________________
ગાથા – ૭૧]
ભગવાન જાણે છે. જે કાંઈ થયું છે, થાય છે અને થશે તે બધું જ ભગવાન જાણે છે. ભગવાનના જ્ઞાનથી કાંઈ અજાણ્યું નથી. અહા! જગતમાં આવું જ્ઞાન છે એમ તેની સત્તાનો સ્વીકાર કરવો સમજીને હોં—તે પણ (અલૌકિક વાત છે.) તો કહ્યું કે, અરિહંત ભગવાનને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણે એવું કેવળજ્ઞાન હોય છે. તેમને આવું કેવળજ્ઞાન થાય ત્યારે જગતમાં ત્રણ લોકમાં અલ્પ પ્રશ્નોભ થઈ જાય છે. પ્રશ્નોભ એટલે સુખ (-શાતા). તે વખતે (સ્વર્ગમાં) ખળભળાટ થઈ જાય કે અહો! કોઈ પરમાત્મા થયા છે, કોઈને કેવળજ્ઞાન થયું છે. - એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે. ભગવાનને સકવિમળ કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળશક્તિ એટલે કે કેવળવીર્યઅનંતવીર્ય પ્રગટ્યું હોય છે અને કેવળસુખ પણ હોય છે. ભગવાન એકલા (-પૂર્ણ) આનંદ સહિત હોય છે.
-
-
૨૨૯
પ્રશ્ન :- ભગવાનને તો ત્યાં કાંઈ પૈસા, મકાન કે સ્ત્રી નથી, આહાર-પાણી નથી અને આ બધા લોકો ર્નીચર પાથરીને બેસે છે તે ખુરશી-ટેબલ પણ નથી. - આવું બધું ત્યાં નથી અને છતાં અનંતસુખ?
—
સમાધાન :- ભાઈ! બહારમાં કયાં ધૂળમાં સુખ હતું? બહારમાં જેટલું લક્ષ જાય તેટલી તો આકુળતા ને રાગ છે. ભગવાને અંતરની આનંદ દશા – કે જે શક્તિરૂપ હતી તે · પ્રગટ કરી છે. માટે સુખી તો ભગવાન કેવળી છે. તે સિવાયના આ પૈસાવાળા શેઠીયા ને બાદશાહ પણ સુખી નથી એમ કહે છે. અહા! સુખી તો એ છે કે જેને પૂર્ણ આનંદ પ્રગટયો છે. અરે! પણ જ્યાં એવા અસ્તિત્વનો-સત્તાનો સ્વીકાર કરવા જાય ત્યાં અર્થાત્ એક સમયના કેવળજ્ઞાન આદિની આવડી મોટી મહાસત્તા છે એમ જ્યાં સ્વીકારે ત્યાં તેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જ જાય. અને ત્યારે જ તેનો (કેવળજ્ઞાનનો સાચો) સ્વીકાર થાય છે. ભારે વાત ભાઈ!
અહીં કહ્યું કે ભગવાન કેવળસુખ સહિત છે. અહા! એમ કહીને અરિહંતને આહારપાણી (ક્ષુધા-તૃષા)નું દુ:ખ નથી એમ કહે છે. અહીં તો અરિહંતની વાત છે ને? જે શરીર સહિત છે એની વાત છે ને ? તો, અરિહંતને શરીર છે છતાં આહાર-પાણીનું દુ:ખ નથી. તેમ જ તેઓ આહાર-પાણી લે એમ પણ છે નહીં. તેમને આહાર-પાણી હોતાં જ નથી. તેમને તો અંદરમાં અનંત આનંદ હોય છે. આવા અરિહંત મુખ્યપણે ચાર શક્તિથી (-અનંત ચતુષ્ટયથી) સહિત છે. જો કે તેમને અનંતા ગુણોનું પરિણમન છે, પણ આ ચાર ગુણ મુખ્ય છે એમ કહેવું છે.