________________
૨૫૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
(પરમશુકલધ્યાનનો આકાર અર્થાત્ સ્વરૂપ સંપૂર્ણપણે અંતર્મુખ હોય છે.)' અહા! અંતરમાં આત્મા પૂર્ણાનંદસ્વરૂપ છે એના ઉપર એકાગ્ર થયેલું શુક્લધ્યાન અંતર્મુખસ્વરૂપ છે – અંદરમાં ઢળેલું છે, પણ બાહ્યમાં છે નહીં. એટલે કે શુક્લધ્યાન નિરવશેષપણે અંતર્મુખ છે. તથા તે શુક્લધ્યાન ધ્યાન-ધ્યેયના વિકલ્પ રહિત છે. મતલબ કે હું ધ્યાન કરનાર અને આ ભગવાન આત્મા ધ્યેય - એવા ભેદનો વિકલ્પ-રાગ પણ તેમાં નથી. અહા! ધ્યાન-ધ્યેયના વિકલ્પ-રાગ રહિત અંતર્મુખ જેનું સ્વરૂપ છે તે શુકલધ્યાન છે.
અંતર્મુખ જેનો ભાવ છે અને જે જરાપણ બહિર્મુખ છે નહિ એવા નિશ્ચય-પરમશુક્લધ્યાનના બળથી...લ્યો, વળી ‘પરમશુકલધ્યાન' કહ્યું છે હોં. અહા! અંતરમાં બિરાજમાન શુદ્ધ આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં અંતર્મુખ થતાં જે પરમશુક્લધ્યાન પ્રગટ્યું તેના બળથી સિદ્ધભગવાને આઠ કર્મના બંધને નષ્ટ કરેલ છે. પરમશુક્લધ્યાનના બળથી પહેલાં ચાર ઘાતિકર્મ નાશ કર્યા હતા એ વાત તો ખરી છે જ, પરંતુ પછી ચાર અઘાતિકર્મ પણ પરમશુકલધ્યાનના કારણથી નષ્ટ કર્યા એમ કહે છે. અહા! ચાર ઘાતિકર્મ અને ચાર અઘાતિકર્મનો નાશ અંતર્મુખના ધ્યાન દ્વારા થાય છે અર્થાત્ તે આઠેય કર્મનો નાશ અંતર્મુખની પરિણતિ દ્વારા થાય છે, પરંતુ બહિર્મુખતાના કોઈપણ વિકલ્પ દ્વારા એ આઠ કર્મમાંથી એકપણ કર્મનો નાશ થતો નથી. અરે! દર્શનમોહનો પણ નાશ અંતર્મુખસ્વરૂપ દષ્ટિના બળથી થાય છે.
પ્રશ્ન :- ધવલ’માં જિનબિંબના દર્શનથી નિધત ને નિકાચિત કર્મનો નાશ થાય છે એમ આવે છે ને?
સમાધાન :- ભાઈ એ તો નિમિત્તની વાત છે. ખરેખર જિનબિંબ તો આ આત્મા છે અને તે અંદરમાં બિરાજમાન વીતરાગમૂર્તિ પ્રભુ આત્માની અંતર્મુખ થઈને દષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય છે. સમજાણું કાંઈ? જુઓ! અહીંયા અંતર્મુખાકાર ધ્યાનથી આઠેય કર્મનો નાશ કહ્યો છે ને? તો, પહેલું અંતર્મુખાકાર ધ્યાન ધર્મધ્યાન છે. મતલબ કે ધર્મધ્યાન પણ અંતર્મુખાકાર છે અને આ પરમશુક્લધ્યાન નિરવશેષપણે - પૂર્ણ રીતે - અંતર્મુખાકાર છે.
અહા! ધર્મધ્યાન થવામાં – સમ્યગ્દર્શન થવામાં એટલે કે દર્શનમોહનો નાશ થવામાં પણ અંતર્મુખસ્વરૂપનો આશ્રય છે. અર્થાત્ પૂર્ણાનંદસ્વરૂપના આશ્રયથી જ દર્શનમોહનો નાશ થાય છે. તેથી શુભોપયોગથી શુદ્ધોપયોગ થાય એમ છે નહીં. શુભોપયોગ બહારનો