________________
૬૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
(મતિની)
नियतमिह जनानां जन्म जन्मार्णवेऽस्मिन् समितिविरहितानां कामरोगातुराणाम् । मुनिप कुरु ततस्त्वं त्वन्मनो गेहमध्ये ાપવરમમુજ્યાશ્રયોષિસુમુ: ૫૮શા
(શ્લોકાર્થ:-) અહીં (વિશ્વમાં) એ નક્કી છે કે આ જન્માર્ણવમાં (ભવસાગરમાં) સમિતિરહિત કામરોગાતુર (-ઈચ્છારૂપી રોગથી પીડિત) જનોનો જન્મ થાય છે. તેથી હે મુનિ ! તું તારા મનરૂપી ઘરમાં આ સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસગૃહ (ઓરડો) રાખ (અર્થાત્ તું મુક્તિનું ચિંતવન કર.) ૮૩.
(આf)
निश्चयरूपां समितिं सूते यदि मुक्तिभाग्भवेन्मोक्षः । बत न च लभतेऽपायात् संसारमहार्णवे भ्रमति ॥८४॥
(શ્લોકાર્થ:-) જો જીવ નિશ્ચયરૂપ સમિતિને ઉત્પન્ન કરે, તો તે મુક્તિને પામે છેમોક્ષરૂપ થાય છે. પરંતુ સમિતિના નાશથી (-અભાવથી), અરેરે ! તે મોક્ષ પામતો નથી, પણ સંસારરૂપી મહાસાગરમાં ભમે છે. ૮૪.
8888
ગાથા ૬૧ ઉપરનું પ્રવચન
પાંચ મહાવ્રતની વ્યાખ્યા પૂરી થઈ અને હવે સમિતિની વ્યાખ્યા આવી. તેમાં નિશ્ચય અને વ્યવહાર – બન્ને પ્રકારની સમિતિની વ્યાખ્યા લેશે. કેમ કે એકલી વ્યવહારસમિતિ હોય જ નહીં. જેને અંદર આનંદકંદની ધારા - શુદ્ધપરિણતિ વહે છે તેને જ વ્યવહારસમિતિ હોય છે. સમિતિ = સમ+ઇતિ સંગઠન થવું. અનંતગુણની સાથે જેને એકત્વ થયું છે, જેને નિર્મળ નિશ્ચય ધારા વહે છે તેને વ્યવહારસમિતિનો વિકલ્પ હોય છે. અર્થાત્ આત્માના ભાન સહિત મુનિને ઈર્યા આદિ સમિતિ હોય છે. તો, નિશ્ચયસમિતિ સહિત વ્યવહારસમિતિ કેવી હોય તેની હવે વાત છે:
=
‘અહીં (આ ગાથામાં) ઈર્યાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.’
વ્યવહાર ઈર્યાસમિતિ કોને કહેવી તે અહીંયા કહે છે. જુઓ, અહીંયા આવી ભાષા લીધી છે કે ‘પરમસંયમી’. તેનો અર્થ નીચે (ફૂટનોટમાં) છે: