમતમાં તો આ વાત હોય જ કયાં?
અહા ! ભગવાને જે કહ્યું તેના ભાવને જે સમજનાર-ધારનાર છે, જેણે ઇંદ્રિયોને જીતી છે, અશુભમનથી પાછા વળવું એ પણ જેને નથી અર્થાત્ શુભરાગ પણ જેને નથી તેવા મુનિને સાચી (-નિશ્ચય) ગુતિ હોય છે.- આમ નિશ્ચયગુમિની વાત છે. આ (૬૬મી) ગાથામાં વ્યવહારગુમિની વાત છે, જ્યારે હવે નિશ્ચય ગુપ્તિની વાત છે.
પ્રવચન નં. NST /
તારીખ ૩-૭-૭ર
૬૧
ગાથા – ૬૬) શ્લોક - ૯૧૭
Page #202
--------------------------------------------------------------------------
________________
ગાથા
-
५७
थीराजचोरभत्तक हादिवयणस्स पावहेउस्स । परिहारो वयगुत्ती अलियादिणियत्तिवयणं वा ॥६७॥
स्त्रीराजचौरभक्त कथादिवचनस्य पापहेतोः । परिहारो वाग्गुप्तिरलीकादिनिवृत्तिवचनं वा ॥६७॥
સ્ત્રી-રાજ-ભોજન-ચોરકથની હેતુ છે જે પાપની તસુ ત્યાગ, વા અલીકાદિનો જે ત્યાગ, ગુપ્તિ વચનની. ૬૭.
અન્વયાર્થ:- (પાવહેતો ) પાપનાં હેતુભૂત એવાં (સ્ત્રીરાઞૌરમથાવિવવનસ્ય) સ્ત્રીકથા, રાજકથા, ચોરકથા, ભક્તકથા ઈત્યાદિરૂપ વચનોનો (રિદાર:) પરિહાર (વા) અથવા (અતીષ્ઠાવિનિવૃત્તિવવન) અસત્યાદિકની નિવૃત્તિવાળાં વચનો (વાઽપ્તિઃ) તે વચનગુપ્તિ છે.
ટીકા:- અહીં વચનગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે.
જેમને કામ અતિ વૃદ્ધિ પામ્યો હોય એવા કામી જનો વડે કરવામાં આવતી અને સાંભળવામાં આવતી એવી જે સ્ત્રીઓની સંયોગવિયોગજનિત વિવિધ વચનરચના (સ્ત્રીઓ સંબંધી વાત) તે જ સ્ત્રીકથા છે; રાજાઓનું યુદ્ધહેતુક કથન (અર્થાત્ રાજાઓ વડે કરવામાં આવતાં યુદ્ધાદિકનું કથન) તે રાજકથાપ્રપંચ છે; ચોરોનું ચોરપ્રયોગકથન તે ચોરકથાવિધાન છે (અર્થાત્ ચોરો વડે કરવામાં આવતા ચોરીના પ્રયોગોની વાત તે ચોરકથા છે); અતિ વૃદ્ધિ પામેલી ભોજનની પ્રીતિ વડે મેંદાની પુરી ને ખાંડ, દહીંખાંડ, સાકર ઈત્યાદિ અનેક પ્રકારનાં અશન-પાનની પ્રશંસા તે ભક્તકથા (ભોજનકથા)
Page #203
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૭]
[૧૯૧
છે.-આ બધી કથાઓનો પરિહાર તે વચનગુપ્તિ છે. અસત્યની નિવૃત્તિ પણ વચનગુપ્તિ છે. અથવા (અસત્ય ઉપરાંત) બીજો અપ્રશસ્ત વચનોની નિવૃત્તિ તે જ વચનગુપ્તિ
એવી રીતે (આચાર્યવર) શ્રી પૂજ્યપાદસ્વામીએ (સમાધિતંત્રમાં ૧૭મા શ્લોક દ્વારા) કહ્યું છે કે :
(અનુષ્ટ્રમ) “एवं त्यक्त्वा बहिर्वाचं त्यजेदन्तरशेषतः ।। પણ યોગ: સમાન પ્રવીપ પરમાત્મનઃ ”
“(શ્લોકાર્થ:-) એ રીતે બહિર્વચનોને ત્યાગીને અંતર્વચનોને અશેષતઃ (સંપૂર્ણપણે) ત્યાગવાં.-આ, સંક્ષેપથી યોગ (અર્થાત્ સમાધિ) છે કે જે યોગ પરમાત્માનો પ્રદીપ છે (અર્થાત્ પરમાત્માને પ્રકાશનાર દીવો છે).” વળી (આ ૬૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
(મંવાક્રાંતા) त्यक्त्वा वाचं भवभयकरी भव्यजीवः समस्तां ध्यात्वा शुद्धं सहजविलसच्चिच्चमत्कारमेकम् । पश्चान्मुक्तिं सहजमहिमानन्दसौख्याकरी तां प्राप्नोत्युच्चैः प्रहतदुरितध्वांतसंघातरूपः ॥९२॥
(શ્લોકાર્થ:-) ભવ્યજીવ ભવભયની કરનારી સમસ્ત વાણીને છોડી શુદ્ધ સહજ-વિલસતા ચૈતન્યચમત્કારનું એકનું ધ્યાન કરીને, પછી, પાપરૂપી તિમિર સમૂહને નષ્ટ કરીને સહજમહિમાવંત આનંદસૌખ્યની ખાણરૂપ એવી તે મુક્તિને અતિશયપણે પ્રાપ્ત કરે છે. ૯૨.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ગાથા ૬૭ ઉપરનું પ્રવચન
‘અહીં વચનગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે.’ આ વ્યવહાર વચનગુપ્તિની વાત છે હોં, શુભરાગની વાત છે. નિશ્ચયગુપ્તિની વાત પછી આગળ આવશે.
‘જેમને કામ અતિ વૃદ્ધિ પામ્યો હોય એવા કામી જનો વડે કરવામાં આવતી અને સાંભળવામાં આવતી એવી જે સ્ત્રીઓની સંયોગવિયોગજનિત વિવિધ વચનરચના (-સ્ત્રીઓ સંબંધી વાત) તે જ સ્ત્રીકથા છે.’ જેને કામની વાસના અતિ વૃદ્ધિ પામી છે તેવા કામી જનો વડે કહેવામાં અને સાંભળવામાં આવતી સ્ત્રીઓના સંબંધવાળી તથા વિયોગવાળી કથા તે સ્ત્રીકથા છે. તે સ્ત્રીકથાનો મુનિને ત્યાગ હોય છે અને તેને વ્યવહાર વચનગુપ્તિ કહે છે. ગૃહસ્થને સ્ત્રીકથાનો એકદેશ ત્યાગ હોય છે, જ્યારે મુનિને સર્વદેશ (-સર્વથા) ત્યાગ હોય છે. કેમ કે મુનિ સર્વવિરતિ છે ને? ‘રાજાઓનું યુદ્ધહેતુક કથન (અર્થાત્ રાજાઓ વડે કરવામાં આવતાં યુદ્ધાદિકનું કથન) તે રાજકથાપ્રપંચ છે.’ આ રાજાએ શત્રુને આમ માર્યા અને આણે આમ કર્યું - એ બધી રાજકથા છે અને તે પાપકથા છે. (તેનો મુનિને ત્યાગ હોય છે.)
‘ચોરોનું ચોરપ્રયોગકથન તે ચોરકથાવિધાન છે (અર્થાત્ ચોરો વડે કરવામાં આવતા ચોરીના પ્રયોગોની વાત તે ચોરકથા છે)'. -આવી રીતે ચોરી થાય, આવું કરવાથી ચોરી થાય વગેરે કથા તે ચોરકથા છે અને તે અશુભભાવ છે. આ ભાવનો મુનિને ત્યાગ હોય છે. એ વાત તો સામાયિકમાં પણ આવે છે ને? કે સ્ત્રીકથા, રાજકથા વગેરેનો ત્યાગ જ્યારે સમકિતી સામાયિકમાં હોય ત્યારે હોય છે. પોતાના સ્વરૂપના આનંદના વેદનમાં જ્યારે સમકિતી હોય ત્યારે તેને આ વિકથાનો ભાવ હોતો નથી. અહા! સમકિતીને પણ શુદ્ધોપયોગ હોય છે.
અંદર સમ્યગ્દર્શન થતાં આત્માના આનંદનું ભાન તો થયું છે, પણ હવે જ્યારે અંદર એકાગ્રતાનો પ્રયોગ કરે છે ત્યારે શુદ્ધોપયોગ થાય છે. સામાયિકનો અર્થ જ એ છે કે અંતરમાં વીતરાગભાવે જોડાવું, સમતાભાવરૂપ ઉપયોગ. તે સામાયિક કાળે સમકિતીને શુદ્ધોપયોગ થાય છે. લ્યો, ચોથે ગુણસ્થાને પણ સમકિતી શુદ્ધોપયોગને પ્રાપ્ત કરે છે એમ કહે છે. પાંચમે ગુણસ્થાને પણ સામાયિકના કાળે શુદ્ધોપયોગ હોય છે. અને ત્યારે તેને પણ આ ચાર પ્રકારની પાપકથા હોતી નથી.
Page #205
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૭]
[૧૯૩
અતિ વૃદ્ધિ પામેલી ભોજનની પ્રીતિ વડે મેંદાની પુરી ને ખાંડ, દહીં-ખાંડ, સાકર ઈત્યાદિ અનેક પ્રકારનાં અશન-પાનની પ્રશંસા તે ભક્તકથા (ભોજનકથા) છે.” - ગૃદ્ધિથી વાત કરવી કે આવી પુરી હતી, આજે બહુ સારું ભોજન હતું વગેરે ભોજનકથા તે વિકથા છે. ભાઈ! એ તો ધૂળ છે સાંભળ ને! તેમાં શું છે? એ તો પાપકથા છે. જુઓ, પ્રીતિ વડે આહારની પ્રશંસા કરવી તે પાપકથા છે. તે સિવાય આહારનું જાણપણું કરે તે જુદી વાત છે. તેથી તો “પ્રીતિ વડે એવો શબ્દ છે. મુનિઓ (આહારની) બધી વાત કરે કે આહાર આવો હોય અને તેવો હોય. પણ તેઓ આહારની વાત કરે તે કાંઈ વિકથા નથી, એ તો આહારનું જ્ઞાન કરાવે છે. પરંતુ કોઈ પ્રીતિ વડે-ગૃદ્ધિથી આહારની વાત કરે તો તેને અહીંયા પાપકથા કહેવામાં આવે છે.
સંવત ૧૯૮૮ માં એક પ્રશ્ન થયો હતો કે તમે સ્ત્રીકથાને વિકથા કહો છો, પરંતુ ભગવાને તો “પ્રશ્નવ્યાકરણ અંગ’માં સ્ત્રીના અંગ-ઉપાંગ અંગે બધી વાત કરી છે? ભાઈ! એ જુદી વાત છે બાપા! ભગવાને જે વાત કરી છે તે જાણવા-જ્ઞાન કરવા માટે કહી છે. જ્યારે રાગની વૃદ્ધિથી સ્ત્રીકથા કરવામાં આવે તેને અહીંયા વિકથા કહેવામાં આવે છે. શાસ્ત્રમાં સ્ત્રી અંગેની કથા કહી છે તે પ્રીતિથી કહી નથી, એ તો જાણવા માટે કહી છે. માટે તે વિકથા નથી. જ્યારે અહીંયા તો પ્રેમ અને ગૃદ્ધિથી દુનિયાને રાજી કરવા સ્ત્રીની વાત કરે તેને વિકથા-પાપકથા કહે છે. માટે ભગવાનની વાત-કથામાં અને અજ્ઞાનીની વાત-કથામાં ફેર છે. સ્ત્રીનું સ્વરૂપ આવું છે તેમ ફક્ત જણાવવું અને તેને રાગની વૃદ્ધિ-પ્રેમથી જણાવવું તેમાં ફેર છે. આવી ભારે વાતો છે! અહા! અમારે તો એક-એક વાતની બહુ ચર્ચા થયેલી છે. શ્રી જિનસેનાચાર્યની વાત આવે છે ને? કે તેઓએ સ્ત્રીની કથા એવી કરવા માંડી કે સાંભળનારના વીર્ય છૂટી ગયા, પણ પોતે તો એમ ને એમ રહ્યા. માટે માત્ર વાત કરે તેથી શું? જો અંદરમાં રાગની વૃદ્ધિ હોય તો તેને વિકથા કહેવાય. આ રીતે માત્ર બોલવું તે વિકથા નથી, પણ તેની સાથે અંદરમાં વૃદ્ધિનો ભાવ થવો તે વિકથા છે.
“આ બધી કથાઓનો પરિહાર તે વચનગુતિ છે.” - લ્યો, આને વચનગુમિ કહે
અસત્યની નિવૃત્તિ પણ વચનગુમિ છે. અથવા (અસત્ય ઉપરાંત) બીજાં અપ્રશસ્ત વચનોની નિવૃત્તિ તે જ વચનગુમિ છે.” - ઉપર કહી એટલી વિકથા જ નહીં, તે સિવાયના બીજા ગમે તેવા અસત્ય તેમ જ અપ્રશસ્ત વચનોની નિવૃત્તિ પણ
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૯૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
વચનગુતિ છે. ધર્માત્માને (-મુનિને) આવા અશુભભાવનો ત્યાગ હોય છે અને તેઓ શુભભાવમાં વર્તતા હોય છે તેને વ્યવહાર વચનગુમિ કહેવામાં આવે છે. નિર્વિકલ્પદષ્ટિ, અનુભવ અને ચારિત્રદશા જેને છે અર્થાત્ નિશ્ચયગુમિ જેને છે તેના વિકથાનાઅશુભભાવના-ત્યાગરૂપ શુભભાવને વ્યવહાર વચનગુપ્તિ કહેવામાં આવે છે. તે સિવાય અજ્ઞાનીને વ્યવહાર વચનગુપ્તિ પણ હોતી નથી.
છે. આધારના શ્લોક ઉપરનું પ્રવચન “એ રીતે બહિર્વચનોને ત્યાગીને અંતર્વચનોને અશેષતઃ (સંપૂર્ણપણે) ત્યાગવાં'. આ નિશ્ચય વચનગુમિની વાત છે. અંતર્જલ્પ-વિકલ્પને પણ સર્વથા—બધી રીતે પૂર્ણ રીતે—છોડીને ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે તેમાં પરિણતિને જોડી દે ને? મર્તનો આ બહારમાં ક્યાં જોડાયો? – એમ કહે છે.
-આ, સંક્ષેપથી યોગ (અર્થાત સમાધિ) છે' - આ સંક્ષેપથી સમાધિ છે. ‘લોગસ્સ સૂત્ર” માં આવતું નથી કે સમદિવરમુત્તમ વિંતુ | આધિ – મનના સંકલ્પથી રહિત, વ્યાધિ—શરીરની વ્યાધિ(રોગ)થી રહિત અને ઉપાધિ – બહારના સંયોગથી રહિત આત્માની અંતરંગ શાંતિ તે સમાધિ છે.
“-કે જે યોગ પરમાત્માનો પ્રદીપ છે (અર્થાત પરમાત્માને પ્રકાશનાર દીવો છે).' - મનનો સંગ છોડવો, વાણીનો સંગ છોડવો અને સ્વભાવનો સંગ કરવો અર્થાત્ શુદ્ધ આનંદનું ધામ ભગવાન આત્માનો સંગ કરવો તે પરમાત્માનો પ્રદીપ છે. બીજી રીતે કહીએ તો આનંદસ્વરૂપ આત્મામાં જોડાણ કરવું એટલે કે અસંગનો સંગ કરવારૂપ યોગ - સ્વરૂપની એકાગ્રતા - તે પરમાત્માનો પ્રદીપ છે અર્થાત્ અંદરમાં પરમાત્માને પ્રકાશનાર દીવો છે. અહા! સમ્યજ્ઞાનના નેત્ર દ્વારા અને સમાધિ દ્વારા આત્માને જેવો તે પરમાત્માને પ્રકાશનાર દીવો છે. તે સિવાય પુણ્ય-પાપના વિકલ્પ કાંઈ પરમાત્માને પ્રકાશનાર નથી. વાણીનો યોગ તે વિકલ્પ છે અને તે પણ કાંઈ આત્માને પ્રકાશવામાં કારણ નથી એમ કહે છે. જુઓ, વચનગુમિમાં આ વાત કરી કે ગમે તેવો સ્વાધ્યાય કે ઉપદેશ આપે તો પણ તે વિકલ્પ છે. જ્યારે આત્મામાં જોડાણ કરવું તે પરમાત્માને પ્રકાશના યોગ છે, કે જેને અહીં શાંતિ અને સમાધિ કહે છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૭].
[૧૯૫
શ્લોક - ૯૨ ઉપરનું પ્રવચન કર્યું
આજે ભગવાન મહાવીરસ્વામીની દિવ્યધ્વનિ છૂટવાનો દિવસ છે. ભગવાન મહાવીર પરમાત્માને વૈશાખ સુદ દસમે ચાર જ્ઞાનનો નાશ થઈને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, પણ વાણી ન નીકળી. કેમ કે તીર્થકરની વાણી નીકળે અને ધર્મ પામનારા ન હોય એમ બને નહીં. જ્યારે તેમણે તીર્થકર નામકર્મ બાંધ્યું હતું – તેમને બંધાયું હતું – ત્યારે તેમના ભાવમાં એમ હતું કે હું પૂર્ણ થાઉં” અથવા “બધા જીવ ધર્મ પામે. તેથી તેમનીતીર્થકરની વાણી નીકળે ત્યારે ધર્મ પામનારા હોય છે. આવો વાણી અને શ્રોતાનો સંબંધ છે. તો, વૈશાખ સુદ દસમે ધર્મ પામનારામાં મુખ્ય જે ગણધર છે તે નહોતા એટલે વાણી ન નીકળી. (ખરેખર તો) વાણી નીકળવાનો કાળ જ નહોતો એટલે વાણી ન નીકળી. તેમાં આજે – સિદ્ધાંતની શ્રાવણ વદ એકમે – ઈંદ્ર ગૌતમ ગણધરને લાવ્યા અને ૬૬ દિવસે વાણી છૂટી. ગણધર આવ્યા માટે વાણી છૂટી એમ કહેવું તે નિમિત્તથી કથન છે. યથાર્થમાં તો વાણી નીકળવાનો તે વખતે કાળ હતો માટે વાણી છૂટી છે. સિદ્ધાંતશાસ્ત્ર “ધવલ'માં આવે છે કે ઈંદ્ર ગૌતમને પહેલાં કેમ ન લાવ્યા? તેના જવાબમાં
ત્યાં કહ્યું છે કે ભાઈ! વાણી નીકળવાનો અને ગૌતમને સમજવાનો કાળ નહોતો— કાળલબ્ધિ નહોતીમાટે ઈદ્ર ગૌતમને પહેલાં ન લાવ્યા. આજે શ્રાવણ વદ એકમે ગૌતમ આવ્યા અને ભગવાનના મુખમાંથી દિવ્યધ્વનિ નીકળી. (૧) તે વાણીમાં આવેલ સિદ્ધાંતના અર્થના કરનારા ભગવાન મહાવીર છે, માટે ભગવાન
મહાવીર તે દ્રવ્ય-વસ્તુ છે. (૨) રાજગૃહી નગરી પાસે પાંચ પર્વત છે તેમાં એક વિપુલાચલ પર્વત છે. તે પર્વત
ઉપરથી ભગવાનની વાણી નીકળી, માટે વિપુલાચલ પર્વત તે ક્ષેત્ર છે. (૩) આજે - શ્રાવણ વદ એકમે – દિવ્યધ્વનિ નીકળી, માટે શ્રાવણ વદ એકમ તે
કાળ છે. (૪) મહાવીર પ્રભુ છે તો કેવળજ્ઞાની, પણ તેમણે ભાવકૃતની પ્રરૂપણા કરી. કેમ કે
ગણધર ભાવથુતને પામે છે તો તેને નિમિત્ત પણ ભાવથુત છે. માટે ભાવકૃત તે ભાવ છે.
આ રીતે અર્થના કરનારા ભગવાન મહાવીર પરમાત્માએ વિપુલાચલ પર્વત ઉપરથી આજે શ્રાવણ વદ એકમે ભાવશ્રુતની પ્રરૂપણા કરી અને તે પછી દ્રવ્યકૃતની રચના કરનારા
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૯૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ગણધર હતા. તેમણે અંતર્મુહૂર્તમાં દ્રવ્યશ્રુતની—બાર અંગની રચના કરી. તે રચનાનો દિવસ પણ આજે છે. (૧) ભગવાનની દિવ્યધ્વનિ નીકળી, (૨) ગણધરે સાંભળી અને (૩) ગણધરે બાર અંગની રચના કરી તે આજનો શ્રાવણ વદ એકમનો દિવસ છે.
સિદ્ધાંતની આજે શ્રાવણ વદ એકમ છે. અમાસ એટલે અડધો માસ અને પૂનમ એટલે પૂર્ણ માસ-મહિનો. તેથી સિદ્ધાંત પ્રમાણે વદ પહેલા આવે અને સુદ પછી આવે. તો આ શ્રાવણ મહિનાના પહેલા દિવસે-વદ એકમે ભગવાનની દિવ્યધ્વનિ નીકળી અને ગણધરે ભાવકૃતના પરિણમનપૂર્વક દ્રવ્યકૃતની રચના કરી. ભગવાનની વાણીમાં ભાવકૃતરૂપ અર્થ આવ્યો અને તેમાંથી ભાવકૃતરૂપે પરિણમેલા ગણધરદેવે દ્રવ્યશ્રતની રચના કરી. આમ, અર્થના કર્તા ભગવાન છે અને દ્રવ્યશ્રુતના કર્તા ગણધરદેવ છે.
અહા! ભગવાનને કેવળજ્ઞાન થયું છતાં ગણધર – કે જે મુખ્ય શ્રોતા છે તે – નહોતા એટલે વાણી નીકળી નહીં. પછી ૬૬ દિવસ દિવ્યધ્વનિ બંધ હતી તે આજે છૂટી. તેથી આજે દિવ્યધ્વનિ છૂટવાનો દિવસ છે. તે વખતે તો - જ્યારે દિવ્યધ્વનિ છૂટી
ત્યારે તો – ઈદ્રો ને ગણધરો પણ વિપુલાચલ પર્વત ઉપર હતા. અજ્ઞાની કહે છે કે જુઓ, ગણધર નહોતા માટે વાણી ન નીકળી ને ગણધર નિમિત્ત થયા એટલે વાણી નીકળી. પરંતુ એમ નથી. ગણધર નહોતા એટલે વાણી નીકળી નહીં એમ (માત્ર) વ્યવહારથી કહેવાય છે. વાણી તો વાણીના કાળે જ નીકળી હતી. તેમાં ગણધર (માત્ર) નિમિત્ત હતા. તો, મહાવીર ભગવાને કહેલા સિદ્ધાંતોને સંતોએ શાસ્ત્રરૂપે રચ્યા છે અને તેમાંનું આ એક નિયમસાર સિદ્ધાંતશાસ્ત્ર છે. નિયમસાર એટલે શુદ્ધ મોક્ષનો માર્ગ. નિયમનો અર્થ મોક્ષમાર્ગ થાય છે. આનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માના અંતર અનુભવમાં સમ્યગ્દર્શન, જ્ઞાન ને સ્વરૂપની રમણતા પ્રગટ થાય તે મોક્ષનો માર્ગ છે અને તેનું ફળ મોક્ષ છે. આ બન્નેની – માર્ગ અને માર્ગના ફળની_વ્યાખ્યા આ નિયમસારમાં છે. આ વાત બીજી ગાથામાં આવી ગઈ છે કે માર્ગ અને માર્ગના ફળનું વ્યાખ્યાન જિનશાસનમાં છે.
અહીં આ ૬૭ મી ગાથામાં વચનગુમિની વાત ચાલે છે. લ્યો, આજના દિવસે ભગવાનની વાણી છૂટી હતી તો તેમાં વચનગુતિ કોને કહેવી તે વાત પણ આવી હતી. કહે છે કે “ભવ્યજીવ ભવભયની કરનારી સમસ્ત વાણીને છોડી'.. પહેલાં એ વાત લીધી કે જે ભવ્યજીવ – પાત્રજીવ છે અર્થાત્ આત્માની શાંતિરૂપ મોક્ષમાર્ગને પામવા
Page #209
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૭]
[૧૯૭
જે લાયક છે તેણે ભવભયની કરનારી સમસ્ત વાણી છોડવી. જો કે વાણી તો જડ છે, પરંતુ તે વખતે બોલવાનો વિકલ્પ છે તે ભવભયને કરનાર દશા છે અને તેને છોડવો. લ્યો, અંદર (શ્લોકમાં) ભાષા તો એમ છે કે વાણીને છોડી...” પણ તેનો અર્થ એ છે કે વાણી બોલવાના ભાવને—કે જે વિકલ્પ-રાગ છે તેને—છોડવો. તે સિવાય વાણીને શું છોડવી હતી? કેમ કે એ તો જડ છે. તે પણ છદ્મસ્થને વાણી બોલવાનો વિકલ્પ હોય હોં, કેવળીને નહીં. કેવળીને તો કાંઈ વિકલ્પ કે રાગ હોય નહીં. તેમને તો ઈચ્છા વિના દિવ્યધ્વનિ-વાણી નીકળે છે. પરંતુ જે છદ્મસ્થ રાગી છે તેને વાણી નીકળે છે તેમાં રાગના પરિણામનું નિમિત્તપણું છે અને તે પરિણામ છોડવા એમ કહે છે. જુઓ, છદ્મસ્થને (-મુનિરાજને) વ્યાખ્યાન કરવા સમયે વાણી બોલવાનો શુભરાગ હોય છે એમ કહે છે. કેમ કે તે સમયે વચનગુમિ છે ને ? અને તેની તો અહીં વાત ચાલે છે.
અહા! પદ્મપ્રભમલધારીદેવ મુનિની એક રચના તો જુઓ! તેઓ કહે છે કે વાણી બોલવાનો રાગ ભવભયનો કરનાર છે. અર્થાત્ પોતાને-મુનિને ઉપદેશ દેવા સમયે શુભરાગ છે તે પણ ભવભવનું કારણ છે એમ કહે છે. અજ્ઞાની કહે છે કે ઉપદેશ દેવાથી ઉપદેશકને નિર્જરા થાય છે, અને બીજો જીવ ધર્મ પામે છે તેથી તેને લાભ થાય છે. જ્યારે અહીં કહે છે કે તે બધી વાત ખોટી છે. કેમ કે છદ્મસ્થને ઉપદેશ દેવાની વાણી બોલતા વખતે રાગ થાય છે. માટે તેનાથી નિર્જરા થતી નથી.) અહા! મુનિની અને અજ્ઞાનીની વાતમાં કેટલો આંતરો છે?
શુદ્ધ સહજ-વિલસતા ચૈતન્યચમત્કારનું એકનું ધ્યાન કરીને'... હવે કહે છે કે અસત્ય વાણી બોલવામાં અશુભરાગ થાય એ તો ઠીક (-એ તો છોડવા યોગ્ય છે જ), પરંતુ ધર્મની વાણી કહેવામાં શુભરાગ-વિકલ્પ થાય તેને પણ છોડીને શુદ્ધપણે સ્વાભાવિક વિલસતા ભગવાન આત્માનું ધ્યાન કર. અહા! અંદરમાં ભગવાન આત્મા શુદ્ધપણે સહજ વિલસતો – સ્વાભાવિક ખીલતો – ચૈતન્યચમત્કારમય પ્રભુ છે. અર્થાત્ ભગવાન આત્મામાં તો ચૈતન્યચમત્કાર ભરેલો છે. આવા ચૈતન્યચમત્કારમય આત્મતત્ત્વનું એકનું જ ધ્યાન કર.
કહે છે કે વાણી બોલવાના રાગને છોડી સહજ વીતરાગતારૂપે વિલસતા પ્રભુ આત્માનું ધ્યાન કર. અતીન્દ્રિય આનંદનો સાગર, ચૈતન્યચમત્કારમૂર્તિ, પ્રભુ આત્મા પોતે
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૮].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે તેનું એકનું ધ્યાન કર. જુઓ, એક આત્માનું જ ધ્યાન કર એમ કહે છે, પણ તેના દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદનું કે બીજાં ભગવાનનું ધ્યાન કર એમ નથી કહ્યું. કેમ કે બીજાં ભગવાન પરવસ્તુ છે. તેથી તેમનું ધ્યાન કરવા જતાં તો વિકલ્પ-રાગ ઉઠે છે. જુઓ, અહીં ‘એક’ શબ્દ વાપર્યો છે. અર્થાત્ આત્મા વસ્તુ છે, તેમાં તેના ગુણ છે અને તેની દશા છે એવા ભેદ નહીં, પરંતુ એકરૂપ ચૈતન્યબિંબ પ્રભુ આત્મા છે તેનું એકનું ધ્યાન કર. લ્યો, આ મોક્ષમાર્ગ છે. આ નિયમસાર છે ને? (એટલે અહીં મોક્ષમાર્ગની વ્યાખ્યા કરી.) અહા! આ ઇંદ્રિયોના વિષયોમાં તો કલ્પલો આનંદ છે, કલ્પેલું સુખ છે. એ તો (ખરેખર) દુઃખ છે, ઝેર છે. જ્યારે અંતરમાં ભગવાન આત્મા અતદ્રિય આનંદસ્વરૂપ છે, અતીન્દ્રિય સુખામૃતનો રસકંદ છે. આવા આત્માનું એકનું જ ધ્યાન કર અને તે ધ્યાનને અહીંયા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહે છે. ‘શુદ્ધ સહજ-વિલસતા ચૈતન્યચમત્કારનું એકનું - એ દ્રવ્ય છે, વસ્તુ છે અને ધ્યાન કરીને - તે પર્યાય છે.
જેણે આત્માનું હિત કરવું હોય અને આ ચાર ગતિના દુ:ખ ટાળવા હોય તેણે શું કરવું તે અહીં કહે છે. તો કહે છે કે, ભગવાન આત્મા સ્વાભાવિક વિલસતો ચૈતન્યચમત્કારમય પ્રભુ છે. તે એકસ્વરૂપ-એકરૂપ છે અને તેનું ધ્યાન કર. સમ્યગ્દર્શનમાં પણ, સમ્યજ્ઞાનમાં પણ તેમ જ સમ્યગ્વારિત્રમાં પણ આત્માને ધ્યેય-વિષય બનાવીને તેનું ધ્યાન કર. લ્યો, વીતરાગનો આવો મારગ છે! અહા! વિપુલાચલ પર્વત ઉપર ઈદ્રો ને ગણધરોની સમક્ષ ભગવાનની વાણી – દિવ્યધ્વનિ – છૂટી હતી ત્યારે તેમાં આ આવ્યું હતું કે ભગવાન! તારું સ્વરૂપ તો સહજ ચૈતન્યચમત્કારમય છે. આવી ચીજ તું છો. માટે તેનું ધ્યાન કર, તેને ધ્યેય-વિષય બનાવ અને રાગ ને પરરૂપ વિષય લક્ષમાંથી છોડી દે. ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા એકલા અમૃત સમાન શાંતિના રસથી ભરેલો સમુદ્ર છે. છતાં અરે ! લોકોએ તેને પામર તરીકે કપ્યો છે. જેમ મૃગની નાભિમાં કસ્તુરી હોવા છતાં મૃગને તેની કિંમત નથી તેમ પરમાત્મા કહે છે કે તારા સ્વભાવમાં અતીન્દ્રિય આનંદની કસ્તુરી પડી છે છતાં તેને ન માનતાં તું આનંદને બહારમાં ગોતે છે. વિષયમાં સુખ છે, આબરૂમાં સુખ છે, પૈસામાં સુખ છે – એમ બહારમાં તું સુખને ગોતે છે, પરંતુ તે બહારનું સુખ તો ઝેર છે. પણ અરે! આ વાત કેમ બેસે? કેમ કે અજ્ઞાની પૈસા આદિ વધતાં સુખ વધ્યું એમ માને છે. ભાઈ! પૈસા વધે તેમાં શું થયું? એ તો દુઃખના નિમિત્ત વધ્યા. પૈસા તો જડ-માટી-ધૂળ છે. શું ધૂળમાં સુખ હોય? તેના ઉપર લક્ષ જય તો રાગ ને આકુળતા થાય. ભારે વાત ભાઈ!
Page #211
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૭]
[૧૯૯
અહીં કહે છે કે ત્રણલોકના નાથ તીર્થંકરદેવ પરમાત્મા સમવસરણમાં સાક્ષાત્ બિરાજતા હોય અને તેનું લક્ષ કરે ને ધ્યાન કરવા જાય તો રાગ જ થાય. કારણ કે પદ્રવ્ય ઉપર લક્ષ જાય ત્યાં રાગ જ થાય. પદ્રવ્યના લક્ષે ને ધ્યાને ધર્મ થાય નહીં, પરંતુ અખંડાનંદમય ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા અંદર છે તેનું ધ્યાન કરવાથી શાંતિ ને આનંદ પ્રગટ થાય તેને ધર્મ થયો એમ કહેવાય છે. હવે કહે છે કે એક આત્માનું ધ્યાન કરવાથી શું ફળ આવે? કે,
‘પાપરૂપી તિમિર સમૂહને નષ્ટ કરીને સહજમહિમાવંત આનંદસૌખ્યની ખાણરૂપ એવી તે મુકિતને અતિશયપણે પ્રાપ્ત કરે છે. આ રીતે માર્ગ ને માર્ગનું ફળ – બન્નેની વાત કરે છે. “પાપ” શબ્દ અહીં પુણ્ય ને પાપરૂપ બન્ને ભાવને પાપ કહ્યા છે. અંદરમાં ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદામૃતથી ડોલતો પ્રભુ છે, નાથ છે. માટે કહે છે કે, અરે! તેને પકડ ને ! તેને ધ્યાનમાં લે ને? તેનું ધ્યાન રાખ ને ? તેનું ધ્યાન કર ને? તો તને શાંતિ થશે અને તેના ફળમાં પુણ્ય-પાપરૂપ અંધકાર નાશ થઈ મુક્તિ થશે. ભાષા જુઓ! કહે છે કે પુણ્ય-પાપના ભાવ અજ્ઞાન-અંધકાર છે, કાંઈ ચૈતન્યચમત્કારમય નથી. અહીં સામ-સામે વાત કરવી છે ને? તેથી કહે છે કે ભગવાન આત્મા ચૈતન્યચમત્કારના નુરનું પૂર છે, જ્યારે પુણ્ય-પાપ તિમિર છે, અજ્ઞાન-અંધકાર છે. આ, પુણ્ય-પાપના ભાવની વાત છે હોં, પણ તેના ફળની-સંયોગની વાત નથી. શુભઅશુભભાવ–રાગ, કહે છે કે, પાપ છે, અંધકાર છે. જ્યારે ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કારનું નુર છે અને તેનું ધ્યાન કરવાથી, તેનો આશ્રય કરવાથી, તેનું અવલંબન લેવાથી જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય વીતરાગી દશા થાય તે પુણ્ય-પાપના અંધકારનો નાશ કરનાર છે.
અસંખ્ય પ્રકારના પુણ્ય-પાપના વિકલ્પો છે તે – સત્ય વાણી બોલવાનો રાગ પણ – અંધકાર અર્થાત્ તિમિર છે એમ અહીં કહે છે. કેમ કે તે વિકલ્પ છે ને ? અરે! ધર્મ કરવાનો તો હજુ પછી રહ્યો, પણ આ એક-એક બોલ સમજવામાં પણ અજ્ઞાનીને વાંધા પડે છે કે આ શું કહે છે. અજ્ઞાનીના હજુ ધર્મ સમજવાના પણ ઠેકાણા નથી અને માને છે કે ધર્મ થઈ ગયો. અરે! એમ ને એમ જિંદગી ચાલી જાય છે. અહીં કહ્યું કે ‘સહજમહિમાવંત આનંદસૌખ્યની ખાણરૂપ એવી તે મુક્તિને’ - આ મુક્તિના વિશેષણ છે. જ્યારે ‘શુદ્ધ સહજ-વિલસતા ચૈતન્યચમત્કાર” – એ દ્રવ્યના વિશેષણ હતા. અને તેનું ધ્યાન તે પર્યાય છે તેમ જ મુક્તિ પણ પર્યાય છે. અંતરંગ સ્વરૂપને ધ્યાનમાં
Page #212
--------------------------------------------------------------------------
________________
૨૦૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
લેવાથી તેના ફળમાં સહજમહિમાવંત મુક્તિ મળે છે. અહા! મુક્તિનો-સિદ્ધપદનો સહજ મહિમા છે અને તે આનંદસુખની ખાણ છે. અજ્ઞાની લોગસ્સ’માં શબ્દો બોલે છે કે સિદ્ધ સિદ્ધિ મન્ વિલંતુ ! હે સિદ્ધ ભગવાન! અમને સિદ્ધપદ દેખાડો' અર્થાત્ અમને કેવળજ્ઞાન થાવ એવી માગણી કરે છે. પરંતુ તેના અર્થને કાંઈ સમજતો નથી. એને તો ‘તુંબડીમાં કાંકરા જેવું છે. હજુ જો અર્થની ખબર નથી તો ભાવનું ભાન થવું કેમ બને? અજ્ઞાની તો સામાયિકનો પાઠ બોલે એટલે માને કે થઈ ગયો ધર્મ. ધૂળમાંય તેમાં ધર્મ થતો નથી. અહા! જૈન નામ ધરાવે છે તો પણ તેને કાંઈ ભાન નથી.
જેનું અંતરસ્વરૂપ પરમાત્મમય છે એવા અખંડાનંદમય પ્રભુ આત્માને જેણે ધ્યાનમાં લઈને પકડ્યો છે તે સહજમહિમાવંત, આનંદ-સુખની ખાણ એવી મુક્તિને અતિશયપણે એટલે કે ખાસ પ્રાપ્ત કરે છે અર્થાત્ તેની મુક્તિ જ હોય, પણ બીજું કાંઈ તેને મળે એમ હોય નહીં. હવે તેને ગતિ મળે એમ હોય નહીં એમ કહે છે. મોક્ષના માર્ગે જાય તો મોક્ષ જ મળે; મોક્ષ જ આવે. ભગવાન આત્મા મુક્તસ્વરૂપ છે અને તેનું ધ્યાન કરવાથી પર્યાયમાં મુક્તિ પ્રગટ થાય છે. લ્યો, આ મોક્ષમાર્ગની ક્રિયા. અજ્ઞાનીને આ ક્રિયાની સૂઝ પડે નહીં એટલે “યાત્રા વગેરે કરો ધર્મ થઈ જશે' એમ માને છે. અરે! ધર્મને નામે – ધર્મ શું ચીજ છે તેની ખબર નથી તેથી – અનાદિથી છેતરાણો છે ને?
- એ ૬૭ મી ગાથા પૂર્ણ થઈ. હવે ૬૮ મી ગાથામાં કાયડુમિની વ્યાખ્યા છે.
ગાથા - ૬૭ ] શ્લોક - ૯૨૭
પ્રવચન નં. NST / ૬૧ NSS / ૬૧
૬૨
તારીખ ૩-૭-૭ર ૮-૭-૭૧ ૯-૭-૭૧
Page #213
--------------------------------------------------------------------------
________________
ગાથા
-
૬૮
बंधणछे दणमारण आकुंचण तह पसारणादीया | कायकिरियाणियत्ती णिद्दिट्ठा कायगुत्तिति ॥ ६८ ॥
बंधनछेदनमारणाकुंचनानि तथा प्रसारणादीनि I कायक्रियानिवृत्तिः निर्दिष्टा कायगुप्तिरिति ॥६८॥
વધ, બંધ ને છેદનમયી, વિસ્તરણ-સંકોચનમયી ઈત્યાદિ કાયક્રિયા તણી નિવૃત્તિ તનગુપ્તિ કહી. ૬૮.
અન્વયાર્થ:- (વંધનછેવનમારળાવનાનિ) બંધન, છેદન, મારણ (-મારી નાખવું), આકુંચન (-સંકોચવું) (તથા) તથા (પ્રસારળાવીનિ) પ્રસારણ (-વિસ્તારવું) ઈત્યાદિ (ાયયિાનિવૃત્તિ:) કાયક્રિયાઓની નિવૃત્તિને (હ્રાયપ્તિ: કૃતિ નિર્વિષ્ટા) કાયગુપ્તિ કહી છે.
ટીકા:- અહીં કાયગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે.
કોઈ પુરુષને બંધનનું અંતરંગ નિમિત્ત કર્મ છે, બંધનનો બહિરંગ હેતુ કોઈનો કાયવ્યાપાર છે; છેદનનું પણ અંતરંગ કારણ કર્યોદય છે, બહિરંગ કારણ પ્રમત્ત જીવની કાયક્રિયા છે; મારણનો પણ અંતરંગ હેતુ આંતરિક (નિકટ) સંબંધનો (આયુષ્યનો) ક્ષય છે, બહિરંગ કારણ કોઈની કાયવિકૃતિ છે; આકુંચન, પ્રસારણ વગેરેનો હેતુ સંકોચવિસ્તારાદિકના હેતુભૂત સમુદ્દાત છે. -આ કાયક્રિયાઓની નિવૃત્તિ તે કાયગુપ્તિ છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૦૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
(હવે ૬૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:)
(અનુષ્ટમ)
मुक्त्वा कायविकारं यः शुद्धात्मानं मुहुर्मुहुः । संभावयति तस्यैव सफलं जन्म संसृतौ ॥९३॥
(શ્લોકાર્થ:-) કાયવિકારને છોડીને જે ફરીફરીને શુદ્ધાત્માની સંભાવના (સમ્યક્ ભાવના) કરે છે, તેનો જ જન્મ સંસારમાં સફળ છે. ૯૩.
ગાથા ૬૮ ઉપરનું પ્રવચન
‘અહીં કાયગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે.’
‘કોઈ પુરુષને બંધનનું અંતરંગ નિમિત્ત કર્મ છે.' જુઓ ભાઈ! અહીં અંતરંગ કારણની (-નિમિત્તની) વાત આવી છે. ૫૩ મી ગાથામાં તેની વાત આવી ગઈ છે અને અહીં પણ આવી છે. કોઈ પુરુષ અન્ય પુરુષને બાંધે તો તેમાં અંતરંગ કારણ તેનું કર્મ છે. તે પુરુષને કર્મ છે (કર્મનો એવો ઉદય છે) માટે કોઈ બાંધે છે. તેથી અંતરંગ કારણ કર્મ છે.
‘બંધનનો બહિરંગ હેતુ કોઈનો કાયવ્યાપાર છે.' બીજો પુરુષ તેને બાંધે છે ને? માટે બીજા પુરુષનો કાયવ્યાપાર બાહ્ય નિમિત્ત છે. આ રીતે બીજો પુરુષ તેને ઝાડ સાથે બાંધે, દોરડાથી બાંધે, લોઢાના સળીયાથી બાંધે વગેરે બંધન કરે તેમાં મૂળ કારણ— ખરું નિમિત્ત તો અંદર અશાતા કર્મ છે તે છે અને બાહ્યમાં નિમિત્ત બીજાના કાયનો
વ્યાપાર છે.
‘છેદનનું પણ અંતરંગ કારણ કર્યોદય છે’. કોઈ અન્ય તેને છેદે, શરીરના કટકા કરે, કાન કે નાક આદિ કાપે તેમાં અંતરંગ કારણ -નિમિત્ત કર્યોદય છે, અશાતાનો ઉદય છે.
કે
‘બહિરંગ કારણ પ્રમત્ત જીવની કાયક્રિયા છે.’ ભાષા જુઓ! કે પ્રમત્ત જીવની કાયક્રિયા બહિરંગ કારણ છે. પ્રમત્ત મુનિ (છઠ્ઠા ગુણસ્થાનવાળા મુનિ) ચાલતા હોય ત્યારે કદાચ કોઈ જીવ છેદાઈ જાય તો તેમની કાયક્રિયા છેદનમાં બાહ્ય નિમિત્ત કહેવામાં
Page #215
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૮].
[૨૦૩
આવે છે. તેમને પાપ લાગે કે નહીં તે પ્રશ્ન અહીંયા અત્યારે નથી. અહીંયા તો, બીજે જીવ છેદાઈ છે તેમાં બાહ્ય નિમિત્ત કોણ છે તેની વાત છે. તો કહે છે કે, પ્રમત્ત દશાવાળા જીવને ચાલવાનો વિકલ્પ હોય છે. પ્રમત્ત દશામાં જ જીવને ચાલવાનો રાગ હોય ને? અપ્રમત્તદશામાં તો તે અંદરમાં સ્થિર હોય છે. એટલે પહેલાં ગુણસ્થાનથી પ્રમત્તગુણસ્થાન (છઠ્ઠા ગુણસ્થાન) સુધી તેની કાયાનો વ્યાપાર છેદનમાં બાહ્ય નિમિત્ત છે.
મારણનો પણ અંતરંગ હેતુ આંતરિક (નિકટ) સંબંધનો (આયુષ્યનો) ક્ષય છે.” મરણનો અંતરંગ હેતુ અંદરમાં આયુષ્યનો ક્ષય છે. આયુષ્ય પૂર્ણ થતાં મરણ થાય છે. તે સિવાય બાહ્ય કારણથી કોઈ મારી શકે એમ નથી.
“બહિરંગ કારણ કોઈની કાયવિકૃતિ છે.” કાયાનો વ્યાપાર નિમિત્ત થતાં કોઈ મરી જાય તો કાયાનો વ્યાપાર બાહ્ય નિમિત્ત છે. આયુષ્ય પૂર્ણ થાય તે અંતરંગ કારણ (-નિમિત્ત) છે અને કાયાનો વ્યાપાર તે બાહ્ય નિમિત્ત છે.
આકુંચન, પ્રસારણ વગેરેનો હેતુ સંકોચવિસ્તારાદિકના હેતુભૂત સમુદ્રઘાત છે.” –આત્માના પ્રદેશ બહાર નીકળે ત્યારે સમુદ્યાત થાય છે ને? તો તે આકુંચન, પ્રસારણ વગેરેનું કારણ છે.
આ કાયક્રિયાઓની નિવૃત્તિ તે કાયગુમિ છે.” –આ બધાથી નિવૃત્ત થવું અને આત્માના અંતર્ધ્યાનમાં જવું તેનું નામ કાયમુમિ કહેવામાં આવે છે. અહા! આવી કાયમુમિ અત્યારે કોઈ કરી શકે કે ન કરી શકે તે પ્રશ્ન પછી, પરંતુ પહેલાં સમજે તો ખરો કે કાયગૃતિ કોને કહેવી. તો, કહ્યું કે, કાયાના વ્યાપારને તથા વિકલ્પને છોડવો અને અંદર આનંદસ્વરૂપ આત્માના ધ્યાનમાં આવવું તેને કાયમુમિ કહેવામાં આવે છે.
છે શ્લોક - ૯૩ ઉપરનું પ્રવચન ‘કાયવિકારને છોડીને જે ફરીફરીને શુદ્ધાત્માની સંભાવના (સમ્યફ ભાવના) કરે છે, તેનો જ જન્મ સંસારમાં સફળ છે.” લ્યો, કાયવિકારને એટલે કે (કાયસંબંધીના) વિકલ્પને છોડીને જે જીવ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આનંદમૂર્તિ પ્રભુ આત્માની ભાવના કરે છે અર્થાત્ તેમાં એકાગ્ર થાય છે તેનો જન્મ સફળ છે. તે સિવાયના બીજા બધાના
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
જન્મ નિરર્થક છે. બીજા જે જીવો જમ્યા છે તે તો મરશે અને વળી પાછા જનમશે. માટે તેમનો જન્મ નિરર્થક છે એમ કહે છે.
ચૈતન્ય વસ્તુ ભગવાન આત્માની અંતરમાં યથાર્થ એકાગ્રતા કરવી તેને સંભાવનાસમ્યક ભાવના કહેવામાં આવે છે અને જે જીવ આવી ભાવના કરે છે તેનો જ જન્મ સંસારમાં સફળ છે એટલે કે તેણે જન્મીને ફરી જનમવું ન પડે એવું કાર્ય કર્યું છે. આ, કાયડુમિની વાત છે ને? તેથી કહે છે કે હવે તેને શરીર જ નહીં મળે, તેનો જન્મ જ નહીં થાય. અંદર વસ્તુ ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપ છે તેનું જેણે ધ્યાન કર્યું – વર્તમાન ધ્યાનની દશાદ્વારા જેણે આત્માને વિષય બનાવ્યો – તેને હવે જન્મ કેવા? તેને આ મળેલો જન્મ સફળ છે અને હવે ફરીને તેને કાયા મળશે નહીં એમ કહે છે. લ્યો, કાયમુતિમાં આ વાત કરી કે તેનો જ જન્મ સંસારમાં સફળ છે.
