________________
ગાથા – ૫૭]
ઇંદ્રાણીના ભોગોમાં કષાયના અંગારાથી સળગશે એમ કહે છે. સત્યવ્રતવાળો શુભભાવના ફળ તરીકે ઇંદ્રાણી-દેવીઓના ભોગને પામશે એટલે કે તેના તરફનો અશુભ ભાવ થશે અને તે ભાવ કષાયભાવ છે. (માટે કષાયના અંગારાથી સળગશે.) ‘સમયસાર’ની ૭૪ મી ગાથામાં આવ્યું નથી? કે આસવો દુઃખરૂપ છે અને દુ:ખફળ છે - આસવનું ફળ દુ:ખ છે. જે આસવપરિણામ છે તેનાથી પુદ્ગલ કર્મ બંધાય છે, તે પુદ્ગલ કર્મથી સંયોગ મળે છે અને તેની ઉપર લક્ષ જતાં રાગ ઉત્પન્ન થાય છે. (માટે આસવ દુ:ખફળ છે.) જો કે અહીંયા તો શુભભાવથી દેવાંગનાઓના ભોગની પ્રાપ્તિ થશે એમ વાત કરી છે. કેમ કે (ટીકાકાર પદ્મપ્રભમલધારીદેવ પોતે) મુનિ છે એટલે સ્વર્ગમાં જ જશે. અહીં કહ્યું કે સત્ય બોલવાના શુભભાવથી પુણ્ય બંધાય છે. તેથી અનુકૂળ સંયોગને આપનાર એવો જે પુણ્યબંધ છે તેનું તે નિમિત્ત છે અને તે શુભભાવનું ફળ દુ:ખ છે.
પ્રશ્ન:- અહીંયા (શ્લોકમાં) તો સત્યના (-શુભભાવના) વખાણ કર્યા છે કે તેનાથી ચડિયાતું બીજું કોણ છે?
[૨૩
સમાધાન:- એ તો અન્ય વ્રતની અપેક્ષાએ સત્યથી ચડિયાતું બીજું કોણ છે એમ કહે છે. ઈંદોરના કાચના મંદિરમાં એમ લખ્યું છે કે,
‘ચક્રવર્તીકી સંપદા, ઇંદ્ર સરીખા ભોગ; કાગવીટ સમ માનત હૈ, સમ્યગ્દષ્ટિ લોગ.'
માણસની વિષ્ટા તો હજુ ખાતરમાં પણ કામ આવે અને ભૂંડ પણ ખાય. જ્યારે કાગડાની વિષ્ટા ખાતરમાં પણ કામ ન આવે. તો, ધર્મી જીવ જે સંયોગ મળે તે બધાને ‘કાગવીટ સમ માનત હૈ' – જાણે કાગડાની વિષ્ટા મળી હોય એમ માને છે. જુઓ, અહીંયા (વ્રતના ફળમાં) સ્વર્ગની સ્ત્રીઓ મળે છે એમ કહે છે, તોપણ જ્ઞાની તેને એમ માને છે કે જાણે કાગડાની વિષ્ટા મળી. મારો આનંદ તો મારી પાસે છે અને જેના તરફ જતાં, તે આનંદથી દૂર જવાય તે દુ:ખ છે એમ તે માને છે.
અહા! અહીં તો શુભભાવનું ફળ બતાવવું છે. એટલે એમ કહ્યું કે શુભભાવવાળો સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો એક ભાગી થાય છે. નહીંતર ખરેખર તો શુભભાવ દુઃખરૂપ જ છે. શુભભાવ વર્તમાન દુઃખરૂપ છે અને ભવિષ્યમાં પણ તેનું ફળ દુઃખ છે.