________________
૯૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ક્રોધ આદિ ભાવ આસ્રવતત્ત્વ છે અને શરીર, કર્મ, લક્ષ્મી આદિ અજીવતત્ત્વ છે. એ આસ્રવતત્ત્વથી અને અજીવતત્ત્વથી આત્મા, પાઠ છે કે, બસમાદિતઃ -સમાહિત નથી, યુકત નથી. છતાં, યુ રૂવ પ્રતિમતિ એવો પ્રતિભાસ થાય છે કે હું રાગ અને શરીર સહિત છું. બસ, તે જ મિથ્યાત્વ છે, સંસાર-ભવનું બીજ છે. અરેરે! તેણે મૂળચીજને જોઈ નહીં ને સાંભળી પણ નહીં હોં. તે વિના રાગની મંદતા – દયા, વ્રત, ભક્તિ, પૂજા આદિ–કરી, પરંતુ એ તો “મૂળ સાજું ને ઉપરથી માત્ર પાંદડા તોડ્યા એના જેવું છે. ફરીને તે ઝાડ પંદર દિવસે પાછુ પાંગરી જશે.
અહા! ભગવાન સર્વજ્ઞ પરમાત્મા પરમેશ્વર ઈંદ્રો અને ગણધરોની સમક્ષમાં એમ જાહેર કરે છે કે તારો પ્રભુ ને તારો સ્વભાવ પુણ્ય-પાપના વિકલ્પરૂપ આસ્રવથી ને શરીર, કર્મરૂપ અજીવથી સમાહિતઃ -સહિત નથી. છતાં તને યુ રૂર્વ પ્રતિમતિ તેનાથી હું સહિત છું એવો અંતરમાં ભાસ થાય છે તે ભવનું બીજ-મિથ્યાત્વ છે. અરે! એણે મુદ્દાની વાત સાંભળી નહીં હોં. અને જ્યારે સાંભળવામાં આવી ત્યારે તે નિશ્ચય છે-નિશ્ચય છે એમ કહીને કાઢી નાખી. (-લક્ષમાં લીધી નહીં) -આ, મૂળમાં ભૂલ છે.
અહીં કહે છે કે ભગવાન આત્માને જન્માર્ણવમાં ઉત્પત્તિનું કારણ મિથ્યાત્વભાવ છે. અર્થાત્ મિથ્યાત્વથી ચોરાશી લાખ યોનિના અવતારમાં તે રખડે છે. અને તે, અરે પ્રભુ! શુદ્ધ પવિત્ર ભગવાન આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને રમણતામય વીતરાગી પરિણતિથીસમિતિથી રહિત ઈચ્છાથી સહિત છે. બસ, તે ઈચ્છા જ દુઃખનું મૂળ છે. “ક્યા ઈચ્છત? ખોવત સબા હૈ ઈચ્છા દુઃખ મૂલ’. (-શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ-૧) “આમ કરું, તેમ કરું' એવી ઈચ્છા મિથ્યાદષ્ટિને હોય છે. અને આવા ઈચ્છારોગથી પીડિત તે જનોનો જન્મ થાય છે - એવા જીવોને ભવમાં અવતરવું પડે છે.
અરે ! જેનું ફળ ભવ છે, જે અનંત-અનંત ભવનું કારણ છે તે મિથ્યાત્વ છે. આ અનંત-અનંત ભવની ડાંગ માથે પડી છે તો પણ તેને ત્રાસ નથી કે અરેરે! હું ક્યાં જઈશ? મારું શું થશે? દુનિયાની વાત દુનિયા જાણે તેમ જ દુનિયાને આ વાત બેસે કે ન બેસે તેની સાથે મારે કોઈ સંબંધ નથી. હવે તેને એમ તો થવું જોઈએ કે અહો! હું અનાદિકાળથી રહેલો છું અને અનંતકાળ રહીશ. તો, ભવિષ્યમાં હું ક્યાં રહીશ? જે રાગ અને શરીર સહિત પોતાને માન્યો તો તેમાં રહીશ એટલે કે સંસારમાં રખડતો રહીશ. લ્યો, આવું ધર્મનું ભારે સ્વરૂપ છે કે જે હજુ સાંભળવા મળવું પણ કઠણ (મુશ્કેલ) છે.