પહેલાં (ગાથા ૬૬ અને ૬૭ માં) વ્યવહાર મનોગુમિ અને વ્યવહાર વચનગુમિની વાત હતી. (આ ગાથા ૬૮માં વ્યવહાર કાયગુપ્તિની વાત છે અને) હવે (ગાથા ૬૯માં) નિશ્ચય મનોગુમિ અને નિશ્ચય વચનગુમિની વાત કહેશે.
KU
પ્રવચન નં. NSS / ૬૨
તારીખ ૯-૭-૭૧
ગાથા – ૬૮ ) શ્લોક - ૯૯ 5
Page #217
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૬૯
जा रायादिणियत्ती मणस्स जाणीहि तं मणोगुत्ती । अलियादिणियत्तिं वा मोणं वा होइ वइगुत्ती ॥६९॥ या रागादिनिवृत्तिर्मनसो जानीहि तां मनोगुप्तिम् । अलीकादिनिवृत्तिर्वा मौनं वा भवति वाग्गुप्तिः ॥६९।। મનમાંથી જે રાગાદિની નિવૃત્તિ તે મનગુપ્તિ છે; અલીકાદિની નિવૃત્તિ અથવા મેન વાચાગુપ્તિ છે. ૬૯.
અન્વયાર્થ:- (મનસ) મનમાંથી (ય) જે (TYI[વિનિવૃત્તિઃ) રાગાદિની નિવૃત્તિ (તામુ) તેને (મનોતિમ્) મનોગુપ્તિ (નાની) જાણ. (અતીવિનિવૃત્તિ:) અસત્યાદિની નિવૃત્તિ (વા) અથવા (મૌન વા) મૌન (વાપુતઃ મવતિ) તે વચનગુપ્તિ છે.
ટીકા:- આ, નિશ્ચયનયથી મનોગુપ્તિની અને વચનગુપ્તિની સૂચના છે.
સકળ મોહરાગદ્વેષના અભાવને લીધે અખંડ અદ્વૈત પરમચિટૂપમાં સમ્યફપણે અવસ્થિત રહેવું તે જ નિશ્ચયમનોગુપ્તિ છે. હે શિષ્ય ! તું તેને ખરેખર અચલિત મનોગુપ્તિ
જાણ.
સમસ્ત અસત્ય ભાષાનો પરિહાર અથવા મૌનવ્રત તે વચનગુપ્તિ છે. મૂર્તદ્રવ્યને ચેતનાનો અભાવ હોવાને લીધે અને અમૂર્તદ્રવ્ય ઈદ્રિયજ્ઞાનથી અગોચર હોવાને લીધે બન્ને પ્રત્યે વચનપ્રવૃત્તિ થતી નથી. આ રીતે નિશ્ચયવચનગુપ્તિનું સ્વરૂપ કહેવામાં આવ્યું.
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૦૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
(હવે ૬૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે.)
(શાર્દૂતવિક્રીડિત) शस्ताशस्तमनोवचस्समुदयं त्यक्त्वात्मनिष्ठापरः शुद्धाशुद्धनयातिरिक्तमनघं चिन्मात्रचिन्तामणिम् । प्राप्यानंतचतुष्टयात्मकतया सार्धं स्थितां सर्वदा जीवन्मुक्तिमुपैति योगितिलकः पापाटवीपावकः ॥१४॥
(શ્લોકાર્થ:-) પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન એવો યોગતિલક (મુનિશિરોમણિ) પ્રશસ્ત-અપ્રશસ્ત મનવાણીના સમુદાયને છોડીને આત્મનિષ્ઠામાં પરાયણ રહેતો થકો, શુદ્ધનય અને અશુદ્ધનયથી રહિત એવા અનઘ (-નિર્દોષ) ચૈતન્યમાત્ર ચિંતામણિને પ્રાપ્ત કરીને, અનંતચતુષ્ટયાત્મકપણા સાથે સર્વદા સ્થિત એવી જીવન્મુક્તિને પામે છે. ૯૪.
ગાથા - ૬૯ ઉપરનું પ્રવચન કર્યું
“આ, નિશ્ચયનયથી મનોગુમિની અને વચનગુપ્તિની સૂચના છે.”
નિશ્ચયનયથી એટલે કે સાચી દષ્ટિથી. તો આ, સાચી દષ્ટિથી મનોગુમિની અને વચનગુમિની વ્યાખ્યા છે. જ્યારે પહેલાં (ગાથા ૬૬ ને ૬૭ માં) વ્યવહાર મનોગુપ્તિની અને વચનગુતિની વાત હતી. તે વ્યવહારગુમિ વિકલ્પરૂપ હતી, પણ સાચી ગુપ્તિ નહોતી. જુઓ, આ વ્યવહારચારિત્ર અધિકારમાં નિશ્ચયગુમિની વાત કરે છે અને તેમ કહીને નિશ્ચય વિના વ્યવહાર કેવો? – તે વાતને સિદ્ધ કરે છે. અશુભભાવથી છૂટવું અને શુભવિકલ્પમાં આવવું તે વ્યવહારગુમિ છે અને શુભવિકલ્પથી પણ છૂટીને સ્વરૂપમાં આવવું તે નિશ્ચયગુતિ છે.
સકળ મોહરાગદ્વેષના અભાવને લીધે અખંડ અદ્વૈત પરમચિતૂપમાં સમ્યપણે અવસ્થિત રહેવું તે જ નિશ્ચયમનોસુમિ છે.” પહેલાં વ્યવહાર મનોગુમિની વ્યાખ્યામાં
Page #219
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૯]
[૨૦૭
એમ આવ્યું હતું કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફશાંતિની ભૂમિકામાં અશુભભાવથી હઠીને શુભભાવમાં આવવું તે વ્યવહાર મનોગુમિ છે. જ્યારે અહીં કહે છે કે શુભ અને અશુભ બન્ને વિકલ્પથી હઠીને અંદરમાં જવું તે નિશ્ચય મનોગુમિ છે. જુઓ, શબ્દ છે ને? કે ‘સકળ મોહરાગદ્વેષના અભાવને લીધે’.... અર્થાત્ વ્યવહાર મનોસુમિમાં મુનિને શુભરાગ હતો, પણ આ નિશ્ચય મનોગુમિમાં તો સકળ મોહરાગદ્વેષનો અભાવ છે. જેણે મોહ એટલે મિથ્યાત્વભાવ છોડ્યો છે અને રાગ-દ્વેષના વિકલ્પને પણ છોડ્યા છે તથા જે અખંડ અદ્વૈત ભગવાન આત્મામાં સ્થિર રહે છે તેને નિશ્ચય મનોગુમિ હોય છે. લ્યો, કહે છે કે, આત્મા અખંડ અદ્વૈત છે અર્થાત્ તેમાં બેપણું – ભેદ જ નથી. બધા થઈને એક આત્મા છે એમ નહીં, પણ જેમાં ગુણ-ગુણીનો ભેદ પણ નથી, જેમાં કૈતપણું નથી અને જે એકરૂપ છે એવો આત્મા અખંડ અદ્વૈત છે. તથા તે પરમચિટૂપ–પરમ જ્ઞાનસ્વભાવરૂપ પ્રભુ છે. આવા અંદરના અખંડ અદ્વૈત ચિટૂપ આત્મામાં યથાર્થપણે સ્થિર રહેવું તે જ નિશ્ચય મનોગુમિ છે. લ્યો, આનું નામ સાચી મનોગુતિ અને ધર્મ છે.
કોઈ કહે કે આ તો બધી કેવળી થયેલાની વાતો છે? પણ ભાઈ આ ક્યાં કેવળી થયેલાની વાતો છે? આ તો મુનિદશાની વાતો છે. કેવળી થવાના ઉપાયરૂપ મુનિમાર્ગ છે તેની દશા આવી હોય એમ મુનિદશાની વાત છે. તેણે પહેલાં શ્રદ્ધામાં તો લેવું પડશે ને? કે સાચું સાધુપણું કેવું હોય? સાચું-સત્ય મુનિપણું કેવું હોય? અરે! અજ્ઞાનીને તો કાંઈ ભાન ન હોય અને થઈ જાય સાધુ. ભાઈ! વસ્તુસ્વરૂપના ભાન વિના એવા સાધુપણામાં તો નુકશાન છે. જ્યારે આ તો તારા અહિતના નાશની વાતો છે.
અહીં કહે છે કે ભગવાન આત્માનો પોતાનો સ્વભાવ શુદ્ધ આનંદમય અખંડ અત અને પરમજ્ઞાનરૂપ છે. આત્મા તો પરમજ્ઞાનરૂપ જ છે, તેનું સ્વરૂપ જાણવાના સ્વભાવમય જ છે. તેમાં સમ્યફ પ્રકારે સ્થિર રહેવું તે નિશ્ચય મનોગુપ્તિ છે.
હવે કહે છે કે “હે શિષ્ય! તું તેને ખરેખર અચલિત મનોગુપ્તિ જાણ.” મૂળ ગાથાના બીજા પદમાં ‘કાળાદિ શબ્દ છે ને? એટલે તેમાંથી ટીકાકારે એમ કહ્યું કે હે શિષ્યા ... શ્રી કુંદકુંદાચાર્ય પોતે કહે છે કે “નાળાદિ તે મળોનુત્તી ' - આમ તું જાણ કે આને મનોગુપ્તિ કહેવાય. એટલે કે જેને મનસંબંધી વિકલ્પ નથી અને જેને અંદરમાં અખંડ, અભેદ, ચિટૂપમાં લીનતા છે તેને સાચી મનોગુપ્તિ છે એમ કહેવામાં
Page #220
--------------------------------------------------------------------------
________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
આવે છે. ‘નાળીદિ-જાણ' એમ કહ્યું તો તેઓ (-આચાર્ય) કોઈને કહે છે ને? તેથી તેનો અર્થ એ થયો કે શ્રી કુંદકુંદાચાર્ય શિષ્યને કહે છે કે અંદર આત્માના આનંદમાં ઠરતાં મનસંબંધી શુભવિકલ્પ પણ ન રહે તેને અચલિત મનોગુપ્તિ કહે છે એમ તું જાણ. લ્યો, તે જ ધર્મ ને મોક્ષનો માર્ગ છે. અજ્ઞાનીને તો આ વાતમાં લુખુ લસ (કંટાળા જેવું) લાગે એવું છે.
૨૦૮]
વીતરાગ મૂર્તિ ભગવાન આત્માની અંદર રાગ નથી. આવું ચૈતન્યસ્વરૂપ છે તેનું વિકલ્પ છોડીને ધ્યાન કરવું તેનું નામ નિશ્ચય મનોગુપ્તિ કહેવામાં આવે છે.
આવી વાત અજ્ઞાનીએ કોઈ દિ' સાંભળી નથી અને વિચારમાં પણ લીધી નથી, તેથી તેનો પ્રયોગ પણ કર્યો નથી. વીતરાગ મારગ બહુ અલૌકિક છે! પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્માએ કહેલો આ વીતરાગ મારગ કોઈ જુદી જાતનો છે.
અત્યારે તો બીજે બહુ ગરબડ ચાલે છે અને લોકોએ બહારમાં ધર્મ માની લીધો છે. પણ બાપા! તેમાં તો કાળ જાય છે. પ્રભુ! આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છે કે અખંડ અદ્વૈત પરમચિદ્રૂપ આત્માની અંદર સ્થિતિ કરવી
આસન લગાવી દેવું –
તે મનોગુપ્તિ છે અને તેણે હે શિષ્ય! મનની ગુપ્તિ કરી એમ તું જાણ.
-
લ્યો, નિશ્ચય મનોગુપ્તિની વાતમાં એમ આવ્યું કે તું જાણ. અર્થાત્ મનોગુપ્તિ આને કહેવાય એમ નિશ્ચય મનોગુપ્તિનું જ્ઞાન તને હોવું જોઈએ.
પ્રશ્ન :- હવે આવું જ્ઞાન કરીએ તો અમારે ધંધા ક્યારે કરવા? રળવું ક્યારે?
સમાધાન :- ધૂળમાંય તું રળતો નથી તથા તેમાં કાંઈ સુખ નથી સાંભળ ને? એ બધા તો હેરાન થવાના પાપના રસ્તા છે.
ખરેખર તો બન્ને પુણ્ય ને પાપ ‘પાપ’ છે અને તેને રસ્તે દોરાતાં ચાર ગતિના દુ:ખ મળે છે. જ્યારે અહીં તો મોક્ષના માર્ગની વ્યાખ્યા છે.
એ નિશ્ચય-સાચી મનોગુપ્તિની વાત કરી. હવે સાચી વચનગુપ્તિની - વાણીની ગુપ્તિની વાત કરે છે :
Page #221
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૯]
[૨૦૯
સમસ્ત અસત્ય ભાષાનો પરિહાર અથવા મૌનવ્રત તે વચનગુપ્તિ છે. મૂર્તદ્રવ્યને ચેતનાનો અભાવ હોવાને લીધે અને અમૂર્તદ્રવ્ય ઈદ્રિયજ્ઞાનથી અગોચર હોવાને લીધે બન્ને પ્રત્યે વચનપ્રવૃત્તિ થતી નથી. અહીં ‘સમાધિશતક'ની શૈલી લીધી છે. કહે છે કે હું કોની સાથે બોલું? કેમ કે શરીરાદિ ગુગલ તો જડ છે, તેનામાં ચેતનાનો અભાવ છે. પુલમાં આત્મા નથી માટે તેનામાં ચેતનાનો અભાવ છે અને અરૂપી આત્મા ઇંદ્રિયજ્ઞાનથી અગોચર છે. માટે હું કોની સાથે વાત કરું? એમ કહે છે. આ, વચન ગોપવવાની રીત છે. અજ્ઞાની કહે છે કે ઉપદેશ દેવાથી લાભ થાય, લોકો ધર્મ સમજે તેનો વકતાને લાભ મળે. ભાઈ! તે વાત ખોટી છે. ધૂળેય તેમ ન થાય સાંભળ ને? એવી રીતે કોણ પૈસા આપે ને લે? એ પૈસા તો જ્યાં જવાના હોય ત્યાં જાય છે. જડના રજકણો જે ઠેકાણે ગોઠવાવાના હશે ત્યાં ગોઠવાશે. પણ પૈસા આપનારા પૈસા આપે માટે તે વપરાય એમ છે નહીં. તે જડને કોણ વાપરી શકે? આવી વાત છે!
અહીં કહે છે કે આ જડ પુગલમાં ચેતન નથી અને અરૂપી આત્મા ઈંદ્રિયને અગમ્ય છે. માટે તે બન્ને પ્રત્યે વચનપ્રવૃત્તિ કરવાયોગ્ય નથી. જડ શરીરમાં આત્મા (-જ્ઞાન) નથી તો વિકલ્પ શું કરવા? અને અરૂપી આત્મા ઇંદ્રિયથી ગમ્ય-જણાય નહીં, માટે કોની સાથે વાત કરવી? આ રીતે વચનને ગોપવવા અર્થાત્ વિકલ્પ ન કરવા એમ મૂળ તો કહે છે. નહીંતર વચન તો વચન (-જડ) છે તેને શું ગોપવવા?) આવી અગમ-ગમની વાતો આમાં છે ભાઈ!
પ્રશ્ન :- અમારે વાણી સાંભળવી કે ન સાંભળવી ?
સમાધાન :- વાણી સાંભળવાનો ભાવ આવે, પણ છે તે શુભરાગ. વાણી સાંભળવામાં શુભરાગ છે, પણ તે રાગથી કાંઈ જ્ઞાન થતું નથી તેમ જ વાણી સાંભળવાથી પણ જ્ઞાન થતું નથી. જ્ઞાન તો અંદર આત્માના જ્ઞાનસ્વરૂપનો સ્પર્શ કરવાથી અર્થાત્ અનુભવ કરવાથી થાય છે. આવી ભારે વાત છે ભાઈ વીતરાગ મારગ આવો છે.
આ રીતે નિશ્ચયવચનગુપ્તિનું સ્વરૂપ કહેવામાં આવ્યું.
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૧૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે શ્લોક - ૯૪ ઉપરનું પ્રવચન છે મુનિપણું કેવું હોય? યોગિના તિલક (-મુનિ) કેવા હોય? કે ‘પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન એવો યોગિતિલક' હોય છે. અહા! મુનિ એને કહીએ કે જે પુણ્ય-પાપના વિકલ્પને બાળવામાં સમર્થ છે. પાપ એટલે પુણ્ય ને પાપ બન્ને હોં. તો, તેને બાળવામાં અગ્નિ સમાન એવો યોગતિલક “પ્રશસ્ત-અપ્રશસ્ત મનવાણીના સમુદાયને છોડીને.” દેખો, શુભ કે અશુભ એવા મનના વ્યાપારને તેમ જ શુભઅશુભ એવા વાણીના વ્યાપારને છોડી દઈને...અર્થાત્ મનસંબંધી અને વાણીસંબંધી શુભવિકલ્પને પણ છોડી દઈને – એમ કહે છે.
અહા! પાપરૂપી અટવી એટલે પુણ્ય-પાપના સંકલ્પ-વિકલ્પરૂપી મોટું વન અને તેને બાળવામાં અગ્નિ સમાન મુનિ છે. અહો! સ્વરૂપના અતીન્દ્રિય આનંદમાં રહેનાર એવા મુનિશિરોમણિ પુણ્ય-પાપના વનને બાળીને રાખ કરે છે. જુઓ, અંદર શ્લોકમાં છે ને? મુનિને ‘યોગતિલક' કહ્યા છે ને? યોગતિલક અર્થાત્ યોગિમાં પણ શિરોમણિ. તેઓ “પ્રશસ્ત-અપ્રશસ્ત મનવાણીના સમુદાયને છોડીને આત્મનિષ્ઠામાં પરાયણ રહેતો થકો..” ભાષા દેખો! વ્યવહારચારિત્ર અધિકારમાં પણ વાત ફેરવીને આ અધિકાર લીધો છે (-નિશ્ચયચારિત્રની વાત કરી છે.) અહા! મુનિઓની-સંતોની કથન પદ્ધતિ જ જુદી જાતની છે. કહે છે કે “આત્મનિષ્ઠામાં પરાયણ રહેતો થકો' અર્થાત્ શુદ્ધ ચૈતન્ય આનંદસ્વરૂપ એવા આત્મામાં મુનિ તત્પર છે. લ્યો, મુનિ તો આત્મામાં તત્પર છે એમ કહે છે.
શુદ્ધનય અને અશુદ્ધનયથી રહિત એવા અનઘ (-નિર્દોષ) ચેતન્યમાત્ર ચિંતામણિને પ્રાપ્ત કરીને'... શુદ્ધનય એટલે અહીં તે સંબંધી વિકલ્પ લેવો. ‘હું શુદ્ધ છું, આનંદ છું' એવો વિકલ્પ તે શુદ્ધનય અને અશુદ્ધનય કહેતાં “રાગ-પર્યાય સ્વભાવમાં છે' એવો વિકલ્પ. આ બન્ને શુદ્ધનય અને અશુદ્ધનયના વિકલ્પથી રહિત એવા અના (નિદોષ)... અઘ એટલે પુષ્ય ને પાપ બન્ને હોં. તો, વિકલ્પથી રહિત એવા અનઘ (નિર્દોષ) ચૈતન્યમાત્ર ચિંતામણિને પ્રાપ્ત કરીને... ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા ચિંતામણિ રત્ન છે. કેમ કે તેમાં જેટલી એકાગ્રતા થાય તેટલા શાંતિ અને આનંદ મળે.
Page #223
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૬૯].
[૨૧૧
અરે! આવો ચિંતામણિરત્ન ભગવાન આત્મા છે તોપણ એને અજ્ઞાનીએ પામર તરીકે માન્યો છે. જે જીવ ઉલ્લસિત થઈને શુભ કે અશુભભાવમાં રોકણો છે તેને આત્મારૂપી ચિંતામણિ-રત્નની કિંમત નથી.
અહીં કહે છે કે આત્મા ચૈતન્યચિંતામણિ છે તેને પ્રાપ્ત કરીને “અનંત ચતુષ્ટયાત્મકપણા સાથે સર્વદા સ્થિત એવી જીવન્મુકિતને પામે છે.” જે જીવ આત્મામાં પરાયણ છે તેને આવી દશા પ્રાપ્ત થાય છે. એટલે કે તે અનંતચતુષ્ટય સાથે સર્વદા સ્થિત એવી જીવન્મુકિતને પામે છે. જીવન્મુકત થઈ ગયો કહેતાં રાગ-વિકલ્પ, વાણી વગેરેથી મુક્ત થઈ ગયો. તો, કહ્યું કે જે આત્માના સ્વભાવનું ધ્યાન કરે છે તે ધ્યાનીને આવી દશા પ્રગટ થાય છે. મતલબ કે તેને મુક્તિ મળે છે.
આ રીતે આ કલશમાં મોક્ષનો માર્ગ અને તેનું ફળ મોક્ષ એમ બન્ને વાત છે.
પ્રવચન નં. NSS / ૬૨
તારીખ ૯-૭-૭૧
ગાથા - ૬૯ી શ્લોક - ૯૪)
Page #224
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૭૦
कायकिरियाणियत्ती काउस्सग्गो सरीरगे गुत्ती । हिंसाइणियत्ती वा सरीरगुत्ति त्ति णिहिट्ठा ॥७॥
कायक्रियानिवृत्तिः कायोत्सर्गः शरीरके गुप्तिः । हिंसादिनिवृत्तिर्वा शरीरगुप्तिरिति निर्दिष्टा ॥७०।। જે કાયકર્મનિવૃત્તિ કાયોત્સર્ગ તે તનગુપ્તિ છે; હિંસાદિની નિવૃત્તિને વળી કાયગુપ્તિ કહેલ છે. ૭૦.
અન્વયાર્થ:- (ાયશ્ચિયનિવૃત્તિ.) કાયક્રિયાઓની નિવૃત્તિરૂપ (ાયોત્સ) કાયોત્સર્ગ (શરીર ગુપ્તિ) શરીરસંબંધી ગુપ્તિ છે; (વા) અથવા (હિસાવિનિવૃત્તિ:) હિંસાદિની નિવૃત્તિને (શરીરગુપ્તિ તિ) શરીરગુપ્તિ (નિર્વિષ્ટા) કહી છે.
ટીકા:- આ, નિશ્ચયશરીરગુપ્તિના સ્વરૂપનું કથન છે.
સર્વ જનોને કાયાસંબંધી બહુ ક્રિયાઓ હોય છે; તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે; તે જ ગુપ્તિ (અર્થાત્ કાયગુપ્તિ) છે. અથવા પાંચ સ્થાવરોની અને ત્રસોની હિંસાનિવૃત્તિ તે કાયગુપ્તિ છે. જે પરમસંયમધર પરમજિનયોગીશ્વર પોતાના (ચૈતન્યરૂપ) શરીરમાં પોતાના (ચૈતન્યરૂપ) શરીરથી પ્રવેશી ગયા, તેમની અપરિસ્પંદમૂર્તિ જ (-અકંપ દશા જ) નિશ્ચયકા ગુપ્તિ છે. એવી રીતે શ્રી તત્ત્વાનુશાસનમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે:
(મનુષ્ટ્રમ) "उत्सृज्य कायकर्माणि भावं च भवकारणम् । स्वात्मावस्थानमव्यग्रं कायोत्सर्गः स उच्यते ॥"
Page #225
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૦]
[૨૧૩
“(શ્લોકાર્થ:-) કાયક્રિયાઓને તથા ભવના કારણભૂત (વિકારી) ભાવને છોડીને અવ્યગ્રપણે નિજ આત્મામાં સ્થિત રહેવું, તે કાયોત્સર્ગ કહેવાય છે.” વળી (આ ૭૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
(અનુષ્ટમ) अपरिस्पन्दरूपस्य परिस्पन्दात्मिका तनुः ।
व्यवहाराद्भवेन्मेऽतस्त्यजामि विकृतिं तनोः ॥९५॥ | (લોકાર્થ:-) અપરિસ્પંદાત્મક એવા મને પરિસ્પંદાત્મક શરીર વ્યવહારથી છે; તેથી હું શરીરની વિકૃતિને તજું છું. ૫.
છેગાથા - ૭૦ ઉપરનું પ્રવચન કર્યું
વ્યવહારચારિત્રના અધિકારમાં અહીં નિશ્ચયશરીરગુપ્તિની વ્યાખ્યા છે અર્થાત્ કાયોત્સર્ગ કોને કહેવો તે કહે છે.
આ, નિશ્ચયશરીરગુપ્તિના સ્વરૂપનું કથન છે.'
સર્વ જનોને કાયાસંબંધી બહુ ક્રિયાઓ હોય છે, તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે.” આ જડમય દેહ-શરીર છે તે સંબંધી ઘણી પ્રવૃત્તિ હોય છે, તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે. શરીરની ક્રિયા તરફ રાગ-વિકલ્પનું વલણ છે તેનાથી નિવૃત્તિ થવી એ ‘શરીરની ક્રિયાથી નિવૃત્તિ’ એમ કહેવામાં આવે છે. તો, કહ્યું કે આ શરીર કે જે જડઅજીવ છે તેની ઘણા પ્રકારની ક્રિયાઓ છે, તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે. એટલે કે અંદરમાં શુભ-અશુભ રાગ થાય તેનાથી નિવૃત્તિ કરીને સ્વરૂપમાં એકાગ્ર થવું એનું નામ નિશ્ચયશરીરગુપ્તિ અથવા કાયોત્સર્ગ કહેવામાં આવે છે.
કાયોત્સર્ગ = કાયાનો ઉત્સર્ગ. આત્મામાં શરીર છે નહિ અને શરીરની ક્રિયા તરફના વલણવાળો ભાવ પણ આત્મામાં છે નહિ. માટે, કાયાની ક્રિયા સંબંધમાં જે વિકલ્પ– શુભ-અશુભ રાગ–થાય એનાથી નિવૃત્તિ કરીને અખંડ આનંદસ્વરૂપ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદમાં એકાગ્ર થવું એનું નામ સાચો કાયોત્સર્ગ ભગવાન કહે છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૧૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
‘તસ્મસૂત્રમાં આવે છે ને? કે ‘તાવકાય ઠાણેણં મોણેણે ઝાણે.' - ધ્યાનમાં કાયા તરફનું, વચન તરફનું અને મન તરફનું પણ વલણ છોડું છું. - આમ ત્રણ વાત આવે છે ને? અર્થાત્ કાયા-વાણી-મન—એ ત્રણેથી હું છૂટું છું. અરે! પણ અજ્ઞાનીને સૂત્રના અર્થ પણ ન આવડતા હોય ને ગાડાં હાંકે રાખે છે. અહીંયા પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા તીર્થંકરદેવ કહે છે કે કાયોત્સર્ગ તો એને કહીએ કે આત્મા આનંદ-જ્ઞાનસ્વરૂપ છે તેમાં લીન થઈને કાયાની ક્રિયાઓ સંબંધી વિકલ્પની વૃત્તિઓનો અભાવ કરવો. અર્થાત્ સ્વરૂપમાં ઠરીને અતીન્દ્રિય આનંદનું વેદન કરવું એનું નામ કાયોત્સર્ગ છે. પ્રશ્ન :- (કાયોત્સર્ગાદિ) બધું જ અંદરના આનંદમાં આવે ?
સમાધાન :- (હા), આનંદમાં જ બધું આવે ને ? ધર્મ કાંઈ દુઃખરૂપ હોય? માટે આનંદ સિવાય જે કાંઈ કરવામાં આવે તે બધું જૂઠું છે. તેમ જ જીવની ભાવના આનંદ પ્રાપ્તિની છે ને? (માટે આનંદમાં બધું આવી જાય છે.) અહીં કહે છે કે આ શુભઅશુભ વિકલ્પરૂપ વૃત્તિઓ-રાગ ઉઠ છે તે દુઃખરૂપ ભાવ છે. અર્થાત્ કાયાની ક્રિયા સંબંધી, મનસંબંધી કે વાણીસંબંધી બન્ને (શુભ-અશુભ) પ્રકારનો રાગ-વિકલ્પ છે તે બધોય દુઃખરૂપ છે. તો, એ દુઃખરૂપ વિકલ્પ-રાગ છે એનાથી નિવૃત્તિ કરવી અને સ્વરૂપમાં પ્રવૃત્તિ કરવી તે કાયોત્સર્ગ છે.
“તે જ ગુપ્તિ (અર્થાત્ કાયગુપ્તિ) છે.” – એને જ ભગવાન ગુપ્તિ કહે છે. અહા! સ્વરૂપમાં જામતાં શરીરસંબંધી વિકલ્પનો નાશ થાય એનું નામ પરમાત્મા કાયોત્સર્ગની ગુપ્તિ કહે છે એટલે કે તે કાયોત્સર્ગરૂપી ગુપ્તિ (-કાયગુપ્તિ) છે.
અથવા પાંચ સ્થાવરોની અને રસોની હિંસાનિવૃત્તિ તે કાયગુપ્તિ છે.” પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ ને ત્રસ – એ છકાય છે ને? તો, પાંચ સ્થાવર અને એક ત્રસ – એ છકાય તરફની હિંસાની નિવૃત્તિ એનું નામ કાયગુપ્તિ છે. બીજી રીતે કહીએ તો, પર તરફના વલણવાળી હિંસાના ભાવથી છૂટવું અને અંદર આત્મસ્વભાવમાં એકાગ્ર થવું એનું નામ કાયગુપ્તિ છે.
જે પરમસંયમધર પરમજિનયોગીશ્વર પોતાના (ચૈતન્યરૂ૫) શરીરમાં પોતાના (ચૈતન્યરૂ૫) શરીરથી પ્રવેશી ગયા, તેમની અપરિસ્પંદમૂર્તિ જ (-અકંપ દશા જ) નિશ્ચયકાયગુપ્તિ છે.”
Page #227
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૦]
[૨૧૫
અહીંયા મુનિની મુખ્યતાથી વાત લીધી છે ને? તેથી કહે છે કે જે પરમસંયમધર'.. આત્માના આનંદ સહિત જેને પરમ સંયમદશા પ્રગટી છે એવા પરમસંયમધર.... લ્યો, મુનિ એને કહીએ કે જેને છકાયની હિંસાનો વિકલ્પ તેમ જ અવ્રતનો ભાવ પણ છૂટી ગયો છે અને જે નિજ આત્માના અતીન્દ્રિય આનંદસ્વરૂપમાં સ્થિર છે. આવા પરમસંયમધર પરમજિનયોગીશ્વર'....અહા! પરમ+જિનયોગીશ્વર એટલે કે જેણે રાગરૂપ વિકલ્પને જીત્યો છે. અર્થાત્ જેઓ રાગને ઉત્પન્ન થવા દેતા નથી, પરંતુ વીતરાગ ભાવનાને ઉત્પન્ન કરે છે તેમને પરમજિનયોગીશ્વર–સંત–મુનિ કહેવામાં આવે છે. આવા ‘પરમસંયમધર પરમજિનયોગીશ્વર પોતાના (ચૈતન્યરૂપ) શરીરમાં પોતાના (ચૈતન્યરૂપ) શરીરથી પ્રવેશી ગયા.'
જુઓ, શું કહે છે? કે આ, શરીરગુપ્તિની વ્યાખ્યા ચાલે છે ને? તો, કહે છે કે આ શરીર છે એ અજીવ-જડ છે અને તેના તરફની પ્રવૃત્તિનો વિકલ્પ છે એ વિકાર છે. એનાથી (શરીરથી ને વિકારથી) આત્મામાં પ્રવેશ થતો નથી. પણ એ શરીરથી અને વિકલ્પ-વિકારની લાગણીઓથી રહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજ-પોતાનું શરીર છે તેનાથી આત્મામાં પ્રવેશ થાય છે. અહા! આ શરીરગુપ્તિની વ્યાખ્યા છે ને? એટલે અહીંયા નિજ શરીર' લીધું છે (પોતાના ચૈતન્યરૂપ શરીરની વાત લીધી છે) કે આ જડ શરીરસંબંધી પ્રવૃત્તિના વિકલ્પથી-રાગથી છૂટી નિજ શરીરમાં અર્થાત્ વીતરાગ સ્વભાવસ્વરૂપ આત્મામાં—નિજ ચૈતન્યરૂપ શરીર છે તેમાં – પોતાના શરીરથી એટલે કે નિજ ચૈિતન્યરૂપ દશાથી (પરમજિનયોગીશ્વર) પ્રવેશી ગયા.
શું કહે છે? કે પુણ્ય-પાપરૂપ શુભ-અશુભ વિકલ્પ છે એ તો વિકાર છે, કાંઈ આત્મા નથી. આત્મા તો શુદ્ધ આનંદ અને જ્ઞાનની મૂર્તિ છે. આવું જે પોતાનું સ્વરૂપ છે એ પોતાનું શરીર છે અને તેમાં (પરમજિનયોગીશ્વર) ચૈતન્યરૂપ શરીરથી–નિર્મળ વીતરાગી પરિણતિથી—પ્રવેશી ગયા. અરે! આ ભાષા પણ સમજવી કઠણ છે! અજ્ઞાનીને એમ થાય છે કે આવું બધું કરવા કરતાં એક યાત્રા કરી આવીએ તો કલ્યાણ થઈ જાય લ્યો. પણ ભાઈ! કલ્યાણની ચીજ (રીત) જુદી છે. સમાણું કાંઈ?
અહીંયા સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકરદેવ પરમજિનયોગીશ્વર એવા સંતોની ગુપ્તિનું વર્ણન કરે છે કે (પરમજિનયોગીશ્વર એવા સંત) આ શરીરની_કે જે જડ-માટી છે એની–ક્રિયાઓથી નિવૃત્ત થયા છે. કેમ કે તેઓ શરીર તરફના વલણવાળા વિકલ્પથી
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૧૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
નિવૃત્ત થયા છે, તેથી શરીરની ક્રિયાથી નિવૃત્ત થયા છે એમ કહેવામાં આવે છે. તેઓ શરીરની ક્રિયાથી નિવૃત્ત થયા તો ગયા ક્યાં? કે જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માની અંદર નિર્મળ વીતરાગી પરિણતિથી પ્રવેશ કર્યો. અહા! આવો મારગ છે પ્રભુનો ભાઈ! અરે! દુનિયા કંઈકનું કંઈક માને છે અને મારગ ક્યાંય (દૂર) રહી ગયો છે.
અહા! ત્રિલોકનાથ પરમાત્મા ઈંદ્રો ને નરેન્દ્રોની સમક્ષમાં આ રીતે શરીરગુપ્તિનું વર્ણન કરતા હતા કે ભાઈ! આ શરીર છે એ તો માટી-જડ છે. તેથી તેની પ્રવૃત્તિરૂપ ક્રિયા જડથી જડમાં થાય છે. પણ તે વખતે જીવને વિકલ્પ થાય કે ‘હું શરીરનું આમ કરું ને આમ કરું’. તો, આવો પુણ્ય-પાપનો વિકલ્પ છે એ પણ ખરેખર તો કાયા છેપરકાયા છે. અર્થાત્ આસવતત્ત્વ એ પરકાયા છે એટલે કે પરનો સમૂહ છે, પણ ચૈતન્યરૂપ સ્વશરીર નથી. અહા! ચૈતન્યરૂપ સ્વશરીર તો જ્ઞાન અને આનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે. આવા ચૈતન્યરૂપ સ્વશરીરમાં ચૈતન્યરૂપ સ્વશરીર વડે મતલબ કે ‘સ્વશરીરમાં’ કહેતાં જ્ઞાનમૂર્તિ ચૈતન્ય આત્મદ્રવ્યમાં અને ‘સ્વશરીર વડે' કહેતાં જ્ઞાનમય વીતરાગી શુદ્ધ પરિણતિ દ્વારા પ્રવેશ કરવો એનું નામ કાયોત્સર્ગ કહેવામાં આવે છે. લ્યો, કોઈ દિ' આવું સાંભળ્યું પણ નહિ હોય અને માત્ર પાઠ બોલીને ‘આ કરી નાખ્યા સામાયિક ને કાયોત્સર્ગ’ એમ માન્યું હશે. ‘પારસનાથ પરચો પૂરે અને શાંતિનાથ સાતા કરે' એમ અમારા પિતાજી સવારના બોલતા. અહીં કહે છે કે પારસનાથ તો તું છો. આનંદનું ધામ સચ્ચિદાનંદ પ્રભુ એવો આત્મા પારસનાથ છે અને તેમાં નિર્મળ પરિણતિ દ્વારા પ્રવેશ કરવો એટલે કે તેમાં અભેદ થવું તે કાયોત્સર્ગ છે. અહા! આ શું કહે છે તે હજુ પકડાવું પણ અજ્ઞાનીને કઠણ છે.
લ્યો, આનું નામ કાયોત્સર્ગ અને શરીરગુપ્તિ છે કે આ (જડ) શરીર તરફના લક્ષને છોડીને અંદરમાં ચૈતન્યસ્વરૂપ આનંદનું ધામ ભગવાન આત્મા છે તેમાં નિર્મળ વીતરાગ પર્યાય દ્વારા પ્રવેશ કરવો. અરે! અજ્ઞાનીએ કાયોત્સર્ગ તો કોઈ દિવસ કર્યો નથી, પણ કાયોત્સર્ગ કેમ થાય તેની ખબર પણ નથી. એ તો ભગવાન સામે ઉભો રહીને પાઠ બોલે એટલે માની લે કે કાયોત્સર્ગ થઈ ગયો. પણ ભાઈ! એ બધું તો શુભરાગ છે, શુભ વિકલ્પ છે, પુણ્યભાવ છે. એ કાંઈ ધર્મ નથી તેમ જ કાયોત્સર્ગ પણ નથી. અહા! કાયોત્સર્ગ તો એને કહે છે કે કાયાસંબંધી વૃત્તિઓને છોડી દેવી - તેમનો ઉત્સર્ગ કરવો. ઉત્સર્ગ કરવો એટલે કે છોડવું. હવે કહે છે કે એ વૃત્તિઓને છોડી ત્યારે ગયા ક્યાં?
Page #229
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૦]
[૨૧૭
કે ચૈતન્યરૂપ આત્મામાં. પણ આ કાયોત્સર્ગની વાત છે એટલે આ વાત કરી કે – એવો અર્થ કર્યો કે - સ્વશરીરમાં સ્વશરીરથી પ્રવેશી ગયા.
અહા! મન-વાણી-દેહ તરફની વિકલ્પ દશા–રાગ—છે એનાથી નિવૃત્ત થવું તે કાયોત્સર્ગ છે. પણ જ્યારે તેનાથી નિવૃત્ત થયા ત્યારે થયું શું? તે ગયા ક્યાં? કે આનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે એની અંદર નિર્મળ પરિણતિ દ્વારા અભેદ થયા. અને આત્મામાં અભેદ થયા એનું નામ કાયોત્સર્ગ કહેવામાં આવે છે.
ભારે વાત ભાઈ! અરે! બહારમાં આવી વાત સાંભળવામાં પણ આવતી નથી. ત્યાં તો “આમ કરો- સામાયિક, પ્રતિક્રમણ કરો એટલે જાવ થઈ ગયો ધર્મ એવી વાત સાંભળવા મળે છે. પણ સામાયિક, પ્રતિક્રમણના પાઠમાં શું કહ્યું છે તેમ જ એ બોલવાની ભાષા જડ છે અને તેમાં વિકલ્પ થવો એ રાગ છે એવી કાંઈ અજ્ઞાનીને ખબર નથી. અરે! એણે અનંતકાળ એમ ને એમ - વાસ્તવિક તત્ત્વના ભાન વિના – ગાળ્યો છે અને ચોરાશીના અવતારમાં ગળી ગયો (ડૂબી ગયો) છે.
જુઓ ને કેવી (સરસ) વાત કરી છે. કે આ શરીર ઉપરનું લક્ષ છોડી દઈને...અહા! આ શરીર જડ છે અને એની ક્રિયા જડક્રિયા હોવાથી તારાથી તેમાં કાંઈ થાય નહિ કે તારાથી તે અટકે એમ પણ બને નહિ. તેથી અહીંયા, શરીર તરફનું લક્ષ છોડ્યું એટલે શરીરની ક્રિયા છોડી એમ કહેવામાં આવ્યું છે. અને શરીર તરફનું લક્ષ છોડ્યું એનો અર્થ એ પણ થયો કે પુણ્ય અને પાપના વિકલ્પનું પણ લક્ષ છોડ્યું. હવે વિકલ્પનું લક્ષ છોડ્યું ત્યારે ગયા ક્યાં? પ્રવેશ ક્યાં કર્યો? (પૂર્વ) શુભ-અશુભ રાગમાં પ્રવેશ હતો અર્થાત્ રાગમાં એકાકાર હતો એ તો અકાયોત્સર્ગ હતો, મિથ્યાત્વભાવ હતો. પણ હવે રાગમાંથી એકાકારપણું છોડ્યું અને સમભાવ થયો તો પ્રવેશ કયાં કર્યો? કે ભગવાન આત્માના ચૈતન્યશરીરમાં.
અહા! આત્મવસ્તુનું ચૈતન્યરૂપ એ સ્વશરીર છે. તો, જ્ઞાન, આનંદ વગેરે સ્વભાવરૂપ અનાદિનું ચૈતન્યમય નિજ શરીર છે એટલે કે સ્વરૂપ છે તેમાં નિજ શરીરથી – નિજ સ્વરૂપથી – પ્રવેશ કરવો એનું નામ કાયોત્સર્ગ છે. અહા! જૈનના વાડામાં જનમ્યા હોય છતાં સત્ય વાત શું છે એ સાંભળીય નથી. અહીંયા તો, ત્રિલોકનાથ તીર્થકરની – કે જેઓ સો ઈંદ્રોના પૂજનીક છે અને પૂર્ણાનંદસ્વરૂપ પ્રાપ્ત છે તેમની વાણીમાં જે આવ્યું તે વાત સંતો કહે છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૧૮].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ જુઓ, અંદર પાઠમાં છે ને? કે ‘સ્વીર્ય વધુ સ્વસ્થ વપુષા વિવેશ ' | સ્વછીયે વધુ = પોતાનું શરીર. આનંદ અને જ્ઞાનનું ધામ એવો આત્મા જ પોતાનું શરીર છે. અહા! આત્માને આ જડ શરીર નથી, કેમ કે આ તો માટીનું બનેલું જડ છે. તેવી રીતે પુણ્ય-પાપના વિકલ્પરૂપ ભાવ ઉઠે એ પણ વિકાર છે, અચેતન છે. એ કાંઈ ચૈતન્યની જાત નથી. તો, એ શરીર અને વિકારથી–પુણ્ય-પાપના રાગથી – રહિત ચૈતન્યજ્યોતિ સ્વરૂપ ભગવાન આત્મા એક વસ્તુ છે, પદાર્થ છે, તત્ત્વ છે, સત્ત્વ છે. આવું જે નિજસ્વકીય શરીર છે તેમાં અર્થાત્ જ્ઞાન અને આનંદનો સાગર એવા આત્મામાં કે જે સ્વકીય શરીર છે એમાં સ્વસ્થ વપુષા પોતાના શરીરથી વિવેશ પ્રવેશવું તે કાયોત્સર્ગ છે. મુનિરાજ બહુ સુંદર ટીકા કરે છે!
શ્રોતા :- અપૂર્વ વાત છે!
પૂજ્ય ગુરુદેવશ્રી :- (હા), વાત તો એવી છે – અપૂર્વ છે. આ તો વીતરાગની વાત છે અને આ વાત ત્રણકાળમાં બીજે ક્યાંય છે નહીં. સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર સિવાય બીજે ક્યાંય આવું વસ્તુસ્વરૂપ હોઈ શકે નહિ. અહા જુઓ ને વસ્તુને સિદ્ધ કરવાની એક રીત!
અહા! શરીરની ગુપ્તિ એટલે શરીર તરફના પુણ્ય-પાપના રાગભાવને છોડવો. અને ત્યારે એણે કાયાની ક્રિયાઓ છોડી એમ કહેવામાં આવે છે. હવે (રાગભાવને છોડ્યો) તો ગ્રહ્યું શું? કે ચૈતન્ય ભગવાન આત્માનું કે જે અંતરમાં જ્ઞાન અને આનંદનો સાગર એવો પ્રભુ છે તેનું–જે નિજ શરીર છે એટલે કે સ્વસ્વરૂપ છે તેને ગ્રહ્યું. અર્થાત્ એ સ્વસ્વરૂપમાં સ્વસ્વરૂપ વડે પ્રવેશ કર્યો – નિર્મળ દશા દ્વારા અંદર એકાકાર થયો. અહા! આનો અર્થ એ થયો કે પુણ્યના વિકલ્પથી પણ અંતરમાં એકાકાર થવાતું નથી. કેમ કે વિકલ્પથી નિવૃત્ત થાય ત્યારે તો અહીં અંદરમાં પ્રવેશ થાય એમ કહેવું છે. કહો સમજાણું કાંઈ? પહેલાં સમજણ તો કરે કે સત્ય શું છે? પ્રભુનો મારગ શું છે? વીતરાગ શું કહેવા માગે છે? અરે! તેની ખબર ન મળે અને એમ ને એમ (અજ્ઞાનમાં) જિંદગી ચાલી જાય છે! (ક્ષણે-ક્ષણે) આ શરીર મૃત્યુની નજીક જતું જાય છે. તેમ જ આ જીવ પણ જે મુદત લઈને આવ્યો છે તેના છૂટવાની નજીક જતો જાય છે. ખરું કે નહિ? અહા! આ ચૈતન્ય આત્મા જીવતી જ્યોત છે. જ્ઞાન-શાંતિ-આનંદ-સ્વચ્છતા-પ્રભુતા વગેરેથી ભરેલો પ્રભુ આત્મા જીવતી જ્યોત છે. આવું જ એનું સ્વસ્વરૂપ છે.....સ્વ-સ્વરૂપ કહો કે
Page #231
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૦]
[૨૧૯
સ્વશરીર કહો—એક જ છે. તો, સ્વસ્વરૂપને રાગથી પાછા હઠીને રાગ વિનાની નિર્મળ પર્યાય દ્વારા પકડવો એટલે કે નિર્મળાનંદ પ્રભુ આત્મામાં નિર્મળ દશા દ્વારા પ્રવેશ કરવો એનું નામ શરીરગુપ્તિ અને કાયોત્સર્ગ છે.
પ્રશ્ન :- કાયાની ક્રિયાથી નિવૃત્તિ કરવી કે ન કરવી?
સમાધાન:- કાયાની ક્રિયાથી નિવૃત્તિનો અર્થ આ છે કે એના તરફનું લક્ષ છોડવું. અને ત્યારે કાયાથી નિવૃત્તિ થઈ એમ કહેવામાં આવે છે. તે સિવાય બીજું શું કરવું હતું? કેમ કે આત્મામાં કાયાની નિવૃત્તિ (-કાયાનો અભાવ) છે જ. તે ક્યાં આત્મામાં આવી ગઈ છે? પણ ‘શરીરથી આમ કરવું એવા રાગને અને શરીરની ક્રિયાને નિમિત્ત -નૈમિત્તિક સંબંધ છે તેને જેણે છોડ્યો તેણે કાયાની ક્રિયા છોડી-કાયાની ક્રિયાથી નિવૃત થયો—એમ કહેવામાં આવે છે. જુઓ ને ! પાઠમાં જ છે ને? કે ‘ક્રિરિયાળિયત્તી’.. અહા! શું થાય (-કેટલું કહેવાય)? ભાષાથી કહેતા તો એની રીત પ્રમાણે ભાષામાં આવે.
