________________
ગાથા – ૫૭].
(ર?
(શ્લોકાર્થ:-) જે પુરુષ અતિ સ્પષ્ટપણે સત્ય બોલે છે, તે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો એક ભાગી થાય છે (અર્થાત્ તે પરલોકમાં અનન્યપણે દેવાંગનાઓના બહુ ભોગોને પામે છે) અને આ લોકમાં સર્વદા સર્વ સપુરુષોનો પૂજ્ય બને છે. ખરેખર સત્યથી શું બીજું કોઈ (ચડિયાતું) વ્રત છે ? ૭૭.
ગાથા - પ૭ ઉપરનું પ્રવચન કર્યું હવે સત્યવ્રતની ગાથા:
આ, સત્યવ્રતના સ્વરૂપનું કથન છે.
અહીં (એમ કહ્યું છે કે), સત્યનો પ્રતિપક્ષ (અર્થાત્ સત્યથી વિરુદ્ધ પરિણામ) તે મૃષા પરિણામ છે; તે (અસત્ય બોલવાના પરિણામ) રાગથી, દ્વેષથી અથવા મોહથી થાય છે, જે સાધુ આસન્નભવ્ય જીવ – તે પરિણામને પરિત્યજે છે (-સમસ્ત પ્રકારે છોડે છે), તેને બીજું વ્રત હોય છે.'
અહીં અસત્ય ભાષા બોલવાની વાત નથી, પરંતુ અસત્ય બોલવાના પરિણામની વાત છે હોં. તે અસત્ય બોલવાના પરિણામ કાં રાગથી, કાં દ્વેષથી અને કાં મિથ્યાભ્રમથીમોહથી થાય છે. જેનો મોક્ષ નિકટ છે – પૂર્ણ પર્યાયરૂપ મોક્ષનું પરિણમન જેને નિકટ છે—એવો આસન્નભવ્ય જીવ જૂઠું બોલવાના) પરિણામને છોડે છે. જુઓ, તે જીવ ભવ્ય તો છે, (તે ઉપરાંત) આસન્નભવ્ય છે એમ કહે છે. ભવ્ય જીવ મોક્ષ પામવાને લાયક તો છે, પરંતુ એ તો પુરુષાર્થ કરશે ત્યારે મોક્ષ પામશે. જ્યારે આ (સત્યવ્રતવાળો) જીવ તો આસન્નભવ્ય છે - મોક્ષ પામવાની તૈયારીવાળો છે – મોક્ષની બહુ નજીક છે - એમ કહે છે. જુઓ! આ, ભગવાન સર્વજ્ઞનું કહેલું સત્યવ્રતનું સ્વરૂપ!
અહા! કહે છે કે રાગ, દ્વેષ અને મોહથી થતાં (અસત્ય બોલવાના) અશુભ પરિણામને, જેનો મોક્ષ નામ સિદ્ધપદ હવે નિકટ છે એવો આસન્નભવ્ય જીવ, પોતામાં વીતરાગ પરિણામે વર્તતો થકો છોડે છે. એટલે કે એવો (-સત્ય બોલવાનો) વિકલ્પ તેને હોય છે. બીજી રીતે કહીએ તો) મૃષાભાષા બોલવાના પરિણામને છોડવારૂપ પરિણામ તેને હોય છે અને તેને વ્યવહાર સત્યવ્રત કહેવામાં આવે છે. આવું બીજું વ્રત તેને હોય છે.