________________
ગાથા – ૬૧]
[૬૭
અવિનાશી, ધ્રુવ છે. જ્યારે સંવર, નિર્જરા, મોક્ષ આદિ બધા નવ પર્યાયો નાશવાન છે. એ વાત શુદ્ધભાવ અધિકારમાં લીધી છે કે પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષરૂપ પર્યાય છે તે નાશવાન છે. લ્યો, કેવળજ્ઞાનની પર્યાય પણ નાશવાન છે એમ કહે છે. કેમ કે તે એક સમય રહે છે પણ કાંઈ ધ્રુવ નથી. પહેલાં સમયનું કેવળજ્ઞાન વ્યય થઈ જાય છે અને બીજા સમયે બીજું થાય છે. આમ, તે કેવળજ્ઞાનાદિ નવ પર્યાય (-તત્ત્વ) નાશવાન છે. જુઓ, ૩૮ મી ગાથાનો ૫૪ મો કલશ છે: “સર્વ તત્ત્વોમાં જે એક સાર છે' એટલે કે અહીં જેને નિજ પરમતત્ત્વ કહ્યું છે તે એક જ સર્વ તત્ત્વોમાં સાર છે. તથા જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી દૂર છે'. બધા પર્યાયો નાશવાન છે અને તેનાથી ધ્રુવ આત્મા દૂર છે. અરે! કેવળજ્ઞાનની એક સમયની પર્યાયથી પણ ધ્રુવ આત્મા દૂર છે. આ ૫૪ મા કલશ પહેલાંની ૩૮ મી ગાથાની ટીકામાં પણ કહ્યું છે કે, ‘જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ પદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી.' મતલબ કે એ બધા—સંવર, નિર્જરા, મોક્ષાદિ પર્યાયો - પરદ્રવ્ય છે.
શ્રોતા:- મોક્ષ પણ પરદ્રવ્ય?
પૂજ્ય ગુરુદેવશ્રી:- (હા), તે પરદ્રવ્ય છે – ત્રિકાળી સ્વદ્રવ્યની અપેક્ષાએ તે પરદ્રવ્ય છે. આવી વાતો છે. જો કે પરની અપેક્ષાએ તે પર્યાય પોતાની છે, પણ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ તે એક સમયની પર્યાય પદ્રવ્ય છે. એ વાતનો ૫૦ મી ગાથામાં પણ ખુલાસો ક્ય છે ને? કે પર્યાય પરદ્રવ્ય, પરભાવ હોવાથી હેય છે. - આમ ૫૦ મી ગાથામાં કહ્યું છે.
શ્રોતા:- મોક્ષ હેય છે?
પૂજ્ય ગુરુદેવશ્રી:- (હા), મોક્ષ હેય છે. ઉપાદેય તો ત્રિકાળી નિજતત્ત્વ છે. અત્યારે (પંચમકાળમાં) મોક્ષ તો છે નહીં, સંવર-નિર્જરા હોય, છતાં તેપણ હેય છે. કેમ?
કેમ કે,
(૧) તે (સંવર-નિર્જરા) આશ્રય કરવાલાયક નથી. અને જો તે પર્યાયનો આશ્રય કરવા જાય તો વિકલ્પ ઉઠે છે. તથા
(૨) તે પર્યાયમાંથી બીજી પર્યાય આવતી નથી.
માટે પર્યાયને પરદ્રવ્ય કહીને ત્રિકાળી સ્વદ્રવ્યનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. તે ત્રિકાળી સ્વદ્રવ્યના આશ્રયથી જ નવી શુદ્ધ પર્યાય પ્રગટે છે. ઝીણી વાત છે! અહા!