અહીં કહે છે કે ભગવાન આત્મા.....અરે! પણ તે કોણ છે એની હજુ ખબર વિના ત્યાં (તેમાં) ઠરે ક્યાંથી? અંદર જાય ક્યાંથી? ‘હું આત્મા...આત્મા...આત્મા..' એમ કહેવાય છે તો એ શું વસ્તુ છે? એ કઈ ચીજ છે? તેમ જ એમાં શું છે? ખરેખર છે શું? એની ખબર વિના તે અંદરમાં જઈ શકશે નહીં. ભાઈજેમ આ જડ વસ્તુ છે એમ ભગવાન આત્મા પણ વસ્તુ છે, અને જેમ જડમાં જડની શક્તિઓ છે તેમ ભગવાન આત્મામાં પણ તેની અરૂપી અને ચૈતન્યમય એવી અનંત શક્તિઓ છે. આવી અનંત શક્તિનું એકરૂપ સ્વરૂપ એવા ભગવાન આત્માની અંદર નિર્મળ દશા દ્વારા જવું એને કાયોત્સર્ગ, યોગ તેમ જ ગુપ્તિ કહેવામાં આવે છે. એનું નામ જ ધર્મ છે.
શ્રીમદ્જીએ એક જગ્યાએ (ભાન વગર માત્ર પાઠ બોલનારની) ટીકા કરી છે કે ક્યો આત્મા વોસરાવવો (-છોડવો) છે અને ક્યો આત્મા ગ્રહણ કરવો છે તેની બોલનારને કાંઈ ખબર-ભાન ન મળે અને પપ્પા વોસિરામિ' એમ બોલીને આખો આત્મા વોસરાવી (-છોડી) દે છે. ભાઈ! આત્માને વીસરાવવો છે. પણ ક્યા આત્માને? પુણ્ય-પાપની લાગણીઓ છે તે અનાત્મા છે, પણ યથાર્થ આત્મા નથી. માટે તેને વીસરાવવો છે – છોડવો છે અને ત્રિકાળ આનંદસ્વરૂપ આત્માને પકડવો છે. તો, ‘ગપ્પાને વોસિરામિ નો અર્થ એ છે કે કાયા, મન અને વાણી તરફનો પુણ્ય-પાપરૂપ વિકલ્પ-રાગ છે તે અશુદ્ધ આત્મા છે, વ્યવહાર આત્મા છે, વિકારી આત્મા છે અને તેને હું છોડું છું. લ્યો,
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૨૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અત્યાર સુધી કોઈ દિવસ આ અર્થને ધ્યાનમાં રાખ્યો છે? બહારના વેપારમાં કેટલું ધ્યાન રાખ્યું છે ? તેમાં તો મશગૂલ થઈ જાય—જાણે કે અંદર ડૂબી ગયા! અરે! શરીરને સારું ન હોય તોય દુકાને વેપાર કરવા જાય. શરીરને ઠીક ન હોય તો, ‘ઝટ રોગ મટી જાય અને ઝટ સારું થઈ જાય તો ઠીક, જેથી કામે જઈએ દુકાનમાં જોડાઈ જઈએ” એમ અજ્ઞાનીને થાય છે. પણ ભાઈ! એ તો ઘાણીના બળદની જેમ મજૂરી છે.
અહાહા! જુઓ ને, કેવી (સરસ) વાત કરી છે. અહીંયા ખૂબી તો આ કરી છે કે (ધર્માત્મા-મુનિ) પોતાના શરીરમાં પોતાના શરીરથી પ્રવેશી ગયા એમ કહે છે. લ્યો, આવો ધર્માત્માનો કાયોત્સર્ગ કાળ હોય છે. અહા! ભગવાન આત્મા આ જડ) શરીરથી છૂટ્યો તો ગયો ક્યાં? કે નિજ શરીરમાં. નિજ શરીર શું (કોણ) છે? કે અંદરમાં જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા વગેરેનું ધામ પ્રભુ આત્મા છે તે નિજ શરીર છે. અહા! સિદ્ધ ભગવાનને સિદ્ધપદની દશાઓ પ્રગટ થઈ છે. એ દશાઓ આવી કયાંથી? તે બધી દશાઓ આત્મામાં ભરી છે તેમાંથી આવી છે. સિદ્ધ ભગવાનને અને અરિહંત ભગવાનને કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત-આનંદ, અનંતવીર્ય વગેરે પ્રગટ્યા છે તે ક્યાંથી આવ્યા? શું તે કાંઈ બહારથી આવે છે? દેહમાંથી આવે છે? વાણીમાંથી કે મનમાંથી કે રાગમાંથી આવે છે? અરે એક સમયની પર્યાયમાંથી પણ શું તે આવે છે? (ના), કેમ કે પર્યાય એક સમયની છે. એ સિદ્ધપદની દશાઓ તો ધ્રુવ ચૈતન્ય ભગવાન આત્મામાંથી—કે જે એવી-એવી અનંત નિર્મળ પર્યાયોનો પીંડ વસ્તુ છે તેમાંથી—આવે છે. તો, આવા પર્યાયવાન આત્માની અંદર નિર્મળ પર્યાય દ્વારા પહોંચી જવું તેને અહીંયા કાયોત્સર્ગ કહે છે. અહા! આવા શબ્દો કેટલાકે તો આખી જિંદગીમાં સાંભળ્યા પણ નહીં હોય. આવી સ્થિતિ છે!
અહીં તો જન્મ-જરા-મરણના અંત લાવવાની વાતો છે. બાપુ! અનાદિથી તું જન્મ-મરણ કરી રહ્યો છો (અને દુઃખી છો.) આ ધૂળના શેઠિયા, દેવ વગેરે બધા પણ દુઃખી છે બિચારા. શું એમ હશે? પૈસાવાળા દુ:ખી હશે? અરે! અહીંયા તો કહે છે કે પર તરફના વલણવાળો વિકાર છે તે દુઃખ અને આકુળતા જ છે. માટે તેને છોડીને એટલે કે શરીર તરફનો આશ્રય ને વલણ છોડીને ભગવાન ચૈતન્યદ્રવ્યમાં નિર્મળ દશા દ્વારા પ્રવેશવું તેને કાયોત્સર્ગ કહે છે. ખરેખર તો, રાગથી છૂટ્યો એટલે તે સમયે નિર્મળ દશા જ થઈ અને તેને નિર્મળ દશા દ્વારા અંદરમાં ગયો’ એમ કહેવામાં આવે છે. લ્યો, આ કાયોત્સર્ગની વ્યાખ્યા! અરે! અજ્ઞાની તો બે મીનીટ પાઠ બોલે એટલે માને કે થઈ
Page #233
--------------------------------------------------------------------------
________________
ગાથા – 00].
[૨૨૧
ગયો કાયોત્સર્ગ! બાપુ! એક સેકંડનો કાયોત્સર્ગ જન્મ-મરણનો અંત લાવે છે અને એવા કાયોત્સર્ગની અહીંયા વાત છે. અહીં કહ્યું કે, જેમાં જન્મ-મરણ અને જન્મ-મરણના ભાવ નથી એવા આત્મામાં પ્રવેશવું તે કાયોત્સર્ગ છે.
તેમની અપરિસ્પંદમૂર્તિ જ (-અકંપ દશા જ) નિશ્ચયકાયગુપ્તિ છે.” લ્યો, મુનિરાજ નિજ ભગવાન આત્માના જ્ઞાન અને આનંદસ્વરૂપમાં સ્થિર થાય અને કંપે નહિ તેને શરીરની ગુપ્તિ-નિશ્ચયકાયગુપ્તિ ભગવાન કહે છે. અપરિસ્પંદમૂર્તિ એટલે કે પુણ્યપાપરૂપ કંપન દશા જ્યાં નથી એવી દશા. અને તે જ નિશ્ચયકાયગુપ્તિ છે.
કે આધારના શ્લોક ઉપરનું પ્રવચન કાયક્રિયાઓને..” - એ જડની ક્રિયા છે અને તે નિમિત્તની વાત કરી છે. કેમ કે કાયાની સાથે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે ને? એટલે તેની વાત કરી છે. કામક્રિયા એ નિમિત્ત છે અને વિકાર તે નૈમિત્તિક છે. તો, “કાયક્રિયાઓને તથા ભવના કારણભૂત (વિકારી) ભાવને છોડીને...” દેખો! વિકારી ભાવને ભવનું કારણ કહે છે. અર્થાત્ પુણ્ય-પાપના વિકલ્પ-રાગ તો ભવનું કારણ છે એમ કહે છે. અહા! ભગવાન પરમાત્માની ભક્તિનો ભાવ – એવો શુભભાવ – પણ ભવનું કારણ છે. બાપુ આ તો વીતરાગ મારગ છે. તેથી એ વીતરાગ માર્ગમાં રાગ હોઈ શકે નહીં. (હા), ભૂમિકા પ્રમાણે રાગ હોય તે જાણવાલાયક છે, પણ આદરણિય છે એમ છે નહિ.
અહીંયા બે વાત લીધી છે : (૧) કાયક્રિયાઓ અને (૨) ભવના કારણભૂત વિકારી ભાવ. તેમાં જડરૂપ કામક્રિયાઓ-કે જે નિમિત્તરૂપે છે તેકાંઈ ભવનું કારણ નથી. ભવનું કારણ તો પુણ્ય-પાપનો વિકલ્પ - શુભ-અશુભ રાગ - છે. માટે તેને છોડીને એટલે કે વિકારી ભાવને છોડીને.......ચાહે તો ભગવાનની ભક્તિનો વિકલ્પ હો કે દયાદાન-વ્રતનો વિકલ્પ હો, – એ બધાય વિકલ્પ રાગ છે અને રાગ ભવનું કારણ છે. તેથી તેને છોડીને.... અરે! અજ્ઞાની રાડો પાડે છે કે લ્યો, સમકિતીના પુણ્ય પણ ભવનું કારણ? સાંભળ ને ભાઈ! કે તે ભવનું કારણ છે. કારણ કે તે રાગ છે. આવો ભારે મારગ છે બાપા! જેમ ‘સર્પ ગયા ને લીસોટા રહ્યા” એમ કહે છે ને? તેમ અત્યારે આવી વાત સાંભળવા મળવી પણ મુશ્કેલ થઈ ગઈ છે અને બહારના ઢસરડા રહી ગયા છે!
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૨૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહીં કહે છે કે કાયક્રિયાઓ છે તેનું લક્ષ છોડી દે અને ભવના કારણરૂપ એવા વિકારી ભાવને પણ છોડી દે. આ રીતે કામક્રિયાનું લક્ષ અને વિકારને છોડીને “અવ્યગ્રપણે નિજ આત્મામાં સ્થિત રહેવું, તે કાયોત્સર્ગ કહેવાય છે.” અવ્યગ્રપણે = આનંદપણે.
લ્યો, પુણ્ય-પાપમાં અર્થાત્ શુભ-અશુભભાવમાં તો વ્યગ્રતા છે, અસ્થિરતા છે, કંપન છે, દોષ છે. માટે તેને છોડીને અવ્યગ્રપણે નિજ આત્મામાં સ્થિત રહેવું. જોયું? પાછું એમ નથી કહ્યું કે ભગવાનના આત્મામાં સ્થિત રહેવું. કારણ કે એ ભગવાન તો પર છે. પણ નિજ આત્મામાં સ્થિત રહેવું. અહા! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનું ધામ છે, સ્વભાવનો સાગર છે. આવા નિજ આત્માની અંદર સ્થિર રહેવું તે કાયોત્સર્ગ કહેવાય છે. અને આનું નામ ધર્મ કહો કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહો - બધું એક જ છે. કહો, આમ છે કે નહીં અંદર શાસ્ત્રમાં ? પાઠ સામે છે અને પાઠનો તો આ અર્થ થાય છે. વાણિયા નામા મેળવે છે કે નહિ? દશેરા આવે ત્યારે ચોપડા નથી મેળવતા? મેળવે છે કે નહિ? (હા). વાણિયા વેપારના ચોપડા મેળવે છે, પણ અહીંયા આ (-શાસ્ત્રનો અર્થ અને પોતાનો અભિપ્રાયો મેળવવામાં તેને વખત મળતો નથી.
શ્રોતા :- ત્યાં લાભ દેખાય છે. અહીં આપ લાભ દેખાડો? - પૂજ્ય ગુરુદેવશ્રી :- ત્યાં ધૂળમાંય લાભ નથી. ‘લાભ સવાયો’ એમ બારણે લખે છે ને? પણ ખરેખર તો, ‘આત્માનું લક્ષ કરે તો લાભ થાય’ એમ તેનો અર્થ છે. એકવાર લગભગ ૬૪-૬૫ ની સાલમાં પાલેજમાં અમે એક વેપારી સાથે દિવાળીના નામા લખેલા. (-એકસાથે ચોપડાપૂજન કરેલું.) પણ પછી થયું એવું કે તેનું કાપડ બળી ગયું. લ્યો, સાથે નામા લખેલા તોપણ તેનું કાપડ બળી ગયું. પરંતુ તેમાં સાથે લખેલા નામા શું કરે? પાપનો ઉદય આવે તો, તે નામા પણ પડ્યા રહે. ભાઈ! પૂર્વના પુણ્ય-પાપ પ્રમાણે બહારની ક્રિયાઓ થાય છે ત્યાં તારું જાળવ્યું કાંઈ રહેતું નથી. જ્યારે આ – આત્મામાં સ્થિત રહેવું તે - તારાથી જાળવ્યું રહે એવું છે.
અહા! નિજ ભગવાન આત્મા વસ્તુ છે, પદાર્થ છે. આત્મા પોતે જ સચ્ચિદાનંદ પ્રભુ છે. તે સત્ નામ શાશ્વત જ્ઞાન ને આનંદસ્વરૂપ પ્રભુ છે. તો, પુણ્ય-પાપના વિકલ્પને છોડીને તેમાં સ્થિત રહેવું એનું નામ ભગવાન કાયોત્સર્ગ, શરીરગુપ્તિ અને ધર્મ કહે
Page #235
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૦]
[૨૨૩
છે શ્લોક - ૯૫ ઉપરનું પ્રવચન : અપરિસ્પંદાત્મક એવા મને..” પોતે (મુનિરાજ પોતાની વાતો કહે છે કે હું તો અંદરમાં પુણ્ય-પાપના રાગથી ભિન્ન અપરિસ્પંદાત્મક છું. એટલે કે પુણ્ય-પાપના વિકલ્પમાં ન આવું એવી હું ચીજ છું. ધ્રુવસ્વરૂપ ચૈતન્યબિંબ એવો હું ભગવાન આત્મા અપરિસ્પંદાત્મક છું અર્થાત્ સ્થિર બિંબ છું. શરીર અને પુણ્ય-પાપ આદિ બધાય કંપનમય છે, પરિસ્પદ છે, જ્યારે મારું નિજ સ્વરૂપ અપરિસ્પદ છે. મારામાં કંપન નથી, અસ્થિરતા નથી અને પુણ્ય-પાપના વિકલ્પ પણ નથી. હું તો સ્થિરબિંબ, શાંત, આનંદકંદ છું.
એવા મને પરિસ્પંદાત્મક શરીર વ્યવહારથી છે.” પરિસ્પંદાત્મક આ પુણ્ય-પાપ અને શરીરાદિ વ્યવહારથી મારામાં છે. તેઓ નિશ્ચયથી મારામાં છે નહિ. પર્યાયમાં નિમિત્તનૈમિત્તિકસંબંધ હોવાથી શરીરાદિ મારામાં છે એમ વ્યવહારથી કહેવામાં આવે, પણ ખરેખર તો તેઓ મારામાં છે નહીં. વ્યવહારથી કહેવાય એટલે કે છે નહિ એને કહેવું. (નથી તેને કહેવું તે વ્યવહાર છે.) આત્મામાં આ શરીરાદિ છે? ના. છતાં વ્યવહારથી આત્મામાં છે એમ કહેવાય. એટલે કે તે આત્મામાં નથી.
અહા! મારું ચૈતન્યરૂપ શરીર અપરિસ્પદ છે. ધ્રુવ....ધ્રુવ....નિત્યાનંદ અવિનાશી—આદિ-અંત વિનાનું–મારું તત્ત્વ છે. આવા મને આ પરિસ્પંદાત્મક વિકાર અને શરીર છે એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. પરમાર્થે તેઓ મારા છે નહિ. ભારે ભાઈ આવી વાત!
તેથી હું શરીરની વિકૃતિને તજું છું.” એ પરિસ્પંદાત્મક શરીર અને રાગાદિ વ્યવહારથી મારા છે ને? તો તે વ્યવહારને હું છોડું છું એમ કહે છે. સમાણું કાંઈ? અહા! મારી ચીજ ભગવાન આત્મા આનંદનું ધામ અને સ્થિર બિંબ છે. એમાં સ્થિર રહીને પરિસ્પંદાત્મક એવા વિકારને અને શરીરને – કે જેઓ વ્યવહારથી મારા કહેવામાં આવે છે તેમને - હું છોડું છું. હું શરીરની વિકૃતિને તજું તેનો અર્થ એ છે કે ખરેખર પુણ્ય-પાપરૂપ બધો ભાવ શરીરની વિકૃતિ છે, પણ આત્માનો ભાવ છે નહિ. માટે તેને હું તજું છું.
લ્યો, એ નિશ્ચયકા ગુપ્તિની વ્યાખ્યા કરી.
પ્રવચન નં. NSS / ૬૩
તારીખ ૧૦-૭-૭૧
ગાથા - ૭૦ ] શ્લોક - ૯૫
Page #236
--------------------------------------------------------------------------
________________
છે.
ગાથા - ૭૧ છે
घणघाइकम्मरहिया के वलणाणाइपरमगुणसहिया । चोत्तिसअदिसयजुत्ता अरिहंता एरिसा होंति ॥७१॥
घनघातिकर्मरहिताः केवलज्ञानादिपरमगुणसहिताः ।
चतुस्त्रिंशदतिशययुक्ता अर्हन्त ईदृशा भवन्ति ॥७१।। ઘનઘાતિકર્મ વિહીન ને ચોત્રીશ અતિશય યુક્ત છે,
કેવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુકત શ્રી અર્વત છે. ૭૧. અન્વયાર્થ:- (ઘનઘાતિવર્મરહિતી:) ઘનઘાતકર્મ રહિત, (વત્તજ્ઞાનાદ્રિપરમગુણસહિતા:) કેવળજ્ઞાનાદિ પરમ ગુણો સહિત અને (તુસ્વિંશતિશયયુ) ચોત્રીશ અતિશય સંયુક્ત;-(છુંદશ:) આવા, (બર્મન્ત:) અહતો (મવન્તિ) હોય છે.
ટીકા - આ, ભગવાન અહત્ પરમેશ્વરના સ્વરૂપનું કથન છે.
(ભગવંત અહતો કેવા હોય છે?) (૧) જેઓ આત્મગુણોનાં ઘાતક ઘાતિક છે અને જેઓ ઘન એટલે કે ઘાટાં છે -એવાં જે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય ને મોહનીય કમ તેમનાથી રહિત વર્ણવવામાં આવેલા; (૨) જે પૂર્વે વાવેલાં ચાર ઘાતિકના નાશથી પ્રાપ્ત થાય છે એવાં, ત્રણ લોકને *પ્રક્ષોભના હેતુભૂત સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળશક્તિ ને કેવળ સુખ સહિત; તથા (૩) સ્વદરહિત, મળરહિત ઈત્યાદિ ચોત્રીશ અતિશયગુણોના રહેઠાણરૂપ; -આવા, ભગવંત અહેતો હોય છે.
* પ્રક્ષોભના અર્થ માટે ૮૫ મા પાનાનું પદટિપ્પણ જુઓ.
Page #237
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૧]
(હવે ૭૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોકો કહે છે:)
(માતિની)
जयति विदितगात्रः स्मेरनीरेजनेत्रः
सुकृतनिलयगोत्र: पंडिताम्भोजमित्रः । मुनिजनवनचैत्रः कर्मवाहिन्यमित्रः सकलहितचरित्रः
૨૨૫
શ્રીસુસીમાસુપુત્ર: ।।૬।।
(શ્લોકાર્થ:-) પ્રખ્યાત (અર્થાત્ પરમૌદારિક) જેમનું શરીર છે, પ્રફુલ્લિત કમળ જેવાં જેમનાં નેત્ર છે, પુણ્યનું રહેઠાણ (અર્થાત્ તીર્થંકરપદ) જેમનું ગોત્ર છે, પંડિતરૂપી કમળોને (વિકસાવવા માટે) જેઓ સૂર્ય છે, મુનિજનરૂપી વનને જેઓ ચૈત્ર છે (અર્થાત્ મુનિજનરૂપી વનને ખિલવવામાં જેઓ વસંતઋતુ સમાન છે), કર્મની સેનાના જેઓ શત્રુ છે અને સર્વને હિતરૂપ જેમનું ચરિત્ર છે, તે શ્રી સુસીમા માતાના સુપુત્ર (શ્રી પદ્મપ્રભ તીર્થંકર) જયવંત છે. ૯૬.
(માતિની) स्मरकरिमृगराजः पुण्यकंजाह्निराजः सकलगुणसमाजः सर्वकल्पावनीजः । स जयति जिनराजः प्रास्तदुष्कर्मबीज: पदनुतसुरराज स्त्यक्त संसारभूज : ।।९७॥
(શ્લોકાર્થ:-) જેઓ કામદેવરૂપી હાથીને (મારવા) માટે સિંહ છે, જેઓ પુણ્યરૂપી કમળને (વિકસાવવા) માટે ભાનુ છે, જેઓ સર્વ ગુણોના સમાજ (-સમુદાય) છે, જેઓ સર્વ કલ્પિત (-ચિંતિત) દેનાર કલ્પવૃક્ષ છે, જેમણે દુષ્ટ કર્મના બીજને નષ્ટ કર્યું છે, જેમનાં ચરણમાં સુરેંદ્રો નમે છે અને જેમણે સંસારરૂપી વૃક્ષનો ત્યાગ કર્યો છે, તે જિનરાજ (શ્રી પદ્મપ્રભ ભગવાન) જયવંત છે. ૯૭.
(માલિની)
जितरतिपतिचापः सर्वविद्याप्रदीपः परिणतसुखरूपः पापकीनाशरूपः । हतभवपरितापः श्रीपदान म्रभूपः स जयति जितकोपः प्रह्वविद्वत्कलापः ॥९८॥
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૨૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
(શ્લોકાર્થ:-) કામદેવનાં બાણને જેમણે જીતી લીધાં છે, સર્વ વિદ્યાઓના જેઓ પ્રદીપ (-પ્રકાશક) છે, સુખરૂપે જેમનું સ્વરૂપ પરિણમ્યું છે, પાપને (મારી નાખવા) માટે જેઓ યમરૂપ છે, ભવના પરિતાપનો જેમણે નાશ કર્યો છે, ભૂપતિઓ જેમના શ્રીપદમાં (-મહિમાયુક્ત પુનિત ચરણોમાં) નમે છે, ક્રોધને જેમણે જીત્યો છે અને વિદ્વાનોનો સમુદાય જેમની આગળ ઢળી પડે છે, તે (શ્રી પદ્મપ્રભનાથ) જ્યવંત છે. ૯૮.
(મતિની) जयति विदितमोक्षः पद्मपत्रायताक्षः प्रजितदुरितक क्षः प्रास्तकं दर्पपक्षः । पदयुगनतयक्षः तत्त्वविज्ञानदक्षः
कृतबुधजनशिक्षः प्रोक्तनिर्वाणदीक्षः ॥९९॥ (શ્લોકાર્થ:-) પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે, પદ્મપત્ર (-કમળનાં પાન) જેવાં દીર્ઘ જેમનાં નેત્ર છે, *પાપકક્ષાને જેમણે જીતી લીધી છે, કામદેવના પક્ષનો જેમણે નાશ કર્યો છે, યક્ષ જેમના ચરણયુગલમાં નમે છે, તત્ત્વવિજ્ઞાનમાં જેઓ દક્ષ (-ચતુર) છે, બુધજનોને જેમણે શિક્ષા (-શિખામણી આપી છે અને નિર્વાણદીક્ષા જેઓ ઉચ્ચર્યા છે, તે (શ્રી પદ્મપ્રભ જિનેન્દ્ર) જયવંત છે. ૯૯.
| (માતિની) मदननगसुरेशः कान्तकायप्रदेशः पदविनतयमीशः प्रास्तकीनाशपाशः । दूरघवनहुताशः कीर्तिसंपूरिताशः
जयति जगदधीशः चारुपद्मप्रभेशः ॥१००॥ (શ્લોકાર્થ:-) કામદેવરૂપી પર્વતને માટે (અર્થાત્ તેને તોડી નાખવામાં) જેઓ (વજધર) ઈંદ્ર સમાન છે, કાન્ત (–મનોહર) જેમનો કાયપ્રદેશ છે, મુનિવરો જેમનાં ચરણમાં નમે છે, યમના પાશનો જેમણે નાશ કર્યો છે, દુષ્ટ પાપરૂપી વનને (બાળવા)
* કક્ષા = ભૂમિકા; શ્રેણી; સ્થિતિ; પડખું.
Page #239
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૧].
[૨૨૭
માટે જેઓ અગ્નિ છે, સર્વ દિશાઓમાં જેમની કીર્તિ વ્યાપી ગઈ છે અને જગતના જેઓ અધીશ (-નાથ) છે, તે સુંદર પદ્મપ્રભેશ જયવંત છે. ૧૦૦.
હું ગાથા - ૭૧ ઉપરનું પ્રવચન |
હવે અરિહંત ભગવાનની વ્યાખ્યા કરે છે. ‘મો મરિહંતા ના અરિહંત કેવા હોય તેને ઓળખાવે છે. આ અરિહંત ભગવાન વ્યવહારનયના વિષય છે. કેમ કે પરદ્રવ્ય છે ને? પાંચે પરમેષ્ઠી આ આત્મા માટે પર છે અને તેમના ઉપર લક્ષ જતાં રાગ જ થાય છે, તેથી વ્યવહારનયના વિષય છે. તે કારણે અહીંયા વ્યવહારચારિત્રના અધિકારમાં તેમનો અધિકાર નાખ્યો છે (-તેમની વાત કરી છે). સમજાણું કાંઈ?
અરિહંત ભગવાન પરદ્રવ્ય છે ને? માટે તેમને આશ્રયે જતાં ધર્મ ન થાય, પણ શુભભાવ-પુણ્ય થાય. જ્યારે નિજ ભગવાનનો સ્વદ્રવ્યનો—આશ્રય કરતાં એટલે કે તેના અવલંબે જતાં ધર્મ થાય છે.
પ્રશ્ન :- લોકો યાત્રા કરવા જાય કે ન જાય?
સમાધાન :- અહીંયા લોકો યાત્રા કરવા જાય કે ન જાય એની વાત ક્યાં છે? અહીંયા તો વસ્તુની સ્થિતિ શું છે તે કહે છે. તેમ જ હજુ રાગ છે તો યાત્રા કરવા ગયા વિના રહેશે નહીં. પરંતુ અજ્ઞાની યાત્રાએ જઈએ એટલે ધર્મ થયો’ એમ માની લે છે. પહાડની તળેટીથી ઉપર ગયા અને ઉપરથી નીચે ઉતરી આવ્યા એટલે ધર્મ કરી આવ્યા એમ અજ્ઞાની માને છે. પણ ભાઈ ! તેમાં ધર્મ નથી. અહીં કહે છે કે પંચ પરમેષ્ઠીનો પણ આશ્રય લેતાં રાગ જ થાય છે. કારણ કે તેઓ પરદ્રવ્ય છે ને? તેઓ ક્યાં સ્વદ્રવ્ય છે? અહા! અજ્ઞાની તીર્થક્ષેત્રની યાત્રાએ જઈને કહે છે કે “શીવપદ અમને દેજે રે મહારાજ'. ભગવાન કહે છે કે તારું શીવપદ તારામાં છે. મારી સામે જોવાથી તે નહિ મળે. અહા! ભારે આકરું કામ! દુનિયાથી તો અવળું છે!
આ, ભગવાન અહંત પરમેશ્વરના સ્વરૂપનું કથન છે.” “નમો રિહંતાળ માં જેમને નમસ્કાર કરીએ છીએ તે ભગવાન અરિહંત કેવા છે તેની અહીંયા ઓળખાણ આપે છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨૮].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
(ભગવંત અહંતો કેવા હોય છે?) (૧) જેઓ આત્મગુણોનાં ઘાતક ઘાતિકર્મો છે અને જેઓ ઘન એટલે કે ઘાટાં છે - એવાં જે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય ને મોહનીય કર્મો તેમનાથી રહિત વર્ણવવામાં આવેલા'.... અરિહંત ભગવાને ચાર ઘાતિકમનો નાશ કર્યો છે. ભગવાન મહાવીર આદિ ર૪ તીર્થકરો અત્યારે તો ‘મો સિદ્ધાળ' માં ભળેલા છે અર્થાત્ તેઓ તો સિદ્ધ થઈ ગયા છે અને અશરીરી છે. અત્યારે તેઓ કાંઈ અરિહંત નથી. પરંતુ જ્યારે તેઓ અરિહંતપદે બિરાજતા હતા ત્યારે અહીંયા (ભરતક્ષેત્રમાં) હતા અને ત્યારે તેમને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય ને અંતરાય -એ ચાર ઘાતિકર્મોનો નાશ થયેલો. અત્યારે અરિહંતપણે તો ભગવાન સીમંધરાદિ વીસ વિહરમાન—વિદ્યમાન–તીર્થકરો મહાવિદેહમાં બિરાજે છે (અને તેમને ચાર ઘાતિકમનો નાશ થયો છે.)
જેઓ આત્મગુણોનાં નિમિત્તપણે ઘાતક હોવાથી ઘાતિકમાં છે અને જેઓ ઘન એટલે કે ઘાટાં છે – એવાં જે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય ને મોહનીય કર્યો છે તેમનાથી અરિહંતને રહિત કહેવામાં આવ્યા છે. મતલબ કે ભગવાન અરિહંત ચાર કર્મોથી રહિત થઈ ગયા છે. લ્યો, અરિહંત ભગવાન આવા હોય છે. અરે! પણ અજ્ઞાનીને હજુ અરિહંત ભગવાન કેવા હોય તેની ખબર ન મળે અને “અરિહંત ભગવાનનો જયે' એમ બોલે રાખે છે.
“(૨) જે પૂર્વે વાવેલાં ચાર ઘાતિકર્મોના નાશથી પ્રાપ્ત થાય છે એવાં, ત્રણ લોકને પ્રક્ષોભના હેતુભૂત સકળવિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળશક્તિ ને કેવળ સુખ સહિત'... ‘ત્રણ લોકને પ્રક્ષોભના હેતુભૂત' એટલે કે ભગવાનને (-તીર્થકરને) જ્યારે કેવળજ્ઞાનાદિ પ્રગટે છે ત્યારે તે બીજા જીવને આનંદનું કારણ થાય છે એમ કહે છે. ભગવાન અરિહંત (તીર્થકર) જ્યારે જન્મે કે કેવળજ્ઞાનાદિ પામે ત્યારે ત્રણ લોકમાં – નારકીને પણ – અલ્પ શાતા થાય છે. એવો ભગવાનનો અતિશય છે.
કહે છે કે, ત્રણ લોકને પ્રક્ષોભના હેતુભૂત-નિમિત્તભૂત એવું અને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવું સકળવિમળ કેવળજ્ઞાન પરમાત્માને હોય છે. અહા! એક ‘ક’ અક્ષર બોલે એમાં તો અસંખ્ય સમય જાય છે, જ્યારે ભગવાન એક સમયમાં જ ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે. ગત અનંત કાળની અનંત પર્યાય, તેવી રીતે વર્તમાનની પર્યાય અને ભવિષ્યની પર્યાય—આ બધી પર્યાયો સહિત બધા દ્રવ્યોને એક સમયમાં
Page #241
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૧]
ભગવાન જાણે છે. જે કાંઈ થયું છે, થાય છે અને થશે તે બધું જ ભગવાન જાણે છે. ભગવાનના જ્ઞાનથી કાંઈ અજાણ્યું નથી. અહા! જગતમાં આવું જ્ઞાન છે એમ તેની સત્તાનો સ્વીકાર કરવો સમજીને હોં—તે પણ (અલૌકિક વાત છે.) તો કહ્યું કે, અરિહંત ભગવાનને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણે એવું કેવળજ્ઞાન હોય છે. તેમને આવું કેવળજ્ઞાન થાય ત્યારે જગતમાં ત્રણ લોકમાં અલ્પ પ્રશ્નોભ થઈ જાય છે. પ્રશ્નોભ એટલે સુખ (-શાતા). તે વખતે (સ્વર્ગમાં) ખળભળાટ થઈ જાય કે અહો! કોઈ પરમાત્મા થયા છે, કોઈને કેવળજ્ઞાન થયું છે. - એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે. ભગવાનને સકવિમળ કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળશક્તિ એટલે કે કેવળવીર્યઅનંતવીર્ય પ્રગટ્યું હોય છે અને કેવળસુખ પણ હોય છે. ભગવાન એકલા (-પૂર્ણ) આનંદ સહિત હોય છે.
-
-
૨૨૯
પ્રશ્ન :- ભગવાનને તો ત્યાં કાંઈ પૈસા, મકાન કે સ્ત્રી નથી, આહાર-પાણી નથી અને આ બધા લોકો ર્નીચર પાથરીને બેસે છે તે ખુરશી-ટેબલ પણ નથી. - આવું બધું ત્યાં નથી અને છતાં અનંતસુખ?
—
સમાધાન :- ભાઈ! બહારમાં કયાં ધૂળમાં સુખ હતું? બહારમાં જેટલું લક્ષ જાય તેટલી તો આકુળતા ને રાગ છે. ભગવાને અંતરની આનંદ દશા – કે જે શક્તિરૂપ હતી તે · પ્રગટ કરી છે. માટે સુખી તો ભગવાન કેવળી છે. તે સિવાયના આ પૈસાવાળા શેઠીયા ને બાદશાહ પણ સુખી નથી એમ કહે છે. અહા! સુખી તો એ છે કે જેને પૂર્ણ આનંદ પ્રગટયો છે. અરે! પણ જ્યાં એવા અસ્તિત્વનો-સત્તાનો સ્વીકાર કરવા જાય ત્યાં અર્થાત્ એક સમયના કેવળજ્ઞાન આદિની આવડી મોટી મહાસત્તા છે એમ જ્યાં સ્વીકારે ત્યાં તેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જ જાય. અને ત્યારે જ તેનો (કેવળજ્ઞાનનો સાચો) સ્વીકાર થાય છે. ભારે વાત ભાઈ!
અહીં કહ્યું કે ભગવાન કેવળસુખ સહિત છે. અહા! એમ કહીને અરિહંતને આહારપાણી (ક્ષુધા-તૃષા)નું દુ:ખ નથી એમ કહે છે. અહીં તો અરિહંતની વાત છે ને? જે શરીર સહિત છે એની વાત છે ને ? તો, અરિહંતને શરીર છે છતાં આહાર-પાણીનું દુ:ખ નથી. તેમ જ તેઓ આહાર-પાણી લે એમ પણ છે નહીં. તેમને આહાર-પાણી હોતાં જ નથી. તેમને તો અંદરમાં અનંત આનંદ હોય છે. આવા અરિહંત મુખ્યપણે ચાર શક્તિથી (-અનંત ચતુષ્ટયથી) સહિત છે. જો કે તેમને અનંતા ગુણોનું પરિણમન છે, પણ આ ચાર ગુણ મુખ્ય છે એમ કહેવું છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૩૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
‘(૩) સ્વદરહિત, મળરહિત ઈત્યાદિ ચોત્રીશ અતિશયગુણોના રહેઠાણરૂ૫'... સ્વદરહિત’ કહેતા અરિહંત ભગવાનને પરસેવો ન હોય. સ્વેદ એટલે પરસેવો. ‘મળરહિત કહેતા તેમને દિશા-જંગલ (ઝાડો) અને પેશાબ (-મૂત્ર) ન હોય. કેમ કે તેમને આહાર જ નથી ને? ઈત્યાદિ આવા ચોત્રીશ અતિશયગુણોના રહેઠાણરૂપ અરિહંત છે. - આ વ્યવહારની (સંયોગની) વાત કરી કે પુણ્યપ્રકૃતિથી આવો યોગ ભગવાનને હોય જ. જ્યારે પહેલાં ગુણની વાત કરી તે નિશ્ચયની વાત હતી.
-આવા, ભગવંત અહંતો હોય છે. લ્યો, આવા ભગવાન અરિહંત હોય છે. જે વાસ્તવિક અરિહંતનું સ્વરૂપ દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી જાણે તો તેને આત્મા સાથે મેળવવાનો પ્રસંગ આવે. અરે પણ! અત્યારે અજ્ઞાનીને એની દરકાર કયાં છે? એ તો બસ, ‘ભગવાન છે, ભગવાન છે' એમ બોલે રાખે છે. અહા! અહીંયા આ બધું કહીને કોઈ સાધારણ પ્રાણી પોતાને આહાર-પાણી અને શરીરમાં રોગ હોય છતાં અરિહંત મનાવે તો તે અરિહંત નથી એમ બતાવે (કહે) છે. સમજણું કાંઈ?
છે શ્લોક - ૯૬ ઉપરનું પ્રવચન છે | (આ શાસ્ત્રની ટીકા કરનાર શ્રી પદ્મપ્રભમલધારીદેવ મુનિ છે. તેમણે) આ લોકમાં શ્રી પદ્મપ્રભુ ભગવાનને સંભાર્યા છે. કેમ કે પોતે પદ્મપ્રભમલધારીદેવ છે ને? આ શાસ્ત્રની ટીકા કરનાર શ્રી પદ્મપ્રભમલધારીદવ વનવાસી દિગંબર મુનિ-સંત હતા. તેઓ આચાર્ય નહોતા, પણ મુનિ હતા. તો, પોતાના નામના ભગવાન શ્રી પદ્મપ્રભુ છે તેમને યાદ કરીને સ્તુતિ કરે છે. જો કે અત્યારે તો ભગવાન શ્રી પદ્મપ્રભુ સિદ્ધ થઈ ગયા છે. પણ
જ્યારે તેઓ અરિહંતપદે હતા ત્યારે કેવા હતા ભગવાન? – એમ કહીને સ્તુતિ કરે છે. ચોવીસ તીર્થંકર અત્યારે તો આઠ કર્મોનો નાશ કરીને સિદ્ધ થઈ ગયા છે. અત્યારે તેમને શરીર નથી. પરંતુ આ તો જ્યારે તેઓ અરિહંત હતા ત્યારની વાત કરે છે :
“પ્રખ્યાત (અર્થાત્ પરમૌદારિક) જેમનું શરીર છે.” જે કોઈ ભગવાન અરિહંત થાય - કેવળજ્ઞાન પામે – ત્યારે તેમનું શરીર સ્ફટીક જેવું પરમ ઔદારિક થઈ જાય. શરીરના રજકણો જ એવા–સ્ફટીક જેવા–થઈ જાય. પછી તેમને રોગ, આહાર કે પાણી પણ ન હોય. અહા! એ શરીર તરફ નજર નાખતા ભામંડલ હોય તેમાં સાત ભવનું
Page #243
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૧]
[૨૩૧
જ્ઞાન થાય. જેને હજુ ભવ હોય તેને સાત ભવનું જ્ઞાન થાય હોં. નહીંતર જેને હવે ભવ નથી તેને ભૂતકાળના ત્રણ ભવનું અને વર્તમાનના ભવનું જ્ઞાન થાય. આવું પરમ ઔદારિક શરીર ભગવાન અરિહંતને હોય છે. લ્યો, અહીં તો માત્ર એક શ્રી પદ્મપ્રભુનું નામ લીધું છે, છતાં બીજાં બધા અરિહંતોને પણ આવું હોય છે.
“પ્રફુલ્લિત કમળ જેવાં જેમનાં નેત્ર છે. તીર્થંકર પુણ્યવંત હોય છે. તેથી જાણે કે પ્રફુલ્લિત-ખીલેલું કમળ હોય એમ મોટી આંખો તેમને હોય છે. સાધારણ પ્રાણી કરતાં તેમનાં નેત્ર સુંદર હોય છે, કેમ કે તીર્થકરના પુણ્ય તો સવોત્કૃષ્ટ છે ને? તો, કહે છે કે ભગવાનની આંખો પ્રફુલ્લિત કમળ જેવી હોય છે અર્થાત્ જાણે કે ખીલેલું કમળ હોય એવી એમની આંખો હોય છે. જો કે તેમને કાંઈ આંખોથી જોવું નથી હોં. કારણ કે તેઓ તો કેવળજ્ઞાની છે અને કેવળજ્ઞાનથી ત્રણ કાળ ત્રણ લોકને જોવે છે. પણ આ તો તેમનું શરીર આવું હોય છે એમ બતાવે છે.
પુણ્યનું રહેઠાણ (અર્થાત તીર્થકરપદ) જેમનું ગોત્ર છે.” શ્રી પદ્મપ્રભુને તીર્થંકરપદ છે ને? તે પુણ્યનું રહેઠાણ છે એટલે કે સર્વોત્કૃષ્ટ પુણ્યના ફળ તેમની પાસે છે એમ કહે છે. (પ્રવચનસાર ગાથા ૪૫માં) “પુઅUbeતા કરતા’ એમ આવે છે તેનો આ અર્થ છે.
પંડિતરૂપી કમળોને (વિકસાવવા માટે) જેઓ સૂર્ય છે.” કેવાં છે તીર્થકર ભગવાન – અરિહંત પરમાત્મા? કે પંડિત કહેતા જે કોઈ ડાહ્યા અને સમજુ છવો છે તેરૂપી કમળોને વિકસાવવા માટે ભગવાન સૂર્ય છે. તે સિવાય જે મૂઢ છે તેને ભગવાન શું કરે? એમ કહે છે. અહા! જેને સમજવાની યોગ્યતા ને પાત્રતા છે એવા પંડિતરૂપી કમળોને વિકસાવવા માટે પરમાત્મા સૂર્ય છે. કહો સમજાણું કાંઈ? જેમ સવારના સૂર્યનું નિમિત્ત પામીને કમળ ખીલે છે ને? પણ કમળ હોય તે જ ખીલે ને? શું કાંઈ લાકડા ખીલે? (ના). એમ જે પાત્ર જીવ હોય એવા પંડિતરૂપી કમળોને જ પ્રગટ થવા માટે ભગવાન સૂર્ય સમાન છે.
“મુનિજનરૂપી વનને જેઓ ચૈત્ર છે (અર્થાત્ મુનિજનરૂપી વનને ખિલવવામાં જેઓ વસંતઋતુ સમાન છે).” ચૈત્ર મહિનામાં વસંતત્રતુ હોય છે અને ત્યારે બધા પાંચેય વર્ણના ફૂલ ખીલી જાય છે. એવી રીતે ભગવાનના કાળે પાત્ર જીવો ખિલી ઉઠ છે. અહ! મુનિજનરૂપી વનને ખિલવવામાં અર્થાત્ લાખો સંતો-મુનિઓ હોય એમને ખિલવવામાં ભગવાન વસંતઋતુ સમાન છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૩૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કર્મની સેનાના જેઓ શત્રુ છે.” એટલે કે તેમણે ચાર ઘાતિકમને મારી નાખ્યા છે અને મડદા જેવા ચાર અઘાતિકમાં હવે બાકી રહ્યા છે. ભગવાને ચાર ઘાતિકમોને બાળી નાખ્યા છે અને ચાર અઘાતિક – વેદનીય, આયુ, નામ ને ગોત્ર – બાકી રહી ગયા છે. સિદ્ધભગવાન આઠેય કર્મો રહિત છે, જ્યારે અરિહંતભગવાનને ચાર ઘાતિ કમોં નાશ પામ્યા છે અને ચાર અઘાતિ કમ હજુ બાકી છે.
અને સર્વને હિતરૂપ જેમનું ચરિત્ર છે.” અહા! ભગવાનનું ચારિત્ર-ચરિત્ર જ એવું છે કે બધાને હિતરૂપ છે. અંદરમાં ‘ચરિત્ર' એમ શબ્દ છે ને? ‘સત્સંહિતવરિત્ર:' અર્થાત્ એમનું બધું-આખું વર્તન જ સર્વ જીવને હિતકારી છે.
‘તે શ્રી સુસીમા માતાના સુપુત્ર (શ્રી પદ્મપ્રભ તીર્થકર) જયવંત છે. જો કે અત્યારે તો શ્રી પદ્મપ્રભુ મોક્ષમાં પધાર્યા છે, પણ પૂર્વે તેઓ અરિહંતપદે હતા એ દશાને યાદ કરે છે અને કહે છે કે તેઓ જયવંત વર્તે છે. અહા! એમનો કહેલો ભાવ અમારામાં જયવંત વર્તે છે તો ભગવાન પણ જયવંત વર્તે છે એમ કહે છે. આમ કહીને માંગલિક કર્યું છે.
છે
શ્લોક - ૯૭ ઉપરનું પ્રવચન કર્યું
આ, નિયમસારનો વ્યવહારચારિત્ર અધિકાર છે. એમાં અરિહંત ભગવાનની વાત ચાલે છે. અરિહંત ભગવાન પર છે ને? માટે (તેઓ વ્યવહારનયના વિષય હોવાથી) વ્યવહારચારિત્ર અધિકારમાં તેમની વાત કરી છે. અરે ! પંચ પરમેષ્ઠી પણ પરદ્રવ્ય છે. માટે વ્યવહારચારિત્ર અધિકારમાં તેમની વાત કરી છે.
પ્રશ્ન :- પરંતુ એ પંચ પરમેષ્ઠી તો શુદ્ધ છે ને? (તો પછી પરદ્રવ્ય શા માટે છે?)
સમાધાન :- પંચ પરમેષ્ઠી ભલે શુદ્ધ છે, પણ આ આત્માથી તો પર છે ને? તેથી એ પંચ પરમેષ્ઠીનું લક્ષ કરવાથી–તેમનો આશ્રય કરવાથી – તો રાગ જ થાય છે, પણ કાંઈ ધર્મ થતો નથી. વ્યવહાર પરાશ્રિત છે અને નિશ્ચય સ્વાશ્રિત છે. તેથી વ્યવહારચારિત્ર અધિકારમાં પંચ પરમેષ્ઠીનો અધિકાર નાખ્યો છે (તેમની વાત કરી છે.)
Page #245
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૧]
[૨૩૩
મૂT: = ક્ + = પૃથ્વીમાં જન્મનાર (જમીનમાં ઉગનાર) = વૃક્ષ. આ શાસ્ત્રના ટીકાકાર પોતે શ્રી પદ્મપ્રભમલધારીદેવ છે. તેથી ચોવીસ તીર્થકરમાંથી શ્રી પદ્મપ્રભુને – કે જેઓ પોતાના નામે છે એમને – યાદ કર્યા છે અને શ્રી પદ્મપ્રભુને યાદ કરીને તેમની સ્તુતિ કરી છે કે શ્રી પદ્મપ્રભુ ભગવાન આવા છે. આનો અર્થ એ પણ છે કે હું આત્મા એવો છું.
“જેઓ કામદેવરૂપી હાથીને (મારવા) માટે સિંહ છે.” અંદર શ્લોકમાં ‘સ્મર શબ્દ છે ને? ‘મર’ એટલે કામદેવ, ઈચ્છા, પાંચ ઇંદ્રિયના વિષય તરફના વલણવાળી વૃત્તિ. ‘ઋરિ’ એટલે હાથી અને ‘મૃRTS’ એટલે સિંહ. તો, કહે છે કે, કેવા છે પ્રભુ ? કે ‘મરઋરિકૃRIષ:' - કામદેવરૂપી હાથીને મારવા માટે સિંહ છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માના અતીંદ્રિય આનંદના આશ્રયે (-દ્વારા) જેણે પાંચ ઇંદ્રિયોના વિષયો તરફની વૃત્તિઓને – કે જે વિકલ્પરૂપ છે તેને – હણી નાખી છે એવા એ ભગવાન સિંહ સમાન છે. અને આ ભગવાન આત્મા પણ એવો જ છે એમ કહેવું છે. કેમ કે પોતે (શ્રી પદ્મપ્રભમલધારિદેવે) પોતાનું નામ નાખીને વાત કરી છે ને? અહા! પાંચ ઈંદ્રિયના વિષયો તરફની વૃત્તિઓનો વ્યય કરવા માટે ભગવાન સિંહ સમાન છે. અહીંયા તો ઉપદેશના વાક્યો છે ને? એટલે ‘વ્યય કરવા માટે – મારવા માટે એમ કહ્યું છે. નહીંતર ખરેખર તો જ્ઞાની વિકારનો વ્યય કરતા નથી. કારણ કે તે જ્યાં સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યાં વિકાર ઉત્પન્ન થતો જ નથી અને તેને વિકારનો વ્યય-નાશ કર્યો’ એમ કહેવામાં આવે છે. શું થાય ? (-બીજી રીતે કેમ કહેવું?) વાતો કરવી ભાષાથી અને વસ્તુ છે ભાષાતીત! સમજાણું કાંઈ?
