________________
ગાથા – ૬૧]
[૮૫
શ્લોક ૮૩ ઉપરનું પ્રવચન
‘અહીં (વિશ્વમાં) એ નક્કી છે કે આ જન્માર્ણવમાં (ભવસાગરમાં) સમિતિરહિત કામરોગાતુર (-ઇચ્છારૂપી રોગથી પીડિત) જનોનો જન્મ થાય છે.’
આ ભવસાગરમાં અર્થાત્ ૮૪ લાખ યોનિના અવતારમાં જે સમિતિરહિત— આત્માના આનંદસ્વરૂપની પરિણતિ રહિત—ઇચ્છારૂપી રોગથી પીડિત છે તે અવતરે છે. જેને આનંદસ્વરૂપ આત્માના અનંત ગુણની પરિણતિની શુદ્ધતા નથી અને જેને ઇચ્છારૂપી રોગ છે એવા મનુષ્યોનો આ જગતમાં અવતાર થાય છે. પોતાનું શુદ્ધ ધ્રુવ ચિદાનંદમય સ્વરૂપ છે તે અનંત ગુણમાં એકતારૂપ પરિણતિ તે સમિતિ છે અને તેનાથી રહિત જીવને ઇચ્છારૂપી રોગ હોય છે. જુઓ, બે વાત કરી કે,
(૧) અનંત ગુણનો પીંડ એવા આત્માના અનંત ગુણમાં એકતારૂપ પરિણતિથી—સમિતિથી—જે રહિત છે અને
(૨) ઇચ્છારૂપી રોગથી જે પીડિત છે
એવા જનોનો-જીવોનો ચોરાશી લાખ યોનિમાં જન્મ-અવતાર થાય છે.
અહા! પોતાનો આનંદસ્વભાવ છે, આત્માનું સ્વરૂપ સુખ-આનંદમય છે. છતાં, તેના આનંદની દશાના પરિણમન રહિત જે છે અર્થાત્ મુક્તિનું કારણ એવી ભગવાન આત્માની અંતર પવિત્ર શુદ્ધ સમિતિનું પરિણમન જેને નથી એટલે કે જે વીતરાગભાવ રહિત છે અને રાગભાવ સહિત છે તેનો આ જગતની અંદર જન્મ થાય છે. – આમ પદ્મપ્રભમલધારીદેવ કહે છે, જગતને જાહેર કરે છે. જુઓ, રાગભાવ સહિત અને વીતરાગભાવ રહિત -એમ કહીને તેમણે અસ્તિ-નાસ્તિ કરી છે.
1
અહા! આત્મા શુદ્ધ ચિદ્ઘન, આનંદઘન વસ્તુ છે. અતીંદ્રિય આનંદનો કંદ આત્મા છે. આવા આનંદઘન આત્માની પ્રગટ પરિણતિમાં શુદ્ધપણે પરિણમવું તે સમિતિ છે. હવે બે વાત લે છે કે, આ જગતની અંદર (૧) આવી સમિતિથી જે રહિત છે - શુદ્ધ આનંદસ્વરૂપ ભગવાન આત્માના આનંદની પરિણતિથી જે અંદરમાં રહિત છે - શુદ્ધ આત્મસ્વભાવ પ્રત્યે ગતિરૂપી પરિણતિથી જે રહિત છે અને (૨) જે કામરોગથી ઇચ્છારૂપી રોગથી – પીડિત છે તે અવતાર લે છે. બીજી રીતે કહીએ તો, આનંદસ્વરૂપ