________________
ગાથા – ૬૧]
[૮૯
વગેરે પુણ્ય-પાપના વિકારી પરિણામ મારા, પણ આ ત્રિકાળી આત્મા હું નહીં એવો જે મિથ્યાભાવ છે તે સંસાર છે. અરેરે! સંસાર કોને કહેવો તેની પણ તેને ખબર નથી!
‘પદ્મનંદિ પંચવિંશતિ'માં દાખલો આપ્યો છે ને? કે શરીરમાં મેલ હોય તે અરીસામાં દેખાય છે. તેથી કોઈ અરીસાને ઘસવા માંડે તો શું મેલ નીકળે? ન નીકળે. તેનાથી તો અરીસો ઘસાય જાય, પણ મેલ નીકળે નહીં. (નિશ્ચય પંચાશત્ શ્લોક ૨૬). તેમ સંસારરૂપી મેલ અંદર પોતાની દશામાં છે. છતાં અજ્ઞાની સ્ત્રી, પુત્ર, વેપાર આદિને છોડી દઉં તો સંસાર છૂટી જશે તેમ માને છે. પરંતુ એવી રીતે સંસાર ન છૂટે. કેમ કે પરમાં તેનો સંસાર ક્યાં હતો? સંસાર તો તેની પર્યાયમાં છે. અહા! આનંદનું ધામ પ્રભુ ભગવાન આત્મા તો એક-એક (દરેક) ગુણથી પૂર્ણ છે. તે એક-એક ગુણમાં પણ અનંત સામર્થ્ય છે. આવા અનંતગુણના સામર્થ્યસ્વરૂપ આત્મવસ્તુની પ્રતીતિ-વિશ્વાસથી ખસી જઈને અલ્પજ્ઞદશામાં તેમ જ પુણ્યાદિ રાગભાવમાં પોતાપણાની માન્યતા તે જ મિથ્યાત્વભાવ છે. અને જાહેર થાવ કે મિથ્યાત્વભાવ જ સંસાર છે. ‘સમયસાર નાટક'માં પણ લખ્યું છે કે જાહેર થાવ કે મિથ્યાત્વ તે સંસાર-આસવ છે. (મોક્ષદ્વાર).
જુઓ ને! અહીં પણ શું કહે છે? કે જન્માર્ણવ અર્થાત્ આ બહારના ચોરાશી લાખ યોનિના અવતાર કરવા તે સંસાર નથી. પરંતુ તેનો મિથ્યાત્વભાવ તે સંસાર છે અને તે જન્મ-મરણનું કારણ છે. ભવ (-શરીર) આદિ તો સંયોગ છે. જ્યારે તેનો મિથ્યાત્વભાવ તે સંસાર-ઉદયભાવ છે અને તે સંસાર સ્વભાવભાવમાં નથી. ત્રિકાળ આનંદમૂર્તિ પ્રભુ ભગવાન આત્મામાં – કે જે પરમ પારિણામિક જ્ઞાયકભાવ સ્વરૂપ વસ્તુ છે તેમાં – સંસાર કયાં છે? કેમ કે પોતે આત્મા તો મુક્તસ્વરૂપ છે, અબદ્રસ્પષ્ટ જ છે. આવા આત્મામાંથી ખસીને હું પાપ ને પુણ્યવાળો છું, પાપની ને પુણ્યની ક્રિયાવાળો છું એટલે કે હું રાગ સહિત છું એવી મિથ્યા માન્યતા તે સંસાર છે. એ વાત તો શ્રી અમૃતચંદ્રાચાર્યે ‘પુરુષાર્થસિદ્ધિ-ઉપાય’ની ૧૪ મી ગાથામાં કહી છે ને? કે,
-
एवमयं कर्मकृतैर्भावैरसमाहितोऽपि युक्त इव । प्रतिभाति बालिशानां प्रतिभासः स खलु भवबीजम् ॥
એ રીતે આ ભગવાન આત્મા કર્મકૃત-કર્મના નિમિત્તથી થયેલા યા, દાન આદિ પુણ્ય-પાપના રાગભાવથી અને શરીરાદિ ભાવોથી અર્થાત્ આસવ અને અજીવભાવોથી અસંયુકત-જુદો છે. અહા! નવ તત્ત્વ છે ને? તો, દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ, કામ,