અહીં કહ્યું કે કામદેવરૂપી હાથીને મારવા માટે ભગવાન સિંહ સમાન છે અને એવી રીતે આ ભગવાન આત્મા પણ અનક્રિય છે. આ આત્મા અનીંદ્રિયસ્વરૂપ છે એટલે કે જેના આશ્રયે ઈંદ્રિય તરફની વૃત્તિઓ નાશ પામે એવો આ આત્મા છે. આ રીતે અનીંદ્રિયસ્વરૂપ શ્રી પદ્મપ્રભુ ભગવાન છે અને એવો જ આ આત્મા પણ છે. સમજાણું કાંઈ?
જેઓ પુણ્યરૂપી કમળને વિકસાવવા) માટે ભાન છે'. શ્લોકમાં ‘ન’ શબ્દ છે ને? અર્થાતુ પાણીમાં ઉત્પન્ન થયેલું કમળ, કેવા છે પરમાત્મા? કે પુણ્યરૂપી કમળને વિકસાવવા માટે ભાનુ છે. પહેલાં બોલમાં ગુણની વાત કરી અને હવે બીજા બોલમાં પુણ્યની વાત કરે છે - બહારની ત્રાદ્ધિ બતાવે છે. કહે છે કે ભગવાન પુણ્યરૂપી કમળને
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૩૪].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
વિકસાવવા માટે સૂર્ય છે. એવી રીતે આ આત્માનો આશ્રય લેતાં ઈંદ્રિયો તરફની વૃત્તિઓ નાશ પામે છે અને આત્માના આશ્રયમાં કમી (-ઓછ૫) રહી જાય તો એવા પુણ્યનો વિકલ્પ ઉત્પન્ન થાય કે તીર્થંકરપણાને પણ પ્રાપ્ત કરાવે. - એવો એ આત્મા છે.
હવે ત્રીજું પદ : “સત્તાસમાન: જેઓ સર્વ ગુણોના સમાજ (-સમુદાય) છે.” પદ્મપ્રભુ ભગવાન સકળ ગુણોના સમાજ છે. લ્યો, આ સમાજ! એવી રીતે આ ભગવાન આત્મા પણ અનંત ગુણોનો સમાજ છે. પોતે જ પ્રભુ આત્મા અનંત ગુણના પીંડરૂપ સમાજ છે અને એને જ અહીંયા આત્મા કહેવામાં આવે છે. અહા! પરમાત્માને સર્વ ગુણોની પર્યાય પ્રગટ છે. માટે અનંત ગુણરૂપ સમાજ-સમુદાય પ્રગટ છે, જ્યારે આત્મામાં તે સમાજ શક્તિરૂપે છે.)
‘સર્વત્પવિનીન: જેઓ સર્વ કલ્પિત (ચિંતિત) દેનાર કલ્પવૃક્ષ છે.” અંદર શ્લોકમાં ‘મવનીઝ’ શબ્દ છે ને? તો, ‘મવની” એટલે પૃથ્વી અને ‘ક’ એટલે ઉત્પન્ન થયેલું. તેથી વિનીગ = પૃથ્વીમાં ઉત્પન્ન થયેલું = કલ્પવૃક્ષ. કહે છે કે ત્રિલોકનાથ ભગવાન સર્વ ચિંતિત દેનાર કલ્પવૃક્ષ છે અને એવી રીતે આ આત્મા પણ – કે જે અનંત જ્ઞાન, આનંદ સંપન્ન છે તે – સર્વ કલ્પિત (ચિંતિત) દેનાર કલ્પવૃક્ષ છે. એટલે કે આત્મામાં એકાગ્ર થાય તો એના સર્વ મનોરથ પૂર્ણ થાય એવો આ આત્મા છે. અરે! અજ્ઞાનીએ ‘આવો આત્મા છે' એમ સાંભળ્યું પણ નથી અને બહારમાં ભક્તિ, પૂજા, વ્રત ને તપાદિ બધી ક્રિયાઓ કરવા માંડી (-કરવા લાગ્યો) છે. ભાઈ! એ બધા વ્રત ને નિયમાદિ તો વિકલ્પ છે. એ વિકલ્પ ખરેખર તો કર્મનું કર્તવ્ય છે, પણ જીવનું સ્વરૂપ છે નહીં. અહીંયા કહ્યું કે આત્મા કલ્પવૃક્ષ છે એટલે કે પોતાની આનંદાદિની પરિણતિને પ્રગટ કરે એવો આત્મા છે.
‘પ્રસ્તદુષ્કર્મવીન: જેમણે દુષ્ટ કર્મના બીજને નષ્ટ કર્યું છે.” ભગવાને કર્મના બીજને તો બાળીને નાશ કર્યું છે.
‘નુતસુરીઝ: જેમનાં ચરણમાં સુરેદ્રો નમે છે.” જેમનાં ‘પદ્ = ચરણકમળમાં, ‘નુત” = નમે છે, “મુરાગ:' = દેવોના ઈદ્રો. સુરેન્દ્રો પણ જેમનાં ચરણકમળમાં નમે છે એવા આ શ્રી પદ્મપ્રભુ ભગવાન છે. અહીંયા અરિહંતપદની વ્યાખ્યા છે ને? તો એમાં શ્રી પદ્મપ્રભુનું સ્મરણ કર્યું છે અને સાથે સાથે એવું જ સ્વરૂપ મારું છે એમ પણ યાદ કર્યું છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૧]
[૨૩૫
હવે છેલ્લું પદ છે ને? કે ‘ત્યસંસારમૂની અને જેમણે સંસારરૂપી વૃક્ષનો ત્યાગ કર્યો છે'. મેં = પૃથ્વીમાં અને ન = ઉત્પન્ન થયેલું એટલે કે મૂન: = ઝાડ. સંસારરૂપી ઝાડનો ભગવાને નાશ કર્યો છે અને તેવી રીતે આ ભગવાન આત્માનો સ્વભાવ પણ સંસારનો નાશ કરવાવાળો છે. સંસારને ઉત્પન્ન કરે એવો એનો સ્વભાવ જ નથી.
અરે! આત્માનો સ્વભાવ “સંસારનો નાશ કરનાર છે' એમ કહેવું તે પણ વ્યવહાર છે. પરમાર્થે તો આત્મા રાગના નાશનો કર્તા પણ નથી. એટલે કે આત્માને સંસારવિકારનો નાશકર્તા (નાશ કરનારો) કહેવો તે પણ પરમાર્થ નથી. આત્માનો આનંદસ્વભાવ છે એની અંદર એકાકાર થતાં સંસાર નામ રાગની ઉત્પત્તિ થતી નથી અને તેને સંસારનો નાશ કર્યો’ એમ કહેવામાં આવે છે. અહા! શબ્દોના અર્થ કરતી વખતે એ કઈ નયનું કથન છે તે ન સમજે તો ગરબડ થાય. સિદ્ધાંતમાં-ધવલમાં તો એમ કહ્યું છે કે કોઈપણ સૂત્ર કે અર્થ નયવાક્ય વિના એટલે કે નય વિના હોઈ શકે નહીં. કોઈપણ શાસ્ત્રનો મૂળ શબ્દ કે એનો અર્થ નયવાક્ય છે. તેથી આ વ્યવહારનયનું વાક્ય છે કે નિશ્ચયનયનું વાક્ય છે એ તેણે જાણવું જોઈએ. એ જાણ્યા વિના જે અર્થ કરવા જશે તો અર્થનો અનર્થ થઈ જશે.
અહીં કહે છે કે ભગવાને સંસારરૂપી વૃક્ષનો ત્યાગ કર્યો છે. લ્યો, હવે ‘સમયસારમાં (ગાથા ૩૪ માં) એમ કહે છે કે આત્મા રાગનો ત્યાગકર્તા પરમાર્થે નથી, નામમાત્ર છે. ભાઈ! પરિપૂર્ણ અખંડ અભેદ સ્વભાવનો આશ્રય લેતાં એનાથી ઉત્પન્ન થયેલી મોક્ષદશા દ્વારા ભગવાનને સંસારનો નાશ થઈ ગયો છે ને? (માટે તેમણે ‘રાગનો ત્યાગ કર્યો એમ અહીં કહેવામાં આવ્યું છે.)
અરિહંત પરમાત્માને પણ મોક્ષ જ છે હોં. ‘પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે' - એમ પછી (શ્લોક ૯૯ માં) કહેશે. કેમ કે અરિહંતને ભાવમોક્ષ થઈ ગયો છે. બધા ગુણો પર્યાયમાં પૂર્ણપણે પરિણમી ગયા છે.
હવે કહે છે કે “તે જિનરાજ (શ્રી પદ્મપ્રભ ભગવાન) જયવંત છે.” અત્યારે શ્રી પદ્મપ્રભુ ભગવાન તો મોક્ષ પધાર્યા છે. છતાં પણ જાણે કે તેઓ આમ (-પ્રત્યક્ષ) વર્તમાન તીર્થંકરપણે સમવસરણમાં બિરાજતા હોય એ રીતે યાદ કરીને સ્તુતિ કરી છે. એવી રીતે આ આત્મા પણ વર્તમાનમાં પૂર્ણરૂપે વિદ્યમાન-બિરાજમાન છે એમ (જ્ઞાનમાં લઈને) આત્માની સ્તુતિ કરી છે. આમ શ્રી પદ્મપ્રભુ ભગવાનની સ્તુતિ દ્વારા તેમને વંદન કર્યું (અને આત્માની પણ સ્તુતિ કરી.)
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૩૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
જો કે અત્યારે તો પદ્મપ્રભુ ભગવાન મોક્ષમાં છે, સિદ્ધ છે. તેથી અત્યારે તેમના ચરણોમાં સુરેન્દ્રો નમે છે એવું ક્યાં છે? છતાં લ્યો, પાઠમાં તો એવું આવ્યું છે કે તેમનાં ચરણોમાં સુરેન્દ્રો નમે છે? ભાઈ! જ્યારે શ્રી પદ્મપ્રભુ ભગવાન સમવસરણમાં હતા ત્યારે જે રીતે વિદ્યમાન હતા એ તીર્થંકરદશાને યાદ કરીને સ્તુતિ કરી છે. અને એ રીતે પૂર્ણ તત્ત્વ એવો હું પણ વિદ્યમાન છું, હું પૂર્ણપણે વિદ્યમાન નથી એમ નથી. - આ રીતે (જ્ઞાનમાં લઈને) પોતાના આત્માને પણ યાદ કર્યો છે. અહા! કહે છે કે જેમ તીર્થંકર અત્યારે વિદ્યમાન નથી એમ નથી. પણ તેઓ જાણે કે સાક્ષાત્ બિરાજે છે એમ યાદ કરીને સ્તુતિ કરું છું તેમ ભગવાન આત્મા પણ વર્તમાનમાં એવો ને એવો વિદ્યમાન છે, ધ્રુવ અખંડાનંદ પ્રભુ છે. અને તેમાં હું એકાગ્ર થાઉં છું કે જે મારા મોક્ષની પ્રસિદ્ધિનું કારણ છે. લ્યો, આ રીતે શ્રી પદ્મપ્રભુ ભગવાનની સ્તુતિ વડે આત્માની સ્તુતિ પણ કરી છે.
અહા! અહીંયા ત્રીજી લાઈનમાં પાઠ તો એમ છે ને? કે ‘ ગતિ’ - જ્યવંત વર્તે છે, જયવંત છે. જેમનાં પગમાં ઈંદ્રો નમે છે એવા ભગવાન જયવંત છે. એનો અર્થ એ છે કે જેમ ભૂતકાળમાં ભગવાન વિદ્યમાન હતા એવી જ રીતે વર્તમાનમાં પણ જાણે કે તેઓ વિદ્યમાન છે. એવી રીતે, પંચમકાળના મુનિ કહે છે કે, હું પણ અનાદિનો એવો ને એવો વિદ્યમાન ભગવાન આત્મા છું. અને તેની હું સ્તુતિ કરું છું એટલે કે એમાં હું નમું (-ઢળું) છું. આ રીતે શ્રી પદ્મપ્રભુ ભગવાન અરિહંતપદે હતા ત્યારે આવા હતા એમ કહે છે અને તે દશાને યાદ કરીને વિકલ્પથી-વ્યવહારથી સ્તુતિ કરી છે. કેમ કે આ વ્યવહારચારિત્ર અધિકાર છે ને? (અને સાથે-સાથે આત્માની પણ સ્તુતિ કરી છે.)
છે શ્લોક - ૯૮ ઉપરનું પ્રવચન છે ચારેય (૯૭, ૮, ૯ અને ૧૦૦મા) શ્લોકમાં ‘કામદેવ' શબ્દ આવે છે.
નિતતિપતિવIT: કામદેવનાં બાણને જેમણે જીતી લીધાં છે.” અર્થાત્ જેમણે અતીંદ્રિય આત્મા પ્રગટ કર્યો છે. પાંચે ઈંદ્રિયોના વિષયો તરફની વૃત્તિ કામબાણ છે હોં. તો, ભગવાનને પાંચે ઈંદ્રિયોના વિષયો તરફની વૃત્તિ હણાઈ ગઈ છે. અહા! આનંદમૂર્તિ પ્રભુ આત્માના અતીન્દ્રિય આનંદના પૂર્ણ સ્વાદમાં ભગવાનને કામદેવનાં બાણ
Page #249
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૧]
[૨૩૭
વાગતા નથી, પણ તેમણે, કહે છે કે, કામદેવને મારી નાખ્યો છે, જીતી લીધો છે. અતીન્દ્રિય આનંદનો નાથ એવા ભગવાન આત્માનું અવલંબન લઈને પર તરફની વૃત્તિઓનો ભગવાને નાશ કરી નાખ્યો છે એટલે કે કામબાણને જીતી લીધાં છે. ‘રતિપતિ' એટલે કામદેવ અને ‘વાપ' એટલે બાણ. રતિપતિના ચાપને-બાણને ભગવાને જીત્યા છે. – એ પહેલાં પદનો અર્થ થયો.
‘સર્વવિદ્યાપ્રવી: સર્વ વિદ્યાઓના જેઓ પ્રદીપ (-પ્રકાશક) છે.” ભગવાન કેવળજ્ઞાનને પ્રકાશે છે. જો કે ભગવાન તો શ્રુતજ્ઞાનને પ્રકાશે છે. પણ એ શ્રુતજ્ઞાનમાં આખો-બધો પ્રકાશ (જ્ઞાન) આવી જાય છે (અને તેથી ભગવાન કેવળજ્ઞાનને પ્રકાશ છે એમ કહેવાય છે.) પરમ દિવસે - અષાઢ વદ એકમે - આવ્યું હતું ને ભાઈ? કે ભગવાન કેવળજ્ઞાનને પ્રકાશતા નથી, પણ ભાવશ્રુતજ્ઞાનને પ્રકાશે છે. ‘ધવલ”માં આવે છે કે ભગવાન ભાવશ્રુતજ્ઞાનને પ્રકાશે છે. કેમ કે જેને ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે તેને આ વાણી નિમિત્ત થાય છે. તેથી ભગવાન ભાવશ્રુતજ્ઞાનનો પ્રકાશ કરે છે એમ કહેવામાં આવે છે. નહીંતર કેવળજ્ઞાનને શું (કેવી રીતે) પ્રકાશે? સમજાણું કાંઈ?
અહીં કહે છે કે ભગવાન સર્વ વિદ્યાઓના પ્રકાશક છે એટલે કે ભગવાનની વાણી પ્રકાશમાં –ખરતાં બધો પ્રકાશ થઈ જાય છે, ભાવશ્રુતજ્ઞાનની અંદર કેવળજ્ઞાન કેવું હોય આદિ બધું આવી જાય છે. અહા! શાસ્ત્રમાં ભગવાનની દિવ્યધ્વનિ કેવળજ્ઞાનને પ્રકાશ છે એમ નથી લીધું, પણ ભાવશ્રુતજ્ઞાનને પ્રકાશે છે એમ લીધું છે. ભગવાન અર્થકર્તા છે. ‘અર્થકર્તા'નો અર્થ એ છે કે તેઓ ભાવકૃતને કહે છે અને તે પછી દ્રવ્યકૃતની રચના ગણધર કરે છે, માટે તેઓ સૂત્રકર્તા છે. અહીં કહ્યું કે, સર્વ વિદ્યાઓના ભગવાન પ્રદીપ = પ્ર + દીપ = વિશેષે દિવો–પ્રકાશ કરનાર છે. લ્યો, સર્વ વિદ્યાઓના જે પ્રકાશક છે તેને (સાચા) પ્રદીપ કહીએ એમ કહે છે. એટલે કે જગતમાં જ્ઞાનાદિરૂપ બધી વિદ્યાઓ છે તેને જે પ્રકાશે તેને (ખરેખર) પ્રદીપ કહીએ એમ કહે છે.
‘પરિતિકુY: સુખરૂપે જેમનું સ્વરૂપ પરિણમ્યું છે.” અનાદિથી પુણ્ય-પાપના વિકારપણે પરિણમન હતું એ દુઃખરૂપે હતું. પણ હવે સુખરૂપે ભગવાનનું સ્વરૂપ પરિણમી ગયું છે. જુઓ, ‘સુખ મળ્યું છે કે પ્રાપ્ત થયું છે' - એમ (ભેદથી) નથી કહ્યું. પરંતુ (અભેદથી) સુખરૂપે જેમનું સ્વરૂપ પરિણમ્યું છે' – એમ કહ્યું છે. સમજાણું કાંઈ? અહા! અહીંયા સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકરદેવ શ્રી પદ્મપ્રભુને યાદ કરે છે ને? તેથી કહે છે કે ભગવાનની પર્યાયમાં અતીન્દ્રિય આનંદરૂપ પરિણમન થઈ ગયું છે. તેઓ આનંદને પ્રાપ્ત
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કરશે કે આનંદને મેળવશે એવી (ભવિષ્યની કે ભેદની) વાત, કહે છે કે, અહીંયા નથી. પરંતુ તેમને આનંદમય પરિણતિ પરિણમી ગઈ છે. જેવો આત્માનો અતીંદ્રિય આનંદ સ્વભાવ છે એવી જ પરિણતિ તેમને પરિણમી ગઈ છે. અહા! ભગવાનનું સ્વરૂપ સુખરૂપે પરિણમ્યું છે, જ્યારે (અજ્ઞાનીનું) પરિણમન સંસારના દુઃખરૂપે પરિણમ્યું છે. આમ કહીને એ સુખરૂપ પરિણમન શરીર, મન કે વાણીને લઈને થયું નથી એમ કહે છે.
અહા! જેવી રીતે સંસારમાં પુણ્ય અને પાપના વિકારરૂપે-દુઃખરૂપે પરિણમન છે તે જીવની દશા-અવસ્થા છે, (તે કાંઈ બીજાને લઈને નથી) તેવી રીતે આ સુખરૂપ પરિણમન પણ જીવની અવસ્થા છે, તે પરિણમન કાંઈ બધાને—લોકાલોકને જાણે છે માટે જીવને સુખરૂપ છે એમ નથી. જો થોડા જ્ઞેયને જાણવાથી (થોડું) સુખ હોય તો ત્રણ કાળ અને ત્રણ લોકને જે જાણે તેને કેટલું સુખ હોય?
શ્રોતા :- ઢગલાબંધ સુખ હોય.
પૂજ્ય ગુરુદેવશ્રી :- ખોટી વાત છે. કેમ કે પરને જાણવું એ સુખ જ નથી. અંદર સુખરૂપ-આનંદરૂપ પરિણતિ પ્રગટ થાય તે સુખ છે. સમજાણું કાંઈ? અહા! સમ્યગ્દર્શનમાં—ધર્મની પહેલી દશામાં - પણ અંશે સુખરૂપ-આનંદરૂપ પરિણતિ પ્રગટ થાય છે, જ્યારે આ અરિહંતને પૂર્ણ આનંદની પરિણતિ પ્રગટ થઈ છે એમ કહે છે. આમ કહીને પોતાની પણ વાત કરે છે કે મુનિઓને તેમની ભૂમિકાને યોગ્ય અતદ્રિય આનંદની પરિણતિરૂપે સ્વરૂપ પરિણમ્યું છે, અતીંદ્રિય આનંદ-સુખરૂપ પરિણતિ છે. અહીં કહ્યું કે અરિહંતને પૂર્ણ સુખ છે. અહીં આમ કહીને આગળ એમ કહેશે કે એ (અરિહંત ભગવાન) જયવંત છે.
“પાપછીનાશવ: પાપને (મારી નાખવા) માટે જેઓ યમરૂપ છે.' છીનાશ= યમ. ભગવાન તો પાપના ીનાશ છે. અર્થાત્ પાપનો નાશ કરવા માટે યમરૂપ છે. એવી રીતે ભગવાન આત્મા પણ પાપ શબ્દે પુણ્ય ને પાપના વિકલ્પોનો નાશ કરવા માટે યમ સમાન છે. અહા! અતીદ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય લીધો ત્યાં, કહે છે કે, એ ભગવાન આત્મા તો વિકારનો નાશ કરવા માટે યમ સમાન છે. જ્ઞાનીને (સ્વભાવના આશ્રયે) વિકારમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ છે અને તેથી વિકારનો નાશ કરવા માટે આત્માનો સ્વભાવ યમરૂપ છે એમ કહેવામાં આવે છે.
‘તમવરિતા: ભવના પરિતાપનો જેમણે નાશ કર્યો છે.’ જુઓ,‘ભવના પરિતાપ' કહીને ખૂબી કરી છે કે ચારેય ગતિનો પરિતાપ છે એટલે કે ચારેય ગતિમાં આકુળતા છે એમ કહે છે. અરે! સ્વર્ગમાં પણ પરિતાપ જ છે, ત્યાં સુખ છે નહીં.
Page #251
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૧]
[૨૩૯
પ્રશ્ન :- આ બધા પૈસાવાળા સુખી કહેવાય કે નહીં? “શેઠ સાહેબ, શેઠ સાહેબ'એમ માણસો કરે તો એમાં જીવને કાંઈક સુખ તો થતું હશે કે નહીં?
સમાધાન :- ભાઈ. તેમાં તો આકુળતા થાય એમ અહીં કહે છે. અહા! ચારેય ગતિમાં આકુળતા છે એમ અહીંયા તો કહે છે.
શ્રોતા :- નોકર ‘શેઠ સાહેબ ન કહે તો આકુળતા થાય. નહીંતર આકુળતા શા માટે થાય? મજા પડે.
પૂજ્ય ગુરુદેવશ્રી :- ભાઈ! તેં માન્યું છે કે તેમાં મજા છે.) ત્યાં તને સુખની કલ્પના થઈ છે, (પણ સુખ છે નહીં). જુઓ ને! શું કહ્યું આ? કે ભવમાં આકુળતા છે. બીજું જોયું? કે ભવનો માત્ર તાપ’ એમ નથી કહ્યું, પરંતુ પરિતાપ' કહ્યો છે. અહા! ચારેય ગતિના ભવોમાં કષાયરૂપી અગ્નિ સળગે છે એમ કહે છે. આ શેઠ, રાજા ને દેવાદિ બધા કષાયરૂપી અગ્નિથી સળગે છે. જે આ રૂપિયાવાળા ( રૂપિયાની મમતાવાળા) દેખાય છે, સ્ત્રી-પુત્ર-કુટુંબીવાળા (તેની મમતાવાળા) દેખાય છે તે બધા ભવના પરિતાપવાળા છે હોં, (પણ સુખી નથી.) અને આવો જે ભવનો પરિતાપ છે તેને ભગવાને દત-હણી નાખ્યો છે. અહા! ભાષા તો એમ જ આવે ને? કે “હણી નાખ્યો'. એ સિવાય ઉપદેશમાં શું આવે? ‘પરમાત્મપ્રકાશ” માં પણ નથી કહ્યું કે અરે! અનાદિના (કર્મરૂપી) બંધુને તે મારી નાખ્યો હો. તું બંધુનો મારનાર છો. લ્યો, આત્માને (-જ્ઞાનીને) માટે એમ કહ્યું છે. તારા (કર્મરૂપી) બંધવને—કે જે તારી સાથે રહેનારો હતો તેને – તે મારી નાખ્યો. તે બિચારો તારી સાથે રહેતો હતો – જ્યાં તું જાય ત્યાં તે સાથે ને સાથે રહેતો હતો. અરે! રસ્તામાંય (-વિગ્રહગતિમાં પણ) સાથે હતો. આ રીતે એક સમય પણ દૂર ન રહે એવો તે મિત્ર હતો. છતાં તેને મારી નાખ્યો. અર્થાત્ ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં આરૂઢ થયો ત્યાં કર્મનો નાશ થઈ ગયો. લ્યો, સ્વરૂપમાં આરૂઢ થવું એ એક જ કર્મના નાશનો ઉપાય છે, કર્મના નાશની ક્રિયા છે.
અહીં કહે છે કે ભવના પરિતાપનો–આકુળતા...આકુળતા..આકુળતાનોભગવાને નાશ કર્યો છે. અહા! ભગવાનને વીતરાગ પર્યાયરૂપ પરિણમન કોઈ રાગ, નિમિત્ત કે અનુકૂળ શરીર હતું માટે થયું એમ છે નહીં. પરંતુ અનાદિનો આત્મામાં વીતરાગ સ્વભાવ છે તે વીતરાગ પર્યાયના પરિણમનમાં અનુકૂળ છે અને તેથી વીતરાગ પર્યાય પરિણમી છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
‘શ્રીપવાનમ્રમૂવ: ભૂપતિઓ જેમના શ્રીપદમાં (-મહિમાયુક્ત પુનિત ચરણોમાં) નમે છે.’ જોયું? ‘શ્રીવવ’ની વ્યાખ્યા કરી કે ‘મહિમાયુક્ત પુનિત ચરણો.’ અહીંયા ‘ચરણ’ નથી કહ્યા, પણ ‘મહિમાયુક્ત પુનિત ચરણો' - એમ કહ્યું છે. તો કહ્યું કે, ભૂપતિઓ આવીને ભગવાનના શ્રીપદમાં નમે છે.
૨૪૦૩
‘નિતોપ: ક્રોધને જેમણે જીત્યો છે.' ભગવાને કોપને જીત્યો છે અર્થાત્ તેમને દ્વેષનો અંશ પણ નથી. અલ્પ પ્રતિકૂળતા હોય તો અજ્ઞાનીને અણગમો થાય છે, પણ એ વાત હવે ભગવાનને રહી નથી.
‘પ્રહ્મવિદ્વતાપ: વિદ્વાનોનો સમુદાય જેમની આગળ ઢળી પડે છે.' અહા! મોટા વિદ્વાન ને પંડિતોના ટોળાં અરિહંતપદ-સર્વજ્ઞપદ આગળ ઢળી પડે છે. એવી રીતે વિદ્વાનો એટલે કે (મતિજ્ઞાનાદિ) બધી જ્ઞાનની દશા, ગમે તેટલી (શુદ્ધપણે) પ્રગટી હોય તો પણ, સ્વભાવમાં ઢળી પડે છે. - આ રીતે જેવું એ અરિહંતપદ છે તેવું આ આત્મપદ છે એમ કહે છે.
‘સ નયતિ તે (શ્રી પદ્મપ્રભનાથ) જયવંત છે.’ લ્યો, ભગવાન જયવંત છે એમ કહે છે અર્થાત્ આવા ભગવાન જાણે કે સમવસરણમાં સાક્ષાત્ બિરાજતા ન હોય? એમ કહે છે. કારણ કે ‘જેમના શ્રીપદમાં ભૂપતિઓ નમે છે' એમ કહ્યું તેનો અર્થ શું થયો? હવે સિદ્ધદશામાં ભગવાનને પગ ક્યાં છે? સિદ્ધદશામાં પગ (-શરીર) નથી. પરંતુ જ્યારે ભગવાન અહીંયા હતા ત્યારની દશા જાણે કે પ્રત્યક્ષ નજરે તરવરે છે એમ કહે છે. એવી રીતે ભગવાન આત્મા—કે જે વર્તમાનમાં પૂર્ણ આનંદમય વિદ્યમાન તત્ત્વ છે તે પણ દૃષ્ટિમાં તરવરે છે તેથી જયવંત વર્તે છે. બહારમાં ભગવાન જયવંત વર્તે છે અને (અંદરમાં) વસ્તુ ભગવાન આત્મા જયવંત વર્તે છે. દિષ્ટ અને જ્ઞાને જે પૂર્ણ વસ્તુને પકડી છે એ વસ્તુ જયવંત વર્તે છે.
-
શ્લોક ૯૯ ઉપરનું પ્રવચન
પહેલામાં (શ્લોક ૯૬માં) નયતિ વિવિતાત્રઃ સ્મરનીરેનનેત્રઃ એમ બધામાં ત્રઃ હતાં. પછી બીજામાં (શ્લોક ૯૭માં) સ્મરÇિારાનઃ પુછ્યનાહિરાનઃ એમ બધામાં નઃ હતાં.
―
=
―
Page #253
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૧]
[૨૪૧
પછી ત્રીજામાં (શ્લોક ૯૮માં) નિતરતિપતિવઃ સર્વવિદ્યાપ્રવી:– એમ બધામાં T: હતાં.
અને હવે ચોથામાં (શ્લોક ૯૯માં) નયતિ વિદ્વિતમોક્ષ: પાપત્રીયતાક્ષ:– એમ બધામાં ક્ષઃ છે.
પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે.' સિદ્ધ પ્રસિદ્ધ છે એમ નથી આવતું? ‘પ્રસિદ્ધ વિશુદ્ધ સુસિદ્ધ સમૂહ' – એમ (પૂજાની જયમાલામાં) આવે છે ને? અર્થાત્ સિદ્ધોનો સમૂહ તો પ્રસિદ્ધ છે, અનંત સિદ્ધો પ્રસિદ્ધ છે. એવી રીતે અરિહંતોનો મોક્ષ પણ પ્રસિદ્ધ છે અને એવી રીતે આત્માનો મોક્ષ પણ પ્રસિદ્ધ છે. આત્માને સંસાર રહે નહિ અને તેનો મોક્ષ થાય એ તો, કહે છે કે, પ્રસિદ્ધ છે. અને તેને જ આત્મા કહીએ એમ કહે છે. અહા! સંસારવાળો આત્મા માનવો એ તો મિથ્યાત્વ છે. કેમ કે સંસાર એટલે વિકલ્પ ને આસવ. તેથી સંસારવાળો આત્મા માનતા આસ્રવ સહિત આત્મા માન્યો અને એ તો તત્ત્વની દષ્ટિથી વિપરીત છે.
અહીં કહે છે કે પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે.” અર્થાત્ આત્મામાં પ્રસિદ્ધપણે મોક્ષ -મુક્તસ્વરૂપ પડ્યું જ છે અને તેથી પર્યાયમાં પ્રસિદ્ધ મોક્ષ થાય એ કોઈ વિશેષતા કે નવીનતા નથી. કેમ કે વસ્તુનું સ્વરૂપ જ એવું છે. લ્યો, કારણ કે કાર્ય-બન્ને એકરૂપ જ છે, શુદ્ધ જ છે. આ જ નિયમસારમાં શ્રી પદ્મપ્રભમલધારિદેવે કહ્યું છે ને? કે કારણ ને કાર્ય - બન્ને શુદ્ધ જ છે. (શ્લોક – ૭૨). “શુદ્ધ છે' નો અર્થ શું છે? કે ત્રિકાળી સ્વરૂપ (કારણ) તો શુદ્ધ છે જ, પરંતુ તે ત્રિકાળી સ્વરૂપ છે તેનો આશ્રય જેણે લીધો તેને પૂર્ણ શુદ્ધતા (કાર્ય) પ્રગટશે જ, અશુદ્ધતા રહેશે નહીં. માટે કાર્ય પણ શુદ્ધ જ છે. આવું ઝીણું છે! અહા! આ બહારમાં યાત્રા આદિ કરી આવ્યા એટલે થઈ ગયું (-ધર્મ થઈ ગયો) એમ નથી. અહીંયા કહે છે કે આત્મા સમયે સમયે યાત્રા કરનારો (-શુદ્ધરૂપે પરિણમનારો) છે.
અહા! પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે મતલબ કે શુદ્ધસ્વરૂપ, પરમાનંદમય આત્માની વિદ્યમાનતા જ્યાં દષ્ટિમાં આવી ત્યાં - પોતે પ્રસિદ્ધ મોક્ષસ્વરૂપ છે એમ પ્રતીતિમાં આવ્યું ત્યાં – પર્યાયમાં પ્રસિદ્ધ મોક્ષ થશે...થશે...ને થશે. એવા આત્માને સંસારની ગંધ પણ નહિ રહે એમ કહે છે. અહા! જેણે આત્મા પકડ્યો -જાણ્યો અથવા “આત્મા છે' એમ માન્યું તેને પ્રસિદ્ધ મોક્ષ થયા વિના રહેશે નહીં. પણ આત્મા છે' એમ માન્યું
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૪૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કયારે કહેવાય? કે આત્મા પરિપૂર્ણ ભગવાન છે એમ જ્યારે સમ્યગ્દર્શન દ્વારા માન્યું ત્યારે “આત્મા છે' એમ માન્યું કહેવાય અને તેનો પ્રસિદ્ધ મોક્ષ થવાનો જ છે. તેને કાંઈ ભગવાનને પૂછવા જવું નહીં પડે કે મારો મોક્ષ કે દિ' થશે? તેનો મોક્ષ તો નક્કી જ છે. અહીં કહ્યું કે અરિહંતોને ભાવમોક્ષ પ્રસિદ્ધ (-પ્રગટ) થઈ ગયો છે.
‘પદ્મપત્ર (-કમળનાં પાન) જેવાં દીર્ઘ જેમનાં નેત્ર છે.” જાણે કમળનાં પાન ખીલ્યા હોય એમ પુણ્યવંત પ્રાણીના આંખની શેડ લાંબી ને પાતળી હોય છે. તેથી જાણે ખીલેલું કમળ હોય એવી ભગવાનની આંખ હોય છે. તીર્થંકર પૂર્ણ પુણ્યના ધણી છે ને? તો કહ્યું કે, કમળનાં પાન જેવાં દીર્ઘ જેમનાં નેત્ર છે. અહા! જ્યાં અંદરમાં કેવળજ્ઞાનરૂપી દીર્ઘ નેત્ર ખીલી ગયા છે ત્યાં બહારમાં પણ આંખો કમળનાં પાન જેવી હોય છે. અરે! ચક્રવર્તી, બળદેવ આદિ મોટા પુણ્યવંતની પણ આંખો એવી (મોટી) હોય ત્યાં તીર્થકરનું તો શું કહેવું ? – આમ, પહેલાં બોલમાં અંદરના ગુણની વાત કરી અને હવે બીજા બોલમાં શરીરની વાત કરી.
“પ્રનતરિતક્ષ: પાપકક્ષાને જેમણે જીતી લીધી છે.” “પાપ” શબ્દ પુણ્ય ને પાપ – બન્ને હોં અને તેને ભગવાને જીતી લીધા છે એમ કહે છે. પુણ્ય-પાપ એ સંસારનું પડખું છે. એ પડખે અનાદિથી ચડી ગયા હતા, પણ હવે તેનાથી ખસી ગયા છે. અનાદિથી શુભ અને અશુભભાવને પડખે ચડ્યા હતા એ મિથ્યાત્વ ને સંસાર હતો. પરંતુ હવે એ પાપકક્ષાને ભગવાને જીતી લીધી છે એમ કહે છે. કક્ષા = ભૂમિકા; શ્રેણી; સ્થિતિ; એક બાજુનું પડખું. અહા ! સંસારનું પડખું જેમણે જીતી લીધું છે અને જેઓ સ્વભાવને પડખે ચડી ગયા છે તે અરિહંત છે. અને જેવા અરિહંત છે એવો જ તું છો એમ પણ કહેવું છે હોં.
‘તત્ત્વાનુશાસન'માં પણ આવે છે ને? અરિહંતના ધ્યાનની વાત એક શ્લોકમાં (શ્લોક ૧૮૮માં) નથી આવતી ? કે શિષ્ય કહે છે કે “તમો અરિહંતનું ધ્યાન કરો છો તે ફોગટ છે. કેમ કે તમો અરિહંત કયાં છો? તમો અરિહંત તો અત્યારે નથી અને છતાં તમે અરિહંતનું ધ્યાન કરો છો? તમારું ધ્યાન ખોટું છે.” શ્રીગુરુ કહે છે કે “સાંભળને હવે! તને ખબર નથી. અમે અત્યારે અરિહંત (-અરિહંતસ્વરૂપ જ) છીએ. કારણ કે ‘આત્મા અરિહંતસ્વરૂપ છે એમ તેનું ધ્યાન કરતાં શાંતિ વળે છે તો એનો અર્થ જ એ છે કે અમે અંદરમાં અરિહંત છીએ. અંદરમાં સાક્ષાત્ અરિહંતપદ વિના એ શાંતિ
Page #255
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૧]
[૨૪૩
ક્યાંથી આવી? શું અંદરમાં ન હોય અને અરિહંતનું ધ્યાન કરીએ તો શાંતિ આવે? (ન આવે.) માટે અરિહંત—અરે! પાંચેય પદ અમે છીએ.’ લ્યો, આવી ભારે વાત છે!
પ્રશ્ન:- શું આ નાને મોઢે મોટી વાતો છે?
સમાધાન:- ભાઈ ! તને ખબર નથી. અહીં નાનું મોઢું છે જ નહીં. (-આત્મા તુચ્છ છે જ નહીં, એ તો મહાન છે.) જુઓ ને! અહીં શું કહે છે? કે જે સંસારના પડખેથી ખસી ગયો હોય એને જ આત્મા કહીએ. જેમ ભગવાન સંસારના પડખેથી ખસી ગયા છે તેમ આ આત્મા પણ સંસારના પડખેથી ખસી ગયો છે. અને એને જ આત્મા કહીએ. તે સિવાય જે સંસારના પડખે ઉભા છે એ તો અનાત્મા છે. સમજાણું કાંઈ?
અહા! ધર્મીને સમ્યગ્દર્શન થતાં સંસારનું પડખું છૂટી ગયું છે અને તેથી તે સંસારથી મુક્ત છે. ધર્મની પહેલી સીઢીવાળો સમ્યગ્દષ્ટિ વ્યવહારથી મુક્ત છે એમ શાસ્ત્રમાં આવે છે ને? તો, વ્યવહારથી મુક્ત કહો કે સંસારથી મુક્ત કહો - એ બધી એક જ વાત છે. સમ્યગ્દષ્ટિ વ્યવહારથી એટલે કે વિકલ્પથી (-સંસારથી) મુક્ત જ છે, કેમ કે તેને સંસારનું પડખું છૂટી ગયું છે. અહા ! જ્યાં પૂર્ણ અતીંદ્રિય આનંદસ્વરૂપ મુક્તસ્વભાવના પડખે ગયો ત્યાં સંસારનું પડખું છૂટી ગયું અને ત્યારે તેણે આત્માનો અનુભવ કર્યો, આત્માને માન્યો એમ કહેવામાં આવે છે. લ્યો, આવો અર્થ છે. અંદર ‘નિતવુંરિતા:’ એમ છે ને? તો, ‘ટુરિત’નો અર્થ પાપ છે.
‘પ્રાસ્તવર્પપક્ષ: કામદેવના પક્ષનો જેમણે નાશ કર્યો છે.' પહેલાં પાપકક્ષાની વાત હતી અને હવે કામદેવના પક્ષની વાત છે. - બન્ને એક જ વાત છે.
‘વઘુનતયક્ષ:’. આમાં, પવ-યુ-નત-યક્ષઃ એ ચાર શબ્દ છે. ‘યક્ષ જેમના ચરણયુગલમાં નમે છે.' સમવસરણમાં યક્ષો ચોસઠ ચામર ઢાળે છે.
પ્રશ્ન :- લોકો વીંઝણા નાખે છે એમ ભગવાનને ગરમી ન થાય ને હવા સારી આવે તે માટે ચામર ઢાળતા હશે?
સમાધાન :- ભગવાનને ગરમી જ ક્યાં થાય છે? ભગવાન તો અનંત આનંદમાં બીરાજે છે. દેવો ચામર ઢાળે છે એ ભક્તિનો ભાવ દેખાડે છે. જુઓ ને! અહીંયા ગરમી હોય તો પંખો ઢાળે છે ને? કેટલાક તો વળી બહુ ગરમી લાગે ત્યારે હાથમાં પુસ્તક હોય તેનાથી હવા ખાય છે. શું એ ઠીક કહેવાય? (ના.)
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૪૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
શ્રોતા :- પણ બહુ ગરમી લાગતી હોય તો શું કરવું?
પૂજ્ય ગુરુદેવશ્રી :- સહન કરવી. વાત તો એવી છે ભાઈ! કેટલાક છોકરાઓ પણ હાથમાં નાનું શાસ્ત્ર હોય તેનો કાગળનો પંખો બનાવે અને પવન ખાય છે. ભાઈ! એવું કાર્ય ન કરાય. એ તો શાસ્ત્રની અશાતના કહેવાય. અહીં કહે છે કે યક્ષ ભગવાનના ચરણયુગલમાં નમે છે એટલે કે ચામર ઢાળે છે. એ તો ભગવાનના પુણ્યને કારણે દેવોઈદ્રો આવીને ચામર ઢાળે છે. નહીંતર તેઓ ચામર ઢાળે તેથી ભગવાનને શું લાભ? તેઓ ચામર ઢાળે તેથી ભગવાનને હવા લાગે અને ગરમી ઉડી જાય એવું કાંઈ છે નહીં. કેમ કે ભગવાન તો પૂર્ણ અતીન્દ્રિય આનંદમાં બીરાજમાન છે. છતાં ભક્તો ભક્તિના ભાવથી ચામર ઢાળે છે.
‘તત્ત્વવિજ્ઞાનક્ષ: તત્ત્વવિજ્ઞાનમાં જેઓ દક્ષ (-ચતુર) છે.” અરિહંત સર્વજ્ઞ પરમાત્મા જગતમાં જેટલી વિદ્યાઓ અને જ્ઞાન છે તે બધામાં પ્રવીણ છે. જગતમાં કોઈ વળી મંત્રને જાણે છે, કોઈ વળી તંત્રને જાણે છે અને કોઈ વળી વિદ્યા જાણે છે.એમ હોય છે ને? જ્યારે ભગવાન તો બધાયમાં પ્રવીણ છે. છતાં કાંઈ કરે નહીં હોં. જુઓ ને! તેથી તો ભગવાન તત્ત્વવિજ્ઞાનમાં ચતુર છે એટલી જ વાત લીધી છે, પણ કોઈનું કાંઈ કરે એમ વાત લીધી નથી.)
‘કૃતવૃધનનશિક્ષ: બુધજનોને જેમણે શિક્ષા (-શિખામણી આપી છે.” લ્યો, અજ્ઞાનીને - અબુધને તેમણે શિક્ષા નથી આપી, પણ પાત્ર-રૂડા જીવો છે તેને ભગવાને શિક્ષા આપી છે એમ કહે છે. એટલે કે જેને શિક્ષા લાગુ પડે છે (જે ભગવાનની શિક્ષા પ્રમાણે પરિણમે છે) એ જ્ઞાનીને શિક્ષા આપી છે એમ કહે છે. તો, કહ્યું કે બુધજનોને ભગવાને શિખામણ આપી છે.
પ્રશ્ન :- પણ એ બુધજનો (-જ્ઞાનીઓ) તો સમજેલા છે?
સમાધાન :- ભાઈ ! સમજેલાને (-જે સમજ્યા છે તેને સમજાવ્યા છે એમ કહેવાય છે. પણ અણસમજેલાને (-જે સમજ્યા નથી તેને) સમજાવતા નથી, કેમ કે એ સમજણ કરતો નથી.
હવે છેલ્લું પદ છે : ‘પ્રનિર્વાણવીક્ષ: નિર્વાણદીક્ષા જેઓ ઉચ્ચર્યા છે.” ભગવાને નિર્વાણની પ્રાપ્તિ થાય એવી દીક્ષા કહી છે. અર્થાત્ જે દીક્ષાથી મોક્ષ થાય એવી દીક્ષા
Page #257
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૧]
[૨૪૫
ભગવાન ઉચ્ચર્યા છે, પણ સ્વર્ગ મળે કે અનુકૂળતા મળે એવી દીક્ષા કહી નથી એમ કહે છે.
અજ્ઞાની કહે છે કે બે ઘડી જો સાધુપણું આવે–દીક્ષા લે–તો તેના કપાળમાં સ્વર્ગ તો ખરું જ (સ્વર્ગ તો મળશે જ). – આવું ર000 ની સાલમાં રાજકોટમાં સાંભળ્યું હતું. પરંતુ ધૂળમાંય એમ નથી સાંભળને હવે અહીંયા તો ભગવાન નિર્વાણદીક્ષા ઉચ્ચર્યા છે એમ કહે છે. કારણ કે સ્વર્ગ મળે એ દીક્ષાનું સ્વરૂપ છે જ નહીં. અરેરે! આવી (-સ્વર્ગાદિ મળશે એવી) લાલચ આપીને કુગુરુ બીજાને મુંડે છે. દીક્ષા લેવાથી સ્વર્ગ મળશે અને ત્યાં પછી મજા પડશે, ત્યાં ખાવા-પીવાની (માથાકૂટ) હોય નહીં ને હજારો વર્ષે ખાવા-પીવાની ઈચ્છા થાય – એમ કહીને કુગુરુ લાલચ આપે છે. પણ ભાઈ! (શુભભાવથી) કદાચ સ્વર્ગ મળે તોય એમાં શું થયું ? અહીં તો પહેલાં કહ્યું કે બધાય ભવ પરિતાપવાળા છે અર્થાત્ કલેશ અને આકુળતાવાળા છે. (શ્લોક ૯૮). તો શું દીક્ષા લઈને તારે ભવમાં (-આકુળતામાં) જવું છે? શું ભવ મળવો એ દીક્ષાનું ફળ હોય? (ના.) અહા! દીક્ષા તો એને કહીએ કે જેનાથી નિર્વાણ પ્રાપ્ત થાય. તેથી અહીં કહ્યું છે કે ભગવાન નિર્વાણદીક્ષા ઉચ્ચર્યા છે.
વળી અજ્ઞાની કહે છે કે કોઈ પાપમાં જાય એ કરતાં દીક્ષા લે તો થોડાંક પુણ્ય તો કરશે? અને તેથી ગતિ તો સુધરશે? અહીં કહે છે કે જો તું આવું માને અને જાણે છે તો) તારા શ્રદ્ધા, જ્ઞાનાદિ બધાં જ ખોટા છે. કેમ કે જે દીક્ષાના ફળમાં તું સ્વર્ગ માગે છે તે સ્વર્ગના કારણમાં તો પુણ્ય છે. (તેમ જ તને સ્વર્ગની ઈચ્છા છે તો તેનો અર્થ એ થયો કે તને પુણ્યની ઈચ્છા છે) અને પુણ્યની ઈચ્છાવાળો તો મિથ્યાદષ્ટિ છે. જ્યારે ધર્મને તો આત્માના પૂર્ણ સ્વભાવની ભાવના હોય છે અને તેને સાચી દીક્ષા હોય છે. અહા! સમ્યગ્દર્શન-શાન સહિત સ્વરૂપની રમણતારૂપ દીક્ષા જેણે ગ્રહણ કરી તેને એ દીક્ષા નિર્વાણનું કારણ છે તથા એ દીક્ષાને સાચી દીક્ષા કહીએ એમ અહીં કહે
અજ્ઞાની કહે છે કે અરે! કોઈ દીક્ષા લેશે એટલે હવે તે પાપથી—ચૂલાની અગ્નિ સળગાવવારૂપ છકાયની હિંસાના આરંભથી–તો છૂટશે? કાંઈક તો બિચારાનું સારું થશે?એવી વાતો અજ્ઞાની કરે છે. પણ ભાઈ! તેનાથી શું સારું થશે? શુભભાવથી તો અનાદિનો જે સંસાર છે તે જ રહેશે. અહીં કહે છે કે જેનાથી નિર્વાણ—કેવલજ્ઞાન– મુક્તિ—થાય એવી જે દીક્ષા છે એટલે કે આત્માના શુદ્ધસ્વભાવમાં આચરણરૂપ જે
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૪૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
સાચી દીક્ષા છે તેનાથી સારું (-હિત) થાય છે. આ શુદ્ધસ્વભાવમાં આચરણ જ સાચી દીક્ષા છે હોં, પણ પંચ મહાવ્રતના વિકલ્પ છે તે કાંઈ સાચી દીક્ષા નથી. ભારે વાત! અહા! દિગંબર સંતોની કથની પણ કડક છે.
