________________
૮૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ભગવાન આત્માની દષ્ટિ, તેનું જ્ઞાન અને તેની રમણતા એવી જે શુદ્ધ આનંદમય પરિણતિરૂપ સમિતિ છે તેનાથી જે રહિત છે અને ઈચ્છારોગથી જે પીડિત છે – તેનો અર્થ એ છે કે જે અંતરમાં વીતરાગી પરિણતિથી રહિત છે ને જે રાગની ઈચ્છાથી પીડિત છે એવા જીવો ચોરાશી લાખ યોનિમાં અવતરે છે એમ કહે છે. એકદમ મુદ્દાની રકમ (વાત) મૂકી છે.
કહે છે કે ભગવાન આત્માનો સ્વભાવ તો ભવ અને ભવના ભાવથી રહિત છે. આવા નિત્યાનંદ પ્રભુ આત્માના નિજ સ્વરૂપની સમિતિનો—ગતિનો—શુદ્ધ વીતરાગી પરિણતિનો
–જેને અભાવ છે અને જે ઈચ્છારૂપી રોગથી—તે પછી ચાહે તો ગમે તે ઈચ્છા હો તેનાથી–પીડિત છે એવા જીવો ચોરાશી લાખ યોનિમાં અવતરે છે.
એક માણસ મુંબઈમાં કોઈને કહેતો હતો કે આ મહારાજ એમ કહે છે કે તમે બધા દુઃખી છો. પણ મને તો કાંઈ દુઃખ લાગતું નથી. કેમ કે હું તો બે-પાંચ હજાર કમાઉ છું અને પુત્રાદિ બધું ઠીક છે.
બાપુ! તને દુ:ખની ખબર નથી. આનંદમૂર્તિ ભગવાન આત્માથી વિરૂદ્ધ જેટલાય શુભ કે અશુભભાવ છે તે બધાય દુઃખમય છે. પણ તે દુઃખની અજ્ઞાનીને ખબર નથી. દુઃખ નથી પ્રતિકૂળ સંયોગમાં કે દુઃખ નથી સ્વભાવમાં. દુઃખ તો સ્વભાવથી વિપરીત દશા છે. રાગ એટલે કે પુણ્ય-પાપના ભાવ તે દુ:ખ છે. આ રીતે રાગ તે દુઃખ છે, પણ સંયોગી ચીજ દુઃખરૂપ નથી, એ તો જોય છે. તેમ જ અજ્ઞાનીને પણ પરનું વેદન નથી. કેમ કે પરનું વેદન કોઈને હોય જ નહીં. અજ્ઞાનીને પણ વેદન તો રાગ અને દ્વેષનું હોય છે. અહા! પરચીજ છે એ તો જોય છે–શાનમાં જણાવાલાયક છે. બસ, એટલી વાત છે. જ્યારે આનંદમૂર્તિ આત્મા જ્ઞાતા છે. હવે તે બન્નેની) વચમાં, આનંદમૂર્તિ આત્માને ભૂલીને અજ્ઞાની જે કાંઈ પુણ્ય-પાપના ભાવ ઉઠાવે છે અને પુણ્ય-પાપમાં મને ઠીક-અઠીક છે એવો પર્યાયબુદ્ધિભાવ-રાગબુદ્ધિભાવ-મિથ્યાત્વભાવ કરે છે તે જ દુ:ખ છે. અજ્ઞાનીની પર્યાયમાં ઊંધી દશા–વિપરીત માન્યતા અને રાગ-દ્વેષ–છે તે જ દુ:ખ છે. અરે! વાસ્તવિક તત્ત્વની એને અનંતકાળમાં ખબર જ પડી નથી અને ભાન વિના ઓધે-ઘે જીવન ગાળ્યા છે.
અહો! નરક, નિગોદ, એકેંદ્રિય આદિ ૮૪ લાખ યોનિના અવતાર છે. આવા જન્માર્ણવમાં એટલે કે ચોરાશી લાખ યોનિના અવતાર તે જન્મરૂપી મોટો દરિયો છે અને