________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પરમજ્ઞાનાદિક અનંત ગુણો સાથે મિલાવી દેવી તે સમિતિ છે. અનંત ગુણોમાં અંતર એકાગ્ર થવું તેનું નામ સમિતિ કહેવામાં આવે છે. અરે! પણ અત્યારે તો આ મૂળ નિશ્ચય સમિતિરૂપી વર’ પડ્યો રહ્યો છે અને અજ્ઞાનીએ વ્યવહાર સમિતિરૂપી જાન જોડી દીધી છે. પરંતુ વર ન હોય તો જાન કેવી? વર વિના અણવર કેવો વર વિના અણવર કહેવો કોને? એમ જેને નિશ્ચયસમિતિ ન હોય તેને વ્યવહાર સમિતિ કેવી?
અહા! જેને આત્માના અંતર આનંદસ્વભાવના ભાનનું અને સ્થિરતાનું પરિણમન છે તેને ચાલવા આદિનો વિકલ્પ હોય તો વ્યવહારસમિતિ કહેવામાં આવે છે. પરંતુ તે વ્યવહારસમિતિથી મોક્ષ થાય નહીં. જેમ કે લગ્ન વખતે વરઘોડો ચડ્યો હોય ત્યારે ઘોડા ઉપર વર સાથે નાના છોકરાને પણ બેસાડે. પરંતુ તેની સાથે કાંઈ કન્યા પરણે નહીંફેરા ફરે નહીં. તેમ વ્યવહારસમિતિ એ નાના છોકરા સમાન છે. તેની સાથે કાંઈ (મોક્ષરૂપી) કન્યા ફેરા ફરે નહીં. તે વ્યવહારસમિતિરૂપ પુણ્યરાગ-વિકલ્પ તો બંધનું કારણ છે, જ્યારે
સ્વભાવના આશ્રયે થયેલા આ નિશ્ચય સમિતિના અબંધપરિણામ - વીતરાગી સમ્યગ્દર્શન, વીતરાગી જ્ઞાન ને વીતરાગી સ્થિરતા - મોક્ષનું કારણ છે.
અહા ! નિશ્ચયસમિતિ એટલે શુદ્ધ પૂર્ણાનંદ એવી અભેદ અનુપચાર ચીજની પરિણતિ. અને તેની અત્યારે અહીંયા વાત છે. કહે છે કે જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, આનંદભાવ એ અભેદ અનુપચાર ત્રિકાળી વસ્તુ છે. તેને અવલંબે પ્રગટ થતાં અંતરના નિર્મળ, નિર્વિકલ્પ, અભેદ, અનુપચાર માર્ગમાં પોતાના આત્માની ગતિ-પરિણતિ તે સમિતિ છે. સમિતિ એટલે સમ્યફ ગતિ-ચાલવું એમ તેનો અર્થ છે ને? તો, અંદર આત્મામાં ગતિ કરવી, શુદ્ધ વીતરાગી પરિણતિ કરવી તેનું નામ નિશ્ચયસમિતિ છે. અથવા નિજ પરમતત્ત્વ એવા સામાન્ય-એકરૂપ-અભેદ ધ્રુવમાં લીન અનંત ગુણો-ધર્મો છે તેની અંદર એકતા કરવી તે સમિતિ છે. જોકે વસ્તુ તરીકે તો અનંત ગુણોની એકતા છે જ, પરંતુ હવે પર્યાયનું અનંત ગુણોની સાથે મિલન-સંગઠન થવું તે સમિતિ છે એમ કહે છે. બીજી રીતે કહીએ તો, અનંત ગુણોની સાથે નિર્મળ પર્યાયનું એકત્વ થવું તેનું નામ સમિતિ કહેવામાં આવે છે. લ્યો, આ, સમિતિની વ્યાખ્યા! આ નિશ્ચયસમિતિ એક જ છે. (તેના ભેદ નથી, કેમ કે નિશ્ચયથી પાંચે સમિતિનું સ્વરૂપ આવું જ છે.)
કહે છે કે નિજ પરમતત્ત્વમાં લીન... પ્રશ્ન:- ‘નિજ પરમતત્ત્વ' કોને કહેવું? સમાધાન :- ત્રિકાળી તત્ત્વને નિજ પરમતત્ત્વ કહેવું. આ પરમતત્ત્વ ત્રિકાળી