અહા! કહે છે કે ભગવાન નિર્વાણદીક્ષા ઉચ્ચર્યા છે. લ્યો, આ પાંચમા આરાના મુનિ આમ કહે છે.
પ્રશ્ન:- આ બધી વાતો તો ચોથા આરાની છે? સમાધાન:- ભાઈ! આરો ચોથો હોય કે પાંચમો, શું વસ્તુસ્વરૂપ ફરતું હશે?
જુઓ ને મુનિ પોતે શું કહે છે? કે અમારી દીક્ષા તો નિર્વાણનું કારણ છે. આવી દીક્ષા અમને પ્રાપ્ત થઈ છે તથા ભગવાને પણ આવી જ દીક્ષા ઉચ્ચારી છે, સમજવી છે. મતલબ કે જે દીક્ષા કારણ થઈને મોક્ષ થાય એવી દીક્ષા જ ભગવાને સમજાવી છે. પણ કાંઈ અહીંયા અમારી પાસે આવી અને મુંડાવો – સાધુ થાઓ તો સ્વર્ગાદિ મળશે એમ કહીને ભગવાને લલચાવ્યા નથી એમ કહે છે.
જુઓ! ભગવાને દીક્ષાની શિખામણ આપી છે એમ અહીં કહ્યું છે હોં. તો, તે દીક્ષાની શિખામણ એવી છે કે જેનાથી મુક્તિ થાય. લ્યો, દીક્ષાની શિખામણ આવી સમજાવી છે એમ કહે છે. બીજી રીતે કહીએ તો, આનંદસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્રમય દીક્ષાની નિર્વિકારી નિર્વિકલ્પ પરિણતિ પ્રગટે એ મોક્ષનું કારણ છે એમ ભગવાને સમજાવ્યું છે, પણ તારી દીક્ષાથી તને સ્વર્ગ મળશે અને પછી શેઠાઈ મળશે એમ સમજાવ્યું નથી. કારણ કે એ સ્વર્ગાદિ દીક્ષાનું ફળ જ નથી. અહા! ‘નિર્વાણદીક્ષા જેઓ ઉચ્ચર્યા છે' એમ કહીને ભગવાને નિર્વાણનું કારણ એવી દીક્ષાને સમજાવી છે એમ કહે છે.
તે (શ્રી પદ્મપ્રભ જિનેન્દ્ર) જયવંત છે.” લ્યો, અમારા માટે તો, કહે છે કે, એ પદ્મપ્રભુ જયવંત છે – જયવંત વર્તે છે. એટલે શું? કે અમારા પરિણામ-અમારો વીતરાગભાવ – કે જે મોક્ષનું કારણ છે તે – જયવંત છે. મોક્ષનું કારણ એવી દીક્ષા અમને જયવંત વર્તે છે અને એના ફળમાં અમને મુક્તિ જ આવશે એમ પોતે શ્રી પદ્મપ્રભમલધારીદેવ મુનિ કહે છે. ભાઈ! બ્ર. શીતલપ્રસાદે આ નિયમસારનો અર્થ કર્યો છે ને? તો, તેમણે આ શ્લોકના અર્થમાં એમ લખ્યું છે કે 'જિન્હોને નિર્વાણકા કારણ મુનિદીક્ષાકા સ્વરૂપ કહા હૈ. અહા! નિર્વાણનું-મોક્ષનું કારણ મુનિદીક્ષા છે અર્થાત્
Page #259
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૧]
[૨૪૭
વીતરાગી પરિણતિ છે અને આવી દીક્ષા ભગવાને જીવોને પ્રદાન કરી છે. લ્યો, આવી દીક્ષાનું નામ દીક્ષા છે અને આ દીક્ષાનું ફળ મોક્ષ છે. અરે! અજ્ઞાની બધા ગપગપ મારે છે. તેને તો બાહ્ય ક્રિયાના ઠેકાણા ન હોય અને અમે પંચ મહાવ્રત પાળીએ છીએ તેથી એનાથી અમારી મુક્તિ થશે એમ તે માને છે. ભાઈ એ રીતે ધૂળેય તારી મુક્તિ નહીં થાય.
છે
શ્લોક - ૧૦૦ ઉપરનું પ્રવચન છે
આ, નિયમસારનો વ્યવહારચારિત્ર અધિકાર છે. તેમાં ૭૧ મી ગાથાનો 100 મો શ્લોક છે. અરિહંત પરમાત્મા કેવા છે તેનું સ્વરૂપ અહીં કહે છે. પોતાનું (-ટીકાકાર મુનિરાજનું) નામ ‘પદ્મપ્રભ' છે ને? તેથી એ નામના શ્રી પદ્મપ્રભુ ભગવાનની સ્તુતિ કરે છે, તેમને યાદ કરે છે અને એ રીતે અરિહંતનું સ્તવન ને સ્તુતિ કરે છે.
“કામદેવરૂપી પર્વતને માટે (અર્થાત તેને તોડી નાખવામાં) જેઓ (વજધર) ઈદ્ર સમાન છે.” ઈંદ્રને હાથમાં વન્ન હોય છે એટલે તેને વજધર કહેવામાં આવે છે. શ્રી પદ્મપ્રભુ ભગવાન કામદેવરૂપી પર્વતને તોડી નાખવા માટે વજધર ઈંદ્ર સમાન છે. મન + ન = મદનરૂપી પર્વત અને સુરેશ = ઈંદ્ર. જેમ વજથી પર્વતના ચૂરેચૂરા થાય તેમ ભગવાનનો આત્મા કામદેવની વાસનાનું તો ચૂર્ણ કરી નાખે છે.
કાન્ત (મનોહર) જેમનો કાયપ્રદેશ છે.” - એ બાહ્યની વાત લીધી. ભગવાનનું શરીર મનોહર અર્થાત્ પરમ ઔદારિક હોય છે. અરિહંતના શરીરમાં વ્યાધિ-રોગ કે સુધાતૃષા આદિ હોય નહીં. માટે તેમનું શરીર કાન્ત એટલે કે મનોહર છે એમ કહે છે. અહા! ભગવાનના આત્મપ્રદેશો તો નિર્મળ છે, પણ એમનો કાયપ્રદેશ અર્થાત્ શરીરના પ્રદેશો પણ નિર્મળ છે. કારણ કે પરમ ઔદારિક શરીર છે ને? જો કે દરેક અરિહંતને પરમ ઔદારિક શરીર હોય છે. પરંતુ અહીંયા તો અત્યારે શ્રી પદ્મપ્રભુનું નામ લઈને તેમને યાદ કર્યા છે.
મુનિવરો જેમનાં ચરણોમાં નમે છે. જેમને વીતરાગતા પ્રગટી છે એવા મુનિવરો પણ સર્વજ્ઞ અરિહંત પરમાત્માનાં ચરણમાં નમે છે એટલે કે મુનિવરોને પણ તેમની ભક્તિ
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
હોય છે એમ કહે છે. અહા! મુનિવરો કહેતા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ જેમને પૂર્ણ વીતરાગતા પ્રગટી છે એવા અરિહંતનાં ચરણમાં નમે છે.
પ્રશ્ન :- એકકોર ભક્તિ હેય છે એમ આપ કહો છો અને અહીંયા....?
સમાધાન :- શું એવી ભક્તિ આવ્યા વિના ન રહે? તે ભક્તિ છે હેય, છતાં પણ આવે કે નહીં? ભક્તિનો વિકલ્પ એ શુભપયોગ છે અને હેય છે, તો પણ આવ્યા વિના રહેતો નથી.
પ્રશ્ન :- શુભભાવનો નિષેધ છે તો આવે છે શા માટે?
સમાધાન :- શુભભાવનો નિષેધ છે એટલે કે એ આદરણીય નથી, છતાં તે “છે' તો ખરો ને? અર્થાત્ જે “છે' તે આદરણીય નથી એમ કહેવું છે ને? માટે શુભભાવ આવે તો ખરી; પણ તે આદરણીય નથી, હેય છે એમ કહે છે.
પ્રશ્ન :- શુભભાવ હેય છે તો શા માટે કરવો?
સમાધાન :- પણ કરવો શું? (-તેને કરવો કે ન કરવો એ પ્રશ્ન જ નથી.) એ શુભભાવ આવ્યા વિના રહેતો જ નથી.
શ્રોતા :- તેને શાસ્ત્રમાં હેય કહે, અગ્નિ સમાન કહે અને છતાં આવે?
પૂજ્ય ગુરુદેવશ્રી:- (હા), તેને અનેક પ્રકારે કહે - અગ્નિ કહે અને ધગધગતા અંગારા પણ કહે. કેમ કે શુભભાવ તે કષાય છે, રાગ છે. છતાં મુનિવરોને પણ શુભભાવ આવે છે, હોય છે અને તેને મુનિ જાણે છે.
આવું જ સ્વરૂપ છે. અહીં કહે છે કે પરમેશ્વર ત્રિલોકનાથ વીતરાગતારૂપ શાંતરસે પૂર્ણ પરિણમી ગયા છે અને એમના ઉપર મુનિવરોને પણ ભક્તિ આવે છે એટલે કે તેમનાં ચરણમાં નમે છે.
‘પ્રાતીનાશપાશ: યમના પાશનો જેમણે નાશ કર્યો છે.” વીનાશ = યમ. યમના પાશનો – બંધનનો ભગવાને નાશ કર્યો છે. એટલે કે એમને હવે કાળનું બંધન રહ્યું નથી એમ કહે છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૧]
‘દુષ્ટ પાપરૂપી વનને (બાળવા) માટે જેઓ અગ્નિ છે.’
દુષ્ટ પાપ =બન્ને પુણ્ય ને પાપ. પુણ્ય-પાપરૂપી વન છે તેને બાળવા માટે ભગવાન અગ્નિ સમાન છે અર્થાત્ ભગવાનને પુણ્ય કે પાપ છે નહીં. અહા! વીતરાગતારૂપ શાંતરસે— અકષાયસ્વભાવે—જેમનું પરિણમન છે એ ભગવાને પુણ્ય-પાપના વનને બાળી નાખ્યું છે અને તેને ‘પુણ્ય-પાપને બાળવા માટે અગ્નિ છે' એમ કહેવામાં આવે છે.
૨૪૯
‘ઝીર્તિસંપૂરિતાશ: સર્વ દિશાઓમાં જેમની કીર્તિ વ્યાપી ગઈ છે.’
એ પુણ્યની
વાત લીધી. કહે છે કે ચારે દિશામાં ભગવાનની કીર્તિ પ્રસરી ગઈ છે, વ્યાપી ગઈ છે. તીર્થંકર અને અરિહંતની ગુણદશા તો પૂર્ણ થઈ છે, પરંતુ એમની પુણ્ય-પ્રકૃતિ પણ એવી છે કે ચારેય દિશામાં ઇંદ્રો આદિ આદર કરે છે. આ રીતે તેમની કીર્તિ સર્વત્ર વ્યાપી ગઈ છે. આ શ્લોકમાં મુનિરાજ ભગવાનની પવિત્રતા અને પુણ્ય—બન્નેની વાત કરે છે. કેમ કે ભગવાનનું સ્વરૂપ જણાવવું હોય ત્યારે બન્ને વાત જણાવે ને?
‘જગતના જેઓ અધીશ (નાથ) છે.' ભગવાનને વ્યવહારે જગતના નાથ કહેવામાં આવે છે. અથવા તેઓ જગતના જાણનાર છે એટલે જગતના નાથ છે એમ કહેવાય છે.
‘તે સુંદર પ્રશ્નપ્રભેશ જયવંત છે.’ આવા સુંદર શ્રી પદ્મપ્રભુ ભગવાન જયવંત છે. જુઓ, અહીંયા તો ‘કાંત જેમનો કાયપ્રદેશ છે’ એમ કહ્યું છે. એનો અર્થ એ થયો કે અહીંયા પદ્મપ્રભુને અરિહંત તરીકે યાદ કર્યા છે. નહીંતર તો અત્યારે તેઓ સિદ્ધ થઈ ગયા છે, સિદ્ધ છે. પણ આ સ્તુતિ જ્યારે તેઓ અરિહંતપણાની હયાતીમાં (-દશામાં) હતા તેને યાદ કરીને કરી છે.
‘લોગસ્સસૂત્ર’ માં પણ આવે છે ને? કે ‘તિત્ફયરા મે પસીઅંતુ' – તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાઓ. હવે ચોવીસ તીર્થંકર તો સિદ્ધ થઈ ગયા છે - મોક્ષ પધાર્યા છે. અત્યારે તેઓ કાંઈ તીર્થંકરપણે નથી. છતાંપણ ભૂતકાળમાં તેઓ તીર્થંકરપણે હતા ને? તો, તેઓની તીર્થંકરપણે હયાતી હતી તેને યાદ કરીને વંદન કર્યું છે. તેમ જ ‘તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાઓ’ એમ કહ્યું છે તો શું તેઓ પ્રસન્ન થતા હશે? ભાઈ! પોતાનો
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૫૦
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
આત્મા પોતાના ઉપર પ્રસન્ન થાય (એવી ભાવના છે તો) તેને ‘ભગવાન મારા ઉપર પ્રસન્ન થાઓ' એમ કહેવામાં આવે છે. આવી વાત છે ભાઈ!
અહા! સર્વજ્ઞ પરમેશ્વર—પરમાત્મા—ભગવાન
તો વીતરાગ છે. તેથી તેઓ કાંઈ કોઈ ઉપર પ્રસન્ન પણ થતા નથી અને અપ્રસન્ન પણ થતા નથી. પણ પોતાના આત્મામાં આનંદ-શાંતિરૂપ પ્રસન્નતા વર્તે છે તેથી જાણે કે ભગવાન પ્રસન્ન છે અર્થાત્ હું પોતે મારા ઉપર પ્રસન્ન છું તો ભગવાન મારા ઉપર પ્રસન્ન છે એમ કહેવામાં આવે છે.
- એ ૭૧ મી ગાથા થઈ. એ ગાથામાં અરિહંતની વાત હતી. હવે ૭૨ મી ગાથામાં સિદ્ધની વાત કરે છે. આ વ્યવહારચારિત્ર અધિકાર છે ને? એટલે એમાં પાંચે પરમેષ્ઠિની વાત કરી છે. તેમ જ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ તથા વ્યવહાર ને નિશ્ચય એમ બન્ને પ્રકારની ત્રણ ગુપ્તિની પણ વાત કરી છે. હવે સિદ્ધની વ્યાખ્યા કરે છે.
ગાથા – ૭૧
શ્લોક
-
૯૬ થી
૧૦૦
પ્રવચન નં. NSS / ૬૩
૬૪
૬૫
તારીખ
૧૦-૭-૭૧
૧૧-૭-૭૧
૧૨-૭-૭૧
Page #263
--------------------------------------------------------------------------
________________
છે
ગાથા - ૭૨
કરે
णट्ठट्टकम्मबंधा अट्टमहागुणसमण्णिया परमा । लोयग्गठिदा णिच्चा सिद्धा ते एरिसा होति ॥७२॥
नष्टाष्ट कर्मबन्धा अष्टमहागुणसमन्विताः परमाः । लोकाग्रस्थिता नित्याः सिद्धास्ते ईदृशा भवन्ति ॥७२॥
છે અષ્ટ કર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુકત છે, શાશ્વત, પરમ ને લોક-અગ્રવિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭૨.
અન્વયાર્થ:- (નષ્ટન્ટર્ષવર્ધી:) આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, (અષ્ટમી ગુણસમન્વિત:) આઠ મહાગુણો સહિત, (પરમ:) પરમ, (તોwiBસ્થિતી:) લોકના અગ્રે સ્થિત અને (નિત્ય:) નિત્ય:- (દશ) આવા, (તે સિદ્ધ) તે સિદ્ધો (મત્તિ) હોય છે.
ટીકા:- સિદ્ધિના પરંપરાહેતુભૂત એવા ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓનું સ્વરૂપ અહીં કહ્યું છે.
(ભગવંત સિદ્ધો કેવા હોય છે?) (૧) નિરવશેષપણે અંતર્મુખાકાર, ધ્યાનધ્યેયના વિકલ્પ રહિત નિશ્ચય-પરમશુકલધ્યાનના બળથી જેમણે આઠ કર્મના બંધને નષ્ટ કરેલ છે એવા; (૨) ક્ષાયિક સમ્યત્વાદિ અષ્ટ ગુણોની પુષ્ટિથી તુષ્ટ; (૩) વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી તત્ત્વનાં ત્રણ સ્વરૂપોમાં પરમ; (૪) ત્રણ લોકના શિખરથી આગળ
૧. નિરવશેષપણે = અશેષતઃ; કાંઈ બાકી રાખ્યા વિના; સંપૂર્ણપણે; સર્વથા. (પરમશુક્લધ્યાનનો આકાર
અર્થાત્ સ્વરૂપ સંપૂર્ણપણે અંતર્મુખ હોય છે.) ૨. સિદ્ધભગવંતો ક્ષાયિક સમ્યત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન,
અગુરુલઘુ અને અવ્યાબાધ એ આઠ ગુણોની પુષ્ટિથી સંતુષ્ટ-આનંદમય હોય છે. ૩. સિદ્ધભગવંતો વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી બહિ:તત્વ, અંત:તત્ત્વ અને પરમતત્ત્વ એવા ત્રણ
તત્ત્વસ્વરૂપોમાંથી પરમતત્ત્વસ્વરૂપ છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૫૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ગતિeતુનો અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત; (૫) વ્યવહારથી અભૂતપૂર્વ પર્યાયમાંથી (-પૂર્વે કદી નહિ થયેલા એવા સિદ્ધપર્યાયમાંથી) ટ્યુત થવાનો અભાવ હોવાને લીધે નિત્ય'-આવા, તે ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓ હોય છે. | (હવે ૭રમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છે:)
(મતિની) व्यवहरणनयेन ज्ञानपुंजः स सिद्धः त्रिभुवनशिखराग्र ग्रावचूडामणिः स्यात् । सहजपरमचिच्चिन्तामणौ नित्यशुद्धे निवसति निजरूपे निश्चयेनैव देवः ॥१०१॥
(શ્લોકાર્થ:-) વ્યવહારનયથી જ્ઞાનકુંજ એવા તે સિદ્ધભગવાન ત્રિભુવનશિખરની ટોચના (ચૈતન્યઘનરૂપ) નક્કર 'ચૂડામણિ છે; નિશ્ચયથી તે દેવ સહજપરમચૈતન્યચિંતામણિસ્વરૂપ નિત્યશુદ્ધ નિજ રૂપમાં જ વસે છે. ૧૦૧.
( ર) नीत्वास्तान् सर्वदोषान् त्रिभुवनशिखरे ये स्थिता देहमुक्ताः तान् सर्वान् सिद्धिसिद्धयै निरुपमविशदज्ञानदृक्शक्तियुक्तान् । सिद्धान् नष्टाष्टकर्मप्रकृतिसमुदयान् नित्यशुद्धाननन्तान् अव्याबाधानमामि त्रिभुवनतिलकान् सिद्धिसीमन्तिनीशान् ॥१०२॥
(શ્લોકાર્થ:-) જેઓ સર્વ દોષોને નષ્ટ કરીને દેહમુક્ત થઈને ત્રિભુવનશિખરે સ્થિત છે, જેઓ નિરુપમ વિશદ (-નિર્મળ) જ્ઞાનદર્શનશક્તિથી યુક્ત છે, જેમણે આઠ કર્મની પ્રકૃતિના સમુદાયને નષ્ટ કર્યો છે, જેઓ નિત્યશુદ્ધ છે, જેઓ અનંત છે, અવ્યાબાધ છે, ત્રણ લોકમાં પ્રધાન છે અને મુક્તિસુંદરીના સ્વામી છે, તે સર્વ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે હું નમું છું. ૧૦૨.
૧. ચૂડામણિ = શિખામણિ; કલગીનું રત્ન; ટોચ ઉપરનું રત્ન.
Page #265
--------------------------------------------------------------------------
________________
ગાથા – 0૨].
[૨૫૩
(અનુષ્ટ્રમ) स्वस्वरूपस्थितान् शुद्धान प्राप्ताष्टगुणसंपदः ।
नष्टाष्टकर्मसंदोहान् सिद्धान् वंदे पुनः पुनः ॥१०३॥ (શ્લોકાર્થ:-) જેઓ નિજ સ્વરૂપમાં સ્થિત છે, જેઓ શુદ્ધ છે, જેમણે આઠ ગુણરૂપી સંપદા પ્રાપ્ત કરી છે અને જેમણે આઠ કર્મોનો સમૂહ નષ્ટ કર્યો છે, તે સિદ્ધોને હું ફરીફરીને વંદું છું. ૧૦૩.
હું ગાથા - ૭૨ ઉપરનું પ્રવચન કર્યું હરિગીતમાં ‘બિન્ચ' (નિત્ય)નો અર્થ શાશ્વત કર્યો છે.
સિદ્ધિના પરંપરાહેતુભૂત એવા ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓનું સ્વરૂપ અહીં કહ્યું છે.” આ જીવની મુક્તિનો સાક્ષાત્ હેતુ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. જ્યારે સિદ્ધ ભગવાન મુક્તિના પરંપરા હેતુ છે. મુક્તિમાં સિદ્ધ નિમિત્ત છે તેથી તેમને પરંપરા હેતુ કહેવામાં આવે છે. અહા ! સિદ્ધ પરમાત્મા આ આત્માની મુક્તિનું સાક્ષાત્ કારણ નથી. આ આત્માની મુક્તિનું સાક્ષાત્ કારણ તો સ્વ ચૈતન્યના આશ્રયે પ્રગટતાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. પરંતુ એ રત્નત્રયની સાથે સિદ્ધભગવાનની વ્યવહાર શ્રદ્ધા પણ હોય છે, તેથી સિદ્ધભગવાનને મુક્તિના પરંપરા હેતુ કહેવામાં આવ્યા છે. તો, મુક્તિના પરંપરા હતુ-નિમિત્ત-એવા ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓનું સ્વરૂપ અહીં કહ્યું છે.
‘(ભગવંત સિદ્ધો કેવા હોય છે?)” – હવે સિદ્ધ કેવા હોય તે વાત કહે છે અને તેની સાથે સિદ્ધ કેમ થયા એ વાત પણ કહે છે.
‘(૧) નિરવશેષપણે અંતર્મુખાકાર, ધ્યાનધ્યેયના વિકલ્પ રહિત નિશ્ચયપરમશુક્લધ્યાનના બળથી જેમણે આઠ કર્મના બંધને નષ્ટ કરેલ છે એવા'... લ્યો, અહીં તો આમ કહ્યું છે કે નિશ્ચય પરમશુક્લધ્યાનના બળથી આઠ કર્મ નાશ કર્યા છે!! તેનો અર્થ એ છે કે કોઈ ઉપવાસાદિ કરીને કે અન્ય શુભભાવ કરીને સિદ્ધભગવાને અષ્ટ કર્મ નાશ કર્યા છે એમ નથી. કેમ કે એ ઉપવાસાદિ તો વિકલ્પ છે. નીચે ફૂટનોટ છે: ‘નિરવશેષપણે = અશેષત:; કાંઈ બાકી રાખ્યા વિના; સંપૂર્ણપણે; સર્વથા.
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૫૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
(પરમશુકલધ્યાનનો આકાર અર્થાત્ સ્વરૂપ સંપૂર્ણપણે અંતર્મુખ હોય છે.)' અહા! અંતરમાં આત્મા પૂર્ણાનંદસ્વરૂપ છે એના ઉપર એકાગ્ર થયેલું શુક્લધ્યાન અંતર્મુખસ્વરૂપ છે – અંદરમાં ઢળેલું છે, પણ બાહ્યમાં છે નહીં. એટલે કે શુક્લધ્યાન નિરવશેષપણે અંતર્મુખ છે. તથા તે શુક્લધ્યાન ધ્યાન-ધ્યેયના વિકલ્પ રહિત છે. મતલબ કે હું ધ્યાન કરનાર અને આ ભગવાન આત્મા ધ્યેય - એવા ભેદનો વિકલ્પ-રાગ પણ તેમાં નથી. અહા! ધ્યાન-ધ્યેયના વિકલ્પ-રાગ રહિત અંતર્મુખ જેનું સ્વરૂપ છે તે શુકલધ્યાન છે.
અંતર્મુખ જેનો ભાવ છે અને જે જરાપણ બહિર્મુખ છે નહિ એવા નિશ્ચય-પરમશુક્લધ્યાનના બળથી...લ્યો, વળી ‘પરમશુકલધ્યાન' કહ્યું છે હોં. અહા! અંતરમાં બિરાજમાન શુદ્ધ આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં અંતર્મુખ થતાં જે પરમશુક્લધ્યાન પ્રગટ્યું તેના બળથી સિદ્ધભગવાને આઠ કર્મના બંધને નષ્ટ કરેલ છે. પરમશુક્લધ્યાનના બળથી પહેલાં ચાર ઘાતિકર્મ નાશ કર્યા હતા એ વાત તો ખરી છે જ, પરંતુ પછી ચાર અઘાતિકર્મ પણ પરમશુકલધ્યાનના કારણથી નષ્ટ કર્યા એમ કહે છે. અહા! ચાર ઘાતિકર્મ અને ચાર અઘાતિકર્મનો નાશ અંતર્મુખના ધ્યાન દ્વારા થાય છે અર્થાત્ તે આઠેય કર્મનો નાશ અંતર્મુખની પરિણતિ દ્વારા થાય છે, પરંતુ બહિર્મુખતાના કોઈપણ વિકલ્પ દ્વારા એ આઠ કર્મમાંથી એકપણ કર્મનો નાશ થતો નથી. અરે! દર્શનમોહનો પણ નાશ અંતર્મુખસ્વરૂપ દષ્ટિના બળથી થાય છે.
પ્રશ્ન :- ધવલ’માં જિનબિંબના દર્શનથી નિધત ને નિકાચિત કર્મનો નાશ થાય છે એમ આવે છે ને?
સમાધાન :- ભાઈ એ તો નિમિત્તની વાત છે. ખરેખર જિનબિંબ તો આ આત્મા છે અને તે અંદરમાં બિરાજમાન વીતરાગમૂર્તિ પ્રભુ આત્માની અંતર્મુખ થઈને દષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય છે. સમજાણું કાંઈ? જુઓ! અહીંયા અંતર્મુખાકાર ધ્યાનથી આઠેય કર્મનો નાશ કહ્યો છે ને? તો, પહેલું અંતર્મુખાકાર ધ્યાન ધર્મધ્યાન છે. મતલબ કે ધર્મધ્યાન પણ અંતર્મુખાકાર છે અને આ પરમશુક્લધ્યાન નિરવશેષપણે - પૂર્ણ રીતે - અંતર્મુખાકાર છે.
અહા! ધર્મધ્યાન થવામાં – સમ્યગ્દર્શન થવામાં એટલે કે દર્શનમોહનો નાશ થવામાં પણ અંતર્મુખસ્વરૂપનો આશ્રય છે. અર્થાત્ પૂર્ણાનંદસ્વરૂપના આશ્રયથી જ દર્શનમોહનો નાશ થાય છે. તેથી શુભોપયોગથી શુદ્ધોપયોગ થાય એમ છે નહીં. શુભોપયોગ બહારનો
Page #267
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૨]
[૨૫૫
(-બહિર્મુખ) વેપાર છે, જ્યારે શુદ્ધોપયોગ અંતર્મુખ વેપાર છે. આ રીતે બન્નેની દિશામાં ફેર છે.
અહા! સિદ્ધભગવાન નિરવશેષપણે અંતર્મુખાકાર છે. તેમણે પ્રથમ સ્વરૂપની અંતર્મુખ થઈને દર્શનમોહનો નાશ કર્યો, પછી વિશેષ અંતર્મુખ થઈને ચારિત્રમોહનો નાશ કર્યો અને પછી પૂર્ણ અંતર્મુખ થયા, જેથી આઠેય કર્મનો નાશ થઈ ગયો. જોયું? જો કે અરિહંતને હવે કાંઈ કરવાનું (વિશેષ અંતર્મુખ થવાનું) નથી, છતાં અહીંયા ચાર અઘાતિકર્મનો પણ નાશ અંતર્મુખાકાર થઈને કર્યો એમ કહ્યું છે.
આ રીતે અહીં કહ્યું કે, નિશ્ચય પરમશુકલધ્યાનના બળથી સિદ્ધભગવાને આઠ કર્મના બંધને નષ્ટ કરેલ છે. લ્યો, આ, સિદ્ધ કેમ થયા એની ઓળખાણ આપે છે કે સિદ્ધપદ આ રીતે પરમશુક્લધ્યાનના બળથી પ્રાપ્ત થાય છે, પણ કોઈ બહારની ક્રિયાકાંડથી એ સિદ્ધપદ પ્રાપ્ત થાય નહીં. - એ સિદ્ધભગવાને આઠ કર્મોનો નાશ કર્યો તેની વાત કરી.
હવે ‘મઝુમી ગુણસમળિયની વાત કરે છે:
(૨) ક્ષાયિક સમ્યકત્વાદિ અષ્ટ ગુણોની પુષ્ટિથી તુષ્ટ.” - સિદ્ધભગવાન આઠ ગુણોની પુષ્ટિથી આનંદમય છે. નીચે ફૂટનોટ છે : સિદ્ધભગવંતો ક્ષાયિક સમ્યત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન, અગુરુલઘુ અને અવ્યાબાધ એ આઠ ગુણોની પુષ્ટિથી સંતુષ્ટ – આનંદમય હોય છે. લ્યો, પહેલું સમકિત લીધું છે. આઠ ગુણમાં ચારિત્ર નથી આવ્યું એટલે કેટલાક એમ કહે છે કે સિદ્ધભગવાનને ચારિત્ર ન હોય. પરંતુ તે ખોટી વાત છે. સિદ્ધને પૂર્ણ ચારિત્ર હોય છે. સિદ્ધ પરમાત્માને અનંત સુખ છે ને ? તો તેમાં ચારિત્ર આવી ગયું છે. સમકિતનું સુખ ને ચારિત્રનું સુખ – એ બે મળીને સિદ્ધને અનંત સુખ પ્રગટ્યું છે. માટે સિદ્ધભગવાનને ચારિત્ર હોય છે. તેમ જ આત્માના સ્વભાવમય ચારિત્રગુણ છે તે સિદ્ધભગવાનને પૂર્ણ પ્રગટી ગયો છે. માટે તેમને ચારિત્ર છે. હા,) વ્યવહારચારિત્રના જે સામાયિક, છેદોપસ્થાપના આદિ ભેદ છે તે તેમને નથી.
પ્રશ્ન:- સિદ્ધદશામાંય શું ચારિત્ર હોય?
સમાધાન :- પોતાના આનંદમય સ્વરૂપમાં રમણતા એ ચારિત્ર છે અને તે રમણતા સિદ્ધભગવાનને પૂર્ણ પ્રગટ થઈ ગઈ છે, માટે તેમને પૂર્ણ ચારિત્ર હોય છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૫૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહીં કહે છે કે સિદ્ધભગવાન આઠ ગુણોની પુષ્ટિથી સંતુષ્ટ છે. અંદર ટીકામાં ‘તુષ્ટ' શબ્દ છે તેનો અર્થ ફૂટનોટમાં “સંતુષ્ટ કર્યો છે. અહા! સિદ્ધભગવાન આઠ ગુણોથી તુષ્ટ-તુષ્ટ છે એટલે કે તેમને સંતોષ-આનંદ છે. શ્રદ્ધા, જ્ઞાન સાથે અનંત આનંદ પણ છે એમ કહે છે. જુઓ! અહીંયા કહ્યા છે આઠ ગુણ, પણ છે એ પર્યાય.
પ્રશ્ન :- પણ તેને ગુણ કહ્યા છે ને? ક્ષાયિક સમક્તિ આદિ અષ્ટ ગુણો – એમ સિદ્ધભગવાનના આઠ ગુણો કહ્યા છે અને આપ કહો છો કે એ પર્યાય છે?
સમાધાન :- ભાઈ સિદ્ધભગવાનને ક્ષાયિક સમક્તિ આદિ પર્યાય પ્રગટી છે અને તે પર્યાયને ગુણ કહ્યા છે. (જે તે ક્ષાયિક સમતિ આદિ ગુણ હોય તો શું) ગુણ પ્રગટતા હશે? (ના.) કેમ કે ગુણ તો ત્રિકાળ રહે છે. જ્યારે અહીંયા આનંદ સહિત અષ્ટ ગુણ પ્રગટ થયા છે અને તેની પુષ્ટિથી સિદ્ધભગવાન તુષ્ટ છે એમ કહે છે. માટે આ પર્યાયની વાત છે. અહા! સિદ્ધદશા પણ પર્યાય છે, ગુણ નથી. કારણ કે ગુણ તો ત્રિકાળ રહે છે. ગુણની ઉલટી અવસ્થા તે સંસાર છે અને પૂર્ણ સુલટી અવસ્થા તે મોક્ષ છે. તેથી સંસાર અને મોક્ષ - એ બન્ને પર્યાય છે. એ રીતે સમકિત પણ પર્યાય છે, ચારિત્ર પણ પર્યાય છે અને સિદ્ધદશા પણ પર્યાય છે.
‘(૩) વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી તત્ત્વનાં ત્રણ સ્વરૂપોમાં પરમ.” ફૂટનોટ જુઓ: ‘સિદ્ધભગવંતો વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી બહિતત્ત્વ, અંત:તત્ત્વ અને પરમતત્ત્વ એવા ત્રણ તત્ત્વસ્વરૂપોમાંથી પરમતત્ત્વસ્વરૂપ છે. અહીંયા ગુણ એટલે પર્યાય છે. સિદ્ધદશા પોતે ઉત્કૃષ્ટ પર્યાય છે અને તેથી એ પરમતત્ત્વ છે એમ અહીં કહેવું છે. અહીંયા ધ્રુવ આત્માની વાત નથી, પણ સિદ્ધભગવાન વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી અર્થાત્ સિદ્ધભગવાનને બધી પર્યાયો પૂર્ણપણે પ્રગટી હોવાથી એ પર્યાયોના તેઓ આધાર છે અને તે કારણે તેઓ તત્ત્વનાં ત્રણ સ્વરૂપોમાંથી પરમ છે એમ કહે છે. બહિ:તત્ત્વ, અંત:તત્ત્વ અને પરમતત્ત્વ-એ ત્રણ પર્યાયો છે અને તેમાંથી સિદ્ધભગવાન પરમતત્ત્વ છે એટલે કે સિદ્ધરૂપ પૂર્ણ પર્યાય ઉત્કૃષ્ટ છે. લ્યો, ‘તત્ત્વનાં ત્રણ સ્વરૂપોમાં પરમ’ કહેતા સિદ્ધભગવાનને પૂર્ણ દશા પ્રગટી છે એમ કહેવું છે.
‘(૪) ત્રણ લોકના શિખરથી આગળ ગતિeતુનો અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત.” સિદ્ધભગવાન લોકના અગ્રે બિરાજે છે. સિદ્ધભગવાન ત્રણ લોકના શિખરથી આગળ ગતિeતુનો અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત છે એમ કહ્યું છે તે વ્યવહારથી
Page #269
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૨]
[૨૫૭
વાત કરી છે અને તેઓ પોતાથી લોકના અગ્રે સ્થિત છે એમ કહેવું તે યથાર્થ નિશ્ચય છે. નિશ્ચય એટલે કે તેઓ પરના કારણે લોકાગ્રે સ્થિત નથી, પરંતુ પોતાના કારણે ત્યાં સ્થિત છે. ખરેખર પરમ નિશ્ચયથી તો તેઓ સ્વરૂપમાં સ્થિત છે, તેથી પોતાથી લોકના અગ્રે સ્થિત છે એમ કહેવું તેને પણ વ્યવહાર કહેવામાં આવે છે. તો, કહ્યું કે સિદ્ધભગવાન ત્રણ લોકના શિખરથી આગળ ગતિeતુનો અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત છે.
પ્રશ્ન:- જુઓ! અહીંયા કહે છે કે સિદ્ધભગવાન ધર્માસ્તિકાયનો આગળ અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત છે?
સમાધાન :- ભાઈ એ તો વ્યવહારથી વાત છે. નિશ્ચયથી તો એમ વાત છે કે લોકના અગ્રે જ રહેવાની સિદ્ધની અવસ્થાની લાયકાત છે. અને તેને ધર્માસ્તિકાય આગળ નથી એટલે સિદ્ધ લોકાગે છે' - એમ કહ્યું છે.
વળી કોઈ કહે છે ને? કે સિદ્ધભગવાન કથંચિત્ સ્વતંત્ર છે અને કથંચિત્ પરતંત્ર છે. પણ એમ નથી, તેઓ પૂર્ણ સ્વતંત્ર છે. જે તેઓ કથંચિત્ પરતંત્ર હોય તો, કાંઈક દુઃખ પણ હોય. (પરંતુ એમ છે નહિ.) જુઓ ને અત્યારે અજ્ઞાની જ્યાં-ત્યાં અનેકાંતને લગાવે છે ને? અનેકાંતને નામે ઊંધું લાકડું ખોસ્યું છે ને? કે ધર્મ કદાચિત્ શુભભાવથી પણ થાય અને શુદ્ધભાવથી પણ થાય; સમકિતથી કદાચિત બંધ પણ થાય અને મુક્તિ પણ થાય. -આનું નામ અનેકાંત છે એમ અજ્ઞાની કહે છે.
પ્રશ્ન :- સમકિતથી દેવગતિ મળે ને? સમાધાન :- શું સમતિથી ગતિ મળે? ગતિ તો રાગાદિથી મળે. પ્રશ્ન :- શાસ્ત્રમાં સમકિતથી સ્વર્ગ ગતિ મળે એમ લખ્યું છે ને?
સમાધાન :- ભાઈ! એ તો ભાષા છે. સમકિત સાથે રાગ છે તેનાથી સ્વર્ગ મળે છે તો ‘સમકિતથી સ્વર્ગ મળે' - એમ કહ્યું છે. સમકિત તો નિર્મળ દશા છે. તો શું નિર્મળ દશાથી સ્વર્ગ મળે?
પ્રશ્ન :- સમકિતીને જ તીર્થંકરપ્રકૃતિ બંધાય એમ નથી કહ્યું?
સમાધાન :- તીર્થંકરનામકર્મ બંધાય એ શુભભાવનો અપરાધ છે. (પણ કાંઈ સમકિતને કારણે તે ન બંધાય.) જ્ઞાનીને તીર્થંકરનામકર્મ બંધાય, મુનિને આહારકશરીર
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૫૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
બંધાય વગેરે બંધ થાય એ બધો શુભોપયોગનો અપરાધ છે. જે ભાવે તીર્થકરનામકર્મ બંધાય તે ભાવ પણ અપરાધ છે એમ શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ‘પુરુષાર્થસિદ્ધિ-ઉપાય'માં પાઠ છે. (ગાથા રર૦) અહા! પંચ મહાવ્રતના પરિણામ પણ અપરાધ છે, કેમ કે એ વિકલ્પ-રાગ છે.
પ્રશ્ન :- તીર્થકર થવું એ અપરાધ છે ? તેઓ ઘણા જીવોનું કલ્યાણ કરે છે ને?
સમાધાન :- ભાઈ! બીજાનું કલ્યાણ કોણ કરતું હતું? અને સમકિતી કે મુનિને એવો (-તીર્થંકરપ્રકૃતિ બાંધવાનો) શુભભાવ આવે છે તો તેઓ મોક્ષે જતાં અટકી જશે અને બે ભવ કરવા પડશે. એક સ્વર્ગનો ભવ અને બીજો મનુષ્યનો ભવ – એમ બે ભવ હજુ થશે, પણ એ જ ભવમાં કેવળજ્ઞાન નહિ લઈ શકે. આ વાત ભારે આકરી
પ્રશ્ન :- શુભભાવ મોક્ષની પરંપરા હેતુ છે એમ તો ઘણી જગ્યાએ શાસ્ત્રમાં આવે છે?
સમાધાન :- પણ એનો અર્થ શું? કે શુભભાવનો અભાવ કરશે ત્યારે મુક્તિ પામશે. એટલે કે જે ભાવે તીર્થંકરનામકર્મ બાંધ્યું હતું એ શુભભાવનો પણ અભાવ કરશે ત્યારે મુક્તિ પામશે. આવી વાત છે બાપુ આ તો વસ્તુનું સ્વરૂપ આવું છે. લોકોને સાચું વસ્તુસ્વરૂપ સાંભળવા મળતું નથી અને વાદ-વિવાદ કરે છે તેથી કાંઈ વસ્તુસ્વરૂપ બદલી જાય? એ તો જે છે તે જ છે અને રહેશે. જગતને ભારે આકરું કામ છે ! તેણે જે પકડ્યું હોય (-માન્યું હોય, એમાંથી ખસવું એ ભારે આકરું કામ છે!
અહીં કહે છે કે ત્રણ લોકના શિખરથી આગળ ગતિeતુનો અભાવ હોવાથી..” - એ વ્યવહાર કારણ આપ્યું. અહા! (વ્યવહારથી કહીએ તો) લોકની આગળ ગતિનું નિમિત્ત નથી એટલે સિદ્ધભગવાન આગળ જતા નથી અને (નિશ્ચયથી કહીએ તો) સિદ્ધભગવાનની પોતાની યોગ્યતા લોકની આગળ જવાની છે નહીં અને તેઓ પોતે પોતાના ઉપાદાનથી લોકના અગ્રે સ્થિત છે. - બસ, આટલી વાત છે.
હવે મૂળપાઠ છે ને? કે ‘શિવ' તેનો અર્થ. (૫) વ્યવહારથી અભૂતપૂર્વ પર્યાયમાંથી (પૂર્વે કદી નહિ થયેલા એવા સિદ્ધપર્યાયમાંથી) ટ્યુત થવાનો અભાવ હોવાને લીધે નિત્ય.” એ સિદ્ધભગવાનને વ્યવહારથી નિત્ય કહેવામાં આવે છે. તેઓ વ્યવહારથી નિત્ય છે, કેમ કે નિશ્ચયથી તેમને પણ પરિણમન સમયે-સમયે બદલાય
Page #271
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૨]
[૨૫૯
છે અર્થાત્ સિદ્ધ પણ સમયે-સમયે બદલાય છે. એક સ્તુતિમાં આવે છે કે પ્રભુ! તમો તો સમયે-સમયે બદલો છો અને હું તો અસંખ્ય સમયે બદલું છું, મારે તો બધું અંતર્મુહૂર્ત બદલાય છે. એનો અર્થ એ છે કે મારી (મારા ઉપયોગની) હજુ સ્થૂળતા છે, જ્યારે આપને (જ્ઞાનની) સૂક્ષ્મતા પ્રગટ થઈ ગઈ છે. છદ્મસ્થને અસંખ્ય સમયે ખ્યાલ આવે છે ને? એટલે એમ કહ્યું કે અસંખ્ય સમયે હું બદલું છું. નહીંતર તો છદ્મસ્થ પણ સમયેસમયે બદલે છે.
અહીં કહ્યું કે સિદ્ધભગવાન વ્યવહારથી નિત્ય છે. કેમ કે ભગવાનને અભૂતપૂર્વ પર્યાયમાંથી – પૂર્વે કદી નહિ પ્રગટેલી એવી સિદ્ધપર્યાયમાંથી—ચુત થવાનો અભાવ છે. જે સિદ્ધપર્યાય પ્રગટ થઈ છે તેના નાશ થવાનો અભાવ હોવાથી વ્યવહાર સિદ્ધભગવાનને નિત્ય કહેવામાં આવે છે. કહો સમજાણું? એ સિદ્ધપર્યાય એવી ને એવી રહેવાની છે એ અપેક્ષાએ તેને નિત્ય કહેવામાં આવે છે. જો કે સિદ્ધપર્યાય સમયે-સમયે બદલાય જ છે, તો પણ તે સિદ્ધપર્યાયમાંથી શ્રુત થવાનો અભાવ હોવાથી ભગવાનને વ્યવહારથી નિત્ય કહેવાય છે.
આવા, તે ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓ હોય છે. અરે! જૈનમાં રહેલાને પણ પોતાના જૈનદર્શનમાં શું ચીજ (-વસ્તુસ્વરૂ૫) છે એની ખબર ન મળે અને જ્યાં-ત્યાં અથડાય છે.
(શ્રી મહાવીરભગવાનનો ર૫૦૦ મો નિર્વાણ-મહોત્સવ આવે છે તે અંગે કહે છે:) અહા! મહાવીરભગવાન તો ત્રણ લોકના નાથ સર્વશદેવ પરમેશ્વર છે. તેઓ કૃતકૃત્ય થઈ ગયા છે તે પૂર્ણાનંદને પ્રાપ્ત છે. તેમને એક સમયમાં પુરું જ્ઞાન પ્રગટ્યું છે. અહા! ભગવાન એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને નથી જાણતા, પણ પોતાની પર્યાય જાણતા તે ત્રણ કાળ ત્રણ લોક જણાય જાય છે. અરે! આવી વાતની ગંધ પણ બીજે કયાં છે? જુઓ ને! અત્યારે મિથ્યાદષ્ટિનો વર્ગ (સમૂહ) જ મોટો છે. જો કે ત્રણે કાળે મિથ્યાદષ્ટિનો જ મોટો વર્ગ હોય, પણ અત્યારે મનુષ્યપણામાં જરા વિશેષ-વધારે છે.
અહા! વીતરાગી ભગવાનને કોઈ પૂજે કે ન પૂજે કે થોડાં પૂજે, ભગવાનની મોટ૫ કાંઈ ઘટે એવી નથી. ભગવાન તો ભગવાન જ છે. ભગવાનના મહોત્સવની ઉજવણી આપણે શું કરી શકીએ ? છતાં, (આપણે પ્રસંગ આવ્યો છે અને) લોકોનો ઉત્સાહ છે તો, ભલે જૈનો થોડાં હોય તો પણ, મતભેદ એકકોર મુકી દઈને થાય એટલી ઉજવણી
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૬૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કરો. એ ભાવ પુણ્યબંધનું કારણ છે. કેમ કે તે શુભભાવ છે, પણ શુદ્ધભાવ નથી. અહા! પ્રભુના નિર્વાણમહોત્સવની ઉજવણી (ખરેખર) કોણ કરી શકે? કે જે અંતરમાં આત્મ-અનુભવ કરીને તેની ઉગ્રતા પ્રગટ કરે તે પ્રભુના નિર્વાણમહોત્સવની ઉજવણી કરે છે અને તે સાચી ઉજવણી છે. તે સિવાય મહાવીરપ્રભુ કે અનંત તીર્થકરો કે કેવળીઓના મહોત્સવની પામર પ્રાણી શું ઉજવણી કરે?
અહા ! આત્મા અનંત ગુણસ્વરૂપ છે. સિદ્ધને તે બધા ગુણોનું પ્રગટ પર્યાયરૂપ પરિણમન પૂર્ણ થઈ ગયું છે અને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણવામાં આવે છે. આ બધી પૂર્ણ દશાઓ એવી ને એવી સદાય રહે છે, તેથી વ્યવહારે તેમને નિત્ય કહેવામાં આવે છે. શ્રી ‘પંચાસ્તિકાયસંગ્રહ'માં પણ સિદ્ધભગવાનની પર્યાયને કૂટસ્થ કહી છે. સિદ્ધભગવાનની પર્યાય એવી ને એવી રહે છે એ અપેક્ષાએ તેને ફૂટસ્થ કહી છે. ત્યાં કૂટસ્થનો આવો અર્થ છે. નહીંતર તો, સિદ્ધનું જ્ઞાન–કેવળજ્ઞાન–પણ સમયેસમયે બદલાય છે. કારણ કે કેવળજ્ઞાન પણ પર્યાય છે, કાંઈ ગુણ નથી. ગુણ તો ત્રિકાળ રહે છે.
