SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૬૧] [૬૧ સમિતિ છે; અથવા, નિજ પરમતત્ત્વમાં લીન સહજ પરમજ્ઞાનાદિક પરમધર્મોની સંપતિ (-મિલન, સંગઠન) તે સમિતિ છે. આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારરૂપ સમિતિભેદો જાણીને તેમાં (-તે બેમાંથી) પરમનિશ્ચય સમિતિને ભવ્ય જીવ પ્રાપ્ત કરો. (હવે ૬૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છે.) (મન્તાક્રાંતા) इत्थं बुद्ध्वा परमसमितिं मुक्तिकान्तासखीं यो मुक्त्वा संगं भवभयकर हेमरामात्मकं च । स्थित्वाऽपूर्वे सहजविलसच्चिच्चमत्कारमात्रे भेदाभावे समयति च यः सर्वदा मुक्त एव ॥८१॥ (શ્લોકાર્થ:-) આ રીતે મુક્તિકાન્તાની (મુક્તિસુંદરીની) સખી પરમસમિતિને જાણીને જે જીવ ભવભયના કરનારા કંચનકામિનીના સંગને છોડીને, અપૂર્વ, સહજ-વિલસતા (સ્વભાવથી પ્રકાશતા), અભેદ ચૈતન્યચમત્કારમાત્રમાં સ્થિત રહી (તેમાં) સમ્યફ ઈતિ’ (-ગતિ) કરે છે અર્થાત્ સમ્યપણે પરિણમે છે, તે સર્વદા મુક્ત જ છે. ૮૧. (માનિની) जयति समितिरेषा शीलमूलं मुनीनां त्रसहतिपरिदूरा स्थावराणां हतेर्वा । भवदवपरितापकले शजीमूतमाला सकलसुकृतसीत्यानीक सन्तोषदायी ॥८२॥ (શ્લોકાર્થ:-) જે (સમિતિ) મુનિઓને શીલનું (-ચારિત્રનું) મૂળ છે, જે ત્રણ જીવોના ઘાતથી તેમ જ સ્થાવર જીવોના ઘાતથી સમસ્ત પ્રકારે દૂર છે, જે ભવદાવાનળના પરિતાપરૂપી કલેશને શાંત કરનારી તથા સમસ્ત સુકૃતરૂપી ધાન્યના રાશિને (પોષણ આપીને) સંતોષ દેનારી મેઘમાળા છે, તે આ સમિતિ જયવંત છે. ૮ર.
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy