________________
૨૫૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
બંધાય વગેરે બંધ થાય એ બધો શુભોપયોગનો અપરાધ છે. જે ભાવે તીર્થકરનામકર્મ બંધાય તે ભાવ પણ અપરાધ છે એમ શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ‘પુરુષાર્થસિદ્ધિ-ઉપાય'માં પાઠ છે. (ગાથા રર૦) અહા! પંચ મહાવ્રતના પરિણામ પણ અપરાધ છે, કેમ કે એ વિકલ્પ-રાગ છે.
પ્રશ્ન :- તીર્થકર થવું એ અપરાધ છે ? તેઓ ઘણા જીવોનું કલ્યાણ કરે છે ને?
સમાધાન :- ભાઈ! બીજાનું કલ્યાણ કોણ કરતું હતું? અને સમકિતી કે મુનિને એવો (-તીર્થંકરપ્રકૃતિ બાંધવાનો) શુભભાવ આવે છે તો તેઓ મોક્ષે જતાં અટકી જશે અને બે ભવ કરવા પડશે. એક સ્વર્ગનો ભવ અને બીજો મનુષ્યનો ભવ – એમ બે ભવ હજુ થશે, પણ એ જ ભવમાં કેવળજ્ઞાન નહિ લઈ શકે. આ વાત ભારે આકરી
પ્રશ્ન :- શુભભાવ મોક્ષની પરંપરા હેતુ છે એમ તો ઘણી જગ્યાએ શાસ્ત્રમાં આવે છે?
સમાધાન :- પણ એનો અર્થ શું? કે શુભભાવનો અભાવ કરશે ત્યારે મુક્તિ પામશે. એટલે કે જે ભાવે તીર્થંકરનામકર્મ બાંધ્યું હતું એ શુભભાવનો પણ અભાવ કરશે ત્યારે મુક્તિ પામશે. આવી વાત છે બાપુ આ તો વસ્તુનું સ્વરૂપ આવું છે. લોકોને સાચું વસ્તુસ્વરૂપ સાંભળવા મળતું નથી અને વાદ-વિવાદ કરે છે તેથી કાંઈ વસ્તુસ્વરૂપ બદલી જાય? એ તો જે છે તે જ છે અને રહેશે. જગતને ભારે આકરું કામ છે ! તેણે જે પકડ્યું હોય (-માન્યું હોય, એમાંથી ખસવું એ ભારે આકરું કામ છે!
અહીં કહે છે કે ત્રણ લોકના શિખરથી આગળ ગતિeતુનો અભાવ હોવાથી..” - એ વ્યવહાર કારણ આપ્યું. અહા! (વ્યવહારથી કહીએ તો) લોકની આગળ ગતિનું નિમિત્ત નથી એટલે સિદ્ધભગવાન આગળ જતા નથી અને (નિશ્ચયથી કહીએ તો) સિદ્ધભગવાનની પોતાની યોગ્યતા લોકની આગળ જવાની છે નહીં અને તેઓ પોતે પોતાના ઉપાદાનથી લોકના અગ્રે સ્થિત છે. - બસ, આટલી વાત છે.
હવે મૂળપાઠ છે ને? કે ‘શિવ' તેનો અર્થ. (૫) વ્યવહારથી અભૂતપૂર્વ પર્યાયમાંથી (પૂર્વે કદી નહિ થયેલા એવા સિદ્ધપર્યાયમાંથી) ટ્યુત થવાનો અભાવ હોવાને લીધે નિત્ય.” એ સિદ્ધભગવાનને વ્યવહારથી નિત્ય કહેવામાં આવે છે. તેઓ વ્યવહારથી નિત્ય છે, કેમ કે નિશ્ચયથી તેમને પણ પરિણમન સમયે-સમયે બદલાય