________________
૬૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
તે પરમશ્રમણને ઈર્યાસમિતિ હોય છે. (આ પ્રમાણે) વ્યવહાર સમિતિનું સ્વરૂપ કહેવામાં આવ્યું.”
મુનિને પણ ગુરુ પાસે જવાનો વિકલ્પ આવે છે. કેમ કે પૂર્ણ વીતરાગતા નથી તેથી તેમને એવો ભાવ આવે છે. તે ઉપરાંત દેવયાત્રા એટલે કે જ્યાં ભગવાન સમવસરણમાં બિરાજમાન હોય ત્યાં જવાનો કે યાત્રા આદિએ જવાનો વિકલ્પ પણ તેમને આવે છે.
પ્રશ્ન:- એક ગામથી બીજે ગામ જવું તે શું છે?
સમાધાન :- હા, (તે પણ ઈર્યાસમિતિ છે.) પરંતુ અહીં તો ગુરુયાત્રા અને દેવયાત્રા એ બન્નેને મુખ્ય લીધા છે, બીજું બધું ગૌણ છે. અહા! મુનિરાજને મુખ્ય તો ગુરુયાત્રા અને દેવયાત્રા હોય છે, પણ એક ગામથી બીજે ગામ જવાની મુખ્યતા હોતી નથી. તેથી તો ગુરુ અને દેવ પાસે જવું તે વાતની મુખ્યતા લઈને પછી ‘વગેરે માં બીજી વાત લઈ લીધી છે, તેમાં બીજી વાત આવી ગઈ છે. જુઓ, ‘વગેરે શબ્દ છે ને? કે ગુરૂદેવયાત્રાદ્ધિ. આમ, પહેલાં આ ગુરુયાત્રા અને દેવયાત્રા એ બે પ્રકાર રાખીને પછી ‘વગેરે કહેતાં તેમાં બીજા બધા પ્રકાર આવી ગયા. ગુરુયાત્રા, દેવયાત્રા કહેતાં ગુરુ ને દેવ પાસે વિનયથી જવું અને ‘વગેરે કહેતાં આહાર લેવા જવું હોય કે બીજી કોઈ રીતે જવું હોય તેની વાત છે. અહા! એક-એક શબ્દમાં પૂરા ભાવ ભરેલા છે.
જુઓ, અહીં કહે છે કે ગુરુયાત્રા, દેવયાત્રા વગેરે પ્રશસ્ત પ્રયોજનનો ઉદ્દેશ રાખીને અર્થાત્ ગમનમાં શુભરાગનો હેતુ, પ્રશસ્ત હેતુ હોવો જોઈએ. પણ કોઈ માન કે બીજા હેતુ માટે જવાની (ગમનની) વાત મુનિને હોય નહીં. તેમ જ “સ્થાવર તથા જંગમ પ્રાણીઓની પરિરક્ષા અર્થે - એમ કહ્યું છે તે માત્ર વ્યવહારથી શબ્દ (વાત) છે. ખરેખર તેનો અર્થ એ છે કે બીજાને દુ:ખ ન થાય તે માટે આત્મજ્ઞાની-ધ્યાની અને શુદ્ધપરિણતિવાળા મુનિ શુભવિકલ્પના કાળે દિવસે જ ચાલે છે. પણ દૂર જવું હોય એટલે કાંઈ વહેલી સવારના અંધારે જલ્દી ચાલે નહીં, તે મુનિની ક્રિયા જ નથી.
મૂળ પાઠમાં (-ગાથામાં) તો આ વ્યવહાર સમિતિની જ વ્યાખ્યા છે, પરંતુ તેમાંથી મુનિએ (-શ્રી પદ્મપ્રભમલધારિદેવે) નિશ્ચય સમિતિની વાત કાઢી છે. કેમ કે જેને નિશ્ચયસમિતિ હોય તેને જ આવી વ્યવહારસમિતિ હોય છે.
હવે નિશ્ચય સમિતિનું સ્વરૂપ કહેવામાં આવે છેઅભેદ-અનુપચાર-રત્નત્રયરૂપી માર્ગે પરમધર્મી એવા (પોતાના) આત્મા પ્રત્યે સમ્યફ “ઇતિ' (-ગતિ) અર્થાત્ પરિણતિ તે સમિતિ છે.”