________________
૨૨૮].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
(ભગવંત અહંતો કેવા હોય છે?) (૧) જેઓ આત્મગુણોનાં ઘાતક ઘાતિકર્મો છે અને જેઓ ઘન એટલે કે ઘાટાં છે - એવાં જે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય ને મોહનીય કર્મો તેમનાથી રહિત વર્ણવવામાં આવેલા'.... અરિહંત ભગવાને ચાર ઘાતિકમનો નાશ કર્યો છે. ભગવાન મહાવીર આદિ ર૪ તીર્થકરો અત્યારે તો ‘મો સિદ્ધાળ' માં ભળેલા છે અર્થાત્ તેઓ તો સિદ્ધ થઈ ગયા છે અને અશરીરી છે. અત્યારે તેઓ કાંઈ અરિહંત નથી. પરંતુ જ્યારે તેઓ અરિહંતપદે બિરાજતા હતા ત્યારે અહીંયા (ભરતક્ષેત્રમાં) હતા અને ત્યારે તેમને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય ને અંતરાય -એ ચાર ઘાતિકર્મોનો નાશ થયેલો. અત્યારે અરિહંતપણે તો ભગવાન સીમંધરાદિ વીસ વિહરમાન—વિદ્યમાન–તીર્થકરો મહાવિદેહમાં બિરાજે છે (અને તેમને ચાર ઘાતિકમનો નાશ થયો છે.)
જેઓ આત્મગુણોનાં નિમિત્તપણે ઘાતક હોવાથી ઘાતિકમાં છે અને જેઓ ઘન એટલે કે ઘાટાં છે – એવાં જે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય ને મોહનીય કર્યો છે તેમનાથી અરિહંતને રહિત કહેવામાં આવ્યા છે. મતલબ કે ભગવાન અરિહંત ચાર કર્મોથી રહિત થઈ ગયા છે. લ્યો, અરિહંત ભગવાન આવા હોય છે. અરે! પણ અજ્ઞાનીને હજુ અરિહંત ભગવાન કેવા હોય તેની ખબર ન મળે અને “અરિહંત ભગવાનનો જયે' એમ બોલે રાખે છે.
“(૨) જે પૂર્વે વાવેલાં ચાર ઘાતિકર્મોના નાશથી પ્રાપ્ત થાય છે એવાં, ત્રણ લોકને પ્રક્ષોભના હેતુભૂત સકળવિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળશક્તિ ને કેવળ સુખ સહિત'... ‘ત્રણ લોકને પ્રક્ષોભના હેતુભૂત' એટલે કે ભગવાનને (-તીર્થકરને) જ્યારે કેવળજ્ઞાનાદિ પ્રગટે છે ત્યારે તે બીજા જીવને આનંદનું કારણ થાય છે એમ કહે છે. ભગવાન અરિહંત (તીર્થકર) જ્યારે જન્મે કે કેવળજ્ઞાનાદિ પામે ત્યારે ત્રણ લોકમાં – નારકીને પણ – અલ્પ શાતા થાય છે. એવો ભગવાનનો અતિશય છે.
કહે છે કે, ત્રણ લોકને પ્રક્ષોભના હેતુભૂત-નિમિત્તભૂત એવું અને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવું સકળવિમળ કેવળજ્ઞાન પરમાત્માને હોય છે. અહા! એક ‘ક’ અક્ષર બોલે એમાં તો અસંખ્ય સમય જાય છે, જ્યારે ભગવાન એક સમયમાં જ ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે. ગત અનંત કાળની અનંત પર્યાય, તેવી રીતે વર્તમાનની પર્યાય અને ભવિષ્યની પર્યાય—આ બધી પર્યાયો સહિત બધા દ્રવ્યોને એક સમયમાં