અહીંયા કહ્યું કે એ સિદ્ધની પર્યાય એવી ને એવી કાયમ રહે છે, માટે વ્યવહાર તેને નિત્ય કહેવામાં આવે છે. અહા! ત્રિકાળી ધ્રુવ તો નિત્ય છે જ, પરંતુ સિદ્ધપર્યાય પણ એવી ને એવી સદાય રહે છે તે અપેક્ષાએ નિત્ય કહેવામાં આવે છે. શ્રી સમયસારજી'ની પહેલી ગાથામાં ધ્રુવ' શબ્દ આવે છે ને? કે ‘વંદિત્ત સર્વાસિદ્ધ ધુવમવર્તમોત્તમ પત્તે ' - સિદ્ધ ભગવાન ધ્રુવ છે. તો, એ પર્યાયની વાત છે કે સિદ્ધપર્યાય ધ્રુવ છે. જો કે સિદ્ધપર્યાય તો સમયે-સમયે નાશ પામે છે, છતાં પણ તે એવી ને એવી રહે છે તેથી ધ્રુવ છે એમ કહેવામાં આવે છે. અહા! એણે અનંતકાળમાં કોઈ દિ' આ આત્મા શું વસ્તુ છે? તેની શક્તિ શું છે? તેની દશા શું છે? – તે જાણવાની અને તેની સંભાળ કરવાની દરકાર કરી નથી. એ તો આ દુનિયાના આળ-પંપાળ, જંજાળ, વ્યવહાર, ધંધા કે શુભરાગની ક્રિયામાં રોકાઈ ગયો છે.
અહીં કહે છે કે રાગથી ભિન્ન આત્મા અનંત સામર્થ્યવાળું તત્ત્વ છે. તેની એક સમયની સિદ્ધપર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોક જણાય છે અને તે પર્યાય એવી ને એવી નિત્ય રહ્યા કરે છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૨]
૨૬૧
શ્લોક
૧૦૧ ઉપરનું પ્રવચન
ભગવાન સિદ્ધપરમાત્મા લોકના અગ્રે છે અર્થાત્ પરના ક્ષેત્રમાં છે એમ વ્યવહારનયથી કહેવામાં આવે છે. નિશ્ચયથી તો ભગવાન પોતાના સ્વરૂપમાં છે. અહા! તેઓ લોકના અગ્રે છે એમ કહેવું એ વ્યવહાર છે, કેમ કે લોક પર (-ભિન્ન) છે ને? અને પરાશ્રિત તે વ્યવહાર. માટે તેઓ લોકના અગ્રે રહે છે એમ કહેવું તે વ્યવહાર છે.
ખરેખર તો ભગવાન પોતાના ગુણ ને પર્યાયમાં વસેલા છે. તેઓ પોતાના ભાવમાં ને ક્ષેત્રમાં વસેલા છે, પણ પરભાવમાં કે પરક્ષેત્રમાં વસેલા નથી. જે પોતાનું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે અને જે પોતાના અનંત ગુણની પર્યાયનું પરિણમન છે તેમાં ભગવાન વસેલા છે. આ રીતે ભગવાન નિજક્ષેત્રમાં વસ્યા છે એમ કહેવું તે નિશ્ચય છે અને લોકના અગ્રે રહે છે એમ કહેવું તે વ્યવહાર છે.
—
વળી કોઈ કહે છે કે - ઉપર કહ્યું તેનો અર્થ એવો કરે છે કે ભગવાન લોકના અગ્રે રહે છે તેને તમે વ્યવહાર કહો છો અને વ્યવહાર તો અભૂતાર્થ છે, અન્યથા કહે છે. તો શું ભગવાન લોકના અગ્રે રહે છે તે કથન ખોટું છે? તેઓ લોકના અગ્રે રહેતા નથી? શું બીજે રહે છે? - આવા તર્ક અત્યારે ઘણા કરે છે.
-
અજ્ઞાની જ્યાં-ત્યાં આવા તર્ક ઉઠાવે છે. કેમ કે કોઈપણ રીતે વ્યવહારને સાચો સિદ્ધ કરવો છે ને? ભાઈ! (સિદ્ધભગવાન વ્યવહારથી તો લોકાગ્રે જ છે, પણ) નિશ્ર્ચયથીખરેખર તેઓ લોકના અગ્રે નથી, પરક્ષેત્રમાં નથી, પોતાના સ્વરૂપમાં છે. પોતાના દ્રવ્યગુણ-પર્યાયમાં પોતે સિદ્ધભગવાન બીરાજે છે, છતાં તેઓ પરક્ષેત્રમાં છે એમ કહેવું એ વ્યવહાર છે.
અહીં કહે છે કે,‘વ્યવહારનયથી....' - એટલું રાખીને આગળ વાંચવું કે ‘જ્ઞાનપુંજ એવા તે સિદ્ધભગવાન ત્રિભુવનશિખરની ટોચના (ચૈતન્યઘનરૂપ) નકર ચૂડામણિ છે.' સિદ્ધપ્રભુ એકલા જ્ઞાનના પુંજ છે. તેમને એકલી (-પૂર્ણ) જ્ઞાનદશા પ્રગટી છે. તેથી પૂર્ણ જ્ઞાનપુંજ થઈ ગયા છે એમ કહે છે. અને આ આત્મા પણ એવો જ છેએકલો જ્ઞાનનો પુંજ છે એમ કહેવું છે. ચૈતન્યઘનપણું તે પોતાનો (-આત્માનો) સ્વભાવ છે, (તેથી સિદ્ધભગવાન તેમાં છે એમ કહેવું તે નિશ્ચય છે) અને લોકશિખર ઉપર છે એમ કહેવું તે વ્યવહાર છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૬૨].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
સિદ્ધભગવાન, કહે છે કે, ચૈતન્યઘનરૂપ નક્કર ચૂડામણિ છે. અહા ! ચૈતન્યમાં પોલાણ (-ખાલી જગ્યા) ક્યાં છે ? એ તો ઘન છે. આત્માના અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણનો પીંડ છે કે જેમાં વિકલ્પનો પ્રવેશ નથી તેમ જ પરક્ષેત્રનો પણ પ્રવેશ નથી. સિદ્ધભગવાન લોકના અગ્રે રહે છે એમ (વ્યવહારથી ભલે) કહો, પણ એ લોકાગ્રના ક્ષેત્રનો સિદ્ધભગવાનના આત્મામાં પ્રવેશ નથી. પોતાના ક્ષેત્રમાં (-આત્મામાં) સિદ્ધભગવાન પોતે
‘નિશ્ચયથી તે દેવ સહજપરમચૈતન્યચિંતામણિસ્વરૂપ નિત્યશુદ્ધ નિજ રૂપમાં જ વસે છે.” સિદ્ધભગવાન લોકના અગ્રે છે એ વ્યવહારથી વાત હતી. હવે ‘નિશ્ચયથી” કહે છે કે, તે દેવ' - પરમાત્મા સિદ્ધભગવાન ‘સહજપરમચૈતન્યચિંતામણિસ્વરૂપ' – સ્વાભાવિક પરમચૈતન્યચિંતામણિસ્વરૂપ.........અહા! 'ક' બોલવામાં અસંખ્ય સમય જાય છે. તેનામાંના એક સમય જેટલા કાળમાં સમસ્ત લોકાલોક જણાઈ જાય એવી તાકાતવાળું ચૈતન્યચિંતામણિ રતન છે અને આવા સહજપરમચૈતન્યચિંતામણિસ્વરૂપ નિત્યશુદ્ધ નિજ રૂપમાં જ નિશ્ચયથી તે દેવ વસે છે. અર્થાત્ સિદ્ધભગવાનની પર્યાય કાયમ નિત્યસ્વરૂપમાં જ વસે છે, નિર્મળ શુદ્ધસ્વરૂપ છે તેમાં વસે છે એમ કહે છે. બીજી રીતે કહીએ તો, સમયે-સમયે પોતાની પરમ અનંત અતીન્દ્રિય આનંદદશારૂપી અમૃતનું ભોજન સિદ્ધભગવાન કરે છે. લ્યો, તેમને અતીંદ્રિય આનંદામૃતનો ભોગ સમયે-સમયે છે એમ કહે છે. અજ્ઞાની બહારમાં ભગવાનને ભોગ-થાળ ચડાવે છે ને? પણ તે ભોગ તો ધૂળનો છે, તેની અહીં વાત નથી. અહીં તો અનંત અતીંદ્રિય આનંદના અનુભવરૂપ ભોગ સિદ્ધ પરમાત્માને પ્રગટ્યો છે એમ કહે છે અને એવા તે સિદ્ધભગવાન નિત્યશુદ્ધ નિજ રૂપમાં જ વસે છે. નિત્યશુદ્ધ નિજ સ્વરૂપમાં જ સિદ્ધપરિણતિ વસે છે.
આ રીતે નિશ્ચયથી સિદ્ધભગવાન નિજ સ્વરૂપમાં વસે છે અને વ્યવહારથી લોકના અગ્રે રહે છે. (વ્યવહારથી) સિદ્ધભગવાન લોકના અગ્રે છે એમ કહેવું તે બરાબર છે. કેમ કે તેઓ લોકના અગ્રે છે, પણ કાંઈ લોકમાં નીચે નથી. માટે (વ્યવહાર) અપેક્ષાએ એ વાત બરાબર છે. આ રીતે સિદ્ધભગવાનનો આત્મા લોકના અગ્રે છે એમ કહેવું તે વ્યવહાર છે. નિશ્ચયથી તો તેઓ પોતાના સ્વરૂપમાં જ છે. નિજ અતીન્દ્રિય મંદિરમાં – પોતાની નિરાવરણ નિર્મળદશા થઈ છે એમાં – સિદ્ધભગવાન વસે છે.
અહા! આત્મા અરૂપી હોવા છતાં પણ મહા પદાર્થ છે. તે અરૂપી તો તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી માટે છે, છતાં પણ તે અરૂપી આત્માનું પોતાનું સ્વરૂપ છે. અર્થાત્
Page #275
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૨]
[૨૬૩
અરૂપી આત્માનું રૂપ-સ્વરૂપ છે. લ્યો, અરૂપીનું પણ રૂપ! પરંતુ અરૂપી હોવા છતાં આત્માનું કોઈ સ્વરૂપ છે કે નહિ? જેમ આ શરીર જડસ્વરૂપ છે તેમ આ અરૂપી આત્માનું પણ સ્વરૂપ છે, તે સ્વરૂપવાળો પદાર્થ છે.
અહીં કહ્યું કે, વિજ્ઞાનઘન ચૈતન્યચિંતામણિ રતન એવા નિત્યશુદ્ધ નિજ રૂપમાં જ સિદ્ધભગવાન વસે છે. - આ એમનું નિશ્ચય ક્ષેત્ર છે. અને તેઓ લોકના અગ્રે રહે છે એમ કહેવું તે, પરની અપેક્ષા આવતી હોવાથી, વ્યવહાર છે.
શ્લોક
૧૦૨ ઉપરનું પ્રવચન
‘અવ્યાવાધાન્નમામિ’ અવ્યાબાધ એવા સિદ્ધભગવાનના સ્વરૂપને હું નમસ્કાર કરું છું.
‘જેઓ સર્વ દોષોને નષ્ટ કરીને દેહમુક્ત થઈને ત્રિભુવનશિખરે સ્થિત છે.’ લ્યો ભાઈ! અહીં તો સર્વ સિદ્ધો સર્વ દોષોનો નાશ કરીને સિદ્ધ થયા અને અનાદિથી આ રીતે જ પરંપરા ચાલે છે એમ કહે છે.
પ્રશ્ન :- સિદ્ઘ તો અનાદિના છે ને? પહેલાં બધા જ સંસારી હતા અને પછી કોઈ સિદ્ધ થયું એમ તો નથી? (છતાં અહીં ‘સિદ્ધ થયા' એમ કેમ કહ્યું?)
સમાધાન :- ભાઈ! એક-એક વ્યક્તિની અપેક્ષાએ તો એમ જ કહેવાય કે તેઓ પહેલાં સંસારી હતા અને પછી સિદ્ધ થયા. તેમને પહેલાં સંસારદશા હતી જ નહીં એમ નથી, પરંતુ સમસ્તીગતની અપેક્ષાએ એમ કહેવાય કે અનંતા સિદ્ધ અનાદિના છે. પહેલાં કોઈ સિદ્ધ નહોતા અને કોઈ પહેલાં-વહેલા જ સંસારનો નાશ કરીને સિદ્ધ થયા એમ હોય નહિ. અનંત સિદ્ધ પણ અનાદિના છે અને અનંત સંસારી પણ અનાદિના છે. અનાદિથી જ બધું (સંસારપણું અને સિદ્ધપણું) રહેલું છે. આ રીતે, ‘કોઈ સિદ્ધ થયા’ એમ જ્યારે (વ્યક્તિગત) કહીએ ત્યારે તો એમ જ કહેવાય કે તેઓ સર્વ દોષોને નષ્ટ કરીને દેહમુક્ત થયા. લ્યો, જે છેલ્લો દેહ હતો એનાથી મુક્ત થઈને સિદ્ધભગવાન ત્રિભુવનશિખરે સ્થિત છે. ત્રણ ભુવનના શિખરની ઉપર સ્થિત છે.
-
‘જેઓ નિરુપમ વિશદ (-નિર્મળ) જ્ઞાનદર્શનશક્તિથી યુક્ત છે.’ જેને ઉપમા ન અપાય એવા નિર્મળ જ્ઞાન-દર્શનથી સિદ્ધભગવાન યુક્ત છે—સહિત છે. અહા!
-
Page #276
--------------------------------------------------------------------------
________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
સિદ્ધભગવાન નિરુપમ વિશદ જ્ઞાન-દર્શનથી સહિત છે, પણ પરથી સહિત છે એમ છે નહિ. વળી જોયું? નિરુપમ ઉપરાંત નિર્મળ કહ્યું છે. અર્થાત્ જેને ઉપમા ન મળે એવા નિર્મળ જ્ઞાન-દર્શનની શક્તિથી સિદ્ધભગવાન સહિત છે.
૨૬૪]
આ પર્યાયની વાત છે હોં. સામાન્ય રીતે જ્ઞાન-દર્શનરૂપ ત્રિકાળી શક્તિ એ ગુણ છે. પણ અહીં જ્ઞાન-દર્શનશક્તિ કહી છે એ પર્યાયની વાત છે.
‘જેમણે આઠ કર્મની પ્રકૃતિના સમુદાયને નષ્ટ કર્યો છે.’ પ્રશ્ન :- શું ભગવાન કર્મનો નાશ કરે?
સમાધાન :- ભાઈ! (વ્યવહારથી) ભાષા શું આવે? તેમણે આઠ કર્મની પ્રકૃતિના સમુદાયને એટલે કે કર્મના સ્વભાવના સમુદાયને નષ્ટ કર્યો છે એમ કહે છે એનો અર્થ એ છે કે સિદ્ધભગવાને પોતાનો સ્વભાવ પૂર્ણ પ્રગટ કર્યો છે.
‘જેઓ નિત્યશુદ્ધ છે.’ લ્યો, અહીંયા પણ ફરીને આવ્યું કે સિદ્ધભગવાન નિત્યશુદ્ધ છે. (શ્લોક ૧૦૧ અને ગાથા ૭ર માં પણ ‘નિત્ય’ શબ્દ છે.) સિદ્ધભગવાનને નિર્મળદશા પ્રગટ થઈ છે તે કાયમ એવી ને એવી રહે છે, તેથી નિત્યશુદ્ધ છે એમ કહેવામાં આવે છે.
‘વ્યય વિનાનો ઉત્પાદ અને ઉત્પાદ વિનાનો વ્યય’ – એમ શ્રી પ્રવચનસારમાં (ગાથા ૧૭ માં) આવે છે ને ભાઈ? અહા! સિદ્ધપર્યાય પ્રગટી છે તે કેવી છે? કે તે ‘વ્યય વિનાનો ઉત્પાદ’ છે. એ સિદ્ઘપર્યાય પ્રગટી તે નિત્ય છે. કેમ કે એ ઉત્પાદ વ્યય વિનાનો છે. હવે એ પર્યાયનો વ્યય-નાશ થાય એમ છે નહિ. તથા ઉત્પાદ વિનાનો વ્યય' છે. સંસારનો નાશ-વ્યય થયો તે ‘ઉત્પાદ વિનાનો વ્યય' છે. તેથી હવે સંસારનો ઉત્પાદ કેવી રીતે થાય? હવે કોઈ દિવસ સંસાર ઉત્પન્ન નહિ થાય, સંસારનો ઉત્પાદ થવાનો નથી. અહા ! આવું હોય તો જ સિદ્ધપણું કાયમ રહે ને? નિત્ય રહે ને? અહા! આવા સિદ્ધભગવાન છે અને તું પણ સિદ્ધભગવાનની નાતનો છો હોં એમ કહે છે.
અરે! આવું સ્વરૂપ બીજે ક્યાં છે? બીજે તો બધા ગપ્પા મારે છે. કોઈ તો,‘મહાવીરની વાણી ને અન્યની વાણી' એમ સમન્વય કરવા જાય છે ને? પણ ભાઈ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે. જૈનદર્શન કોઈ સંપ્રદાય નથી, પણ વિશ્વદર્શન છે. જેવું વિશ્વનું અર્થાત્ આત્મા અને જડનું સ્વરૂપ છે એવું તેમાં કહ્યું છે. અહીં કહ્યું કે, સિદ્ધભગવાનને પર્યાય પ્રગટ થઈ તે નિત્યશુદ્ધ છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૨]
[૨૬૫
જેઓ અનંત છે.” - એ સિદ્ધપર્યાય અનંત છે. આવી ને આવી પર્યાય અંત આવ્યા વિના થયા જ કરશે.
“અવ્યાબાધ છે.” આ સિદ્ધપર્યાયને કોઈ વિઘ્ન કરનાર નથી. લ્યો, સિદ્ધભગવાન અવ્યાબાધ છે એમ કહે છે.
પ્રશ્ન :- સિદ્ધને ધર્માસ્તિકાયે રોક્યા છે કે નહીં?
સમાધાન :- (ના). જો સિદ્ધને ધર્માસ્તિકાયે રોક્યા હોય તો તેઓ અવ્યાબાધ ન રહે.
પ્રશ્ન :- તો પછી તેઓ ઉપર (-લોકની આગળ) કેમ જતા નથી?
સમાધાન :- ભાઈ! સિદ્ધભગવાન લોકનું દ્રવ્ય છે તેથી લોકમાં જ રહે છે. અલોકમાં કેવી રીતે જાય? અહા! તોતિ તિ તો: લોક જ એને કહેવાય કે જ્યાં છે દ્રવ્યો દેખાય. અને જ્યાં છ દ્રવ્યો છે નહિ, પણ એક આકાશ છે તેનું નામ અલોક છે. તો, સિદ્ધભગવાન લોકની ચીજ છે તેથી લોકમાં રહે છે, પણ અલોકમાં જતા નથી. અહા! આવી વાત જુઓ તો ખરા! સર્વજ્ઞ પરમેશ્વરે જે વસ્તુની સ્થિતિ વર્ણવી છે એવી વસ્તુસ્થિતિ બીજે ક્યાંય નથી. ભલે અજ્ઞાની મોટી-મોટી વાતો કરે અને લાખો માણસો ભેગા થાય, તો પણ ધૂળમાંય તેમાં કાંઈ નથી. અહા! સત્ય તો આ છે.
‘ત્રિભુવનતિન - ત્રણ લોકમાં પ્રધાન છે.” સિદ્ધભગવાન ત્રણ લોકનું તિલક છે અર્થાત્ તેઓ લોકાગ્રે બિરાજે છે.
સિદ્ધિતીમત્તિનીશાન - મુક્તિસુંદરીના સ્વામી છે.” મુક્તિરૂપી સુંદરી એટલે પૂર્ણ પવિત્ર જ્ઞાન અને આનંદની દશા. આવી જે સિદ્ધપર્યાય છે તેના સિદ્ધભગવાન સ્વામી છે. મતલબ કે પોતાની નિર્મળ પર્યાયના સિદ્ધભગવાન સ્વામી છે. પ્રશ્ન :- સિદ્ધભગવાન લોકના નાથ (-સ્વામી) કહેવાય છે ને?
સમાધાન :- ભાઈએ તો સિદ્ધભગવાન લોકને જાણે છે તેથી લોકના નાથ કહેવાય છે.) તે સિવાય બીજું કાંઈ નથી (અર્થાત્ ખરેખર તેઓ લોકના નાથ છે નહીં). ‘નમોત્થણ'માં આવે છે ને? કે “લોગનાહાણ, લોગહિઆણં, લોગપઈવાણું, લોગપmઅગરાણ, અભયદયાણ, ચખુદયાણ, મગ્નદયાણ...' વગેરે ઘણા વિશેષણ તેમાં છે. તેમાં તો ઘણું બધું ભર્યું છે, પણ તેના અર્થની લોકોને ખબર નથી. જો કે અમે તો આ બધાના અર્થ સંપ્રદાયમાં કરતા.
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૬૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
તે સર્વ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે હું નમું છું.” લ્યો કહે છે કે, હું ભગવાનને નમું છું એનાથી મને સિદ્ધિ પ્રાપ્ત થશે.
પ્રશ્ન :- સિદ્ધને નમે છે એ તો વિકલ્પ છે. તો તેનાથી સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત
થાય?
સમાધાન :- ભાઈ ! એ તો વ્યવહારથી વાત છે. “મોક્ષશાસ્ત્ર'ના મંગલાચરણમાં પણ નથી આવતું? કે ‘વન્ટે ત ત્તબ્ધયે ' હે ભગવાન ! તમારા ગુણોની પ્રાપ્તિ માટે તમને હું નમું છું. પણ એ તો (વ્યવહારથી એમ જો વાત કરે. ખરેખર તેનો અર્થ એ છે કે હે ભગવાન! તમારી જે જાત (દશા) છે એ મારે અંતરમાંથી પ્રગટ કરવી છે. અહા! ભગવાનના વંદન કરવાના વિકલ્પથી કાંઈ નિર્મળદશા પ્રગટ થાય એમ નથી. ભાઈ! એ તો શ્રી સમયસારમાં પહેલાં શરૂઆતમાં કલશ ૩માં) ન કહ્યું? કે આ ટીકા કરતાં મારી શુદ્ધિ વધી જાઓ. હવે, ટીકા કરતાં શુદ્ધિ વધી જાઓ” એમ કહ્યું તો છે, પરંતુ એ ટીકા કરવામાં તો વિકલ્પ છે. તો શું વિકલ્પથી શુદ્ધિ વધે ? (ના.) પણ સમજાવવું છે ત્યાં શું લખે માટે આચાર્યદેવ જે લખે છે તે બરાબર છે. આચાર્યદેવ એમ કહેવા માગે છે કે એ ટીકા લખવા સમયે પણ મારો આશ્રય તો અંતરમાં ચૈતન્ય તરફ જ છે, મને ચૈતન્યનો જ આશ્રય વર્તે છે. તેથી ચૈતન્યના આશ્રયની ઉગ્રતા થતાં અશુદ્ધતા ટળી જાઓ અને શુદ્ધતા વધી જાઓ.
‘લોગસ્સસૂત્ર'માં – ચોવીસ તીર્થકરની સ્તુતિમાં - પણ ‘સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ' એમ આવે છે ને? હે સિદ્ધભગવાન! મને સિદ્ધિ દેખાડો (-આપો). એનો અર્થ એ છે કે હું કેવળજ્ઞાન પ્રગટ કરીશ ત્યારે મને સિદ્ધિ દેખાશે (-પ્રાપ્ત થશે.)
અહીંયા કહે છે કે તે સર્વ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે - મુક્તિની પ્રાપ્તિ અર્થે ‘નમું છું - હું વંદું છું. મારું પ્રયોજન - મારો હેતુ – મારા સ્વભાવનો આશ્રય લઈને પૂર્ણતાની પ્રાપ્તિ કરું એ છે, પણ કાંઈ આપને વંદન કરવાનો વિકલ્પ છે એનાથી મને પૂર્ણતા થશે એ મારો હેતુ (-અભિપ્રાય) નથી. ભગવાનના વંદનના વિકલ્પ કાળે પણ મારો આશ્રય તો સ્વચૈતન્ય ઉપર જ છે અને તે આશ્રય વધીને મુક્તિની પ્રાપ્તિ થશે. – આ મારો હેતુ છે અને તેથી હું આપને વંદું એમ કહે છે.
પ્રશ્ન :- સિદ્ધભગવાનને નમવું એ તો પદ્રવ્યને નમવું છે અને પરદ્રવ્યને નમવું એ તો વિકલ્પ છે. તો પછી તેનાથી મુક્તિ કેમ થાય?)
Page #279
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૨]
[૨૬૭
સમાધાન :- ભાઈ! સિદ્ધને નમવું એ વિકલ્પ જ છે, રાગ છે. પણ એ વખતે સ્વના આશ્રયનું જોર કરીને હું મુક્તિ પ્રાપ્ત કરું એ જ મારી અભિલાષા છે. તે સિવાય કોઈ રાગમાં અટકું કે રાગનું ફળ મને મળજે એવી અભિલાષા નથી એમ મુનિરાજ કહે છે. અહા! કોઈને થાય કે આ તો ભારે વીતરાગની વાણી! - વ્યવહારથી કંઈક વર્ણવે અને નિશ્ચયથી કંઈક વર્ણવે? ભાઈ! ત્યારે જ તો બે નય વિરોધી થઈ ને? (નહીંતર બે નય જ ન રહે.)
છે શ્લોક - ૧૦૩ ઉપરનું પ્રવચન જેઓ નિજ સ્વરૂપમાં સ્થિત છે.” - સિદ્ધભગવાન પોતાના આનંદાદિ અનંત ગુણની નિર્મળ પરિણતિમાં સ્થિત છે.
જેઓ શુદ્ધ છે.” - સિદ્ધપરમાત્મા પરિપૂર્ણ પવિત્ર છે.
જેમણે આઠ ગુણરૂપી સંપદા પ્રાપ્ત કરી છે.– ક્ષાયિક સમકિત, અનંત જ્ઞાન, અનંત દર્શન આદિ આઠ ગુણરૂપ પર્યાય પ્રાપ્ત કરી છે.
“અને જેમણે આઠ કર્મોનો સમૂહ નષ્ટ કર્યો છે, તે સિદ્ધોને હું ફરીફરીને વંદું છું.” “નમો સિદ્ધાળ' - આવા સિદ્ધભગવાનને ઓળખીને હું ફરીફરીને નમસ્કાર કરું છું એમ ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ કહે છે.
ગાથા - ૭ર ) શ્લોક - ૧૦૧ થી
૧૦૩
પ્રવચન નં. NSS / ૬૫
૬૬
તારીખ ૧૨-૭-૭૧ ૧૩-૭-૭૧
Page #280
--------------------------------------------------------------------------
________________
હું
ગાથા - ૭૩
पंचाचारसमग्गा पंचिंदियदंतिदप्पणिद्दलणा । धीरा गुणगंभीरा आयरिया एरिसा होति ॥७३॥ पंचाचारसमग्राः पंचेन्द्रियदंतिदर्पनिर्दलनाः । धीरा गुणगंभीरा आचार्या ईदृशा भवन्ति ॥७३॥ પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર ગુણગંભીર છે, પંચૅકિંગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩.
અન્વયાર્થ:- (પંચાવારસમણT:) પંચાચારોથી પરિપૂર્ણ, (ન્દ્રિયવંતિવનિર્વતના:) પંચેઢિયરૂપ હાથીના મદનું દલન કરનારા, (ધીરT:) ધીર અને (મુખમીરT:) ગુણગંભીર - (કુંદણ:) આવા, (કાવાર્યો:) આચાયો (મત્તિ) હોય છે.
ટીકા:- અહીં આચાર્યનું સ્વરૂપ કહ્યું છે. | (ભગવંત આચાર્યો કેવા હોય છે?) (૧) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય નામના પાંચ આચારોથી પરિપૂર્ણ; (૨) સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર નામની પાંચ ઈંદ્રિયોરૂપી મદાંધ હાથીના દર્પનું દલન કરવામાં દક્ષ (-પચંદ્રિયરૂપી મદમત્ત હાથીના મદના ચૂરેચૂરા કરવામાં નિપુણ); (૩-૪) સમસ્ત ઘોર ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરતા હોવાથી ધીર અને ગુણગંભીર–આવાં લક્ષણોથી લક્ષિત, તે ભગવંત આચાયો હોય છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૩]
[૨૬૯
એવી રીતે (આચાર્યવર) શ્રી વાદિરાજદેવે કહ્યું છે કે:
| (શાર્દૂત્તવિક્રીડિત) "पंचाचारपरानकिंचनपतिन्नष्ट कषायाश्रमान्
चंचज्ज्ञानबलप्रपंचितमहापंचास्तिकायस्थितीन् । स्फाराचंचलयोगचंचुरधियः सूरीनुदंचद्गुणान्
अंचामो भवदुःखसंचयभिदे भक्तिक्रियाचंचवः ॥" (શ્લોકાર્થ:-) જેઓ પંચાચારપરાયણ છે, જેઓ અકિંચનતાના સ્વામી છે, જેમણે કષાયસ્થાનોને નષ્ટ કર્યા છે, પરિણમતા જ્ઞાનના બળ વડે જેઓ મહા પંચાસ્તિકાયની સ્થિતિને સમજાવે છે, વિપુલ અચંચળ યોગમાં (-વિકસિત સ્થિર સમાધિમાં) જેમની બુદ્ધિ નિપુણ છે અને જેમને ગુણો ઊછળે છે, તે આચાયોને ભક્તિક્રિયામાં કુશળ એવા અમે ભવદુ:ખરાશિને ભેદવા માટે પૂજીએ છીએ.” વળી આ ૭૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
(હરિ) सकलकरणग्रामालंबाद्विमुक्त मनाकुलं स्वहितनिरतं शुद्धं निर्वाणकारणकारणम् । शमदमयमावासं मैत्रीदयादममंदिरं निरुपममिदं वंद्यं श्रीचन्द्रकीर्तिमुनेर्मनः ॥१०४॥
(શ્લોકાર્થ:-) સકળ ઇંદ્રિયસમૂહના આલંબન વિનાનું, અનાકુળ, સ્વહિતમાં લીન, શુદ્ધ, નિર્વાણના કારણનું કારણ (મુક્તિના કારણભૂત શુક્લધ્યાનનું કારણ), *શમદમ-યમનું નિવાસસ્થાન, મૈત્રી-દયા-દમનું મંદિર (ઘર) - એવું આ શ્રીચંદ્રકીર્તિમુનિનું નિરુપમ મન (ચૈતન્યપરિણમન) વંદ્ય છે. ૧૦૪.
* શમ = શાંતિ; ઉપશમ. દમ = ઈંદ્રિયાદિનું દમન, જિતેંદ્રિયતા. યમ = સંયમ.
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૭૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કે હું ગાથા - ૭૩ ઉપરનું પ્રવચન છે રે
આ નિયમસાર સિદ્ધાંત-શાસ્ત્ર છે. તેમાં વ્યવહારચારિત્ર અધિકાર ચાલે છે. જૈનદર્શનમાં–વીતરાગ માર્ગમાં–પંચ પરમેષ્ટિ કેવા હોય એનું આ વર્ણન છે. તેમાં અરિહંતનું અને સિદ્ધનું વર્ણન આવી ગયું. આજે આચાર્યનું વર્ણન ૭૩ મી ગાથામાં છે કે આચાર્યો કેવા હોય.
અહીં આચાર્યનું સ્વરૂપ કહ્યું છે.'
(ભગવંત આચાર્યો કેવા હોય છે?)' -જૈન પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરદેવના શાસનમાં આચાર્યનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન અહીં કરે છે.
‘(૧) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય નામના પાંચ આચારોથી પરિપૂર્ણ”. -આ જ્ઞાન એટલે નિશ્ચયજ્ઞાન હો. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે એનું જ્ઞાન થવું અર્થાત્ અંતરથી જ્ઞાનનું શુદ્ધ પરિણમન પ્રગટવું એ જ્ઞાનાચાર છે. દર્શનાચાર એટલે સમ્યગ્દર્શનનું શુદ્ધ પરિણમન પ્રગટવું. ચારિત્રાચાર એટલે આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં રમણતારૂપ ચારિત્ર. આત્માની અંદર રમણતારૂપ ચારિત્રનું પ્રગટવું તે ચારિત્રાચાર છે. તપાચાર એટલે શુદ્ધ આનંદાદિની વિશેષ શોભિત-તપિત નિર્મળ દશા-પરિણતિ થવી. વીર્યાચાર એટલે જે બળ આચારરૂપ પરિણમી રહ્યું છે. જે વીર્ય પુણ્ય-પાપના રાગ વિનાના શુદ્ધ સ્વરૂપની રચના કરે એટલે કે શુદ્ધ શક્તિના સત્ત્વનું પરિણમન કરવામાં જે વીર્ય સમર્થ થયું તે વીર્યાચાર છે. - આ નામના પાંચ આચારોથી આચાર્ય પરિપૂર્ણ હોય છે. લ્યો, જૈનદર્શનમાં આચાયોનું અંતરંગ સ્વરૂપ આવું હોય છે. બાહ્યમાં પણ તેઓને પંચ આચાર વિકલ્પરૂપ હોય છે. તેમની નગ્ન દશા હોય છે અને તેઓ જંગલમાં વસતા હોય છે. આવું ત્રણે કાળે જિનશાસનના આચાર્યોનું (અંતર અને બાહ્ય) સ્વરૂપ છે.
‘(૨) સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર નામની પાંચ ઇંદ્રિયોરૂપી મદાંધ હાથીના દર્પનું દલન કરવામાં દક્ષ (પંચૅક્રિયરૂપી મદમત્ત હાથીના મદના ચૂરેચૂરા કરવામાં નિપુણ.)' હાથી જાણે કે મદમાં આવ્યો હોય તેમ અજ્ઞાનીને પાંચ ઇંદ્રિયોનો મદ હોય છે. તે દર્પનું (-મદનું) દલન કરવામાં આચાર્ય દક્ષ છે એટલે કે મદના ચૂરેચૂરા કરવામાં નિપુણ છે. અહા! આચાર્યને અતીન્દ્રિય આનંદ ઉગ્રપણે પરિણમ્યો છે. તે દ્વારા તેઓ પાંચ ઇન્દ્રિયોના વિષયને જીતે છે અર્થાત્ વિષય તરફની વિકલ્પદશા ઉત્પન્ન થતી
Page #283
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૩]
[૨૦૧
નથી. અને તેને પાંચ ઇંદ્રિયોરૂપી મદાંધ હાથીના મદના ચૂરેચૂરા કરવામાં નિપુણ છે એમ કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો રાગ વિનાના નિર્વિકલ્પ આનંદની દશામાં રમતાં-રમતાં—અતંદ્રિય આનંદની પરિણતિમાં ઝૂલતાં-ઝૂલતાં આચાર્યે પાંચેય ઇંદ્રિયના મદનો નાશ કર્યો છે. બહુ ઝીણું!
અહા! આત્માને આ શરીર સાથે સંબંધ નથી, કેમ કે આ તો જડ-માટી છે. પણ અંદર ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ આનંદસ્વરૂપ છે એનું જેને પરિણમન થયું છે એટલે કે જેને અતીદ્રિય આનંદની અવસ્થા ઉગ્રપણે પરિણમી છે એ આચાર્યે એ પરિણમનથી પાંચ ઇંદ્રિયોના વિષયને જીત્યા છે એમ કહે છે.
‘(૩-૪) સમસ્ત ઘોર ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરતા હોવાથી ધીર અને ગુણગંભીર.’ ‘સમસ્ત ઘોર ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરતા હોવાથી ઘીર' -એ ત્રીજો બોલ છે. આચાર્યના આત્મામાં એટલી શાંતિ, અવિકારી દશા અને નિર્દોષ પવિત્રતા પ્રગટી છે કે તેઓ ઘોર ઉપસર્ગ ઉપર પણ વિજય પ્રાપ્ત કરે છે.
અરે! પ્રતિકૂળતાના અનંત ગંજ આવે તોપણ તેના પ્રત્યે ‘આ ઠીક નથી’ – એવો વિકલ્પ તેમને થતો નથી અને તેઓ આનંદમાં રમતા હોય છે. લ્યો, આચાર્ય આને કહીએ. ‘નમો આયરિયાણં” એમ (નમસ્કાર મંત્રમાં) આવે છે ને? જો કે ખરેખર તો, ‘નમો તોડ્ સવ્વ આરિયાળ’છે. તો, અઢી દ્વીપમાં જૈનદર્શનના આચાર્યો આવા હોય છે તેમને નમસ્કાર.
હવે ચોથો બોલ: આચાર્ય ગુણગંભીર છે. તેમના ગુણની દશા એટલી ગંભીર છે કે સાધારણ જીવ એનો પત્તો ન ખાઈ શકે. એવી આચાર્યની દશા છે. અતીદ્રિય આનંદપૂર્વક નિર્મળ જ્ઞાન, શ્રદ્ધા, શાંતિ વગેરે એવી દશાઓ પ્રગટી છે તેના કારણે તેઓ ગુણગંભીર છે. જુઓ, જૈનદર્શનના આચાર્યોનું આવું સ્વરૂપ છે.
‘આવાં લક્ષણોથી લક્ષિત, તે ભગવંત આચાર્યો હોય છે.’ લ્યો, ટીકામાં આચાર્ય માટે ‘ભગવંત’ શબ્દ વાપર્યો છે. પહેલાં (ટીકાની શરૂઆતમાં) ‘ભગવંત’ શબ્દ કૌંસમાં નાખ્યો હતો. પણ આ તો ટીકાના પાઠમાં જ ‘ભગવંત’ શબ્દ આવ્યો છે કે ‘તે ભગવંત આચાર્યો હોય છે.’
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૭૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છેઆધારના શ્લોક ઉપરનું પ્રવચન કર્યું હવે, બીજનો (-શ્રી વાદિરાજદેવનો) આધાર આપે છે:
કેવા હોય છે જૈનના આચાર્ય? કે જેઓ પંચાચારપરાયણ છે.” અંતરના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય – એ પાંચ આચારમાં અર્થાત્ પુણ્ય-પાપના રાગ રહિત અંદરના શુદ્ધ આચરણમાં જેઓ તત્પર છે. આનંદનું ધામ એવા ભગવાન આત્માના પંચ આચારમાં આચાર્ય તત્પર છે. લ્યો, પંચાચાર એ આત્માનું આચરણ છે અને એમાં આચાર્ય તત્પર છે એટલે કે વીતરાગી પરિણતિમાં તત્પર છે એમ કહેવું છે.
જેઓ અકિંચનતાના સ્વામી છે. જેમને પરિગ્રહનો એક અંશ – રાગનો અંશ કે કપડાનો કટકોય - નથી એવા જૈનના આચાર્યભગવાન, ભગવાને વર્ણવ્યા છે. અહા!
અકિંચનતાના સ્વામી' કહેતાં તેમને બાહ્યમાં નગ્ન દશા હોય છે અને અંદરમાં રાગનો કણ પણ હોતો નથી.
જેમણે કાયસ્થાનોને નષ્ટ કર્યા છે.” શુભ-અશુભરાગરૂપ કષાય એટલે કે વિકાર ભાવ છે તેનો જેમણે નાશ કરી નાખ્યો છે અને જેઓ વીતરાગ પરિણતિમાં ઝૂલે છે.
પરિણમતા જ્ઞાનના બળ વડે જેઓ મહા પંચાસ્તિકાયની સ્થિતિને સમજાવે છે.” કહે છે કે આ જગતમાં પંચાસ્તિકાય છે. એક કાળદ્રવ્ય સિવાય આત્મા (જીવ), પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એવા પાંચ અસ્તિકાય છે. કાળદ્રવ્યની અતિ છે, પણ કાય (બહુપ્રદેશી) નથી. એટલે અસ્તિકામાં કાળદ્રવ્યને ગમ્યું નથી. તો, આવું પંચાસ્તિકાયનું સ્વરૂપ પરિણમતા જ્ઞાનના બળ વડે (આચાર્ય) સમજાવે છે અર્થાત્ તેઓ એકલી ધારણાથી સમજવતા નથી એમ કહે છે.
અહા! આચાર્યદેવને ભગવાન આત્માના આશ્રયે અંદર જ્ઞાનમાં વીતરાગી પરિણમન થઈ ગયું છે અને તે પરિણમતા જ્ઞાનના બળ વડે તેઓ પંચાસ્તિકાયનું સ્વરૂપ સમજાવે છે. તેઓ કાંઈ એકલી વાત કરવા બેઠા છે એમ નથી તેમ જ જે રીતે ભગવાને પંચાસ્તિકાય કહ્યાં છે એની એકલી ધારણા કરી છે અને આચાર્યદવ કહે છે એમ પણ નથી. પરંતુ પંચાસ્તિકાય જગતમાં છે એવું અંદર જ્ઞાનમાં પરિણમન થઈ ગયું છે. એટલે કે જ્ઞાનસ્વરૂપ-ચિદાનંદસ્વરૂપ આત્માના જ્ઞાનનું પરિણમન અંદર થઈ ગયું છે અને તે પરિણમનના બળ વડે આચાર્યદેવ પંચાસ્તિકાયનું કથન કરે છે એમ કહે છે. લ્યો, તેઓએ
Page #285
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૩]
[૨૭૩
ભગવાન પાસેથી સાંભળેલું છે, પણ માત્ર સાંભળીને જ કહે છે એમ નથી. પણ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માના અવલંબે તેમની દશા પવિત્ર થઈ ગઈ છે અને તે દશાના પરિણમનપૂર્વક તેઓ પંચાસ્તિકાયનું કથન કરે છે.
જુઓ, “મહા પંચાસ્તિકાય એમ ભાષા લીધી છે ને? મતલબ કે જેનો ક્યાંય અંત નથી એવું લોકાલોકમય આકાશ એ આકાશાસ્તિકાય છે, એક એક જીવ અસંખ્ય પ્રદેશી છે અને એવા અનંત આત્માઓ એ જીવાસ્તિકાય છે, જીવથી અનંત ગુણા પરમાણુઓ એ પુદ્ગલાસ્તિકાય છે તેમ જ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. - આવી મહા પંચાસ્તિકાયની મર્યાદા-સ્થિતિ છે અને તેને આચાર્યદેવ સમજાવે છે. અહા! જગતમાં એક જ આત્મા છે અથવા તો અનંત આત્મા જ છે એમ નથી. પરંતુ જગતમાં અનંત આત્માઓ છે, અનંત પરમાણુઓ છે, એક ધર્માસ્તિકાય છે, એક અધર્માસ્તિકાય છે અને એક આકાશ છે. –આવા પાંચ અસ્તિકાય જગતમાં છે. “અસ્તિ' એટલે છે અને ‘કાય' એટલે ઘણા પ્રદેશનો સમૂહ. અરે! લૌકિકથી આ ભાષા પણ જુદી જાતની છે. આવું સ્વરૂપ છે!
અહીં કહ્યું કે, જેમનું જ્ઞાનસ્વરૂપ અંદર વીતરાગભાવે પરિણમી ગયું છે તે આચાર્યદેવ જ્ઞાનના પરિણમનના બળ વડે આકાશાદિ મહા પંચાસ્તિકાયની સ્થિતિ સમજવે છે. કેમ કે તેઓ આચાર્ય છે ને?
વિપુલ અચંચળ યોગમાં (વિકસિત સ્થિર સમાધિમાં) જેમની બુદ્ધિ નિપુણ છે.” વિપુલ અચંચળ યોગ કહેતાં વિકસિત સ્થિર આનંદમય સમાધિ અર્થાતુ અકષાય શાંતિ. કહે છે કે વીતરાગ ભાવમય શાંતિના પરિણમનરૂપ સમાધિમાં - આનંદમય શાંતિરૂપ સમાધિમાં – જેમની બુદ્ધિ નિપુણ છે... આ સમાધિ એટલે બહારના બાવા અને જોગી સમાધિ કરે (-લગાવે) છે તેની વાત નથી હોં. લોગસ્સસૂત્ર'માં પણ આવે છે ને? કે ‘સમાવિવરમુત્તમં કિંતુ'. પણ અર્થ કોને આવડે? ક્રિયાકાંડી તો “અર્થ ભગવાન જાણે” એમ કહે છે. ‘સમાવિરમુત્તમ દિંતુ' નો અર્થ શું છે? કે (હે ભગવાન!) મને ઉત્તમ સમાધિ આપો.
તે કઈ સમાધિ ? બહારના બાવા કરે છે તે સમાધિ? | (ના.) અહીંયા તો આધિ-વ્યાધિ-ઉપાધિ રહિત આત્માની વીતરાગી શાંતિને સમાધિ કહે છે. આધિ નામ મનના સંકલ્પ-વિકલ્પ, વ્યાધિ નામ શરીરના રોગ અને
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૦૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ઉપાધિ નામ સંયોગ. -આ ત્રણેયથી રહિત આત્મામાં શાંત...શાંત...શાંત દશા પ્રગટે તેને સમાધિ કહે છે. સમાધિ પ્રગટતાં તો આત્મામાં શાંતિનો દરિયો ઉછળે એમ કહે છે. તેથી તો જુઓ ને! વિકસિત અચંચળ યોગ થયો એમ કહે છે ને?
અહા! વિપુલ એટલે વિકસિત સ્થિર સમાધિમાં આચાર્યની બુદ્ધિ નિપુણ છે મતલબ કે એવી સમાધિમાં આચાર્ય ડાહ્યા છે, નિપુણ છે. અને તેઓ પરમ આનંદમય શાંતિમાં ઝૂલે છે.
‘અને જેમને ગુણો ઊછળે છે.' લ્યો, આચાર્યને આત્માના અનંત ગુણ છે તે ઊછળે છે – પર્યાયમાં પરિણમે છે. દરિયામાં જેમ અંદરથી પાણી ઊછળીને ભરતી આવે છે તેમ આચાર્યને અંતરમાં અનંત ગુણરૂપી દરિયો ભર્યો છે તે ઊછળે છે. અંતર અનુભવના–દૃષ્ટિના–જોરે અનંત અનંત આનંદાદિ ગુણની દશાઓ ઊછળે છે – ઊછાળા મારે છે. ભારે વાત ભાઈ!
અહા! કહે છે કે આચાર્યને ગુણરૂપી દરિયો ઊછળ્યો છે. એક-એક (દરેક) ભગવાન આત્મામાં અનંતાનંત ગુણ છે અને એ અનંતાનંત ગુણો આચાર્યને ઊછળે છે. આચાર્યની પર્યાયમાં અનંત ગુણોની ભરતી આવે છે. આ શું હશે? એમ અજ્ઞાનીને થાય. પણ ભાઈ! તને અનાદિથી (વસ્તુસ્વરૂપની) ખબર નથી.
આ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા અનંત જ્ઞાન, આનંદ અને શાંતિથી ભરેલું તત્ત્વ છે. આવા તત્ત્વનો જ્યાં અનુભવ કર્યો અને એમાં એકાગ્ર થયો તો, કહે છે કે, અનંત શક્તિઓ-ગુણો છે તે પર્યાયમાં ઊછળે છે. લ્યો, આવી વાતો છે! અહા! એક જ્ઞાનમાત્ર ભાવમાં બીજી અનંત શક્તિઓ ઊછળે છે એમ ૪૭ શક્તિની વાતમાં આવે છે ને? શુદ્ધ ચૈતન્યદ્રવ્યનો આશ્રય લેતાં જ્ઞાનનું સમ્યક્ પરિણમન થયું ત્યાં અર્થાત્ સમ્યજ્ઞાનનું પરિણમન થતાં અનંત ગુણોની પર્યાય જ્ઞાનની પર્યાયમાં (-પર્યાય સાથે) ઊછળે છે એટલે કે આવે છે, પણ ધર્મીને પુણ્ય-પાપના રાગ આવતા નથી - ઊછળતા નથી.
