________________
૬૮ ]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહીં તો મુદ્દાની રકમની એટલે કે ધ્રુવ આત્માની વાતો છે. તો કહે છે કે, તે ધ્રુવને જે ધ્યેય બનાવે છે તેને ઉપાદેય ધ્રુવ છે પણ પર્યાય નહીં. અરે! ચાહે તો સંવર-નિર્જરાની પર્યાય હો તો પણ ઉપાદેય નથી. અરેરે! અત્યારે બહારમાં તો મુદ્દાની રકમ પડી રહી છે અને ઉપરની-વ્યાજની વાતો ચાલે છે. અજ્ઞાનીને પુંજી અર્થાત્ પૂર્ણાનંદસ્વરૂપ અખંડ આત્મા—કે જે ધ્રુવદ્રવ્ય છે તે દૃષ્ટિમાં છે નહીં અને વ્યાજમાં (-શુભભાવમાં)
રોકાઈ ગયો છે.
અહીં કહે છે કે પરમજ્ઞાનાદિક એ પરમધર્મો છે. કેમ કે તેમને આત્માએ ધારી રાખ્યા છે. તો વસ્તુમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ એવા-એવા અનંત-અનંત ધર્મો છે તે ધર્મોની સંહિત થવી—તેની સાથે મિલન થવું તેમાં એકત્વ થવું — તે નિશ્ચયસમિતિ છે. ગુણની પર્યાય રાગ સાથે એકત્વ થતાં ખંડ-ખંડપણું થાય છે. હવે તે પર્યાયનું અંદર અનંત ગુણોમાં એકત્વ થવું - સ્વસન્મુખ થઈને તે પર્યાયને અનંત ગુણોમાં એકત્વ કરવી – તે સમિતિ છે. ગુણની પર્યાય રાગમાં-પુણ્યમાં એકત્વ થતાં સ્વથી ભિન્ન રહેતી હતી, તે હવે ગુણોમાં એકત્વ થતાં સ્વથી અભિન્ન થઈ.
‘આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારરૂપ સમિતિભેદો જાણીને તેમાં (-તે બેમાંથી) પરમનિશ્ચયસમિતિને ભવ્ય જીવ પ્રાપ્ત કરો.’
જોયું? નિશ્ચય અને વ્યવહારરૂપ સમિતિના ભેદો જાણીને-એમ કહ્યું છે. અર્થાત્ તેણે નિશ્ચય અને વ્યવહારના ભેદો બરાબર જાણવા જોઈએ કે આવું તેમનું સ્વરૂપ છે. પછી તેમાંથી પરમનિશ્ચયસમિતિને પ્રાપ્ત કરો એમ ઉપદેશ છે. વ્યવહારસમિતિ ભલે વચ્ચે આવે, છતાંપણ પ્રાપ્ત તો નિશ્ચયસમિતિને કરો એમ ઉપદેશ છે.
શ્લોક
‘આ રીતે મુક્તિકાન્તાની (મુક્તિસુંદરીની) સખી પરમસમિતિને જાણીને જે જીવ ભવભયના કરનારા કંચનકામિનીના સંગને છોડીને, અપૂર્વ, સહજવિલસતા (સ્વભાવથી પ્રકાશતા), અભેદ ચૈતન્યચમત્કારમાત્રમાં સ્થિત રહી (તેમાં) સમ્યક્ ‘ઈતિ’ (-ગતિ) કરે છે અર્થાત્ સમ્યક્ષણે પરિણમે છે, તે સર્વદા મુકત જ છે.’
-
૮૧ ઉપરનું પ્રવચન