________________
૨૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
હવે અરણ્યની વ્યાખ્યા છે કે અરણ્ય કોને કહેવું:
‘જે મનુષ્યના સંચાર વિનાનું, વનસ્પતિસમૂહ, વેલીઓ અને ઝાડનાં ઝુંડ વગેરેથી ગીચોગીચ ભરેલું હોય તે અરણ્ય છે.’
અરણ્યમાં વનસ્પતિનો સમૂહ હોય છે, વેલીઓ હોય છે અને ઝાડનાં મોટાં ઝુંડ પણ હોય છે. કેમ કે વરસાદને લઈને ઝાડનાં ઝુંડ નજીક-નજીક ઉગ્યા હોય અને માણસનો ત્યાં સંચાર ન હોય એટલે તેને તોડે પણ કોણ? જુઓ, અંદર કહ્યું ને? કે ‘મનુષ્યના સંચાર વિનાનું.’ તો કહે છે કે મોટું અરણ્ય વનસ્પતિના ઢગલાઓ, વેલીઓ અને ઝાડનાં ઝુંડ વગેરેથી ગીચોગીચ ભરેલું હોય છે. તેને જ અરણ્ય કહેવાય છે. આવા અરણ્યમાં પણ બીજાથી તાયેલી કોઈ ચીજને – દાગીનો, પૈસા, હીરા, માણેક, કપડું આદિ કોઈપણ ચીજને ગ્રહવાના પરિણામ મુનિ છોડી દે છે.
‘આવાં ગ્રામ, નગર કે અરણ્યમાં બીજાથી તજાયેલી, મુકાયેલી, પડી ગયેલી અથવા ભુલાઈ ગયેલી પરવસ્તુને દેખીને તેના સ્વીકારપરિણામને (અર્થાત્ તેને પોતાની કરવાના ગ્રહવાના પરિણામને) જે પરિત્યજે છે, તેને ખરેખર ત્રીજું વ્રત હોય છે.’
-
બીજાથી મુકાયેલી એટલે કે બીજા કોઈએ ચીજ મુકી હોય – રાખી હોય – કે અહીંયા કોઈ માણસ નથી એટલે હમણાં રાખીએ અને પછી લઈ જશું તથા પડી ગયેલી એટલે કે ચાલતાં-ચાલતાં કોઈ ચીજ પડી ગઈ હોય.
પણ અરણ્યમાં માણસનો સંચાર તો નથી ને?
વિશેષ સંચાર નથી. પણ કોઈક માણસ અરણ્યમાં આવી ગયો હોય અને ચીજ પડી ગઈ હોય – એમ લેવું. તેવી રીતે અરણ્યમાં ભુલાઈ ગયેલી એટલે કે કોઈક મનુષ્ય અરણ્યમાં આવી ગયો હોય અને તેમાં વસ્તુ ભુલાઈ ગઈ હોય. જોકે અરણ્ય છે તો મનુષ્યના સંચાર વિનાનું, છતાં કોઈક માણસ ક્યાંકથી આવ્યો હોય અને વસ્તુ ભુલી ગયો હોય (તેની વાત છે.) અહીં કહે છે કે અરણ્યમાં ક્યાંક પાંચ-પચીસ હીરા કોઈક