________________
ગાથા – ૭૧].
[૨૨૭
માટે જેઓ અગ્નિ છે, સર્વ દિશાઓમાં જેમની કીર્તિ વ્યાપી ગઈ છે અને જગતના જેઓ અધીશ (-નાથ) છે, તે સુંદર પદ્મપ્રભેશ જયવંત છે. ૧૦૦.
હું ગાથા - ૭૧ ઉપરનું પ્રવચન |
હવે અરિહંત ભગવાનની વ્યાખ્યા કરે છે. ‘મો મરિહંતા ના અરિહંત કેવા હોય તેને ઓળખાવે છે. આ અરિહંત ભગવાન વ્યવહારનયના વિષય છે. કેમ કે પરદ્રવ્ય છે ને? પાંચે પરમેષ્ઠી આ આત્મા માટે પર છે અને તેમના ઉપર લક્ષ જતાં રાગ જ થાય છે, તેથી વ્યવહારનયના વિષય છે. તે કારણે અહીંયા વ્યવહારચારિત્રના અધિકારમાં તેમનો અધિકાર નાખ્યો છે (-તેમની વાત કરી છે). સમજાણું કાંઈ?
અરિહંત ભગવાન પરદ્રવ્ય છે ને? માટે તેમને આશ્રયે જતાં ધર્મ ન થાય, પણ શુભભાવ-પુણ્ય થાય. જ્યારે નિજ ભગવાનનો સ્વદ્રવ્યનો—આશ્રય કરતાં એટલે કે તેના અવલંબે જતાં ધર્મ થાય છે.
પ્રશ્ન :- લોકો યાત્રા કરવા જાય કે ન જાય?
સમાધાન :- અહીંયા લોકો યાત્રા કરવા જાય કે ન જાય એની વાત ક્યાં છે? અહીંયા તો વસ્તુની સ્થિતિ શું છે તે કહે છે. તેમ જ હજુ રાગ છે તો યાત્રા કરવા ગયા વિના રહેશે નહીં. પરંતુ અજ્ઞાની યાત્રાએ જઈએ એટલે ધર્મ થયો’ એમ માની લે છે. પહાડની તળેટીથી ઉપર ગયા અને ઉપરથી નીચે ઉતરી આવ્યા એટલે ધર્મ કરી આવ્યા એમ અજ્ઞાની માને છે. પણ ભાઈ ! તેમાં ધર્મ નથી. અહીં કહે છે કે પંચ પરમેષ્ઠીનો પણ આશ્રય લેતાં રાગ જ થાય છે. કારણ કે તેઓ પરદ્રવ્ય છે ને? તેઓ ક્યાં સ્વદ્રવ્ય છે? અહા! અજ્ઞાની તીર્થક્ષેત્રની યાત્રાએ જઈને કહે છે કે “શીવપદ અમને દેજે રે મહારાજ'. ભગવાન કહે છે કે તારું શીવપદ તારામાં છે. મારી સામે જોવાથી તે નહિ મળે. અહા! ભારે આકરું કામ! દુનિયાથી તો અવળું છે!
આ, ભગવાન અહંત પરમેશ્વરના સ્વરૂપનું કથન છે.” “નમો રિહંતાળ માં જેમને નમસ્કાર કરીએ છીએ તે ભગવાન અરિહંત કેવા છે તેની અહીંયા ઓળખાણ આપે છે.