________________
ગાથા – ૬૧]
‘પરમસંયમી મુનિને (અર્થાત્ મુનિયોગ્ય શુદ્ધપરિણતિવાળા મુનિને) શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) ઈર્યાસંબંધી (-ગમનસંબંધી, ચાલવાસંબંધી) શુભોપયોગ તે વ્યવહાર ઈર્યાસમિતિ છે. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ તો વ્યવહાર સમિતિ પણ કહેવાતો નથી. (આ ઈર્યાસમિતિની માફ્ક અન્ય સમિતિઓનું પણ સમજી લેવું.)'
મુનિને, મુનિયોગ્ય ત્રણ કષાયના અભાવરૂપ વીતરાગધારા-શુદ્ધધારા તો વહે જ છે. તે ઉપરાંત તેની સાથે જોઈને ચાલવાનો હઠ વગરનો સહજ શુભવિકલ્પ-શુભરાગશુભોપયોગ પણ હોય છે અને તે વ્યવહારસમિતિ છે. પરંતુ શુદ્ધપરિણતિની સાથે શુભરાગ હોય તો તેને વ્યવહારસમિતિ કહેવામાં આવે છે. નહીંતર જ્યાં શુદ્ધપરિણતિ જ પ્રગટી નથી સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિ, આનંદ આદિ જ્યાં પ્રગટ્યા નથી ત્યાં તો વ્યવહારસમિતિ પણ કહેવાતી નથી. અંદર આત્માના આનંદની ધારા જ્યાં પ્રગટી ન હોય ત્યાં ઈર્યાસમિતિ આદિનો શુભભાવ હઠ સહિત હોય છે. તેથી તેને વ્યવહારસમિતિ પણ કહેવાતી નથી. નિશ્ચય વિના વ્યવહાર કેવો? માટે જ્યાં આત્માની આનંદધારા અંદર પરિણતિમાં–પર્યાયમાં-અવસ્થામાં-વહે છે તે ભૂમિકામાં આવો શુભોપયોગનો વિકલ્પ હોય તેને વ્યવહારસમિતિ કહે છે. પરંતુ જ્યાં અંદરમાં આનંદધારા નથી - આત્માના પ્રતીત, જ્ઞાન, અનુભવ અને સ્થિરતા નથી - ત્યાં અજ્ઞાનીના હઠવાળા શુભોપયોગને– શુભભાવને વ્યવહારસમિતિ પણ કહેવાતી નથી. આ રીતે ભાષા, એષણા વગેરે બીજી સમિતિઓનું પણ સમજી લેવું.
-
[૬૩
-
અહા! પૂર્ણ આનંદધામ ભગવાન આત્મા જેને વેદનમાં આવ્યો છે, જેને શુદ્ધપરિણતિ પ્રગટ થઈ છે, જેને પ્રચુર સ્વસંવેદન પ્રગટ્યું છે તેને વ્યવહારસમિતિ હોય છે. એ વાત તો ‘સમયસાર'ની પાંચમી ગાથામાં આવે છે ને? કે મુનિને પ્રચુર સ્વસંવેદન હોય છે. ચોથા ગુણસ્થાને પ્રચુર સ્વસંવેદન નથી પણ થોડું છે, જ્યારે મુનિને તો પ્રચુર સ્વસંવેદન હોય છે. પ્રચુર=ઘણું, સ્વ=પોતાનું, સ=પ્રત્યક્ષ. તો, કહે છે કે મુનિને આનંદના વેદનની સાથે જ્ઞાનનું વેદન પણ હોય છે. અને એવા તે પરમસંયમીને શુભવિકલ્પ ઉઠે તેને વ્યવહારસમિતિ કહેવાય છે.
‘જે પરમસંયમી ગુરુયાત્રા (ગુરુ પાસે જવું), દેવયાત્રા (દેવ પાસે જવું) વગેરે પ્રશસ્ત પ્રયોજનનો ઉદ્દેશ રાખીને એક ધોસરા જેટલો માર્ગ જોતો જોતો સ્થાવર તથા જંગમ પ્રાણીઓની પરિરક્ષા (સમસ્ત પ્રકારે રક્ષા) અર્થે દિવસે જ ચાલે છે,