________________
ગાથા – ૭૨]
[૨૫૫
(-બહિર્મુખ) વેપાર છે, જ્યારે શુદ્ધોપયોગ અંતર્મુખ વેપાર છે. આ રીતે બન્નેની દિશામાં ફેર છે.
અહા! સિદ્ધભગવાન નિરવશેષપણે અંતર્મુખાકાર છે. તેમણે પ્રથમ સ્વરૂપની અંતર્મુખ થઈને દર્શનમોહનો નાશ કર્યો, પછી વિશેષ અંતર્મુખ થઈને ચારિત્રમોહનો નાશ કર્યો અને પછી પૂર્ણ અંતર્મુખ થયા, જેથી આઠેય કર્મનો નાશ થઈ ગયો. જોયું? જો કે અરિહંતને હવે કાંઈ કરવાનું (વિશેષ અંતર્મુખ થવાનું) નથી, છતાં અહીંયા ચાર અઘાતિકર્મનો પણ નાશ અંતર્મુખાકાર થઈને કર્યો એમ કહ્યું છે.
આ રીતે અહીં કહ્યું કે, નિશ્ચય પરમશુકલધ્યાનના બળથી સિદ્ધભગવાને આઠ કર્મના બંધને નષ્ટ કરેલ છે. લ્યો, આ, સિદ્ધ કેમ થયા એની ઓળખાણ આપે છે કે સિદ્ધપદ આ રીતે પરમશુક્લધ્યાનના બળથી પ્રાપ્ત થાય છે, પણ કોઈ બહારની ક્રિયાકાંડથી એ સિદ્ધપદ પ્રાપ્ત થાય નહીં. - એ સિદ્ધભગવાને આઠ કર્મોનો નાશ કર્યો તેની વાત કરી.
હવે ‘મઝુમી ગુણસમળિયની વાત કરે છે:
(૨) ક્ષાયિક સમ્યકત્વાદિ અષ્ટ ગુણોની પુષ્ટિથી તુષ્ટ.” - સિદ્ધભગવાન આઠ ગુણોની પુષ્ટિથી આનંદમય છે. નીચે ફૂટનોટ છે : સિદ્ધભગવંતો ક્ષાયિક સમ્યત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન, અગુરુલઘુ અને અવ્યાબાધ એ આઠ ગુણોની પુષ્ટિથી સંતુષ્ટ – આનંદમય હોય છે. લ્યો, પહેલું સમકિત લીધું છે. આઠ ગુણમાં ચારિત્ર નથી આવ્યું એટલે કેટલાક એમ કહે છે કે સિદ્ધભગવાનને ચારિત્ર ન હોય. પરંતુ તે ખોટી વાત છે. સિદ્ધને પૂર્ણ ચારિત્ર હોય છે. સિદ્ધ પરમાત્માને અનંત સુખ છે ને ? તો તેમાં ચારિત્ર આવી ગયું છે. સમકિતનું સુખ ને ચારિત્રનું સુખ – એ બે મળીને સિદ્ધને અનંત સુખ પ્રગટ્યું છે. માટે સિદ્ધભગવાનને ચારિત્ર હોય છે. તેમ જ આત્માના સ્વભાવમય ચારિત્રગુણ છે તે સિદ્ધભગવાનને પૂર્ણ પ્રગટી ગયો છે. માટે તેમને ચારિત્ર છે. હા,) વ્યવહારચારિત્રના જે સામાયિક, છેદોપસ્થાપના આદિ ભેદ છે તે તેમને નથી.
પ્રશ્ન:- સિદ્ધદશામાંય શું ચારિત્ર હોય?
સમાધાન :- પોતાના આનંદમય સ્વરૂપમાં રમણતા એ ચારિત્ર છે અને તે રમણતા સિદ્ધભગવાનને પૂર્ણ પ્રગટ થઈ ગઈ છે, માટે તેમને પૂર્ણ ચારિત્ર હોય છે.