અહા! આચાર્યને ગુણો ઊછળે છે, જ્યારે અજ્ઞાનીને વિકાર ઊછળે છે. તેને પુણ્ય-પાપના ભાવ ઊછાળા મારે છે અને તેમાં આંધળો થઈને પડે છે.
પ્રશ્ન:- ‘પડે છે' એટલે શું?
સમાધાન:- એટલે કે અજ્ઞાની રાગાદિમાં જોડાય છે - એકાકાર થાય છે, જ્યારે જ્ઞાની અંદર આનંદમાં એકાકાર થાય છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૩]
[૨૭૫
તે આચાર્યોને ભક્તિક્રિયામાં કુશળ એવા અમે ભવદુઃખરાશિને ભેદવા માટે પૂજીએ છીએ.' વીતરાગ માર્ગના આવા આત્મ-અનુભવી આચાર્યોને ભક્તિક્રિયામાં કુશળ એવા અમે પૂજીએ છીએ. આ ટીકા કરનાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ પોતે મુનિ છે તે પણ (શ્રી વાદિરાજદેવ સાથે) કહે છે કે, આવા જૈનના આચાર્યો હોય છે તેમને, ભક્તિક્રિયામાં કુશળ એવા અમે, પૂજીએ છીએ. જોયું? એમ કહે છે કે “ભક્તિક્રિયામાં કુશળ એવા અમે’... એટલે કે આવા આચાર્યોની ભક્તિ કરવામાં અમે કુશળ છીએ. (મુનિરાજ કહે છે કે, અમને ખબર છે કે આવા આચાર્યો હોય છે અને એમનું બહુમાન કરવામાં અમે ડાહ્યા છીએ, કુશળ છીએ, નિપુણ છીએ, ચતુર છીએ.
પ્રશ્ન:- મુનિરાજ રાગમાં ચતુર છે?
સમાધાન:- તે વખતે ભલે બહુમાન-ભક્તિનો વિકલ્પ-રાગ હો. પણ અમે તો આચાર્યના ગુણને વંદન કરવામાં ચતુર છીએ એમ મુનિરાજને કહેવું છે. અહા ! આચાર્યની ભક્તિ કરનાર આ મુનિ (શ્રી પદ્મપ્રભમલધારિદેવ) છે તે પણ ભાવલિંગી સંત છે કે જેમને પ્રચુર આનંદ ઊછળ્યો છે. અહા! સાચા મુનિ તો એને કહીએ કે જેમને પ્રચુર આનંદ ઊછળ્યો છે. તે સિવાય કોઈ વસ્ત્ર ફેરવીને બેસે એટલે મુનિ થઈ ગયા એમ છે નહીં. ઝીણી વાત છે ભાઈતો, એ મુનિ પોતે કહે છે કે અહો! આવા આચાર્યો જૈનમાં છે...
પ્રશ્ન:- શ્રી વાદિરાજદેવ આચાર્ય છે માટે આચાર્ય, આચાર્ય વિષે કહે છે ને?
સમાધાન:- (હા), પણ આ તો મુનિરાજ આચાર્ય વિષે કહે છે એમ કહેવું છે. કેમ કે ટીકાકાર (શ્રી પદ્મપ્રભમલધારિદેવ) મુનિ છે ને? જો કે આ શ્રી વાદિરાજદેવ આચાર્ય છે, છતાંપણ આ શાસ્ત્રના ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ મુનિ છે તે પોતે આધાર આપે છે ને? (માટે મુનિરાજ આચાર્ય વિષે કહે છે એમ કહેવું છે.) તો, મુનિરાજ આચાર્યનો આધાર આપીને કહે છે કે અમે પણ આચાયોને વંદન કરીએ છીએ. જે પૂર્વે થઈ ગયા છે એવા શ્રી વાદિરાજ આચાર્ય પણ આચાર્યોને વંદન કરે છે તો અમે (મુનિ) પણ આચાર્યોને વંદન કરીએ છીએ.
અમે ભવદુઃખરાશિને ભેદવા માટે પૂજીએ છીએ... પ્રશ્ન:- શું ભક્તિથી ભવદુઃખ ભેદાય? સમાધાન:- વ્યવહાર કથનમાં તો એમ જ આવે. વ્યવહારથી કથન શું આવે? અહા!
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૭૬].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
મુનિ, આચાર્ય વિષે અથવા આચાર્ય, આચાર્ય વિષે કહે છે કે આવા સંતોને ભવદુઃખરાશિને ભેદવા માટે અમે પૂજીએ છીએ. આ ભવના દુઃખો....... એટલે આખા સંસારની (-ચારેય ગતિની) જળ હો. તો, સ્વર્ગ અને નરકાદિના ભવની દુઃખજાળ છે તેને છેદવા માટે અમે આચાર્યોને વંદન કરીએ છીએ એમ અહીં કહે છે. ‘ભવદુઃખરાશિને ભેદવા” એમ કહેતાં માત્ર કાંઈ નરકના અને તિર્યંચના ભવદુઃખરાશિને ભેદવા” એમ અર્થ નથી, પરંતુ આખા બધાય—ચારેય ગતિના—ભવદુ:ખની રાશિને છેદવા માટે અમે પૂજીએ છીએ.
અહા! ભવદુઃખરાશિ એટલે ભવના દુ:ખનો ઢગલો. ચોરાશી લાખ યોનિના બધા અવતારમાં ભાઈ! દુઃખ છે. દેવો પણ દુઃખી છે, રાજા પણ દુઃખી છે અને આ શેઠીયા પણ દુઃખી છે. બધાય રાગના ભિખારીઓ–વિકારના અભિલાષીઓ–દુ:ખી છે. સુખી તો એક વીતરાગી મુનિ છે. ‘એગંત હોઈ સુખી મુનિ વીતરાગી' એમ આવે છે ને? પણ તે વીતરાગી મુનિ હોં.
પ્રશ્ન:- આમાં એવું લખ્યું છે?
સમાધાન:- (હા), અહીં પણ એ જ વાત આવે છે ને? જુઓ ને ! આ શું કહ્યું? કે આચાર્ય અકિંચનતાના સ્વામી છે. અંતરમાં પણ અકિંચનતા અને બહારમાં પણ અકિંચનતા. - બન્ને પ્રકારે અકિંચનતા છે. અહો! તેમનો ધન્ય અવતાર છે ને? તેમણે અવતાર સફળ કર્યો છે! અહા! જેમણે અંતરમાં ચારિત્રસ્વરૂપે પ્રગટ કર્યું છે અર્થાત્ જેમને અંતરમાં ચારિત્ર પરિણમી ગયું છે અને બાહ્યમાં નગ્ન દશા થઈ છે તથા જેમને આખી દુનિયાની દરકાર નથી તેમણે અવતાર સફળ કર્યો છે. આવા આત્માને, ભક્તો કહે છે કે, અમે પૂજીએ છીએ.
લ્યો, આચાર્ય (શ્રી વાદિરાજદેવ) પણ આચાર્યના ભક્ત છે તથા મુનિ (શ્રી પદ્મપ્રભમલધારિદેવ) પણ આચાર્યના ભક્ત છે. તેઓ કહે છે કે ભવદુઃખરાશિને ભેદવા માટે અમે આચાર્યને પૂજીએ છીએ. અહા! ભાષા તો એમ જ આવે ને? જુઓ ને ! ‘વંદે તગુણલબ્ધયે' માં પણ એમ આવે છે ને? કે આપના ગુણની પ્રાપ્તિ માટે હું વંદન કરું છું. એનો અર્થ એ છે કે અંદરમાં અમારો ભાવ ગુણની પ્રાપ્તિનો છે. ભલે તે વખતે અંદર વિકલ્પ છે, પણ તેને પ્રાપ્ત કરવો નથી.
આ રીતે (શ્રી વાદિરાજ) આચાર્યે પોતે પોતાની વાત કરી અને આવા આચાયો હોય તેને હું વંદન કરું છું એમ પણ કહ્યું.
Page #289
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૩]
[૨૭૭
છે શ્લોક - ૧૦૪ ઉપરનું પ્રવચન કરે આધારના શ્લોકમાં આચાર્ય આચાર્યને નમન કર્યું. હવે ટીકાકાર મુનિ પોતે મારા ગુરુને વંદન કરું છું' એમ કહીને પોતાના ગુરુને-આચાર્યને વંદન કરે છે. જુઓ, એનો અર્થ એ થયો કે શ્રી પદ્મપ્રભમલધારિદેવને પોતાના ગુરુ–કે જેઓ આચાર્ય છે તેઓ– આવા છે એમ જ્ઞાનમાં નક્કી થઈ ગયું છે. અંદર શ્લોકમાં જ છે ને? કે ‘વંદ્ય શ્રીવન્દ્રીતિમુર્મનઃ ” મનઃ એટલે ચૈતન્ય પરિણતિ. મારા ગુરુને-આચાર્યને વીતરાગ પરિણતિ પરિણમી ગઈ છે (એમ જ્ઞાનમાં નક્કી કરીને) આવા મારા ગુરુને-આચાર્યને હું વંદન કરું છું એમ કહે છે. અહો! મુનિ પણ જુઓ ને કેવા પાક્યા! કે તેમના આચાર્ય આવા છે. શ્રી પદ્મપ્રભમલધારીદવ મુનિ કહે છે કે અમારા ગુરુને અમે ઓળખ્યા છે. તેમને ચૈતન્ય પરિણમન થયું છે, વીતરાગ દશા પ્રગટી છે. અહા! એ દશા કેવી છે?
“સકળ ઇંદ્રિયસમૂહના આલંબન વિનાનું...” શું કહે છે? કે શ્રી પદ્મપ્રભમલધારિદેવ પોતાના ગુરુ-આચાર્ય કે જે શ્રી ચંદ્રકીર્તિ છે તેમને વિષે કહે છે કે, સકળ ઇંદ્રિયસમૂહના આલંબન વિનાનું એમનું પરિણમન છે. અર્થાત્ તેમને અંતરના વીતરાગી નિર્દોષ આનંદનું પરિણમન છે. અહા! જે અવસ્થાને ઈંદ્રિયસમૂહના આલંબનનો અભાવ છે એવી અતીંદ્રિય સ્વભાવના આલંબનવાળી દશા-અવસ્થા અમારા ગુરુને પ્રગટ થઈ છે એમ કહે છે.
કેવું છે અમારા ગુરુનું પરિણમની કે તે “અનાકુળ' છે – આનંદરૂપ છે. પ્રશ્ન:- શ્રી પદ્મપ્રભમલધારિદેવે બીજા મુનિના (-ગુરુના) જ્ઞાનની વાત જાણી લીધી? સમાધાન:- (હા), બીજો મુનિના જ્ઞાનની પરિણતિ જણાય એમ અહીં કહે છે. પ્રશ્ન:- એ તો કેવળજ્ઞાન થાય ત્યારે જણાય ને? સમાધાન:- અહીં તો અત્યારે જાણે છે એમ કહે છે. પ્રશ્ન:- અત્યારે એટલે કે શું પંચમકાળમાં જાણે છે?
સમાધાન:- (હા), પંચમકાળમાં જાણે છે. જુઓ! અમારા ગુરુની પરિણતિ શુદ્ધ છે એમ અમે જાણી લીધી છે એમ અહીં કહે છે. કેમ કે સ્વભાવને આશ્રયે પ્રગટેલા
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૭૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
સ્વ-પરપ્રકાશક જ્ઞાનનું અંદર બળ છે. તેથી એ બળ દ્વારા અમારા આચાર્ય મહારાજ આવા હતા – એમનું પરિણમન આવું ચૈતન્યમય હતું એ અમે જાણી લીધું છે. અને એમનું આવું ચૈતન્યમય પરિણમન છે તેને હું વંદન કરું છું. જ્યારે પંચ મહાવ્રતાદિ વિકલ્પ-રાગ છે, કાંઈ મુનિપણું નથી, ચારિત્ર નથી. તેથી એ કાંઈ વંદન કરવાલાયક નથી-વંદનીય નથી. ભારે વાત! અહા! ભગવાન આત્મા શુદ્ધ ને આનંદમય પરિણમનરૂપે -અવસ્થારૂપે ઉગ્રપણે પરિણમે એ ચારિત્ર છે અને એ ચારિત્ર વંદનને લાયક છે - વંદનીય છે. તે સિવાય બાહ્યમાં નગ્નપણું હોય એ કાંઈ વંદનીક નથી. હા, નિમિત્તપણે એવી ચીજ (નગ્નપણું) હો, પણ એ જડની દશા હોવાથી વંદનીક નથી.
અહીં કહ્યું કે, જેઓ અંતરમાં ઉતરેલા છે અર્થાત્ ઊંડે-ઊંડે અંતરમાં જઈને જેમણે ચૈતન્યના પત્તા મેળવ્યા છે તેમની વીતરાગી પરિણતિ-દશા અનાકુળ છે એટલે કે તેમાં બીલકુલ આકુળતા છે નહિ. એ તો આનંદ...આનંદ...આનંદ..આનંદમય છે.
સ્વહિતમાં લીન’ છે. અમારા ગુરુ-આચાર્યની પરિણતિ પોતાના હિતમાં લીન છે. દેખો! પરનું હિત કેમ થાય (એવા વિકલ્પમાં) એ પરિણતિ લીન નથી, પરંતુ સ્વહિતમાં લીન છે. આત્માનું શુદ્ધઆનંદસ્વરૂપ એ સ્વહિત છે અને તેમાં એ પરિણતિ લીન છે. ભારે વાત!
‘શુદ્ધ' છે. અમારા ગુરુનું પરિણમન–વીતરાગી દશા–ઈદ્રિયોના આલંબન વિનાની છે, અનાકુળ છે, સ્વહિતમાં લીનતાવાળી છે અને શુદ્ધ છે. પુણ્ય-પાપ કે શુભઅશુભભાવ તો અશુદ્ધ છે, જ્યારે આ પરિણતિ શુદ્ધ છે.
‘નિર્વાણના કારણનું કારણ (મુક્તિના કારણભૂત શુકલધ્યાનનું કારણ)” છે. અમારી મુક્તિનું કારણ તો અમારું પોતાનું શુકલધ્યાન છે. પણ એ શુકલધ્યાનનું નિમિત્ત અમારા ગુરુનું આ ચૈતન્ય પરિણમન છે. અહા! અમારા ગુરુ આચાર્યભગવાનનું–કે જેઓ વીતરાગી છે તેઓનું–વીતરાગી પરિણમન અમારી મુક્તિના કારણભૂત શુકલધ્યાનનું કારણ છે. જુઓ, આમ કહીને જે વીતરાગી હોય તે જ અમારા આચાર્ય-ગુરુ છે એમ કહે છે. તે સિવાયના એકલા રાગથી અને પુણ્યથી ધર્મ માને છે એ તો મિથ્યાદષ્ટિ છે. એ ધર્મી પણ નથી, સાધુ પણ નથી અને આચાર્ય પણ નથી. લ્યો, આ પંચમ આરાના મુનિ કહે છે કે અમારા ગુરુ વીતરાગી છે અને તેમની પરિણતિ નિર્વાણના કારણનું કારણ છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૩]
[૨૭૯
અહા! મોક્ષ એટલે આત્માની પૂર્ણ આનંદદશા. તેનું કારણ શુકલધ્યાન છે. એ શુકલધ્યાનનો આશ્રય (ત્રિકાળી) આત્મદ્રવ્ય છે. તેથી તેનું ઉપાદાન કારણ આત્મદ્રવ્ય છે, જ્યારે તેનું બાહ્ય નિમિત્તે અમારા ગુરુનું ચૈતન્ય પરિણમન છે. લ્યો, આ નિયમસારની ૫૩ મી ગાથામાં પણ જ્ઞાનીનો અભિપ્રાય અંતરંગ કારણ છે એમ કહ્યું છે ને? જો કે જ્ઞાનીનો અભિપ્રાય પણ છે તો બાહ્ય કારણ, છતાંપણ વાણીની અપેક્ષાએ અંતરંગ કારણ છે એમ કહ્યું છે. તો, એ અંતરંગ કારણની જ અહીં વાત લીધી છે કે તે (-અમારા ગુરુની પરિણતિ) નિર્વાણના કારણનું કારણ છે.
“શમ-દામ-યમનું નિવાસસ્થાન” છે. ‘શમ = શાંતિ; ઉપશમ'. વીતરાગી ભગવાન આત્માને અવલંબે પ્રગટેલી વીતરાગી દશા શાંતિ..શાંતિ...શાંતિનું નિવાસસ્થાન છે, શાંતિને રહેવાનું ઘર છે. અહા! અમારા ગુરુનું ચૈતન્યપરિણમન આત્માની શાંતિનેઅકષાય પરિણતિને –રહેવાનું એટલે કે નિવાસનું સ્થાન છે. ‘દમ = ઈંદ્રિયાદિનું દમન; જિતેંદ્રિયતા.” અમારા ગુરુનું પરિણમન જિતેંદ્રિયતાનું નિવાસસ્થાન છે. “યમ = સંયમ”. અમારા ગુરુનું પરિણમન ભાવસંયમનું નિવાસસ્થાન છે. કહો, શ્રી પદ્મપ્રભમલધારિદેવના ગુરુ આવા હતા તો એનો અર્થ એ થયો કે) એ સમયે–00 વર્ષ પહેલાં–આવા મુનિ (આચાર્ય) હશે ને?
અહીં કહે છે કે અમારા ગુરુનો ભગવાન આત્મા અંતરના શુદ્ધ સ્વભાવરૂપે પરિણત થઈને ઊછળી રહ્યો છે અને એ પરિણતિ શમ-દમ-યમનું નિવાસસ્થાન છે – રહેવાનું ઘર છે.
મૈત્રી-દયા-દમનું મંદિર (ઘર)” છે. ઉપરના બોલમાંય ‘દમ' શબ્દ છે અને આ બોલમાંય ‘દમ’ શબ્દ છે. ઉપરના બોલમાં ‘નિવાસસ્થાન’ શબ્દ છે, જ્યારે આ બોલમાં મંદિર (ઘર)' છે એમ કહે છે. અહા! નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિ – ધર્મની દશા – તો મૈત્રી, દયા અને દમનું ઘર છે.
“એવું આ શ્રી ચંદ્રકીર્તિમુનિનું નિરુપમ મન (-ચત પરિણમન) વંદ્ય છે.” અહીંયા ‘મન’ની વ્યાખ્યા (-અર્થ) “ચૈતન્યપરિણમન' એવી કરી છે. કેમ કે મન: એટલે મનન છે ને? અર્થાત્ ભાવમનન. અહા! કહે છે કે મુનિની આવી નિર્વિકલ્પ વીતરાગી દશા અમારે વ્યવહારે વંદ્ય છે – આદરણિય છે. પણ એમના પંચ મહાવ્રતના વિકલ્પ અને નગ્નપણું અમારે વંદ્ય છે નહીં.
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૮૦].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
લ્યો, વીતરાગ માર્ગમાં–પરમેશ્વર વીતરાગ તીર્થંકરદેવના શાસનમાં – આવા આચાર્ય હોય છે અને આવા જ આચાર્ય, આચાર્ય તરીકે મનાય છે. અરે! આવા આચાર્ય દેખવાય (તેમના દર્શન મળવા પણ) દુર્લભ થઈ પડ્યા છે! અહા! કોઈ એકલા બાહ્ય ક્રિયાકાંડ કરતો હોય તેને અને પંચ મહાવ્રતનો વિકલ્પ હોય તેને ધર્મ માને છે તો મિથ્યાદષ્ટિ છે. એ જૈનના સાધુય નથી અને આચાર્ય પણ નથી.
પ્રશ્ન:- એ જૈનધર્મમાં તો છે ને?
સમાધાન:- એ મિથ્યાદષ્ટિ છે તો જૈનધર્મમાં પણ ક્યાં રહ્યો? એ તો અજ્ઞાનધર્મમાં છે. અહા! જૈનધર્મ તો પુણ્ય-પાપના રાગથી રહિત સ્વભાવને આશ્રયે પ્રગટતી શુદ્ધ પરિણતિ છે. -એ જૈનધર્મ છે, પણ કાંઈ જૈનધર્મ આત્માની શુદ્ધ પરિણતિથી દૂર નથી. અર્થાત્ એ પોતે શુદ્ધ પરિણતિ જ જૈનધર્મ-જૈનશાસન છે. શ્રી સમયસારજીની ૧૫ મી ગાથામાં આવે છે ને? કે પરમ આનંદનું ધામ, શુદ્ધ ચૈતન્યઘન આત્મામાંથી પ્રગટેલી શુદ્ધ અને વીતરાગી દશાને જૈનશાસન કહેવામાં આવે છે. આવું જૈનશાસનનું પરિણમન, અહીં કહે છે કે, અમારે વંધ-વંદનીય છે.
કોઈ અજ્ઞાની કહે છે કે આમાં તો ભારે વાત કરી છે. બહારમાં કંઈક કરવાની સુઝ પડે એવું તો આમાં નથી? આ બધું (-બહારની ક્રિયા) કરીએ છીએ એનું તો નામેય આમાં આવતું નથી?
(બહારનું) તું શું કરે ભગવાન? આ શરીર તો માટી-જડ છે. તેથી એનું હાલવું-ચાલવું થાય એ જડને લઈને થાય છે. તેવી રીતે બોલવું થાય તે પણ જડને લઈને થાય છે, તે તારું કામ નથી. તથા આની દયા પાળું ને આ વ્રત પાળું – એવો વિકલ્પ ઉઠ તે બધો રાગ છે, પણ કાંઈ ધર્મ નથી, જૈનશાસન નથી.
જુઓ ને પોતાના ગુરુ શ્રી ચંદ્રકીર્તિમુનિને યાદ કરીને (શ્રી પદ્મપ્રભમલધારિદેવે) કેવું કાઢ્યું? (કેવી વાત કરી?) કે તેમનું ચૈતન્યપરિણમન વંદ્ય છે. લ્યો, આવું કાઢ્યું.
પ્રશ્ન:- શું શ્રી પદ્મપ્રભમલધારિદેવે પોતાના ગુરુનું પરિણમન જાણી લીધું કે જેથી આવી વાત કરે છે?) શું છદ્મસ્થ, છદ્મસ્થના પરિણામને જાણે ? તેમ જ આ કાળમાં છમસ્થ, છદ્મસ્થના પરિણામને જાણે કે નહીં એ પ્રશ્ન છે.
સમાધાન:- (હા), છદ્મસ્થ, છદ્મસ્થના પરિણામને આ કાળમાં પણ જાણે. જુઓ ને. અહીંયા કોની વાત કરે છે? આ પંચમ કાળની તો વાત છે. પોતે (ટીકાકાર) પંચમ
Page #293
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૩]
[૨૮૧
કાળના મુનિ છે અને પોતાના પંચમ કાળના ગુરુને ઓળખીને વંદન કરે છે. આમ બન્ને (ગુરુ અને શિષ્ય) પંચમ કાળના છે.
આ રીતે, અરિહંત, સિદ્ધ અને આચાર્ય – એ ત્રણની વ્યાખ્યા થઈ. હવે ઉપાધ્યાયની વ્યાખ્યા છે. જૈનના ઉપાધ્યાય કેવા હોય તેની વ્યાખ્યા છે.
નમસ્કાર મંત્રમાં ‘ળનો ૩વેન્સીયા' એમ આવે છે. પણ ખરેખર તો, ‘ામો તો સવ્વ હેવન્સાયાળ' એમ જોઈએ. ‘તોપ સલ્વ' એ છેલ્લા પદમાં છે તે બધામાં (-પાંચેય પદમાં) નાખવું જોઈએ. ‘ામો તો સવ્વસાહૂળ’ એમ છેલ્લું પદ છે ને? તો, ‘નો સવ્વ' એ શબ્દો બધામાં નાખવા જોઈએ.
णमो लोए सव्व अरिहंताणं, णमो लोए सव्व सिद्धाणं, णमो लोए सव्व आयरियाणं, णमो लोए सव्व उवज्झायाणं,
णमो लोए सव्वसाहूणं । - આ રીતે ‘તોપ સલ્વ' બધાને લાગુ પડે છે.
પ્રવચન નં.
તારીખ
NSS / ૬૬
૧૩-૭-૭૧
ગાથા - ૭૩) શ્લોક - ૧૦૪
Page #294
--------------------------------------------------------------------------
________________
કે હું ગાથા - ૭૪ હૈ
रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा । णिक्वंखभावसहिया उवज्झाया एरिसा होंति ॥७४॥ रत्नत्रयसंयुक्ताः जिनकथितपदार्थदेशकाः शूराः । निःकांक्षभावसहिताः उपाध्याया ईदृशा भवन्ति ॥७४।।
રત્નત્રયે સંયુકત ને નિઃકાંક્ષભાવથી યુકત છે, જિનવરકથિત અર્થોપદેશે શૂર શ્રી વિઝાય છે. ૭૪.
અન્વયાર્થ:- (રત્નત્રય યુp:) રત્નત્રયથી સંયુક્ત, (શ્રી: વિનતપાર્થશ:) જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને (નિ:વાક્ષમાવસંહિતા:) નિઃકાંક્ષભાવ સહિત; –(દશ) આવા, (ઉપાધ્યાય ) ઉપાધ્યાયો (મતિ) હોય છે. ટીકા:- આ, અધ્યાપક (અર્થાત્ ઉપાધ્યાય) નામના પરમગુરુના સ્વરૂપનું કથન છે.
(ઉપાધ્યાયો કેવા હોય છે?) (૧) અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિકૂપનાં શ્રદ્ધાન, જ્ઞાન અને *અનુષ્ઠાનરૂપ શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા; (૨) જિનેન્દ્રના મુખારવિંદથી નીકળેલા જીવાદિ સમસ્ત પદાર્થસમૂહને ઉપદેશવામાં શૂરવીર; (૩) સમસ્ત પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ જે નિરંજન નિજ પરમાત્મતત્ત્વ તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતના પાનમાં સન્મુખ હોવાથી જ નિષ્કાંક્ષભાવના સહિત; - આવાં લક્ષણથી લક્ષિત, તે જૈનોના ઉપાધ્યાયો હોય છે.
* અનુષ્ઠાન = આચરણ; ચારિત્ર; વિધાન; અમલમાં મૂકવું તે.
Page #295
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૪].
[૨૮૩
(હવે ૭૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:)
(અનુષ્ટ્રમ) रत्नत्रयमान् शुद्धान् भव्यांभोजदिवाकरान् ।
उपदेष्ट्दनुपाध्यायान् नित्यं वंदे पुनः पुनः ॥१०५॥ | (લોકાર્થ:-) રત્નત્રયમય, શુદ્ધ, ભવ્યકમળના સૂર્ય અને (જિનકથિત પદાર્થોના) ઉપદેશક –એવા ઉપાધ્યાયોને હું નિત્ય ફરીફરીને વંદું . ૧૦૫.
આ ગાથા - ૭૪ ઉપરનું પ્રવચન ? આ, અધ્યાપક (અર્થાત ઉપાધ્યાય) નામના પરમગુરુના સ્વરૂપનું કથન છે.”
(ઉપાધ્યાયો કેવા હોય છે?)' - જૈનના ઉપાધ્યાય કેવા હોય છે? કે, ‘(૧) અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિકૂપનાં શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાનરૂપ શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા હોય છે. કહે છે કે અંદર ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મા અવિચલિત છે, અખંડ છે, અદ્વૈત છે – ગુણ-ગુણીના ભેદ પણ તેમાં નથી અને પરમ ચિટૂપ છે – ત્રિકાળી જ્ઞાનરૂપ છે. આવું આત્મસ્વરૂપ છે તેનું શ્રદ્ધાન થવું અર્થાત્ આત્માની શ્રદ્ધા થવી એ સમકિત છે. લ્યો, નવ તત્ત્વની શ્રદ્ધા કે દેવ-શાસ્ત્રગુરુની શ્રદ્ધા એ સમકિત નથી, કેમ કે એ તો વિકલ્પ છે, રાગ છે. પરંતુ અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિકૂપની–પૂર્ણ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માની શ્રદ્ધા તે સમકિત છે. આત્માની સન્મુખ થઈને નિર્વિકલ્પ પ્રતિતી કરવી તેનું નામ સમક્તિ છે.
અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિટૂપનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. જેયું? આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે એમ કહે છે. અર્થાત્ શાસ્ત્રના ભણતરરૂપ જ્ઞાન એ જ્ઞાન નથી. અરે! અજ્ઞાની તો શાસ્ત્રની થોડી વાત મોઢે આવડે એટલે કહેવા માંડે છે અને પોતાને જ્ઞાની માને છે.)
અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિકૂપનું અનુષ્ઠાન એટલે કે આત્માના સ્વરૂપમાં રમવું તે ચારિત્ર છે. અહા! આત્મસ્વરૂપમાં રમણતા તે અનુષ્ઠાન છે, ચારિત્ર છે, વિધાન
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૮૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે અને તેણે સ્થિરતાને અમલમાં મૂકી છે. લ્યો, આને (સ્થિરતાને, રમણતાને) અનુષ્ઠાન
કહીએ.
આ રીતે, અવિચલિત અખંડ અભેદ પરમ ચિટૂંપની મતલબ કે ત્રિકાળી ચૈતન્યબિંબ પરમ સ્વભાવભાવ પ્રભુ આત્માની અંતર શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં અનુષ્ઠાન તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. અને આવા......... ભાષા જુઓ! બધું વજન અહીંયા છે.......... શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા ઉપાધ્યાય હોય છે. આનો અર્થ એ થયો કે અહીંયા વ્યવહારરત્નત્રયની ના પાડે છે કે ઉપાધ્યાય વ્યવહારરત્નત્રયવાળા નથી, પણ શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા છે. ફરીને જોયું? અહીંયા (નિશ્ચયરત્નત્રયને) શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રય કહ્યા એટલે વ્યવહારરત્નત્રય વિભાવરત્નત્રય સિદ્ધ થયા. અર્થાત્
વ્યવહારસમકિત, વ્યવહારજ્ઞાન અને વ્યવહારચારિત્ર એ વિભાવરત્નત્રય છે, કેમ કે એ રાગ છે.
આ રીતે કહ્યું કે ઉપાધ્યાય શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા છે.
અહા! અજ્ઞાનીને શાસ્ત્રની થોડી વાત મોઢે આવડે અને કહેવા માંડે એટલે થઈ રહ્યું! (અભિમાન થઈ જાય છે અને) કુગુરુ તેને કહે: ‘હવે તમે દીક્ષા લ્યો તો અમારી પાસે લેજો. કેમ કે અમે તમને શીખવીએ છીએ.” અરે! કોઈ તો અભિગ્રહ-બાધા પણ લેવડાવે છે કે દીક્ષા લેવી તો અહીંયા લેવી. -આ રીતે વાડાબંધી થઈ જાય છે. અહીં કહે છે કે વીતરાગ માર્ગમાં એવું (એવી રીત, એવો પ્રકાર) હોઈ શકતું નથી. કારણ કે એ (ગુરુ, ઉપાધ્યાય) પોતે શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા છે. તેથી તેમને કાંક્ષાઈચ્છા જ નથી કે અમે પ્રરૂપણા કરીએ છીએ, બીજાને સમજવીએ છીએ તેથી બીજા અમારા શિષ્ય થાય.
જુઓ, અહીંયા (ઉપાધ્યાયની વ્યાખ્યામાં) નિઃકાંક્ષ ભાવ નાખ્યો છે. એમાં શો હેતુ છે? કે ઉપાધ્યાય પ્રરૂપણા કરે છે એનાથી “આ મારા શિષ્યો થશે અને મને માનશે' એવી કાંક્ષા તેમને હોતી નથી એમ કહેવું છે. તેથી નિઃકાંક્ષ ભાવ અહીં નાખ્યો છે. ઉપાધ્યાય ભણાવે છે ને? તેથી આટલા જીવો મારી પાસે ભણે છે તો, આટલા જીવો મને માનતા થશે, મારા શિષ્યો થશે' એવી કાંક્ષા જૈનદર્શનના ઉપાધ્યાયને હોતી નથી.
Page #297
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૪]
[૨૮૫
‘(૨) જિરેંદ્રના મુખારવિંદથી નીકળેલા જીવાદિ સમસ્ત પદાર્થસમૂહને ઉપદેશવામાં શૂરવીર'. દેખો! કોઈએ કલ્પનાથી શાસ્ત્રો-સૂત્રો લખ્યા હોય એ નહિ, પણ જિનંદ્રનું મુખરૂપી અરવિંદ-કમળ છે તેમાંથી નીકળેલા જીવાદિ સમસ્ત પદાર્થસમૂહને - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વને - ઉપાધ્યાય ઉપદેશવામાં શૂરવીર છે. છતાં તેમને કાંક્ષા હોતી નથી. તેથી તો વિવમાવદિય – નિઃકાંક્ષભાવ સહિત’ એમ શબ્દ છે ને? એટલે કે આપણે કહીએ છીએ, બોલતા આવડ્યું છે, શીખવાડતા આવડ્યું છે એટલે આપણા માનનારા તો થશે, આપણો પક્ષ તો કરશે – એવી કાંક્ષા ધર્માત્માને (ઉપાધ્યાયને) હોતી નથી એમ કહે છે. સમાણું કાંઈ? અહા! “એવો મારગ વીતરાગનો ભાખ્યો શ્રી ભગવાન. અરે! ભગવાને કહેલો વીતરાગ મારગ દુનિયાને સાંભળવા મળતો નથી. તેને એનાથી ઉલટો મારગ સાંભળવા મળે છે અને તેને સાચો માને છે. અરેરે! જિંદગી ચાલી જાય છે. ભાઈ! બહારમાં કોઈ શરણ નથી. જે કોઈ શરણ હોય તો તે ભગવાન આત્માનું–પોતાનું–સ્વરૂપ છે તથા તેને આશ્રયે પ્રગટેલા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર—એ સ્વભાવરત્નત્રય શરણ છે.
અહીં કહે છે કે ઉપાધ્યાય પ્રગટ સ્વભાવરત્નત્રયવાળા છે અને ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા નવ પદાર્થના ઉપદેશમાં શૂરવીર છે. પણ આવા સ્વભાવરત્નત્રયવાળા હોય તે ઉપાધ્યાય ઉપદેશમાં શૂરવીર છે એમ ભાઈ! કહેવું છે હોં. અર્થાત્ ઉપાધ્યાય નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા ન હોય અને માત્ર ઉપદેશ દેવામાં જ સમર્થ હોય એમ નથી. એટલે તો પહેલાં એ સ્થાપ્યું (-કહ્યું) કે તેઓ શુદ્ધ નિશ્ચય
સ્વભાવરત્નત્રયવાળા છે. જુઓ ને! અહીંયા પાઠ જ છે ને? કે ‘ત્તિયસંગુત્તા’ | અને પછી એ લીધું કે “
વિશ્વહિત્યસયા સૂરત ' અહા! શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા એવા ઉપાધ્યાય – એ પહેલાં લીધું અને પછી એ લીધું કે તેઓ જિનેન્દ્રના મુખારવિંદથી નીકળેલા જીવાદિ સમસ્ત પદાર્થસમૂહને ઉપદેશવામાં શૂરવીર છે. જો કે ઉપાધ્યાયનો ઉપદેશ-વાણી તો વાણીને કારણે નીકળે છે, પરંતુ ઉપાધ્યાયના જ્ઞાનના ક્ષયોપશમની અંદર એટલી શૂરવીરતા છે કે – તેમના જ્ઞાનનો ક્ષયોપશમ એટલો (મોટો) છે કે – તેઓ ભગવાને કહેલા પદાર્થને સમજાવવામાં સમર્થ છે એમ કહેવું છે. અહા! ભાષા તો ભાષાને કારણે નીકળે છે, પણ ઉપાધ્યાયના જ્ઞાનના ક્ષયોપશમની અંદર એવી દશા છે કે તેઓ આ રીતે—શૂરવીરપણે સમજાવે છે. પરંતુ જે શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા હોય તે ઉપાધ્યાય સમજાવવામાં સમર્થ છે હોં.
Page #298
--------------------------------------------------------------------------
________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
‘(૩) સમસ્ત પરિગ્રહના પરિત્યાગસ્વરૂપ જે નિરંજન નિજ પરમાત્મતત્ત્વ તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતના પાનમાં સન્મુખ હોવાથી જ નિષ્કાંક્ષભાવના સહિત’. લ્યો, ઉપાધ્યાય નિ:કાંક્ષ કેમ છે તેની વાત કરે છે. અહા! ત્રિકાળી પરમ તત્ત્વ એવા આત્માનું સ્વરૂપ સમસ્ત પરિગ્રહના પરિત્યાગસ્વરૂપ છે અર્થાત્ વિકલ્પનો પણ તેમાં ત્યાગ છે. આવું નિરંજન નિજ પરમાત્મતત્ત્વ છે – ત્રિકાળી શુદ્ધ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ આત્મા છે...અહા! જે વિકલ્પના પણ પરિત્યાગસ્વરૂપ છે તેમ જ જેમાં અંજન-મેલ નથી એવું નિરંજન નિજ પરમાત્મતત્ત્વ છે... જોયું? ‘ભગવાનનું તત્ત્વ’ એમ નથી કહ્યું, પરંતુ ‘નિજ પરમાત્મતત્ત્વ’ કહ્યું છે અને એની ભાવના કહી છે. દેખો, અહીંયા ‘ભાવના’ કહી છે. તે ભાવના એટલે આનંદસ્વરૂપ ધ્રુવ પ્રભુ આત્મામાં એકાગ્રતા. તે સિવાય કોઈ કલ્પના કરે કે ચિંતવના કરે એ ભાવના નથી.
૨૮૬]
અહીં કહે છે કે જેમાં પરનો બિલકુલ અભાવ છે એવા નિરંજન નિજ પરમાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન થતા એટલે કે નિજ-પોતે આનંદસ્વરૂપ ધ્રુવ ભગવાન આત્મા છે એની એકાગ્રતાથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતના પાનમાં ઉપાધ્યાય સન્મુખ છે. અહા! ઉપાધ્યાય તો પરમ વીતરાગ સુખરૂપી અમૃતના નિર્વિકલ્પ પીણામાં સન્મુખ છે. મતલબ કે તેઓ અતંદ્રિય આનંદને પીવામાં-અનુભવવામાં સન્મુખ છે. અને તેથી નિઃકાંક્ષભાવના સહિત છે અર્થાત્ તેમને કાંક્ષા હોતી નથી. ભારે વાતુ ભાઈ!
પ્રશ્ન:- આ કલાકમાં કંઈ એવું ન આવ્યું કે ભગવાનની ભક્તિ કરજો, પૂજા કરજો, દયા પાળજો, વ્રત કરજો. - એવું તો આમાં આવ્યું નહીં?
સમાધાન:- ભાઈ! આ આત્મવસ્તુ છે એનાં શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા થયા પછી તેમાં લીન રહી શકે નહીં ત્યારે એવો શુભ વિકલ્પ આવે છે. પણ એ શુભ વિકલ્પની વાતનું અહીંયા કામ નથી. કેમ કે અહીં તો પરમ વીતરાગ સુખામૃતના પાનમાં સન્મુખ એવા સંતો-ઉપાધ્યાયની વાત છે. તેઓ નિર્વિકલ્પ આનંદના રસના પીણામાં તત્પર છે, સન્મુખ છે અને ઇચ્છાથી વિમુખ છે.
અરે! અજ્ઞાની તો જ્યાં થોડું બોલતા અને કહેતા આવડે ત્યાં, ઉપાધ્યાયપણાના ઠેકાણા ન હોય તોપણ, ઉપાધ્યાયનું પદ લઈ લે છે. પણ ભાઈ! એવી વસ્તુસ્થિતિ (ઉપાધ્યાયનું સ્વરૂપ) નથી બાપા! વસ્તુસ્થિતિ તો આ (અહીં કહે છે તે) છે. આ વીતરાગ
Page #299
--------------------------------------------------------------------------
________________
ગાથા – ઉ૪].
[૨૮૭
મારગ છે, તેમાં વિપરીતતા ન ચાલે.) અહીં કહે છે કે (૧) જેને અંતરમાં વીતરાગતા પ્રગટી છે અર્થાત્ નિશ્ચય સમ્યફદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવરત્નત્રય પ્રગટ્યા છે અને (૨) જે ભગવાનના કહેલા પદાર્થને કહેવામાં શૂરવીર છે તથા (૩) જે નિજ પરમાત્મતત્ત્વમાં – ત્રિકાળી ધ્રુવ શુદ્ધ પોતાના ભગવાન આત્મામાં – એકાગ્ર થયા છે તે ઉપાધ્યાય છે.
અહા! “નિજ પરમાત્મતત્ત્વ' - એ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે અને તેની ભાવના – તેમાં એકાગ્ર થવું – તે પર્યાય છે. તો કહે છે કે, નિજ પરમાત્મતત્ત્વની ભાવનાથી એટલે કે એકાગ્રતાથી ઉત્પન્ન થતાં પરમ વીતરાગ સુખામૃત... જુઓ! એમ કહે છે કે નિજ પરમાત્મતત્ત્વની એકાગ્રતાથી આ પરમ વીતરાગ સુખામૃત ઉત્પન્ન થાય છે. પરમ વીતરાગ સુખરૂપી અમૃત અંતરમાંથી પ્રગટે છે અને ઉપાધ્યાયની આ જ દશા હોય છે. અર્થાત્ આવી દશાવાળાને જ ઉપાધ્યાય કહેવામાં આવે છે.
પરમ વીતરાગ સુખામૃતના પાનમાં – પરમ વીતરાગ સુખરૂપી અમૃતના પીણામાંસન્મુખ હોવાથી..... મતલબ કે ઉપાધ્યાય આનંદના પીણામાં સન્મુખ છે. અને તેથી જ.... - આમ કહીને કારણ આપે છે કે આ કારણે જ ઉપાધ્યાય નિષ્કાંક્ષભાવના સહિત છે. લ્યો, ઉપાધ્યાય નિષ્કાંક્ષભાવના સહિત છે એમ કહે છે. પાઠમાં પણ ‘શિવમીવદય' છે ને? અર્થાત્ ઉપાધ્યાય ઈચ્છા વિનાની ભાવના સહિત છે એમ કહેવું છે. ઉપાધ્યાય ઉપદેશ આપે તો એમને ઈચ્છા હોતી નથી કે અમે આવો ઉપદેશ કરીએ છીએ તેથી મોટી સભા ભરાય અને માર્ગમાં અમારા નામ નીકળે (જૈનધર્મમાં અમારા નામ પ્રસિદ્ધ થાય). અરે ભગવાન! નામ ક્યાં નીકળે? (-નામ કોનું પ્રસિદ્ધ થાય?) અરે! આત્માને નામ જ કયાં છે (કે જેથી પ્રસિદ્ધ થાય). અહીં કહ્યું કે ઉપાધ્યાય અંદર આનંદના પીણામાં સન્મુખ હોવાથી જ નિષ્કાંક્ષભાવના સહિત છે.
આવાં લક્ષણથી લક્ષિત તે જૈનોના ઉપાધ્યાયો હોય છે.” લ્યો, વીતરાગ માર્ગમાં- જૈનમાં - આવા ઉપાધ્યાયો હોય છે. અહા! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય બીજે ક્યાંય અન્યમાં તો કોઈ સાચા ઉપાધ્યાય છે જ નહીં. પરંતુ જૈનોમાં પણ આવા ઉપાધ્યાય હોય છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૮૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે શ્લોક - ૧૦૫ ઉપરનું પ્રવચન ઉપાધ્યાય કેવા હોય તેની વ્યાખ્યા ગાથા ૭૪માં થઈ ગઈ છે. હવે તેનો શ્લોક છે.
રત્નત્રયમય'. જૈનના ઉપાધ્યાય એને કહીએ કે જેને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર—એ ત્રણ રત્નમય અભેદ પરિણતિ થઈ છે. પૂર્ણ આનંદસ્વરૂપ શુદ્ધ આત્માનો આશ્રય લઈને જેને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય અભેદ પરિણતિ થઈ છે તેને ઉપાધ્યાય કહે છે. જો કે સાધુને પણ તે રત્નત્રય હોય છે. પણ ઉપાધ્યાયમાં ફેર (-વિશેષતા) આટલો છે કે તેઓ ભવ્યકમળના સૂર્ય છે અને જિનકથિત પદાથોના ઉપદેશક છે. -આટલી વિશેષતા ઉપાધ્યાયમાં છે.
શુદ્ધ'. ઉપાધ્યાય શુદ્ધ છે એટલે કે તેમને શુદ્ધરૂપ રત્નત્રયમય વીતરાગી પરિણતિ પ્રગટ થઈ છે.
“ભવ્યકમળના સૂર્ય'. ઉપાધ્યાય લાયક પ્રાણીરૂપી કમળના સૂર્ય છે. જેને ચૈતન્યપ્રકાશ પ્રગટવાની અંતરમાં યોગ્યતા છે તે ભવ્યરૂપી કમળને માટે ઉપાધ્યાય સૂર્ય સમાન છે.
“અને (જિનકથિત પદાર્થોના) ઉપદેશક’. ઉપાધ્યાય વીતરાગે કહેલા પદાર્થોના ઉપદેશક છે. સર્વજ્ઞ પરમાત્મા પરમેશ્વરે જે પદાર્થો કહ્યા તેને ઉપદેશવામાં ઉપાધ્યાય સમર્થ છે.
“એવા ઉપાધ્યાયોને હું નિત્ય ફરીફરીને વંદું છું.” એટલે ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ મુનિ કહે છે કે આવા દશાવંતને અર્થાત્ (૧) જેને વીતરાગદશાપરિણતિ પ્રગટ થઈ છે, (૨) જે શુદ્ધ છે, (૩) જે ભવ્યકમળના સૂર્ય છે અને (૪) જે જિનકથિત પદાર્થોના ઉપદેશક છે તે ઉપાધ્યાયોને હું ફરીફરીને વંદન કરું છું. આ વ્યવહારચારિત્ર અધિકાર છે ને? એટલે અહીં ઉપાધ્યાયને વંદન કરે છે.
ગાથા – ૭૪ ] શ્લોક - ૧૦૫J
પ્રવચન નં. NSS / ૬૬
૬૭
તારીખ ૧૩-૭-૭૧ ૧૪-૭-૭૧
Page #301
--------------------------------------------------------------------------
________________
છે. ગાથા - ૭૫ છે;
वावारविप्पमुक्का चउन्विहाराहणासयारत्ता । णिग्गंथा णिम्मोहा साहू दे एरिसा होंति ॥७५॥
व्यापारविप्रमुक्ताः चतुर्विधाराधनासदारक्ताः ।
निर्ग्रन्था निर्मोहाः साधवः ईदृशा भवन्ति ॥७५।। નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુકત છે, ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરકત શ્રી સાધુ છે. ૭૫.
અન્વયાર્થ:- (વ્યાપારવિપ્રમુI:) વ્યાપારથી વિમુક્ત (-સમસ્ત વ્યાપાર રહિત), (વર્તીવધારાધનાસવાર:) ચતુર્વિધ આરાધનામાં સદા રક્ત, (નિત્થા:) નિગ્રંથ અને (નિર્મોહ:) નિર્મોહ; – (દશ) આવા, (સાધવ:) સાધુઓ (મવન્તિ) હોય છે.
ટીકા:- આ, નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં નિરત (લીન) એવા સર્વ સાધુઓના સ્વરૂપનું કથન છે.
(સાધુઓ કેવા હોય છે?) (૧) પરમસંયમી મહાપુરુષો હોવાથી ત્રિકાલનિરાવરણ નિરંજન પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે જ સમસ્ત બાહ્યવ્યાપારથી વિમુક્ત; (૨) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરમ તપ નામની ચતુર્વિધ આરાધનામાં સદા અનુરક્ત; (૩) બાહ્ય-અભ્યતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત હોવાને લીધે નિગ્રંથ; તથા (૪) સદા નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપનાં સમ્યક શ્રદ્ધાન, સમ્યક પરિજ્ઞાન અને સમ્યફ આચરણથી પ્રતિપક્ષ એવાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો અભાવ હોવાને લીધે નિહ; આવા, પરમનિર્વાણસુંદરીની સુંદર સેંથીની
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૯૦].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
શોભારૂપ કોમળ કેસરના રજ-પુંજના સુવર્ણરંગી અલંકારને (કેસર-રજની કનકરંગી શોભાને) અવલોકવામાં કૌતૂહલબુદ્ધિવાળા તે બધાય સાધુઓ હોય છે (અર્થાત્ પૂર્વોક્ત લક્ષણવાળા, મુક્તિસુંદરીની અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા બધાય સાધુઓ હોય છે). (હવે ૭૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે.)
