________________
૨૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
જેને અંતરમાં પૂર્ણ વીતરાગસ્વભાવનો ભેટો થયો છે, જેના પરિણામને પૂર્ણ જિનસ્વભાવનો ભેટો થયો છે, જેને પરમ સત્યસ્વરૂપ ત્રિકાળી આત્માનો પરિણામમાં ભેટો થયો છે તેના તે પરિણામ વીતરાગી પરિણામ છે અને તે નિશ્ચય ધર્મ છે. તે (ચારિત્રની) ભૂમિકામાં રાગ, દ્વેષ અને મોહથી થતાં જૂઠું બોલવાના પરિણામનો ત્યાગ હોય છે એટલે કે (સત્ય બોલવાનો) શુભવિકલ્પ હોય છે અને તે શુભવિકલ્પને વ્યવહાર સત્યવ્રત કહેવામાં આવે છે.
| શ્લોક - ૭૭ ઉપરનું પ્રવચન જે પુરુષ અતિ સ્પષ્ટપણે સત્ય બોલે છે, તે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો એક ભાગી થાય છે (અર્થાત તે પરલોકમાં અનન્યપણે દેવાંગનાઓના બહુ ભોગોને પામે છે) .”
જે પુરૂષ અતિ સ્પષ્ટપણે સત્ય બોલે છે એટલે કે જેને સત્ય બોલવાનો ભાવ છે તે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો એક ભાગી થાય છે. જુઓ, આમ કહીને ખુલાસો કર્યો કે સત્યવ્રતનો જે (શુભ) ભાવ છે એ તો સંયોગ આપનાર છે. તે શુભભાવ છે ને? માટે તેના ફળ તરીકે તો દેવાંગનાઓ આદિનો સંયોગ મળે એવો એ ભાવ છે એમ કહે છે. લ્યો, અહીં ખુલાસો કર્યો છે કે વ્રત તે શુભભાવ છે અને તે શુભભાવથી શુદ્ધતા થાય એમ છે નહીં.
પ્રશ્ન:- ‘શુભભાવથી શુદ્ધતા થાય’ એમ પછી તો કહેશે?
સમાધાન - એ વાત તો પરંપરાએ' કહેશે. કેમ કે વ્યવહારમાં પરંપરાએ કહેવાની રીત છે ને? અહીં કહે છે કે જે અતિ સ્પષ્ટપણે સત્ય બોલે છે - જેવું સત્ સ્વરૂપ છે તેવું જ કહે છે - તે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો ભાગી થાય છે. જુઓ, અહીંયા ‘ સ્ત્રીનાં ' એમ કહ્યું છે. પરંતુ તે (સત્યવ્રતવાળો) સ્વર્ગમાંથી મનુષ્યપણામાં આવશે એમ નથી કહ્યું. કેમ કે તે અહીંથી (-મનુષ્યપણામાંથી) સ્વર્ગમાં જાય છે ને? એટલે સ્વર્ગની સ્ત્રીઓની વાત કરી છે. અર્થાત્ તેને સ્વર્ગનો સંયોગ મળશે અને તે