________________
૨૫૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહીં કહે છે કે સિદ્ધભગવાન આઠ ગુણોની પુષ્ટિથી સંતુષ્ટ છે. અંદર ટીકામાં ‘તુષ્ટ' શબ્દ છે તેનો અર્થ ફૂટનોટમાં “સંતુષ્ટ કર્યો છે. અહા! સિદ્ધભગવાન આઠ ગુણોથી તુષ્ટ-તુષ્ટ છે એટલે કે તેમને સંતોષ-આનંદ છે. શ્રદ્ધા, જ્ઞાન સાથે અનંત આનંદ પણ છે એમ કહે છે. જુઓ! અહીંયા કહ્યા છે આઠ ગુણ, પણ છે એ પર્યાય.
પ્રશ્ન :- પણ તેને ગુણ કહ્યા છે ને? ક્ષાયિક સમક્તિ આદિ અષ્ટ ગુણો – એમ સિદ્ધભગવાનના આઠ ગુણો કહ્યા છે અને આપ કહો છો કે એ પર્યાય છે?
સમાધાન :- ભાઈ સિદ્ધભગવાનને ક્ષાયિક સમક્તિ આદિ પર્યાય પ્રગટી છે અને તે પર્યાયને ગુણ કહ્યા છે. (જે તે ક્ષાયિક સમતિ આદિ ગુણ હોય તો શું) ગુણ પ્રગટતા હશે? (ના.) કેમ કે ગુણ તો ત્રિકાળ રહે છે. જ્યારે અહીંયા આનંદ સહિત અષ્ટ ગુણ પ્રગટ થયા છે અને તેની પુષ્ટિથી સિદ્ધભગવાન તુષ્ટ છે એમ કહે છે. માટે આ પર્યાયની વાત છે. અહા! સિદ્ધદશા પણ પર્યાય છે, ગુણ નથી. કારણ કે ગુણ તો ત્રિકાળ રહે છે. ગુણની ઉલટી અવસ્થા તે સંસાર છે અને પૂર્ણ સુલટી અવસ્થા તે મોક્ષ છે. તેથી સંસાર અને મોક્ષ - એ બન્ને પર્યાય છે. એ રીતે સમકિત પણ પર્યાય છે, ચારિત્ર પણ પર્યાય છે અને સિદ્ધદશા પણ પર્યાય છે.
‘(૩) વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી તત્ત્વનાં ત્રણ સ્વરૂપોમાં પરમ.” ફૂટનોટ જુઓ: ‘સિદ્ધભગવંતો વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી બહિતત્ત્વ, અંત:તત્ત્વ અને પરમતત્ત્વ એવા ત્રણ તત્ત્વસ્વરૂપોમાંથી પરમતત્ત્વસ્વરૂપ છે. અહીંયા ગુણ એટલે પર્યાય છે. સિદ્ધદશા પોતે ઉત્કૃષ્ટ પર્યાય છે અને તેથી એ પરમતત્ત્વ છે એમ અહીં કહેવું છે. અહીંયા ધ્રુવ આત્માની વાત નથી, પણ સિદ્ધભગવાન વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી અર્થાત્ સિદ્ધભગવાનને બધી પર્યાયો પૂર્ણપણે પ્રગટી હોવાથી એ પર્યાયોના તેઓ આધાર છે અને તે કારણે તેઓ તત્ત્વનાં ત્રણ સ્વરૂપોમાંથી પરમ છે એમ કહે છે. બહિ:તત્ત્વ, અંત:તત્ત્વ અને પરમતત્ત્વ-એ ત્રણ પર્યાયો છે અને તેમાંથી સિદ્ધભગવાન પરમતત્ત્વ છે એટલે કે સિદ્ધરૂપ પૂર્ણ પર્યાય ઉત્કૃષ્ટ છે. લ્યો, ‘તત્ત્વનાં ત્રણ સ્વરૂપોમાં પરમ’ કહેતા સિદ્ધભગવાનને પૂર્ણ દશા પ્રગટી છે એમ કહેવું છે.
‘(૪) ત્રણ લોકના શિખરથી આગળ ગતિeતુનો અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત.” સિદ્ધભગવાન લોકના અગ્રે બિરાજે છે. સિદ્ધભગવાન ત્રણ લોકના શિખરથી આગળ ગતિeતુનો અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત છે એમ કહ્યું છે તે વ્યવહારથી