(ગાય) भविनां भवसुखविमुखं त्यक्तं सर्वाभिषंगसंबंधात् ।
मंक्षु विमंक्ष्व निजात्मनि वंद्यं नस्तन्मनः साधोः ॥१०६॥ (શ્લોકાર્થ:-) ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે અને સર્વ સંગના સંબંધથી જે મુક્ત છે, એવું તે સાધુનું મન અમને વંદ્ય છે. તે સાધુ ! તે મનને શીધ્ર નિજાત્મામાં મગ્ન કરો. ૧૦૬.
ગાથા - ૭૫ ઉપરનું પ્રવચન છે
આ પાંચેય પરમેષ્ઠી સ્વદ્રવ્યની અપેક્ષાએ તો પર છે. માટે તે પાંચેય પરમેષ્ઠીને માનવા, વંદન કરવા આદિ બધો વ્યવહાર શુભરાગ છે. એટલે વ્યવહારચારિત્ર અધિકારમાં તેની વાત કરી છે. હવે ૭૫ મી ગાથામાં જૈનના સાધુ કોને કહેવા તે કહે છે.
પ્રશ્ન:- શું બીજા ધર્મમાં (સાચા) સાધુ હોય?
સમાધાન:- (ના). છતાં ઘણા લોકો અન્યધર્મમાંય સાચા સાધુ હોય એમ કહે છે ને? ‘મો તો સવ્વસાહૂ’ એટલે જગતના બધા – અન્યમતના પણ – સાધુ એમાં આવે એમ કોઈ કહે છે ને? (પણ તે સાચું નથી.) જૈનના સાધુ છે તે જ સાચા સાધુ છે, તે સિવાય અન્યમતમાં કોઈ સાચા સાધુ છે જ નહીં.
વીતરાગ પરમેશ્વરે જેવો વીતરાગસ્વરૂપ આત્મા કહ્યો છે તેવા વીતરાગસ્વરૂપ આત્મામાં જેની અંતર્મુખ દષ્ટિ છે, તેનું જ્ઞાન છે અને અનુભવરૂપ સ્થિરતા છે તેને સાચા
Page #303
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૫]
[૨૯૧
સાધુ કહીએ. આવા સાધુ જૈન પરમેશ્વર સિવાય બીજા અન્યમતમાં હોતા જ નથી. તેથી ‘ામો તો સવ્વસાહૂળમાં જે આવા (-જૈનના સાચા) સાધુ હોય તે જ બધા આવે. પણ તે સિવાયના ગમે તે ભેખ ધાર્યા હોય તે ન આવે. તથા જૈનના સાચા સાધુમાં અજ્ઞાની મિથ્યાદષ્ટિ પણ—કે જે પુણ્યથી ધર્મ માનનારા છે અને પોતાને વ્યવહારની ક્રિયાના કર્તા માનનારા છે તે પણ—ન આવે.
પ્રશ્ન:- પુણ્યને ધર્મ ન માને પણ ઉપાદેય માને તો?
સમાધાન - એ તો એની એ માન્યતા થઈ. વીતરાગમૂર્તિ આનંદમય ભગવાન આત્મા જ ઉપાદેય છે. તે સિવાય જે કોઈ વિકલ્પ-રાગ છે તે હેય છે. આવું જે ન માનતા હોય તે મિથ્યાષ્ટિ છે અને તેને જૈન સાધુમાં ગણવામાં આવતા નથી. અહીં જુઓ, કહે છે કે – ગાથામાં પહેલો શબ્દ છે કે – “વાવારવિષ્પમુધા' સાધુ વ્યાપારથી વિમુક્ત છે. અને આવા સાધુ વીતરાગ મારગમાં હોય છે.
આ, નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં નિરત(લીન) એવા સર્વ સાધુઓના સ્વરૂપનું કથન છે.” દેખો, કહે છે કે, નિરંતર અખંડિત પરમ તપશ્ચર્યામાં-ચારિત્રમાં - સાધુ લીન છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્મામાં ઉગ્ર પુરુષાર્થથી જે એકાગ્ર થયા તે સાધુ છે. અહા! નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં નિરત કહેતાં ઈચ્છા વિનાના અમૃતસ્વરૂપ ભગવાન આત્મામાં લીન છે. જુઓ, સાધુ પંચમહાવ્રતમાં કે ૨૮ મૂળગુણમાં લીન છે એમ નથી કહ્યું. કારણ કે એ પંચમહાવ્રતાદિ તો વિકલ્પ છે, આસ્રવ છે. માટે સાધુ તેમાં લીન હોતા નથી. આવી બહુ આકરી વાત છે! આ તો વસ્તુની સ્થિતિ છે ભાઈ! આ કાંઈ સંપ્રદાય નથી.
અહા! આત્મા વીતરાગમૂર્તિ છે. તેના સ્વરૂપમાં જેને નિરંતર અખંડિત પરમ સ્થિરતા-લીનતા થઈ છે તેવા સર્વ સાધુઓના સ્વરૂપનું કથન અહીં છે.
‘(સાધુઓ કેવા હોય છે?) (૧) પરમસંયમી મહાપુરુષો હોવાથી ત્રિકાલનિરાવરણ નિરંજન પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે જ સમસ્ત બાહ્યવ્યાપારથી વિમુક્ત’. ‘વ્યાપારથી પ્રવિમુક્ત'ની વ્યાખ્યા કરે છે કે સાધુને વિકલ્પનો વ્યાપાર પણ છૂટી ગયો છે. અહા! સાધુ પરમસંયમી મહાપુરુષ હોવાને કારણે પોતાનો ત્રિકાળી પરમ પંચમભાવ – ધ્રુવભાવ છે તેની ભાવનામાં અર્થાત્ ભગવાન આત્માનું જે
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૯૨] .
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ત્રિકાળી નિત્યસ્વરૂપ છે તે પરમ પંચમભાવની ભાવનામાં... ભાવના શબ્દ એકાગ્રતા છે હોં, (વિકલ્પ નહીં). તો, તે પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે..... એટલે કે પરમ પંચમભાવની એકલી વિકલ્પીય ભાવના સાધુને છે એમ નથી. પરંતુ સાધુ પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા છે એમ કહે છે. અને એવા સાધુને અહીંયા લીધા છે. પંચમભાવ એ ત્રિકાળી ભાવ (-દ્રવ્ય) છે અને તેની ભાવના તે વર્તમાન પર્યાય છે.
અહા! સાધુ તો ત્રિકાળ આનંદનું ધામ ધ્રુવ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય એવા પરમ પંચમભાવની વસ્તુની હયાતીના ત્રિકાળી ભાવની – ભાવનામાં પરિણમેલા છે અને આને લીધે જ તેઓ સમસ્ત બાહ્ય વ્યાપારથી વિમુક્ત છે એમ કહે છે. લ્યો, જૈન પરમેશ્વર તીર્થંકરદેવ ત્રિલોકનાથના શાસનમાં આવા સાધુ હોય છે અને તેને જ સાચા સાધુ કહેવામાં આવે છે.
સાધુ સમસ્ત બાહ્ય વ્યાપારથી પ્રવિમુક્ત કેમ છે? તેઓ નિર્વિકલ્પ અખંડ ત્રિકાળી પંચમભાવની ભાવનામાં પરિણમેલા છે - એ અવસ્થારૂપે થયેલા છે. તેને લીધે જ – આ કારણે જ - સાધુને સમસ્ત બાહ્યનો વ્યાપાર છૂટી ગયો છે. તેમને વિકલ્પનો વ્યાપાર પણ છૂટી ગયો છે. તેથી ખરેખર તો તેઓ પંચમહાવ્રતના વિકલ્પથી પણ વિમુક્ત છે. વીતરાગે કહેલું સ્વરૂપ બહુ ઝીણું છે! અહા! પોતે ધ્રુવ નિત્ય અલૌકિક પરમાત્મા છે તેની ભાવનામાં પરિણતિને પરિણમાવતા અર્થાત્ નિત્ય ધ્રુવ ભગવાન આત્મા છે તેની ભાવનામાં - એકાગ્રતામાં – વર્તમાન દશાને પરિણમિત કરતા સાધુ બાહ્ય વ્યાપારથી છૂટી ગયા છે. (જુઓ, અહીં અસ્તિ-નાસ્તિ કરી છે કે, આવી નિર્મળ પરિણતિ ઉભી (-પ્રગટ) થઈ એટલે બાહ્યનો વિકલ્પનો વ્યાપાર બંધ થઈ ગયો. લ્યો, સાધુ આને કહેવાય!
અહા! જેણે પરમાનંદની પૂર્ણ પ્રાપ્તિ કરવી છે તેણે તો આવી આરાધના કરવી પડશે. મતલબ કે ત્રિકાળ આનંદસ્વરૂપ આત્મામાં લીન થાય તેને પરમાનંદની પ્રાપ્તિ થાય— તેની મુક્તિ થાય. જુઓ, અહીં એમ કહે છે કે, “સમસ્ત બાહ્ય વ્યાપારથી વિમુક્ત'. ગાથામાં પણ ‘વાવાવિષ્પમુ’ છે ને? તો, ‘g'માંથી ટીકામાં ‘સમસ્ત’ શબ્દ કાઢ્યો છે. અહા! મુનિરાજ સમસ્ત બાહ્ય વ્યાપારથી વિમુક્ત છે. તેમને તો ઉપદેશનો પણ (નિયમરૂપ) વ્યાપાર નથી. ઉપદેશ તો આચાર્ય ને ઉપાધ્યાયને હોય છે. જ્યારે મુનિ
Page #305
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૫]
તો પોતાના સ્વરૂપને સાધે છે અને તેમને એકલા વીતરાગભાવનું પરિણમન છે એમ કહે છે. મુનિનો આત્મા એટલે કે પોતે ત્રિકાળી વીતરાગસ્વભાવમય છે અને તેની ભાવના તે વીતરાગી પરિણતિ છે. બસ, આ મુનિનું સ્વરૂપ છે.
૨૯૩
:
હવે, મુનિ આરાધનામાં લીન છે તે બતાવે છે : ‘(૨) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરમ તપ નામની ચતુર્વિધ આરાધનામાં સદા અનુરક્ત’. ભગવાન આત્મા તરફની શ્રદ્ધા, તેનું જ્ઞાન, શાંતિરૂપ ચારિત્ર અને ઇચ્છા નિરોધરૂપ તપ—આ ચાર આરાધનામાં મુનિ લીન છે એટલે કે તેઓ અમૃતસ્વરૂપ ભગવાન આત્માની આરાધનામાં લીન છે. તેથી દુનિયા ધર્મ પામે કે ન પામે એવો વિકલ્પ, કહે છે કે, મુનિને છે જ નહીં. આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, આત્મચારિત્ર અને આત્મામાં વિશેષ-ઉગ્ર પુરુષાર્થથી લીનતા (તપ) - આવી ચતુર્વિધ આરાધનામાં સાધુ સદા અનુરક્ત છે. જુઓ, પાઠ જ છે ને? કે ‘ચવિંદારાદળાHયારત્તા'.
પ્રશ્ન:- સાધુ આરાધનામાં સદા અનુરક્ત હોય તો આહાર-પાણી ક્યારે લે?
સમાધાન:- તેઓ ખાતા પણ નથી ને પીતા પણ નથી. એ ખાવા-પીવાનો વિકલ્પ આવે અને તે સંબંધી ક્રિયા થાય તો તેના પણ તેઓ જાણનાર રહે છે. આ, ‘નમો તોડ્ સવ્વસાહૂળ' ની વ્યાખ્યા ચાલે છે હોં. તો, કહે છે કે, જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ એ ચાર પ્રકારની આરાધનામાં—તેના સેવનમાં—લીન છે તે સાધુ છે. સાધતિ તિ સાધુ । પૂર્ણ સ્વરૂપની અંતરમાં સાધના કરે તે સાધુ. પણ એવું પૂર્ણ સ્વરૂપ અને પૂર્ણ સ્વરૂપની શક્તિ ધરનારો આત્મા સર્વજ્ઞ વીતરાગના માર્ગમાં જ હોય. (માટે તેની સાધના કરનાર સાચા સાધુ સર્વજ્ઞ વીતરાગના માર્ગમાં જ હોય.) અહીં કહ્યું કે પૂર્ણ સ્વરૂપની આરાધનામાં સાધુ તત્પર છે કે જેથી પૂર્ણ સ્વરૂપની પર્યાયમાં પ્રાપ્તિ થાય.
-
હવે, સાધુ નિગ્રંથ છે એમ કહે છે: ‘(૩) બાહ્ય-અત્યંતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત હોવાને લીધે નિગ્રંથ’. મુનિને બાહ્યમાં વસ્ત્રનો એક કટકોય..... અરે! ધાગોય...... ન હોય. ‘અષ્ટપાહુડ’માં કહ્યું છે ને? કે તિતતુમિત્તે । (સૂત્રપાહુડ ગા.૧૮, બોધપાહુડ ગા.૫૫) કોઈને તલના ફોતરા જેટલો પણ પરિગ્રહ હોય તો તે મુનિ નહીં. અને તે પોતાને મુનિ માને તો, કહે છે કે, નિગોદમાં જાય. વસ્તુની સ્થિતિ આવી છે. અહા! મુનિદશામાં વસ્ત્ર-પાત્ર લેવાનો વિકલ્પ હોય જ નહીં. મુનિ કોને કહે? ધન્ય દશા! ધન્ય અવતાર! જેણે કેવળજ્ઞાનને હથેળીમાં લેવાની તૈયારી કરી છે. આવા મુનિને બાહ્યમાં વસ્ત્ર હોય
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૯૪].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
નહીં અને અત્યંતરમાં રાગનો કણ પણ હોય નહીં. - આ કારણે મુનિ નિગ્રંથ છે એમ કહે છે.
મુનિ નિગ્રંથ કેમ છે? કેમ કે તેમને બાહ્ય-અભ્યતર ગ્રંથનો રાગ છૂટી ગયો છે. તેમને બાહ્યમાં વસ્ત્રનો કટકો અને અત્યંતરમાં રાગ–એ બધો પરિગ્રહ છૂટી ગયો છે. તેથી સાધુને નિગ્રંથ કહેવામાં આવે છે.
હવે, સાધુ નિમોહ છે એમ કહે છે : “(૪) સદા નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપનાં સમ્યફ શ્રદ્ધાન, સમ્યક્ પરિજ્ઞાન અને સમ્યફ આચરણથી પ્રતિપક્ષ એવાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્થા ચારિત્રનો અભાવ હોવાને લીધે નિર્મોહ.” અહીં કહે છે કે સાધુ નિર્મોહ હોય છે. સદા નિરંજન = ત્રિકાળ શુદ્ધ. આત્મા ત્રિકાળ શુદ્ધ છે. અહા! સદા નિરંજન નિજ કારણ પ્રભુના સ્વરૂપનું – ત્રિકાળ પરમાત્મસ્વરૂપ ધ્રુવ એવા નિજ કારણસમયસારના સ્વરૂપનું – સમ્યક શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. સદા નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપનું પરિજ્ઞાન તે સમ્યકજ્ઞાન છે અને સદા નિરંજન એવા ત્રિકાળી ભગવાન આત્માના સ્વરૂપનું સમ્યફ આચરણ તે સમ્મચારિત્ર છે. - આ ત્રણેય અર્થાત્ નિત્ય (ત્રિકાળી) ભગવાન આત્માના સ્વરૂપનાં સમ્યફ શ્રદ્ધાન, સમ્યક પરિજ્ઞાન અને સમ્યફ આચરણ એ પરિણમનરૂપ છે હોં. તો, કહે છે કે, આત્માનું ધ્રુવ વીતરાગી સ્વરૂપ છે તેનાં સમ્યક્ શ્રદ્ધાન, સમ્યફ પરિજ્ઞાન અને સમ્યફ આચરણથી પ્રતિપક્ષ એવાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો અભાવ હોવાને લીધે સાધુને નિમહ કહેવામાં આવે છે.
જુઓ, અહીંયા એમ લીધું છે કે સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રથી પ્રતિપક્ષ મિથ્યા દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેથી કેટલાક એમ કહે છે કે નિશ્ચયનો પ્રતિપક્ષ વ્યવહાર નથી, પણ મિથ્યા શ્રદ્ધાદિ છે. પરંતુ ભાઈ! અહીંયા કહી છે તે બીજી વાત છે અને ગાથા-૩ માં “વિપરીતના પરિવાર અર્થે ‘સાર’ પદ યોજેલ છે” એમ જે કહ્યું છે અર્થાત્ પ્રતિપક્ષ એવા વ્યવહારથી નિશ્ચય રહિત છે, વ્યવહારનું ફળ ને વ્યવહાર—એ બન્નેથી નિશ્ચય પ્રતિપક્ષ છે એમ જે કહ્યું છે તે બીજી વાત છે. ત્યાં ત્રીજી ગાથામાં તો વ્યવહારના વિકલ્પનો અભાવ બતાવીને નિશ્ચય બતાવવો છે. જ્યારે અહીં તો, સાધુએ નિમોહ દશા પ્રગટ કરી છે તો તેની સામે આવા મિથ્યા દર્શન-જ્ઞાન-ચારિત્ર ભાવનો અભાવ (થયો) છે એમ કહેવું છે. અહા! શું કરે? (જેને વાંધા જ ઉઠાવવા હોય તેને કેમ સમજાવવો?)
Page #307
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૫]
[૨૯૫
અજ્ઞાનીને અંદર એવો (મિથ્યા) આગ્રહ થઈ જાય છે કે (તેને છોડતો નથી.) તથા અજ્ઞાનીને નિશ્ચયનું ભાન ન મળે એટલે વ્યવહાર જ સર્વસ્વપણે મનાઈ ગયો છે કે આ બધું (ક્રિયા) પાળીએ છીએ તે અમારું સાધુપણું-મુનિપણું છે અને આ જ મોક્ષનો મારગ છે. પણ ભાઈ! એમ બાહ્યક્રિયાથી કાંઈ મોક્ષમારગ નહીં મળે. કેમ કે મોક્ષમાર્ગ તો ઉપશમરસમય-શાંતરસમય છે. ભગવાન આત્મા શાંતરસસ્વરૂપ-અકષાયરસસ્વરૂપ છે. તે અકષાયરસનું પર્યાયમાં પરિણમન થાય એ મોક્ષનો માર્ગ છે. તે સિવાય વચ્ચે આ વ્યવહાર-કષાય આવે છે તે કાંઈ મોક્ષનો માર્ગ નથી.
આ નિયમસારની ત્રીજી ગાથામાં ‘નિયમસાર'ની વ્યાખ્યા છે ને? તેમાં કહે છે કે, ‘નિયમ' સાથે ‘સાર’ શબ્દ કેમ કહ્યો છે? કે વિપરીતના પરિવાર અર્થે ‘સાર’ શબ્દ કહ્યો છે. ત્યાં વિપરીત એટલે વ્યવહારરત્નત્રય છે. જેમ ‘સમયસાર” માં સમય = આત્મા અને સાર = દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ રહિત. ત્યાં ભાવકર્મ કહેતાં પુણ્ય-પાપના બન્ને | વિકલ્પ આવ્યા અને તેનાથી રહિત તે સમયસાર છે. તેમ ‘નિયમસાર’ માં નિયમ = આત્માના સ્વાભાવિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કે જે સ્વાશ્રયે નિર્મળપણે પ્રગટ થયા છે અને સાર = નિશ્ચયરત્નત્રયથી વિરૂદ્ધ વ્યવહારરત્નત્રયના વિકલ્પથી રહિત. અહા! જેવી રીતે ‘સમયસારમાં ‘સાર’ શબ્દ કેમ કહ્યો છે? કે સમય (આત્મા) દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ રહિત છે માટે “સાર” શબ્દ કહ્યો છે. તેવી રીતે અહીં નિયમસાર’ માં સાર’ શબ્દ કેમ કહ્યો છે? કે નિશ્ચયરત્નત્રય વ્યવહારરત્નત્રયના વિકલ્પ રહિત છે માટે “સાર’ શબ્દ કહ્યો છે. પરંતુ તે અર્થ અહીં ગાથા ૭૫ માં નથી. અહીં તો સાધુને નિર્મોહ કહેવા છે, (તેથી સમ્યફદર્શનાદિથી પ્રતિપક્ષ મિથ્યાદર્શનાદિ છે એમ લીધું છે.) અરે! શાસ્ત્રના અર્થ કરવામાં પોતાનો પક્ષ-સ્વાર્થ પોષવો (અર્થાતુ બીજો અર્થ કરવો એ તો અરેરે! મહાન અનર્થ છે.) આવી વિપરીતતાથી જીવ પોતાનું શું નુકશાન કરે છે તેની અજ્ઞાનીને ખબર નથી.
“આવા, પરમનિર્વાણસુંદરીની સુંદર સેથીની શોભારૂપ કોમળ કેસરના રજપુંજના સુવર્ણરંગી અલંકારને કેસર-રજની કનકરંગી શોભાને) અવલોકવામાં કૌતૂહલબુદ્ધિવાળા તે બધાય સાધુઓ હોય છે (અર્થાત પૂર્વોક્ત લક્ષણવાળા, મુક્તિસુંદરીની અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા બધાય સાધુઓ હોય છે).” પૂર્ણ આનંદની દશાને અવલોકવામાં – પ્રાપ્ત કરવામાં–આતુર બુદ્ધિવાળા મુનિ હોય છે અર્થાત્ બધાય સાધુઓ પૂર્ણ આનંદની પ્રાપ્તિરૂપ મુક્તિને અવલોકવામાં
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૯૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કૌતૂહલબુદ્ધિવાળા હોય છે. પણ કંઈક પુણ્ય થશે અને અમે સ્વર્ગમાં જઈશું અથવા લોકો અમને માનશે-પૂજશે એવી ભાવના મુનિને હોય નહીં એમ કહે છે. લ્યો, જૈનના બધાય (સાચા) સાધુઓ આવા હોય છે અને બીજે તો એવા સાધુ હોતા નથી. તેથી ‘નમો તો સવ્વસાહૂ'માં બધાય – અન્યમતના પણ – સાધુ આવી જાય એમ નથી.
પ્રશ્ન:- ‘મો તો સવ્વસાહૂ' માં અન્યમતના પણ સાધુ ગણશો ત્યારે જ સાધુની સંખ્યા પૂર્ણ થશે ને?
સમાધાન:- હવે નાખ્યા (-ગણ્યા) અન્યમતના સાધુને? અન્યમતના સાધુ તો મિથ્યાદષ્ટિ છે. તેને શું કેવી રીતે) સાધુપણામાં ગણીએ? અહીં તો ચોથા કે પાંચમા ગુણસ્થાનવાળા પણ આ પદમાં – સાધુપણામાં ન આવે એમ કહેવું છે ત્યાં અન્યમતના સાધુની—કે જે મિથ્યાદષ્ટિ છે તેની – તો વાત જ ક્યાં રહી?
અહા! સાધુ તો અતીન્દ્રિય આનંદની સેવા–સ્વરૂપનું આરાધન કરે છે, તેની આરાધનામાં જ તત્પર-લીન છે અને તેમને અહીં સાચા સાધુ કહેવામાં આવે છે. જુઓ, ‘પુરુષાર્થસિદ્ધિ-ઉપાય'માં કહ્યું છે ને? કે જેટલા સાધુના ભાવ (-ગુણ) કહ્યા છે તે બધાનો એકદેશ ભાગ (-અંશ) શ્રાવકને પણ લાગુ પડે છે. તેથી શ્રાવકને પણ નિશ્ચયરત્નત્રય પ્રગટ થયાં છે કે નહીં? એમ મારું (-પૂજ્ય ગુરુદેવશ્રીનું) કહેવું છે. ભલે શ્રાવકને નિશ્ચયરત્નત્રય એકદેશ પ્રગટ્યા છે, પણ નિશ્ચયરત્નત્રય તો પ્રગટ્યાં છે ને? અને તે પણ, શ્રાવકને શ્રદ્ધાનો એકદેશ અંશ પ્રગટ્યો છે એમ નથી, આચરણનો એકદેશ પ્રગટ્યો છે. કેમ કે એકદેશ ને સર્વદશ એ આચરણના ભાગ (-ભેદ) છે, પણ કાંઈ સમ્યગ્દર્શનના (-શ્રદ્ધાના) ભાગ નથી. મુનિને સર્વદશ સમક્તિ છે અને શ્રાવકને એકદેશ—એક અંશેસમકિત છે એમ છે? (ના, કારણ કે સમકિતના એવા ભેદ નથી.)
છે શ્લોક - ૧૦૬ ઉપરનું પ્રવચન કરૂં ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે.” દેખો! ભવવાળા જીવોના ભવસુખ એમ કહ્યું છે. અર્થાત્ ઈંદ્રિયના વિષયમાં સુખ છે, આબરૂમાં સુખ છે એમ ભવમાં રહેલા અજ્ઞાની જીવોને ભવસુખની કલ્પના છે તેનાથી મુનિ વિમુખ છે. પાંચ ઇંદ્રિયના વિષયમાં, રાગમાં કે પુણ્યમાં પણ – ક્યાંય સુખ છે નહીં (એમ મુનિ માને છે).
Page #309
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૫]
[૨૯૭
અને સર્વ સંગના સંબંધથી જે મુક્ત છે.” આ સાધુની વાત છે ને? એટલે તેમને સર્વ સંગ છૂટી ગયો છે એમ કહે છે. અસંગ ભગવાન આત્માના સંગમાં પડેલા મુનિને સર્વ પરનો સંગ છૂટી ગયો છે.
પ્રશ્ન:- શાસ્ત્રનો સંગ તો હોય ને?
સમાધાન:- ખરેખર એ પણ અંતરમાં નથી. શાસ્ત્ર વાંચનનો વિકલ્પ છે તેનાથી પણ સાધુ છૂટેલા છે. કેમ કે તેઓ વ્યવહારથી મુક્ત છે. અરે! ચોથે ગુણસ્થાને, કહ્યું છે કે, સમકિતી રાગથી-વ્યવહારથી મુક્ત છે અર્થાત્ દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાના વિકલ્પથી મુક્ત છે. તો પછી મુનિની શું વાત કરવી? સમ્યગ્દર્શન થતાં સમકિતીને પણ વિકલ્પથી મુક્ત દશા છે. હા, અસ્થિરતાની અપેક્ષાએ વિકલ્પ હો, છતાં પણ દષ્ટિની અપેક્ષાએ તો વિકલ્પથી મુક્ત છે. રાગ દષ્ટિનો વિષય નથી અને દૃષ્ટિના પરિણમનમાં રાગ આવતો નથી. તેથી સમ્યગ્દર્શન થતાં સમકિતી પણ શાસ્ત્ર ભણતર આદિના વિકલ્પથી છૂટ્યો છે અને મુનિ પણ એ વિકલ્પથી છૂટા પડ્યા છે એમ કહે છે. બીજી રીતે કહીએ તો, સમ્યગ્દર્શન થતાં વીતરાગરસે પરિણમેલો ભગવાન આત્મા રાગરસથી છૂટો પડી ગયો છે. - આ વાત જગતને પકડવી બહુ કઠણ છે. એટલે અંતરની પકડ (સમજણ) વિના, બહારની પકડ (ક્રિયા) કરીને (સાધુ થવા) ચાલી નીકળે છે. પણ ભાઈ! મારગ તો આવો છે. આ, તારા સ્વભાવના લાભની વાત છે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે.
અહીં કહે છે કે મુનિ સર્વ સંગના સંબંધથી મુક્ત છે. કહો, આમાં શું (ક્યો સંગ) બાકી રહ્યું? અહા! જિનવાણીની જેમ દેવ, ગુરુ પણ પર છે. તેથી તેનો સંગ પણ મુનિને અંતરથી છૂટી ગયો છે. બાપુ મોક્ષનો માર્ગ કોઈ અલૌકિક છે. તે અંતરના અવલોકન વિના બહારથી પ્રાપ્ત થાય એમ નથી. જુઓ, શ્લોકમાં ‘ત્ય સર્વામિષાસંવધાતું” એમ છે ને? એટલે કે મુનિને કંઈપણ સંગ જ નથી. જો કે ચોથે ગુણસ્થાને સમકિતીને (દષ્ટિની અપેક્ષાએ) વિકલ્પનો સંગ નથી – વિકલ્પથી મુક્ત છે. છતાંપણ અસ્થિરતાની અપેક્ષાએ રાગ છે. પરંતુ હવે તો તે અસ્થિરતાના રાગથી પણ મુનિ છૂટી ગયા છે એમ કહે છે. અહા! એકલી વીતરાગધારા એ સાધુપદ છે. જ્યારે વચ્ચે પંચમહાવ્રતાદિનો વિકલ્પ આવે એ કર્મધારા છે અને તે સ્વરૂપમાં છે જ નહીં.
એવું તે સાધુનું મન અમને વંઘ છે.” મન = ચૈતન્યપરિણમન. મુનિ શ્રી પદ્મપ્રભમલધારિદેવ પોતે કહે છે કે આવું તે સાધુનું ચૈતન્યપરિણમન અમને વંદ્ય છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૯૮].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહા! ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે એટલે કે આત્માના આનંદ-સુખની જે સન્મુખ છે તથા જે સર્વ સંગના સંબંધથી મુક્ત છે અર્થાત્ અસંગ એવા ભગવાન આત્માના સંગમાં જે લીન છે એવું સાધુનું ચૈતન્યપરિણમન અમને, મુનિ કહે છે કે, વંદ્ય છે. કહો, આ મુનિ શ્રી પદ્મપ્રભમલધારિદેવ અન્ય મુનિને માટે આમ કહે છે.
“હે સાધુ! તે મનને શી નિજાત્મામાં મગ્ન કરો.” શુદ્ધ પરિણતિને ખૂબ (ઘણી) અંદરમાં વાળો, ઉગ્રપણે અંદરમાં સ્થિર થાવ એમ કહે છે. જ્યાં પૂર્ણાનંદસ્વરૂપે પોતે પ્રભુ ભગવાન આત્મા બિરાજે છે ત્યાં લીન થાવ અને એ સાધુનું કર્તવ્ય-કાર્ય છે. અરે! બીજે તો આ વાતની ગંધ પણ સાંભળવા મળતી નથી. ત્યાં તો આ કરો, તે કરો એવી વાત મળે છે. અરેરે. (જીવન ચાલ્યા જાય છે).
- એ શ્લોક ૧૦૬ થયો. હવે વ્યવહારચારિત્ર અધિકારની છેલ્લી ગાથા.
પ્રવચન નં. NSS / ૬૭
તારીખ ૧૪-૭-૭૧
ગાથા – ૭૫ ) શ્લોક - ૧૦૬ /
Page #311
--------------------------------------------------------------------------
________________
XARX
ગાથા
-
XARX
૭૬ ૦૦૦
एरिसयभावणाए ववहारणयस्स होदि चारितं । णिच्छयणयस्स चरणं एत्तो उडुं पवक्खामि
યાદ્દા
ईदृग्भावनायां व्यवहारनयस्य भवति चारित्रम् । निश्चयनयस्य चरणं एतदूर्ध्वं प्रवक्ष्यामि 119811
આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી; આના પછી ભાખીશ હું ચારિત્ર નિશ્ચયનય થકી. ૭૬.
અન્વયાર્થ:- દમાવનાયામ્) આવી (પૂર્વોકત) ભાવનામાં (વ્યવહારનયસ્ય) વ્યવહારનયના અભિપ્રાયે (ચારિત્રમ્) ચારિત્ર (મતિ) છે; (નિશ્ચયનયસ્ય) નિશ્ચયનયના અભિપ્રાય (સરળમ્) ચારિત્ર (તાવૂમ્) આના પછી (પ્રવક્ષ્યામિ) કહીશ.
ટીકા:- આ, વ્યવહારચારિત્ર-અધિકારનું જે વ્યાખ્યાન તેના ઉપસંહારનું અને નિશ્ચયચારિત્રની સૂચનાનું કથન છે.
આવી જે પૂર્વોક્ત પંચમહાવ્રત, પંચસમિતિ, નિશ્ચય-વ્યવહાર ત્રિગુપ્તિ અને પંચપરમેષ્ઠીના ધ્યાનથી સંયુક્ત, અતિપ્રશસ્ત શુભ ભાવના તેમાં વ્યવહારનયના અભિપ્રાયે પરમ ચારિત્ર છે; હવે કહેવામાં આવનારા પાંચમા અધિકારને વિષે, પરમ પંચમભાવમાં લીન, પંચમગતિના હેતુભૂત, શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર દ્રષ્ટવ્ય (–દેખવાયોગ્ય) છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
ထ]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
એવી રીતે માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે:
(વાસ્થ) "कु सूलगर्भस्थितबीजसोदरं भवेद्विना येन सुदृष्टिबोधनम् । तदेव देवासुरमानवस्तुतं
નમામિ નેન ચરાં પુનઃ પુનઃ ” “(શ્લોકાર્થ:-) જેના વિના (-જે ચારિત્ર વિના) સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કોઠારની અંદર પડી રહેલાં બીજ (અનાજ) જેવાં છે, તે જ દેવ-અસુર-માનવથી
સ્તવવામાં આવેલા જૈન ચરણને (-એવું જે સુર-અસુર-મનુષ્યોથી સ્તવવામાં આવેલું જિનોક્ત ચારિત્ર તેને) હું ફરીફરીને નમું છું.”
વળી (આ વ્યવહારચારિત્ર અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે):
(માર્યો) शीलमपवर्गयोषिदनंगसुखस्यापि मूलमाचार्याः ।
प्राहुर्व्यवहारात्मकवृत्तमपि तस्य परंपरा हेतुः ॥१०७॥ (શ્લોકાર્થ:-) આચાયોએ શીલને (-નિશ્ચયચારિત્રને) મુક્તિસુંદરીના અનંગ (-અશરીરી) સુખનું મૂળ કહ્યું છે; વ્યવહારાત્મક ચારિત્ર પણ તેનું પરંપરા કારણ છે. ૧૦૭.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઈંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્ કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) વ્યવહારચારિત્ર અધિકાર નામનો ચોથો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Page #313
--------------------------------------------------------------------------
________________
ગાથા - ૭૬]
[૩૦૧
ગાથા ૭૬ ઉપરનું પ્રવચન
‘આ, વ્યવહારચારિત્ર-અધિકારનું જે વ્યાખ્યાન તેના ઉપસંહારનું અને નિશ્ચયચારિત્રની સૂચનાનું કથન છે.’ અહીં વ્યવહારચારિત્ર-અધિકારનું વ્યાખ્યાન પુરું કરવામાં આવે છે અને હવે નિશ્ચયચારિત્રની વ્યાખ્યા આવશે એમ કહે છે.
‘આવી જે પૂર્વોક્ત પંચમહાવ્રત, પંચસમિતિ, નિશ્ચય-વ્યવહાર ત્રિગુપ્તિ અને પંચપરમેષ્ઠીના ધ્યાનથી સંયુક્ત, અતિપ્રશસ્ત શુભ ભાવના તેમાં વ્યવહારનયના અભિપ્રાયે પરમ ચારિત્ર છે.’ નિશ્ચય ગુપ્તિમાં શુદ્ધતા છે. માટે તે અહીં ન લેવી, પણ નિશ્ચય-વ્યવહાર ગુપ્તિમાંથી વ્યવહાર ગુપ્તિનો શુભભાવ છે તે અહીં લેવો. કેમ કે વ્યવહારચારિત્રની વાત કરવી છે ને? તો, કહે છે કે પંચમહાવ્રત, પંચસમિતિ, નિશ્ચયવ્યવહાર ગુપ્તિમાંથી શુભભાવરૂપ વ્યવહાર ગુપ્તિ અને પંચપરમેષ્ઠીનું ધ્યાન એ બધો શુભભાવ છે. લ્યો, પંચપરમેષ્ઠીનું ધ્યાન પણ શુભભાવ છે, તેમાં શુદ્ધતા નથી એમ કહે છે. અને તે બધાને (પંચમહાવ્રત, પંચસમિતિ, વ્યવહાર ગુપ્તિ અને પંચપરમેષ્ઠીના ધ્યાનને) વ્યવહારનયથી પરમ ચારિત્ર કહેવામાં આવે છે. નિશ્ચયનયથી શુદ્ધતા એ પરમ ચારિત્ર છે અને વ્યવહારથી શુભભાવને પરમ ચારિત્રનો આરોપ દેવામાં આવે છે. પરંતુ તે પણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સહિત છે તેના શુભભાવને પરમ ચારિત્રનો આરોપ આપવામાં આવે છે હોં. તે સિવાય અજ્ઞાનીની (અજ્ઞાનીના શુભભાવની) અહીં વાત નથી.
અહા! જેને નિશ્ચય આત્મસ્વરૂપનો અંતરમાં અનુભવ થયો છે અર્થાત્ જેને આનંદસ્વરૂપની શ્રદ્ધા, આનંદસ્વરૂપનું જ્ઞાન ને આનંદસ્વરૂપમાં રમણતા થઈ છે તેને તે રમણતામાં ઓછપ છે અને પૂર્ણ વીતરાગતા નથી તેથી વચ્ચે આવો શુભભાવ આવે છે
હોય છે. તે શુભભાવને વ્યવહારનયથી ચારિત્ર કહેવામાં આવે છે. પણ અજ્ઞાનીના શુભભાવની અહીંયા વાત નથી. તો, અહીં કહ્યું કે, જેને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે તેને આવો શુભભાવ હોય છે અને તેને વ્યવહારનયથી ચારિત્ર કહેવાય છે.
-
‘હવે કહેવામાં આવનારા પાંચમા અધિકારને વિષે, પરમ પંચમભાવમાં લીન, પંચમગતિના હેતુભૂત, શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર દ્રવ્ય (-દેખવાયોગ્ય) છે.' ચાર અધિકાર પુરા થયા. હવે પાંચમો અધિકાર આવશે (અને તેમાં નિશ્ચયચારિત્ર કહેવામાં આવશે.) અહા! પરમ પંચમભાવમાં લીનતા એ નિશ્ચયચારિત્ર છે. પોતાનું ત્રિકાળી પરમાત્મસ્વરૂપ છે તેમાં લીનતા જામવી તે નિશ્ચયચારિત્ર છે અને તે પંચમગતિના
Page #314
--------------------------------------------------------------------------
________________
૩૦૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
હેતુભૂત છે. જુઓ, વ્યવહારચારિત્રની વાતમાં ‘પંચમગતિના હેતુભૂત” એવા શબ્દ ન હતા. જ્યારે આ નિશ્ચયચારિત્ર પંચમગતિના હેતુભૂત છે - મોક્ષનું કારણ છે - એમ કહે છે. અંદર પરમ પંચમભાવમય ધ્રુવસ્વભાવ છે તેમાં લીનતા થવી તે નિર્વિકારી નિર્વિકલ્પ દશા - વીતરાગી પરિણતિ - છે અને તે નિશ્ચયચારિત્ર છે કે જે પંચમગતિનું - મોક્ષનું કારણ છે. પરમ પંચમભાવમય ધ્રુવ એ દ્રવ્ય છે અને તેમાં લીનતા એ વર્તમાન વીતરાગી પરિણતિ છે.
અહીં જુઓ, પરમ ચારિત્ર શુદ્ધનિશ્ચયનયનો વિષય છે એમ (ભેદથી) ન કહેતાં તે પરમ ચારિત્ર શુદ્ધ નિશ્ચયનયસ્વરૂપ છે એમ કહે છે. અર્થાત્ પરમ ચારિત્રની પરિણતિને જ શુદ્ધ નિશ્ચયનયસ્વરૂપ કહી છે. તો, આવું પરમ ચારિત્ર દેખવાયોગ્ય છે, અનુભવવાયોગ્ય છે તેમ જ આવી સ્થિરતા કરવાયોગ્ય છે. અને તેનો અધિકાર (તેની વાત) પાંચમા અધિકારમાં કહીશું એમ કહે છે.
આધારના શ્લોક ઉપરનું પ્રવચન કરે સ્વરૂપની રમણતા તે ચારિત્ર છે અને તે ચારિત્રની પ્રધાનતા આ શ્લોકમાં બતાવે છે.
જેના વિના (-જે ચારિત્ર વિના) સમ્યગ્દર્શન અને સમજ્ઞાન કોઠારની અંદર પડી રહેલાં બીજ (અનાજ) જેવાં છે.” જેમ કોઠારમાં રહેલું બીજ ઉગે નહીં, પાકે નહીં તેમ ચારિત્ર વિના માત્ર એકલા સમ્યગ્દર્શન-શાનથી મુક્તિ થાય નહીં. પણ ચારિત્રનું પરિણમન થાય ત્યારે મુક્તિ થાય એમ કહે છે. જુઓ, સમ્યગ્દર્શન-શાનને અનાજ જેવાં તો કહ્યા, પણ માત્ર તેનાથી જ મુક્તિરૂપી ફળ મળતું નથી એમ સિદ્ધ કરે છે. મુક્તિ માટે તો સમ્યગ્દર્શન-શાન સાથે ચારિત્રની પણ પરિણતિ જોઈએ. તે (ચારિત્ર) ન હોય ત્યાંસુધી સમ્યગ્દર્શન-શાન કોઠારમાં રહેલાં અનાજ-બીજ જેવાં છે.
“તે જ દેવ-અસુર-માનવથી સ્તવવામાં આવેલા જૈન ચરણને (-એવું જે સુર-અસુર-મનુષ્યોથી સ્તવવામાં આવેલું જિનોકત ચારિત્ર તેને) હું ફરીફરીને નમું છું.” જેના વિના સમ્યગ્દર્શન-જ્ઞાન કોઠારમાં રહેલાં બીજ જેવાં છે તે ચારિત્રનું સ્વર્ગના દેવો, અસુર દેવો અને માનવ પણ સ્તવન કરે છે. અહીં પશુ ને નારકી લીધા નથી. તો, કહે છે કે દેવ એટલે વૈમાનિક દેવ, અસુર એટલે નીચે ભવનોમાં રહેલા દેવ અને માનવ—આ બધાથી સ્તવવામાં આવેલું ને પરમેશ્વરે કહેલું એવું જૈન ચારિત્ર છે તેને
Page #315
--------------------------------------------------------------------------
________________
ગાથા – ૭૬ ]
[૩૦૩
હું ફરીફરીને નમું છું. અંદર આનંદસ્વરૂપમાં રમણતારૂપ ચારિત્ર એ જૈન ચારિત્ર છે એમ પરમેશ્વરે કહ્યું છે અને તેને હું ફરીફરીને નમું છું. પોતે શ્રી પદ્મપ્રભમલધારિદેવ પણ મુનિ (-ચારિત્રવંત) છે અને તેઓ આ શ્લોકનો આધાર આપીને કહે છે કે આવા ચારિત્રને મારું વારંવાર નમન છે, સ્તવન છે. જો કે મને (-મુનિને) ચારિત્રનું પરિણમન તો છે, પણ હવે વિશેષપણે તેમાં નમું છું (-સ્થિરતા પ્રગટ કરું છું).
અહા ! કરવાનું તો આ છે. માર્ગ-વસ્તુ તો આ છે. પણ અરે! હજુ જે કરવાનું છે તે રહી જાય છે અને ન કરવાનું તે (-અજ્ઞાની) કરે છે! થઈ રહ્યું. (અમૂલ્ય) ભવ ગુમાવે છે. અરે! હજુ તો આવી વસ્તુ (-આવું વસ્તુસ્વરૂપ) છે એવી શ્રદ્ધા કરવામાંય તેને પરસેવો ઉતરે છે. ‘નહીં, નહીં, અત્યારે તો વ્યવહાર (રાગ) જ હોય, શુદ્ધતા (-નિશ્ચય) ન હોય' એમ અજ્ઞાની કહે છે. લ્યો ઠીક, પણ ભાઈ! જે અત્યારે શુદ્ધતા (-નિશ્ચય) ન હોય તો અર્થાત્ શુદ્ધ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ન હોય તો શુભભાવને વ્યવહાર પણ કહેવામાં આવતો નથી. નિશ્ચય હોય તો જ શુભભાવને વ્યવહાર કહેવામાં આવે છે. અરે! અજ્ઞાની પોતે પોતાને છેતરે છે અને છતાં માને છે કે અમે કાંઈક લાભમાં છીએ. શું થાય? (એને કોણ સમજાવે?) આમ ને આમ અનાદિથી જગત લુંટાણું છે!
અહીં કહે છે કે આવું જૈનનું ચારિત્ર છે અને તે જૈન ચરણને એટલે કે ભગવાને કહેલા ચારિત્રને અહો! હું ફરીફરીને નમું છું.
છે
શ્લોક - ૧૦૭ ઉપરનું પ્રવચન
ઉપરમાં શ્લોક હતો તે “માર્ગપ્રકાશ'નો હતો. તેનો આધાર આપીને (શ્રી પદ્મપ્રભમલધારિદેવે) કહ્યું કે “માર્ગપ્રકાશ'ના કર્તા પણ ચારિત્રને નમે છે અને હું પણ ચારિત્રને નમું છું). હવે (મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવનો) પોતાનો શ્લોક છે:
આચાર્યોએ શીલને (-નિશ્ચયચારિત્રને) મુક્તિસુંદરીના અનંગ (-અશરીરી) સુખનું મૂળ કહ્યું છે.' આચાર્યોએ આત્માના આનંદસ્વરૂપમાં રમણતારૂપ ચારિત્રને પરમાનંદની પ્રાપ્તિ એવી મુક્તિના અંગ વિનાના – અશરીરી - આત્મિક - સુખનું મૂળ કહ્યું છે. લ્યો, ચારિત્રનું ફળ મુક્તિ છે એમ કહે છે. સ્વરૂપનું સમ્યગ્દર્શન, સ્વરૂપનું
Page #316
--------------------------------------------------------------------------
________________ 304] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનો અનુભવ થવા ઉપરાંત અંદર સ્વરૂપમાં લીનતા થવી એવું ચારિત્ર છે તે મોક્ષરૂપી સુંદરીના અશરીરી સુખનું મૂળ છે એમ આચાયોએ કહ્યું છે. “વ્યવહારાત્મક ચારિત્ર પણ તેનું પરંપરા કારણ છે.” લ્યો, વ્યવહારચારિત્ર મોક્ષનું પરંપરા કારણ છે એમ કહે છે. પણ આ કોના માટે છે? કે જેને નિશ્ચયચારિત્ર છે તેના માટે છે. અહા! વ્યવહારસ્વરૂપ ચારિત્ર મુક્તિનું પરંપરા કારણ છે એટલે કે વ્યવહારચારિત્રને છોડીને જ્યારે અંદર ઠરશે ત્યારે મુક્તિ થશે. આવું સ્વરૂપ છે. ભારે વાત ભાઈ! અરે! પક્ષનો વ્યામોહ (બહુ નુકશાન કરે છે). જેને પક્ષનો વ્યામોહ છે તે પોતાના પક્ષની પુષ્ટી થાય એ રીતે શાસ્ત્રના અર્થ કરે છે અને છતાં કહે છે કે અમે ભગવાનના કહેવા પ્રમાણે બરાબર અર્થ કરીએ છીએ. (ભાઈ! આવા મિથ્યા અભિપ્રાયથી તને નુકશાન થશે હોં.) અહીં કહે છે કે, વ્યવહારસ્વરૂપ ચારિત્ર તેનું પરંપરા કારણ છે. કોનું? મુક્તિરૂપી સુંદરીના અનંગ-અશરીરી સુખનું વ્યવહારચારિત્ર પરંપરા કારણ છે, પણ સાક્ષાત્ કારણ નથી. મુક્તિ સુખનું સાક્ષાત્ કારણ તો આ નિશ્ચયચારિત્ર છે. અહા વ્યવહારચારિત્ર છૂટીને પછી ઉગ્ર સ્થિરતા થશે ત્યારે પૂર્ણાનંદની પ્રાપ્તિરૂપ મુક્તિ પ્રાપ્ત થશે. અને તેથી વ્યવહારચારિત્રને મુક્તિનું પરંપરા કારણ કહેવામાં આવે છે. પ્રવચન નં. NSS / 67 તારીખ 14-7-71 ગાથા - 76 ) શ્લોક - 107J