________________
ગાથા – ૭૨]
[૨૫૭
વાત કરી છે અને તેઓ પોતાથી લોકના અગ્રે સ્થિત છે એમ કહેવું તે યથાર્થ નિશ્ચય છે. નિશ્ચય એટલે કે તેઓ પરના કારણે લોકાગ્રે સ્થિત નથી, પરંતુ પોતાના કારણે ત્યાં સ્થિત છે. ખરેખર પરમ નિશ્ચયથી તો તેઓ સ્વરૂપમાં સ્થિત છે, તેથી પોતાથી લોકના અગ્રે સ્થિત છે એમ કહેવું તેને પણ વ્યવહાર કહેવામાં આવે છે. તો, કહ્યું કે સિદ્ધભગવાન ત્રણ લોકના શિખરથી આગળ ગતિeતુનો અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત છે.
પ્રશ્ન:- જુઓ! અહીંયા કહે છે કે સિદ્ધભગવાન ધર્માસ્તિકાયનો આગળ અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત છે?
સમાધાન :- ભાઈ એ તો વ્યવહારથી વાત છે. નિશ્ચયથી તો એમ વાત છે કે લોકના અગ્રે જ રહેવાની સિદ્ધની અવસ્થાની લાયકાત છે. અને તેને ધર્માસ્તિકાય આગળ નથી એટલે સિદ્ધ લોકાગે છે' - એમ કહ્યું છે.
વળી કોઈ કહે છે ને? કે સિદ્ધભગવાન કથંચિત્ સ્વતંત્ર છે અને કથંચિત્ પરતંત્ર છે. પણ એમ નથી, તેઓ પૂર્ણ સ્વતંત્ર છે. જે તેઓ કથંચિત્ પરતંત્ર હોય તો, કાંઈક દુઃખ પણ હોય. (પરંતુ એમ છે નહિ.) જુઓ ને અત્યારે અજ્ઞાની જ્યાં-ત્યાં અનેકાંતને લગાવે છે ને? અનેકાંતને નામે ઊંધું લાકડું ખોસ્યું છે ને? કે ધર્મ કદાચિત્ શુભભાવથી પણ થાય અને શુદ્ધભાવથી પણ થાય; સમકિતથી કદાચિત બંધ પણ થાય અને મુક્તિ પણ થાય. -આનું નામ અનેકાંત છે એમ અજ્ઞાની કહે છે.
પ્રશ્ન :- સમકિતથી દેવગતિ મળે ને? સમાધાન :- શું સમતિથી ગતિ મળે? ગતિ તો રાગાદિથી મળે. પ્રશ્ન :- શાસ્ત્રમાં સમકિતથી સ્વર્ગ ગતિ મળે એમ લખ્યું છે ને?
સમાધાન :- ભાઈ! એ તો ભાષા છે. સમકિત સાથે રાગ છે તેનાથી સ્વર્ગ મળે છે તો ‘સમકિતથી સ્વર્ગ મળે' - એમ કહ્યું છે. સમકિત તો નિર્મળ દશા છે. તો શું નિર્મળ દશાથી સ્વર્ગ મળે?
પ્રશ્ન :- સમકિતીને જ તીર્થંકરપ્રકૃતિ બંધાય એમ નથી કહ્યું?
સમાધાન :- તીર્થંકરનામકર્મ બંધાય એ શુભભાવનો અપરાધ છે. (પણ કાંઈ સમકિતને કારણે તે ન બંધાય.) જ્ઞાનીને તીર્થંકરનામકર્મ બંધાય, મુનિને આહારકશરીર