________________
ગાથા – 0૨].
[૨૫૩
(અનુષ્ટ્રમ) स्वस्वरूपस्थितान् शुद्धान प्राप्ताष्टगुणसंपदः ।
नष्टाष्टकर्मसंदोहान् सिद्धान् वंदे पुनः पुनः ॥१०३॥ (શ્લોકાર્થ:-) જેઓ નિજ સ્વરૂપમાં સ્થિત છે, જેઓ શુદ્ધ છે, જેમણે આઠ ગુણરૂપી સંપદા પ્રાપ્ત કરી છે અને જેમણે આઠ કર્મોનો સમૂહ નષ્ટ કર્યો છે, તે સિદ્ધોને હું ફરીફરીને વંદું છું. ૧૦૩.
હું ગાથા - ૭૨ ઉપરનું પ્રવચન કર્યું હરિગીતમાં ‘બિન્ચ' (નિત્ય)નો અર્થ શાશ્વત કર્યો છે.
સિદ્ધિના પરંપરાહેતુભૂત એવા ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓનું સ્વરૂપ અહીં કહ્યું છે.” આ જીવની મુક્તિનો સાક્ષાત્ હેતુ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. જ્યારે સિદ્ધ ભગવાન મુક્તિના પરંપરા હેતુ છે. મુક્તિમાં સિદ્ધ નિમિત્ત છે તેથી તેમને પરંપરા હેતુ કહેવામાં આવે છે. અહા ! સિદ્ધ પરમાત્મા આ આત્માની મુક્તિનું સાક્ષાત્ કારણ નથી. આ આત્માની મુક્તિનું સાક્ષાત્ કારણ તો સ્વ ચૈતન્યના આશ્રયે પ્રગટતાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. પરંતુ એ રત્નત્રયની સાથે સિદ્ધભગવાનની વ્યવહાર શ્રદ્ધા પણ હોય છે, તેથી સિદ્ધભગવાનને મુક્તિના પરંપરા હેતુ કહેવામાં આવ્યા છે. તો, મુક્તિના પરંપરા હતુ-નિમિત્ત-એવા ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓનું સ્વરૂપ અહીં કહ્યું છે.
‘(ભગવંત સિદ્ધો કેવા હોય છે?)” – હવે સિદ્ધ કેવા હોય તે વાત કહે છે અને તેની સાથે સિદ્ધ કેમ થયા એ વાત પણ કહે છે.
‘(૧) નિરવશેષપણે અંતર્મુખાકાર, ધ્યાનધ્યેયના વિકલ્પ રહિત નિશ્ચયપરમશુક્લધ્યાનના બળથી જેમણે આઠ કર્મના બંધને નષ્ટ કરેલ છે એવા'... લ્યો, અહીં તો આમ કહ્યું છે કે નિશ્ચય પરમશુક્લધ્યાનના બળથી આઠ કર્મ નાશ કર્યા છે!! તેનો અર્થ એ છે કે કોઈ ઉપવાસાદિ કરીને કે અન્ય શુભભાવ કરીને સિદ્ધભગવાને અષ્ટ કર્મ નાશ કર્યા છે એમ નથી. કેમ કે એ ઉપવાસાદિ તો વિકલ્પ છે. નીચે ફૂટનોટ છે: ‘નિરવશેષપણે = અશેષત:; કાંઈ બાકી રાખ્યા વિના; સંપૂર્ણપણે; સર્વથા.