________________
ગાથા – ૬૧]
[૬૫
અભેદ = ભેદ નહીં, પણ એકરૂપ. અનુપચાર = નિશ્ચય; યથાર્થ. રત્નત્રય = નિર્વિકલ્પ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર; પૂર્ણ સ્વભાવની સન્મુખ થઈને પ્રતીતિ, તેનું જ્ઞાન અને તેમાં રમણતા. નિશ્ચય સમ્યગ્દર્શન, નિશ્ચય સમ્યજ્ઞાન અને નિશ્ચય સમ્યસ્થિરતા એ અભેદઅનુપચાર-રત્નત્રયરૂપી માર્ગ છે. આવા પર્યાયરૂપ રત્નત્રયરૂપી માર્ગે એટલે કે તે પરિણતિમાં રહેલા પરમધર્મી એવા પોતાના આત્મા પ્રત્યે સમ્યફ ગતિ-શુદ્ધપરિણતિશુદ્ધપરિણમન તેને નિશ્ચયસમિતિ કહે છે. અહા! વ્યવહાર ઈર્યાસમિતિવાળા તો બહારમાં જોઈને ચાલે છે. જ્યારે નિશ્ચય ઈર્યાસમિતિવાળા આત્મામાં જોઈને તેમાં ઠરે છે. આત્મા પૂર્ણ ચિદાનંદસ્વરૂપ છે એમ પોતાના સ્વરૂપને જોઈને તેમાં કરવું તે નિશ્ચયસમિતિ છે. આવી નિશ્ચયસમિતિ, પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માને જોઈ-જાણી તથા તેને પ્રતીતમાં લઈને તેમાં સમિતિ – સમ્યક પ્રકારે ગતિ-સ્થિરતા કરે છે તેને હોય છે અને આ વાસ્તવિક-ધર્મરૂપ સમિતિ છે. આ ભૂમિકામાં (ચાલવા સંબંધીનો) વિકલ્પ ઉઠ તે વ્યવહારસમિતિ છે. લ્યો, પોતાના આત્મા પ્રત્યે સમ્યફ ઈતિ-પરિણતિ તે યથાર્થ સમિતિ છે એમ કહે છે.
અહા ! શુદ્ધદ્રવ્યને ધ્યેય બનાવીને પર્યાયમાં શુદ્ધપરિણતિરૂપે થવું તેનું નામ નિશ્ચયસમિતિ કહેવામાં આવે છે કે જે સંવર-નિર્જરાસ્વરૂપ છે. જ્યારે વ્યવહારસમિતિનો શુભરાગ પુણ્ય-આગ્નવસ્વરૂપ છે. આ રીતે, નિશ્ચયસમિતિ આત્માના શુદ્ધ આનંદસ્વરૂપના પરિણમનરૂપ છે અર્થાત્ શુદ્ધ આનંદસ્વરૂપ પ્રત્યે સમ્યફ ઈતિ–ગતિ–પરિણતિ– પરિણમન તે નિશ્ચયસમિતિ છે અને તે મોક્ષના નિશ્ચયમાર્ગરૂપ છે. લ્યો, નિશ્ચયસમિતિને અહીંયા મોક્ષમાર્ગ કહે છે. જુઓ! (મૂળ ગાથામાં) વ્યવહાર સમિતિની વાત કરી તો ટીકામાં તેની સાથે નિશ્ચય સમિતિની પણ વાત કરી. કેમ કે નિશ્ચય હોય તો જ વ્યવહાર હોય એમ જણાવવું છે. એટલે કે બન્ને (નિશ્ચય ને વ્યવહાર) સાથે હોય છે, પણ એકલો વ્યવહાર હોય નહીં એમ જણાવવું છે. તેમ જ પૂર્ણ વીતરાગતા નથી થઈ ત્યાં સુધી નિશ્ચય સાથે આવો વિકલ્પ હોય છે એમ પણ જણાવવું છે.
અથવા, નિજ પરમતત્વમાં લીન સહજ પરમજ્ઞાનાદિક પરમધર્મોની સંહતિ (-મિલન, સંગઠન) તે સમિતિ છે.'
જ્ઞાનાદિ અનંત ગુણમય વસ્તુમાં એકાકાર થઈને ગુણો સાથે મિલન થવું તેનું નામ સમિતિ કહેવામાં આવે છે. ગુણની પર્યાયનું ગુણ સાથે મિલન કરી દેવું તે સમિતિ છે. પર્યાયનું રાગ સાથે મિલન થતા ખંડ-ખંડપણું થાય છે. હવે તે પર્યાયને સહજ