________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહા! સંસારને જન્માર્ણવ કહ્યો ને? તો, તે ચોરાશી લાખ યોનિના અવતારમાં રખડતા પ્રાણીને આ વીતરાગી પરિણતિ હોતી નથી. આનંદનું ધામ એવા ચૈતન્ય પ્રભુ આત્માની સન્મુખના દૃષ્ટિ, જ્ઞાન ને રમણતાની પરિણતિ રહિત અને પરસન્મુખ એવા રાગની વિભાવ પરિણતિ સહિત જીવ સંસારમાં જન્મને પામે છે-અવતાર ધારણ કરે છે. માટે હવે, કહે છે કે, સુમુક્તિરૂપ તારી પરિણતિને માટે શુદ્ધપર્યાય પ્રગટ કર. ‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા' - એમ આવે છે ને? મતલબ કે પોતાની શુદ્ધ અને આનંદમય પૂર્ણ દશા તે મુક્તિ (મોક્ષ) છે, પરંતુ મોક્ષ એટલે કોઈ બીજી ચીજ નથી.
૮૮]
અહા! પોતાની પૂર્ણ શુદ્ધ આનંદદશાનું નામ મુક્તિ અને વિકારદશાનું નામ સંસાર છે, પણ મુક્તિ કે સંસાર કોઈ બાહ્ય ચીજમાં નથી. મુક્તિ અને સંસાર જીવની પર્યાયથી દૂર રહેતા નથી, પણ જીવની પર્યાયમાં રહે છે. બીજી રીતે કહીએ તો ત્રિકાળ આનંદનું ધામ એવા ભગવાન આત્મા ઉપર દષ્ટિ નહીં અને પુણ્ય-પાપ તેમ જ તેના ફળ ઉપર દૃષ્ટિ એવો જે મિથ્યાત્વભાવ છે તથા તે સહિતનો જે રાગ-દ્વેષભાવ છે તે સંસાર છે અને તે સંસાર કાંઈ પર્યાયથી દૂર નથી. આ રીતે સંસાર જીવની પર્યાયથી દૂર ન હોય. તેવી રીતે મુક્તિ પણ જીવની પર્યાયથી દૂર ન હોય.
પ્રશ્ન:- સ્ત્રી, પુત્રાદિ સંસાર નથી?
સમાધાન:- નહીં. કેમ કે જો આ શરીર, સ્ત્રી, કુટુંબ, લક્ષ્મી, મકાન આદિ સંસાર હોય તો, ધ્યાન રાખો, દેહ છૂટતાં તે બધું છૂટી જાય છે-અહીં પડ્યું રહે છે. એટલે, સંસાર છૂટી ગયો તેથી, તેની મુક્તિ થઈ જવી જોઈએ. (પણ એમ તો બનતું નથી.) માટે તે સ્ત્રી, પુત્રાદિ સંસાર જ નથી, પણ જીવની પર્યાયમાં મિથ્યાત્વ ને રાગ-દ્વેષનો ઉદયભાવ છે તે સંસરળમ્ કૃતિ સંસાર છે. ત્રિકાળી સ્વભાવમાંથી ખસી જઈને વિકારની કબુલાતમાં આવ્યો (-હું વિકારી છું એવી કબુલાત કરી) તે ભાવને સંસાર કહે છે. અને દેહ છૂટતાં સ્ત્રી, પુત્રાદિ બધું છૂટી જાય છે તોપણ આ વિકારને સાથે લઈને બીજા ભવમાં જાય છે. આમ ભગવાન! તારી સંસારની પરિણતિ પણ તારો ભાવ-તારી દશા છે, મોક્ષનો માર્ગ પણ તારી અપૂર્ણ નિર્મળદશા છે અને મુક્તિ પણ તારી પૂર્ણ શુદ્ધદશા છે. આ બધું (સંસાર, મોક્ષમાર્ગ ને મોક્ષ) તારામાં જ છે. બરાબર ? લ્યો, કારખાના આદિ સંસાર નથી એમ કહે છે. કેમ કે એ તો પરચીજ છે. પોતાના ધ્રુવ શુદ્ધ આનંદધામમય પૂર્ણ સ્વરૂપમાંથી અનાદિથી ખસીને (સંસરળમ્ = ખસવું) દયા, દાન, વ્રત, ભક્તિ ને હિંસા