________________
ગાથા – ૬૧]
તેમાં આનંદસ્વરૂપ આત્માના સન્મુખની—શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની—વીતરાગી પરિણતિ રહિત જે છે અને જે બાહ્ય પદાર્થોની ઇચ્છાની પીડાથી સહિત છે તે જન્મને પામે છે, તેને જન્મ મળે છે.
[૮૭
‘તેથી હે મુનિ! તું તારા મનરૂપી ઘરમાં આ સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસગૃહ (ઓરડો) રાખ (અર્થાત્ તું મુક્તિનું ચિંતવન કર)’.
આ ટીકા કરનાર પદ્મપ્રભમલધારીદેવ મુનિ છે ને? તો, મુનિરાજ મુનિને કહે છે કે હે સંત!...
પ્રશ્ન:- આ શાસ્ત્ર શ્રાવક માટે છે કે મુનિ માટે?
સમાધાન:- આ શાસ્ત્ર બધાને માટે છે. જો કે મુખ્યપણે તો મુનિને ઉદ્દેશીને છે, છતાં બધાયને-ચારેયને (ચારે તીર્થને) માટે છે. જેમ ચાર દિકરાઓમાંથી મોટા દિકરાને કાંઈક કહેતા તે વાત બીજા ત્રણેયને પણ લાગુ પડે છે તેમ અહીંયા મુખ્યપણે મુનિનો અધિકાર છે (એટલે મુખ્યપણે તેમને ઉદ્દેશીને વાત છે.) મુનિનો જેટલો અધિકાર છે તેટલો બધોય મુનિરાજને પૂર્ણપણે લાગુ પડે છે, જ્યારે શ્રાવકને અંશે લાગુ પડે છે. માટે શ્રાવકને પણ અહીં કહે છે કે ભાઈ! ચોરાશી લાખ યોનિના જન્માર્ણવમાં રખડતા પ્રભુ! પુણ્ય-પાપના રાગ રહિત અને વીતરાગી આનંદ સહિત તારું પૂર્ણાનંદ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ છે તેની દિષ્ટ અને તેનું જ્ઞાન જો તને નથી તો તને ઇચ્છા છે. એટલે કે કાંઈક મેળવું, કાંઈક કરું, પુણ્ય કરું, દયા પાળું, વ્રત કરું, પાપ કરું વગેરે પ્રકારે શુભાશુભ રાગનું કર્તૃત્વ તારી પાસે છે તે ઇચ્છા છે. અને તે ઇચ્છાના દુઃખથી તું પીડિત છો. આવી વાત છે બાપુ! અરે! લોકોને મૂળ વાત હાથ આવી જ નથી અને માત્ર ઉપરની વાતમાં રોકાયા
છે.
હવે કહે છે કે ભાઈ! તું તારી અંતર જ્ઞાનપરિણતિમાં સુમુક્તિરૂપી સ્ત્રીને માટે ઓરડો રાખ, શુદ્ધપરિણતિ પ્રગટ કર. કેમ કે બન્ને પુણ્ય ને પાપરૂપ વિભાવ પરિણમન દુઃખરૂપ છે. મન=જ્ઞાનની દશા અને સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી=પૂર્ણ આનંદદશા, પૂર્ણ શુદ્ધપરિણતિ. પૂર્ણ આનંદદશા—પૂર્ણ શુદ્ધતા—પ્રગટ થવી તેનું નામ મુક્તિ છે અને તે સુમુક્તિ સુંદર સ્ત્રી સમાન છે. અહા! આ બધી માંસ અને હાડકાવાળી સ્ત્રીઓના સંગમાં રહીને તો તું પીડિત છો, દુ:ખી છો. માટે હવે આ સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે એટલે કે તારી પૂર્ણ શુદ્ધ પરિણતિરૂપ મુક્તિ છે તે રૂપી સ્ત્રી માટે નિવાસગૃહ-રહેવાનો ઓરડો રાખ, પૂર્ણ શુદ્ધ પરિણતિરૂપી સ્ત્રી માટે અવકાશ રાખ એમ કહે છે.