________________
ગાથા – ૭૨]
[૨૫૯
છે અર્થાત્ સિદ્ધ પણ સમયે-સમયે બદલાય છે. એક સ્તુતિમાં આવે છે કે પ્રભુ! તમો તો સમયે-સમયે બદલો છો અને હું તો અસંખ્ય સમયે બદલું છું, મારે તો બધું અંતર્મુહૂર્ત બદલાય છે. એનો અર્થ એ છે કે મારી (મારા ઉપયોગની) હજુ સ્થૂળતા છે, જ્યારે આપને (જ્ઞાનની) સૂક્ષ્મતા પ્રગટ થઈ ગઈ છે. છદ્મસ્થને અસંખ્ય સમયે ખ્યાલ આવે છે ને? એટલે એમ કહ્યું કે અસંખ્ય સમયે હું બદલું છું. નહીંતર તો છદ્મસ્થ પણ સમયેસમયે બદલે છે.
અહીં કહ્યું કે સિદ્ધભગવાન વ્યવહારથી નિત્ય છે. કેમ કે ભગવાનને અભૂતપૂર્વ પર્યાયમાંથી – પૂર્વે કદી નહિ પ્રગટેલી એવી સિદ્ધપર્યાયમાંથી—ચુત થવાનો અભાવ છે. જે સિદ્ધપર્યાય પ્રગટ થઈ છે તેના નાશ થવાનો અભાવ હોવાથી વ્યવહાર સિદ્ધભગવાનને નિત્ય કહેવામાં આવે છે. કહો સમજાણું? એ સિદ્ધપર્યાય એવી ને એવી રહેવાની છે એ અપેક્ષાએ તેને નિત્ય કહેવામાં આવે છે. જો કે સિદ્ધપર્યાય સમયે-સમયે બદલાય જ છે, તો પણ તે સિદ્ધપર્યાયમાંથી શ્રુત થવાનો અભાવ હોવાથી ભગવાનને વ્યવહારથી નિત્ય કહેવાય છે.
આવા, તે ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓ હોય છે. અરે! જૈનમાં રહેલાને પણ પોતાના જૈનદર્શનમાં શું ચીજ (-વસ્તુસ્વરૂ૫) છે એની ખબર ન મળે અને જ્યાં-ત્યાં અથડાય છે.
(શ્રી મહાવીરભગવાનનો ર૫૦૦ મો નિર્વાણ-મહોત્સવ આવે છે તે અંગે કહે છે:) અહા! મહાવીરભગવાન તો ત્રણ લોકના નાથ સર્વશદેવ પરમેશ્વર છે. તેઓ કૃતકૃત્ય થઈ ગયા છે તે પૂર્ણાનંદને પ્રાપ્ત છે. તેમને એક સમયમાં પુરું જ્ઞાન પ્રગટ્યું છે. અહા! ભગવાન એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને નથી જાણતા, પણ પોતાની પર્યાય જાણતા તે ત્રણ કાળ ત્રણ લોક જણાય જાય છે. અરે! આવી વાતની ગંધ પણ બીજે કયાં છે? જુઓ ને! અત્યારે મિથ્યાદષ્ટિનો વર્ગ (સમૂહ) જ મોટો છે. જો કે ત્રણે કાળે મિથ્યાદષ્ટિનો જ મોટો વર્ગ હોય, પણ અત્યારે મનુષ્યપણામાં જરા વિશેષ-વધારે છે.
અહા! વીતરાગી ભગવાનને કોઈ પૂજે કે ન પૂજે કે થોડાં પૂજે, ભગવાનની મોટ૫ કાંઈ ઘટે એવી નથી. ભગવાન તો ભગવાન જ છે. ભગવાનના મહોત્સવની ઉજવણી આપણે શું કરી શકીએ ? છતાં, (આપણે પ્રસંગ આવ્યો છે અને) લોકોનો ઉત્સાહ છે તો, ભલે જૈનો થોડાં હોય તો પણ, મતભેદ એકકોર મુકી દઈને થાય એટલી ઉજવણી